________________
૯૫ – ૨ : હિંસા કે પ્રતિહિસાથી વૈર શમતું નથી પણ વધે છે - 25 – 617 સંગનો ત્યાગ કરી સંયમસાધનાના માર્ગે સંચર્યા ત્યારે રસ્તે રખડતા લોકોએ પણ એમને માર્યા, ગાળો દીધી. પાછળ શિકારી કુતરાઓ દોડાવ્યા, પાછળથી ભાલાની અણીઓ ભોંકી, પગમાં આગ પેટાવી, કાનમાં ખીલા ઠોક્યા, ચોરજાસૂસનાં આળ ચડાવ્યાં. દોરડે બાંધી કુવામાં ઉતાર્યા, ફાંસીના માંચડે લટકાવ્યા. આ બધાનો પ્રતિકાર કરવાની પૂરેપૂરી શક્તિ હોવા છતાં ભગવાને ક્યાંય પ્રતિકાર ન કર્યો, ક્યાંય બચાવ ન કર્યો, ક્યાંય જાતને બચાવવાનો પ્રયત્ન પણ ન કર્યો. જે બન્યું તે બધુ જ સમભાવે સહન કર્યું. જો ભગવાનમાં આ બધાનો પ્રતિકાર કરવાની શક્તિ હતી, આમ છતાં એનો લેશ પણ પ્રતિકાર કર્યા વગર એ બધું જ સમભાવે સહન કર્યું તો તમે ને હું કોણ કે સહન કરવાને બદલે સામનો કરવાનો જ પ્રયત્ન કરીએ ?
તમે ભગવાનનો સાધનાકાળ તો જુઓ! અનાર્ય દેશમાં ગયા ત્યારે આ બધા ઉપદ્રવો થયા. જેને પ્રભુએ સમભાવે સહન કર્યા છે. કોઈપણ પ્રકારના પ્રતિકાર કે બચાવનો પ્રયત્ન કર્યા વિના સહન કર્યા છે.
એકવાર ભગવાન મહાવીર વૈશાલીથી વિહાર કરીને વાણિજ્ય ગ્રામ તરફ જતા હતા ત્યારે વચ્ચે ગંડકી નદી આવી. નદી બેપૂર વહેતી હોવાના કારણે પ્રભુને નાવમાં બેસીને નદી ઉતરવાનો વારો આવ્યો ત્યારે નાવમાંથી ઉતર્યા બાદ નાવિકે કહ્યું, “એય ઉભો રહે, ભાડું આપ.” “મારી પાસે ક્યાંથી હોય ? મને જવા દો,” એવું કશું જ ભગવાને ન કહ્યું અને ભગવાન મૌન રહ્યા. ભગવાનના મૌનથી અકળાયેલા નાવિકે કહ્યું કે, “જ્યાં સુધી ભાડું ન આપે ત્યાં સુધી આ તડકામાં ઉભો રહે.” ઉપર આભ તપતું હતું, નીચે ધરતી તપતી હતી. આમ છતાં એ સ્થિતિમાં લોઢા જેવી તપેલી નદીની રેતીમાં સાવ સહજતાથી ભગવાન ઉભા રહ્યા. એ દરમ્યાન પ્રભુના પિતા સિદ્ધાર્થ મહારાજના મિત્ર શંખરાજવીનો જમાઈ ચિત્ર પોતાની નૌકા સેના સાથે અચાનક જ ત્યાં આવી ચડ્યો, એણે આ દૃશ્ય જોયું અને ઊંડો આઘાત અનુભવ્યો. તરત જ ચિત્ર નાવિકને કહ્યું કે, “આ તો સિદ્ધાર્થ પુત્ર વર્ધમાન છે, એમની સાથે આવો વ્યવહાર શોભે ?' - એમ કહીને એણે ભગવાનને છોડાવ્યા, ત્યારે ભગવાને એનો આભાર પણ ન માન્યો કે એ છોડાવનાર પ્રત્યે કુણી લાગણી પણ ન બતાવી. જે રીતે લોઢા જેવી તપેલી રેતીમાં ઉભા હતા. તે જ રીતની સહજતાથી ત્યાંથી વિહાર કરી ગયા. આ સ્થિતિમાં જે ભાવ ભગવાનને નાવિક ઉપર હતો તે જ ભાવ ભગવાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org