________________
632
– ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – – 632 નિર્લેપ-નિર્મમ ખરું ને? લાવો એકાદ-બે, મારે દર્શન કરવાં છે. જ્ઞાતા-દષ્ટ ભાવના નામે પોસાતો દંભ :
આજે તો દંભ પોસાય છે. “જ્ઞાતા-દષ્ટાભાવે જીવું છું, હું તો મારામાં જ છું, ઠીક છે. શરીર છે, પણ હું તો મારામાં છું.” આવી બધી વાતો કરે પણ તેને ચા તો ગરમાગરમ જોઈએ. ઉઘવા માટે પથારી જ જોઈએ. બેસવા સોફા જોઈએ, રહેવા એ.સી. રૂમ જોઈએ, ફરવા એ.સી. કાર જોઈએ અને પાછો કહે કે હું તો જ્ઞાતા-દૃષ્ટાભાવે જીવું છું. આવા દંભીઓનું કલ્યાણ શી રીતે થાય ? સભા : જ્ઞાતા - દૃષ્ટાભાવ એટલે શું?
હાથમાં રહેલ અંગારાથી હાથ બળતો હોય ત્યારે જે એવું અનુભવે કે “જે બળે છે, તે હું નથી અને હું છું તે બળતો નથી.' મનની આવી સ્થિતિ હોવી તેને જ્ઞાતા-દષ્ટાભાવ કહેવાય.
અજૈનોમાં જનકવિદેહીની વાત આવે છે. તે મતના સંન્યાસીઓને તેમના કુલપતિએ કહ્યું કે તમારે જ્ઞાતા-દષ્ટાભાવ જોવો હોય તો જનકવિદેહીને ત્યાં જઈ આવો. આ વાત સાંભળીને તે સંન્યાસીઓ જનક વિદેહીનો જ્ઞાતાદૃષ્ટાભાવ જોવા તેમને ત્યાં મધરાતે ગયા - રાજમહેલમાં પેઠાં ને છેક અંતઃપુરમાં પહોંચ્યા. ત્યાં જનકવિદેહીને જોયા. તો તેમની બાજુમાં રાજરાણી સૂતી હતી અને તેના અંગ ઉપર રાજાનો હાથ હતો. આ દશ્ય જોઈને તે સંન્યાસીઓએ લજ્જાથી પોતાની આંખ ઉપર હાથ મૂકી દીધા. તેમને થયું કે આપણે આ શું જોઈએ છીએ? શું જ્ઞાતા-દૃષ્ટા ભાવવાળો આવો હોય? ગુરુદેવે આપણને ક્યાં મોકલ્યા ? આટલો હજુ વિચાર કર્યો તેટલામાં જ રાજવીનો બીજો હાથ પલંગ ઉપરથી નીચે સરક્યો અને સીધો જ પલંગની નીચે શિયાળામાં ગરમી માટે રાખેલી સગડીમાં પડ્યો, આમ છતાં રાજવીએ તેને ઉપાડ્યો નહિ. એમને એમ સગડીમાં પડ્યો રહ્યો. આ જોઈને સંન્યાસીઓને થયું કે, ગુરુદેવે યોગ્ય જગ્યાએ જ આપણને મોકલ્યા. આજે ખરેખરો જ્ઞાતાદૃષ્ટાભાવ જોવા મળ્યો. આ પછી વિચારતાં એમને ખ્યાલ આવ્યો કે જે હાથ રાણીના અંગ ઉપર છે, તે રાજવીએ પોતે નહિ મૂક્યો હોય પણ રાણીએ પોતે જ ઉપાડીને મૂક્યો હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org