________________
૨૪૫ - ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - ૩૩ 1 – 797 અમારી પાસે આવે અને અમારામાંના કોઈક લાગણીવશ ચિઠ્ઠી લખી આપે એમ પણ બને છે. પણ આ અનર્થ ઊભો કેમ થયો ? તમે તમારું સાધર્મિકભક્તિનું મહાન કર્તવ્ય ચૂક્યા, તેમાંથી આ ગડબડ ઉભી થઈ.
તમે અમને કહી ગયા હોવ કે, “સાહેબ, મારે સાતક્ષેત્રમાં આટલા રૂપિયા વાપરવા છે. ક્યાંય પણ વાપરવા જોગું લાગે તો કૃપા કરી મારું ધ્યાન દોરજો.” તો અમે બતાવીએ.
કલિકાલસર્વજ્ઞ પૂ. આ. શ્રી. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પરિચયે મહારાજા કુમારપાળ જૈનધર્મ પામ્યા. ત્યારબાદ એમણે પોતાની દ્રવ્ય-ભાવ સંપત્તિ અંગેની રજેરજની માહિતી આચાર્યદેવને આપીને કહ્યું હતું કે – “હવે મારા આત્મકલ્યાણ માટે મારે જે કાંઈ પણ કરવાનું હોય તેની આપશ્રીએ મને આજ્ઞા આપવાની છે. આપ કહો ને હું ન કરું તો હું ગુનેગાર. અને હવે આપ મને આજ્ઞા ન કરો અને હું કર્તવ્યથી રહી જાઉં તો એની જવાબદારી આપના શિરે.” એવું તમે કાંઈ અમને કહી ગયા હો તો અમે જરૂર એ જવાબદારી નિભાવીએ.
પાછા મૂળ વાત ઉપર આવો. બોલો, તમને કેવા સાધુ ગમે? તમારા આત્માની ચિંતા કરે તેવા સાધુ ગમે કે તમારા સંસારની ચિંતા કરે તેવા સાધુ ગમે?
સભા બંને જાતના ગુરુ રાખીએ તો ચાલે ?
તમે તો બધે જ એક નંબર ને બે નંબરનું રાખ્યું છે. રૂપિયા પણ એક નંબરના અને બે નંબરના, ગુરુ પણ એક નંબરના અને બે નંબરના અને દેવ પણ એક નંબરના અને બે નંબરના. એક નંબરના મહાવીર વીતરાગ અને બે નંબરના મહાવીર રાગી, દ્વેષી આવું બધું ચાલે ?
એક ભાઈ મળ્યા હતા, એ કહે મારે તો બે ગુરુ. ધર્મનું કામ હોય તો આ ગુરુ અને સંસારનું કામ હોય તો આ ગુરુ અને ઘણાં તો કહે કે, “સાહેબ, બે ગુરુ રાખવાનો કોઈ મતલબ ? એના કરતાં તમે જ બે રોલ ભજવો એ સારું નહિ ? અને ભોળા એવા ઘણા સાધુઓ એમની વાતમાં આવી ગયા અને તમારા સંસાર પોસવાનાં કામો કરતાં થઈ ગયા. તમારી અર્થકામની વાસનામાંથી જ બધી ગરબડો ચાલુ થઈ ગઈ.
“વીતરાગનાં મંદિરો છોડીને કોઈ રાગી, દ્વેષી કામ, ક્રોધી દેવ-દેવીનાં મંદિરમાં જાય. એના કરતાં અહીં વીતરાગનાં મંદિરોમાં જ રાગી દેવ-દેવીઓને પધરાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org