________________
૨૨૧ – ૯ : માયા દેખી મુનિવર ચળે : અર્થનો અનર્થકારિતા - 32 – 73 અક્કલ એનામાં આવી ગઈ. આ જ તો મિથ્યાત્વ છે. પ્રભુના વચનથી વિરુદ્ધ જતી માન્યતા એ જ મિથ્યાત્વ. .. તો પ્રભુનો માર્ગ ભૂલાય ?
અમે પ્રભુનો માર્ગ ભૂલીએ અને અમને સાધુઓને પણ તમારા પૈસાની ભૂખ જાગે, એટલે અમારે પણ તમને કહેવું પડે કે “બહુ પુણ્યશાળી છો !”.
કેટલાક તો સારી ભાષામાં કહે, “અમારે પૈસો શું કરવો છે ભાઈ ? અમે તો શાસનનાં કામ, જગતના કલ્યાણનાં કામો માટે આ વાત કરીએ છીએ. અમારે પૈસો જોઈતો નથી, પણ... તમારે રપ લાખ આમાં લખાવવા પડશે.”
પછી એમાંય પૉલીસી આવી જાય. વેપારીઓ ગ્રાહકને જે રીતે ભૂમિકા કરીને જાળમાં આબાદ ફસાવે તે રીતભાત અહીં સાધુપણામાં પણ આવી જાય.
એ પૈસાની ગુલામી કહો તો ગુલામી, ભીખ કહો તો ભીખ એ સાધુ પાસે પણ આવું બધું બોલાવે - “જ્યારથી આ દેરાસરનું કામ ચાલુ થયું છે, ત્યારથી મને એમ છે કે, આના મૂળનાયકનો લાભ તો તમને જ મળવો જોઈએ.' આ લાભ તમારે માટે સ્પેશીયલ રાખી મૂકેલો છે.
જાજમનો ચઢાવો બોલાવવાનો હોય તો અલગ-અલગ દશ જણને બોલાવે ને બધાને કહે, તમારા જેવા પુણ્યશાળીના હાથે જો આ જાજમ પથરાશે તો બધું ફતેહ થઈ જશે. આ લાભ તો તમારે જ લેવો જોઈએ. આવું એક-બે નહિ, પણ દશ જણને જૂદું જુદું કહે અને દસે જણને ચઢાવામાં સામસામે ઉતારે, એમાંથી એ પોતાના ગળે બાંધેલો પ્રોજેક્ટ પૂરો કરવાની મહેનત કરે.
અહીં : છેક સાધુપણામાં આવ્યા પછી પણ આ અવદશા કેમ આવી ? પરિગ્રહ દુઃખનું કારણ છે. હિંસાથી વૈર વધે છે અને મમતા અનર્થની પરંપરા સર્જે છે – એવી પ્રભુની વાત ન સમજાણી માટે. આ જ વાતને ઋષભદાસ કવિ કુમારપાળના રાસમાં બહુ માર્મિક શબ્દોમાં કહે છે –
જીવ છ-કાયને રાખતો, ન કહે હિંસાની વાત રે - ૧ નવવિધ પરિગ્રહ પરિહરે, કારણ પણ પરિહાર રે - ૨ જેણે નિજમંદિર પરિહર્યા, ન કરે પરગૃહ સાર રે - ૩'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org