________________
૫ - મમતાનાં બંધન જો ન તૂટ્યાં તો.... 28 - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ વદ-૬, ગુરુવાર, તા. ૨૯-૦૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા
• બંધન રૂ૫ ઘણાં, કાર્ય એક જ : • સ્થાન બદલાય પણ મમતા કાયમ : • હાથે કરીને મમતાનાં જાળાં બાંધ્યાં છે :
• આ વચનોથી મમતા તૂટશે : • એવા સાધુઓ પણ મમતામાં મરે છે :
વિષયઃ સ્વજનોના સંબંધો મમતાનું મૂળ. પરિગ્રહ અને હિંસા એ બંધન છે એમ હજુ સમજવું સહેલું છે પણ મમતા એ બંધન છે એ સમજવું વધુ અઘરું છે, સમજાવવું તો એથી ય વધુ અઘરું છે. સ્વજનોની મમતાના કારણે જીવો એકબીજામાં આસક્ત થાય છે અને એથી વધુ સૂક્ષ્મ, વધુ દઢ, વધુ રઝળાવનાર એક નવું બંધન આત્માને બાંધી નાંખે છે; જેને છોડવું-તોડવું ખૂબ જ પુરુષાર્થ માગી લે છે. આ પ્રવચનમાં સ્વજનો કેવી કેવી મમતાનાં જાળાં બાંધે છે ? તેનું તાદશ વર્ણન કરાયું છે. પતિ-પત્નીના પ્રેમાલાપો, પિતા-પુત્ર કે માતા-પુત્રીના વાત્સલ્ય નીતરતા વ્યવહારો, ભાઈ-બહેનનાં ય દુનિયાની દૃષ્ટિએ નિઃસ્વાર્થ છતાંય લોકોત્તર દૃષ્ટિએ સ્વાર્થભર્યા સંબંધો, મનુષ્ય જીવનની જુદી જુદી અવસ્થા વિશેષમાં સર્જાતા અવનવાં મમતારૂપો, આ બધામાં જ આ જીવરામ જો લેવાઈ ગયા તો એના કઈ રીતે રામ રમાઈ જાય તે જાણવા અને જાતને જગાડવા આ પ્રવચન ઉપકારક છે.
પ્રવચનાનું પ્રતિબિંબ * સ્વજનો જ્યારે બંધન તોડવા તૈયાર હોય ત્યારે પણ બંધનથી બંધાયેલો આત્મા
તેમના બંધનથી છૂટવા તૈયાર થતો નથી. * હું અને મારું. આ બે વસ્તુ ઉપર આખો સંસાર ચાલી રહ્યો છે. * કરોળીયો પોતે જ જાળું સર્જે ને પોતે જ એમાં ફસાય છે. જે દશા કરોળીયાની
છે, તે જ દશા મમતાને વશ પડેલા જીવોની છે. & મમતાને તોડ્યા વગર સમતા નહિ આવે અને સમતા આવ્યા વિના સાધના
જીવનનો વિકાસ નહિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org