________________
૧૦૩ – ૪: હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો? - 27 – 655 ઉતારવાનું મન થયું. એમણે છરી મંગાવી અને પોતે જાતે જ ધીમે ધીમે તે ફળની છાલ ઉતારવાની ચાલુ કરી. જ્યારે એ ફળની સંપૂર્ણ છાલ ઉતરી ગઈ ત્યારે તેઓ અત્યંત ખુશ થયા અને ત્યાં બેઠેલા બધાને બતાવીને કહ્યું, “જોયું ? કેવી સરસ રીતે અખંડ છાલ ઉતારી છે.” પોતાની કળાની અનુમોદના કરી. તેમાં જે કર્મ બંધાયું, તે આ સમયે ઉદયમાં આવ્યું.
કેવી રીતે બાંધેલાં કર્મો, કેવી રીતે ઉદયમાં આવે છે, એનો તમે બરાબર વિચાર કરો ! મહાત્માની ભવિતવ્યતા ઉત્તમ હતી. કર્મ બાંધ્યાં બાદ એમણે એને નિકાચિત પણ કર્યું હતું. છતાં એનો અશુભ અનુબંધ બંધાયો ન હતો. તેથી કર્મના ઉદયકાળમાં પણ એક બાજુ ભયંકર મરણાંત કષ્ટ છતાં બીજી તરફ મોક્ષદાયક સમાધિ એ જાળવી શક્યા.
મહાત્માની કર્મે જે દશા કરી આજ સુધીમાં તમારી અને મારી પણ આ દશા અનંતીવાર થઈ છે. મહાત્માની તો ભવિતવ્યતા સારી હતી કે અશુભ અનુબંધ ન બંધાયો તો સમાધિ જળવાઈ. તમારી ને મારી ભવિતવ્યતા તેવી સારી જ હોય તે આપણે કોઈ જાણી શકતા નથી. જો તે સારી ન હોય ને અશુભ અનુબંધ બંધાઈ જાય તો આપણી હાલત શું થાય ? માટે જ જ્ઞાની કહે છે કે –
___ कडाणं कम्माणं नत्थि मोक्खो ।' ‘કરેલા કમોંના વિપાક ભોગવ્યા વિના છૂટકો નથી.” એ જ રીતે સક્ઝાયમાં પણ કહ્યું છે કે –
હસતાં તે બાંધ્યાં કર્મ, રોતાં ન છૂટે પ્રાણિયાજી.” સર્પોની હાલતનો તમે ક્યારેય વિચાર કર્યો છે? સાપની ચામડીમાંથી બનતી વસ્તુનો શોખ પૂરો કરવા જીવતા સાપને પકડી એમના માથામાં ખીલો મારીને ઝાડ સાથે જડી દેવાય છે. જેથી બાકીનું એનું શરીર લટકતું અને તરફડતું રહે છે. એ પછી અસહાય બનેલા એ સાપના માથાથી છેક પૂંછડી સુધીનો ઉભો ચીરો મૂકી આખી જ ચામડી ઉતરડી લેવામાં આવે છે. એ સમયનો સામનો ટળવળાટ જોનારને પણ કમકમાટી ઉપજાવે તેવો હોય છે. ચામડી નીકળતાં ખુલ્લા થઈ ગયેલા શરીરમાંથી લોહી વહેતું હોય છે, એ લોહીની ગંધથી જંગલી કીડીઓ ખેંચાઈ આવે છે, જે એના શરીરને આરપાર ચારણી જેવું વીંધી નાંખે છે. તેના પર હિંસક પક્ષીઓ ચાંચથી હુમલો કરી, ફોલી ફોલીને ખાય છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org