Book Title: Prit Kiye Dukh Hoye
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd
Catalog link: https://jainqq.org/explore/005924/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કૅટ કૅલિનવર્થ ma Bu& . ગોપાળદાસ પટેલ સંપાદકઃ ગોપ, N : i / ૬ . * પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ. સત્યાગ્રહ છાવણી, અમદાવાદ ૩૮૦ ૦૫૪ Page #2 -------------------------------------------------------------------------- ________________ “પ્રીત કિયે દુ:ખ હેય” સિર હટર સ્કેટ કત નવલકથા કેનિલવર્થ સંપાદક. ગેપાળદાસ જીવાભાઈ પટેલ પરિવાર પ્રકાશન સહકારી મંદિર હ. સત્યાગ્રહ છાવણી, અમદાવાદ-૩૮૦૦૫૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક પુર છો૦ ૫ટેલ મંત્રી, પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ. - અમદાવાદ – ૩૮૦૦૫૪ મુદ્રક - જિતેન્દ્ર ઠાકરભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય અમદાવાદ – ૩૮૦ ૦૧૪ પહેલી આવૃત્તિ પ્રત ૧,૦૦૦ વીસ રૂપિયા જાન્યુઆરી, ૧૯૮૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન સ્વ. મગનભાઈ દેસાઈના જીવનકાળના છેલ્લા ત્રણ-ચાર દસકાઓ દરમ્યાન ગુજરાતી ભાષાની નવલકથાઓનું પૂર આવ્યું હતું. ઉપર મધ્યમ વર્ગ, આઝાદી બાદની પંડિત નેહરની પંચવર્ષીય તેમ જ “વિકાસની બીજી જનાઓમાં ખાસ કેળિયે હાંસલ થતાં, એકદમ માલેતુજાર બનવા લાગ્યો હતો. તે લે એ પિતાની નરી ફુરસદના મનરંજન માટે રેડિયે, સિનેમા વગેરે સાધને અપનાવવા માંડયાં હતાં. તેમાં નવલકથાનું વાચન પણ એક હતું. તેમની ડિમાન્ડથી નવલક્થાઓને સપ્લાય પણ જોર પકડતે ગયે. પછી સિનેમાની ફિલ્મ બનાવનારાએની બાબતમાં બન્યું તેમ, પિતાના ધરાના બરની જ નવલકથાઓ પણ બનતી ગઈ - સાહિત્યિક કહેવાતા લકે, ભારતવર્ષના જૂના સંન્યાસીઓની પડે, નવલકથાઓના એ હીન મનાતા ક્ષેત્રથી દૂર ભાગી પોતાના વનપર્વતના કે કાવ્ય-નિબંધના પાળી હવાના આસમાનમાં જ વિહરતા રહ્યા. પરિણામે, સંન્યાસીઓની બાબતમાં સંસાર-વ્યવહારના ક્ષેત્રમાં બન્યું હતું તેમ, નવલકથાઓનું ક્ષેત્ર પણ ધારાધોરણ વિનાના લોકોના હાથમાં જઈ પડયું. શ્રી. મગનભાઈ દેસાઈએ સાહિત્યિોની નિંદા કે સણની પરવા કર્યા વગર, એક બાજુ, પિતાના હાથમાંના ‘નવજીવન’ માસિક અને “સત્યાગ્રહ' સાપ્તાહિકમાં સામે આવી તે બધી નવલકથાઓનાં અવેલેકને રજૂ કરવા માંડ્યાં; તથા બીજી બાજુ, “પરિવાર” સંસ્થા મારફત વિશ્વસાહિત્યમાં સ્થાન પામેલી સુપ્રસિદ્ધ લેખકેની નવલકથાઓના સચિત્ર-વિસ્તૃત-સંક્ષેપે બહાર પાડવા માંડયા. Page #5 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે તેમના જીવનકાળ દરમ્યાન જ વિક્ટર હ્યુગે, એલેકઝાન્ડર ડૂમા, ચાર્લ્સ ડિકન્સ, કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય વગેરે પિઢ લેખકોની કેટલીય નવલકથાઓના સચિત્ર-વિસ્તૃતસંક્ષેપે ગુજરાતને મળ્યા છે. એ સંક્ષેપ તૈયાર થતા હતા ત્યારે જ, સર વેસ્ટર સ્કેટની સુપ્રસિદ્ધ નવલકથાઓના ગુજરાતી સંક્ષેપે બહાર પાડવાની યોજના પણ વિચારાઈ હતી. તે પ્રમાણે પ્રેમવિજય' (આઈવનો), “હિંમતે મરદા (કવેન્ટિન ડરવાડ) અને “પ્રીત કિયે દુઃખ હેય” (કનિકવર્થ એ નવલકથાઓ તૈયાર પણ થઈ ગઈ હતી. પરંતુ, તે દરમ્યાન પરિવાર સંસ્થા આસમાની-સુલતાનીના ખપ્પરમાં અટવાઈ જતાં, તેમને પ્રકાશિત કરવાનું બની શકયું નહીં. પરંતુ હવે પરમાત્માની કૃપાથી તેમાંની કેટલીક નવલકથાઓ પ્રકાશિત કરવાનું શક્ય બન્યું હોવાથી, પ્રથમ, સ્કેટની નિલવર્થ' નવલકથાને આ સંક્ષિપ્ત અનુવાદ ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરીએ છીએ. તેમ કરતાં શ્રી. મગનભાઈ દેસાઈ પ્રત્યેનું એક કણ અદા કર્યાને પણ અમને સંતોષ થાય છે. તેમણે જ ગુજરાતી વાચકને વિશ્વસાહિત્યને રસાસ્વાદ સુલભ કરી આપવાની યોજના વિચારી કાઢી હતી. ગુજરાતી ભાષા પણ વિશ્વસાહિત્યના આ સંપર્કથી સમૃદ્ધ થાય છે, એમ અમારું માનવું છે. અસ્તુ. ૧-૧-૮૪ પુત્ર છોપટેલ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક સ્ત્રી-પુરુષને પ્રેમ એ એક એવું અનેખું બળ છે, જે તેમના બાહ્ય સ્કૂલ કેટલાની મર્યાદાઓ અને સીમાઓને ઓળંગાવી, જાણે અનંતના કિનારા ઉપર તેમને લાવી મૂકે છે. સામાન્ય શારીરિક કે ભૌતિક મર્યાદાઓ તેમની આડે આવી શકતી નથી. અરે, સૌને ડરાવી જનાર મોત પણ તેઓને એક ખિલૌનું – રમકડું જ લાગે છે ! પ્રેમનું ઘમસાણું તેમને પૂર આવેલી નદીમાં કાચા ઘડાને આધારે સામે પાર જવા ઝંપલાવરાવે છે; સાપને દોરડું માની તેને આધારે ઘરને ઉપરને ભાળ ચડાવે છે; અરે, નદીમાં તણાતા આવેલા મડદાને હેડી ગણી તેને આધારે તેઓ નદી પાર કરી જાય છે ! ફરહાદ, મજનૂન, બિલ્વમંગળ અને લોકવાર્તામાં અમર થઈ ગયેલી પ્રેમકથાનાં પાત્રો એવું શું શું અસાધારણ કરવા નથી તત્પર થયાં? એના દાખલાઓ ભલે વિરલ હશે, પરંતુ તેટલા પણ પ્રેમવૃત્તિ નાનકડા માનવશરીરની મર્યાદાઓ કેટલા મોટા પ્રમાણમાં ઓળંગાવી દે છે, તેને સચોટ ખ્યાલ આપ્યા વિના રહેતા નથી. માનવસમાજે પ્રેમવૃત્તિના ઘમસાણને કરુણાંત એ છે કરવા ખાતર “લગ્ન સંસ્થા ઊભી કરીને તથા સ્ત્રી-પુરુષ-સંબંધને ધર્મનું એક અંગ બનાવીને સમુચિત પગલાં ભરેલાં છે; તથા એ રીતે પ્રેમપ્રવાહને શાંત-ગંભીરપણે વહી જીવનનું ધારકપોષક બળ બનાવવા કોશિશ કરેલી છે. તેમ છતાં, દેશદેશને ઈતિહાસ પ્રેમવૃત્તિએ એ બધી મર્યાદાઓ ઓળંગાવીને મચાવેલા ઘમસાણને સાક્ષી છે; અને દરેક દેશનું લેકસાહિત્ય અને લેકકાવ્ય પ્રેમનાં શહીદની કથાઓથી ઊભરાતું જ રહે છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ આ નવલકથા સ્ત્રી-પુરુષ પ્રેમની જ કથા છે. બંને પક્ષે પ્રેમને બદલે કામવૃત્તિ જ પ્રાધાન્ય ભેગવે છે. તેથી જ એની ગુણવાન ટેસિલિયનને છેડીને લિસેસ્ટરના વૈભવ અને પ્રતાપથી અંજાઈ જઈ તેના તરફ ઢળી જાય છે. લિસેસ્ટર તે અનેક ફૂલે સંધનારે ભમરે. માત્ર છે. રાણું ઈલિઝાબેથ મળવાની હોય, તે એમીને કાંટે દૂર કરવાનું વાનૈને કહી દેવામાં તેને વાર નથી લાગતી. પરંતુ એમીની બાબતમાં ધર્મવૃત્તિ તેનું રક્ષણ કરનાર સમર્થ પરિબળ છે. તેથી તે ધર્મવિધિથી લગ્ન કર્યા વિના લિસેસ્ટરના હાથમાં જઈ પડવા તૈયાર થતી નથી. અને એ વસ્તુ જ તેનું રક્ષણ કરે છે. છેવટે તેને કરુણ અંત આવે છે, પરંતુ ત્યાર પહેલાં તેની ધર્મવૃત્તિને કારણે લિએસ્ટર જેવાને પણ હૃદયપલટે થાય છે અને તે પિતાનું એમી સાથેનું લગ્ન ઈલિઝાબેથ આગળ કબૂલ કરી આવે છે, તથા વાર્નને આપેલ હુકમ પાછો ખેંચી લેવા લેમ્બોર્નને પાછળ દોડાવે છે. પરંતુ આખી નવલકથાનું તથ્ય તે એટલું જ નીકળે છે જે . પેલી જાણીતી કડીમાં નિરૂપેલું છે – ને મેં ઐસા બનતી પ્રીત કિયે દુખ હેય, નગર દ્વારા પીટતી, પ્રીત ન કરિયા કાય! છે પરંતુ એવા અનેક ઢઢેરા પિટાય, તોપણ, પ્રીત કરતાં યુવાન હદય ઓછાં રોકાવાનાં છે? પ્રેમત્તિ જયારે વિરલ દાખલાઓમાં જોર પકડે છે, ત્યારે ભયંકર કરુણાન્ત સરજાય છે, તેની સાથે સાથે ભવ્ય મહાકથાઓ પણ! આ નવલકથા સ્ત્રી-પુરુષ પ્રેમના જાણીતા વસ્તુ ઉપર મંડાઈ છે, પણ તેનું મંડાણ તથા વિકાસ કસબી કલમથી સરસ રીતે થયાં છે. જુદાં જુદાં અનેક પાત્રો અને અનેક ઘટનાઓ ઉમેરીને કથાની Page #8 -------------------------------------------------------------------------- ________________ મને રંજક સજાવટ કરવામાં આવી હેઈ, પરિણામે વાર્તારસના ઊછળતા પ્રવાહમાં વાચક તણાયા કરે છે. - કમ્મરના વીશીવાળા ગેલિગની વીશીમાં તેના બટકેલ ભત્રીજા લેઓર્નના આગમનથી વાર્તાને તંતુ એવી કુશળતાથી ઉપાડવામાં આવ્યો છે કે, પછી ધડધડ ફેસિલિયન, લિસેસ્ટર વગેરે પાત્રોને રંગભૂમિ ઉપર પ્રવેશવાનું દ્વાર ખૂલી જાય છે. અને વાર્તા એક પછી એક રસ-વળાંક લેતી, મનને જકડી રાખતી, આગળ દોડવા લાગે છે. સામાન્યપણે વાર્તાલેખનની બાબતમાં આવી કુશળતા અને સફળતા દાખવનાર નવલકથાઓ ઓછી નજરે પડે છે. આ નવલકથામાં ઇલિઝાબેથ રાણીના વખતનો જમાને તાદશ થાય છે, એ એની એક વિશેષતા ગણાય. અમીર-ઉમરાવ સામેની બેફામ સત્તા તેડી, રાજાશાહી પિતાની સત્તા ઉપર લાવતી જાય છે. એ બધી વિગતો પણ ઓછી રસિક નથી. ટે ઈલિઝાબેથને ચીતરવામાં સમુચિત મર્યાદા દાખવી છે–દાક્ષિણ્ય દાખવ્યું છે. બીજા કોઈ લેખકના હાથમાં એ બધું ગંદું – ચીતરી ચડે તેવું – થઈ રહ્યું હોત. - સ્કોટ મુખ્યત્વે લેકકથાઓ અને દંતકથાઓને અઓ ચિત્રકાર છે. તેથી તેને હાથે પ્રેમશૌર્યની કથાઓ વિશેષ ચિત્રણ પામે છે. તેની આઈવન, કવેન્ટિન ડરવા જેવી નવલકથાઓ વાંચનારને એ વાતની સહેજે પ્રતીતિ થશે. આ નવલકથામાં લેખકે છેવટે બે જણને જ સુખી થતાં બતાવ્યાં છે: વેલેન્ડ અને જેનેટને.એ બે પાત્રે પોતપોતાની રીતે અને ખાં પાત્રો છે. વફાદારી એ તેમના જીવનનું મુખ્ય અંગ છે. વેલેન્ટ ટ્રેસિલિયનને વફાદારીથી વળગી રહે છે; અને જેનેટ એમીની વફાદાર પરિચારિકા ૧. “પ્રેમવિજય નામે તેને સચિત્ર અનુવાદ તૈયાર થઈ ગયું છે. ૨. હિંમતે મરદા' નામના તે નવલકથાનો સચિત્ર સંક્ષેપ પણ તૈયાર થઈ ગયા છે.. Page #9 -------------------------------------------------------------------------- ________________ છે તેથી જ વેલેન્ટ તેની મારફતે પિતાની જનાઓ પાર પાડી શકે છે. છેવટે એ બેને લગ્નબંધનથી જોડાતાં જણાવીને ઑટે યથોચિત વિવેકબુદ્ધિ અને ન્યાયબુદ્ધિ દર્શાવી છે. એવાં નાનાં પાત્રો પિતપોતાના નાના ક્ષેત્રમાં જે પ્રબળ ધર્મભાવના દાખવે છે, તે ભલે રંગભૂમિના રંગની ભભક ન ધારણ કરતી હોય, પરંતુ તેને શાંત સૌમ્ય પ્રકાશ ચાંદનીની પેઠે ચોતરફ શીતળતા અને શાંતિને વાહક બને છે. મહાન લેખકની કલમે જ આવાં અસાધારણ પાત્રો ઊતરી શકે છે, અને તેમને પરિચય – સોબત આપણને એમની નવલકથાઓ મારફતે મળે છે. ગુજરાતી ભાષામાં આવા મહાન લેખકને ઉતારવાને નમ્ર પ્રયાસ પરિવાર સંસ્થાએ આદરેલ છે; હજુ તે સિધુમાં બિંદુ જેટલું જ કામ થયેલું છે, પરંતુ એ દિશા તરફ સૂચક અંગુલિનિર્દેશ જેટલું પણું જે કાર્ય થયું છે, તે ગણનાપાત્ર તો છે. વાચકોની રસવૃત્તિ જેમ જેમ આવી નવલકથાઓ વાંચીને કેળવાતી જશે, તેમ તેમ તેઓ એવી સુરુચિપૂર્ણ નવલક્થાઓ માટે આગ્રહ રાખતા જશે, અને અંતે સુરુચિને ભંગ કરનાર ગંદા સાહિત્ય ઉપર આપે આપ મર્યાદા આવી જશે. - એવા એવા ખ્યાલથી ઉપાડવામાં આવેલી આ પ્રવૃત્તિ ગુજરાતી વાચકની જે કંઈ સેવા બજાવી શકી છે, તે જ એની કૃતાર્થતા છે. મા ગુર્જરીને જય! ૧-૧-૮૪ ગેપાળદાસ જીવાભાઈ પટેલ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અનુક્રમણિકા પ્રકાશકીય નિવેદન પ્રાસ્તાવિક - ગોપાળદાસ પટેલ કાશ-સ્થળ અને વ્યક્તિનાં નામને ૧. હેડ કયા! ૨. સેનું વરસવા લાગે છે! છે. સંતાનના સાગરીતો ૪. માછલીને તપતાટ, ૫. પ્રીતમ પધાય! ૬. પુત્રીને પિતા ' ૭. ભૂતની કઢી ૮. ઘોડાયેલા ૯. સે -કાર્ટ તરફ ૧૦. ફરી પાછું ઘોડા! ૧૧. રાણુની બક્ષિસ ૧૨. બે હરીફે ૧૩. ગુરુજીનાં દર્શન! ૧૪ નવો વેશ-નવી કામગીરી ૧૫ વીશીમાં ફરીથી ભેટ ૧૦. ફેરિયો ૧૭. ઉપક્ષો ૧૮. પાઈ દીધું ૧૯. મદદગાર , ૨૦. ભૂતનું બચ્ચું ૨૧. અવળચંડાઈ કાની? ૨૨. એળે નહિ જાય!. ૧૨૭ ૧૩૪ ૧૮ ૧૭ ૧૮૧ ૧૮૯ ૨૦૨ ૨૦૯ ૧૧૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ १० ૨૩, ભારે ગફલત ર૪. રાણીજીના પ્રવેશ ૫. પ્રમાણભૂત સર્ટિફિકેટા ૬. મનેરથનું મનેારાજ્ય ૨૦. ગાંડી પત્નીના પતિ ૨૮. સચ્ચાઈ અને વટના રાહુ અપનાવા ૨૯, કામાત ક્રોષઃ ૩૦. અબઘડી મુલાકાત આપે!! ૩૧, હરામખાર સાબદા થઈ જા ! ૩૨. છછૂંદરવેડાનું પરિણામ ૩૩, છેલ્લી મજલ ૩૪. અંતઃ સૌના કે વાતનાં ૧૮ ૨૭૪ ૨૪૦ ૨૪૬ ૫૩ ૧૬૭ ૨૦૩ ૯૦ ૧૨૯૯ ૩૦૬ ૩૧૫ Page #12 -------------------------------------------------------------------------- ________________ કાશન સ્થળ અને વ્યકિતનાં નામે . “અલરાડે: એક કાલ્પનિક સુવર્ણ-નગરી. અલાસ્કઃ જુઓ ડેમેટ્રિગસ ડોબૂબી. તેણે લિએસ્ટર આગળ જ્યોતિષી તરીકે ધારણ કરેલું બીજું નામ તથા રૂપ.. ઇલિઝાબેથ, રાણીઃ ઇગ્લેન્ડની રાણી (ઇસ. ૧૫૩૭-૧૯૦૩). રાજ્યકાળ ૧૫૫થી ૧૯૦૩. હેવી-માની પુત્રી. એને રાજ્યકાળ ઘણે ચશસ્વી નીવડયો હતો. શેકસપિયર, સ્પેન્સર, બેકન, વૉલ્ટર ઍલે વગેરે એના રાજ્યકાળમાં કામગીરી બજાવી ગયા. એડમડ ટ્રેસિલિયન ઍમી રાખ્યુટના પિતાએ જેની સાથે એમના વિવાહ નક્કી કર્યું હતું તે બહાદુર ખેલદિલ જુવાન. ઍન્થની સેરઃ જુઓ ટેની ફેસ્ટર. ઍમી કમ્મર-પ્લેસમાં છુપાવી રખાયેલી સુંદરી. જુઓ એમી રોબ્સટ. ઍમી રાયસર્ટ સર શું રાખ્યુટની ભાગેડુ પુત્રી. અલ ઓફ લિસેસ્ટર સાથે ગુપ્ત પણ ધર્મવિધિથી લગ્ન થયેલું હોય છે. એસફર્ડ, અર્લ એક ફેસ્ટરના હસ્તાક્ષર ઓળખી બતાવે છે. કમ્બ૨ ઓક્સફર્ડથી ત્રણ-ચાર માઈલને અંતરે આવેલું ગામ. કનર-લેસ કમ્મર ગામના દેવળવાડા નજીક આવેલું એક નાને મા અને જાગીર. ઍન્ડિગનના ઍબટ રોગચાળા વખતે ત્યાં આવીને રહેતા. વાતા શરૂઆતમાં તેના માલિક બદલાઈ ગયેલા હોય છે. કિલિય: અલ ઑફ લિએસ્ટરે રે ગુડે. કૅલ: લિસેસ્ટરને કેનિકવર્થ ગઢને નાયબ છીદાર. ગ્રીનવીચ: રાણી ઇલિઝાબેથ જ્યાં રહેતી હતી તે મુકામ. જઈલ્સ ગેલિગ: કમ્મર ગામની બ્લેકબૅર વીશીન માલિક. જેનેટ: ફેસ્ટરની પુત્રી; જે એમી ફેબ્લેટની હબરિયણ તરીકે સેવા બજાવતી હોય છે. જૉન ડલ્લી: જુએ ડ લી જોન. Page #13 -------------------------------------------------------------------------- ________________ १२ ટાઈડલીઃ અલે ઑફ લિસેસ્ટરની નેકરીમાં રહેલો ગુંડે. ઢની ફેસ્ટર: “આગ-ભારથી' ઉપનામથી પ્રસિદ્ધ કર ગામને એક ગુંડે. સિલિયન, એડમંડ: કન્ઝર ગામની વીશીને એક મુસાફર. જુઓ એડમંડ ફેસિલિયન. સીઃ અર્લ ઓફ સસેકસને માણસ. બ્લાઉન્ટને સાથી. હલી: જુઓ રબર્ટ ડડલી. ડલી: જુઓ લિસેસ્ટર, અલ એફ. હલી, જન: એડવર્ડ – ૬ને રાજ્યકાળ દરમ્યાન અર્લ અને ડથ કલિસેસ્ટરના - પિતા. મોતની સજા પામ્યા હતા. ડાર્નલેઃ સ્કેટલેન્ડની રાણી મેરી ટુઅર્ટને ભૂખ પતિ. ડિકીઃ હોલીડે માસ્તરને શિષ્ય. ફેરિડન ગામની એક ડેસીને દીકરા વેલેન્ડ મિથને સાગરીત. ડેબીઃ જુઓ ડેબૂબી, કેમેટ્રિયાસ ડેબી, ડેમેટ્રિયસઃ દાક્તરીવિદ્યા, કીમિયાવિયા, ઝેર-વિદ્યા ૪૦ જણનાર ગણાતે એક ભેદી માણસ. ફેકસઃ ફેસ્ટરને ત્યાં કમ્બર–પ્લેસમાં બેમાંની એક બુટ્ટી ને કરડી. ચૂક એક નૉરક સ્કેટલેન્ડની રાણું મેરી સાથે લગ્ન કરવાની તેની યોજના હતી. ૧૫૭માં તેને પકડી તેને શિરચ્છેદ કરવામાં આવ્યા હતા. મસ ઑકિલઃ અલ ઑફ સસસ. થામસ હાવર્ડઃ જુઓ ડયૂક ઑફ નોરફેક. ને ક, ડયૂક ઓફ ઃ જુઓ વ્યક ઑફ નોરફેક. લિબર્ટી ગિબેટઃ જુઓ ડિકી. “ભૂતને ભેરુ એ અર્થ થાય. ડિકીનું ઉપ નામ. ફેસ્ટર : જુઓ ટોની ફેસ્ટર. બલે : વિલિયમ સેસિલ, ઇલિઝાબેથને લૉડ ટ્રેઝરર, રાણીને પીઢ અને વફાદાર સલાહકાર. બાઉયર ઃ ગ્રીનવીચના રાજમહેલને વડે દ્વારરક્ષક. બુશે : સર હું રોલ્સટેનો માનીતો કૂતરે. બેજર વિલ : જુઓ વિલ બેજર. બ્લાઉદઃ અર્લ ઓફ સસેકસને વફાદાર મળતિયો. જરા જડબુદ્ધિ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ બ્લેક-એર કન્ઝર ગામની જાણીતી વીશી. મલિનઃ ડાકણને પુત્ર અને મેલી વિદ્યાની સાધક ગણાતી એક વ્યક્તિ. માઈ કલ મુશ્લેઝન, માસ્ટર: જુઓ મુંબ્લેઝન. માઈ કેલ લૅબોર્નઃ વીશીવાળા જાઇસ ગેસ્વિંગને ભાણેજ. માર્બમઃ અલે એક સસેક્સને માણસ. માસ્ટર્સઃ રાણી ઈલિઝાબેથના ખાસ હકીમ. મુંબ્લેઝનઃ સર હું રેબ્સટના કુળના ઇતિહાસની કહાણુઓ જાણનારા અપરિણુત સગા. તેમને ત્યાં જ રહેતા હતા. ગ્લન: દવાઓ વેચનારે એક યહુદી. ૨ટલેન્ડ, કાઉન્સેસ ઓફ: અલાસ્કાના હસ્તાક્ષર ઓળખી આપે છે. રિકાર્ડસઃ જુઓ ડિકી. રિચાઈ વાનેઃ અલે ફિલિસેસ્ટરને ખાંધિય. એક ઘસાઈ ગયેલા ઉમરાવ તે કુટુંબને નબી. લિસેસ્ટરની અંગત મસલતમાં સલાહકાર. ૨ કિલ, અર્લ એક સસેકસઃ જુઓ સસેકસ. : ડેનશાચરના એક ખાનદાનને નબીરે. અલ ઓફ સસેક્સની સેવામાં છે. રાણી ઈલિઝાબેથને કાદવ ઉપર પોતાને ગમે પાથરી કેરા પગે જવાને માર્ગ કરી આપે છે. બર્ટ ડડલીઃ અલ ઓફ લિસેસ્ટનું નામ. રેબિન રાઈડરઃ અલ ઓફ લિસેસ્ટરને એક નેકર. રોપ્સર્ટ, સર હ્યઃ એક ખાલી થઈ ગયેલો ઉમરાવ. એમીને બાપ. સર્ટ, સર રેંજ૨: સર હું રેબ્સટેના પિતા, ઇલિઝાબેથ રાણીના દાદા હેત્રી સાથે મળી આાકના યુદ્ધમાં કામગીરી બજાવનાર. - લિટ-હોલઃ ડેનશાયરની સરહદ ઉપર આવેલું સર હું રાખ્યુટનું ગઢ ભવન. લિડકટ ગામની પાસે. હિસ્ટરઃ જુઓ લિસેસ્ટર, અલ એફ. લિએસ્ટર, અર્ક ઓફ ઈલિઝાબેથ રાણીને એક માનીતા ઉમરાવ. લિએસ્ટર, લેર્ડ: જુઓ રિસેસ્ટર, અલ એફ. હી, સર (ત્રી : રાણીના સંરક્ષકોને અફસર. લેઓને જુએ માઈકે લેમ્બને. ઑરેન્સ ગેહલોડ કન્ઝર ગામને એક કાપડિ. લોરેન્સ સ્ટેપલસ : મેરવિન ટાવરની જેલને દાગે. વાને: જુઓ રિચાર્ડ વાને. Page #15 -------------------------------------------------------------------------- ________________ વિલ બેજરઃ સર હ્ય રાખ્સને વફાદાર હબરિય તથા શિકાર-કારભારી. વિલિયમ બેજરઃ જુઓ વિલ બેજર. વૂડસ્ટોકઃ એ ગામની નજીક આવેલો શાહી પાક; જ્યાં ઈગ્લેન્ડનાં રાજા-રાણી અવારનવાર આવીને ઊતરતાં. વેલૅન્ડ મિથઃ નાળ જડવાનું કામ કરતો કહેવાતે એક ભેદી લુહાર. ડેબૂબા દાક્તરનો નોકર. જુઓ બેબી, ડેમેટ્રિયસ. દર, માસ્ટરઃ જુઓ રૅલે. વોહિંસઘામ, સર ફ્રન્સિસ ઇલિઝાબેથને સેક્રેટરી. રાજકાજમાં રાણીને પીઢ અને વફાદાર અમાત્ય. હાઇટ-હોર્સ ખીણ જૂના જમાનામાં રાજા આક્રેડે જ્યાં ડેન લોકોને હરાવ્યા હતા તે બર્કશાયરમાં આવેલું સળ. ઝબરી, લોર્ડઃ ઇગ્લેન્ડને અર્લ માર્શલ. સસેકસ, રૅકિલફ અલ ઑફ સસેકસ. ઇલિઝાબેથ રાણીનાં પ્રેમ-કપ હાંસલ કરવામાં લિસેસ્ટરના હરીફ સેયઝ-કેટે તેમનું મથક. સસલી : જઇલ્સ ગાર્લિંગની પુત્રી. સેઇન્ટ નિકેલસને મેને એક ગુપ્ત ઝેર, જે ખાનારે પછી ધીમે ધીમે મરી ન જાય. થોડા પ્રમાણમાં આપવામાં આવે તે શિથિલતા ઊભી કરે.. સેઝ-કેર્ટઃ અર્થ ઓફ સસેકસનું ડેપ્ટફર્ડ નજીક આવેલું વડું મથક. સ્ટીવન્સ અલ ઓફ સસેક્સને વફાદાર માણસ. સ્ટેનલીઃ અલ ઓફ સસેક્સનો માણસ. હદિડન, અર્લ ઓફ લિએસ્ટરને બનેવી. અલાસ્કાના હસ્તાક્ષર ઓળખી ન આપે છે. હલ્સડનઃ ઇલિઝાબેથની મા એન બોલીનની બહેન મેરી બેલીનને પુત્ર. ઇલિઝાબેથ કરતાં આઠ કે નવ વર્ષ માટે હેવાથી રાણું તેને મોટાભાઈ કહેતી. હક્સડન, લોર્ડઃ ઇલિઝાબેથના દરબારને ઉમરાવ. જુઓ હન્સડન. હિન્ની લી, સરઃ જુઓ લી, સર હેત્રી. હૅર ઍન્ડ ટેંબર: કમ્મર ગામની બીજી એક વીશી. હોલીડે, માસ્તરઃ બિહાઈટ-હોર્સ ખીણ પાસેના ગામડામાં લેટિન ભણેલે એક પંડિત મારતર. ઉત્સવ દરમ્યાન નાટક-મંડળીઓ યોજવાનું કામ પણ કરતે. હેડથ ફેરટરને ધર્મગુરુ. એક તપસ્વી પથને આચાર્ય. Page #16 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્ર [પાઈ વખતે ઊડી ગયેલાં કાને, માત્રા, રેફ, અનુસ્વાર હસ્વ ઉ વગેરે બધી નકલમાં ન જ ઊડયાં હોય એમ માની અહીં શુદ્ધિપત્રમાં સામેલ કર્યો નથી.) પાન લીટી અશુદ્ધ ૩૩ કોઇ૮ ઢંકાઈ માર “માસ્ટર કરવામાં કરવામાં થશે થશે. ગંભીર ગંભીર સહુ બહુ ફેસ્ટ ફેસ્ટરે વ ૧૧૬ ૧૩૫ ૧૪૮ ૧૮૭ ૨૩૦ ૨૩૪ ૨૩૫ વારાફરતી ધમતા છાજલી પગથિયું મધુરતાથી જીવનભરનું ખેલાડીઓને ભરમાર, કરીને સરસામનથી સૈથી વદાય કમરામ તકાર પડાવી લીધો વેલે વારાફરતી ધૂમતા છાજલી પગથિયું મધુરતાની જીવનભરનું ખેલાડીઓને ભરમાર કરીને સરસામાનથી સૌથી વિદાય કમરામાં 'ય ૨૩૯ ૨૫૩ ૭૪ ૨૮૦ ઘોડો પડાવી લીધો ટલેન્ડને લેઓએ સસ ૩૧૪ ૩૧૬ ૩૧૯ ૩૨૧ ૩ર૭ રટલેન્ડને લેઓને બસ (રદ કરો) સવાલજવાબ ઉત્સવ સવાલ જમ્મુ ઉત્સવ Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હે ચ” [સર ઊંટર ટ કૃત નવલક્થા કેનિલવથ”] Page #19 --------------------------------------------------------------------------  Page #20 -------------------------------------------------------------------------- ________________ હોડ બક્યા ! રાણી ઇલિઝાબેથને ગાદીએ બેઠાં ૧૮મું વર્ષ (ઈ.