________________
૧૧૧ - ૪ ઃ હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો? - 27 - 663 ક્રોધાદિ પાપો શા માટે કરે છે ? મુખ્યત્વે આ બે જ કારણ છે. અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ.
કેટલા દિવસ થયા; કેટલા દિવસથી આ વાત ચાલે છે ? ઘણાંના મનમાં થતું હશે કે, હવે વિષય ક્યારે આગળ વધશે ? પણ મને થાય છે કે, હું આગળ તો વધું પણ જો આ પાયો પાક્કો નહિ થાય તો આગળ વધવાનો કોઈ મતલબ નહિ રહે. તમારાં ઘરોમાં કતલખાનાં ચાલે છે :
ઘણાં એમ માને છે કે, “અમે તો હિંસા કરતા જ નથી. કતલખાને કપાય તે જ હિંસા.” મારે તમને સમજાવવું છે કે, તમે તો જૈન છો, તમને સગર, ભગવંતોનો ભેટો પણ થયેલો છે, પણ જે જન્મે જૈન ન હતો, જેને સદ્ગુરુનો ભેટો થયો ન હતો, એવો પહેલા ગુણસ્થાનકે રહેલો તામલી તાપસ કે જેણે સંસારનો ત્યાગ કરીને ૧૦,૦૦૦ વર્ષ સુધી છઠ્ઠને પારણે છઠ્ઠનો તપ કર્યો. આમ છતાં એના તપ કરતાં સમકિતીની એક નવકારશીની કિંમત વધારે થાય. વળી તેનાં પારણા કાંઈ તમારા જેવાં ન હતાં ! રાબડી-સુંઠ પીપરામૂળની ગોળી, મગનું પાણી, કેરનું પાણી, મગ, કેર, શીરો ને ભજિયાં, એવું કશું જ ન હતું. પારણે માત્ર મુઠ્ઠી ભરીને ચોખા અને તે પણ ૨૧ વખત પાણીથી ધોઈ સાવ નિરસ કરેલા. આમ છતાં એના તપ કરતાં સમ્યગ્દષ્ટિની નવકારશીની કિંમત વધુ આંકી છે. એનું કારણ શું ?
એ પણ સમજવા જેવું છે. સમ્યગ્દષ્ટિ મોક્ષનો અર્થી હોય છે, જ્યારે તામલી તાપસ પુણ્યનો અર્થી હતો. આમ લક્ષ્યભેદના કારણે બેયના ફળમાં આટલો મોટો ભેદ પડી જાય છે. પુણ્યનું અર્થીપણું એ પણ છેવટે તો સંસારના જ ભાગરૂપ છે. માટે એની ઝાઝી કિંમત નહિ. આવો તે તામલી તાપસ જ્યારે તાપસ નહોતો બન્યો અને ગૃહવાસમાં હતો ત્યારે તે એવું માનતો હતો કે, મારા ઘરમાં પાંચ-પાંચ કતલખાનાં છે. ગયા જન્મમાં પુણ્ય કરીને આવ્યો છું, તેથી આ ભવમાં આ બધું જ અનુકૂળ મળ્યું છે. પરંતુ આ ભવમાં પુણ્ય કરતો નથી તો આગળ મારું થશે શું ? અત્યારે મારા ઘરમાં પાંચ-પાંચ કતલખાનાં ચાલી રહ્યાં છે. એનાથી જે મને પાપ બંધાય છે, એનાથી હું શી રીતે છૂટીશ ? – આ એની મુંઝવણ હતી. તે કાંઈ કસાઈ નહોતો, કસાઈવાડો ચલાવતો નહોતો, ઉચો સદ્ગુહસ્થ હતો.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org