________________
774
- - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - આમાં પહેલામાં - જીવહિંસાની વાત આવી. સાધુ જીવહિંસા ન કરે. છએ કાયના જીવોની રક્ષા કરે.
બીજામાં - પરિગ્રહની વાત કહી. સાધુ નવ પ્રકારનો પરિગ્રહ અને તેના કારણોનો પણ ત્યાગ કરે.
ત્રીજામાં - મમતાની વાત બતાવી. સાધુએ પોતાના ઘરવાસનો ત્યાગ કર્યો, હવે બીજાના ઘરની ચિંતા એ ન કરે. અજ્ઞાન જગતની અજ્ઞાન માન્યતા :
ભગવાન કહે છે કે, પરિગ્રહ દુઃખનું કારણ છે. જ્યારે અજ્ઞાન જગત કહે છે કે, પરિગ્રહ સુખનું કારણ છે.
ભગવાન કહે છે કે, હિંસા વૈરની પરંપરા વધારે છે. જ્યારે અજ્ઞાન જગત કહે છે, કે હિંસાથી વૈરનો અંત આવે છે.
ભગવાન કહે છે કે, સ્વજનો તમારી રક્ષા નહિ કરી શકે માટે મમતા ન કરો ! જ્યારે અજ્ઞાન જગત કહે છે કે, અવસરે સ્વજનો જ કામ લાગશે. માટે એના ઉપર મમત્વ હોવું જ જોઈએ.
હવે તમારે નક્કી એ કરવાનું છે કે કોની વાતને સાચી માનવી અને કઈ વાતને મહત્ત્વ આપવું ?
અજ્ઞાની જગત મોહાધીન છે. તેથી તેમની વાતો ક્યારેય સારી નહિ હોવાની, એમાં અનેક ભ્રાંતિઓ રહેવાની. જ્યારે ભગવાન સર્વજ્ઞ વિતરાગ છે. નરી વાસ્તવિકતા તેઓ જોઈ શકે છે, તેમની વાતમાં ક્યારે ય કોઈ ભ્રાંતિ નહિ હોવાની.
અજ્ઞાનીના માર્ગે જે ચાલશે તે દુઃખી થશે અને દુર્ગતિમાં જશે. જ્ઞાનીના માર્ગે ચાલશે, તે સુખી થશે અને સદ્ગતિમાં જશે.
અજ્ઞાનીઓનો માર્ગ એ સંસારનો માર્ગ છે અને જ્ઞાનીઓનો માર્ગ એ મોક્ષનો માર્ગ છે. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે કયો માર્ગ પસંદ કરવો છે?
જે મોહાધીન જીવોને ભગવાનની આ બધી વાતો ગળે નથી ઉતરતી, તેઓ અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓ અને મિથ્યા ભ્રમણાઓમાં ફસાયેલા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org