સ. ૧૫૭૫) ચાલતું હતું, ત્યારે આપણી વાર્તાની શરૂઆત થાય છે. ઑકસફર્ડથી ત્રણ-ચાર માઈલને અંતરે આવેલા કમ્મર ગામની બ્લેકબૅર' વીશી બહુ જાણીતી છે. ઓકસફર્ડ સુધીના વિદ્વાન ભેજાં તે વીશીમાં ગળાતા દારૂથી જ પોતાના મગજ પરિષ્કત કરતાં. વીશીનો માલિક છે જાઇલ્સ ગોરિંગ. ગોળમટોળ શરીર, ઢમઢોલ પેટ, સુંદર જુવાન પુત્રી – એક સારા વીશીવાળામાં હોવાં જોઈતાં બધાં લક્ષણ તેનામાં છે. તે જમાનામાં જ્યારે બધી મુસાફરી ગાડી-ઘોડા વડે જ થતી, ત્યારે રાજમાર્ગ ઉપર આવેલી વીશીઓ વેપારી વટેમાર્ગ-રાજદૂત એ બધા ઉપરાંત ગામના લોકોનું પણ ગપસપ અને મનોરંજનનું મિલનસ્થાન બની રહેતી. રાતે ગામના કેટલાય લોકો ત્યાં ખાવા, પીવા કે બેસવા આવે અને ત્યાં જ ગામના કે બહારના સમાચારો ભેગા થાય અને ચર્ચાય. તેમાંય વીશીવાળો કુશળ અને મળતાવડો માણસ હોય, તે તેની વીશી અચૂક એવું મથક બની જ રહે. અને જાઇલ્સ ગોલ્ડિંગ એવો માણસ હતો. કન્ઝર ગામના લોકો પણ પોતાના વીશીવાળા જાઈસ ગોસ્લિગ વતીનું એક પ્રકારનું ગૌરવ અનુભવતા. એ વીશીના આંગણામાં એક ઘોડેસવાર મુસાફર સાંજને વખતે આવી પહોંચ્યો. તેને ઘોડો વીશીના નેકરે સંભાળી લીધે; અને મુસાફરને વીશીવાળાએ પોતે આવકારભર્યા શબ્દોથી નીચી છતવાળા એક વિશાળ ઓરડામાં લીધો. ત્યાં કેટલાય જણ જુદી જુદી મંડળીમાં બેઠેલા હતા – કેટલાક પીતા હતા, કેટલાક પત્તાં રમતા હતાકેટલાક વાતચીત કરતા હતા, ત્યારે કેટલાક મુસાફરો જેમને સવારે Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હૈય” વહેલું ઊઠવાનું હતું, તેઓ રાતનું ભોજન પરવારી નેકરને પોતાનું રાતે સૂવાનું સ્થાન પૂછવા લાગ્યા હતા. ન આવેલો વટેમાર્ગુ મજબૂત બાંધાને તથા કદરૂપો ન કહેવાય તેવા ચહેરામહોરાવાળો હતો; છતાં તેની ચેષ્ટા, તેને અવાજ અને તેનું કુલ વ્યક્તિત્વ એવાં ન હતાં જેથી માણસ ઉપર તેની સારી છાપ પડે, અથવા કોઈ તેના પ્રત્યે આકર્ષાય. એક શબ્દમાં કહી દઈએ તો તે એક દાંડ જેવો જ દેખાતે હતો; તેની સાથે વાત કરતાં તેની “હા” માં “હા” ભરવીય મુશ્કેલ, તથા તે જે કહે તેને વિરોધ કરવો તે એથીય વધારે મુશ્કેલ. તેના કમરપટા આગળ એક મોટી તરવાર તથા બે પિસ્તોલો લટકતી હતી. વીશીવાળાએ કદરદાનની ભાષામાં તેને કહ્યું, “તમે મહેરબાન પૂરેપૂરા હથિયારબંધ થઈને મુસાફરી કરતા લાગો છો! “હા, હા, એ હથિયારો સાથે તો હું કેવા કેવા કપરા સંજોગોમાં થઈને કેવાં કેવાં સ્થળોએ પસાર થયો છું! અને હું મારા તે મિત્રોનો ઉપયોગ ન રહે, એટલે તેમને અળગા કરું એવો તમારા આજકાલના રાજેશરીઓ જેવો નથી.” “તમે તમારા આ મિત્રો સાથે બહુ દૂર દૂર સુધી ફરી આવ્યા હશો?” - “બહુ જ દૂર દૂર સુધી વળી! સૂર્ય જ્યાં ઊગે છે ત્યાં જ તેને આથમતે હું જોઈ આવ્યો છું, એટલે કે પશ્ચિમ દિશા પૂર્વ બની જાય, એટલે દૂર હું પહોંચ્યો છે. આજકાલ તે, જે બહાર ફરે તે ચરે, એવો ઘાટ છે. સહેજ પાણી જેનામાં હોય તે બહાર જઈને શી શી કામગીરી બજાવી આવે, અને શું શું ભેગું કરી લાવે, તેની કલ્પના જ અહીં બેસી રહેનારને ન આવે. તમારા આ ગામમાંથી – તમારા પોતાનાં સગાંવહાલાંમાંથી કે પરિચિતોમાંથી કોઈ પરદેશ ગયું છે ખરું, જેની ખબર જાણવા કે પૂછવા તમે ઉત્સુક હો?” “મારાં સગાંવહાલાંની વાત પૂછો, તો રાણી મેરીના છેલ્લા વર્ષમાં એક જણો પરદેશ ભાગી ગયો છે ખરો; પણ તે તો પાછો આવે તેના કરતાં ત્યાં જ ખોવાયેલો રહે એમ હું ઈચ્છું !” તમને તમારા એ ભાગેડુ સગા વિષે છેવટના કંઈ ખરાબ સમાચાર ન મળ્યા હોય, તો પછી દોસ્ત, તમારે એમ ન બોલવું જોઈએ. પહેલાં Page #22 -------------------------------------------------------------------------- ________________ ૫ હોડ બક્યા ! જંગલી વછેરા જેવા લાગતા કેટલાય પછીથી ઉમદા પાણીદાર ઘોડા નીવડ્યા હોય છે. તમારા એ સગાનું નામ શું છે, તે જરા કહેશો?” “માઇકેલ લૅમ્બો; મારી બહેનને જ દીકરો થાય. પણ એનું નામ તેમજ સગાઈ ભૂલેલાં જ સારાં.” માઈકેલ હૉમ્બૉર્ન! પેલો વેબ્લોના* ઘેરા વખતે બહાદુરી બતાવનાર અને જેને ગ્રેવ મૉરિએ લશ્કરને મોખરે ધન્યવાદ આપ્યા હતા તે તે નહિ? લોકો કહેતા તે હતા કે તે એક અંગ્રેજ સૈનિક હતો – જોકે બહુ ઊંચા ખાનદાન ન હતું.” “તો એ મારો ભાણે નહિ જ હોય; મારા ભાણામાં તો ગધ્ધામસ્તી કરવા સિવાય લડાઈમાં લડવા જવાની મરઘડી જેટલીય છાતી ન હતી.” પણ લશ્કરમાં જોડાયા પછી ઘણા જણ બહાદુર બની જાય છે.” “એ હશે; પણ મારો ભાણો જો લડાઈમાં ઊતરે, તો તેની તે પહેલાં હોય તેટલીય હિંમત ઓસરી જાય !” હું જે માઈકેલ લેમ્બૉર્નને ઓળખું છું, તે હંમેશ સારાં સારાં કપડાં પહેરતો, અને તેની આંખ ખાસી બાજપક્ષી જેવી હતી, જે હંમેશા સુંદર છોકરીઓની પાછળ ઘૂમતી રહેતી.” “મારો ભાણે જે સારાં કપડાંમાં જોવા મળ્યો હોય, તો તેણે તે કપડાં કોઈ દુકાનમાંથી ઉપાડી આણેલાં હોવાં જોઈએ; અને તેની બાજપક્ષી જેવી આંખ મારી વીશીમાં આમતેમ વીખરાયેલા ચમચાઓ ઉપાડી જવા પાછળ જ ઘૂમતી રહેતી, એ હું બરાબર જાણું છું.” “પણ હું જો તમને ખબર આપું કે, માઈક લેમ્બૉર્ન મૅસ્ટ્રીશ નજીકના કિલ્લા ઉપરના હલ્લા વખતે પલટનને મોખરે ગોળીથી ઘાયલ થઈને માર્યો ગયો છે, તો તો તમને ખેદ જરૂર થાય, નહિ વારુ?” “ખેદ થાય? અરે, તે છેવટે ફાંસીએ લટકીને ન ગયો એ જાણીને આનંદ જ થાય. પણ એની વાત પડતી મૂકો – એનું મૃત્યુ પણ એનાં સગાંવહાલાંને જોબ આપે એવું હોય, એમ હું માનતો જ નથી.” જ હલૅન્ડ– બેજિયમવાળા પ્રાંતો સ્પેન સામે સતત બળવો કર્યા કરતા. તેમના પક્ષમાં લડવા ઘણું અંગ્રેજ વલંટિયર જતા. વેલે મૂઝ નદી ઉપર આવેલું છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય” જાઓ, જાઓ, મહેરબાન; હું જેને ઓળખું છું એ માઈકેલ લૅમ્બોર્ન જ જો તમારો ભાણો હોય, તો તે તમારે એને કારણે ઘણું ઘણું અભિમાન લેવા જેવું જ હશે. પણ તમારા ભાણાના શરીર ઉપરનું કોઈ લાખું કે ચાઠું તમે એવું બતાવી શકશે, જેથી હું તમને ખાતરીથી કહી શકું કે હું જેની વાત કરું છું તે તમારો ભાણો જ છે કે નહિ?” “મને એનું બીજાં કોઈ ચાઠું તે યાદ નથી આવતું; પણ એને હૉઋડીચનાં ઉમરાવ બાનુને ત્યાંથી ચાંદીનો પ્યાલો ચોરવા બદલ ડાબે ખભે ફાંસીના માંચડાની આકૃતિનો ડામ દેવામાં આવ્યો હતો ખરો.” જાઓ જાઓ મામા, ખાલી ગપ્પાં ન મારો; જુઓ મારો ખભો, ત્યાં કશુંય ડામનું કે બીજું ચાઠું છે?” એમ કહી તેણે તરત જ ડાબો ખભે, ખુલ્લો કરી બતાવ્યો. વાહ બેટા, માઈક! ખરેખર તું જ છે? આ અર્ધા કલાકથી હું તને ઓળખી ગયો હતો; કારણકે, તારી બાબતમાં રસ લઈને આવી પૂછપરછ બીજા કોઈ કરે, એમ માની શકાય જ નહિ. પણ જો તારે ખભે ડામનું ચાઠું ન હોય, તો એમ માનવું જોઈએ કે, પેલા ફાંસીગરે તારા ઉપર દયા લાવી તે વખતે ટાઢું લોઢે જ તને ચાંપી દીધું હશે.” ' “જવા દો મામા, તમારી મજાકોને! પણ હવે અઢાર અઢાર વર્ષ બહાર ફરી આવેલા તમારા ભાણાનો તમે કેવો સત્કાર કરવા માગો છો, એ તો જોઉં !” “વાહ, આટલી મુસાફરી કરીને હું એક વસ્તુ તારી સાથે લઈ આવ્યો લાગે છે – પણ તે વસ્તુ માટે તારે પરદેશ રખડવા જવાની જરૂર ન હતી, એ તે તને જન્મસિદ્ધ જ હતી – જેના ઉપર જરાય વિશ્વાસ ન મૂકી શકાય એવું જ બોલ્યા કરવાની ટેવ!” મામા, તમારે માનવું હોય તે માનો કે ન માનવું હોય તે ન માનો – પણ મારી પાસે હવે એક વસ્તુ એવી છે, જેને સૌએ માનવી જ પડે – જુઓ સેનૈયા ભરેલી આ થેલી! અને હવે પૈસા લઈનેય ખાવા-પીવાનું આપવું છે કે નહિ?” “ભાણાભાઈ, તમારી થેલી તમારાં કપડાંમાં પાછી ખોસી દો! મારી બહેનને દીકરો જેટલા દિવસ મારે ત્યાં ખાશેપીશે કે રહેશે, તેટલા દિવસ તેને એક પૈસેય ચૂકવવો નહિ પડે. પણ અહીં જ્યાં તમારી આટલી બધી Page #24 -------------------------------------------------------------------------- ________________ હોડ બક્યા! નામના ફેલાઈ રહેલી છે, તેવા સ્થળે તમે વધારે લાંબુ શેકાવાને વિચાર, નહિ જ કરો, એમ હું માનું છું.” એ બાબતમાં તો મામા, મારે મારી આવશ્યકતા અને સગવડને જ પૂછવાનું હોય – તમને નહિ. દરમ્યાન, અહીં અત્યારે હાજર એવા જેઓ મારું એળખાણ સ્વીકારવામાં કે કાઢવામાં કશી હીણપત ન માનતા હોય, તે સૌને શુભેચ્છામાં મારા તરફથી ખાન-પાનની મિજબાની આપવા માગું છું. જો તમને મારે પૈસે એ મિજબાની આપવામાં વાંધો હોય, તો કહી દે, હું પાસેની “હેર ઍન્ડ ટેબર’ વીશીમાં ચાલ્યો જાઉં; અહીં બેઠેલા સૌ સગૃહસ્થોને પણ મારી સાથે બે મિનિટ જેટલે દૂર આવેલા તે સ્થળે આવવામાં વાંધો નહિ જ હોય.” ના, ના, ભાણાભાઈ, અઢાર અઢાર વર્ષ તમારા માથા ઉપર થઈને પસાર થયાં હશે, અને તમારું માથું કંઈકે બદલાયું નહિ હોય, એમ હું કહેતો નથી. એટલે તમારે આ સમયે અહીંથી બીજે કયાંય ચાલ્યા જવાની જરૂર નથી. તમે કહો છો તે બધું તમને અને અહીં હાજર રહેલા સૌને અહીં જ મળશે. પરંતુ ભાણાભાઈ, જે સોનૈયાની થેલી તમે આટલા અભિમાનપૂર્વક બહાર કાઢી બતાવી, તેની અંદરનું સેનું તમે એટલી જ અભિમાન લેવા જેવી રીતે મેળવ્યું હશે, એવી હું આશા રાખું છું.” - “મામા, તમને તે તમારા ભાણા વિષે કશીય સારી કલ્પના કરવાની જ બાધા હોય એમ લાગે છે. કૂડીબંધ વર્ષો પહેલાંના મારા અવગુણો જ તમને તે મરતા સુધી દેખાયા કરવાના. આ સોનું તે, સગૃહસ્થો, જયાં ઝાડ ઉપર જ ઊગે છે અને પાકા ફળની પેઠે ચૂંટી લેવાની જ તસ્દી લીધે મળી જાય છે, એવા મુલકમાંથી હું લઈ આવ્યો છું. અરે એ નવી દુનિયામાં આવેલી સુવર્ણનગરી “અલોરાડોમાં છોકરાંઓ હીરાને લખોટે રમે છે, ગામડેથી ગોરીઓ ચચૂકાને બદલે માણેક પરોવીને ગળામાં પહેરે છે, જ્યાં છાપરા ઉપર નળિયાં સોનાનાં હોય છે અને રસ્તા ઉપરની ફરસબંધીમાં ચાંદીનાં ગચિયાં જડેલાં હોય છે.” તે જમાનામાં દક્ષિણ અમેરિકામાં ઑરિનૌકો નદી ઉપર અઢળક સુવર્ણ ભરેલી અદભુત નગરી આવેલી છે એમ સૌ કોઈ માનતું; અને એની શોધમાં સંખ્યાબંધ ગેરા સાહસિકે જતા, Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય” - વીશીમાં બિલ્ડનને લૉરન્સ ગોલ્ડબ્રેડ કરીને કાપડિયો બેઠો હતો. તે બોલી ઊઠયા, “વાહ ભાઈ, તો તે ત્યાં કાપડને વેપાર કરવાની ખરી મજા આવે. ત્યાં આપણે સફેદ લૉન અને કાળી સાઈપ્રસ લઈને જઈએ, તો તે નર્યા સોનૈયા જ ઊસરડી લાવીએ, ખરુને?” અરે ગુણો ભરીને સોનું લઈને અવાય, દોસ્ત! અને તેમાંય તારા જેવો જુવાન ગોરો ફટાક માણસ ત્યાંની લાલ તપેલા રંગની સ્ત્રીઓને કાપડ વેચવા જાતે જાય, તો તો તેઓ તને શું શું ખટવે તે જ કહેવાય નહિ.” “વાહ, તો પછી બંદા ત્યાં જ વેપાર કરવા જવાના !” “બસ, તે ઘરબાર વગેરે ફાલતુ જે કંઈ હોય તે વેચીસાટીને કરો ઊભું રોકડ, અને એક વહાણ ખરીદી તેમાં સારું સારું કાપડ ભરી દો. તે વહાણ માટે યોગ્ય વિશ્વાસુ ખલાસીઓ લાવી આપવા અને તેમને આખી મુસાફરી દરમ્યાન સંભાળવા એ મારું કામ! આમેય યાદ હોય, તે નાનપણમાં પાદરી બુવાની વાડીમાં આપણે બે જ ભાગીદારીમાં ધાડો પાડવા જતા!” | “વાહ ભાણાભાઈ, એને બિચારાને એને પાઉંડ ગાળીને પેન્સ બનાવવાનો કીમિયો બહુ સારો બતાવ્યો!” જાઇલ્સ ગોસ્લિગ બોલી ઊઠયો; “પણ ભાઈ ગોલ્ડડ, મારા જેવા મૂરખની સલાહ માનીને, દરિયો ખેડવા ન જત! એના પેટાળમાં તો આખાં નગરનું ધન કયાં સમાઈ જાય તેની ખબર ન પડે! અને આ મારો ભાણો જે સુવર્ણ નગરીની વાત કરે છે, તે તે તેણે કોઈ માણસના ખીસા સિવાય બીજે કયાંય જોઈ હોય એમ હું પોતે માનતો નથી. પણ જવા દો એ બધી વાતે – આ ખાવાપીવાનું આવ્યું, અને જે કોઈ મારા આ ભાગ્યવંત ભાણાભાઈના સુધરીને પાછા આવવાના માનમાં એ સ્વીકારશે, તેને હું ખરા દિલથી આભારી થઈશ.” આ બધા વખત દરમ્યાન મુસાફર જેવો લાગતો એક અજાણ્યો સદ્ગૃહસ્થ એક જ એક બાજુ બેસી રહ્યો હતે. બે દિવસથી તે આ વીશીમાં આવ્યો હતો, અને દરેક વસ્તુના સા અગાઉથી ભાવતાલ પૂછયા વિના ચૂકવી દે હોવાથી તથા બીજી કશી પંચાત ન કરતા હોવાથી વીશીવાળો તેના ઉપર બહુ ખુશ હતાએટલે તે હવે પોતાના હાથની ચાંદીની શિરોહી લઈને મોટેથી બબડતો બબડતો એની તરફ વળ્યો, “વાહ, આવા રત્ન જેવા ઘરાકને અત્યાર સુધી એકલા મૂકી હું મૂરખ, કઈ બીજી વાતોએ વળી ગયો ?” Page #26 -------------------------------------------------------------------------- ________________ હોડ બક્યા ! વીશીવાળાની પાછળ પાછળ સૌની નજર પેલા મુસાફર તરફ ગઈ. એ પચીસ અને ત્રીસ વર્ષની વચ્ચેની ઉંમરનો માણસ હતો; કદે મધ્યમ કરતાં થોડો ઊંચો કહી શકાય તેવો. તેને પોશાક સાદો પણ સુઘડ હત; છતાં તેના દેખાવમાં સ્વાભાવિક જ એવું ગૌરવ પ્રતીત થતું હતું કે, કોઈને પણ લાગ્યા વિના ન રહે કે, તેણે પોતાના મોભા કરતાં ઊતરતી જાતનાં કપડાં પહેર્યા છે. તેને ચહેરો અતડો તથા ગંભીર લાગતો હતો; એની કાળી આંખ જયારે કંઈક તાત્કાલિક કારણ હોય ત્યારે વીજળીની પેઠે ચમકી ઊઠતી; નહિ તો પાછી તેના બીજા દેખાવ અનુસાર વિચારશીલ અને શાંત બની જતી. તેનું નામ અને હોદ્દો જાણવા માટે ગામના લોકોએ બહુ ઉત્સુકતા દાખવી હતી, તથા કમ્મર આવવાનું તેનું પ્રયોજન જાણવા પણ. પરંતુ એ બાબતમાં કોઈની જિજ્ઞાસા જરાય સંતોષાઈ ન હતી. જાઇલ્સે તેની પાસે જઈને પોતાના ભાણાના આગમનના અને તેના સુધરી જવાના માનમાં પોતે આપેલી ખાન-પાનની મિજબાનીમાં તેને બધાંની સાથે ભળી ભાગ લેવા વિનંતી કરી. પહેલાં તો તેણે ડોકું હલાવી ના પાડી, પણ પછી સૌને આનંદ બગાડ એ ઠીક નહીં એમ માની, તે સૌની સાથે આવીને બેસવા તૈયાર થયો. તો હું મારા માનવંત મહેમાનનું શું નામ દઈને તેમની સમક્ષ રજૂઆત કરું?” જાઇસે તરત પૂછયું. “ટ્રેસિલિયન.” “તો કહેવત છે તે પ્રમાણે “પોલ,” “ટ્રે” અને “પેન’ એ શબ્દો વાળું નામ કૉર્નવલ તરફનું હોય; એટલે કૉવૉલના મિત્ર ટ્રેસિલિયન એમ કહુને, મારા સાહેબ?” મેં કહ્યું એટલું જ કહેશો, તો સત્યની વધુ નજીક રહેશો.” માઇક લેમ્બૉને હવે પોતાના જૂના ગોઠિયાઓની નામ દઈ દઈ ખબર પૂછવા માંડી. અને મંડળીમાંથી જેને તે તે વ્યાક્ત વિષે વિશેષ માહિતી હોય, તેણે એને ઘટતા જવાબ આપવા માંડ્યાં. “એટલે કે વાલિમ્ફર્ડને સ્વૉશિંગવિલ ગયો એમ ને?” Page #27 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હોય' “હા, ડોનિગ્ટન કેસલના વનપાલે તેને હરણાની પેઠે બાણથી વીંધી નાખ્યો.” “તેને બીજાને વન-વગડામાં ઘાલમેલ કરવાની બહુ ટેવ હતી; તે દોસ્ત તેની યાદમાં એક પ્યાલો ભરો.” એની યાદ યથાયોગ્ય ઊજવાઈ રહી, એટલે માઈકે પૈવર્ગના પ્રાન્સ વિષે પૂછ્યું. દશ વર્ષ થયાં, ફાંસીને માંચડે લટક્ય!” જવાબ મળ્યો. “ઓહો, એને ચાંદનીમાં વિચરવાનું બહુ ગમતું, એટલે છેવટે ધરતીથી અધ્ધર લટકીને જ ગયો, કેમ? તો એની અને એને વહાલી ચાંદનીની યાદમાં એક પ્યાલો, દોસ્તો. અને હૉલ હેમ્પસીડની શી ખબર છે?” એને રાજકીય ધમાલો બહુ ગમતી, એટલે બે-ત્રણ વર્ષ પહેલાં ડચૂક ઓફ નૉરફોકના કાવતરામાં ભાગ લેવા બદલ તેની પાછળ વૉરંટ નીકળ્યું અને ત્યારથી જ તે લાપતા છે.” “તો આ બધાની જે વલે થઈ તે જાણ્યા પછી ટૉની ફેસ્ટર વિષે પૂછવું તે નકામું છે. કારણકે, એ તો વળી સૌને ટપે એવો હતો – એ ભાગ્યે સહીસલામત રહ્યો હોય.” કો ટૉની ફેસ્ટર?” “પેલો આગ-ભારથી કહેવાતે હતો તે! પેલા લૅટિમર અને રીલીને જીવતા સળગાવવા જતા જલ્લાદની મશાલ બુઝાઈ ગઈ અને કોઈ બીજાં તેને તેની મશાલ ફરીથી સળગાવી આપવા તૈયાર ન થયું, ત્યારે જે આગ લઈ આવ્યો હતે તે?” હા, હા, એ ટૉની ફેસ્ટર તો ભલો ચંગો છે.” જાઇશે જવાબ આપ્યો; “પણ ભાણાભાઈ, તમે એને જો મોઢામોઢ આગ-ભારથી કહેવા જશે, તે તરવાર જ કાઢીને ઊભો રહેશે!” કેમ? હવે તેને એ વાતની શરમ આવે છે? તે વખતે તે એ એવી બડાશ મારતે કે બળદને ભૂંજાતો જોવાનું ગમે તેટલું જ તેને અધમને ભૂંજાતો જોવાનું ગમે છે!” ૧. ઇંગ્લેન્ડને બિશપ અને શહીદ, કૅથલિક સંપ્રદાયની મેરી-૧ રાણી બની ત્યારે પોતાને પેટેસ્ટંટ પંથ બદલવાની ના પાડતાં નિકોલસ રીડલી સાથે તેને જીવતો સળગાવી મૂકવામાં આવ્યો હતો. (૧૪૮૫-૧૫૫૫) Page #28 -------------------------------------------------------------------------- ________________ હોડ બક્યા! “ભાણાભાઈ, એ તો રાણી મેરીના વખતની વાત થઈ; તે વખતે તેને બાપ ઍબિગ્સનના બટની જાગીરને કારભારી હતા. પણ ત્યાર પછી તો તે એક શુદ્ધ પ્રોટેસ્ટંટી બૈરીને પરણ્યો છે અને પોતે જાતેય કટ્ટર પ્રોટેસ્ટંટી બની ગયો છે.” અને હવે તો એટલો અતડો બની ગયો છે, કે પોતાના જૂના સાથીઓને ઓળખવા પણ માગતા નથી.” ગોલ્ડગ્રેડે ઉમેર્યું. “તે તે તે માલદાર પણ બન્યો હોવો જોઈએ;” લૅમ્બૉને કહ્યું; “કારણકે તો જ બીજાના પૈસા ઉપર દાનત રાખનારાઓથી પોતે દૂર રહેવા છે! ” “માલદાર? અરે, દેવળવાડાની નજીક જૂનું ભવન હતું – કમ્નરપ્લેસ, યાદ છેને?” હા, હા, મેં ત્રણ વખત એની વાડીમાં ખાતર પાડેલું; તેનું શું છે?— જૂના ઍબટ જ્યારે ઍબિલ્ડનમાં પ્લેગ કે રોગચાળો ચાલતો હોય, ત્યારે ત્યાં આવીને રહેતા, એમ મને બરાબર યાદ છે.” બસ, ત્યારે એ બધી જાગીર કોઈ રાજદરબારીએ ખરીદી લીધી છે, અને ઍન્થની ફોસ્ટરનો એ ભવનમાં એ દરબારી પાસેથી મેળવેલી ગણોતપટ્ટાની રૂએ કંઈક હક છે. તેથી તે પોતે મોટો જાગીરદાર બની ગયો હોય તેમ ગામના બીજા સાથે ભળતું પણ નથી.”