________________
758
૨૦૬
– ૩ – બંધન જાણો ! બંધન તોડો ! - ચાલી નીકળે. એ વિચારે કે “અગર જો છોડીને નહિ જાઉં તો આયુષ્ય તો ક્ષણભંગુર છે, કોઈપણ ક્ષણે જવું પડશે. જ્યારે હું મરી જઈશ ત્યારે પુત્રપરિવાર-પત્નીનાં આંસુ કોણ લૂછશે ? આજે નહિ તો કાલે, જવાનું તો છે જ તો સમયસર, સમજીને કેમ ન જતો રહું !'
જ્યારે બંધન બંધન લાગે છે, ત્યારે મહાવીર કક્ષાના સાધકોને છોડતાં વાર નથી લાગતી. ભૂકંપ થયો હોય કે આગ લાગી હોય તો ઘરમાં બધા જ હોવા છતાં પહેલાં જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે ને ? બીજાને કાઢી શકાય તેમ હોય તો તે માટેનો પ્રયત્ન પણ એ જરૂર કરે, પણ બીજા ન નીકળે તો હું પણ ન નીકળું, સાથે જ મરશું, એવું મોટે ભાગે કોઈ વિચારતું નથી. એવા ય કેટલાક રાગાંધો કે દ્વેષાંધો હોય છે ખરા કે પોતે મરતાં મરતાં ય બીજાને મારી જાય. ક્લેશના કારણે મા પોતે આપઘાત કરી મરે ને સાથે ત્રણ-ચાર બાળકોને ય લઈ મરે. કોઈ કેરોસીન છાંટી સળગી મરે ત્યારે પોતાના પતિને કે બચાવવા આવનારને વળગીને એને ય સળગાવી મારે. તો કોઈ એકબીજાને ભેટીને પાણીમાં પડતું મૂકી જીવન પૂરું કરે. પણ મોટે ભાગે તો જેને બંધન-બંધન લાગે એટલે તે પહેલાં પોતાની જાતને બંધન મુક્ત કરવાનો પ્રયત્ન કરે, બીજાને નીકળવું હોય અને તે નીકળી શકે તેમ હોય તો તે માટેનો પ્રયત્ન જરૂર કરે; પણ બીજાને ન નીકળવું હોય તો બીજાની ખાતર પોતે બંધાઈ રહેવાનું મહાવીર કક્ષાના સાધકો ક્યારેય ન વિચારે.
જગતને તારનારા જગત્પતિ પણ જ્યારે બંધન તોડીને નીકળ્યા ત્યારે સાથે જેટલા આવે તેમ હતા, તેમને તો લઈને જ નીકળ્યા. પણ જે સાથે આવે તેમ ન હતા, તેમના માટે રોકાઈ ન રહ્યા. જ્યારે ભગવાન મહાવીરસ્વામી તો એકલા જ નીકળ્યા પણ કોઈના માટે રોકાઈ ન રહ્યા. ભગવાન આદીશ્વર ચાર હજાર સાથે, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મલ્લિનાથ ત્રણસો ત્રણસો સાથે, શ્રી વાસુપૂજ્ય સ્વામી છસ્સો સાથે અને અન્ય સર્વ તીર્થકર ભગવંત હજાર, હજાર સાથે દીક્ષિત થયા. માટે જ કહ્યું કે —–
“વીર એકાકી ચાર હજારે દીક્ષા પૂર જિનપતિ, પાસ ને મલ્લિ ત્રયશત સાથે બીજા સહસૅ વતી, ષટ શત સાથે સંયમ ધરતા વાસુપૂજ્ય જગધણી'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org