________________
૬–દેખતા'ને પણ આંધળા બનાવે છેમમતા 29] - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ વદ-૧૦, સોમવાર, તા. ૨-૯-૦૨, સાચોરી ભવન, પાલીતાણા
• આજના ધર્મીઓથી મોહરાજા મજામાં: • જગતને આંધળું બનાવનાર મહામંત્ર : • પછી જુવો ચમત્કાર : • મમતાની પાછળ પરિગ્રહ અને હિંસા : • કરે કોઈ ને શિક્ષા કોકને : • મમતાવશ જીવોની દશા કેવી : • નિર્ધામણા - ભય : પહેલો પ્રસંગ :
• નિર્ધામણા - મમતા : બીજો પ્રસંગ : • નિર્ધામણા - લોભવૃત્તિ ઃ ત્રીજો પ્રસંગ : • નિર્ધામણા - મોહ-અજ્ઞાન: ચોથો પ્રસંગ : • મમતા તોડી આપે એવા કલ્યાણમિત્ર રાખો : • કોઈ કોઈનું નથી બધા સ્વાર્થના જ સગાં છે : • સ્વાર્થી દુનિયાનો એક નમૂનો : • ધર્મઅનુષ્ઠાન પણ મમતાથી થાય એમ બને :
વિષય : સ્થાન બદલાય છે, મમતા કાયમ રહે છે. આંધળો તો આંધળો જ છે પણ દેખતો આંધળો ક્યારે બને ? એ મમતના જાળમાં ફસાય ત્યારે. કરોળીયો પોતે જાળ બનાવે છે અને એમાં પોતે જ ફસાઈ મરે છે. મમતાવશ જીવોનું પણ એવું જ બને છે. “મારું-મારું'ની સંજ્ઞાને આધીન બનીને સંસારના સંબંધોને ખૂબ લાંબા-પહોળા કરી દે છે અને પછી એમાં જ ગુંગળાઈને ભાવપ્રાણ ખોઈ નાંખે છે. આ અંધાપાનો ચિતાર આપીને એનાથી ઉગરવાનો સિદ્ધ મંત્ર પણ આ પ્રવચનમાં આપવામાં આવ્યો છે. અહીં ભારપૂર્વક જણાવ્યું છે કે જેની પણ તમે મમતા કરો છો, એ તમને રક્ષણ કે શરણ આપવા સમર્થ નથી જ' એમ વિચારી મમત્વથી અટકી જવું જોઈએ. અંતે : છેક મરવાના અવસરે પણ આસક્ત જીવોને તેમજ બાહ્ય ક્રિયામાત્રથી જ ધર્મી ગણાતા જીવોને આ મમતા કેવી સતાવતી હોય છે? - તેના દાખલા પણ પૂરા પાડ્યા છે.
પ્રવચનનું પ્રતિબિંબ * હજી લાખ રૂપિયા આપી દેવા સહેલા છે, પણ એ “મારા નથી' એમ માનવું બહુ
અઘરું છે. * જેટલું તમે તમારા હાથે કરીને જશો, તેટલું તમારા ભેગું આવશે !' * મમતા વસ્તુ જ એવી છે કે તે કોઈના ય ઉપર રાખવા જેવી નથી. * સૌ પોતપોતાનાં સ્વાર્થના સગા છે. અપવાદને બાદ કરતાં કોઈ, કોઈને માટે મરી ફીટતું નથી.
ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org