________________
૨૦૭ – ૮ : ધર્મ અને ધર્માનુષ્ઠાનમાં મોટો ફરક છે - 31 – 759
- આ રીતે જે સાથે નીકળી શકે તેમ હતા, તેમને લઈને નીકળ્યા. પણ જે નીકળી શકે તેમ ન હતા, તેમના માટે રોકાયા નહિ. ધર્મ અને ધર્માનુષ્ઠાનનો ફરક?
ગઈ કાલે પણ આ વાત કરી હતી. આટલા દિવસના પ્રવચનો બાદ પણ કેટલાક પુણ્યાત્માઓને હજુ ધન બંધન નથી લાગતું. આજે પણ ચીઠ્ઠી આવી છે. જેમાં મને કહે છે, “તમે ધનને બંધન કહો છો, પણ ધનથી જ તો ધર્મ થાય છે. આ સંઘવી પરિવારે મોટું ઘર્મ-અનુષ્ઠાન કર્યું, તે ધનને કારણે જ કર્યું ને ? તેને બંધન કેમ કહેવાય ?'
મારે કહેવું છે. તેમણે ધનને બંધન માન્યું અને એ બંધનને ઓછું કરવાનો પ્રયત્ન કર્યો તો આ અનુષ્ઠાન કર્યું. જો ધનને બંધન માન્યું ન હોત, છોડ્યું ન હોત તો આ અનુષ્ઠાન ન થયું હોત. જો તેમણે ધનને બંધન ન માન્યું હોય અને એ બંધન લાગે તો સારું, એવી ભાવના પણ ન હોય તો તેમનું આ ધર્મઅનુષ્ઠાન એ માત્ર ધર્મ-અનુષ્ઠાન જ બની રહેશે. ધર્મ નહિ બને. ધર્મ અને ધર્મ-અનુષ્ઠાનમાં બહુ મોટો ફરક છે.
કીર્તિ, કામના, ખ્યાતિ, પ્રતિષ્ઠા, નામના, માન, સામાજિક મોભો, વાહવાહ માટે, જો આવાં અનુષ્ઠાનો કરાતાં હોય, લોકો કહે ગજબ કર્યો. કાંઈક કરી જાયું. સમાજ પણ કહે કે, ફલાણા ભાઈએ આવું ચોમાસું કરાવ્યું હતું. આ કે આવી ભાવનાથી આવાં અનુષ્ઠાનો કરાય તો એ ધર્માનુષ્ઠાન ચોક્કસ થયું, પણ ધર્મ ન થયો. પરિગ્રહ બંધન છે, મારે એનાથી છૂટવું છે, આ ભાવ ન હોય તો એ માત્ર ધર્માનુષ્ઠાન છે, પણ ધર્મ નથી.
પરમાત્મા, પરમાત્માના શાસનના સદ્ગુરુ ભગવંતો અને પરમાત્માનાં શાસ્ત્રો એમ કહે છે કે, ધર્માનુષ્ઠાનની પણ કિંમત ત્યારે છે જો તેમાંથી ધર્મ પેદા થતો હોય તો. જે ધર્માનુષ્ઠાનમાંથી ધર્મ પેદા થતો ન હોય તે ધર્માનુષ્ઠાનની કોઈ કિંમત નથી અને જે ધર્માનુષ્ઠાનથી અધર્મ પેદા થતો હોય તે દેખીતાં ધર્માનુષ્ઠાનને ઘાતક તરીકે ઓળખાવ્યાં છે. માટે જ વીતરાગ પરમાત્માના શાસનમાં જે ધર્માનુષ્ઠાનમાંથી ધર્મ પેદા થતો નથી, તેવાં ધર્માનુષ્ઠાનોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યાં છે.
૧- વિષાનુષ્ઠાન, ૨ – ગરાનુષ્ઠાન અને ૩ – અનનુષ્ઠાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org