________________
૮૨
૩
-
બંધન જાણો ! બંધન તોડો !
પરિગ્રહ ખરાબ કે પરિગ્રહની મમતા ખરાબ ?
સભા : પરિગ્રહની મમતા ખરાબ કે પરિગ્રહ ખરાબ ? બેમાંથી બંધન કોણ કહેવાય ?
634
જૈનશાસન એમ કહે છે કે, પરિગ્રહ અને પરિગ્રહની મમતા બેય ખરાબ અને બેય બંધન.
સભા : એવું કેવી રીતે બને ?
નિશ્ચયનયની અપેક્ષાએ પરિગ્રહની મમતા બંધન માટે પરિગ્રહની મમતા પણ ખરાબ અને વ્યવહારનયની અપેક્ષાએ પરિગ્રહ બંધન માટે પરિગ્રહ પણ ખરાબ. સ્યાદ્વાદ - અનેકાંતની અપેક્ષાએ બેય બંધન છે. માટે બેય ખરાબ છે. જૈનશાસન સ્યાદ્વાદને માને છે માટે જૈનશાસન બેયને બંધન કહે છે. બેયને ખરાબ કહે છે.
સભા : આપ કોઈકવાર પરિગ્રહને બંધન કહો છો, તો કોઈકવાર પરિગ્રહની મમતાને બંધન કહો છો, બેયને બંધન કેમ નથી કહેતા ?
Jain Education International
જો તમે બરાબર ધ્યાન દઈને સાંભળશો તો ખ્યાલ આવશે કે અવસરોચિત રીતે હું ત્રણેયને બંધન કહું છું.
સભા : અવસરોચિત રીતે એટલે ?
શ્રોતાઓની પ્રજ્ઞા જ્યારે ઘડાયેલી ન દેખાય ત્યારે જો હું એમ કહું કે પરિગ્રહ અને પરિગ્રહની મમતા બંધન તો એમાંથી એવો અર્થ તારવે કે પરિગ્રહ અને પરિગ્રહની મમતા એમ બેય હોય તો બંધન, બાકી એકલો પરિગ્રહ કે એકલી પરિગ્રહની મમતા હોય તો બંધન નહિ. એટલે એવા શ્રોતાઓને સૌ પ્રથમ વ્યવહારનયની મુખ્યતાએ પરિગ્રહ પોતે જ બંધન છે, એમ સમજાવવાનો પ્રયત્ન કરું. એ વાત જ્યારે સમજાઈ જાય અને તેની પ્રજ્ઞા-બુદ્ધિ જરા પરિકર્મિત-સૂક્ષ્મ બને એટલે કહું કે પરિગ્રહની મમતા ખરાબ છે, બંધન છે.
એ વાત બરાબર સમજાઈ જાય પછી એને સમતોલ કરવા સમજાવું કે, પરિગ્રહની મમતા વગર પરિગ્રહ મેળવવાનું, રાખવાનું, સાચવવાનું કે વધા૨વાનું મન થતું નથી. માટે જ્યાં જ્યાં પરિગ્રહ હોય ત્યાં ત્યાં પરિગ્રહની મમતા રહેવાની. માટે પરિગ્રહ પણ બંધન અને પરિગ્રહની મમતા પણ બંધન.
For Private & Personal Use Only
www.jainelibrary.org