મામાએ કહ્યું. “ના, ના,” ગોલ્ડબ્રેડ બોલી ઊઠયો; “માત્ર પૈસાના ઘમંડનું કારણ નથી; અંદરખાને કોઈ સ્ત્રીનું પણ કારણ છે, જેને તે સૂર્યનો પ્રકાશ પણ ન પડે તે રીતે સાચવી રહ્યો છે.” તરત જ ટ્રેસિલિયન ઉત્સુકતાથી વચ્ચે જ પૂછી બેઠો, “કેમ, કેમ? તમે હમણાં તે કહ્યું કે, તે એક પ્રોટેસ્ટંટ બાઈને પરણ્યો છે; પછી પાછી બીજી સ્ત્રીની વાત ક્યાંથી આવી?” “હા, હા, તે પરણ્યો હતો, અને તે બાઈ તેને નાકે નાથ ઘાલીને જ હાંકતી હતી; પણ તે તે હવે ગુજરી ગઈ છે, અને પાછળ સંભારણામાં ૧. મઠાધ્યક્ષ. ૨. ખ્રિસ્તી ધર્મમાં પોપની હકૂમત માનતા રોમન કેથોલિક; અને તેનો વિરોઘ કરનાર પ્રોટેસ્ટંટ. ૩. મૅશન – હાઉસ. ૪. ટેની એ એન્થનીનું ટૂંકું રૂપ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હોય એક છોકરી મૂકતી ગઈ છે. એટલે આ નવી સ્ત્રી બાબત ગામમાં ચકચાર ચાલે છે તે મુજબ તે તેની સાથે તે પરણવાને હોય એમ લાગે છે.” પણ વિધુર બનેલો ફરી પરણે તેમાં ચકચાર ચાલવા જેવું શું છે?” ટ્રેસિલિયને જ પૂછ્યું. “એ તો હું જાણતો નથી,” જાઈન્સે કહ્યું: “પણ એવું સંભળાય છે કે એ સ્ત્રી તો કોઈ રાજરાણી જેવી કે અપ્સરા જેવી સુંદર છે. તે કયાંથી આવી છે તે કોઈ જાણતું નથી, તથા તેને કેમ આમ સંતાડી રાખવામાં આવે છે એ પણ. લોકોમાં તેથી જ ચકચાર ચાલ્યા કરે છે. મેં તો એને જોઈ નથી, પણ તમે તો ગોલ્ડડ, એ બાઈને જોઈ છે, ખરું ને?” “હા, હા, મેં જોઈ છે જ વળી. એક વખત હું ઍબિલ્ડનથી આવત હતો ત્યારે જાણી જોઈને એ ભવનની પૂરવ-બારી આગળ થઈને જ નીકળ્યો. એ જાહેર રસ્તો ન હતે – એના પાર્કમાં થઈને નીકળ્યો એમ જ ગણાય; પણ જૂનું ઓળખાણ હતું, ને બપોરના તડકા વખતે ધૂળ અને તાપથી બચવા ભાઈબંધનાં ઝાડની છાયામાં થઈને નીકળવાનો વાંધો નહીં – ઉપરાંત, મારાં કપડાં પણ નવાં જ હતાં, એટલે એ ધૂળથી મેલાં ન થાય એ કારણ પણ ખરું જ –” - “ભલાદમી, એ નવાં કપડાંથી કોઈ સુંદરીની આંખ આંજી નાખવા જ તું ત્યાં ગયો હતો એમ જ સાચું કહી દે ને!” માઈકેલ હૉમ્બૉર્ન બોલી ઊઠયો. ગોલ્ડબ્રેડે હસીને જવાબ આપ્યો, “પણ એ સુંદરીને ટોની ફેસ્ટરનું જ તવા જેવું મોં આખે વખત જોયા કરવું પડતું હોય, તેના કરતાં તેને થોડો રંગબેરંગ જોવા મળે, એવો દયાભાવ પણ ખરો જ ને !” પણ ટ્રેસિલિયને જરા અકળાઈને કહ્યું, “ભાઈ, તમારી વાત ચાલવા દેને! હાં, તો પછી શું થયું?” હાં સાહેબ, તો પછી હું જેવો એ રંગીન કાચ-તખતીઓનાં ચિત્રોવાળી બારી નીચે થઈને નીકળ્યો, તેવું જ ઝરૂખાનું બારણું ઊઘડયું અને અંદરથી એક નવ-જુવાન સુંદરી નીકળી.” ' “તેના ચહેરામહોરાનું વર્ણન જરા વિગતે કરશો, મહેરબાન?” ટ્રેસિલિયને કહ્યું. છેમેનશન હાઉસની આસપાસની વિશાળ જમીન. Page #30 -------------------------------------------------------------------------- ________________ હોડ ખચા ! ૧૩ 66 પહેર્યાં "" વાહ, તમા સાહેબને મારી વાતમાં રસ પડે છે, એ જાણી મને બહુ આનંદ થાય છે. એ સ્ત્રીએ બહુ મજાનાં, છેક નવા કટનાં કપડાં હતાં; એવું કાપડ સામાન્ય રીતે આપણા તરફ જોવા પણ ન મળે – જુઓ, મા’ળા બકાલ! ભાઈસાહેબ પૂછે છે એના માઢાના દેખાવ, ત્યારે એ વર્ણવે છે કાપડની જાત!” 66 66 સાહેબ, એના ચહેરા આડે સેાનાજડિત હાથીદાંતના હાથાવાળા પંખા હતા, અને તેના વાળ ઉપર લીલા રેશમની જાળી હતી — જેમાં ભેગા જરીના તાર પણ હતા. હું એના મેમાં સામું બરાબર જોઈને ગૂડ-ડે કહેવા જાઉં, એટલામાં તે ટૉની ફાસ્ટર હાથમાં માટી ડાંગ લઈને મારી સામે ધસી આવ્યા. ,, 66 66 અને તારા માથાનું કચુંબર કરી નાખ્યું, એમ ને?” જાઈલ્સે પૂછ્યું. ના, એવી મારફાડ તે। ન થઈ, પણ તેણે મને ડાંગ ઘુમાવીને પૂછ્યું ખરું કે, સીધા ધારી રસ્તા મૂકીને પાર્કમાં શા માટે પેઠા? અને પેલી નાજુક સુંદરી જો જોતી ન હાત, તો મેં પણ ડાંગના જવાબ ડાંગથી વાળ્યો જ હોત; પણ એવી નાજુક સુંદરીના દેખતાં લેાહી રેડાય, એ સારું નહિ, એટલે હું રોકાઈ ગયા. 66 "" જવા દે પાચકાભાઈ, એ વાત ! કયા શૂરમા વળી એક સુંદરીને રાક્ષસ ખવ્વીસ કે જાદુગરના હાથમાંથી બચાવવા જતાં લેાહી રેડાતું જોઈને એ સુંદરી બી જશે, એવા વિચાર કરે, વારુ? ખરે જ, બકાલ તે હાથમાં આવેલી એક સારી તક ગુમાવી. માઇકેલ ૉમ્બાર્ન બાલી ઊઠયો. "" 66 “ તા બહાદુરભાઈ, એ ભવન, એ તમારી જ હિંમત હજુ નાસી નથી ગયાં. બતાવેા, તા ખરા !” ખલ્વીસ, અને એ સુંદરી બધાં ચાલતી હોય તે તમે ત્યાં જઈ “ અરે, સામસામું દારૂનું એક પવાલું પાવાની જ શરત, બાલ! પણ થેાભ, થાભ, મારી પાસે અત્યારે સારું કાપડ નથી; એટલે એવી શરત માર કે મારા પાંચ એ લ-સાનૈયા*ની સામે તારો એક હૉલૅન્ડ-તાકે ! મારે કાલે ટૉની ફૉસ્ટરને હાથે જ એ સુંદરીની મુલાકાત લેવી !” 66 “કબૂલ, મંજૂર !” ગાલ્ડથ્રેડે કહ્યું; “ અને તું મેાટો ખવીસ પોતે જ કેમ ન હાય, પણ તારા પાંચ સાનૈયા મારા ખીસામાં આવી ગયા જ જાણ! * ટફૂડર રાજ્યકાળમાં એની કિંમત ૧૦ શિલિંગ હતી. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રીત કિયે દુખ હોય' પણ આપણા આ મિજમાન વીશી-માલિક પાસે આપણા બંનેની હોડની રકમ પહેલી મૂકી દો – અલબત્ત, હું મારા તાકાના બદલામાં અત્યારે રોકડ રકમ મુકીશ; પછી કાલે મારે એ તાકો લાવી આપો !” ના ભાઈ, આપણે એવી હોડમાં વચ્ચે ઊભા રહેવાના નથી; ભાણાભાઈ, તમે તમારે આ તમારા ભાગનું આરામથી પી લો, એટલે બસ. માસ્ટર ફેસ્ટર ઓકસફર્ડના રાજગઢમાં તમને લોઢાનાં બીયાં પહેરાવી દેવરાવશે, એની મને ખાતરી છે.” મામાએ સંભળાવી દીધું. તે તે તો માઈકના હાથને એ બલીયા સાથેની જૂની સગાઈ યાદ દેવરાવવા જેવું જ થશે. પણ હું તેને હવે હેડમાંથી પાછો ખસવા દેવાને નથી – સિવાય કે, તેની તેટલી રકમ ડૂલ થાય!” ગોલ્ડબ્રેડ બોલી ઊઠ્યો. ડૂલ શા માટે થાય? હું ત્યાં જઈને એની અપ્સરાને મળી આવવા તૈયાર છું, પછી કંઈ?” માઈકે કહ્યું. પણ જુએ ભાઈ, આપણે વચલો રસ્તે કાઢીએ –” ટ્રેસિલિયન બોલી ઊઠયો; “મને તમે ત્યાં જવાના તમારા સાહસમાં જોડે જોડાવા દો, તો તમારી હોડની રકમમાં હું અર્ધાઅઈને હિસ્સેદાર બનવા તૈયાર છું.” તમને તેનાથી શો ફાયદો, સાહેબ?” લૅમ્બૉર્ને પૂછયું, “ફાયદો કશો નહિ; માત્ર તમે કેવી અદાથી અને બહાદુરીથી ત્યાં વર્તો છો, એ મને નજરે જોવાનું મળશે. હું મુસાફર છું અને જૂના વખતના નાઈટની પેઠે આવાં કારનામાં જોવાનો, જાણવાનો અને અનુભવવાને મને શોખ છે.” અરે, તમારે એ ટૉની-ટ્રાઉટરને છતપતાટ નજરે જોવો હોય, તે મારે કશો વાંધો નથી. તો બસ, હવે દરેક જણ મારી હોડની જીતની શુભેચ્છામાં એક એક પ્યાલો પીવા માંડો !” બ્લૉને કહ્યું. ના, ભાઈ, હું વળી તારી જીત થાય અને હું હારું એવી શુભેચ્છા શાને બતાવું?” ગોલ્ડડ બોલી ઊઠયો. મા”ળા બકાલ! તું ના પાડે છે? ઊભે રહે હું તને શૂરમાની ખેલદિલી શીખવાડું છું!” – એમ કહી લૅમ્બૉર્ન દારૂની મસ્તીમાં તરવાર ખેંચવા જતો હતો, પણ પાઈલ્સ તથા બીજાઓએ થઈને તેને તેના કમરામાં ધકેલી મૂકયો, અને પથારીમાં સુવાડી દીધો. ૧. જેલમાં. ૨. માઈકલનું ટૂંકું રૂપ. ૩. મીઠા પાણીની નાનકડી માછલી. Page #32 -------------------------------------------------------------------------- ________________ સેનું વરસવા લાગે છે! જે દિવસે સવારમાં, ભલા જાઇશે, પોતાના ભાણા સાથે પેલી જગાએ જવામાં ડહાપણ નથી, એમ ટ્રેસિલિયનને આડકતરી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો, પણ ટ્રેસિલિયને પોતે એ હેડમાં અર્ધા ભાગની જવાબદારી લીધા પછી તેમાંથી ખસી જવું એ તો હીણપત કહેવાય, એમ જણાવી, સાવચેતી ખાતર પૂછતો હોય તેમ ટૉની ફેસ્ટર અને તેને ત્યાંની પેલી સ્ત્રીના રહસ્ય બાબત વધુ માહિતી પૂછી. જાઇન્સે કહ્યું, “સાચું કહું તો ગઈ કાલે રાતે જે કંઈ આપણે બંનેએ સાંભળ્યું, તેમાં હું કશો વધુ ઉમેરો કરી શકું તેમ નથી. પહેલાં રાણી મૅરીના વખતમાં ફેસ્ટર પિપ-પંથી હતા, અને હવે રાણી ઇલિઝાબેથના વખતમાં તે પ્રોટેસ્ટંટ બની ગયો છે. પહેલાં તે બિલ્ડનના એબટન નોકર હતો, હવે તે એમના કમ્નર-પ્લેસ ભવનનો માલિક હોય તેમ રહે છે. વધુમાં, તે પહેલાં ગરીબ હતો, હવે તવંગર છે. લોકો કહે છે કે, એના એ મૅશન-હાઉસમાં કેટલાક ખાનગી ઓરડા એવા સજાવેલા છે કે, જેવા રાણીજીના પણ નહીં હોય. કેટલાક તો એમ માને છે કે તેને એ ભવનની વાડીમાંથી છૂપો ખજાને મળી આવ્યો છે, તે કેટલાક એમ માને છે કે, સેતાનને સાધીને તેણે અઢળક ધન મેળવ્યું છે. એ ખરું ખોટું ગમે તે હોય, પણ તે અત્યારે ભારે તવંગર છે, એ વાત નક્કી. – શી રીતે તવંગર થયો છે તો તેને પ્રભુ જાણે કે તેનો સેતાન જાણે. અલબત્ત, છેવટના તે બહુ અતડો બની ગયો છે, અને ગામના કોઈ સાથે હળત-ભળતો નથી; – જાણે તેને એ જગાનું કોઈ રહસ્ય ગુપ્ત રાખવું હોય, અથવા તો પોતાને સૌ કરતાં જુદી માટીનો બનેલો માનવા લાગ્યો હોય. મારા ભાણાને તેની સાથે પહેલાં ઓળખાણ હતી ખરી; પણ અત્યારે તે પોતાનું ઓળખાણ એની સામું ધરવા જશે, તો તકરાર Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હોય' થઈ બેસવાની એ નક્કી છે. માટે મહેરબાન, તમે એની સાથે ન જાઓ તે સારું, એમ હજુ પણ હું માનું છું.” ટ્રેસિલિયને ખાતરી આપી કે, પોતે બહુ સાવચેતીથી વર્તશે, અને પોતાની સહીસલામતી બાબત ભલા જાઇશે કશી ચિંતા કરવાની જરૂર નથી. ટ્રેસિલિયન નાસ્તો પરવારીને તૈયાર થયો, તેટલામાં જ બહાર કોઈને મળવા ગયેલો માઈકેલ લેમ્બોર્ન પાછો આવી પહોંચ્યો. તેણે નવાં કપડાં પહેરીને થોડી ટાપટીપ કરી હતી, પણ ટ્રેસિલિયને એવાં ચાલુ કપડાં પહેર્યા હતાં કે જેથી તે વીશીવાળાને કોઈ નોકર જ લાગે. ભલા જાઇસે એ પ્રમાણે પોતાને અભિપ્રાય બંનેના સાંભળતાં જ કહી બતાવ્યો. પણ લૅમ્બોને તરત જ કહ્યું, “મામા, તમે ગામડાગામની બહાર નીકળ્યા નથી એટલે એવું ભલે કહો; બાકી શહેરમાં તે હું ગમે તેટલો ઠઠારો કરું કે ગમે તેટલા પૈસા વાપરું, તોપણ વીશીવાળાય પામી જઈને મને ટેબલ આગળ છેડે જ બેસાડે છે! સાચી ખાનદાની એ માળી કોઈ એવી ગુઢ વસ્તુ છે, જે હજારો પ્રયત્ન કરીએ, તોપણ શીખી શિખાય નહિ. કે ઓઢી ઓઢાય નહિ. વેઈટરો અને નોકરી આગળ હું ગમે તેટલો રુઆબ દાખવું, પણ કશી વસ્તુ મંગાવી હોય, ત્યારે તેઓ એમ જ કહે છે કે લાવું છું, યાર.” તો તમે તમારા જૂના મિત્રને મળવા જવાના તમારા નિશ્ચયમાં હજુ કાયમ છે, એમ ને?” ટ્રેસિલિયને પૂછયું. હા, મહેરબાન; જ્યારે હોડ બક્યા હોઈએ, ત્યારે પોચકું નાખીને ખસી ન જ જવાય, એ તે દુનિયાભરનો કાયદો છે. પણ હું ભૂલતો ન હોઉં – જેકે કાલે રાતે વધારે પડતું પિવાઈ ગયું હોવાથી કશું ચોક્કસ યાદ છે એમ ન કહી શકાય – તો તમેય મારી હોડમાં ભાગ પુરાવ્યો છેને?” “હા, હા, તમે જો સાથે આવવા દો, તે હું તમારી સાથે જ આવવા માગું છું. મેં આપણા ભલા વીશી-માલિકના હાથમાં આપણી હોડનાં નાણાંની અર્ધી રકમ કયારની અનામત મૂકી દીધી છે.” ટ્રેસિલિયને જવાબ આપ્યો. હા, હા, રોકડા ગણી આપ્યા છે, ભાણાભાઈ,” જાઈશે ટાપશી પૂરી; “પણ મારી સલાહ છે કે, ત્યાં કંઈ તકરાર જેવું થાય તે ઝટ તરવાર ખેંચવાને બદલે મને તરત બોલાવવા મોકલજો; ટૉની ગમે તેટલો Page #34 -------------------------------------------------------------------------- ________________ સેનું વરસવા લાગે છે! અક્કડ બની ગયો હશે, પણ મારી બે આંખની શરમ હજુય ભરશે, એમ મને લાગે છે.” કન્ઝર ગામ પોતે તો ટેકરી ઉપર સારી જગાએ આવેલું છે. તેની પાસેના ઝાડીભર્યા મોટા પાર્ક વચ્ચે જેમાં ટૉની ફોસ્ટર રહેતો હતો તે પ્રાચીન મૅન્શન આવેલ હતો. પાર્કમાં મોટાં મોટાં ઝાડ હતાં – ખાસ કરીને પ્રાચીન વિરાટ કવૃક્ષો. તેમની લાંબી ડાળીઓ એ ભવનની આસપાસની ઊંચી દીવાલોની ટોચ સુધી લંબાતી હતી. એ પાર્કની આસપાસ પણ જંગી દીવાલ હતી અને તેમાં પેસવાના જૂના દરવાજા ઉપર જંગી ખીલાનાં માથાં જડેલાં હતાં. ૉમ્બૉર્ને એ દરવાજો જોઈને તરત જ કહી દીધું કે, “પેલો બેટો બકાલ ઘૂસી ગયેલો એટલે ટૉનીએ જે બહારનો આ દરવાજો અંદરથી બંધ રાખ્યો હશે, તો માઠી વલે થશે!” પણ એણે સહેજ ધકેલ્યો એટલે દરવાજો જૂનાં મિજાગરાં ઉપર સહેજ ઊઘડ્યો. અંદર મોટાં મોટાં વિશાળ ઝાડ ઉપરાંત જે કંઈ ઝાડવાં હશે, તે સંભાળ ન રખાયાથી ઝાડી જેવાં જ બની ગયાં હતાં. માત્ર બંને બાજુ વૃક્ષોની કિનારવાળો જે ઍવન્યૂ-રસ્તો હતો, તે જવાય-અવાય એવો રહેલો હતો જોકે, જુદી જુદી બાજુએ જવાના જે આડરસ્તા વચ્ચે આવતા, તેમનાં મેં તો લાકડાંના ઢગલાથી કે ઝાંખરાંથી બંધ જ થઈ ગયેલાં કે કરી દીધેલાં હતાં. સૂર્ય માથે આવેલ હતો છતાં આ જંગલમાં એવું અંધારું હતું કે લેમ્બોર્ન જ બોલી ઊઠયો, “મા”ળું જાણે વરુના મોંમાં પેઠા હોઈએ એવું લાગે છે. પણ એ બેટાએ જાણી જાઈને, કોઈ મુલાકાતી ન આવે તે માટે જ, બધું આમ ઘનઘોર થવા દીધું છે. કારણ, હું ઓળખતો હતો તે ઍન્થની ફેસ્ટર હોય, તે કયારનું આ બધું લાકડું તેણે કપાવીને વેચી ખાધું હોત, અને તે પોતે એ પૈસા લઈને લંડન મજા કરવા ઊપડી ગયો હોત.” “તો શું, એ એવો ઉડાઉ હતો?” “હાતે, અમારા બધા જેવો જ! પણ માળે એકલપેટો જબરો; બીજા કેઈના પેટમાં એના પૈસાનું ટીપુંય જાય તો એના પેટમાં ગયેલું પણ બળી જાય. અત્યારે પણ કેવી બોડ બનાવીને મહીં પેસી ગયો છે, જુઓને !” પિ૦- ૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ “પ્રીત કિયે દુખ હોય' “તો પછી માસ્ટર લૅમ્બૉર્ન, તમારા ને એના સ્વભાવમાં પહેલેથી જ આટલો ફરક છે, તે તમે એને ઓળખાણ ફરી તાજી કરવા કેમ માગો છો, વારુ?” પણ સામું હું જ પૂછું છું કે, તમે જ અહીં મારી સાથે આવવા કેમ તૈયાર થયા છો, એ કહેશો?” એ તો કાલે હોડમાં અર્ધા ભાગના હિસ્સેદાર બનવાનું મેં કહ્યું ત્યારે જ જણાવી દીધું છે – માત્ર કુતૂહલને કારણે.” વાહ, તમે ચાલાક શહેરીએ અમને કેવા બબૂચક ધારી લો છો! હું બરાબર જાણું છું તો! પણ હું જો તમારા પ્રશ્નના જવાબમાં એટલું જ કહ્યું કે, માત્ર કુતૂહલ ખાતર જ હું મારા જૂના સાથી એન્થની ફોસ્ટરને મળવા જાઉં છું, તો તમે એ સાચું માનો ખરા?” પણ કેવળ કુતૂહલને કારણે હું તમારી સાથે આમ ફરવા આવ્યો હોઉં, એમાં તમને શંકા લાવવા જેવું શું લાગે છે?” “જવા દો એ વાત, મહેરબાન ! હું કંઈ એમ ભોળવાઈ જાઉં તે નથી. મેં ઘણી નદીનું પાણી પીધું છે! તમારો દેખાવ જ કહી આપે છે કે, તમે કોઈ ઊંચા ખાનદાનના સહસ્થ છો; છતાં તમે મારા જેવા રખડેલ-ભટકેલ માણસને, - મારા મામાએ મારું જાહેર ઓળખાણ આપ્યા બાદ – કોઈ અજાણી જગાએ કોઈ અજાણ્યાને ત્યાં જવામાં સાથીદાર બનાવો, અને એ બધું કેવળ કુતૂહલ ખાતર, એ વાતમાં શો માલ છે?” પણ તમને મારા કહ્યા ઉપર વિશ્વાસ ન બેસતો હોય, તો તમારા કહ્યા ઉપર મારો વિશ્વાસ બેસે એવું પણ તમે શું કર્યું છે, વારુ?” પણ મારો ટૉની ફેસ્ટરને મળવા જવાને હેતુ તો ઉઘાડો છે. જુઓ, મારી આ કોથળીમાં સોનૈયા છે તે ચાલશે ત્યાં સુધી હું એમને વટાવીને મોજ કર્યા કરીશ. પછી તે ખૂટી જશે, ત્યારે મારે પાછી તેને ફરીથી ભરવી પણ પડશે જ. હવે આગ-ભારથીની આ અપ્સરા જો લોકો કહે છે તેવી ખરેખર નમૂનેદાર હશે, તો તે મારા સોનૈયાના રૂપૈયા કરવામાં મને પૂરી મદદગાર નીવડશે; અને પછી એન્થની જો લોકો કહે છે તેવો ખરેખર માલદાર હશે, તો મારા રૂપૈયાને પાછા સોનૈયા કરવામાં હું તેને પૂરો ઉપયોગ કરીશ. આમ મારી તો કરવતની પેઠે બેય રીતે વહેરતા જવાની જ દાનત છે !” Page #36 -------------------------------------------------------------------------- ________________ સેનું વરસવા લાગે છે! ૧૯ “વાહ, દાનત તે પૂરેપૂરી સાફ છે; પરંતુ તે પાર પડે એવી કશી આશા જણાતી નથી.” “આજે નહિ તો કાલે તો પાર પડશે જ; અને હુંય ચારે તરફથી જાળ ચોક્કસ કર્યા પહેલાં તેને ફાંદવા જાઉં એવો ગમાર નથી. ગઈ કાલ રાત કરતાં આજે સવારે હું એને અંગે વિશેષ માહિતગાર બન્યો છું. અને હું મારું એ અધૂરું જ્ઞાન એવી રીતે વાપરવાનો છું કે જેથી તે એને પૂરું જ માની લે! અને ખરી વાત તો એ છે કે, કામિની કે કાંચન કે બંનેય વાનાં મળવાની મને સહેજે આશા ન હોત, તો આ જંગલમાં મેં એક ડગલું પણ ન ભર્યું હોત; કારણકે, આપણી આ મુલાકાત સદંતર જોખમ વિનાની છે, એમ હું જરાય માનતો નથી. પણ હવે આપણે અંદર પેઠા જ છીએ, તો આપણે હિંમતભેર આગળ વધવું જ રહ્યું.” તેઓ હવે જંગલ જેવા બની ગયેલા બગીચાને ઓળંગીને ભવનના દ્વારથી થોડાં ડગલાં જ દૂર રહ્યા હતા. એટલે તેમને પોતાની વાતચીત બંધ કરવી પડી. ટ્રેસિલિયનને તેથી લૉમ્બૉને કહેલાના જવાબમાં તેને કંઈક વિશ્વાસ બેસે એવો જવાબ ગોઠવવો ન પડ્યો. લેમ્બોર્ને ભવનનું મહાદ્વાર હિંમતથી ખટખટાવ્યું. એક કરતાં વધારે વખત ખટખટાવ્યા બાદ દરવાજામાંનું લોખંડના સળિયા જડેલું એક નાનું ચોખંડું બાકું ઉઘાડીને એક નોકરે તેમને બરાબર જોઈ લીધા, અને પૂછ્યું, “શું કામ છે?” “સરકારી કામે માસ્ટર ફોસ્ટરને તરત મળવું છે,” લેમ્બૉર્ને જવાબ આપ્યો. નોકર એ સંદેશો લઈને માલિકને કહેવા ગયો તે દરમ્યાન ટ્રેસિલિયને લેમ્બોર્નને કહ્યું, “પણ તમે મળ્યા બાદ કયું સરકારી કામ બતાવશો, વારુ?” અરે, એક વખત અંદર પેસીએ પછી એ બધું તો જોઈ લેવાશે.” થોડી વારમાં નેકર પાછો આવ્યો અને તેણે આગળા ઉઘાડીને તેમને અંદર લીધા. એક કમાનદાર રસ્તામાં થઈને તે ચોખંડા આંગણામાં દાખલ થયા. તેની ચારે બાજુ ઇમારત ગોઠવાયેલી હતી. કમાનની સામે બીજું બારણું હતું, તે પેલાએ ઉઘાડયું અને આ બંનેને અંદર લીધા. પથ્થરની ફરસબંધીવાળા એ બેઠકખાનામાં સાદું અને જૂની ઢબનું થોડુંક ફર્નિચર હતું. બારીઓ ઊંચી તથા કમરાના છાપરા સુધી પહોંચતી Page #37 -------------------------------------------------------------------------- ________________ 6 પ્રીત કિયે દુઃખ હોય' ૨૦ હતી. અને એ બધીના કાચ ઉપર રંગીન ધર્મચિત્રો હોઈ, બહારથી પ્રકાશ બહુ છે! આવતો જતો. થોડી વારે ઍન્થની ફાસ્ટર બેઠકમાં દાખલ થયો. ટ્રેસિલિયને તેને કંઈક અશુભ અને ખરાબ દેખાવને માણસ કલ્પ્યો જ હતો. પણ પ્રત્યક્ષ ઊભેલો માણસ તો તેની કલ્પનાને કયાંય ટપી જતો હતો. તેના એ સુદૃઢ પણ સુઘડ નહિ એવા કલેવરમાં એવું જ વિચિત્ર કદરૂપું મન વસતું હશે, એવા ખ્યાલ જતાં વાર ન લાગે. તેણે અંદર આવી બંને મુલાકાતીઓ ઉપર તીવ્ર નજર કરી. પછી જાણે ગણતાં ગણતાં પગલાં ભરતા હાય તેમ આગળ આવીને તેણે કહ્યું, “સદ્ગૃહસ્થા, મને તમારી આ મુલાકાતનું પ્રયોજન જણાવશે। ?” ફોસ્ટરે જવાબ માટે ટ્રેસિલિયન સામે જ જોયું. તેનાં ઊતરતી જાતનાં કપડાંમાં થઈને પણ તેનું ખાનદાન વ્યક્તિત્વ બરાબર પ્રગટ થતું હતું. પણ માઇકેલે જ જૂના દોસ્તની અદાથી જવાબ આયેા — - 66 “વાહ, બિરાદર ! પેાતાના જૂના મિત્ર અને સાથી માઇકેલ ૉમ્બૉર્નને છેક જ ભૂલી ગયા છો કે શું?” “માઇકેલ શૅમ્બૉર્ન? હું માઇકેલ ૉમ્બૉર્ન છે?” (6 હા, તમે જેટલા ઍન્થની ફાસ્ટર છો, એટલો જ.” 66 ભલે, ભલે; પણ માઇકેલ ૉમ્બૉર્નને અત્યારે અહીં વણમાગી મુલાકાત બક્ષવાની શી જરૂર પડી વારુ?” “લે, કર વાત! મને તો આથી વધુ સારા સત્કારની અપેક્ષા હતી, મેાટાભાઈ ! 