________________
— ૩ : બંધન કોણ ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય ?- 26 — 635
આ પછી વધારે સ્પષ્ટ કરતાં કહ્યું કે, જેની પાસે પરિગ્રહ ન હોય છતાં પરિગ્રહની મમતા હોય તો તે પરિગ્રહ વગરની પરિગ્રહની મમતા પણ બંધન અને જેની પાસે સંયમ સાધનાનાં સાધનો હોય અને તેમાં તેને મમતા ન હોય તો તે સાધનો પરિગ્રહ જ નથી. તેથી તેને માટે સંયમનાં સાધનો બંધન નથી.
૮૩
પણ સંયમનાં સાધનો પ્રત્યે પણ મમતા થાય તો તે મમતા પણ બંધન. આમ જુદી જુદી પરિસ્થિતિમાં શ્રોતાવર્ગની સમજવાની ક્ષમતા વગેરેને લક્ષ્યમાં રાખીને આ બધી વાત કરવી પડે છે.
જેમ કોઈ પૂછે કે સાપ મારે કે સાપનું ઝેર મારે? ઝેરી ખોરાક મારે કે ખોરાકમાંનું ઝેર મારે? એનો જવાબ જે જે રીતે અપાય તે તે રીતે આ બધો જવાબ પણ અપાય છે અને એ રીતે સમજાવવું એ જ યોગ્ય છે. એટલા જ માટે મહામહોપાધ્યાયશ્રીજી ભગવંતે ‘માર્ગપરિશુદ્ધિ’ નામના ગ્રંથમાં કહ્યું કે
'वस्तुविनिश्चयपटुना स्याद्वादेनैव देशना देया ।'
‘પદાર્થોનો નિર્ણય કરવામાં કુશળ ધર્મોપદેશકોએ સ્યાદ્વાદશૈલિથી જ દેશના આપવી.’
એના જ અનુસંધાનમાં વિચારીએ તો શ્રી ‘સન્મતિતર્ક’માં કહ્યું કે ‘પુરુષનામં તુ પડુલ્લ’
‘શ્રોતાની ભૂમિકાને લક્ષ્યમાં રાખીને દેશના આપવી.'
સામાન્ય રીતે પહેલાં વ્યવહારનયપ્રધાન દેશના આપવી. તેનાથી શ્રોતા ઘડાઈ જાય તે પછી તેને નિશ્ચયનયપ્રધાન દેશના આપવી.
એ જ રીતે જેઓ એકાંત નિશ્ચયવાદી હોય તેને વ્યવહારના ભારવાળી દેશના આપવી અને જેઓ એકાંત વ્યવહારવાદી હોય તેમને નિશ્ચયના ભારવાળી દેશના આપવી.
એ જ રીતે કેટલાક શ્રોતાઓને વાળવા માટે પ્રારંભમાં એને ગમતા નયની દેશના આપી આકર્ષિત કરી, પછી એને ન સ્વીકારેલા નયની દેશના આપવી અને એ રીતે બેલેન્સ કરી આપવું. જે લોકો મમતા ન હોય તો ગમે તે અને ગમે તેટલું પરિગ્રહ રાખવામાં વાંધો નહિ તેમ માને તેને પરિગ્રહ પોતે જ બંધન છે એમ સમજાવવું પડે. અને જે લોકો સંયમનાં ઉપકરણોને પણ પરિગ્રહમાં ખપાવી, તેનો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org