________________
૯૧
- ૨ : હિંસા કે પ્રતિહિંસાથી વેર શમતું નથી પણ વધે છે - 25 -
613
અને એ પણ આરાધના કરવા આવેલા આરાધકોને ? આનાથી તો તમારા કષાયો કેટલા પ્રબળ બની રહ્યા છે ? અને એનાથી તમને કેવો અને કેટલો કર્મબંધ થઈ રહ્યો છે ? એનો ક્યારેય કોઈ વિચાર કર્યો ખરો ?
અહીં જે પણ આવ્યા છે, તે તમારા સાધર્મિક છે, જે તમારે માટે આરાધ્ય છે. એમની આશાતના કરવી, તિરસ્કાર કરવો, તે ઘણું મોટું પાપ છે. સામાન્ય જીવને પણ દુઃખ પહોંચાડવાથી, કઠોર વેણ સંભળાવવાથી હિંસાનું પાપ લાગતું હોય, વેરની પરંપરા સર્જાતી હોય તો અહીં તમને કેવાં મોટાં પાપ બંધાશે ? એ ગંભીરપણે વિચારજો !
શાસ્ત્રકારોએ કહ્યું છે કે, સાચી વાત પણ ક્રોધને વશ થઈને બોલાય તો તે મૃષાવાદ કહેવાય. સાહેબ, હું તો જે હોય તે ચોખ્ખ-ચોખ્ખું કહી દેવામાં માનું છું. એમ કહીને ક્રોધમાં લાલ થઈને કોઈનું અહિત થાય તે રીતે સાચી વાત પણ કહેવી તે તો મૃષાવાદનો જ એક પ્રકાર છે. સભા ભૂલ સામેવાળાની હોય છતાં હું મિચ્છા મિ દુક્કડે આપું અને એનો એ જ
વ્યવહાર કરે તો કેટલાં વર્ષ મિચ્છા મિ દુક્કડું આપવાનો ? તમે જો કલ્પસૂત્ર સાંભળ્યું હોય તો એ વાત તમારા ધ્યાનમાં રહેવી જ જોઈએ કે, સામેવાળો ભલે તમને મિચ્છા મિ દુક્કડ ન આપે, તમારે તો આપવો જ જોઈએ. કારણ કે “કલ્પસૂત્રાદિ મહાશાસ્ત્રોમાં કહ્યું છે કે –
ને સવમ તરસ સ્થિ મારાહUT I'
‘જે મિચ્છા મિ દુક્કડું આપે તે આરાધક બને.” તમારા મનમાં એના માટે ગાંઠ ન પડે તેનો ખ્યાલ રાખો. જો ગાંઠ પડી તો પીડા કરશે, સહન કરવું પડશે, સહન કરવું પડે તેની તકલીફ નથી, પણ દુર્ગતિમાં જવું પડશે તેની મોટી તકલીફ છે. તમે વધારે નમ્ર બનો - સરળ બનો કે જેથી સામેવાળાની પણ ગાંઠ ખૂલી જાય. પણ આમ છતાં જો કદાચ એની ગાંઠ ન ખૂલે તો ન ખૂલે, એમાં હું શું કરું ? એને ન પડી હોય તો મને ય નથી પડી. એ મિચ્છા મિ દુક્કડ ન આપે તો હું શું કામ આપું ? એ ન આપે તો મારે નથી આપવો. કોઈ આવા જ ભાવમાં રહે તો બેય મરીને તિર્યંચમાં જાય, ત્યાં પણ લડે – લડતાં, લડતાં મરે, ત્યાંથી મરીને નરકમાં જાય અને ત્યાં પણ લડે અને આ રીતે ભવની પરંપરા સાથે વૈરની પરંપરા અને દુઃખોની પરંપરા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org