________________
૭૯
- ૩ઃ બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બોય?- 26 -
631,
પાંચમું ગુણસ્થાનક અને એ ઘરમાં રહ્યા એટલું પણ બંધન તો ખરું જ, તેમ પરમાત્મા કહે છે અને તમે બધું જ કરવા છતાં અને પૂરેપૂરા ખરડાયેલા હોવા છતાં કહો કે હૈયામાં પરિગ્રહ નથી; તો એ આત્મવંચના નહિ તો બીજું શું છે?
આનંદ શ્રાવકની આંતર-બાહ્ય ભૂમિકા કેવી હતી અને એમનું સાધના જીવન કેવું હતું એ તમને સમજાવું.
એમના સાધના જીવનના ઉત્તરાર્ધ કાળમાં બનેલી આ ઘટના છે.
એકવાર એમના આંગણે શાસનશિરતાજ શ્રી ગૌતમસ્વામીજી પધાર્યા. પચ્ચાસ હજાર શિષ્યોના ગુરુ અને ભગવાન શ્રી મહાવીરદેવના પટ્ટશિષ્ય જ્યારે પોતાને આંગણે આવે ત્યારે આનંદ જેવા મહાશ્રાવકને કેટલો આનંદ હોય ?
તમે વિચારો કે એ સમયે આનંદ શ્રાવકે એમનું કેવું સામૈયું કર્યું હશે ? એ એમને લેવા કેટલે દૂર સુધી ગયા હશે ? પણ ના, એવું કાંઈ નથી બન્યું. નથી તો તેમણે સામૈયું કર્યું કે નથી તો તેઓ તેમને સામે લેવા ગયા. કદાચ માની લઈએ કે એમની પાસે કોઈ પણ જાતનો ધન-સંપત્તિનો પરિગ્રહ હતો નહીં. માટે એમણે સામૈયું કર્યું નહોતું અને કુટુંબ ઉપર પણ એમણે કોઈ અધિકાર રાખ્યો ન હતો, જેથી તેમની પાસે પણ કાંઈ કરાવ્યું ન હતું. આમ છતાં તેઓ સામે તો જઈ શકતા હતા, પણ તેઓ સામે પણ ગયા ન હતા. ગૌતમ મહારાજા છેક પોતાના ઘર આંગણે આવ્યા ત્યાં સુધી પણ લેવા નહોતા ગયા. મકાનના દરવાજે આવ્યા, ત્યારે સંદેશો મોકલ્યો કે, સેવકને દર્શન આપવા અંદર પધારો. તેમની વિનંતિ સ્વીકારીને ગૌતમસ્વામીજી છેક એમના કમરા સુધી ગયા તો પણ તેઓ બહાર ન આવ્યા અને ગૌતમસ્વામીજી જ્યારે એમના કમરામાં ગયા ત્યારે તેઓ ઉભા પણ ન થયા અને કહ્યું કે “ભગવંત ! આપ હજુ થોડા વધુ નજીક આવો તો આપનાં પવિત્ર ચરણોનો સ્પર્શ કરીને હું પાવન થાઉં. મારી જાતને ધન્ય બનાવું.'
આમ કેમ બન્યું, તે તમે જાણો છો ? તેમણે બીજી બધી તો મમતા તોડી હતી પણ છેલ્લે પોતાના શરીરની મમતા તોડવા માટે, શરીરનાં બંધન તોડવા ઘોર તપ કર્યો હતો, જેના પરિણામે ઊઠવા, બેસવાની કે પડખું બદલવાની પણ તેમની તાકાત બચી ન હતી. આવી ઘોર સાધના કરવા છતાં એમને પાંચમું જ ગુણસ્થાનક, છઠું નહિ અને તમે ઘણાં ધન-ધાન્ય વગેરેના પરિગ્રહવાળા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org