________________
બંધન જાણો ! બંધન તોડો !
ક્યારેય વિચાર કર્યો છે ખરો ? આજે મોટા ભાગના લોકોના હૈયામાંથી દયાકરુણાના ભાવો ખલાસ થઈ ગયા છે, એનું આ પરિણામ છે.
૧૧૪
સભા : હવે તો અમારા ઘરોમાં વેક્યુમ ક્લીનર આવી ગયાં છે અને ધીમે ધીમે દેરાસરોમાં પણ આવવા લાગ્યાં છે.
666
જો તમે સાચા શ્રાવક હોત, હૈયાના દયાળુ હોત તો તમારા ઘરમાં આવાં હિંસક સાધનો ન આવ્યાં હોત.
ધર્મસ્થાનોમાં પણ જો આવાં હિંસક સાધનો આવવા લાગ્યાં હોય તો માનવું પડે કે જેને જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ નથી, હૈયામાં જયણાનો પરિણામ નથી, તેવા લોકોના હાથમાં ધર્મક્ષેત્રોનો વહીવટ આવ્યો તેનું આ પરિણામ છે.
તમે તમારાં ઘરોને તો અભડાવ્યાં પણ ધર્મસ્થાનોને ય અભડાવ્યાં. વેક્યુમ ક્લીનર એટલે શું ? જીવતો જાગતો અજગર. એનુ મોઢું ખૂલે ને જીવતા જીવો વાતાવરણમાં વેક્યુમ સર્જાવાથી ખેંચાઈને પાઈપની અંદર જતા રહે. એ જીવો જ્યારે ખેંચાઈને આવતા હશે, ત્યારે એમની દશા કઈ થતી હશે ? એમને ભયસંજ્ઞા કેવી પીડતી હશે ? તે જીવો કેવા ઘસડાતા ને ટીચાતા હશે ? તેમનું કઈ રીતે મૃત્યુ થતું હશે ? એનો કોઈ દિવસ વિચાર આવે છે ?
તમને કોઈ ઉપાડીને આફ્રિકાનાં જંગલમાં મૂકી આવે અને ત્યાં ૪૦-૫૦ ફૂટનો મોટો અજગર ઊંડો શ્વાસ લેવા માંડે, વાતાવરણમાં વેક્યુમ પેદા થાય અને તમે તેમાં ખેંચાવા માંડો તે સમયે તમારી માનસિક સ્થિતિ શું થાય ? તો વેક્યુમ ક્લીનરથી ઘસડાતા-ખેંચાતા તે કુણા-કુણા જીવોની કેવી અવદશા થતી હશે ? એ જ્યારે ઘસડાય ત્યારે એને થતી ભયની લાગણી, ઘસડાવાથી થતી શરીરની વેદના, એ દરમ્યાન એના હાથ-પગ ભાંગે-તૂટે તો કેટલાક તો મરણતોલ વેદના ભોગવીને મરી પણ જાય, આવી પ્રવૃત્તિ હૈયાવાળો દયાળુ માણસ શી રીતે કરી શકે ?
જૈનના ઘરમાં જીવવિચાર સહેજે શીખવા મળે :
સભા ઃ ઘરમાં કામવાળી કામ કરતી હોય તો શું કરવું ?
શક્તિ હોય તો પહેલાં જાતે કામ કરો અને એ ન જ બને તેમ હોય તો નોકરને રાખતાં અને કામમાં જોડતાં પહેલાં જયણા પાળતાં શીખવાડો. પણ ખરી વાત એ છે કે તમને જયણા પાળતાં આવડે તો તમે એને શીખવાડો ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org