66 “શું, તારા જેવું જેલપંખીડું, તથા ફાંસીગર અને જલ્લાદના મનગમતા શિકાર એવા તને મારા જેવા પાસેથી કશા આવકાર-સત્કારની અપેક્ષા છે, એમ?” 66 ભલે મારા જૂના દોસ્ત ઍન્થની આગ-ભારથી કોઈ પણ અગમ્ય રીતે આ કર-પ્લેસ જેવા ભવનના માલિક બની બેઠા હોય, તેપણ તેમની પાસેથી આ કરતાં કંઈક સારા આવકારની અપેક્ષા મને – એમના બાળસાથીને તા રહે જ. “જો સાંભળ માઇકેલ ૉમ્બૉર્ન, તું તેા હવે જુગારી બન્યો છે, એટલે કોઈ પણ શકયતાના ટકા ગણવાની તને સારી આવડત છે; તે તારો સત્કાર "" Page #38 -------------------------------------------------------------------------- ________________ સેનું વરસવા લાગે છે ! ૨૧ કરવા માટે તેને અબઘડી હું અહીં બારીમાંથી જ બહારની ખાઈમાં ફેંકી દઉં, એ શક્યતાને તે કેટલા ટકા ગણે, વારુ?” તમે મને નહીં ફેંકો, એ શક્યતાનું પ્રમાણ વીસની સામે એક જેટલું છે.” અને શાથી વારુ?” એન્થની ફોસ્ટરે દાંત કચડતાં અને હોઠ પીસતાં કહ્યું. કારણ કે, હું તમારા કરતાં વધુ જુવાન અને ખડતલ છું; તથા તમારામાં છૂપી રીતે કારવાઈ કરનારો ખવ્વીસ ભરાયો હશે, તો મારામાં સીધું માથું ભાગવા અને લોહી રેડવા આતુર એવો ખવીસ ભરાયો છે, એ કહી દઉં છું.” ફેસ્ટર તેની સામું થોડું જોઈ લઈ, બાજુએ ફરી ગયો અને કમરામાં બેએક આંટા મારી, અચાનક તેની પાસે આવ્યો અને હાથ લંબાવીને બોલ્યો, “મારા ઉપર ગુસ્સે ન થઈશ, દસ્ત; હું તારી પરીક્ષા જ લેતો હતો કે, તું પહેલાં જેવો જ પાણીદાર રહ્યો છે કે, નમાલો બની ગયો છે. પણ તારી સાથે આ જુવાન વળી કોણ છે? તારા જેવો જ કોઈ ગળાકાપુ તો નથીને?” ના, ના, એ તે કોઈ ખરા ખાનદાન સગૃહસ્થ છે; પણ આપણી જાતના લોકોના કસબના કદરદાન હોય એમ લાગે છે. અત્યારે તે તે શિખાઉ છે અને નવા વટલાયેલા જેવા છે, પણ આપણા જેવાની સોબત જરા વધુ કરવા માંડશે, તો થોડા વખતમાં જ આપણા ગુણોની કક્ષાએ જરૂર આવી પહોંચશે.” તે ભલે; પણ મારે તને જે કહેવાનું છે તે જરા ખાનગી વાત હોઈ, તું અહીં બાજુના કમરામાં આવી. દરમ્યાન, તમે મહેરબાન, આ કમરામાં જ અમારી રાહ જોજો. પણ રખે ઓરડાની બહાર જતા; કારણકે, આ ઘરમાં એવાં જણ છે, જે કોઈ અજાણ્યાને જોઈને તરત ચીસ પાડવા મંડી જશે.” ઍન્થની ફેસ્ટર પોતાના મુલાકાતીને જે ઓરડામાં લઈ ગયો તે વળી વધુ ભંગાર જેવો હતો. પહેલાંના વખતમાં એ કમરો એબિંગ્ટનના ઍબટના પુસ્તક-સંગ્રહને હતો. પણ હવે આ ઓરડામાં કોઈ આવતું જતું નહિ; માત્ર રસોઈયો આગ સળગાવવા એમાંથી પુસ્તકો ફાડવા આવે, અથવા Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુખ હોય' બૂટ સાફ કરવા કાગળિયાં લેવા નોકર આવે. પપ-પંથી આ બધું ધર્મસાહિત્ય આ નવા માલિકોને મન એથી વધુ વિસાતનું ન હતું. ફેસ્ટરે એ ઓરડામાં આવી લૅમ્બૉર્નને પહેલાં પૂછેલો જ સવાલ ફરી પૂછયો, “તારે મારું શું કામ છે? અને કઈ આશાએ તું અહીં ખેંચાઈ આવ્યો છે?” “વાહ, મારો ઉદ્ધાર કરવાની આશાએસ્તો ! મારી પાસે આ થેલીમાં છે તેટલી જ રકમ છે. તમે અહીં સારી રીતે જામ્યા હો એમ લાગો છો, અને લોકો એવી વાત કરે છે કે, તમને કોઈ મોટા રાજેશરીની ઓથ મળી છે – પણ એમ મારી સામે ઘૂરકીને જોઈ રહેવાની જરૂર નથી, – જાળમાં પેસી નાચનાર લોકોની નજરે ન પડે એ વાત બને જ નહિ! હવે એવા રાજેશરીની ઓથ તમને એમ ને એમ તો નહીં જ મળી હોય, – તમારે બદલામાં એમની કંઈક સેવા બજાવવી જ પડતી હશે. તે હું એ સેવામાં તમારો મદદગાર બનવા માગું છું. પણ મારે તારી મદદની જરૂર ન હોય તો?” “એટલે કે, બધું કામ અને બધું ઇનામ તમારે એકલાએ જ પડાવી લેવું છે? પણ દોસ્ત ઍન્થની, એમ એકલપેટા અને લોભી થવામાં મજા નહિ. થેલામાં વધારે પડતું ભરવા જતાં થેલો ફાટી જાય અને બધું જ વેરાઈ જાય! જુઓ, હરણના શિકારે જઈએ છીએ ત્યારે ગંધ પારખનારો ધીમો નાક-પગો કૂતરો જેમ જોઈએ, તેમ હરણ જ્યારે નજરે પડે ત્યારે ઝટ દોડી જઈ તેને પકડી લે એવો દોડ-પગો પણ જોઈએ. તમારા માલિકને તમારા જેવા ગંધીલા નાક-પગા કૂતરાની જરૂર હશે, તેમ મારા જેવા દોડ-પગાની પણ જરૂર રહે જ. તમારી પાસે અક્કલ હોશિયારી છે, ત્યારે મારી પાસે હિંમત-બહાદુરી છે. આપણા બંનેના ગુણો છૂટા હોય ત્યાં સુધી અધૂરા છે, પણ બંને સાથે જોડાય, તે આપણે આખી દુનિયાને આપણી આગળ હાંકવા શક્તિમાન થઈએ.” કેવી માલ વગરની વાત છે? આમ કોઈની ઉપર પડતા આવવું એ તો તારા જેવા નાલાયકને જ સૂઝે પણ તું હંમેશને એ જંગલી ડાફો-માર ડાઘિયો જ રહ્યો!” પણ મારી આ માગણી નાકબૂલ રાખશો, તો એ ઉપમા સાચી જ પડશે અને તમારે મારાથી બચતા રહેવું પડશે. કારણકે, તમે મને તમારા Page #40 -------------------------------------------------------------------------- ________________ સેનું વરસવા લાગે છે! માર્ગમાં સાથે નહિ રાખે, તો હું સામો માટે આવીને જ ઊભે રહીશ. હું આ તરફ કંઈ કામધંધે લાગવા જ આવ્યો છું, એટલે તમે તમારા કામે મને નહિ લો, તે તમારી વિરુદ્ધના કામે જ હું લાગી જઈશ, એ વાતમાં શંકા ન રાખશે.” એમ વાત છે? આમ જો આખી વાતને તું મારી પસંદગી ઉપર જ છોડવા માગતા હોય, તો હું તારો દુશ્મન બનવા કરતાં તારો મિત્ર જ બનવાનું વધુ પસંદ કરીશ. તું સાચું કહે છે; હું તને મારા આશ્રયદાતાની સેવામાં લઈ શકે એમ છું; કારણકે, એ મને ને તને તો શું ઉપરાંત બીજા સો જણને પણ નિરાંતે પોષી શકે તેમ છે. અને ખરું કહીએ તો હું એમની અમુક સેવા બજાવવાને માટે લાયક માણસ પણ છે. મારા આશ્રયદાતાને હિંમત તેમ જ હોશિયારી એ બંને બાબતોની સારી પેઠે જરૂર છે. અને અદાલતના કાગળોમાં તારી એ લાયકાતના ઢગલાબંધ પુરાવા પડેલા છે. કોઈ કામ કરતાં તને અંતરાત્મા ડંખે એવું કાંઈ છે જ નહિ – કારણકે તારી પાસે એ નામની ચીજ જ નથી. રાજદરબારીની સેવામાં જોડાવા ઇચ્છનારમાં એ લાયકાત પહેલી હોવી જોઈએ. પણ તારી એક બાબત તારે સુધારી લેવી પડશે.” “કઈ બાબત, મારા મિત્ર ઍન્થની? તમે જે કંઈ સુધારવાનું કહેશો તે હું ઝટપટ સુધારી ન લઉં, તો ભૂતન ભાઈ મને ભરખે!” “બસ આ જ વાત સુધારવાની છે! આવા જલદી જલદી ગામઠી સોગંદ ખાઈને બોલવું નહીં. ઉપરાંત તારો બહારનો દેખાવ અને ચહેરોમહોરો કોઈ રાજદરબારી રસાલાના માણસને છાજે તેવો નથી. કારણકે, એ રાજદરબારીને તો દુનિયાની આંખે ચડવાનું હોઈ, તેનાં માણસોએ જન્મે એક ખભે લટકતો રાખવાને બદલે બંને ખભે બરાબર પહેરેલે રાખવો જોઈએ. તારા પોશાકમાં તારે અહીંતહીં થોડા ફેરફાર કરી લેવા પડશે. ઉપરાંત, ઝટપટ તલવારની મૂઠ ઉપર હાથ નાખવાની ટેવ છોડી દેવી પડશે, કારણકે, જ્યારે ખરેખર તેને હાથ લગાડવાને હશે, ત્યારે આખી તરવાર જ તારે કામે લેવાની થશે. અત્યારે જૂને જમાને નથી રહ્યો; અત્યારે તો ભારેમાં ભારે પરાક્રમ કરનારાની નસ પણ બહારથી ફૂલેલી દેખાવી જોઈએ નહિ કે આંખ પણ જરાય ફાટવી જોઈએ નહિ; – તો હોઠ ફાટવાની તો વાત જ કયાં?” Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુખ હોય' “એટલે કે અત્યારે તે ખવીસનું કામ કરતા હોઈએ તે પણ એનું નામ જીભે નહિ લાવવાનું, એમને? ઠીક ભાઈ ઠીક, મારે પણ આ નવી દુનિયામાં પાછળ રહી ન જવું હોય તે એ બધા ઢોંગ-ધતૂરા ધારણ કરવા જ પડશે. પણ મારે જેની તહેનાત આ રીતે છૂપા રહીને બજાવવાની છે, તેનું નામ શું છે વારુ?” “વાહ, બેટમજી કેવા પકડાઈ ગયા? તમે મારે વિષેની ગુપ્ત વાતો શી જાણો છો, જેથી મારા માર્ગમાં આડે આવવાની બડાશ મારતા હતા? હું મારા આશ્રયદાતા વિષે જે વાત કરતો હતો, તે તમારી પરીક્ષા લેવા જ નહોતો કરતો, એમ શાથી માની લીધું?” “તે એમ વાત છે? દોસ્ત, તમે પણ જોઈ લેજો કે, થોડા જ વખતમાં હું તેમને આરપાર પામી જાઉં છું કે નહિ? અને એમ હું જાણવા પામીશ ત્યારે મારી સાથે બીજા હજાર જણ જાણવા પામ્યા હશે, એની ખાતરી રાખજો.” પણ એ લોકોની વાત આગળ ચાલે, તે પહેલાં પાસેના કમરામાંથી એક ચીસ સંભળાઈ એટલે તરત એન્થની ફોસ્ટર, “બસ, મારું આવી બન્યું? એમ બોલતો હાંફળો હાંફળો તે ઓરડા તરફ દોડી ગયો. માઇકેલ લૅમ્બૉર્ન પણ પાછળ પાછળ દોડયો. પણ એ ચીસ શાની પડી હતી, એ જાણવા આપણે આપણી વાર્તામાં થોડાં ડગલાં પાછાં ભરવાં પડશે. ફોસ્ટર અને લેમ્બોર્ન જુદા કમરામાં ચાલ્યા ગયા ત્યારે ટ્રેસિલિયન બેઠકખાનામાં એકલો જ ઊભો રહ્યો. તે પેલા બેની પૂંઠ પાછળ તિરસ્કારભરી નજર નાખીને ગણગણ્યો, “એમી, મી, આ તારા સોબતીઓ ! તું અવિચારીપણે અને મારા પ્રત્યે જુઠ્ઠાણું આચરીને અહીં દોડી આવી, તેથી તારી પાછળ પાછળ હું પણ મારી જિંદગી બરબાદ કરીને કયાં કયાં – આવા માણસની સોબતમાં ભટક્યા કરું છું? પણ એક વાર મારા પવિત્ર અને હાર્દિક પ્રેમની પાત્ર તને બનાવેલી, એટલે તને ફસાવનારના હાથમાંથી અને તારી પોતાની જાત પાસેથી તેને છોડાવવી – બચાવવી જ રહી. અલબત્ત, ખરી પડેલા તારાને તેના મૂળ સ્થાને ફરી પાછો પ્રસ્થાપિત કરીને ચમકાવી ન જ શકાય, પણ – ” Page #42 -------------------------------------------------------------------------- ________________ સેનું વરસવા લાગે છે! પણ એ કમરામાં પાસે જ થયેલી કંઈક હિલચાલથી તે પોતાની વિચારનિદ્રામાંથી જાગી ઊઠયો. તેણે જોયું તે એક સુંદર અને કીમતી કપડાં પહેરેલી યુવતી એ કમરામાં બાજુના બારણામાં થઈને દાખલ થઈ હતી. પોતે જેની શોધમાં આવ્યો હતો તેને તે તરત ઓળખી ગયો. તેણે એકદમ તો પોતાના જલ્પાનો કૉલર ઊંચો કરી માં ઢાંકી દેવાનો પ્રયત્ન કર્યો, જેથી યોગ્ય ક્ષણે જ – જરૂર લાગે ત્યારે છતા થઈ શકાય. પણ એનો એ પ્રયત્ન પેલી યુવતીએ જ નિષ્ફળ બનાવ્યો. તે સીધી તેની પાસે આનંદભરી દોડી આવી અને લાડ કરતી બોલી, “વાહ, વહાલમજી, તમે મને આટલી બધી રાહ જોવડાવી, અને હવે મેડા મોડા મારા કુંજમંડપમાં આવ્યા બાદ મોઢું છુપાવીને શાના ઊભા રહ્યા છો? તમારા ઉપર પ્રેમની અદાલતમાં રાજદ્રોહનો મુકદ્દમો ચલાવવામાં આવનાર છે, માટે મોટું ખુલ્લું કરી નાખીને કબૂલ કરી દો – નિર્દોષ કે ગુનેગાર?” એમ કહીને તેણે ટ્રેસિલિયનના મોં ઉપરથી જલ્મો હટાવ્યો તેની સાથે જ તેનું મોં જોતાં તે મડદા જેવી ફીકી પડી જઈને બે ડગલાં પાછી ખસી ગઈ. ટ્રેસિલિયન પોતે જ આભો બની ગયો; પણ સ્વસ્થ થઈ તરત બોલ્યો, “ઍમી, ડરીશ નહિ; હું ટ્રેસિલિયન છું.” “હું તમારાથી શા માટે ડ, મિ૦ ટ્રેસિલિયન?” ઍમી હવે શરમથી લાલચોળ બની જઈને બોલી, “પણ તમે મારા ઘરમાં નિમંત્રણ વિના, કે મેં ઇચ્છયા વિના શા માટે આવ્યા છો?” તારે ઘર? ઍમી, આ તે ઘર છે કે જેલખાનું? જેનું રક્ષણ ખવ્વીસ જેવો ઘણાપાત્ર માણસ કરે છે; ભલે, તે તેના માલિક કરતાં વધુ વૃણાપાત્ર નહિ હોય !” “આ ઘર મારું છે, અને મારે આમ એકલવાસમાં રહેવું હોય, તેમાં કોઈને શો વાંધો હોઈ શકે, વારુ?” બીજા કોઈને નહિ, કિશોરી, પણ તારા હદયભંગ થયેલા પિતાને તે લેવાદેવા હોઈ શકેને? તેમણે જ તને શોધવા મને મોકલ્યો છે, અને તે જાતે તારા ઉપર હકદાવો કરવા અહીં આવી શકે તેમ ન હોવાથી મને તેમણે પિતાનું મુખત્યારનામું આપ્યું છે. આ તેમનો પુત્ર છે – અને તે તેમણે ખાસી બીમાર અવસ્થામાં લખી આપ્યો છે, જોકે મનના કારી ઘા ભુલાવનાર એ શારીરિક વેદના તેમને આશીર્વાદરૂપ થઈ પડી છે.” Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુખ હોય' શારીરિક વેદના? ખાસી બીમાર અવસ્થા? તો શું તે એટલા બધા બીમાર છે?” એટલા બધા બીમાર છે કે, ગમે તેટલી ઉતાવળે ત્યાં પહોંચી જાય, તોપણ તેમને ફરી પાછા બેઠા નહીં કરી શકે. છતાં તું જો ત્યાં આવવા તૈયાર હોય, તો તને બનતી ઉતાવળે તેમની પાસે લઈ જવાની વ્યવસ્થા હું કરી દઈશ.” ટ્રેસિલિયન, હું આ જગા છોડી શકું તેમ નથી; મારે છોડવી પણ ન જોઈએ: તેવી હિંમત પણ ન કરવી જોઈએ. તમે જ તરત મારા બાપુ પાસે પાછા જાઓ અને તેમને કહો કે, અત્યારથી માંડીને બાર કલાક બાદ હું તેમને મળવા આવવાની પરવાનગી મેળવી લઈશ. જાઓ ટ્રેસિલિયન, તેમને કહેજો કે હું સુખી છું – આનંદમાં છું – અને હું તેમને મળવા જરૂર આવીશ. તેમની એમી હવે એવી ઉચ્ચ સ્થિતિએ પહોંચી છે કે, તે જાણીને એ જરૂર ખુશી થશે, સુખી થશે. ભલા ટ્રેસિલિયન, તમે પણ જાઓ; મેં તમને જરૂર ઘા કર્યો છે, પણ હવે મેં કરેલા ઘા રુઝાવવાની મારામાં તાકાત પણ આવી છે – મેં તમારું બાલિશ હદય ચોરી લીધું હતું, પણ હવે હું તમને ભારે માન-અકરામ અને બઢતી બક્ષીને તેનો બદલો વાળી શકું તેમ છું.” “તું મને આમ કહે છે, એમી? હૃદયના ઘા આવી બઢતી અને માનપ્રતિષ્ઠાની વાતોથી રુઝાઈ શકાતા હશે? – ભલે, પણ હું તને ઠપકો આપવા નથી આવ્યો, પણ બચાવી લેવા આવ્યો છું. હું છુપાવવા જાય તો પણ હું જોઈ શકું છું કે, હું અહીં એક કેદી જ છે. નહિ તે તારું મમતાળુ હૃદય અબઘડી તને તારા પિતાની બીમાર-પથારીએ પહોંચી જવા પ્રેરે જ. છેતરાયેલીફસાવાયેલી કિશોરી, તું ચાલ – બધું ભૂલી જવામાં આવશે – બધું માફ કરવામાં આવશે. આપણે બંનેએ કરેલા કરારો પાળવા-પળાવવાનો હું આગ્રહ કરીશ, એવો ડર રાખીશ મા – એ તે સ્વપ્ન હતું અને તેમાંથી હું ક્યારનો જાગી ગયો છું – પણ તું તો તારા પિતા જે હજુ જીવે છે, તેમને જીવતા રાખવા માટે જ ચાલી આવ. તેમના વત્સલ હૃદયમાં તે કરેલ ઘા, તારું એક જ આંસુ, તારો એક જ વહાલભર્યો શબ્દ ભુલાવી દેશે.” મેં, ટ્રેસિલિયન, તમને કહી તે દીધું કે, હું જરૂર મારા પિતા પાસે આવીશ જ. પણ મારે મારી અમુક ફરજો વિચારવાની છે એટલે મને Page #44 -------------------------------------------------------------------------- ________________ સોનું વરસવા લાગે છે! ૨૭ પરવાનગી મળતાં હું તરત જ ત્યાં દોડી આવીશ, એવું જલદી જઈને મારા પિતાને કહી દો !” પરવાનગી? તારા બીમાર – કદાચ મરણપથારીએ પડેલા – પિતાને મળવા આવવા માટે પણ પરવાનગી? અને એ પરવાનગી કોની પાસેથી લેવાની છે? – સ્ત્ર બદમાશ પાસેથી, જે મિત્રતાના અંચળા હેઠળ, પરોણા તરીકેની બધી ફરજ ભૂલીને, તને તારા પિતાના છાપરા તળેથી ભગાડી લાવ્યો, તેની?” એ માણસ માટે તમે અપશબ્દો ન બોલશો ટ્રેસિલિયન! તમારાં સારામાં સારાં પરાક્રમો – યુદ્ધના રણમેદાન ઉપરનાં કે સામાન્ય સ્થળ ઉપરનાં – એનાં પરાક્રમોની સાથે મૂકવા પણ અનુચિત ગણાય; જેમ તમારું સામાન્ય ખાનદાન અને હોદ્દો, તે જે કક્ષાએ વિચરે છે તેની આગળ ધરતાં પણ શરમ આવે. માટે તમે અબઘડી અહીંથી ચાલતા થા, અને બીજી વાર મારા પિતા કોઈ સંદેશવાહક મારી પાસે મોકલે તે વધુ લાયક માણસને મોકલે, એટલું તેમને કહી દેજો.” “ઍમી, તું મારો ગમે તેટલો તિરસ્કાર કરીશ, તેથી હું વિચલિત થવાનો નથી. મને એક વાત સાચેસાચી કહી દે - જેથી તારા પિતાને આશ્વાસનનું એક કિરણ મળે – તેં એ માણસના હોદ્દા-પ્રતિષ્ઠાની વાત કરી, તે તે બધી બાબતમાં તું એ માણસની સહભાગી છે ખરી?– અર્થાત્ તે તારો કાયદેસર પતિ છે? જેથી તારી સામાન્ય હિલચાલ ઉપર પણ તેને આટલો બધો કાબૂ નું કબૂલ રાખે છે?” તમારા આવા અશિષ્ટ પ્રલાપો બંધ કરો; તમને જવાબ આપવો એ પણ મારાં માન-પ્રતિષ્ઠાને હલકાં પાડવા બરાબર છે.” “તેં મારા પ્રશ્નનો જવાબ આપવાની ના પાડીને પૂરતો ખાતરીદાયક જવાબ આપી દીધો છે. એટલે હવે તારા પિતાએ મારી આજ્ઞાનું પાલન તારી પાસે કરાવવાની જે સત્તા મને બક્ષી છે, તેની રૂએ હું તને આ હીનતા, પાપ અને શોકના ગર્તમાંની નીકળી આવવા હુકમ કરું છું, અને એકદમ તેને તાબે થા.” . અને જેવો એમ કહીને તે એને પકડવા ગયો કે, તરત પેલીએ પાછી ખસી જઈને એક ચીસ નાખી, જે સાંભળીને હૉમ્બૉર્ન અને ફોસ્ટર તરત ત્યાં દોડી આવ્યા. Page #45 -------------------------------------------------------------------------- ________________ Re 6 પ્રીત કિયે દુઃખ હોય? ફોસ્ટરે ઍમી તરફ જોઈને તરત ત્રાડ નાખી, “બાનુ, તમે અહીં કેમ આવ્યાં? જાણતાં નથી કે એમાં તો કેટલાંયનું મેાત છે? તમે મિત્ર, એકદમ આ ઘર છેાડી જા – નહીં તે। મારે મારી કટાર વાપરવી પડશે. માંઈક, ચાલ તારી તરવાર ખેંચ અને આ હરામખારને અહીંથી બહાર કાઢ!” - - “ના, ભાઈ, ના! એ માણસ મારી સાથે આવ્યા હતા અને ગળાંકાપુઓના કાયદા પ્રમાણે પણ મારે હાથે તેનું ગળું ન કાપી શકાય – ફરી તે સામેા આવે ત્યારે જુદી વાત છે. પણ મહેરબાન, ભલા થઈને તમે અહીંથી એકદમ વિદાય થઈ જાઓ. . “આઘા રહે, હલકટ કૂતરા ! ” ટ્રેસિલિયને જવાબ આપ્યા; – “ અને મૅડમ, તમને પણ અત્યારથી આશ્વાસન આપી રાખું છું; કે, તમારા પિતાને હું અહીંના જે સમાચાર આપીશ, તેથી તેમના બુઝાવા લાગેલા જીવનદીપ તરત જ બુઝાઈ જવાના છે.” ટ્રેસિલિયન જવા લાગ્યા ત્યારે ઍમી ઉતાવળે બાલી ઊઠી, “ટ્રેસિલિયન, ઉતાવળા ન થશેા; મારે વિષે ગમે તેવું ભૂંડું મારા પિતાને ન ભરવશેા.” “મહેરબાની કરીને બાનુ, તમે તમારા કમરામાં ચાલ્યાં જા; અને અમારે આ બધાનો શા જવાબ આપવા, તે વિચારી લેવા દો.” “હું કંઈ તમારા હુકમથી ખસવાની નથી.” “પણ તમારે ખસવું જ પડશે,” ફોસ્ટરે જવાબ આપ્યો; “ અત્યારે શિષ્ટાચાર જાળવવાનો વખત નથી; અને માઈક, દોસ્ત, તારે જો આગળ આવવું હોય, તે ઉઘાડી તરવારે પેલા ગધેડાની પાછળ દોડ, અને તેને મકાનની હદની બહાર પહોંચાડી આવ; દરમ્યાન હું આ માથાભારે બાઈની સાન ઠેકાણે લાવું છું– ખેંચ તારી તરવાર, અને દોડ તેની પાછળ.” “હું એને કહા તે લૅન્ડર્સની પણ પાર કાઢી આવું; બાકી જેની સાથે આજે સવારે જ પ્યાલા ભરીને પીધેા હોય, તેનું લેાહી રેડવું, એ આપણું કામ નહિ.” એટલું કહેતા કહેતા તે કમરાની બહાર દોડયો. દરમ્યાન, ટ્રેસિલિયન આ જંગલ જેવા પાર્કને પસાર કરી, બહાર નીકળવા માટે જે પહેલા રસ્તા નજરે પડયો, તે રસ્તે ઉતાવળા ચાલ્યા ખરો; પણ ઉતાવળ અને માનસિક મૂંઝવણ એ બે કારણેાએ ભળતા માર્ગે ચડી ગયા અને ગામ તરફ જવાના મુખ્ય દરવાજે પહોંચવાને બદલે દીવાલની Page #46 -------------------------------------------------------------------------- ________________ સેનું વરસવા લાગે છે! ૨૯ પછીતને બારણે જઈ પહોંચ્યો – જ્યાંથી ખુલ્લા મેદાનમાં જ નીકળી શકાતું હતું. ટ્રસિલિયન ત્યાં જઈને થોભી ગયો. આ બારણે તે તાળું રહેતું હશે, એટલે