________________
૫૫ – ૨ : હિંસા કે પ્રતિહિસાથી વૈર શમતું નથી પણ વધે છે – 25 – 607 હોય, નોકર હોય કે ચાકર હોય. જિંદગીનું જરા નિરીક્ષણ કરો ! આનાથી વેરનું અને દુઃખનું બંધન વધે છે.
પરિગ્રહથી દુઃખનું બંધન વધે છે અને હિંસાથી વેરનું બંધન વધે છે. હિંસાના દશ પ્રકાર :
આજ સુધી તમે દુઃખી કેમ? બીજાને દુઃખ આપ્યું માટે, આ દુઃખ આપવું તે હિંસા છે. ખાલી પ્રાણનો ઘાત કરવો તે જ હિંસા છે - એવું નથી, પણ નાનામાં નાનું દુઃખ આપવું તે પણ હિંસા છે. આ શિક્ષણ પાઠશાળાઓમાં નાના બાળકોને પણ “ઈરિયાવહિયં સૂત્ર'માં અપાય છે, આમ છતાં એની આજના ઘણા મોટાઓને પણ ખબર નથી.
સભા ઈરિયાવહિયં સૂત્ર” માં એવું શું આવે છે ? કેમ તમે નથી બોલતા ?
“વિયા વેદિયા, તેદિયા, વર્જિવિયા, પંચદિયા !' . 'अभिहया, वत्तिया, लेसिया, संघाइया, संघट्टिया, परियाविया, किलामिया, उद्दविया, ठाणाओ ठाणं संकामिया, जीवियाओ ववरोविया'
સભા સાહેબ ! આ વાત જરા વિગતવાર સમજાવો તો સારું.
જેટલા પણ સંસારી જીવો છે તે બધાનો એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીમાં સમાવેશ થઈ જાય છે. કેટલાક જીવો એક ઈન્દ્રિયવાળા હોય છે, કેટલાક જીવો બે ઈન્દ્રિયવાળા હોય છે, કેટલાક જીવો ત્રણ ઈન્દ્રિયવાળા હોય છે, કેટલાક જીવો ચાર ઈન્દ્રિયવાળા હોય છે અને કેટલાક જીવો પાંચ ઈન્દ્રિયવાળા હોય છે.
જેને માત્ર ચામડી જ હોય તેને એકેન્દ્રિય કહેવાય છે; જેમ કે પૃથ્વી, પાણી, વનસ્પતિ વગેરે.
જેને ચામડી અને જીભ હોય તેને બેઈન્દ્રિય કહેવાય છે; જેમ કે અળસીયા, શંખ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org