________________
૭૭ – ૩ : બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બય?- 26 – 629
પક્ષપાત એ જ અમારા માટે (ભવસાગર તરવાનું)
પરમ આલંબન છે.' આ બધા પૂર્વ પુરુષોના આ ઉદ્ગારો એ કોઈ હતાશા કે નિરાશાની પેદાશ ન હતી. પણ પરમ વિવેકના સહારે પ્રગટેલ આંતરનિરીક્ષણ પછીના ઉદ્ગારો હતા. જેમાં નર્યો વાસ્તવિકતાનો સ્વીકાર હતો અને આગળ વધવાનો ઉન્મેષ હતો.
આંતરનિરીક્ષણ દ્વારા અંતસ્તળના ઊંડાણમાં રહેલી સૂક્ષ્મતમ નબળાઈઓ કે દોષોનો બોધ હતો અને એને દૂર કરવાની અંતરંગ તાલાવેલીની તીવ્રતા હતી. અંતરંગ ગુણવૈભવની વાસ્તવિક પીછાણ હતી અને એને પામવાનો અમાપ તલસાટ હતો. માટે જ તેઓએ કહ્યું છે કે - 'विधिकथनं विधिरागो, विधिमार्गस्थापनं विधिच्छूनाम् ।
अविधिनिषेधश्चेति, प्रवचनभक्तिः प्रसिद्धा नः ।।' ‘વિધિનું કથન કરવું, વિધિ પ્રત્યે રાગ ધરવો, વિધિની ઈચ્છાવાળા સન્મુખ વિધિમાર્ગની સ્થાપના કરવી, અવિધિનો નિષેધ કરવો. આ અમારી પ્રકર્ષે કરીને સિદ્ધ
થયેલી પ્રવચન-શાસન પ્રત્યેની ભક્તિ છે.' અને એ પછી કહ્યું કે અમારા જીવનમાં -
'द्वयमिह शुभानुबन्धं शक्यारम्भः शुद्धपक्षश्च ।' ‘શક્ય હોય તેનો અમલ અને અશક્ય એવા શુદ્ધ માર્ગનો પક્ષપાત - આ બે બાબતો શુભનો અનુબંધ
પરંપરા સર્જે તેવી છે.” એ જ અમારા માટે તરણોપાય છે.' આવા મહાપુરુષ જો કહેતાં હોય તો હું ને તમે દાવો શાના આધારે અને શી રીતે કરી શકીએ ? અનુકૂળતાનું અર્થીપણું ડગલે ને પગલે નડે છે. પ્રતિકૂળતાથી સતત ભાગતા ફરીએ છીએ. ઉપકરણોનો પણ અધિકરણ તરીકે ઉપયોગ થાય તેવી જીવનશૈલી છે, તો અમને ક્યાંય મમતા નથી એવું શી રીતે બોલી શકીએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org