ત્યાં થઈને બહાર નીકળવું શી રીતે? પરંતુ તેને અહીંથી વહેલામાં વહેલી તકે નીકળીને આ ખોવાયેલી-ભટકેલી છોકરીના બાપને જલદી જઈને મળવું હતું અને આ છોકરી અહીં છે એવી ખબર આપવી હતી – જેથી દેશના કાયદાનું ઉલ્લંઘન કરી ઉપાડી જવાયેલી એ છોકરીને એ જાતની ફરિયાદ કરીને તે પાછો કબજો મેળવી શકે. એ સિવાય એને અહીંથી છોડાવવાનો બીજો રસ્તો ન હતો. ટ્રેસિલિયન એ બારણું ઉઘાડી નાખવાનો અથવા દીવાલ ઠેકીને બહાર જવાનો કાંઈ રસ્તો હોય તો તે અજમાવવા જતો હતો, તેવામાં બહારથી કોઈએ બારણાની કળમાં ચાવી ઘાલી હોય એવો અવાજ આવ્યો. અને થોડી વારમાં તે બારણું ઊઘડતાં ઘોડેસવારીના જન્માથી પૂરેપૂરો ઢંકાયેલો એક માણસ અંદર દાખલ થયો. તેણે માથા ઉપરનો ટોપો પણ અર્ધો ચહેરો ઢંકાઈ જાય તે રીતે નીચે લાવી દીધો હતો. સિલિયન અને તે બંને એકબીજાની નજરોનજર થયા કે તરત જ બંને જણ નવાઈ અને ગુસ્સાભર્યા અવાજે એક પછી એક બોલી ઊઠયા, “વાને?” – “ટેસિલિયન?” - વાર્ને એ દિમૂઢતાની ક્ષણ પતી ગઈ એટલે તરત ટ્રેસિલિયનને પૂછ્યું, “તું અહીં કયાંથી, જ્યાં તારી હાજરીની કોઈ અપેક્ષા પણ રાખતું નથી કે તેને ઇચ્છતું પણ નથી?” હું પણ એ જ પૂછું છું કે, હું અહીં શા માટે આવ્યો છે? ગીધ જેમ ઘેટાના બચ્ચાની આંખો ચૂંટી કાઢયા પછી તેના મડદાને ચૂંથવા આવે, તેમ જે નિર્દોષતાને તે બરબાદ કરી છે, તેને માણવા જ આવ્યો છેને? ચાલ, કૂતરા, તૈયાર થઈ જા!” એમ બોલતાંમાં તે ટ્રેસિલિયને તરવાર ખેંચી, પણ વાર્નેએ તો પોતાની તરવારની મૂઠ ઉપર જ હાથ મૂકીને કહ્યું, “પાગલ થા મા, ટ્રેસિલિયન; હું કબૂલ કરું છું કે, બહારથી ઉપરચોટિયા નજરે જોતાં હું દોષિત લાગું, પણ માણસ લઈ શકે એવા કોઈ પણ સોગંદથી હું એમ કહેવા માગું છું કે, શ્રીમતી ઍમી રોબ્સર્ટને મારા હાથે કશી હાનિ પહોંચી Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુખ હોય' નથી; અને તેથી હું તને આ બાબતમાં મારે હાથે ઘા થાય એમ ઇચ્છ નથી – બાકી તું જાણે છે કે, હુંય લડી જાણું છું.” હા, હા, તું એમ એ તો કહ્યા કરે છે, પણ મારે આજે તારી એ બાબતની ખાતરી કરી લેવી છે!” “તો તે એ ખાતરી તને બરાબર મળશે,” એમ કહી વાને એ પિતાની તરવાર જમણા હાથે પકડી, પોતાનો જન્મે ડાબા હાથે વીંટી લીધો અને ટ્રેસિલિયન ઉપર એટલા જોરથી હુમલો કર્યો છે, જેથી એકદમ તો લડાઈનો દોર તેના હાથમાં જ આવી ગયો. પરંતુ ટ્રેસિલિયન પણ વેરની વસૂલાતના ઝનૂનથી ઉશ્કેરાયેલો હોવા ઉપરાંત તરવારને ઉપયોગ કરી જાણે તેવા હાથ અને આંખવાળો હતો, એટલે તેણે પણ તેના હુમલાને બરાબર જવાબ વાળ્યો. વાર્નેએ પછી પોતાના ચઢિયાતા બળનો લાભ લઈ, ટ્રેસિલિયનની વધુ નજીક જવા પ્રયત્ન કર્યો : તેણે પેલાની તરવારનો ઘા પોતાના ડાબા હાથના જભ્ભામાં જાણે વીંટી લીધો અને પેલે પોતાની અટવાયેલી તરવાર તેમાંથી ખેંચી લઈ શકે તે પહેલાં તે પોતાની તરવારને થોડી પાછી કરીને જોરથી ઘા કર્યો. પરંતુ ટ્રેસિલિયન પૂરો સાવધાન હતા એટલે તેણે પોતાની કટાર ઉપર તેને ઘા ઝીલી લીધો અને પછી માત્ર કુસ્તીદાવની કુશળતાથી થોડી વારમાં જ પેલાને જમીન ઉપર એટલા જોરથી પટકયો કે પેલાની તરવાર હાથમાંથી છટકીને દૂર પડી. તે ઊઠીને પાછો ઊભો થવા જાય તે પહેલાં તો ટ્રેસિલિયને તેના ગળા ઉપર પોતાની તરવારની અણી ધરી દીધી. તારી દગાબાજીનો શિકાર બનેલીને મુક્ત કરવાનો માર્ગ તક્ષણ મને બતાવી દે, નહિ તો સરજનહારના પવિત્ર સૂર્યના પ્રકાશ તરફ તારી છેલ્લી નજર કરી લે!” વાને ડઘાઈ જઈ, કશો જવાબ આપવાને બદલે અચાનક ઊભા થવાને પ્રયત્ન કરવા ગયો કે તરત ટ્રેસિલિયને પોતાની તરવાર ઉગામી, અને પેલાનું ગળું કપાઈને જુદું જ થઈ ગયું હોત, પણ એટલામાં માઈકેલ લૉમ્બૉર્ને પાછળથી આવી તેને તરવારવાળો હાથ પકડી લીધો. હરામખોર ! તું મારી અને મારા દુશ્મનની વચ્ચે આવવાની હિંમત કરે છે, એમ?” ટ્રેસિલિયને બળપૂર્વક લૉમ્બૉર્નના હાથમાં છૂટા થઈ જઈને કહ્યું. Page #48 -------------------------------------------------------------------------- ________________ સાનું વરસવા લાગે છે! ૩૧ “હેં? મને હરામખાર કહા છે? પણ ભાઈ, હજુ સવારે આપણે સાથે પીધેલા ખાલા હું ભૂલી નથી ગયો. માટે અબઘડી અહીંથી વિદાય થઈ જા. જોતા નથી કે, હવે અમે તમારી એકની સામે બે થઈ ગયા છીએ?” અને એણે સાચું જ કહ્યું હતું; કારણકે, વાર્નેએ, દરમ્યાન ઊભા થઈ જઈ, તરવાર હાથમાં લઈ લીધી હતી. એટલે ટ્રેસિલિયને ગમ ખાઈ જઈ, પેાતાની થેલીમાંથી બે સેનૈયા કાઢી ૉમ્બાર્ન તરફ ફેંકયા અને કહ્યું, ‘ લે લેતા પરવાર; જેથી આજે સવારે તું મારા ભામિયા તરીકે આવ્યા હતા, તેનું મહેનતાણું મેં ચૂકવ્યું નથી, એમ તારે ગાવાનું ન રહે. અને વાર્ને, અત્યારે તો હું જાઉં છું. પણ ફરી આપણે એવી જગાએ ભેગા થઈશું જ્યાં તારી ને મારી વચ્ચે કોઈ આમ અચાનક આવી પડે તેમ નહિ હોય.' એટલું કહી, તે એ બારણામાં થઈને બહાર નીકળી ગયા. વાર્નેને પછડાયા બાદ એટલું બધું કચ્ચર વાગ્યું હતું કે, તેની મરજી હોય તા પણ તે ટ્રેસિલિયનની પાછળ જઈ શકે તેમ ન હતું; તેથી તેની પાછળ તે કાળું અંધાર મેાં કરીને થાડી વાર જોઈ રહ્યો. પછી તેણે લોમ્બૉર્ન સામે જોઈને કહ્યું, “તું ફેસ્ટરના કોઈ સાથી છે, દાસ્ત ?” “હાજી; એકદમ નજીકના – જેમ હાથ। છરીના કહેવાય તેમ.” “તે। આ એક સાનૈયા લે; અને પેલાની પાછળ પાછળ જા, તથા તે કયાં જાય છે તે જાણી લાવી મને અહીં ભવનમાં પાછા આવીને કહે. પણ સાવધાન! બહુ સાવચેતીથી જજે અને જીભ બિલકુલ ચૂપ રાખજે.” એટલું કહી તે તરવાર મ્યાન કરીને અંદર ચાલ્યા ગયા. ૉમ્બૉર્ન પણ ટ્રેસિલિયને નાખેલા બે સાનૈયા ઘાસમાંથી ઉપાડી લઈ, વાર્નેએ આપેલા સાનૈયા સાથે પાતાની થેલીમાં મૂકતા મૂકતો બાલ્યા, “વાહ ભાઈ, હું તા પરદેશની સુવર્ણનગરી અલડોરાડોની વાત કરતા હતા; પણ ખરી સુવર્ણનગરી તા આ પુરાણા ઈંગ્લૅન્ડમાં જ છે ને – જ્યાં નર્યા સાનૈયા જ વરસે છે અને ઘાસમાં ઝાકળનાં ટીપાંની પેઠે જ ચમકતા હાઈ માત્ર વીણી લેવાના જ હાય છે!” Page #49 -------------------------------------------------------------------------- ________________ સેતાનના સાગરીતે એન્થની ફોસ્ટર હજ પેલી સુંદરીની સાથે જીભાજોડી કરતો હતો, અને પેલી અંદરના કમરામાં ચાલ્યા જવાની તેની વિનંતી તથા આજીજીને પૂણા તથા અવગણનાથી ઠુકરાવી રહી હતી, તેવામાં ભવનના પ્રવેશદ્વાર આગળ એક સીટી વાગી. અરે, આ તો તમારા સ્વામીની સંકેત-સંજ્ઞા છે! અને અહીં તો તમે કેવું ધાંધળ ને ધમાચકડી મચાવી મૂક્યાં છે? એ જોઈ તે કોણ જાણે શું ધારશે અને કહેશે? ફાંસીને માંચડેથી છટકયા કરતા પેલા બદમાશ લેંમ્બૉર્નને પગલે પગલે કેવુંક કમનસીબ ચાલ્યું આવે છે કે, તેણે આવતાં વેંત મને કયાંય ન રહેવા દીધો!” ફેસ્ટર કકળાટ કરી ઊઠયો. હું? મારા વહાલા સ્વામી આવ્યા છે? મારા પરમ પ્રિય સ્વામી?” એમ બોલતી પેલી સુંદરી ઉત્સુકતાથી કમરાના બારણા તરફ દોડી ગઈ; પણ ત્યાંથી કારમી નિરાશાના સૂરે પાછી ફરીને બેલી, “છ! આ તે રિચાર્ડ વાર્તે છે.” - “હા મેડમ, રિચાર્ડ વાર્ગે જ છેપરંતુ પૂર્વની દિશામાં ઉજજવળ બનેલું વાદળ પણ આવકારવા જેવું ગણાય; કારણકે, તે નજીક પધારેલા પ્રતાપી સૂર્યના આગમનની જ વધાઈ ખાતું હોય છે.” બારણા બહાર ઊભેલા વાર્નેએ જવાબ આપ્યો. એમ? તો મારા સ્વામી આજે રાતે અહીં પધારે છે શું?” યુવતી ગેલમાં આવી જઈને બેલી ઊઠી; અને પછી તરત જ જેનેટને પિતાના સાજગૃહમાં આવી, પોતાને તૈયાર કરવા બોલાવવા લાગી. દરમ્યાન તેણે વાને તરફ ફરીને પૂછ્યું કે, મારા સ્વામીએ મારે માટે કિંઈ ચિઠ્ઠી-પત્ર મોકલ્યાં છે કે કેમ? ૩૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ સેતાનના સાગરીતે ૩૩ આમાં, માનવંત બાનુ, આપને માટે ચિઠ્ઠી પણ છે, તથા પોતાની પ્રેમરાણી માટે એક પ્રેમપહાર પણ છે.” એમ કહી વાર્નેએ રેશમમાં વીંટેલું એક પેકેટ તેના હાથમાં મૂકી દીધું. એના ઉપરની રેશમી દેરીની ગાંઠ એમીથી છોડી ન શકાઈ એટલે તેણે ફરીથી જેનેટને બૂમ પાડી અને કાતર કે છરી કંઈ લાવવા કહ્યું, જેથી પેલી અળખામણી ગાંઠને જલદી ફેંસલે લાવી શકાય. વાર્નેએ પોતાની કટાર આપવા માગી, પણ ઍમીએ એમ કહીને તે લેવા ના પાડી કે, મારી પ્રેમ-ગાંઠને એમ કટારથી કાપી નહિ શકાય. પરંતુ એટલામાં તેની બૂમ સાંભળીને દોડી આવેલી જેનેટે પોતાની અણીદાર આંગળીઓથી એ ગાંઠ કાપ્યા વિના જ ખોલી આપી. જેનેટ ઍન્થની ફેસ્ટરની દીકરી હતી, અને મીની એકમાત્ર તહેનાતદારણ તરીકે સેવા બજાવતી હતી. તેણે બહુ સાદાં કપડાં પહેર્યા હતાં, છતાં તેથી તેનું ફૂટડાપણું કાઈઢ જતું કે બગડી જતું ન હતું. પૅકેટમાંથી એક સુગંધીદાર પત્ર તથા પૂર્વ તરફનાં વિખ્યાત પાણીદાર મોતીનો નેકલેસ નીકળ્યાં. મીએ નેકલેસ તરફ માત્ર નજર નાખી લઈ, તેને જેનેટના હાથમાં જ રહેવા દીધો, અને પોતે તો આતુરતાથી પેલો પત્ર લઈને જ વાંચવા લાગી ગઈ. પણ જેનેટ પેલા નેકલેસ તરફ પ્રશંસાભરી નજરે જોઈને બોલી ઊઠી, “આનું એક એક મોતી એક એક જાગીરની કિંમતનું હશે !” પણ આ વહાલા પત્રાને એક એક અક્ષર એવા આખા એક એક નેકલેસની કિંમતનો છે. છોકરી! તું જલદી મારા સાજ-ગૃહમાં ચાલ; આજે મારા સ્વામી અહીં પધારે છે. તેમણે, માસ્ટર વાર્ને તરફ ઉચિત કપાભાવ રાખવાનું મને જણાવ્યું છે, અને મારે મન તો તેમની ઇચ્છા એટલે કાયદો જ છે; તેથી હું તમને માસ્ટર વાર્ને, આજે સાંજના સાથે ભેજન લેવા આવવાનું કહું છું. અને તમે પણ માસ્ટર ફેસ્ટર આવજો. પણ હવે મારા સ્વામીના ઉચિત સત્કાર માટે બધી તૈયારીઓ કરવાની વ્યવસ્થા કરવા લાગી જાઓ, સમજ્યા?” આટલું કહી જેનેટ એમી સાથે પોતાના કમરા તરફ ચાલી ગઈ. પિ૦-૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ 66 વાહ, આ તે। જાણે રાજરાણી બની જ ગઈ હોય એમ કૃપા વરસાવતી ચાલે છે ને? જાણે મારા લૉર્ડ અર્લ ઑફ લિસેસ્ટરનાં બધાં માન-અકરામની ભાગીદારણ જ બની ગઈ હોય!” વાનેં બાલી ઊઠયો. જણાવ્યું. 46 તે પશુબળ સિવાય નથી. તારે તેા ઘરને એના મગજમાં તા હવે એટલા બધા પવન ભરાઈ ગયા છે કે, મને તો તે કશી વિસાતનેા જ ગણતી નથી. ” ફોસ્ટરે પણ એ તો તારો જ વાંક છે, ફોસ્ટર. તને આ લોકોને કબજે રાખવાની બીજી રીત જ આવડતી જ સંગીત અને બીજાં મનોરંજન પૂરાં પાડીને એવું આનંદદાયક બનાવી દેવું જોઈએ, તથા વહારને ભૂત-પિશાચની વાતેથી એવું બિહામણું કરી મૂકવું જોઈએ કે, જેથી બારી કે બારણા બહાર માં કાઢવાનું જ તે ભૂલી જાય! તારી પાસે જ કબ્રસ્તાન તા છે. તો કોઈ ભૂતને આસપાસ ફરતું કરી આપીને કૌયર માણસને ડરાવી દેતાં શી વાર ? ” માસ્ટર વાર્ને, આમ ન બાલશેા; જીવતા કોઈથી હું ડરતા નથી, પરંતુ કબ્રસ્તાનમાં સૂતેલા મૃત પડોશી સાથે ચેડાં કરવાનું મને ન કહેશે. કબ્રસ્તાનની આટલી નજીક રહેવું પડે છે, તેથી જ મને તે પાણી છૂટી જાય છે. અમારા પરમગુરુ હોલ્ડફોર્થ છેવટના મારી મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમને જ ત્યાં આગળ થઈને આવતાં કેવી મુશ્કેલી પડી હતી !'' 66 પ્રીત કિયે દુઃખ હોય ? 65 ‘· એવા બધા ભૂત-પિશાચના વહેમેા રાખવાના તને સાંપ્યા. પણ મુલાકાતની વાત ઉપરથી યાદ આવ્યું — પેલા ટ્રેસિલિયન પછીતની બારીએ કયાંથી કેવી રીતે આવ્યા હતા, વારુ?” .. પણ એ ટ્રેસિલિયન કોણ છે તે તે મને કહો. એ નામ તે મેં પહેલાં મારા રાગા કાને કદી સાંભળ્યું નહોતું. 99 “ટ્રેસિલિયન એટલે જે ગધેડાની સાથે બુઢ્ઢા સર હ્યૂ રોલ્સટૈ પેાતાની આ ફૂટડી અમીને પરણાવવા ધારી હતી તે. એ ઘમંડી જુવાનિયા પાતાની ફૂટડી ભાગેડુને શેાધતા અહીં આવી ચડયો લાગે છે. એનું કંઈક ઠેકાણું કરવું પડશે; કારણકે, એ એમ માને છે કે અમીના અપહરણનું વેર એણે લેવું જ જોઈએ. સદ્ભાગ્યે મારા લૉર્ડ વિષે તે કશું જાણતા લાગતા નથી; એ તે એમ જ જાણે છે કે, હું જ ઍમીને ભગાડી લાવ્યો છું – એટલે મારી પાસેથી જ તેને એ વાતના બદલા લેવાના છે. પણ તે અહીં આવી ચડયો કયાંથી?” Page #52 -------------------------------------------------------------------------- ________________ સેતાના સાગરીતે “માઈક લૅમ્બૉર્ન સાથે આવ્યો હતે.” “અને એ માઈક લેમ્બોર્ન કોણ છે? જે વાત સૂર્ય અને પવનથી પણ છૂપી રાખવાની છે, તે તારે બારણે પીઠું માંડીને બધા તારા ગોઠિયાઓને પીવા નિમંત્રણ આપીને આમ જાહેર કરવાની છે, એમ?” વાહ, માસ્ટર રિચાર્ડ વાર્ને! તમે મારી સેવાઓની ઠીક રાજદરબારી કદર કરી, કહેવું પડે! તમે તે મને કહ્યું હતું કે, તમારે સારાસારની પંચાત વિનાનો એવો એક સારો તરવારિયો જોઈએ છીએ. મારે એવા કોઈ બદમાશ દોસ્ત છે નહિ, – એટલે હું ક્યાં શોધવા જવાને હતો? પણ ભગવાને જ તમારે જોઈએ એવા એક માણસ મને ઘેર બેઠાં જ મોકલી આપ્યો. એ ભાઈસાહેબ પોતાનું જૂનું ઓળખાણ મારે માથે થોપવા અહીં આવી ચડ્યા, અને મેં તમારે જોઈતે માણસ મેળવી આપવાના લોભમાં તેને રાખી લીધે; ત્યારે જુઓ તમે મને કેવો સરપાવ આપે છે!” પણ તારા જુના દોસ્તની સાથે આ નવો ટ્રેસિલિયન કયાંથી આવી ચડ્યો, એ વાત કરને !” તે બંને સાથે આવ્યા હતા, અને હું એક બાજુ લેમ્બોર્ન સાથે વાત કરવા રહ્યો, તેવામાં તમારી આ લાડકી ઢીંગલી એને ભેટી ગઈ, એમાં હું શું કરું?” “હું? ટ્રેસિલિયનને તે મળી હતી? મૂરખ માણસ, આપણા બેયનું હવે આવી બન્યું. એના ઉમરાવ પ્રેમી તેને એકલી છોડીને ચાલ્યા જાય છે, તેથી છેલ્લા કેટલાક દિવસ થયાં એ એના બાપના ઘરને યાદ કરવા લાગી છે. એવામાં આ દુત્તો જો એને સમજાવીને એના બાપને ઘેર પાછી લઈ ગયો, તે આપણે બંને ખલાસ!” ના, ના, એવો ડર રાખવાની જરૂર નથી; એ તેની વાતમાં આવે તેવી નથી. કારણકે, એ તો પેલાને નજરે જોઈને જ જાણે સાપ કરડી ગયો હોય એવી ચીસાચીસ કરવા લાગી હતી.” તે તો સારી વાત છે; પણ તારી દીકરી મારફતે એટલું તો જાણી લે કે, એ બે વચ્ચે શી વાતચીત થઈ હતી?” જુઓ, હું તમને ચોખ્ખી વાત કહી દઉં છું, માસ્ટર વાનેં મારી દીકરીને આપણા કશા કામમાં નાખવાની નથી. હું તો મારાં કર્મોનો પસ્તાવો બરાબર કરી જાણું, તથા માર્ગના બધા ફાંદા અને ખાડાઓ ઓળંગી જાણું; Page #53 -------------------------------------------------------------------------- ________________ 6 પ્રીત કિયે દુઃખ હોય’ ૩૬ પણ નિર્દોષ ઘેટી જેવી મારી દીકરીને તમારા કે તમારા લૉર્ડના કામમાં લઈને એના આત્માની અધાગિત મારે સાધવી નથી.” “તું વહેમી ગંધીલા એવા છે કે ન પૂછો વાત. હું તારી લાડકી દીકરીને મારી કશી યાજનાઓમાં ભેળવવા માગતા નથી કે તારે પગલે તારી પાછળ પાછળ તે નરકમાં જાય એમ પણ ઇચ્છતા નથી. પરંતુ આડકતરી રીતે હું એની મારફતે કંઈક માહિતી તા મેળવી શકેને ?” “હા; અને એટલી માહિતી મે મેળવી છે કે આને એના બાપની બીમારીના સમાચાર મળવાથી ઘણું લાગી આવ્યું છે.” “ઠીક; એ સૂચના સારી મળી ગઈ; હવે એનો વળતા જવાબ હું ગાઠવી લઈશ. પણ આ ટ્રેસિલિયનને તો અહાથી વિદાય કરવા જ જોઈએ. મેં એ કામ બીજા કોઈ માટે બાકી રાખ્યું જ ન હોત – મને પેતાને જ એ માણસ ઉપર એટલી દાઝ છે – પણ મારો પગ ખસી ગયા, અને તારો દાસ્ત જો મારી મદદે ન આવી પૂગ્યા હોત, તા હું અને તું સ્વર્ગનો રસ્તા પકડી રહ્યા છીએ કે નરકનો, તેની ખબર મને તો મળી જ ગઈ હોત.” << પણ માસ્ટર વાર્ને, તમે તે જુવાન છે અને મક્કમ હ્રદયના છે, એટલે આ બધા જોખમની એવી ઠેકડી ઉરાડી શકો છે. પણ મને હજુ ઘણાં વરસ જીવવાની ખાતરી ન હોય, તથા મારાં કરેલાં કર્મો – કુકર્મોનું પ્રાયશ્ચિત્ત કરવા માટે પૂરતા વખત મળવાનો ન હોય, તે હવે તમારી સાથે આગળ આવવાનું મને મન નથી. ” 66 “અરે તું તો મિથ્યુસલા` જેટલું હજાર વર્ષ જીવવાનો છે; સૉલેામનર જેટલું અઢળક ધન ભેગું કરવાનો છે; અને તારાં પાપાનું તે એવું ભારે પ્રાયશ્ચિત્ત કરવાનો છે કે, લોકો તારાં પાપકર્મ કરતાં તારાં પ્રાયશ્ચિત્તા માટે તને વધુ યાદ કરશે! પણ એ બધી વાત જવા દે; આ ટ્રૅસિલિયનની ભાળ રાખવી પડશે; મેં તારા ગુંડાને ઍની પાછળ મેાકલ્યા તા છે. ઑન્થની, ૧. ખાઈખલમાં આવતું લાંબુ જીવનારનું નામ. તે ૯૬૯ વર્ષી જ્ગ્યા હતા એમ હેવાય છે. – સ્પા ૨. ચહૂદીઓને રાજા (ઇ. સ. પૂ. ૯૭૨-૯૩૨). એના રાજ્યકાળ દરમ્યાન વેપાર-ઉદ્યોગ બહુ ખીલ્યા હતા, અને ભારે કરવેરા નાખી તેણે ખૂબ મેટા ખજાને ભેગા કર્યા હતા. દંતકથામાં ખડુ ડાહ્યો તથા ઘણી રાણીવાળે રાજા ગણાવાય છે. - સપા॰ - Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સેતાનના સાગરીતો એટલું સમજી રાખ કે, એ વાત ઉપર આપણા બંનેનું ભવિષ્ય અવલાંબી રહ્યું છે.” “વાહ, ભવિષ્ય આપણા બંનેનું; અને જોખમ તથા મહેનત મારાં એકલાનાં!” “જોખમ? એમાં વળી જોખમ કેટલુંક ઉઠાવવાનું છે, હેં? એ માણસ ફરી તારા ઘર પાસે લપાતો છુપાતો આવે કે તરત તેને ચાર-ડાકુ ગણી તેના ઉપર ઠંડી તરવાર કે ગરમ સીસું વાપરી દેજે. કૂતરો પણ તેની બોડ પાસે કોઈ અજાણ્યું આવે તે ડાડું ભરી લે છે.” હા, હા, મારે તો કૂતરાનું જ કામ કરવાનું છે અને કૂતરાનું જ મહેનતાણું મેળવવાનું છે! આ આખી જૂની મિલકતના કબજા-ભેગવટાનો હક તમને મળી ગયો અને હું તો તમારો સાંથીડો માત્ર છું, જેને તમારી મરજી થાય ત્યારે તમે તગેડી મૂકી શકો !” “પણ તું સારી સેવા બજાવીને એ સાંથ-હકને ભોગવટાના કાયમી હકમાં બદલાવી શકે છે. પણ એ માટે માત્ર મારા લૉર્ડ અર્લ ઑફ લિસેસ્ટરની મેનાને પૂરી રાખવા મકાનમાં એક-બે ઓરડા કાઢી આપવા કે એ ઊડી ન જાય તે માટે એનાં બારીબારણાં બંધ રાખવાં, એટલું જ કરવાનું ન હોય – આ જાગીરની વાર્ષિક ગણોત કેટલી ગણાય એનું તને ભાન છે? છતાં એ જાગીર અને એથી પણ વધુ ઘણું મોટા માણસ્ત્રની ગુપ્ત સેવા બજાવ્યાના બદલામાં મળી શકે, એ યાદ રાખજે. પણ હવે હું કપડાં બદલું અને કંઈક પરવારું.” બપોરના જમતી વેળા પાછા વાને અને ફોસ્ટર ભેગા થયા. ભોજન પૂરું થયું ત્યાર બાદ તેઓ પાછા જરા છૂટથી વાતએ ચડયા. ફોસ્ટરે પૂછયું, “આપણા ભલા લૉર્ડ અને સ્વામીના કામ માટે ઈશ્વરથી ડરતા અને તેની મરજી તેમજ પોતાનો લાભ ચૂપકીદીથી સંભાળતા માણસ હોય એ સારું નહિ? ટાઇડ્રસ્તી, કિલિવૂ, અને આ લૅમ્બોર્ન જેવા લફંગા બદમાશો, ૧. મૂળ “કૌપી-હોલ્ડ.” એ વખતે મોટા ભાગની જમીન આવા પટ્ટે જ ભોગવાતી. જ્યાં સુધી પરંપરાગત વેરે ભરે, ત્યાં સુધી એ પાટીદારને કે એના વંશજોને કઈ એ જમીન ખાલી ન કરાવી શકે. ત્યારે સાંથ-હક (લીઝ)થી તો અમુક સમય માટે જ એ જમીન વાપરવાનો હક પ્રાપ્ત થાય. - સપાટ Page #55 -------------------------------------------------------------------------- ________________ \ “પ્રીત કિયે દુઃખ હોય' જેમના મોં ઉપર ફાંસીના માંચડો કાયમનો અંકિત થયેલું હોય છે, તેવાઓની મારફત કામ લેવાથી નાહક આપણા ભલા લૉર્ડની બદનામી ન થાય?” ભલા એથની ફેસ્ટર, જેને બધી જાતના શિકાર જોઈતા હોય, તેણે બધી જાતનાં બાજ પાળવાં પડે– ટૂંકી પાંખનાં તેમ જ લાંબી પાંખનાં! મારા લૉર્ડ જે પંથે પળ્યા છે, તે સહેલો નથી, અને ત્યાં તેમને દરેક આંટીઘૂંટી વખતે ઉપયોગી થાય તેવા વિશ્વાસુ માણસો જોઈએ. જેમકે મારા જેવા રંગીલા દરબારીઓ, જેઓ દીવાનખાનામાં તહેનાત ભરતા હોય ત્યારે રંગતમાં વધારો કરે પણ કઈ મારા લૉર્ડની ઈજજત બાબત આડું અવળું બોલવા જાય, તો તરત તરવારની મૂઠ ઉપર હાથ નાખે...” “અને તે પોતે જેની પાસે ન જઈ શકતા હોય તેવી સ્ત્રીના કાનમાં તેમની ભલામણના બે શબ્દ પણ નાખી આપે.” ફોસ્ટરે વચ્ચે ઉમેર્યું. પણ વાર્નેએ તે એનું કહેલું લક્ષમાં લીધા વિના પિતાનું વાકય જ આગળ ચલાવ્યું, “મારા લૉર્ડને પિતાના વકીલો પણ જોઈએ, જે કરારનામાં ઘડી આપે, તથા કરેલા કરારમાં વાંધાવચકા નાખી કેમ ફાયદો કરી આપવો તે બરાબર જાણે; મારા લોડને વૈદ્યો પણ જોઈએ જેઓ બીમારી વખતે કે જોમ માટે પ્રવાહી કાઢા તૈયાર કરી આપે; મારા લૉર્ડને જોશીઓ અને જાદુગરો પણ જોઈએ, જે જોઈતાં જુદાં જુદાં ભૂત ખડાં કરી આપે, અને પછી બદમાશ તરવારિયાએ પણ જોઈએ, જેઓ એ ભૂત વીફરે ત્યારે તેમને ઠેકાણે પાડી આપે; ઉપરાંત, મારા લૉર્ડને તારા જેવા ધર્માત્મા, પ્રમાણિક, તપસ્વી આત્માઓ પણ જોઈએ, જેઓ સેતાનનો સામનો કરે અને તેની સેવા પણ બજાવે.” હું એમ નથી માનતો કે, આપણા ભલા લૉર્ડ અને સ્વામી, અર્લ ઑફ લિસેસ્ટર જેમને હું પૂરેપૂરા ખાનદાનીથી ભરેલા માનું છું, તે તમે કહો છો તેવાં પાપી સાધનો પોતાની બઢતી માટે વાપરે.” “આપણા લૉર્ડ તું કહે છે તેમ નરી ખાનદાનીથી ભરેલા હોય – અને એમ છે જ – તે પણ તેમનેય આ ખદબદતા સમયમાં આગળ આવવું ને વધવું હોય, તે પોતાની આસપાસ એવા સેવકો ઊલટા વધુ જોઈએ, જેઓ તેમની સેવા બજાવવામાં સારું ખોટું કશું જોવા ન રહે, પણ એટલું જ Page #56 -------------------------------------------------------------------------- ________________ સેતાનના સાગરીતા સમજી રાખે કે, તે લૉર્ડ જો ગબડયા, તે સાથે તેમને પણ છૂંદાઈ જવાપણું છે; અને તેથી જે પેાતાનાં લેાહી અને મગજ, આત્મા અને શરીર, એ લૉર્ડને ટેકવી રાખવા માટે જ હાડમાં મૂકવા હરઘડી તૈયાર રહેતા હોય. 99 ૩૯ “તમે ખરું કહો છે, માસ્ટર વાર્ને; જે માણસ રાજદરબારમાં પોતાના પક્ષની આગેવાની ધરાવતા હોય, તે તેા ઊંચે ઊછળતા મેાજા ઉપરની હોડી જેવા જ ગણાય — જે પોતાના જોરે નહીં, પણ પોતાની નીચેના મેાજાના જોરે જ ઊંચે રહેતી હાય છે.” - 66 વાહ પઢે ઍન્થની, તને તે ઑકસફર્ડ લઈ જઈને સાહિત્યની ઉપાધિ અપાવી દેવી પડે એવી ઉપમાઓ નું તે વાપરવા લાગ્યો! પણ એ બધી બાબત પછી; તે પેલા પશ્ચિમ તરફના કમરા મારા લૉર્ડની મરજી મુજબ સજાવીને બરાબર તૈયાર કરાવી દીધા છે ને?” 56 અરે રાજાનેય લગ્નને દિવસે ચાલે તેવા તે સુસજ્જિત થઈ ગયા છે; અને ઍમી એ કમરાઓમાં અત્યારે શેબાની* રાણીની જેમ બિરાજતી હશે, એની ખાતરી રાખજો.” “સારી વાત છે, ભલા ઍન્થની; એની રાજીખુશી ઉપર જ આપણે આપણું ભવિષ્ય ખડું કરવાનું છે.” “તા તે રેતી ઉપર જ આપણા મહેલ આપણે ખડો કરીએ છીએ, એમ માનજો. કારણકે, એક વાર તે તેના લૉર્ડનાં માન-અકરામ સાથે રાજદરબારમાં પહોંચી જશે, પછી અત્યારે તેની મરજી વિરુદ્ધ તેને આ ખંડેરમાં પૂરી રાખનાર તેના જેલર તરીકે કામ કરતા મારા પ્રત્યે તે કેવી કૃપાદૃષ્ટિ દાખવશે, એ કલ્પી શકાય તેમ છે.” “પણ હું છું ને? હું તેને તે વખતે બરાબર સમજાવી દઈશ કે, અત્યારે આમ કડકપણું દાખવીને તું મારા લૉર્ડની અને તેની સાચી સેવા જ બજાવી રહ્યો હતા. એટલે તે જ્યારે ઈંડાના કાટલાની બહાર ડગ ભરતી થશે, ત્યારે તે બરાબર જાણતી અને સમજતી હશે કે આપણે એ ઈંડું સેવ્યું તથા સંભાળ્યું હતું, તેથી જ તે એ મેાટાઈ માણી શકે છે.” * દક્ષિણ અરબસ્તાનના ‘સાબા' પ્રદેશ. ત્યાંના લૈકા બહુ જૂની સૌંસ્કૃતિવાળા ગણાય છે. એ પ્રદેશ ખૂબ સમૃદ્ધ તે અને તેની રાણી સલામનની મુલાકાતે ગઈ હતી એવી દંતકથા છે. - સપા॰ Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેચ” પણ માસ્ટર વાર્ને, તમે આ બાબતમાં ભારે ભૂલમાં પડ્યા હો એમ મને લાગે છે. તમારા ઉપર પણ તેની પૂરી ખફામરજી જ હોય એમ લાગે છે. આજે સવારે તમને કેવો ઠંડો આવકાર મળ્યો હતો, તે ભૂલી ગયા?” “તું ભૂલે છે, ફેસ્ટર; મારી સાથે તો તે ઉપકારનાં ઘણાં સખત બંધનોથી બંધાયેલી છે. અજાણી ઍમી રોબ્સર્ટ, એક કંગાળ બની ગયેલા મૂરખ ઉમરાવની દીકરી, જેનો વિવાહ એડમન્ડ ટ્રેસિલિયન જેવા પાગલ અને ગમાર સાથે થયેલો, તેને એ ખાડામાંથી કાઢી, ઇંગ્લેન્ડમાં અને કદાચ યુરોપમાં પણ આગળ પડતા કહેવાય તેવા ઉમરાવ, અર્લ ઓફ લિસેસ્ટરના નજરમાં કોણે વસાવી આપી હતી? કોણે તે બે વચ્ચે ગુપ્ત મુલાકાત ગોઠવી હતી? એમીનાં કુટુંબીઓ તો હજુ મને જ તેને ભગાડી જવા માટે દોષિત ગણે છે – અને હું એ તરફ થઈને નીકળું, તો મારે બહુ સાવચેત રહીને જ નીકળવું પડે. એ બે જણના પત્રો પણ કોણ લાવતું-લઈ જતું હતું? તેને ભગાડવાની યોજના પણ કોણે કરી હતી? અને એમ છેવટે, નાનકડા વહેળાના અજાણ્યા કિનારા ઉપર ઊગેલા એ જંગલી ફૂલને બ્રિટનની સર્વશ્રેષ્ઠ બૉનેટમાં કોણે ખસી આપ્યું છે? મેં જ!” પણ માસ્ટર વાને, તમે કેમ ભૂલી જાઓ છે કે, તમારું ચાલ્યું હોત તો તમે એ ફૂલ પેલી ટોપીમાં એવું અધકચરું ખસી આપ્યું હોત, જેથી કામનાના સદા બદલાતા પવનની સહેજ ફંકથી તે કયાંય દૂર ઊડી ગયું હોત?” મારા લૉર્ડનું હિત અને તે પ્રત્યેની સાચી ચિંતાને કારણે મેં તેમને પ્રથમ તો લગ્ન ન કરવાની સલાહ આપી હતી, પણ જ્યારે મેં જોયું કે ઍમી લગ્નની વિધિ થયા વિના રાજી નહિ જ થાય, ત્યારે પછી મેં જ તેમને એ વિધિ પતાવવાની સલાહ આપી હતી, – એટલો વિચાર તો તેય કરશે જ ને?” પણ એ ઉપરાંત તમારી સામે તેને બીજી એક ફરિયાદ છે. – અને તે અંગે તમારે સવેળા સાવચેત થઈ જવું જોઈએ એવી મારી તમને ભલામણ છે : તેને આ મઠ જેવા જૂના મકાનમાં ગોંધાઈ રહેવાને બદલે કાઉની વચ્ચે કાઉન્ટસ થઈને પિતાનો પૂર-દમામ દાખવવો છે.” * સ્ત્રીને બહાર પહેરવાની કાર વિનાની ટેપી. – સંપા. Page #58 -------------------------------------------------------------------------- ________________ સેતાનના સાગરીતે પણ તે તે તેના સ્વામીની મરજીની વાત છે ને? તેમાં મારે શું કહેવા-મૂકવાનું હોય?” પણ ઍમી એમ માને છે કે, તમે જ તેના સ્વામીને બહાર ન લઈ જવાની – બહાર ન કાઢવાની સલાહ આપી રહ્યા છો. જે ગુપ્ત એકાંતવાસમાં તેને રહેવું પડે છે, તેના કારણરૂપ તે તમને અને મને માને છે; એટલે મારા અને તમારા પ્રત્યે તેનો ભાવ કોઈ સજા પામેલા માણસને તેના ન્યાયાધીશ અને જેલર પ્રત્યે હોય તેવો અને તેટલું છે, એટલું જાણી રાખજો !” પણ અહીંથી એને નીકળવું હશે, તે આપણા પ્રત્યેય તેણે વધુ સારો ભાવ રાખતા થવું પડશે. મેં કેટલાંક વજનદાર કારણોને લઈને અમુક સમય સુધી તેને અહીં રાખવાની સલાહ મારા લૉર્ડને આપી છે; અને તેને પૂરા ઠાઠમાઠમાં બહાર કાઢવાની સલાહ પણ હું જ આપી શકું તેમ છું. પરંતુ તે મારી સાથે દુરમનાવટ જ રાખ્યા કરે, તો હું કંઈ ગાંડો નથી કે એવી સલાહ મારા લૉર્ડને આપું. માટે એન્થની, તારે પ્રસંગે પ્રસંગે એ વાત તેને કાને નાખ્યા કરવી; તો હું પણ બદલામાં તારે માટે બે સારા શબ્દો તેને સંભળાવતો રહીશ. એ બાઈએ તેના મિત્રોને પિછાનવા જોઈએ અને તેના દુશમન થવાની કેવી તાકત તેઓ ધરાવે છે તેનું ભાન તેને કરાવવું જોઇએ. દરમ્યાન, તેના ઉપર પૂરતી દેખરેખ રાખ્યા કરજે. તારો ચહેરો અને તારો સ્વભાવ ડાઘિયા કૂતરા જેવો છે એ સારું છે, જેથી ઍમી ઉપર કંઈ કઠોરતા દાખવવી પડે છે, તો તે તારા સ્વભાવને કારણે છે એમ ગણાઈ જાય છે, અને મારા લૉર્ડ અલિપ્ત રહી શકે છે. પણ સાંભળ, કોઈ દરવાજો ઠેકે છે – પહેલાં બારીમાંથી જોઈ લે, કોણ છે – આજની રાતે બીજું કોઈ બહારનું ગમે તે ન આવવું જોઈએ.” પેલાએ બહાર નજર કરીને કહ્યું, “એ તે માઈકેલ લેમ્બૉર્ન છે.” “તે એને તે આવવા દે; કદાચ તે એડમન્ડ ટ્રેસિલિયનની કંઈ ખબર લાવ્યો હશે. પણ તેને અહીં ન લાવતો - પેલા બટની લાયબ્રેરીવાળા કમરામાં તેને બેસાડ, હું ત્યાં આવું છું.” ફોસ્ટર એ પ્રમાણે બાર ગયો એટલે વાને વિચારમાં પડી જઈ, આમતેમ આંટા મારવા લાગ્યો, અને પછી મનોમન ગણગણવા લાગ્યો - Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુખ હોય' “ફોસ્ટર કહે છે તે ખરી વાત છે – ઍમી મને ચાહતી નથી. પણ હુંય તેને ન ચાહતો હોત તો કેવું સારું થાત? માત્ર મારા લૉર્ડને માટે જ દલાલું કરીને મારે થોભવું જોઈતું હતું. પણ હું મૂરખ તેને મારા તરફ વાળવા ગયો. અને એ ગંભીર ભૂલ થઈ જવાને કારણે હું એના દબાણ હેઠળ આવી ગયો છું. કોઈ ડાહ્યો માણસ કોઈ સ્ત્રીના દબાણમાં એ રીતે ન આવે! એ જોખમકારક ભૂલ થઈ ગઈ ત્યારથી માંડીને હું તેના તરફ ભય અને ધિક્કારભરી નજર સિવાય બીજી નજરે જોઈ શકતો નથી. છતાં તેના પ્રત્યેનો મારો મોહ તો હજુ જેવો ને તેવો જ છે. એટલે હું તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરું કે તેને બરબાદ કરવા પ્રયત્ન કરું, એ જ હજુ નક્કી કરી શકતા નથી. પણ મારી અને તેની વચ્ચેનો સંબંધ ક્યા પાયા ઉપર ખડો થવાનો છે એ નક્કી થયા વિના તેને અહીંથી ખસેડવી – બહાર કાઢવી, એ તો બને જ નહિ. મારા લૉર્ડનું હિત પણ આ લગ્ન ગુપ્ત રહે, એમાં જ છે; અને એમનું ને મારું હિત એવાં સંકળાયેલાં છે કે, તે પડે તે હું પણ ડૂબું જ. ઉપરાંત આ એમીને હું તેના મોભાને સ્થાને ચડવામાં અત્યારે મદદ કરું, એ તો, હાથે કરીને, મારા ગળા ઉપર તેનો પગ મૂકી શકે તે માટે તેને સત્તારૂઢ કરવા જેવું થાય. એટલે મારે તેના ઉપર મારું કોઈ દબાણ ઊભું થાય એવો પ્રયત્ન કરવો જોઈએ – ભલે એ દબાણ પ્રેમનું હોય કે પછી ભયનું હોય. અને એવું ન જ થઈ શકે એમ કેમ માની લેવું? એમ થાય તે જ તેણે મારી કરેલી અવજ્ઞાનો મીઠો બદલો તેના ઉપર લઈ શકાય. એક વાર હું તેની સાથે સંતલસનો સંબંધ ઊભો કર્યું, અને તેની કોઈ ખાનગી વાત ગુપ્ત રાખવાની મારા હાથમાં આવે– ભલે પછી તે નજીવી જ હોય – એટલે એ સુંદર કાઉન્ટસ મારી જ બની જાણો !” - આટલું ગણગણી પાછો તે ચૂપ રહી આંટા મારવા લાગ્યો. ત્યાર બાદ તેના મનનો ક્ષોભ શાંત પાડવા તેણે દારૂનો એક પ્યાલો ભરીને ગટગટાવ્યો. ત્યાર બાદ, કંઈક મક્કમ વિચાર સાથે તે કમરાની બહાર નીકળે. Page #60 -------------------------------------------------------------------------- ________________ માછલીને છતપતા, ના ચખૂણિયા કન્ઝર-પ્લેસ ભવનના પશ્ચિમ બાજુના ચાર કમરા અસાધારણ વૈભવથી સજાવવામાં આવ્યા હતા. આપણી આ વાર્તા શરૂ થઈ તેનાથી થોડાક દિવસ અગાઉ જ એ કામ પૂરું થઈ ગયું હતું. લંડનમાંથી મોકલવામાં આવેલા ખાસ કારીગરોએ આવીને ખંડેર બનેલા મઠની ઇમારતના એ ભાગને અંદરથી રાજમહેલ બનાવી દીધો હતો. એ કારીગરો એ કામ પૂરું કરી રહ્યા ત્યાં સુધી તેમને એ મકાનની બહાર નીકળવા દેવામાં આવ્યા ન હતા. એમને લાવ્યા હતા પણ રાતે અને વિદાય પણ રાતે જ કર્યા હતા; - જેથી ગામના કોઈને કશી ખબર ન પડે. એ મકાન એન્થની ફોસ્ટરનું ગણાતું, અને એ આકરા તપસ્વી-પંથમાં ભળેલો હોઈ, તેના મકાનમાં રાજમહેલની આવી સમૃદ્ધિ ઠાંસીને ભરવામાં આવી છે એની વાત બહાર જાય, તો લોકો તરેહવાર કલ્પના કરવા લાગી જાય, અને પછી તેમની ઇંતેજારીથી એ મકાન અને તેમાં ચાલતું બધું ગુપ્ત રહે જ નહિ. આજે સાંજે પહેલી જ વાર આ કમરાઓવાળા ભાગમાં રોશની કરવામાં આવી હતી. બારીબારણાં ખુલ્લાં હોત તો જેનો ઉજાસ પાંચ-છ માઈલ દૂરથી નજરે પડત, તે બારીઓ ઉપરનાં ઓકનાં બધાં શટરો બરાબર બોલ્ટ અને તાળાંથી કાળજીપૂર્વક વાસી દીધેલાં હોઈ, તથા ઉપરાંતમાં ઢાંકી દીધેલાં હોઈ, બહારથી પ્રકાશનું એક કિરણ પણ નજરે પડી શકે તેમ ન હતું. એ કમરામાં એક મોટી સીધી નિસરણી ઉપરથી જવાય તેમ હતું. આગળના બેઠકખાના જેવા એક કમરાના બારણા આગળ એ નિસરણીનો પગથાર આવતે અને ત્યાં એક ગૅલરી જેવું કરી દેવામાં આવ્યું હતું. એ કમરાને બીજા અનેકવિધ સાજસરંજામ ઉપરાંત છ મોટાં અને સુંદર ફ્રેમવાળાં ૪૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય' ચિત્રોથી સુશોભિત કરવામાં આવ્યો હતો. તેની એક બાજુ એક જંગી એકટેબલ તે વખતે ફેશનેબલ બનેલી શૉવેલ-બોર્ડની રમત માટે મૂકેલું હતું, અને બીજી બાજુ એક ઊંચી ગૅલરી હતી, જેમાં સાજિંદા-વાજિંદા-ગાયકોની ટુકડી બેસી શકે અને નીચે ચાલતી મિજબાનીના આનંદમાં વૃદ્ધિ કરી શકે. પ્રકાશ માટે એમાં ચાંદીની છ મોટી દીપદાનીઓ હતી. આ બેઠકખાનાના ઓરડામાંથી ભજન-કક્ષમાં જવાનું. એ ઓરડાને શણગાર પણ આંજી નાખે તેવો હતો. ભીંત ઉપર મખમલ અને રૂપેરી જરી છાઈ દીધેલી હતી. આ કમરામાં પ્રકાશ માટે દીપદાનીઓને બદલે ચાંદીનું મોટું ઝુમ્મર હતું. ટેબલ ઉપર સુંદર કાપડ પાથરેલું હતું, અને વચમાં મસાલા માટે ગ્રીક પુરાણકથાના શતબાહુની ઇટાલિયન કારીગરીની મૂર્તિ હતી. તેના હાથમાં જુદા જુદા મસાલા, ચટણીઓ અને અથાણાં ગોઠવેલાં હતાં. આવશ્યક સુંદર પાત્રો માટેનું એક ખસી શકે તેવું કબાટ પણ પૂરી કળા-કારીગરીથી ઘડેલું હતું. ત્રીજો કમરે આરામ-કક્ષ હતો. તેમાં એક મોટું સિંહાસન બે પગથિયાં ચડીને જવાય તેવા ઊંચાણ ઉપર ગોઠવેલું હતું. તેમાં બે જણ બેસી શકે તેવી સગવડ હતી. તેના ઉપરનો સુંદર ચંદરવો, પીઠ પાછળની પિછવાઈ, તથા બગલગાદીઓ વગેરે કીમતી વસ્તુઓ સુંદર કળા-કારીગરીના નમૂનારૂપ હતી. નાની દીપદાનીઓ ઉપરાંત આ કમરામાં ચાર મૂર-યોદ્ધાઓની મૂર્તિઓના હાથમાં ચાર ઊંચી મશાલો પકડાવવામાં આવી હતી. એ યોદ્ધાઓના બીજા હાથમાં છાતી અને મશાલ વચ્ચે ચાંદીની ચકચકિત ઢાલ પકડાવવામાં આવી હતી, જેથી એ પ્રકાશ અનેકગણો ઉજજવળ બની પાછો પ્રતિબિંબિત થાય. - શયનકક્ષ બીજા એરડાઓ કરતાં ઓછો ભપકાબંધ હતા, પણ તેથી ઓછી કળા-કારીગરીવાળો ન હતો. તેમાં પ્રકાશ બે ચાંદીની દીપદાનીથી થ - જેમાં સુગંધી તેલ બળતું. એનો ગાલીચો પણ એટલો જાડો હતો કે ગમે તેવું ભારે પગલું પડે તોપણ જરાય અવાજ ન થાય. જે દેવી માટે આ મંદિર આમ ભારે ખર્ચો અને જહેમતે સજાવવામાં આવ્યું હતું, તે પોતે પણ એ બધા માટે પૂરેપૂરી લાયક હતી. અત્યારે તે આરામ-કક્ષમાં જઈ બધું આશ્ચર્યમુગ્ધ થઈને જોતી હતી. તેનો આ મકાનમાં વસવાટ ગુપ્ત રાખવાનો હોઈ, તેને પોતાને પણ મકાનમાં આ બધું સજાવટનું Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૫ માછલીને છતપતટ જે કંઈ કામકાજ ચાલતું હતું તે જાણવા દેવામાં આવ્યું ન હતું. જેથી તે અજાણમાં પણ બહાર નીકળીને કારીગરોની નજરે પડી ન જાય. કાઉટેસ ઍમી – કારણકે ઇંગ્લૅન્ડના ગર્વિષ્ઠ અલ ઑફ લિસેસ્ટર સાથે તેના ગુપ્ત પણ ધર્મવિધિથી થયેલા લગ્નને કારણે તે એ હોદ્દે પહોંચી જ કહેવાય – થોડી વાર તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગેલમાં આવી ગયેલી હરણીની જેમ ઠેકડા મારતી, બધું જોતી અને બધું વખાણતી ફરતી રહી. એને એ બધી વસ્તુઓ આંજી નાખતી હતી, પણ તેનો ઉન્માદ એ બધી મોંઘી વસ્તુઓ તેને માટે સજાવનાર સ્વામીના તેના પ્રત્યે પ્રગટ થતા પ્રેમને કારણે હતો. જેનેટે છેવટે તેને ટોકી અને કહ્યું, “તમે જો આમ એક ઓરડામાંથી બીજા ઓરડામાં દોડ્યા કરશે, તો મેં મહામહેનતે તમને પોતાને સજાવ્યાં છે, તે બધું નકામે જશે !” એમીએ તરત પાસેના મોટા અરીસામાં જોયું – એવા મેટા અરીસા રાણીના મહેલમાં પણ બહુ ઓછા હોય – તો તેને તરત પોતાનું અદભુત સૌંદર્ય જેમ નજરે પડયું, તેમ પોતાની દોડાદોડથી પોતાના વાળ તથા કપડાંની જે વલે તેણે બેસાડી હતી, તે પણ તેની નજરે પડી. તરત જ તે બોલી ઊઠી, “ચાલ જેનેટ, ચાલ, પાછાં આરામ-કક્ષમાં જઈને બધું બરાબર ઠીકઠાક કરી લઈએ. મારે હવે આમ ઠેકડા મારવાનું છોડી, મોભે ધારણ કરવાનું શીખવું પડશે, - કિંઈ નહિ તો મારા ઉમરાવ સ્વામીને ખાતર પણ !” આરામ-કક્ષમાં જઈ જેનેટે એમીના શરીર ઉપર બધું મહેનતપૂર્વક પાછું સમુંનમું કરવા માંડયું. લાંબો વખત તેની કામગરી આંગળીઓની કારીગરીથી કંટાળીને ઍમીએ તેને કહ્યું, “બસ કર, મારે મારા સ્વામી આવે ત્યાર પહેલાં તારા બાપને મળી લેવાનું છે અને માસ્ટર રિચાર્ડ વાનેને પણ. મારા સ્વામી તે તેમને બહુ માને છે, પણ એમણે કરેલી અવળચંડાઈની વાત હું મારા સ્વામીને કહી દઉં તે તેમને નાસતાં ભય ભારે પડી જાય.” ના, ના, મારાં ભલાં લેડી! એ બધું ભગવાનને સોંપી દો. તે ઉચિત સમયે દુષ્ટોને અચૂક સજા કરશે. તમારે તો કોઈ કારણે વાનને છંછેડવા જેવો નથી; કારણકે, આપણા લૉર્ડના કાન એટલા બધા તેના હાથમાં છે કે જેઓ તેના માર્ગમાં આડે આવ્યા છે, તેમની બૂરી વલે થઈ છે.” Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય' “પણ હું મારા સ્વામી અને માલિકની પત્ની હોઉં, તે પછી મારે તેમના એ હલકટ હજૂરિયાથી ડરવાનું શાને હોય?” “મેડમ, મારા બાપ જેવા બાપે પણ કહ્યું છે કે, તે કઈ ભૂખ્યા વરુનો સામનો કરવા તૈયાર થાય, પણ રિચાર્ડ વાર્નેના રસ્તામાં આડે ઊભવા કદી ન ઇચ્છે. અને તેથી તેમણે મને એનો સહેજ પણ સંપર્ક ન રાખવા ચેતવણી આપી છે.” ભલે ભલે, મારે તારા બાપુ સામે કે વાને સામે કશો ગુસ્સો રાખવાનું શું કારણ? તે બંનેએ મને અણગમો થાય તેવું ઘણું કર્યું છે, પણ હવે પછી મારે મોંએ તેમના વિરુદ્ધ ફરિયાદનો એક શબ્દ પણ મારા સ્વામીને કદી પહોંચશે, તે તેનો દોષ તેમનો પોતાનો જ હશે, પણ તેમને હવે અહીં બોલાવી લાવ, જેનેટ.” પેલા બંને આવ્યા અને તેને સલામ ભરીને ઊભા રહ્યા, એટલે ઍમીએ પિતાના આસન ઉપરથી ઊભી થઈ, બે ડગલાં સામે જઈ, પોતાનો હાથ લાંબે કરીને વાને કહ્યું, “માસ્ટર રિચાર્ડ વાર્ને, તમે આજે સવારે એવા સારા સમાચાર લઈને આવ્યા છે, એના આનંદમાં ને અચંબામાં હું મારા લૉર્ડ અને પતિએ તમારો સમુચિત આદર કરવાનું સૂચવ્યું હતું તે ભૂલી ગઈ. એટલે અમે અમારો સુલેહ-સમાધાનીનો હાથ તમારા તરફ લંબાવીએ છીએ.” વાને તરત એક ઘૂંટણે પડીને બોલ્યો, “હું કોઈ રાજવીને તેને પ્રજાજન સ્પર્શે એ સિવાય બીજી કોઈ રીતે તેને સ્પર્શવાને લાયક નથી.” તેણે એમીની વીંટીથી અને રત્નોથી લદાયેલી નાજુક સુંદર આંગળીએનાં ટેરવાંને હોઠ લગાડ્યો અને પછી તેને આદરપૂર્વક પેલા સિંહાસન તરફ દોરી જવા એ તત્પર થયો. પણ એ તરત બોલી ઊઠી, “ના, ભલા માસ્ટર રિચાર્ડ વાને, હું મારા લોર્ડ પોતે મને ત્યાં દોરી જાય તે પહેલાં ત્યાં બેસવાની નથી. હજુ સુધી હું છુપાવી રાખેલી કાઉન્ટસ છું એટલે જ્યાં સુધી એ મોભે જેની દ્વારા મને પ્રાપ્ત થાય છે તે પોતે મને વિધિસર તે પદે પ્રસ્થાપિત ન કરે, ત્યાં સુધી હું અખત્યાર કરવા માગતી નથી.” હવે ફેસ્ટર બોલી ઊઠ્યો, “હું આશા રાખું છું કે મારા લૉર્ડ – તમારા પતિ – ની આજ્ઞાનું પાલન કરવા જતાં તમારા ઉપર જે કંઈ નિયંત્રણો મારે મૂકવાં પડ્યાં હશે, તે બદલ તમારી નાખુશી મને હાંસલ નહિ જ થઈ હોય. પરંતુ, મારા લૉર્ડ ટૂંક સમયમાં જ પધારવાના હોઈ, માસ્ટર રિચાર્ડ Page #64 -------------------------------------------------------------------------- ________________ માછલીને છતાતાર વાને ને તેમના તરફથી જે કંઈ તમને કહેવાનું હોય તે એ કહી શકે તે માટે હું અહીંથી ખસી જાઉં છું. ચાલ, જેનેટ હું પણ મારી સાથે ચાલ, જેથી બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે કે નહિ તે જોઈ લઈએ ” નહિ, માસ્ટર ફેસ્ટર, તમારી પુત્રી અહીં આ કમરામાં જ રહે એવું અમે ઇચ્છીએ છીએ. તે ભલે થોડે દૂર બેસે, જેથી વાને મારા લૉર્ડનો કંઈ સંદેશ કહેવાનો હોય તો કહી શકે.” ફોસ્ટર અણઘડપણે નમન જેવું કરીને ત્યાંથી ચાલતો થયો. જેનેટ પણ પોતાની ભરતકામની ફ્રેમ લઈને ઓરડાને છેડે જઈને બેઠી. એટલે રિચાર્ડ વાને નીચામાં નીચું સ્કૂલ ખેંચી લાવી આદરપૂર્વક એમીની સામે બેઠો. છેવટે, વાનેને કંઈ બોલતો ન જોઈ, કાઉન્ટસે જ કહ્યું, “ તમારે મારા લૉર્ડ અને પતિ તરફને કંઈ સંદેશો કહેવાનો હતો એમ માસ્ટર ફેસ્ટરના કહ્યા ઉપરથી માનીને મેં જેનેટને દૂર બેસાડી છે. પણ મારી સમજવામાં ભૂલ થઈ હોય તો, હું હવે તેને પાસે બોલાવું; કારણ કે, તે જે ભરતકામ કરે છે, તેમાં મારી દેખરેખની જરૂર છે.” લેડી, ફોસ્ટર મારો હેતુ કંઈ જુદો સમય લાગે છે. હું તમારા ઉમરાવ પતિ તરફથી નહિ પણ તેમને વિષે કંઈ કહેવા માગું છું.” તેમને વિષે જે કંઈ કહેશો તે સાંભળવામાં મને આનંદ જ આવશે. પરંતુ તેમને આવવાનો વખત થયો છે, એટલે તમે જે કહેવાનું હોય તે ટૂંકમાં કહી દેશો.” “ભલે, બાનુ; મારે જે કહેવાનું છે તે કહેવામાં આમેય મારે ટૂંકાણ તેમ જ હિંમત બંને દાખવવાં પડે તેમ છે. – તો આજે તમે ટ્રેસિલિયનને મળ્યાં હતાં, ખરું?” “હા, પણ તેનું તમારે શું છે?” બાનુએ કંઈક તીખાશથી કહ્યું. “મને તો કંઈ નથી, લેડી, પણ એ સમાચાર તમારા લૉર્ડ સ્વરથતાથી સાંભળી શકશે, એમ તમે માનો છો?” તે શા માટે નહિ સાંભળી શકે વારુ? ટ્રેસિલિયનની મુલાકાતથી મને ન મૂંઝવણ તથા ચિંતા થાય; કારણ કે તે મારા ભલા પિતાની બીમારીના સમાચાર લાવ્યા હતા.” “તમારા પિતાની બીમારીના સમાચાર, મૅડમ? તો તે એ બીમારી ખૂબ જ ઓચિંતી આવી પડી હોવી જોઈએ, કારણ કે મારા લૉર્ડના કહેવાથી. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ “પ્રીત કિયે દુઃખ હૈય” મેં જે દૂત મોકલ્યો હતો, તે તો તેમને શિકાર ખેલતા જોઈને આવ્યો છે. મને તો લાગે છે કે, ટ્રેસિલિયને એ સમાચાર ઉપજાવી કાઢયા છે – તેમને તમારા વર્તમાન સુખને વિશુધ્ધ કરવાનાં કારણ છે, એ તમે મૅડમ બરાબર જાણો જ છો.” માસ્ટર વા, તમે ટ્રેસિલિયનને અન્યાય કરો છો; તે કોઈ પણ કારણે જૂઠું બોલી શકે કે સામાને ઘેખે દેવા ઈચ્છે એવા માણસ નથી. મારા પિતા તેમને એ કારણે જ ચાહતા હતા. છતાં, તે મારા લગ્ન બાબત કશું જાણતા ન હોવાથી તથા કોની સાથે મેં લગ્ન કર્યું છે એની પણ તેમને જાણ ન હોવાથી, તે મને અહીંથી ખસેડવા ઇચ્છતા હોય, અને મારા પિતાની બીમારીના સમાચારની તેમણે થોડી ઘણી અતિશયોક્તિ પણ કરી હોય, એમ બનવાનો સંભવ છે. એટલે તમે મારા પિતા અંગે જે સમાચાર લાવ્યા છો, તે વધુ સાચા હોય એમ બને ખરું.” મારા સમાચાર સાચા જ છે, મૅડમ, અને મારા માનવંત લૉર્ડ મને મિત્ર ગણીને મારું જે બહુમાન કરે છે તે જાણતો હોઈ, તમારા ઉપર ખોટું બિનજરૂરી જુઠ્ઠાણું ઠોકી બેસાડું કે જે જલદી પકડાઈ ગયા વિના રહે નહિ, અને જેને તમારાં સુખ-સ્વાથ્ય સાથે લેવાદેવા હોય, એવું કશું મારે હાથે બને જ નહિ.” માસ્ટર વાને, હું બરાબર જાણું છું કે, મારા લૉડે જે તેફાની મહાસાગરોમાં પોતાનાં ઊંચા અને સાહસી સઢ ખુલ્લા મૂક્યા છે, ત્યાં તમે તેમના વફાદાર અને કુશળ સુકાની તરીકે કામ દઈ રહ્યા છો. એટલે ટ્રેસિલિનના સમર્થનમાં જે કંઈ મેં કહ્યું, તેમાં તમારા પ્રત્યે કશી કઠોરતા દાખવવાનો મારો ઈરાદો હતો એમ ન માની લેતા. તમે જાણો છો તેમ હું ગામડામાં ઊછરેલી છું, એટલે મને મારી વાત સીધી ગામઠી રીતે જ બોલવાની ટેવ છે; પરંતુ મારે હવે મારા નવા બદલાયેલા ક્ષેત્રની રાજદરબારી રીત અપનાવવી જોઈએ, એ ખરુને?” “સાચી વાત છે, મૅડમ, જોકે તમે આ બધું મજાકમાં જ કહો છો; છતાં તમે સાચેસાચ જ એ રીત અપનાવો એ સલાહભર્યું છે જ; કારણકે, આપણાં રાણીજીના સિંહાસનની પાસે ઊભનારી સૌથી વધુ ખાનદાન અને અને સૌથી વધુ શીલવંતી રાજદરબારી બાનુ કદી પોતાના ઉમરાવ પતિના Page #66 -------------------------------------------------------------------------- ________________ માછલીના છતપતાટ ૪ વિશ્વાસુ સેવક આગળ પોતે તરણેાડેલા પ્રેમીની તરફેણમાં સાચી વાત પણ કહેવાનું સલાહભર્યું ન માને. ” “ પણ ટ્રેસિલિયનની સાચી લાયકાતને ન્યાય કરવા ખાતર તેની બાબતમાં મારા પતિના મિત્ર સમક્ષ કે મારા પતિની ΟΥ અરે આખી દુનિયાની સમક્ષ – હું બોલું તેમાં શું ખાટું, એ કહેશો સમક્ષ ~ અકળાઈને લાલ લાલ થઈ જતાં બોલી. tr “તો શું મારા ઉમરાવ લૉર્ડ, તમારા પતિ સમક્ષ તમે એ વાત ખુલ્લાંખુલ્લા કહી દેશો કે, તમારું જે રહેઠાણ આખી દુનિયાથી આટલી બધી કાળજી વડે ગુપ્ત રાખવામાં આવ્યું હતું, તે ટ્રોસલિયને શોધી કાઢયું છે, તેમ જ તેણે તમારી મુલાકાત પણ લીધી છે?” ,, વારુ ? ” કાઉન્ટેસ 46 ‘જરૂર; મારા પતિને હું પહેલી જ વાત એ કરીશ; ઉપરાંત સિલિયને જે કંઈ કહ્યું, અને તેના મેં જે જવાબ આપ્યા, તે એકેએક શબ્દ પણ ટ્રેસિલિયને જે કંઈ કડવા શબ્દો કહ્યા હતા, તે ભલે ઉચિત નહિ હોય, છતાં મેં એને એમ કહેવાને કશું કારણ નથી આપ્યું, એમ તે ન કહેવાય. "" 9 66 તમેા નામદાર જે ઠીક માનેા તે કરી શકો છેા; પરંતુ જો એ બધું કહી દેવાની કશી આવશ્યકતા ન હોય, તે એ બધું કહેવાથી તમારા પતિને જે કંઈ ફિકર-ચિંતા થશે તેમાંથી તેમને ઉગારી લેવા એ વધુ સારું નહિ? અને ઉપરાંતમાં માસ્ટર ટ્રેસિલિયન ઉપર જે જોખમ આવી પડશે, તેમાંથી તેમને બચાવી લેવા એ પણ ? ’ "" મારા પિત એટલા બધા ખાનદાન ઉમરાવ દિલના છે કે, તેમને એવા હલકટ હું ધારી લઉં જ નહિ,’ .. “તો તમને ચેાગરદમથી અહીં છુપાવીને ઘેરી રાખવામાં આવ્યાં છે, તેનું શું કારણ તમે કલ્પો છેા, વારુ?” 66 મારા પતિની મરજી; અને એ સિવાય બીજો કોઈ હેતુ કલ્પવાની મારે શી જરૂર ? ’ “ પણ તેમની મરજીય તેમને જે અમૂલું રત્ન સાંપડયું છે, તેની પ્રત્યેના તેમના પ્રેમ અને ચિંતામાંથી ઊભી થઈ છેને? તે પોતાના ખજાનાની ખ્રિ૦– ૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય' જે મોટી કિંમત આંકે છે, તેના પ્રમાણમાં તેને બીજાઓથી સુરક્ષિત રાખવાની તેમને ચિંતા પણ હોય જ ને?” તો શું, મારા પતિ ટૂંકા દિલના ઈર્ષ્યાખોર છે, એમ મારે માનવું? તમે તે કેવીક વાત કરો છો, માસ્ટર વાને? અને તે એવા હોય, તો પણ એમની એ ઈર્ષ્યા અને ચિંતા દૂર કરવાનો એકમાત્ર સીધો રસ્તો તેમનાથી કશું ન છૂપાવવાનો જ હોઈ શકે. તે મારા નિર્મળ અંતરમાં આરપાર જોઈ શકે, તો પછી તેમને કશી ચિંતા ન રહે.” તે પછી મારે તો ચૂપ જ થઈ જવું રહ્યું. મને પોતાને ટ્રેસિલિયન પ્રત્યે કશો પ્રેમભાવ તો છે જ નહિ; કારણકે તેનું ચાલે તો તે મારું લેહી જ પીવા ઇચ્છે – એટલે હવે તેણે અહીં વણનિમંયા ઘૂસી આવીને મારા લૉર્ડની જે અવજ્ઞા કરી છે, તેનું જે પરિણામ આવે એની ફિકરથી હું મારા હાથ ધોઈ નાખું છું. મારા લૉર્ડ એ અપમાનનો બદલો લીધા વિના રહેશે, એમ હું તો નથી માનતે.” તે, મારા ચૂપ રહેવાથી ટ્રેસિલિયનની બરબાદી અટકી શકશે એમ તમે માનતા હો, તે મારે ચૂપ જ રહેવું જોઈએ. કારણકે, મેં એ ભલા માણસને અત્યાર આગમચ ઘણો દુ:ખી કર્યો છે. તેમ છતાં હું ચૂપ રહીશ એથી શું વળવાનું છે? કારણકે, ફેસ્ટર તેમ જ બીજા એક જણે પણ ટ્રેનિલિયનને અહીં આવેલા જોયા જ છે? ના, ના, વા, મને એ બધું છુપાવવાનું ન કહેશો, હું એ બધું મારા પતિને કહી જ દઈશ; અને ટ્રેસિલિયનની અવિચારી મૂર્ખતાને માફ કરવા એવી વકીલાત કરીશ કે જેથી મારા ઉમરાવદિલ પતિ તેને સજા કરવાને બદલે તેની કદર કરવા ઇચ્છશે.” જેવી તમારી મરજી, મૅડમ; પણ બરફ ઉપર ચાલવા જનારે પ્રથમ એક પગલું ભરીને તેનું પડ કેટલું કઠણ છે તેની ખાતરી કરી લેવી જોઈએ. તેમ તમે પણ બધું કહેતા પહેલાં માત્ર ટ્રેસિલિયનનું નામ જ ઉચ્ચારી જોજો, અને તમારા પતિ, મારા લોર્ડ તે નામ કેવી લાગણીથી સાંભળે છે, તે જોઈ લેજો. બાકી ફેસ્ટર અને તેનો હજૂરિયો ટ્રેસિલિયનને ઓળખતા ન હોવાથી તેમને તો એ અજાણ્યો માણસ અહીં કેમ આવી ચડ્યો, તેને ગમે તે કારણ ઉપજાવીને હું સમજાવી દેવા તૈયાર છું.” લેડી એક ક્ષણભર વિચારમાં પડી ગઈ. છેવટે તેણે કહ્યું, “વાને, ફેસ્ટર જો જાણતા ન હોય કે એ ટ્રેસિલિયન હતા, તે પછી તે મારી અંગત Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રીતમ પધાર્યા! ગણાય એવી બાબતે થી અણજાણ રહે, એ જ વધુ સારું. આમેય તેમને વર્તાવ બહુ મમતાળુ તે નથી જ.” અરે એ તો આંગણામાં બાંધેલો કૂતરો છે; એને તે ભસવાનું જ આવડે. છતાં તે જે તમો નામદારને અણગમતો થયો હોય, તો હું એને બદલે બીજો કોઈ અનુકૂળ માણસ લાવી શકું તેમ છું.” “માસ્ટર વાર્ને, હવે આપણે આ વાત બંધ કરો. મારા સ્વામીએ મારી આસપાસ મૂકેલા સેવકો અંગે મારે કંઈ ફરિયાદ કરવાની હશે, તે હું મારા સ્વામીને જ સીધી કરીશ. પણ, સાંભળો, સાંભળો, મારા સ્વામી આવ્યા! આવ્યા! તેમના ઘોડાની ખરીઓ સંભળાય છે!” એમ કહેતીકને તે તો બારણા તરફ સીધી દોડી. પણ વાને વચ્ચે આવીને એકદમ બોલી ઊઠ્યો, “મેં મારી નમ્રસેવા અને કર્તવ્ય બજાવવાના ખ્યાલથી જે કંઈ કહ્યું કર્યું હોય, તેને ઉપયોગ મને બરબાદ કરવામાં તમે નહિ જ કરોને !” અરે મારો છેડો છોડો – મને રોકો નહિ; મારા મનમાં તમારા વિષે કશો વિચાર જ નથી, ભલાદમી !” પ્રીતમ પધાર્યા. વાને જે જક્કીપણું દાખવી રહ્યો હતો, તેથી કાઉન્ટેસના માં ઉપર અકળામણની છાયા છવાઈ રહી; પણ જે આગંતુક તે કમરામાં દાખલ થયા, તેમને જોતાં વેત તે નિર્ભેળ આનંદ અને પ્રેમથી પ્રભાવિત થઈ, તેમના હાથમાં જ જઈને પડી અને તેમને પોતાના હૃદય સાથે ચાંપતી બોલી, છેવટે – છેવટે તમે આવ્યા ખરા!” વાને તરત જ કમરામાંથી વિદાય થઈ ગયો અને જેનેટ પણ જતી જ હતી, પણ કાઉન્ટસે તેને નિશાની કરીને થોભાવી, એટલે તે કમરાને દૂરને છેડે જઈને ઊભી રહી. Page #69 -------------------------------------------------------------------------- ________________ પર પ્રીત કિયે દુઃખ હેય” કાઉન્ટસે હવે લાડથી અર્લ ઓફ લિસેસ્ટરનો જબ્બો ઉતારવા માંડ્યો, અને અર્થે જાણે તે જબ્બો પકડી રાખવાનો દેખાવ કર્યો, પણ કાઉન્ટસ બોલી, “ના, ના, આજે તો હું તમને ઉઘાડા પાડવાની છું!– મારે જોવું છે કે, તમને લોકો જેવા મોટા અર્લ કહે છે તે પ્રમાણેનાં તમારાં પૂરાં વેશભૂષા સાથે તમે આજે આવ્યા છે કે, અત્યાર સુધી ખાનગી સહસ્થ તરીકેનાં કપડાંમાં છુપાઈને આવતા હતા તે રીતે આવ્યા છો? મારે જાણવું છે કે, તમે મારો બોલ રાખે છે કે નહિ?” - “તું પણ મી, બાકીની દુનિયાની પેઠે, માણસ કરતાં તેનાં કપડાં અને ઘરેણાંને જ વધુ માનતી હોય એમ લાગે છે! પણ મખમલ મઢયા માનમાં છેક પાણી વગરની તરવારનું કાતું ખોસેલું હોય એમ ન બને?” “પણ તમે તો નીવડેલા પાણીદાર પિલાદ છો, સ્વામી! ઍમી તમને તમારા ઠઠારાને કારણે વધુ ચાહશે, એમ હરગિજ ન માનતા. તેણે તો તેનું હૃદય ડેવૉનનાં જંગલોમાં હાથવણાટનો ભૂખરો ગામઠી જભ્ભો પહેરીને છૂપી રીતે આવેલા જણને સમપ્યું હતું.” તે પણ મારી પેઠે આજે તારા હોદ્દાને છાજે તેવે સમુચિત પોશાક ધારણ કર્યો છે;– જોકે તેથી તારા સૌંદર્યમાં કશો વધારો થાય છે, એમ હું નથી કહેતે.” કાઉન્ટેસ હવે પોતાના પતિને આનંદથી તે કમરામાંના સિંહાસન ઉપર બેસાડવા લઈ ચાલી. અનેં તેને પોતાની સાથે જ બેસવા આગ્રહ કર્યો, પણ તે તો સામેના પાદપીઠ ઉપર જ બેસી પડી અને બોલી, “ના, ના, મારે તે આજે તમને જરા સામેથી બરાબર નિહાળવા છે. રાજદરબારીઓ શાં શાં પદક-ચંદ્રક-ફિત-કૉલર ધારણ કરે છે તે મારે બરાબર જોવું છે, ખાસ કરીને તો મારા પ્રિયતમ કયાં કયાં પદકો શા માટે ધારણ કરે છે, તે સમજવું છે.” પછી આનંદ અને ગૌરવથી ઊભરાતા હૃદયે કાઉન્ટસ લાડથી એક એક ગાર્ટર-પદક-ચંદ્રક-ફિત-કૉલર વગેરે પકડી પકડીને તેનો અર્થ અને હેતુ પૂછવા લાગી; અને અર્લ ઑફ લિસેસ્ટર પણ પોતાની પ્રિયતમાના આનંદમાં અને ઉત્સાહમાં સહભાગી બની, એક પછી એક પદક-ચંદ્રક માહાસ્ય વર્ણવવા લાગ્યો. Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રીતમ પધાર્યા! પ૩ એમ ઈંગ્લિશ-ગાર્ટર અને તેનો જ્યોજ ડાયમંડ, ગોલ્ડન-ફલીસ, ઑર્ડર ઑફ સેઈન્ટ એડ્ય, વગેરે જે કાંઈ હોદા-પ્રતિષ્ઠાનાં ચિહન અલ્લે ધારણ ક્યાં હતાં, તે બધાંનો હેતુ અને અર્થ તેણે કાઉન્ટસના પૂછયા પ્રમાણે વર્ણવી બતાવ્યો; અને છેવટે કહ્યું કે, એ બધાં ખરી રીતે દરબારહૉલમાં હાજરી વખતે ધારણ કરવાનાં હોય છે. એટલે કાઉન્ટસ તરત બોલી ઊઠી, “તો મને હવે તમારા રાજગઢમાં – તમારા દરબાર-હૉલમાં કયારે લઈ જાઓ છો? મારે તમને તમારા દરબારીઓ વચ્ચે પૂરા ઠાઠમાં જોવા છે!– જેથી તમે એ બધા વચ્ચે કેવી રીતે શોભો છો કે આગળ તરી આવે છે, તેની તુલના કરું!” તો શું, ઍમી, અહીંના કમરા પૂરતા વૈભવથી સજાવેલા તને લાગતા નથી? મેં તો કશી મર્યાદા મૂક્યા વિના ગમે તેટલું ખર્ચ કરવાનો હુકમ આપ્યો હતો. પણ તને કંઈ મણા રહી ગયેલી લાગે, તો તરત કહી દે, જેથી હું તરત જ તે પૂરી કરવાની સૂચના આપી દો.” ના, મારા સ્વામી, હવે તો તમે મજાક જ કરવા લાગ્યા છો ! આ કમરાઓ તે મારી કલ્પનાથીય બહારના વૈભવથી સજાવેલા છે. પરંતુ તેથી શું તમારી પત્ની, માત્ર તેના કમરા સજાવનાર કારીગરની મહેનતથી કે તમારી ઉદારતાથી જે રેશમ તથા જરજવાહર સાંપડયું છે તેનાથી મળતા દબદબાથી જ સંતોષ માની રહે? ઈંગ્લેન્ડના સર્વોત્તમ જવાહરની અર્ધાગના તરીકેના સ્થાનથી પ્રાપ્ત થતા પ્રતાપથી હું દેદીપ્યમાન થઈ રહ્યું, એમ તમે પિોતે નથી ઇચ્છતા શું?” “હા, એમી, એક દિવસ જરૂર એમ બનશે; અને મારા જેટલો એ દિવસ માટે બીજો કોઈ વધુ ઉત્સુક નહિ હોય. હું મારા રાજકાજમાંથી અને મહત્ત્વાકાંક્ષાની ચિંતાઓ અને બળતરામાંથી નિવૃત્ત થઈ, તારી સાથે મારી વિશાળ જાગીરો ઉપર દબદબાથી અને પ્રતિષ્ઠાથી જીવન ગુજારવા કેટલો બધો ઉત્સુક છું, એ બીજું કોણ જાણી શકે? પરંતુ એમી, હાલ તુરત એમ બની શકે તેમ નથી. હમણાં તો આવી ચોરીછૂપીથી મેળવેલી મુલાકાતોથી જ તારે અને મારે સંતોષ માનવો પડે તેમ છે.” . “પરંતુ એમ શા માટે? હાલ તુરત જ હું તમારા રાજદરબારની ચિંતાઓમાં તેમ જ દબદબામાં શા માટે ભાગીદારણ ન થઈ શકું? ઈશ્વર અને માણસના કાયદાથી અને વિધિથી આપણે બે સહજીવનનાં ભાગીદાર Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રીત કિયે દુઃખ હેય” બન્યાં નથી શું? અને તમારા ધમાલિયા જીવનની સહચરી બનવાને બદલે હું માત્ર તમારા નિવૃત્ત જીવનમાં જ ભાગીદાર થવાની આશા રાખીને શા માટે સંતોષ માનું?” અર્લનાં ભવાં એ સાંભળી ચડી ગયાં. ઍમી, તું શું બોલે છે તે તું સમજતી નથી. રાજદરબારમાં જહેમત ઉઠાવી રહેલા અમે લોકો રેતીના ટીલા ઉપર ચડતા હોઈએ એવી સ્થિતિ ભોગવતા હોઈએ છીએ : અમારે જોર કરીને પગ મુકાય એવી કઠણ કિનારી ન આવે ત્યાં સુધી ઉપર જવા પગ ઉઠાવતા રહેવું જ જોઇએ - નહિ તો અમારા જ વજનથી અમે નીચે સરકી પડીએ. હું રાજદરબારમાં ઊંચે પદે જરૂર છું, પરંતુ મારી પોતાની મરજી મુજબ વર્તી શકું એ સહીસલામત હજુ બન્યો નથી. એટલે અત્યારે મારું લગ્ન હું જાહેર કરું, તો મારે હાથે કરીને મારી પાયમાલી નેતરું, એમ જ બની રહે. પણ વિશ્વાસ રાખજે કે, બહુ જલદી હું એવી કક્ષાએ પહોંચી જઈશ કે જ્યારે હું તને તેમ જ મારી જાતને યથોચિત ન્યાય કરી શકીશ. દરમ્યાન, આજના – અત્યારના આનંદને અત્યારે જે બની શકે તેમ નથી તેની આકાંક્ષાઓથી વણસાડીશ નહિ. ચાલ, તો મને કહી દે કે, અહીં બધું તારી મરજી મુજબ ચાલે છે કે નહિ? આ ફેસ્ટર તારા પ્રત્યે પૂરતો આદર દાખવે છે ને? – કે પછી તેને કશો પાઠ શીખવવાની જરૂર છે?” “મને અહીં ગુપ્તવાસમાં રહેવાની આવશ્યકતા તે વારંવાર યાદ દેવરાવે છે; પરંતુ તે તે તમારી ઇચ્છાની જ તેણે મને યાદ આપી કહેવાય; એટલે તેને કશો વાંક કાઢવાનું મારે ન હોય. પણ તેની દીકરી જેનેટ તે મને અહીં એવી માયાળુ સોબત આપે છે કે ન પૂછો વાત.” એમ? તે તને જે આવું સુખ આપતું હોય, તેની કદર થયા વિના ન રહેવી જોઈએ. - તે અહીં પાસે આવ જોઉં, ફૂટડી !” “જેનેટ,” કાઉન્ટસે કહ્યું, “મારા લૉર્ડ તને બોલાવે છે.” જેનેટ પાસે આવતાં અલેં કહ્યું, “તારી સેવાઓએ મારાં લેડીને જે સંતોષ આપ્યો છે, તે બદલ મારી આ વીંટી લે; તેમને અને મારે ખાતર એ તું પહેરજે.” જેનેટે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, “મારી નમ્ર સેવાઓ માાં લેડીને સંતોષ આપી શકી છે, તે જાણી હું ખરેખર રાજી થઈ, મારા લૉર્ડ. જોકે, Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રીતમ પધાર્યા! તેમની નજીક જનાર કોઈ પણ માણસ તેમને ખુશ કરવાનું ઇચ્છયા વિના રહી શકે જ નહિ, પરંતુ અમે લોકો માસ્ટર હોલ્ડફોર્થના પંથનાં હોઈ, અમારી આંગળીઓ ઉપર સોનું વીંટતાં નથી કે ગળામાં લટકાવતાં નથી.” વાહ, તમે લોકો એ પંથનાં છો? એ પંથવાળા તે મંડળીઓમાં મારે માટે સારી પ્રાર્થનાઓ કરે છે. અને જેનેટ, તારી આંગળીએ એવી નાજુક છે, અને તારું ગળું એટલું ગોરું છે કે, તેમને કશા બીજા શણગારની જરૂર પણ નથી. પરંતુ તે પછી આ સિક્કા લે; તેમને તે કોઈ પપ-પંથી કે સુધારપંથી નકારતું નથી. તેમનો તને ઠીક લાગે તે ઉપયોગ કરજે.” એમ કહી અર્લે તેને પાંચ મોટા સોનીયા કાઢીને આપ્યા. હું આ સેનું પણ ન લેત, મારા લૉ; પરંતુ એનો હું એવો ઉપયોગ કરીશ જેથી આપણ સૌ ઉપર આશીર્વાદ વરસે.” જેનેટે કહ્યું. પછી અલ્લે ભોજન માટે તૈયારી કરવા જેનેટને જણાવ્યું. જેનેટે ગઈ એટલે કાઉન્ટસે કહ્યું, “મારા સ્વામી, આજે મેં માસ્ટર વાનું અને