________________
664
૧૧૨ – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – છતાં તે જે આમ વિચારતો હતો, એની પાછળ એની જે સમજ હતી, તે મારે તમારા ધ્યાનમાં લાવવી છે.
ચૂલાને એ કતલખાનું માનતો હતો. ઘંટીને એ કતલખાનું માનતો હતો. ખાંડણીને એ કતલખાનું માનતો હતો. સાવરણીને એ કતલખાનું માનતો હતો અને પાણીયારાને એ કતલખાનું માનતો હતો.
તમે શું માનો છો? એ સમ્યગ્દષ્ટિ નહોતો, છતાં આમ માનતો હતો. જ્યારે તમે તો તમારી જાતને સમ્યગ્દષ્ટિ તરીકે ઓળખાવો છો, તો આ બાબતમાં તમે શું માનો છો ? સમ્યગ્દર્શનને નહિ પામેલા અને જૈનશાસનની છાયાને પણ નહિ પામેલા એવા તામલીની જો આવી વિચારધારા હોય તો જૈનશાસનની છાયામાં જન્મેલા અને સમ્યગ્દષ્ટિ તરીકે જાતને ઓળખાવનારા તમારી વિચારધારા કેવી હોવી જોઈએ ?
તમે સંસારમાંથી ન નીકળી શકો, તેનો વાંધો નથી, પણ સંસારમાંથી અમારે નીકળવું જોઈએ કે અમારે સંસારમાંથી નીકળી જવું છે - એવો ભાવ પણ જે તમારા હૈયામાં નથી, એનો વાંધો છે.
જેને આ સંસાર કતલખાનું નથી લાગતું તે કદી સાચા અર્થમાં સંસાર છોડી શકતો નથી. તામલી તાપસે આ બધો વિચાર કર્યો તો સંસાર છોડી શક્યો.
જેના હૈયે આવી વિચારધારા નહિ હોય, તે દેરાસર બંધાવશે, ઉપાશ્રય બંધાવશે, વ્રત-જપ કરશે, પણ સંસાર છોડવાનો વિચાર નહીં કરે. કારણ કે આ સંસાર એ કતલખાનું છે, એમ એ માનતો નથી.
પેલા તામલી તાપસે વિચાર કર્યો કે, મારા ઘરનો ચૂલો એ કતલખાનું છે, ઘરની ઘંટી એ કતલખાનું છે. ખાંડણી, સાવરણી અને પાણિયારું પણ કતલખાનાં છે. આ બધું ક્યારે છૂટશે ? પુણ્યશાળી એવા તમને ક્યારેય આવો વિચાર આવ્યો છે ખરો ? ફટ દઈને “ચા ગરમ કર', એમ કહી દો છો. ત્યારે વિચાર આવ્યો કે, એકવાર તો ચા કરવાનું પાપ કર્યું, ફરી ચૂલો પેટાવશે. તેમાં અગ્નિકાયના, વાયુકાયના જીવોની અને અન્ય ત્રસ-જીવોની, આગળ વધીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org