________________
૨૦૫
૮ : ધર્મ અને ધર્માનુષ્ઠાનમાં મોટો ફરક છે - 31
છે ? પરિગ્રહ, હિંસા અને મમતા આ ત્રણ બંધનનાં સ્થાનો છે. તેમાંથી કર્મ પેદા
થાય છે.
ભગવાન કહે છે કે, જે આ બંધનને બંધન તરીકે ઓળખે, બંધનનાં સ્થાનોનો ત્યાગ કરે તે જ કર્મથી બચી શકે.
પરિગ્રહને રાખે તે બંધનથી ન છૂટી શકે, હિંસાને આચરે અને તેનાં કારણભૂત અસત્ય, ચોરી અને અબ્રહ્મનું સેવન કરે તે બંધનથી ન બચી શકે અને જે કોઈની પણ ઉપર મમતા રાખે તે પણ બંધનથી ન બચી શકે.
બંધન તોડે તે જ મહાવીર :
જ
-
ભગવાન કહે છે, પરિગ્રહ, હિંસા અને મમતા આ ત્રણેય બંધનનાં સ્થાનો છે. જે આ બંધનનાં સ્થાનોને જાણે તે જ આ બંધનને તોડી શકે અને જે આ બંધનને તોડી શકે, તે જ કર્મોથી છૂટી શકે.
757
–
શબ્દો બહુ સહેલા છે, પણ એનો અર્થ ગંભીર છે. તેનાં મર્મને સમજવો અને તે સમજાયા પછી તે મુજબ જીવન જીવવું બહુ અઘરું છે. જેનામાં સત્ત્વ હોય, જે સત્ત્વશાળી હોય, જે મહાવીર કક્ષાના હોય, તે જ બંધનને તોડી શકે અને તે જ બંધન વગરનું જીવન જીવી શકે. ‘આચારાંગ’ની ભાષામાં કહું તો,
‘મહાવીરા પરમતિ’
‘જે મહાવીર કક્ષાના સાધકો હોય, તે જ આ બંધનને ઓળખીને તેને તોડવાનું પરાક્રમ કરી શકે, તોડી શકે.'
આ બંધનોને ઓળખે - તેની અનર્થકારિતાને સમજે અને અનર્થકારિતા સમજ્યા પછી તેને તે જ તોડી શકે કે જે મહાવી૨ કક્ષાના હોય. નિસત્ત્વ લોકોનું એ કામ નથી.
Jain Education International
બંધન તોડવાની સાધના એ મહાવીરોની સાધના છે, નમાલા, નિઃસત્ત્વ લોકોનું એ કામ નથી. લાચાર માણસો એમાં ક્યારેય સફળ બની શકતા નથી.
જ્યારે પણ કોઈ આ બંધનોને તોડવાનો વિચાર કરે ત્યારે તેનાં સ્વજનો આંસુ પાડ્યા વગર રહેતાં નથી. સ્વજનોનાં આંસુ જોઈ જે પલડી જાય અને સંયમના માર્ગે જતાં જે અટકી જાય, તેવા લોકો નમાલા છે, મહાવીર નથી. મહાવીર તો તે છે કે જે બંધનને બંધન તરીકે ઓળખ્યા પછી વિચાર કરવા ઉભો ન રહે, છોડીને
For Private & Personal Use Only
www.jainelibrary.org