________________
૭૫ –૩: બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય?- 26 – 627 સભા: મુહપત્તિ ગમી જાય તો ને ?
હા, ગમી જાય તો.... ની જ આ વાત છે અને અમને નથી જ ગમી જતી એવો દાવો કરવાની મારી - અમારી હિંમત નથી. સંપાતિમ વગેરે સૂક્ષ્મ જીવોની રક્ષા માટે તેમજ રજ પ્રમાર્જન કરવા માટે મુહપત્તિ રાખવાનું અને વાપરવાનું વિધાન છે. એ કાર્ય માટે રાખીએ, પ્રયોગ કરીએ તો તે ઉપકરણ બને, એનાથી કર્મ ખપે અને એવો ભાવ ન હોય તો તે અધિકરણ બને, એનાથી કર્મ બંધાય. પછી એ મેલી ન થઈ જાય માટે કમરમાં ખોસી રાખવાનું જ થાય છે. આ જ મમત્વ.
એક વાત ધ્યાનમાં રાખજો કે ધર્મ મારા કે તમારાથી નથી ચાલતો, નથી દાવો હું કરી શકું તેમ કે નથી દાવો તમે કરી શકો તેમ. એ જેનાથી ચાલે છે તે પુણ્ય પુરુષો સદા કાળ માટે વંદનીય, સ્તવનીય છે.
હું તેમને પૂરા ભાવથી વંદન કરીને મારી જાતને ધન્ય બનાવવા યત્ન કરું છું અને તમારે પણ એ જ કરવાનું છે. તમારી એક નાનકડી પેન કોઈ લઈ જાય તોય તમારું મગજ ગરમ-ગરમ થઈ જાય છે. મને પૂછુયા વિના કેમ લઈ ગયાં. ઓઘો એ સંયમનું અંગ છે, જયણાનું સાધન છે. આમ છતાં એના પ્રત્યેની મમતા એનાથી કોઈને પૂંજવા-પ્રમાર્જવા ન દે. ઓઘાને નીચે અડવા જ ન દે. સંયમના ઉપકરણને જ સંયમનો ઘાત કરનારું બનાવી દેવાય.
સભાઃ એટલે પરિણામ ને પરિણતિ કોઈનામાં નથી એમ કહેવું છે ? .
હું એવું કહી પણ ન શકું અને એવું વિચારી પણ ન શકું. હું જે વાત કરું છું - એ મારી અને તમારી કરું છું. પ્રભુનું શાસન છે. આજે ચાલે છે, તે આવી પરિણતિવાળા કે એવી પરિણતિ પામવા પ્રતિપળ પ્રયત્ન કરનારા પુણ્ય પુરુષોથી જ ચાલે છે.
સમર્થ શાસ્ત્રકાર શિરોમણિ પૂજ્ય આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજા, કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા જેવા મહાપુરુષોનું જીવન સાંભળીએ તો ખ્યાલ આવે કે એમાંના છેલ્લા બે મહાપુરુષો તો બાલ્યાવસ્થામાં નીકળેલા, આ દરેક મહાપુરુષોએ પોતાના જીવનકાળમાં કેવી ઉત્તમ આરાધના- સાધના કરી હતી. જિંદગીભર શ્રુતની ઉપાસના અને રક્ષા કરી હતી. જાતને હોડમાં મૂકીને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org