________________
૨૦૮
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! -
--
760
આ લોકમાં એટલે કે વર્તમાન જીવનમાંનાં દુન્યવી સુખોની પ્રાપ્તિ માટે તેમજ માન-મોભો-યશ-કીર્તિ-કામના-ખાતિ-પ્રતિષ્ઠા-વાહવાહ-નામના મળે, એવા આશયથી-વૃત્તિથી જે ધર્માનુષ્ઠાન કરવામાં આવે તે વિષાનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાન આ લોકમાં અનર્થને કરનારું છે. માટે ત્યાજ્ય છે. કહ્યું છે કે - ચામાનર્થત્ છમ્ |
પરલોકમાં મોટું સ્થાન મળે. રાજ-ઋદ્ધિ-સિદ્ધિ-દેવ-દેવેન્દ્ર-ચક્રવર્તીની ઋદ્ધિ મળે, એવા આશયથી-વૃત્તિથી જે ધર્માનુષ્ઠાન કરવામાં આવે તે ગરાનુષ્ઠાન કહેવાય છે, જે કાલાંતરે વિષદાયી-અનર્થકારી ફળ આપે છે. કહ્યું છે કે – વસ્ત્રાન્તરવિષપલ્લું સત્ અને
લોકહેરીથી, ગતાનુગતિકપણે, ‘લોકો કરે છે, માટે આપણે પણ કરો' – એમ સમજ્યા વિના ગાડરીયા પ્રવાહની જેમ શૂન્યમનસ્કપણે જે ધર્માનુષ્ઠાન કરાય તે અનનુષ્ઠાન છે. અજ્ઞાનથી, અવિવેકથી, અભિમાનથી, ઈર્ષ્યાદિ ભાવોથી, કામાવેગથી કે હઠથી, વિકસેન્દ્રિયની જેમ અમનસ્કપણે, કરાતું અનુષ્ઠાન આમાં આવે છે. વધેશ્યામ્ - પંડિતોએ છોડી દેવું. એમ એને માટે કહ્યું છે.
આ આખો સંસાર, સંસારની સામગ્રી, સ્વજન-પરિવાર બંધન છે. મારે એનાથી છૂટવું છે. મારે મારા આત્માને નિર્મળ બનાવવો છે. માટે મારા આત્માના સ્વરૂપને પ્રગટાવવું છે, એવા ભાવથી ભગવાન શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા પ્રત્યેના પૂરા આદર-બહુમાનપૂર્વક અને ધર્મશાસ્ત્રોમાં બતાવેલી વિધિપૂર્વક જે ધર્માનુષ્ઠાન કરાય તે અમૃતઅનુષ્ઠાન છે.
અમૃતઅનુષ્ઠાન કઈ રીતે બને ? તે જણાવતાં “શ્રીપાલ ચરિત્ર'માં પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજે લખ્યું છે કે –
'करणं प्रीत्या दानं, जिज्ञासा ज्ञानिनां परिचयश्च । शुद्धागमशुश्रूषा, धर्माविघ्नत्वकाङ्क्षा च ।।१।। गुरुभक्तिर्वात्सल्यं, तीर्थस्यावितथभाषणे सन्धा । लिङ्गान्यमूनि शुद्धक्रियाक्रियायां निगदितानि ।।२।।' ‘૧ - પ્રીતિપૂર્વક દાન, ૨ - તત્ત્વની જિજ્ઞાસા, ૩ - જ્ઞાનીઓનો પરિચય, ૪ - શુદ્ધ આગમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org