________________
612
– ૩ - બંધન જાણો ! બંધન તોડો ! તમને દુઃખ લાગ્યું હોય તો મિચ્છા મિ દુક્કડં; આ મિચ્છા મિ દુક્કડં જ નથી. સભા સાહેબ ! સંઘગત નાનાં-મોટાં આયોજનોમાં વ્યવસ્થા જાળવવા ગરમ થઈને
કે કડક થઈને બોલીએ તો હિંસાનું પાપ લાગે? એમાં પણ કષાયને વશ થઈને સમતુલા ગુમાવો તો જરૂર હિંસાનું પાપ લાગે, પણ કેટલાંક વ્યવસ્થાપકો તો એવું માની બેઠા છે કે, અમને, ગમે તેને ગમે તે કહેવાની છૂટ છે, અમે સત્તાધીશ. એમ માનીને હૂકમ ચલાવ્યા કરતા હોય છે. આયોજક જે સંઘવી હોય તે હાથ જોડી, વિનમ્ર બનીને રહેતા હોય અને આ વ્યવસ્થાપકો ટટ્ટાર બનીને ફરતા હોય. કમનસીબે હું જેને હિતશિક્ષા આપવા માંગતો હોઉં તે અત્યારે હાજર જ ન હોય અને હોય તો પણ તે ન સાંભળે અને બીજો જ સાંભળે. વ્યવસ્થાપકની વાત કરું તો વ્યવસ્થાપકો ન સાંભળે, પણ આરાધકો સાંભળે અને કહે કે, “બરાબર છે. એ નંગ જ છે. ન જાણે આવા બધા નંગોના હાથમાં આ વહીવટ કેમ આવ્યો હશે ?' અને આરાધકોની વાત કરું તો આરાધકો ન સાંભળે, પણ વ્યવસ્થાપકો સાંભળે અને એ કહે કે, “મહારાજ સાહેબે બરાબર કહ્યું. આ બધા આવા જ અહીં આવી ભરાણા છે. કેવા બધા અહીં ભરાઈ પડ્યા છે. ન જાણે આ બધા અહીં શું કામ આવતા હશે ?'
જ્યારે વહુને માટે કાંઈ કહું તો સાસુના કાન ઉંચા થાય અને સાસુને માટે કાંઈ કહું તો વહુ બરાબર યાદ રાખે અને કહે, “બા સાંભળ્યું ! જે વાત જેને માટે કહ્યું, તે વાત તે ન સાંભળતાં બીજા જ સાંભળે છે અને ઘરે જઈને એ બધાને સંભળાવે એટલું જ નહિ, પણ એ અમારા નામે સંભળાવે, એટલે અમે કહીએ એનું સારું પરિણામ તો ન આવે પણ ઉપરથી અહીં નહિ આવનારા, આ આવનારાઓની રીતભાતથી અમારા પણ વિરોધી બની જાય. એટલે આ બધાનું જે સારું પરિણામ આવવું જોઈએ તે નથી આવતું.
તમે જો નમ્ર અને વિવેકી બની, હાથ જોડવા પૂર્વક કહેશો કે, અમને સહકાર આપો, તો તમને સારામાં સારો સહકાર મળશે.
અમે પણ કોઈને કાંઈ કહેવું હોય તો મહાનુભાવ, મહાભાગ, પુણ્યાત્મા, પુણ્યશાળી, ભાગ્યશાળી, પુણ્યાત્મનું. એવું કહીને કહીએ છીએ, જ્યારે તમે તો જાણે બધાના માલિક હો તેમ ધડ-ધડ કહેવા માંડો, એમાંય આવા સિદ્ધક્ષેત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org