________________
૯૪
૩ - બંધન જાણો ! બંધન તોડો ! -
616
શું થાય ? “અમે તો સારા છીએ, પણ તમારા સ્વભાવમાં વિકૃતિ છે. એટલે તમારા સ્વભાવ દોષના કારણે તમને કાંઈ ખોટું લાગ્યું હોય તો મિચ્છા મિ દુક્કડ. અમારી સાથે પણ આવો વ્યવહાર કરનારા પરસ્પરનો વ્યવહાર કેવો કરતા હશે ? અમને આ રીતે કહેનારા, પરસ્પર શું નહિ બોલતા હોય ?
પોતે કરેલી ભૂલ પહેલાં પોતાને સમજાય તો જ સાચો મિચ્છા મિ દુક્કડ દઈ શકાય. આપણે તો એવા હતા જ નહિ, પણ એમણે આમ કર્યું, આવું કર્યું, પછી તો આમ થાય જ ને! આવું વિચારનારનો મિચ્છા મિ દુક્કડ સાચો ક્યાંથી થાય ? સામી વ્યક્તિએ તમારી સાથે નબળો વ્યવહાર કર્યો પણ તમારી તેમાં કંઈ ભૂલ હતી કે નહિ. એનો વિચાર કરો ! તમે કર્તવ્ય ચૂક્યા હતા? તમે અપરાધવાળું વર્તન કર્યું હતું ?, તમે એને દુઃખ પહોંચે તેવું વર્તન કર્યું હતું ? તમે બોલતી વખતે ભારેખમ શબ્દો વાપર્યા હતા ? – આ બધાનો તમે બરાબર વિચાર કરો !
અમને કહે, “સાહેબ ! ફલાણા ભાઈ આવ્યા હતા. મેં એમને બેસો” કીધું, એમાં ખોટું લાગી ગયું.” મેં કહ્યું, કેવી રીતે કહ્યું હતું ? “બેહો.” તમારા શબ્દો એના એ હોવા છતાં દર વખતે એના ભાવ એકસરખા નથી હોતા અને આ ભેદ તો નાનું બાળક પણ સમજી શકે છે. ખરેખર તો તમારે તમારા મનના ભાવોને કોમળ કરવા પડશે. તમે તમારા સુખ-દુઃખને જે રીતે સંવેદો છો, તે રીતે તમારે સામેવાળાનાં સુખ-દુઃખને સંવેદવાં પડશે. સામેવાળાની જગ્યાએ તમારી જાતને મૂકીને પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન કરતાં શીખવું પડશે. સભા સાહેબ ! આપની વાત સો ટકા સાચી છે, પણ પ્રેક્ટિકલ નથી લાગતી.
જ્યાં સુધી તમારો સંસારરસ તીવ્ર છે ત્યાં સુધી આમાંની કોઈપણ વાત તમને પ્રેક્ટિકલ નહિ જ લાગે. એક વાત યાદ રાખજો કે, જ્યાં સુધી સર્વજ્ઞ ભગવંત કહેલી આ બધી વાત તમને-મને ગળે નહિ ઉતરે ત્યાં સુધી આપણા સંસારભ્રમણનો અંત નહિ આવે. આવી સાચી વાત પણ પ્રેક્ટિકલ નથી લાગતી, એમાં સૌથી મહત્ત્વનું કારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ તગડું હશે ત્યાં સુધી આ વાત પ્રેક્ટિકલ નહિ જ લાગે.
બીજા બધાની વાત જવા દઈને સીધી ભગવાનની જ વાત કરીએ તો તેઓ અનંત વીર્યના સ્વામી હતા. રાજકુળમાં જન્મ્યા હતા. અપાર સમૃદ્ધિમાં ઉછર્યા હતા. ટાઢ-તડકો એમણે ક્યારેય જોયો ન હતો. આમ છતાં તેઓ જ્યારે એ સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org