________________
૮૧ - ૩ : બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય ?- 26 – 633
દૂધમાં સાકર હોય, ડબલ હોય કે ન જ હોય અથવા મીઠું હોય તો પણ એક સરખી પ્રસન્નતાથી વાપરી જાય તો કાંઈકે જ્ઞાતા-દૃષ્ટાભાવ આવ્યો છે એમ માની શકાય.
શ્રમણ ભગવાનશ્રી મહાવીર ત્રીસ વર્ષની ભરયુવાવસ્થામાં જ્યારે રાજપાટનો, ભોગવિલાસનો, સુખ-સમૃદ્ધિનો, સ્વજન-પરિવારનો ત્યાગ કરીને નીકળ્યા. ઉત્તમ શ્રમણ ધર્મનો સ્વીકાર કરીને પ્રભુએ જ્યારે વિહાર કર્યો ત્યારની પરિસ્થિતિનો વિચાર કરો ! જે પ્રભુએ જીવનનાં ૩૦, ૩૦ વર્ષ રાજમહેલમાં વિતાવ્યાં હતાં, જેઓ સુકોમળ શરીરના સ્વામી હતા; આજ સુધીના
જીવનકાળમાં જેમના શરીર ઉપર એક મચ્છર કે માખીને પણ સેવકોએ બેસવા દીધાં નથી; આજ સુધી જેમણે તડકો-છાંયડો પણ જોયો નથી અને આજ સુધી જેમણે જમીન ઉપર પગ મૂક્યો નથી, એવા પણ પરમાત્મા મહાવીરદેવ દીક્ષાના પહેલા જ દિવસે જ્યારે વિહાર કરીને જંગલમાં ગયા, ત્યારે તે જંગલનાં ઝેરી ભમરાનાં ઝૂંડનાં ઝૂંડ તેમના ઉપર તૂટી પડ્યાં, છતાં પ્રભુએ એને ન તો ઉડાડવાનો પ્રયત્ન કર્યો કે ન તો એનાથી બચવા પોતાનું મોઢું ઢાંકવાનો પ્રયત્ન કર્યો, ન બે હાથથી શરીરને ઢાંકવાનો પ્રયત્ન પણ કર્યો કે ન તો કોઈ રીતે બચવાનો પ્રયત્ન કર્યો. પ્રભુએ તો પોતાના બન્નેય હાથ જેમ હતા તેમ જ રાખ્યા છે અને જે સહજ ગતિથી આવ્યા હતા તે જ સહજ ગતિથી આગળ વધતા રહ્યા.
આ ક્રમ એક દિવસ-રાત્રિનો નહિ, ચાર-ચાર મહિનાઓ સુધી ચાલ્યો છે. પ્રભુના સ્વભાવે જ સુરભિ શરીર પર દીક્ષા સમયે દેવો અને સ્વજનોએ ગોશીર્ષ ચંદનનું વિલેપન કર્યું હતું. એ ચાર મહિના સુધી અકબંધ રહ્યું હતું. તેથી ભમરાઓ, યુવતીઓ અને યુવાનો તરફથી પ્રભુને સતત ઉપસર્ગો થયા હતા.
આ હતો પ્રભુનો સહજ જ્ઞાતા-દૃષ્ટાભાવ.
આપણે તો એક નવકારનો કાઉસ્સગ્ન કરવો હોય ને એક મચ્છર ગુણ-ગુણ કરવા માંડે તો હાથથી ઉડાડી દઈએ ! ક્યાં છે આપણામાં તે સત્ત્વ?
આ સત્ત્વ ન હોવાનું કારણ શરીરનું પારાવાર મમત્વ. આ મમત્વ પણ એક બંધન જ છે, એટલે જ કહું છું કે ત્રણેય બંધનને બરાબર સમજી લો. પરિગ્રહ બંધન, હિંસા બંધન અને મમત્વ તે પણ બંધન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org