________________
૧૧૦ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! —— — 662 નથી ? એક સ્થળે જણાવ્યું છે કે –
'इक्कमरणाओ बीहसि, अणंतमरणे भवंमि पाविहिसि । जम्हा अणेगकोडिजीवा, विणिवाइया तुमए ।।१।। थेव दुहस्स बीहसि, अणंतदुक्खे भवंमि पाविहिसि । जम्हा अणेगकोडिजीवा, दुक्खे संताविया तुमए ।।२।।' “તું એક મરણથી ડરે છે, આવા અનંત મરણો આ સંસારમાં તું પામવાનો છે. કારણ કે, તેં કરોડો જીવો માર્યા છે. તું થોડા દુઃખથી ડરે છે, આવા અનંત દુ:ખો તું સંસારમાં પામવાનો છે. કારણ કે, કરોડો જીવોને તે દુઃખ આપીને
સંતાપ્યા છે.' આ અન્ય જીવોની કે તમારા ખુદના ભાવપ્રાણોની હિંસાના મૂળમાં પોલિક અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂતાનો દ્વેષ જ કામ કરે છે.
માટે જ પરમતારક ગુરુદેવ કહેતા હતા કે, “અનુકૂળતાનો રાગ છોડો ને પ્રતિકૂળતાનો દ્વેષ છોડો; એ સર્વ પાપોનું મૂળ છે.”
કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ હિંસા કરે ત્યારે તેણે હિંસા કેમ કરી ? એના મૂળમાં તમે ઊંડા ઉતરશો તો તમને જવાબ મળશે કે અનુકૂળતાના રાગના કારણે કે પ્રતિકૂળતાના ટ્રેષના કારણે, કોઈક વાર એને અનુકૂળતા મેળવવી હશે માટે તેણે હિંસા કરી હશે તો કોઈક વાર એને પ્રતિકૂળતાથી બચવું હશે, માટે તેણે હિંસા કરી હશે. એ જ રીતે અસત્ય કેમ બોલ્યા ? અનુકૂળતા મેળવવા અને પ્રતિકૂળતાથી છૂટવા. ચોરી કેમ કરી ? અનુકૂળતા મેળવવા અને પ્રતિકૂળતાથી છૂટવા. અબ્રહ્મનું સેવન કેમ કર્યું ? અનુકૂળતા મેળવવા અને પ્રતિકૂળતાથી છૂટવા.
માટે જ “ઉત્તરાધ્યયન'માં કહેવામાં આવ્યું – રાગ અને દ્વેષ સર્વ કર્મબંધનું કારણ છે. દુનિયાના તમામ દુઃખોનું કારણ છે.
કોઈ પણ જીવ હિંસા શા માટે કરે છે ? જૂઠ શા માટે બોલે છે ? ચોરી શા માટે કરે છે ? અબ્રહ્મ શા માટે સેવે છે ? પરિગ્રહ ભેગો શા માટે કરે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org