________________
– ૩ - બંધન જાણો ! બંધન તોડો ! –
614 અવિરતપણે ચાલ્યા જ કરે. પણ જો બેમાંથી એક ખમાવીને ગયો ને બીજો ખમાવ્યા વગર ગયો, તો ખમનાર પોતે આરાધક બને છે અને નહિ ખમાવનાર વિરાધક બને છે. નહિ ખમાવનાર જો વૈરનો અનુબંધ લઈને જશે તો તે કદાચ મારવા આવશે, પણ ખમનાર સહન કરશે - કર્મ ખપાવીને આગળ વધશે. એટલે બેમાંથી એક પણ પક્ષમાં વૈર ન રહે તે માટેનો પ્રયત્ન કરો, એ ન જ થાય તો તમારા તરફથી તો વેર ન જ રહે તે માટે સમજ અને વિવેકપૂર્વક પાકો પ્રયત્ન કરો.
સભા: કોઈપણ વસ્તુનો પ્રતિકાર નહીં કરવાનો ?
ના, કોઈ પણ દુઃખદ પરિસ્થિતિ કે દુઃખદ વસ્તુનો પ્રતિકાર નહિ જ કરવાનો, સહન જ કરવાનું. આજનાં વ્યાખ્યાનનો આ મર્મ છે – કોઈપણ દુઃખદ પરિસ્થિતિ કે દુઃખદ વસ્તુનો પ્રતિકાર ન કરવો.
સભા : અનુશાસન તો કરાય ને ? અનુશાસન કોણ કરી શકે?
અનુશાસનનો અધિકાર જેને હોય તે જ અનુશાસન કરી શકે. જે અનુશાસન કરે, તે પણ વિવેકપૂર્વક કરે. ધર્મશાસ્ત્રની આજ્ઞા મુજબ કરે અને તે પણ કષાયોને વશ થઈને નહિ પણ કષાયોને વશમાં રાખીને હિતબુદ્ધિથી કરે.
અનુશાસન એટલે હથોડો મારવા જેવું કામ છે. એ કળા અને કોમળતાપૂર્વક કરવાનું હોય છે. એનાથી સામાનું હિત થાય પણ એનો લમણો ન ભાંગે તેની કાળજી રાખવાનું હોય છે. અનુશાસન કરનાર જો કષાયને વશ થાય તો સામાનું અહિત થાય કે ન થાય, પણ તેનું પોતાનું તો અહિત થાય જ.
જેના હૈયામાં કરુણા, કોમળતા હોય અને વ્યવહારમાં શાસ્ત્રબોધના પરિપાકમાંથી પ્રગટેલી કળા-કુશળતા હોય તે જ સાચું અનુશાસન કરી શકે, જરૂર પડે તો એ કષાય પણ કરે, પણ એને કષાય આવી જાય કે કષાય એના ઉપર સવાર થઈને એની પાસે વિવેક વગરનો વ્યવહાર કરાવે એવું ક્યારેય ન બને.
અનુશાસન કરનારના હૈયામાં સામા જીવ પ્રત્યે અપાર વાત્સલ્ય જોઈએ. એનું આત્મહિત કરવાનો સાચો ભાવ જોઈએ. નિઃસ્વાર્થવૃત્તિ જોઈએ અને શાસ્ત્રવચનોની પરિણતિવાળો ઊંડો બોધ જોઈએ.
એ જ્યારે કોઈનું પણ અનુશાસન કરવાનો પ્રયત્ન કરે અને તેનું જેવું આવવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org