________________
૫૯
――――
૨ : હિંસા કે પ્રતિહિંસાથી વૈર શમતું નથી પણ વધે છે – 25
-
શરીરના મળ વગેરેને સૂકાં સ્થાનમાં વિસર્જીત કરવા જોઈએ; જેથી તે ૪૮ મિનિટમાં સૂકાઈ જાય. ભેજવાળા, ભીનાં સ્થાનોમાં વિસર્જિત કરવાથી સતત આવા સૂક્ષ્મ મનુષ્યો ઉત્પન્ન થઈ મરણ પામવાની પ્રક્રિયા શરૂ થાય છે. જે ખૂબ મોટું પાપ છે. એંઠાં પવાલાં વગેરે લૂછીને કોરાં કર્યા વિના જ એનાથી માટલાં વગેરેમાંથી પાણી લઈ પીવાથી એ માટલા વગેરેમાં પણ આવા મનુષ્યો પેદા થઈ મરણ પામે છે. માટે આ બધી બાબતોમાં ખૂબ વિવેક રાખી સંયમ કેળવવો જરૂરી છે.
611
વધુમાં, આજે જે મા-બાપો ગર્ભમાં રહેલા માસુમ બાળકોની ઠંડે કલેજે હત્યા (ગર્ભપાત) કરે છે, તેઓ તો ગર્ભજ, સંજ્ઞી, પંચેન્દ્રિય મનુષ્યની હત્યાનું ઘોર પાપ કરે છે. આ પાપ તો એટલું મોટું અને ભયંક૨ છે કે એના ફળવિપાકે બીજા કેટલાય ભવોમાં એ હત્યારાઓ ઈચ્છવા છતાં મા-બાપ બની શકતા જ નથી.
ઈરિયાવહિ સૂત્રમાં બતાવેલા આ હિંસાના દશ પ્રકાર છે. એના સ્વરૂપને ઊંડાણથી અને વિસ્તારથી સમજો ! તમારા જીવનના નાના-મોટા દરેક વ્યવહારોનું નિરીક્ષણ કરો અને તપાસો કે, તમારા મન, વચન કે કાયાના કયા કયા વ્યવહા૨થી કયા કયા જીવોને, લોકોને તમારા દ્વારા કેટલું કેટલું દુ:ખ પહોંચે છે ?
તમારું ઊઠવાનું-બેસવાનું, બોલવાનું-ચાલવાનું, લેવાનું-દેવાનું, નાના-મોટા પ્રસંગે ક્યાંય પણ જવાનું-આવવાનું. તમારા આ બધા વ્યવહારોથી કોઈને દુઃખ તો નથી પહોંચતું ને ? એનાથી કોઈના જીવનમાં નડતર તો ઊભી નથી થતી ને ? એનાથી કોઈને ત્રાસ તો નથી થતો ને ?
સભા : સંસારમાં એવું બધું તો થવાનું જ, પણ પછી એનો ‘મિચ્છા મિ દુક્કડં’ દઈ દઈએ છીએ ને ?
Jain Education International
એ મિચ્છા મિ દુક્કડં પણ હૈયાનો તો જોઈએ ને ? ખાલી બોલવાથી શું વળે ? તમે જે ભૂલ કરી તેની તમને જે વેદના જોઈએ, તેનો જે પશ્ચાત્તાપ જોઈએ, તમારા વ્યવહારથી સામાને જે નુકસાન થયું તે ભરપાઈ કરવાની જે તૈયારી હોવી જોઈએ અને ફરીથી તેવો વ્યવહાર ન કરવાની જે તૈયારી જોઈએ, એ બધું હોય અને તે પછી મિચ્છા મિ દુક્કડં આપો તો તે સાચો.
આ તો ૧૦૦ જણની વચ્ચે નાક કાપે ને પછી ખાનગીમાં જઈને કહે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org