________________
૧૦ – બંઘનનું થ બંઘન છે મિથ્યાત્વ 33 - વિ.સં. ૨૦૫૮, ભાદરવા સુદ-૧૩, ગુરુવાર, તા. ૧૯-૦૯-૦૨,સાચોરી ભવન, પાલીતાણા
• હવે આવે છે ચોથું બંધન : • જેનામાં આટલી કાળજી હોય,
તે મિથ્યાત્વથી બચે : • નુકસાન દેખાય તો પાપથી બચાય :
• પરાધીન જીવન ન જોઈએ : • ડૂબનારનો અનુભવ નકામો: • તરતમતા જરૂર છતાંય છે તો પાપ જ :
વિષય: મહાબંધન મિથ્યાત્વને સમજીએ. પરિગ્રહ, હિંસા અને મમતાને બંધનરૂપ તો લૌકિકો પણ સમજાવે છે પણ એ બંધનોના સર્જનનું મૂળ કારણ મિથ્યાત્વ એ પણ એક બંધન છે તે વાત જૈન દર્શન જ સમજાવે છે. આ પ્રવચનમાં મિથ્યાત્વ બંધનનું બાહ્ય-અત્યંતર રૂપ-સ્વરૂપ સમજાવી મિથ્યાત્વબંધનથી બંધાયેલ આત્માઓની કેવી અવદશા થાય છે તેનું ખૂબ જ હદયદ્રાવક ચિત્રણ કરાયું છે. દશ તેમજ પાંચ પ્રકારના મિથ્યાત્વને પણ જરા વિગતથી સમજાવેલ છે. મિથ્યાત્વી આત્મા કેવી માન્યતા ધરાવે છે, મિથ્યાત્વના દારૂણ પરિણામો કેવાં હોય છે વગેરે વાતો પણ સારી રીતે અત્રે રજુઆત પામેલ છે.
પ્રવચનનું પ્રતિબિંબ * મમતા કેવળ તમને ગૃહસ્થોને જ મારે એવું નથી. એ તો ગૃહવાસનો ત્યાગ કરીને
આવેલા અમે શ્રમણો સાવધ ન રહીએ તો અમને પણ મારે. ક પરિગ્રહ મારનાર છે, હિંસા મારનાર છે. મમતા મારનાર છે, એમ એનાં
વાસ્તવિક સ્વરૂપનું ભાન થાય તો એનો ત્યાગ કરતાં વાર ન લાગે. * ભાવના સાચી હોય તો પરિણામમાં ડોકાયા વિના પ્રાયઃ ન રહે. * ડૂબનારનો અનુભવ નકામો. તરનારનો અનુભવ કામનો. * અંધારું દૂર કરવા અંધારું ન જોઈએ. અંધારું દૂર કરવા દીવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org