________________
૫૪ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! –
606 સામાના સુખ-દુઃખ, હિતાહિત, જીવન-મરણ પ્રત્યે નિરપેક્ષ બનીને ચોરી કરવાના ક્રૂર ભાવોમાંથી તેયાનુબંધી રૌદ્રધ્યાન પ્રગટે છે અને
સામાના સુખ-દુઃખ, હિતાહિત કે જીવન-મરણ પ્રત્યે નિઃશંક બનીને વિષયની સામગ્રીના સંરક્ષણની ક્રૂર ભાવનામાંથી સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન પ્રગટે છે.
આર્તધ્યાનની જેમ જ આ ચારે પાયાના ચિંતા, ભાવના, ધ્યાન અને અનુપ્રેક્ષા એવા ચાર વિભાગો હોઈ, રૌદ્રભાવો પણ સોળ વિભાગમાં વહેંચાઈ જાય છે.
પરિગ્રહની લાલસામાંથી ક્રૂર સ્વભાવના જીવોને, તીવ્ર સંક્લેશવાળા જીવોને, આ સોળ સોળ પ્રકારના રૌદ્રભાવો પ્રગટતા હોય છે અને એ સમયે એના ચિત્તમાં પ્રવર્તતી કૃષ્ણ-નીલ કે કાપોત લેશ્યા અતિ સંક્લિષ્ટ કોટિની, તીવ્ર પરિણામવાળી હોય છે. જેને લઈને પરિગ્રહની લાલસાના કારણે રૌદ્રભાવોને પરવશ પડેલો જીવ નરકગતિને યોગ્ય કર્મોને ભેગાં કરી, ચિરકાળ માટે દુર્ગતિમાં રઝળવા ચાલ્યો જાય છે.
આવા દારૂણ વિપાકવાળા રૌદ્રભાવોથી બચવા માટે પણ પરિગ્રહથી અને હિંસાથી બચવું અત્યંત અનિવાર્ય છે. તીવ્ર કક્ષાના રાગાદિ ભાવોથી બચવું જરૂરી છે.
હવે તમને એટલું તો સમજાઈ ગયું કે, આ પરિગ્રહના કારણે જીવ છેક રૌદ્રધ્યાન સુધી પહોંચી જાય છે. બીજા જીવો પ્રત્યે નિરપેક્ષ બની જાય છે. મને જો ધનસંપત્તિ મળતી હોય, મળેલી ટકતી હોય અને ટકેલી ભોગવાતી હોય તો તેમાં બીજા ગમે તેટલાં જીવોનું નિકંદન નીકળતું હોય કે તે બધાનું નિકંદન કાઢવું પડતું હોય તો જરાય વાંધો નહિ – એવી વૃત્તિ પેદા થાય છે.
જે પરિગ્રહમાં ફસાય તે દુઃખમાં ફસાય. જે હિંસામાં ફસાય તે વેરમાં ફસાય, પરિગ્રહ અને હિંસામાં ફસાયેલ વ્યક્તિ દુઃખ અને વૈરની પરંપરાને ઉભી કરે છે. તે દુઃખની અને વૈરની પરંપરાથી છૂટી ન શકે. પરિગ્રહના પરિણામે હિંસા પણ સર્જાય. હિંસાના પરિણામે વૈર સર્જાય અને વેરના પરિણામે દુઃખ અને દુર્ગતિની પરંપરા સર્જાયા વગર રહેતી નથી. જેટલાની હિંસા કરી તે બધા વૈરી બને. કેટલા જન્મો સુધી વૈર વસૂલ કરશે, તેનો પત્તો નહિ લાગે.
આજ સુધીમાં પૈસા ખાતર અને પૈસાથી મળતા ભોગ ખાતર કેટલા જીવોને દુઃખી કર્યા? પછી તે સ્વજન હોય કે પરજન હોય, આડોશી હોય કે પાડોશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org