________________
સમતા અને મમતા
(રાગ : નાયકી કનડો અથવા ટોડી) ચેતન મમતા છાંડ પરીરી, દૂર પરરી ચેતન પર રમણીશું પ્રેમ ન કીજે, આદરી સમતા આપ વરીરી. ૨૦ ૧ મમતા મોહ ચંડાલ કી બેટી, સમતા સંયમ-નૃપ-કુમરી રી, મમતા મુખ દુર્ગધ અસત્યે, સમતા સત્ય-સુગંધી ભરીરી. ૨૦ ૨ મમતા મેં લરતે દિન જાવે, સમતા નહિ કોઈ સાથ લગીરી, મમતા હેતુ બહુત હૈ દુશ્મન, સમતા કે કોઈ નહિ અરિરી. ૨૦ ૩ મમતા કી દુર્મતિ હૈ આલી, ડાકિની જગત અનર્થ કરીરી, સમતા કી શુભમતિ હે આલી, પર ઉપગાર ગુણે સમરીરી. ૨૦ ૪ મમતાપૂત ભએ કુલપંપન, સોક બિયોગ મહા-મચ્છરીરી, સમતા સુત હોવેગો કેવલ, રહેંગો દિવ્ય નિશાન ધુરી. ચે. ૫ સમતા મગન રહેંગો ચેતન ! જો એ ધારે શીખ ધરીરી, સુજસ વિલાસ લહેશો તો તું, ચિદાનંદઘન પદવી વરીરી. ૨૦ ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org