________________
૪ : હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો ? - 27
જૈનના ઘરમાં તો નાનાં બાળકોને જન્મથી જ જીવ-વિચારનું જ્ઞાન મળતું. મા જ દીકરાને કહે, બેટા - આ જીવ છે. આપણા જેવો જ જીવ છે. આપણને પાંચ ઈન્દ્રિયો છે. આ જીવોને બે જ ઈન્દ્રિયો છે, આને ત્રણ ઈન્દ્રિયો છે, આને ચાર ઈન્દ્રિયો છે. આજે આપણને આંખ-કાન ન હોય તો શું થાય ? એમ આ જીવોમાં કોઈને આંખ નથી, કોઈને કાન નથી - કોઈને નાક નથી. કોઈને જીભ નથી. કોઈ જોઈ શકતા નથી, કોઈ સાંભળી શકતા નથી, કોઈ સૂંઘી શકતા નથી, તો કોઈ બોલી શકતા નથી. આ બધા જીવો પરવશ છે. આપણે તેને જાળવીને જીવવાનું. આપણને જેમ સુખ-દુઃખની સંવેદના છે, તેમ તેને પણ સુખ-દુઃખની સંવેદના છે. આમ કહીને એક એક જીવની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે માતા બાળકને શરૂઆતથી જ શીખવાડે.
૧૧૫
આના કારણે જૈન ઘરનું બાળક આખા જીવવિચારને નાનપણથી જ જીવનમાં જીવતો હોય. જીવવિચારનું જ્ઞાન માત્ર જીવના ૫૬૩ ભેદો ગણવા-ગણાવવા માટે નથી. એ જીવનમાં જીવવા માટે છે. વિચાર એ આપણા ભૂતકાળના પરિભ્રમણનો ચાર્ટ છે અને જો હજી જાગ્યા નહિ અને આ બધા જીવોનો ભોગ લેવાનું ચાલુ રાખ્યું તો તે આપણા ભવિષ્યના પરિભ્રમણનો પણ આ ચાર્ટ છે. અમુક જગ્યાએ ગયા તો ૪૯ દિવસનું આયુષ્ય, અમુક જગ્યાએ ગયા તો માત્ર ત્રણ અહોરાત્રિનું આયુષ્ય અને અમુક જગ્યાએ ગયા તો એક શ્વાસોચ્છ્વાસમાં સાડા સત્તર વખત જન્મ-મરણ કરવાના. એકવાર દુર્ગતિમાં ગયા તો કેવી રિબામણભરી જિંદગી જીવવા મળવાની છે ? આ બધી સમજ મેળવવા જીવવિચાર ભણવાના છે, પણ હજી આપણી દૃષ્ટિ કેળવાઈ નથી.
667
ભોગની તીવ્ર આસક્તિ-પરિગ્રહની તીવ્ર વૃત્તિ-સ્વજનાદિનું તીવ્ર મમત્વ, આ બધાના કારણે આસ્તિકતાનો ભાવ પણ ખલાસ થઈ ગયો છે. અનુકંપાનો ભાવ પણ મરી પરવાર્યો છે. નહિ તો જે જે પ્રવૃત્તિઓમાં પારાવાર જીવહિંસા થતી હોય તેવી પ્રવૃત્તિઓ વગર કારણે આટલી હળવાશથી થાય એ શક્ય બને ? જરા અમથું અહીંથી અહીં જવું હોય એમાં પણ સ્કૂટર ને મોટ૨ જોઈએ ?
આમ તો સવારે મોર્નિંગ-વોક કરવા જાય ત્યારે ચાર, પાંચ કિ.મી. રમતાં રમતાં ચાલી જાય અને દેરાસ૨-ઉપાશ્રયે જવું હોય તો સ્કૂટર ને મોટ૨ જોઈએ. તમારા જીવનના નાના-મોટા આ બધા વ્યવહારો ઉપર ઊંડાણથી વિચારશો તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org