________________
૧૧૩ – ૪ : હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો? - 27 - 665 છએ કાયના જીવોની કેટલી હિંસા થશે ? તેનું પાપ કોને માથે ? શકાય જીવોના સંહારનો ક્યારેય વિચાર આવ્યો ? તમારા હૈયામાં ક્યાંય જયણાનો પરિણામ છે ખરો ? સાચું બોલજો ! તમારા ઘરમાં કાજો લેવાય છે કે કચરો કઢાય છે ? મેં એવાં ઘરો જોયાં છે કે, ઘરમાં ક્યાંય પણ પોતું મારવાનું હોય તો પહેલાં ચારે બાજુ જોઈ લે. ક્યાંય કોઈ જીવ તો નથી ને ? અને હોય તો તે ક્યાંથી આવ્યો ? તેનું દર શોધે, ને હળવાશથી પૂંજીને તે જીવને તેના દર તરફ લઈ જાય. પછી સુંવાળી-મુલાયમ સાવરણીથી એકદમ હળવા હાથે કાજો લે અને હળવાશથી પોતું લગાવે.
આજે તમારા ઘરમાં શું ચાલે છે ? કોઈ પણ જીવની વિરાધના ન થાય એની કાળજીથી કાજો લેવાય છે ? એ માટે વપરાતી સાવરણી પણ સુંવાળી હોય છે ? એ જ્યાં જ્યાં સાવરણી વપરાય છે તે કેવી વપરાય છે ? ઘણી જગ્યાએ તો સાવરણીની જગ્યાએ વેક્યુમ ક્લીનર આવ્યાં. જીવદયાનો, જયણાનો, અહિંસા ધર્મના પાલનનો કોઈ ભાવ જ ન રહ્યો હોય એવી મોટા ભાગના લોકોની અને ઘરોની અવદશા થઈ હોય એવું આજે જોવા મળે છે.
અમે સાધુ-સાધ્વીજી તો સાવરણીને અડી પણ ન શકીએ. અમે, જો એનો ઉપયોગ કરીએ તો અમને મોટું પ્રાયશ્ચિત્ત બતાવેલું છે.
જીવદયા, જયણાના ભાવવાળા લોકો ઘરની બહાર જવું હોય તોય જૂત્તાં પહેરવાં કે નહિ એમ વિચારતા, જ્યારે આજે તો ઘરમાં ય જૂત્તાં પહેરીને ફરે.
જ્યાં આવો જ વ્યવહાર હોય ત્યાં દયાનો પરિણામ ક્યાં રહ્યો ? નહિ તો વગર કારણે ઘરમાં જૂત્તાં હોય ? ફક્ત શોભા માટે, બીજાને સારું લગાડવા જૂત્તાં પહેરાતાં હોત ? ઘરમાં પણ જૂત્તાં ને મંદિરે જાય ત્યાં પણ જૂતાં ? સભાઃ જયણા માટે સાવરણીનો ઉપયોગ કરીએ તો પણ કતલખાનું?
જેના હૈયામાં જયણાનો પરિણામ હોય તે શ્રાવક-શ્રાવિકા સાવરણી કેવી વાપરે ? સુંવાળી-મુલાયમ કે છેલ્લામાં છેલ્લા સળીયા દેખાય ત્યાં સુધી ઘસાઈ ગયેલી વાપરે ? અને દયાના પરિણામવાળો જ્યારે સાવરણી ફેરવે ત્યારે તેના હાથમાં કેટલી હળવાશ અને કુમાશ હોય ? તમે બેઠા હો અને કોઈ પાછળથી આવીને તમને ધક્કો મારે તો તમારી શું હાલત થાય ? તો જ્યારે ધબાધબ સાવરણી ફેરવાય ત્યારે તેની ઝપટમાં આવતા તે એ જીવોનું શું થતું હશે, એનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org