________________
૨૦૪
-
756
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – ૫ - ચતુષ્પદ અને ૬ - કુષ્ઠ, એમ મૂળ ૬ ભેદ બતાવી તેના પેટાભેદ ૬૪ બતાવ્યા છે. તે બધાનો સમાવેશ નવ ભેદોમાં થઈ જ જાય છે.
હિંસાની વાત કરતાં જ્ઞાની ભગવંતોએ ત્યાં સુધી કહ્યું છે કે, અસત્ય બોલવું, આચરવું તે પણ એક પ્રકારની હિંસા છે, ચોરી તે પણ એક પ્રકારની હિંસા છે અને અબ્રહ્મનું સેવન તે પણ એક પ્રકારની હિંસા જ છે. જેણે હિંસાથી બચવું છે, તેનાથી અસત્ય-ચોરી કે અબ્રહ્મના સેવનથી બચવું જ જોઈએ.
પરિગ્રહ સ્વયં રાખવો તે પણ બંધન છે. બીજા પાસે રખાવવો તે પણ બંધન છે અને કોઈ રાખતું હોય તો તેને અનુમોદન આપવું, તેને સારા માનવ તે પણ બંધન છે.
હિંસા સ્વયં કરવી તે પણ બંધન છે, બીજા પાસે કરાવવી તે પણ બંધન છે અને કોઈ કરતું હોય તેને અનુમતિ આપવી, સારાં માનવાં તે પણ બંધન છે.
તેમ અસત્ય સ્વયં બોલવું તે પણ બંધન છે, બીજા પાસે બોલાવવું તે પણ બંધન છે અને કોઈ બોલતું હોય તો તેને અનુમતિ આપવી, સારાં માનવાં તે પણ બંધન છે.
તેમ ચોરી સ્વયં કરવી તે પણ બંધન છે, બીજા પાસે કરાવવી તે પણ બંધન છે અને કોઈ કરતું હોય તેને સારાં માનવાં તે પણ બંધન છે.
તેમ અબ્રહ્મનું સેવન સ્વયં કરવું તે પણ બંધન છે, બીજાની પાસે કરાવવું તે પણ બંધન છે અને કોઈ કરતું હોય તેને સારા માનવાં તે પણ બંધન છે.
ત્રીજા નંબરમાં મમતા બંધન છે તે સ્નેહી-સ્વજનોની હોય તે પણ બંધન છે અને ભાઈ કે ભગિની, પુત્ર કે પુત્રીની હોય તો પણ બંધન છે. ટૂંકમાં, ભાઈ હોય કે ભાભી હોય, માતા હોય કે પિતા હોય, પુત્ર હોય કે પુત્રી હોય, પુત્રવધૂ હોય કે જમાઈ હોય, જેટલાં સ્વજનો હોય તે બધાં જ બંધનનાં સ્થાનો છે. એ જ રીતે જેટલી જડ વસ્તુઓ ઉપર મમતા જાગે છે, તે પણ બંધનનાં સ્થાનો છે. જેટલાં બંધનનાં સ્થાનો તે સ્વયં પણ બંધન કહેવાય અને તેની મમતા પણ બંધન કહેવાય.
સભા : કર્મ એ બંધન ખરું કે નહિ ? કર્મ તો બંધન છે જ, કેમ કે તે આત્માને બાંધે છે, પણ તે પેદા ક્યાંથી થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org