________________
૯૩
– ૨ ઃ હિંસા કે પ્રતિહિંસાથી વેર શમતું નથી પણ વધે છે - 25 –
615
જોઈએ તેવું પરિણામ ન આવે ત્યારે એને સામા ઉપર ક્યારેય દ્વેષ-વિદ્વેષ કે દુર્ભાવ ન થાય. એ હૈયાથી પણ ક્યારેય એનું અહિત ન વિચારે. જરૂર પડે તો તે સમયે એ એના પ્રત્યે માધ્યશ્મભાવનો સહારો લે. જે આવું ન કરી શકે, તેને અનુશાસન કરવાનો અધિકાર નથી. આવા અધિકાર વગરની જે પણ વ્યક્તિ અનુશાસન કરવા જાય તે છેવટે અનુશાસકના બદલે અનુશાસ્ય, શિક્ષાપાત્ર બની જાય છે. માટે આ વિષયમાં પણ ઘણો વિવેક, સમજ અને જાગૃતિ જરૂરી છે. સભા : આ વાત તો બરાબર, પણ હવે અમારે થોડું અમારા પોતાના માટે જ પૂછવું
છે. ઘણીવાર એવું બને છે કે, અમે જ્યારે ક્ષમાપના કરવા જઈએ છીએ
ત્યારે ઉપરથી વધારે ભડકો થાય છે, તો અમારે શું કરવું ? સાચા ભાવે અને સાચી રીતે ક્ષમાપના કરવાથી મોટે ભાગે તો આવું પરિણામ ન જ આવે. આમ છતાં જ્યાં પણ આવાં પરિણામો આવતાં જોવા મળે, ત્યાં ક્ષમાપના કરનારના હૈયાના ભાવોની અને ક્ષમાપનાના વ્યવહારની ખામી કામ કરતી હોય છે.
જો હકીકતમાં ક્ષમાપના કરવાથી આવું પરિણામ આવતું હોય તો ભગવાન એવો માર્ગ બતાવે જ નહિ ! ઘણાની તો હાલત જ એવી હોય કે, હૃદયથી ભૂલનો સ્વીકાર જ ન થયો હોય. મેં ભૂલ કરી છે, એવું એને લાગતું જ ન હોય અને વ્યવહારથી ક્ષમાપના કરવા જાય અને એ સમયે પણ ક્ષમાપનાની ઉત્તમ રીત-મર્યાદાનો પણ એને ખ્યાલ ન હોય. એટલે એ કહે કે “સાંભળો ! મારા મનમાં તમારા માટે કાંઈ હતું નહિ. મેં સ્વપ્ન પણ તમારા માટે કોઈ ખરાબ વિચાર કર્યો નથી. આમ છતાં તમને ખોટું લાગી ગયું હોય તો મિચ્છા મિ દુક્કડ,” એટલે આ સાંભળીને પેલો ભડકે અને પૂછે કે, “મને લાગ્યું એટલે તમે શું કહેવા માંગો છો ! તમને કાંઈ નહોતું. તમે કાંઈ ખરાબ કર્યું નહોતું અને મને લાગી ગયું, એટલે શું હું ખોટો છું, ખરાબ છું કે એમને એમ કોઈને માટે કાંઈ લાગે અને એ બધું હું લઈને ફરું?' અને પછી એમાંથી ત્યાં જ નવો ચોપડો ખૂલે.
આ ક્ષમાપનાની રીત નથી. આ તો પોતાની ભૂલને છાવરવાની કે સામા ઉપર ઢોળવાની રીત છે. આવી રીતે મિચ્છા મિ દુક્કડ આપવાથી તો ક્લેશ જ વધે. ઘણા તો અમને પણ કહે કે, “મહારાજ સાહેબ, તમને ખોટું લાગ્યું હોય તો મિચ્છા મિ દુક્કડં. અમારા મનમાં તો કાંઈ હતું જ નહિ.” આવું બોલે એટલે તેનો મતલબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org