________________
૧૦૯ – ૪ : હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો ? - 27 – 661 આગમની પંચાંગીને માનવી નહિ, પૂરાં ૪૫ આગમને પણ માનવાં નહિ, જે બત્રીસ માન્યાં, એમાં પણ આવતી બધી વાતો માનવી નહિ. નવો પંથ ચલાવવો, પોતાના પૂર્વજોની વાતો, આચારો, મર્યાદાઓને પણ ન માનવી. એવા લોકોની વાતો ઉપર ધ્યાન આપીને સમય બગાડવાનો અર્થ નથી.
જેઓ સ્વચ્છંદ જીવન જીવે છે, જે કોઈના નિયંત્રણમાં નથી, જેઓ સાચી રીતે વિચારીએ તો જૈનશાસનમાં જ નથી. જેઓ માર્ગસ્થ પુરુષો દ્વારા બહિષ્કૃત થયેલા છે, જેઓ પૂરેપૂરા મનસ્વીપણે ચાલનારા છે, ગુજરાતમાં આવીને કોઈના તરફથી પોતાની સ્વચ્છંદ પ્રવૃત્તિઓ સામે કોઈનો વિરોધ ન આવે, પોતાની મનસ્વી પ્રવૃત્તિઓ સામે કોઈની રોક-ટોક ન આવે તે માટે આગોતરી ચર્ચા છેડીને સમાજને - સંઘને ઉંધા રવાડે ચડાવવાનો ધંધો તેમણે આદર્યો છે. આ બધાનો એમને જૈન ધર્મોના આગમો અને શાસ્ત્રો દ્વારા યથોચિત જવાબ પણ બરાબર અપાશે. પણ જેને શાસ્ત્રો, આગમો પ્રત્યે આદર જ ન હોય એને એનાથી કોઈ લાભ થવાનો નથી. એટલે અત્યારે આ ચાલુ વિષયમાં મારે તે વાતમાં નથી ઉતરવું. હમણાં મારે તમારી સાથે વાત કરવી છે, તમારા જીવન વ્યવહાર સાથે સંકળાયેલી નાની-મોટી વાતો અંગે વિમર્શ કરવો છે.
તમે પહેલાં હિંસાના મોટા-મોટા સ્વરૂપને સમજો. જેથી તે પછી ધીમે ધીમે હિંસાના સૂક્ષ્મ સ્વરૂપને સમજાવવાનો પ્રયત્ન કરી શકું અને એનાથી બચવાના પ્રભુએ બતાવેલ ઉત્તમ આચારો, વ્યવહારો તમને બતાવી શકું.
એકવાર તમે શોધી કાઢો કે, તમારા જીવનમાં કેટલો હિંસાચાર છે ? તમારે હાથે કઈ કઈ પ્રવૃત્તિ દ્વારા કયા, કયા જીવોની કેવી, કેવી રીતે હિંસા થાય છે અને તમારા દ્વારા તમારી કઈ કઈ પ્રવૃત્તિથી ખુદ તમારા ભાવપ્રાણોની પણ કેટલી અને કઈ રીતે હિંસા થાય છે ? એ જ રીતે તમારા જીવનમાં તમે અસત્ય, ચોરી, મૈથુનમાં ક્યારે, કેટલી પ્રવૃત્તિ કરો છો, એનાથી જેમ અન્ય જીવોની હિંસા થાય છે, તેમ તમારા પોતાના ભાવપ્રાણોની પણ હિંસા થાય છે. કોઈ પણ સ્વરૂપે કરાતી અન્ય જીવોની હિંસા જો ખરાબ છે તો તેના કરતાં તો કોઈપણ રીતે તમારા ખુદના ભાવપ્રાણોની જે હિંસા થાય છે તે વધારે ખરાબ છે.
જ્ઞાની ભગવંતો તો કરુણા કરી તમને ઉગારવા અલગ અલગ શબ્દો અને શૈલીમાં ઉપદેશ આપે છે. તમને મરવાનો ડર લાગે છે, શું બીજા જીવોને લાગતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org