________________
૨ ૨૦
772
– ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - પ્રયત્ન કરો છો કે નહિ, સમજ્યા બાદ યથાશક્તિ એ વાતોનો જીવનમાં અમલ કરવાનો પુરુષાર્થ કરો છો કે નહિ, એ વાત ચકાસવી જરૂરી છે. માટે તમને પૂછી લઉં ? બોલો !
પરિગ્રહ એ બંધન ? હિંસા એ બંધન ? હિંસામાં જ પરિણમતાં અસત્ય-ચોરી-અબ્રહ્મ એ બંધન ? સ્વજનાદિ જીવ કે જડ પ્રત્યેની મમતા એ બંધન ? આ બંધન છે, તેમ તમને લાગ્યું ?
અહીં ભલે અમે તમને આ પ્રશ્નો પૂછીએ પણ એ પછી દરેકે પોતાના આત્માને આ પ્રશ્નો પૂછવાના છે. માત્ર પૂછવાના નથી, પણ આત્માને ઢંઢોળીને એના ઉત્તરો મેળવવાના છે. હૈયાને સ્પર્શે તે કામનું ?
ભગવાને કહેલી આ વાતો, મહાપુરુષોએ સંભળાવેલી આ વાતો અને પૂર્વ પુરુષોએ જીવનમાં ઝીલેલી આ વાતો, જો આપણા હૃદયને નહિ સ્પર્શે તો આપણું કલ્યાણ નહિ થાય. માત્ર આ વાતોને સાંભળવાથી જ કલ્યાણ થતું નથી. જ્યાં સુધી સાંભળેલી આ વાતોને વાગોળીએ નહિ, એના ઉપર શ્રદ્ધા કરીએ નહિ અને એના આધારે જીવનને સુધારીએ નહિ ત્યાં સુધી આપણું કલ્યાણ થઈ શકશે નહિ, એ એક ચોક્કસ થયેલી વાત છે. - દુનિયા માને છે – પરિગ્રહ સુખનું કારણ છે અને ભગવાન કહે છે, પરિગ્રહ દુઃખનું કારણ છે, તો બેમાં સાચું કોણ ? પૂરેપૂરો ક્લાયમેક્ષ છે, વિરોધ છે. તમે ફરી વિચારો અને મને કહો કે પરિગ્રહ સુખનું સાધન કે દુઃખનું સાધન ?
પૈસાના પૂજારીઓ એમ માને છે કે એક પૈસો પાસે હોય તો દુનિયામાં શું ન મળે. એટલા જ માટે કહેવત આવી કે –
સર્વે અUT: વાંચનશ્રયન્ત” બધા જ ગુણો પૈસાના શરણે વસેલા હોય છે.' પૈસાવાળો એટલે અક્કલવાળો. પૈસો આવ્યો એટલે જાણે દુનિયાની બધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org