માસ્ટર ફોસ્ટરને આપણી સાથે રાત્રી-ભોજન માટે નિમંત્રણ આપ્યું છે.” એમના ઉપર એ રીતની કૃપાદૃષ્ટિ દાખવી તેથી હું ખૂબ રાજી થયો, વહાલી. કારણકે રિચાર્ડ વાને મારો વફાદાર સેવક છે, અને મારી ખાનગી મસલતોમાં અંગત સલાહકાર પણ છે; અને આ ઍન્થની ઉપર પણ મારે હમણાં ઘણો ઘણો વિશ્વાસ રાખવો પડે તેમ છે.” પણ વહાલા સ્વામી, મારે તમારી પાસે એક વરદાન માગવાનું છે, અને તમને એક ગુપ્ત વાત કહેવાની છે.” કાઉન્ટસે ખચકાતાં ખચકાતાં કહ્યું. તે બંને વાનાં આવતી કાલ માટે રહેવા દે, પ્રિય; તેઓ ભોજનકક્ષનાં બારણાં ઉઘાડતા લાગે છે, અને આટલી મુસાફરી કરીને આવ્યા પછી મને તરત કંઈ પીણું મળશે તો આવકાર્ય થશે.” એમ કહેતાં કહેતાં અર્લ તરત પ્રિયતમાને બાજુના ઓરડામાં દોરી ગયો, જ્યાં ઊભેલા વાને અને ફોસ્ટરે તેમને લળી લળીને નમન કર્યા. બીજે દિવસે સવારે વાર્નેએ અ ઓફ લિસેસ્ટરના હજૂરિયા તરીકે તેમજ અશ્વપાલ તરીકે એમ બંને પ્રકારની સેવાઓ બજાવવા માંડી. તે Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય” જમાનામાં મોટા મોટા ખાનદાન ઉમરાવ જેમ રાજાની એવી તુચ્છ સેવાઓ બજાવવામાં મોટપ માનતા, તેમ સારાં ખાનદાનના બીજા સામાન્ય ઉમરાવજાદા અર્લ વગેરે બીજા ઉમરાવોને ત્યાં એવી સેવાઓ બજાવતા. વાને પણ એક ખાનદાન પરંતુ ઘસાઈ ગયેલા કુટુંબનો જુવાનિયો હતો. તે શરૂઆતમાં અર્લની સામાન્ય સ્થિતિ વેળા સામાન્ય સેવક તરીકે તેમની સેવામાં દાખલ થયો હતો, અને પછી તેમના મુશ્કેલીના સમયમાં એમને વફાદાર નિષ્ઠાવાન સાથી બન્યો હતો. પછીથી જ્યારે અર્લ ફૂદકે ને ભૂસકે રાજદરબારમાં આગળ વધવા લાગ્યા, ત્યારે તો તે એમને ખાસ ઉપયોગી નીવડયો હતે. આમ ભૂતકાળની અને વર્તમાનકાળની સેવાઓને જોરે, તે અત્યારે એમનો અનિવાર્ય વિશ્વાસુ માણસ બની ગયો હતો. સવારમાં પોતાનું ગાઉન ઉતારતાં ઉતારતાં અનેં કહ્યું, “વાને, મને સાદો ઘોડેસવારીને જન્મો પહેરાવ; અને ટેબલ ઉપર પડેલાં પેલાં કૉલરો, સાંકળો વગેરે બધી બેડીઓ તે ક્યાંક ઠેકાણે મૂકી દે. કાલે રાતે એમના ભારથી તે મારું ગળું મરડાઈ જવા બેઠં હતું. મને તો હવે એ બધાં જતાં કરવાનું જ મન થઈ ગયું છે. હરામખોરોએ મૂર્ખ લોકોને જકડમાં લેવા શોધેલી એ બધી હેડબેડીઓ જ છે.” પણ મારા લૉર્ડ, સોનાની સાંકળ બીજી સાંકળો જેવી ન ગણાય; અને તે જેમ વજનદાર હોય તેમ વધુ આવકાર્ય થઈ પડે!” “એ બધું હશે, પણ હવે એ બધી શૃંખલાઓ મને રાજદરબાર સાથે વધુ વખત જકડી નહિ રાખે, એમ મેં વિચારી લીધું છે. મેં જે મોટી જાગીર અને હોદો-પ્રતિષ્ઠા અત્યાર સુધીમાં મેળવ્યાં છે, એથી વિશેષ હવે વધુ વખત રાજદરબારમાં પડી રહેવાથી મને શું મળવાનું છે – ત્યાં ને ત્યાં વળગી રહેવામાં તે છેવટે પિતાની સમુચિત મર્યાદામાં ન રહેવાથી મારા પિતાની પેઠે કુહાડાથી ગળું જ કપાવવું પડે.* હું પણ અત્યાર આગમચી કેટલી બધી ઘાંટીમાંથી બચી નીકળ્યો છું? એટલે હવે સાહસનો દરિયો વધુ ન ખેડવાનું મેં લગભગ નક્કી કરી દીધું છે.” - ક લિસેસ્ટરના પિતા જૈન ડડલી એડવર્ડ-૬ના રાજ્યકાળ દરમ્યાન વૌ રવિકના અલ અને નોર્ધમ્બલેન્ડના ડથક હતા. રાજસિહાસને એડવર્ડ-૬ પછી લેડી જેન ગ્રેને બેસાડવાનો પ્રયત્ન કરવા જતાં તેમને મોતની સજા કરવામાં આવી હતી. - સંપા. Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રીતમ પધાર્યા ! “અને દરિયાને કિનારે બેસી રહી, કામદેવની સેાબતમાં શંખલાં-છીપલાં ભેગાં કર્યા કરજો ! '' ૫૭ “એટલે તું શું કહેવા માગે છે?” “મારા લૉર્ડ, ગુસ્સે થઈ જવાની જરૂર નથી. આવી સૌંદર્યરાશીના સહવાસને જ વધુ પ્રમાણીને, અત્યાર સુધી આપ જે માટે જીવતા આવ્યા છે તેને જતું કરશેા, તો આપના કેટલાક કંગાળ નાકરોને જરૂર સેસનું પડશે. બાકી મને પેાતાને તે, આપની ઉદાર બક્ષિસાએ એવી સ્થિતિએ લાવી મૂકયો છે કે, હું તે। આપ નામદારના કુટુંબમાં જે પદે પહોંચ્યા છું, તેને છાજે તેવા એક ગરીબ રાજદરબારીનો માભો પછી પણ જાળવી રાખા શકીશ. ’ "" “તેા પછી જેમાં અંતે તને ને મને બેઉને જાનનું જોખમ રહેલું જ છે, એવી આ જોખમકારક રમત હું છેડવાના વિચાર જાહેર કરું છું, ત્યારે તું અસંતાષ કેમ બતાવે છે?” 66 “હું અસંતાષ બતાવું છું, લૉર્ડ? ના રે, ના; આપ નામદાર રાજદરબારમાંથી પીછેહઠ કરો, તેથી મારે દુ:ખી થવાપણું શા માટે હોય? પરંતુ મારા લૉર્ડ, આપે પેાતે જ એ પગલું લેતા પહેલાં વિચારી લેવાનું રહેશે ખરું કે, એ પગલું આપનાં સુખ-પ્રતિષ્ઠાને માટે હાનિકાર હશે કે લાભદાયક?” “પણ હજુ મેં નક્કી કશું કરી દીધું નથી; તું સાચાં કારણો જણાવ, પછી હું બંને બાજુને! વિચાર કરી જોઈશ.” “તો ઠીક, મારા લૉર્ડ, આપણે ધારી લઈએ કે, રાજદરબારમાં છેલ્લા ગુસ્સા કરીને કે છેલ્લું હાસ્ય હસીને આપ રાજદરબારથી ખૂબ દૂર આવેલા આપના કોઈ ગઢમાં નિવૃત્ત થઈને રહેવા લાગ્યા. એટલે દૂર આપના મિત્રો અને પક્ષકારોના નિસાસા પણ આપને સાંભળવા નહિ મળે, કે આપના દુશ્મનોનો મલકાટ પણ આપને જોવા નહિ મળે. અને આપણે એમ પણ માની લઈએ કે, આપને વિજેતા બનેલા હરીફ, જે મહાવૃક્ષ તેની અને સૂર્યની આડે આવી રહ્યું હતું, તેનાં ડાળાં-પાંખડાં કાપી નાખીને જ સંતોષ માનશે; અને તે વૃક્ષને પાતાને જડમૂળમાંથી નાબૂદ કરવા નહિ ઇચ્છે – અને આપે આરંભેલી કામદેવની ઉપાસનાથી સંતોષ માની, આપ આપની મેળે જ નિર્માલ્ય બની રહેશે। એમ માની લેશે. તાપણ છેવટે આપને ત્યાં દૂર રહ્યા Page #75 -------------------------------------------------------------------------- ________________ “પ્રીત કિયે દુઃખ હેય” રહ્યાય રાણીજીની નહિ તે ત્યાંના શેરીફની તહેનાત ભરવી પડશે અને તે બતાવે તે કામે માણસો ભેગા કરી દોડાદોડ કરવી પડશે ” વાર્ને, બચ્ચા, સાવધાન! હું સ્થાનિક શેરીફની તહેનાત બજાવીશ એમ?” અર્લ ત્રાડી ઊઠ્યો. નહિ, નહિ, મારા લૉર્ડ, મને એ આખું ચિત્ર પૂરું આંકી લેવા દે. અલબત્ત, આપ શિકારે જતા હશો, બાજ વડે ચકલાં પકડવાને અદ્ભુત રસ માણતા હશો, ગામઠી સ્કવાયરો સાથે બેસી દારૂની મહેફિલ માણતા હશો –” “ચૂપ, અક્કરમી ! ચૂપ!–” “નહિ, નહિ, નામદાર, હજુ બીજી બાજુ બાકી રહે છે; દરમ્યાન આપને કાળમુખો હરીફ સસેકસ ઇંગ્લેન્ડ ઉપર તેમજ રાણીજીના હૃદય ઉપર સર્વતોમુખી સત્તા ચલાવતો બની રહેશે – અને હવે કલ્પના કરો કે, રાણીજીની તબિયત એકદમ બગડી – અને મહત્ત્વાકાંક્ષા કદી સ્વપ્ન પણ સેવી ન શકે એવું સ્વપ્ન સિદ્ધ થવાની શક્યતા ઊભી થઇ – તે વખતે આપને આપના ગામઠી ઘરની અંગીઠીના ધુમાડિયા હેઠળ બેસીને વિચાર નહિ આવે કે, આપે કઈ આશાઓના મિનારા ઉપરથી નાહક ધૂળમાં પડતું નાનું છે? અને તે બધું આપની સુંદર પત્નીને પખવાડિયે એક વાર કરતાં વધુ વખત નિહાળી શકો તે માટે જ? –” બસ કર, વાર્ને, બસ કર, ! મારે હવે વધુ નથી સાંભળવું. હું રાજદરબારમાંથી નિવૃત્ત થવાની બધી વાસના અત્યારથી હંમેશને માટે તજી દઉં છું – મારી કોઈ મહત્ત્વાકાંક્ષાને કારણે નહિ જ, પરંતુ કટોકટીની પળે મારા દેશની વધુ સારી સેવા બજાવી શકું તે કારણે. દેશભક્તિએ પત્નીના પ્રેમને પાછળ મૂકવો જ રહ્યો. બસ, હું ઊપડું છું; લોકો જાગીને રસ્તાઓ ઉપર ફરતા થઈ જાય, તે પહેલાં આપણે આ પ્રદેશમાંથી વિદાય થઈ જવું જોઈએ. હું મારી લેડીની રજા લઈને જલદી આવી પહોંચું છું.” એમ કહી અર્લ તરત અંદરના ઓરડામાં ચાલ્યો ગયો. વાને તેની પાછળ જેતે જોત ગણગણ્યો, “તમારી આ રૂપાળે ચામડે મઢેલી પૂતળીથી * શાયર અથવા પરગણામાં રાજાના વાઇસરોય તરીકે કામ કરતો અધિકારી. તે તરફની ન્યાયને લગતી, લશ્કરને લગતી અને મહેસૂલ વગેરે આર્થિક બાબતોને લગતી સર્વ સત્તા તેના હાથમાં રહેતી. - સપ૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રીતમ પધાર્યા! તમારી નવરાશે કંટાળવું હોય ત્યારે કંટાળો; પણ તમારી મહત્ત્વાકાંક્ષાની વાતથી હમણાં કંટાળો એ હરિંગજ નહિ ચાલે. કારણકે, લૉર્ડ, તમારે તે તમારી સાથે રિચાર્ડ વાર્નેને પણ ઊંચે ખેંચતા જવાના છે. – અને મારાં સુંદર લેડી, તમારે પણ મારી એ મહત્ત્વાકાંક્ષાની આડે આવવાનું નથી, સમજ્યાં? નોઁહ તે। મારે તમારી સામે પ્રેમ-પંથની એક દુશ્મનાવટ તેા છે, અને રાજ-પંથની બીજી ઊભી થશે. રાજનીતિ, રણમેદાન એમ બધી બાબતામાં સસેકસ વગેરે કરતાં મેદાન મારી જનાર આ અર્થ, એક રમણીની મેાહક આંખના પલકારા આગળ પરાસ્ત ન જ થવા જોઈએ. તેા જ મારે માટે પણ બઢતીના અને સુખના રસ્તા ખુલ્લા રહે. આ બાઈ જો ટ્રેસિલિયનની મુલાકાતની વાત મારા લૉર્ડથી છુપાવે, તો બસ પછી એનેય મારા અંગૂઠા તળે ઝટ લાવી દઈશ; પછી તે તેને ઘણી ઘણી બાબતો તેના પતિથી છુપાવવામાં મને સાગરીત બનાવવો જ પડશે! ઠીક, મારા લૉર્ડ, અત્યારે તે હું તમારા ઘોડા તૈયાર કરવા જાઉં છું, પણ એવા દિવસો આવવાના જ છે, જ્યારે મારા ઘોડા બીજો કોઈ તૈયાર કરતા હશે !” પ દરમ્યાન અર્લ પોતાના શયન-કક્ષમાં પોતાની પ્રિયતમાની વિદાય લેવા જલદી જલદી દોડી ગયા હતા. કાઉન્ટેસનું માં પ્રિયતમના વિયોગના નજીક આવેલા દુ:ખથી એકદમ પડી ગયું. “ વહાલી, સૂર્ય ઊગવાના થયા છે, અને અત્યાર આગમચ તા મારે દશ માઈલ આગળ નીકળી જવું જોઈતું હતું. ' "" “તા પછી મે... આજીજી કરીને માગેલા વરદાનનું શું? કોઇ બહાદુર નાઇટે પોતાની પ્રેમરાજ્ઞીએ સ્લીપર પહેરેલા ખુલ્લા પગ સાથે માગેલું વરદાન પાછું ઠેલ્યું છે, વારુ?" 66 બીજું ગમે તે માગ, એમી, પણ એ નહિ; કારણ એનાથી તે હું ને તું બંને બરબાદ થઈ જઈએ. ” “ તા ભલે; મને બહાર દુનિયામાં ઈંગ્લૅન્ડના સૌથી મોટા ઉમરાવની પ્રિય પત્ની તરીકે અત્યારે જાહેર ન કરતા; પરંતુ મારા વહાલા પિતાને તે એ વાત જણાવવાની પરવાનગી આપો. મારું શું થયું હશે, એ ચિંતામાં તે કેટલું બધું રહે...સાય છે? તેને બદલે મારા લગ્નની વાત જાણી તે ઊલટા Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય” રાજી થશે. તેમની દીકરીનું આટલું મોટું સૌભાગ્ય તેમનાથી ગુપ્ત રાખવું, એ તે તેમની રિબામણ નાહક લંબાવ્યા કરવા જેવું નથી? એમેય સાંભળ્યું છે કે તે બહુ જ બીમાર પડી ગયા છે.” “તેં કયાંથી વળી એવી વાત સાંભળી? વાર્નેએ સર ટૂ રોબ્સર્ટને કહી શકાય તે મર્યાદામાં તારા ખુશી-સમાચાર પહોંચાડયા જ છે. અને તેણે તને નથી કહ્યું કે, તારા પિતા તો એમના પ્રિય ખેલ શિકારે જ નીકળ્યા હતા અને ભલાચંગા હતા? તારા મગજમાં એમની બીમારીનો ખોટો ખ્યાલ ઘુસાડવાની હિંમત કોણે કરી છે, વાર? “કોઈએ નહિ, મારા સ્વામી, કોઈએ નહિ. પણ મને મારી નજરે મારા પિતા ભલા-ગંગા છે એ જોઈ આવવા દે.” “જો ઍમી, અત્યારે તું તારા પિતા કે તેમના કુટુંબીઓ સાથે કશો સંબંધ રાખી શકશે નહિ. કોઈ પણ ગુપ્ત વાત જરૂર કરતાં વધુ માણસોને કાને ન જવી જોઈએ, એ તો રાજનીતિનું પહેલું સૂત્ર કહેવાય; પણ તારા પિતાની બાબતમાં તે બીજું ખાસ કારણ એ છે કે, પેલો બદમાશ ટ્રેવેનિયન કે ટ્રેસિલિયન, જે નામ હોય તે, એ બુઢ્ઢા નાઈટના મકાનમાં આવ-જા કરે છે, એટલે તારા પિતા પાસે જે વાત પહોંચે, તે એના જાણવામાં આવી જ જાય.” “હું એમ નથી માનતી, મારા સ્વામી; મારા બાપુ તે ઈજજતદાર લાયક માણસ છે, અને ટ્રેસિલિયન પણ. આપણે તેને જે ખોટું લાગવાનું કારણ આપ્યું છે તે છતાં, મને નુકસાનના બદલામાં નુકસાન કરવા તત્પર થાય તેવો નીચ એ હરગિજ નથી.” પણ મને એના ઉપર બિલકુલ વિશ્વાસ નથી, એમી; હું તે એના ઉપર વિશ્વાસ મૂકવાને બદલે ભૂંડા ખવીસ ઉપર પહેલો મૂકું.” “એમ કેમ, મારા સ્વામી? ટ્રેસિલિયન બાબત તમારી આવો ખરાબ અભિપ્રાય શાથી છે?” “મૅડમ, મારી મરજી એ જ પૂરતું કારણ છે; અને છતાં તમારે વધુ કારણ જાણવું હોય, તે એ ટ્રેસિલિયન કોને પક્ષકાર છે, એ જરા વિચારી જુઓ. એ રેટલિફ – અલ ઑફ સસેકસને માનીતો છે, અને શંકાશીલ રાણીજીની કૃપાદૃષ્ટિમાં ટકી રહેવામાં સસેકસ સામે મારે નિરંતર ઝૂઝવું પડે છે. એટલે રાણી એલિઝાબેથને હું યોગ્ય રીતે તૈયાર કરે તે પહેલાં આપણા Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રીતમ પધાર્યા! લગ્નની વાત તેમને કાને પહોંચી જાય, તે બસ, કાયમને માટે હું બરબાદ થઈ ગયો, એમ જાણી રાખજો! કારણકે રાણીમાં પણ એના બાપ હેન્રીને પૂરો અંશ આવે છે, અને એક વખત તેને ખોટું લાગ્યું અને તેને ઈર્ષ્યા થઈ આવી કે પછી માલ-મિલકત, હોદ્દો-પ્રતિષ્ઠા, અરે મારા જાનથી પણ હું પરવારી ગયો એમ જ માની લેવું!” “પણ ટ્રેસિલિયનને તમે પોતે ઓળખતા નથી; જેટલું કંઈ એને વિષે જાણો છો, તે મારા થકી જ જાણે છે, અને હું જ તમને ખાતરી આપું છું કે તે આપણા ગુપ્ત લગ્નની વાત બહાર નહિ પાડી દે. તમારે કારણે મેં એને ખોટું લગાડ્યું છે, તે હવે તમારે હાથે એ ઉચિત ન્યાય પામે, એવી મને ઇચ્છા રહે જ. પરંતુ તમે તો હું એનું નામ લઉં છું ને આટલા આકળા થઈ જાઓ છો, તો હું ખરેખર તેને ભેગી થઈ હોઉં એમ તમે જાણો, તે તે શુંનું શું કરી નાખો!” “જો તું એને ભેગી થઈ હોય, તે એ વસ્તુ મારાથી તદૃન ગુપ્ત રાખે એમાં જ એની સહીસલામતી છે. હું કોઈને ખામુખા પાયમાલ કરવા માગતું નથી; પણ જે મારી ગુપ્ત અંગતતામાં ઘૂસવા પ્રયત્ન કરે, તેણે બીજે દિવસે જીવતા રહેવું છે કે નહિ, એ વિચારી લેવું તેના હિતમાં છે. રીંછ* કદી પિતાના માર્ગમાં આડે ઊતરનારને સાંખી લેતું નથી.” કેવું ભયંકર !” કાઉન્ટેસ એકદમ ફીકી પડી જઈને બોલી ઊઠી. તું વહાલી એકદમ બીમાર પડી ગઈ કે શું?” અર્લ તેને પોતાના બાહુમાં ટેકવી લઈને ચિતા કરતો બોલી ઊઠ્યો. “તું હવે ફરીથી પથારીમાં સૂઈ જા; તારે આટલું વહેલું ઊઠવાની જરૂર નથી. તારે હવે મારી ઇજજત, મારો વૈભવ અને મારા જાનને આંચ ન પમાડે એવું બીજું કંઈ માગવાનું છે?” કંઈ નથી માગવું, મારા સ્વામી. મારે બીજી એક વાત તમને કહેવાની હતી ખરી; પણ તમારો ગુસ્સો જોઈને હું તો એ ભૂલી ગઈ છું.” તે આપણે ફરીથી મળીએ તે વખતને માટે તેને અનામત રાખજે; હું આજે તારી એક-બે વિનંતી કબૂલ રાખવા હિંમત નથી કરી શકતે, તે લિસેસ્ટરની આ મુદ્રા એના પિતા અલ ઓફ રવિકે અપનાવી હતી? ખાડા-ખાંચાવાળા સ્તંભને ટેકે ઊભેલું રીંછ. -સંપ૦ Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય” સિવાયની બીજી કોઈ પણ તારી ઇચ્છા આગળ બધાં સંસ્થાને સાથે આખો ઇંગ્લેન્ડ દેશ પણ મારે મન ડૂલ છે, એમ જાણજે.” આટલું કહીને અર્લ તરત દાદર ઊતરી ગયે. અલ ચાલ્યા જતાં વાને એ ફેસ્ટરને કહ્યું, “અર્લ તારે માટે મને આ થેલી ભરેલા સોનૈયા આપતા ગયા છે, તે ગણી લે; અને તેમાં તારી દીકરીને ગઈ રાતે તેમણે આપેલી રકમ પણ ઉમેરજે.” “એટલે શું? એટલે શું? તેમણે જેનેટને સેનું આપ્યું છે?” હા. હા, તેમનાં સુંદર લેડીની સારી તહેનાત બજાવે છે, તેથી ખુશ થઈને ઈનામ આપ્યું છે, વળી.” “એની પાસે એ બધું હું પાછું અપાવી દઈશ; અને એક ચહેરા ઉપર જે મોહ છે, તે કેવો ઊંડો તેમજ કેવો ક્ષણિક છે, એ હું બરાબર જાણું છું.” “અરે બાઘાભાઈ, તારી દીકરી જેનેટ ઉપર તેમની મીઠી નજર પડે એટલા મોટા સદ્ભાગ્યની તું આશા રાખે છે શું? જેના હાથમાં આકાશ-ચકલી છે, તે વાડ-ચકલીની ઇચ્છા કદી કરે ખરો?” અરે વાડ-ચકલી કે આકાશ-ચકલી, પારધીને મન તો બેઉ સરખાં. પણ તે ભાઈ બીજી ગમે તેટલી કુંવારિકાઓને ફસાવી આપી હશે, પણ મારી દીકરી તારા લૉર્ડની પસંદગી પામે એમ હું ઇચ્છતો નથી. અને તું હસે છે શાનો? હું મારા કુટુંબના એક અંગને તો સેતાનના પંજામાંથી બચેલું રાખીશ જ – એટલું તું સમજી રાખજે. જેનેટે એ સોનું પાછું આપવું જ પડશે.” * “એ તે તારે પાછું અપાવી દેવું હોય તો પાછું અપાવી દેજે, કે તારે પડાવી લેવું હોય તો તું પડાવી લેજે, પણ આપણે હવે જરા વધુ ગંભીર મુદ્દા ઉપર આવી જઈએ – આપણા લૉર્ડ રાજદરબાર તરફ આપણે માટે બહુ ફાયદાકારક નહિ એવો મિજાજ લઈને પાછા ફર્યા છે, એ ખબર છે?” “શું કહે છે? આ રમકડાથી તે એટલામાં કંટાળી ગયા, શું? એ રમકડું તેમણે આખા રાજયની કિંમતે ખરીદ્યું છે, એને એમને ખેદ થવા લાગ્યો છે ?” Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રીતમ પધાર્યા: ના, ના, એના ઉપર તો એમને હજુ પૂરો અંધાપે છે. અને એ અંધાપાને કારણે જ મે રાજદરબારની આખી જિંદગી નોછાવર કરવા તૈયાર થયા છે – અને એમ થયું, તે આપણે આ દેવળની મિલકત પડાવી લીધી છે તે બધી ઓડી કાઢવી પડશે.” એ તે ભારે ભૂંડી વાત થઈ કહેવાય, અને તે બધું આ સ્ત્રીને માટે કરવા તૈયાર થયા છે? એમના આત્માના કલ્યાણ માટે એ બધું છોડવા તૈયાર થયા હોત, તો જુદી વાત હતી. મને જ ઘણી વાર અમારા પંથના તપસ્વીઓની પેઠે આ બધી સાંસારિક માયા છોડી દેવાનું મન થઈ આવે છે. ” “પણ એમ પરાણે સ્વીકારેલી ગરીબાઈથી સેતાન તારા ખાતામાં કશું જમા નહિ કરે અને ઊલટો બાવાનાં બેઉ બગાડ્યા જેવો તારો ઘાટ થશે. પણ મારી સલાહ માને, તે હજુ આ કમ્મર-લેસનો માલકી-ભગવટાને હક તને મળી રહેશે, – શરત એટલી કે, આ ટ્રેસિલિયન અહીં આવ્યો હતો તેને વિષે હું તને ન જણાવું ત્યાં સુધી એક શબ્દ પણ મોંએ ન લાવો.” “એટલે? શું કારણ? જરા સમજાય તેવું તો બોલો.” અક્કલના બેલ! અત્યારની મારા લૉર્ડની મદશામાં જો તેમને ખબર પડે કે, તેમની ગેરહાજરીમાં એ ભૂત અહીં અવરજવર કરે છે, તો તે તરત રાજદરબાર છોડીને આની ચોકીમાં જ બેસી જાય! અને એક વાર એ રાજદરબારમાંથી ખસ્યા એટલે મારો અને તારો ધંધો પૂરો થયો, એમ જાણવું. સાનમાં સમજી જા! સમજદારને તો એક બોલ ઘણો. ઠીક, તે હવે હવે હું મારા લૉર્ડની પાછળ પહોંચી જાઉં.” વાર્નેએ ઘોડાને એડી લગાવી અને તે પાર્કની પછીતને બારણે પહોંચ્યો, તે ત્યાં જ અર્લ ઑફ લિસેસ્ટર તેની રાહ જોઈને ઊભેલા. કેટલો બધો વખત તેં બગાડ્યો, વા? મારે વૂડસ્ટૉક જલદી જઈ પહોંચવું જોઈએ. ત્યારે જ હું મારો આ વેશ ઉતારી શકીશ; અને ત્યાં સુધીની મારી મુસાફરી જોખમકારક જ ગણાય.” અહીંથી તે બે કલાકનું જ અંતર છે, મારા લૉર્ડ ! હું તો પેલા ફોસ્ટરને સાવચેત રહેવા અને ગુપ્તતા જાળવવાની કાળજી રાખવાનું કહેવા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રીત કિયે દુઃખ હોય' તથા જે માણસને હું આપના રસાલામાં રાખવા માગું છું તેનું ઠેકાણું પૂછવા રોકાયા હતા. ” 66 એ માણસ આપણા કામને લાયક છે, એવી તને ખાતરી છે?” ભરોંસા તે સારો પડે છે, મારા લૉર્ડ; પણ આપ જો આગળ જાઓ, તો હું કમ્મર તરફ પાછા ફરું અને ગૂડસ્ટૉકમાં આપ સૂતા હો ને તેને લઈને ત્યાં હાજર થઈ જાઉં ’ 66 “પણ મારી લેવી’* પહેલાં તું ત્યાં બરાબર આવી રહેજે. એટલું કહી અલે ઘે!ડાને એઠી લગાવી. "" વાને પાર્કને બાજુએ રાખી, ધારી રસ્તે કમ્મર તરફ પાછા ફર્યા. બ્લૉક-બૅર વીશી આગળ ઊતરી તેણે માસ્ટર માઇકેલ લેંમ્બૉર્ન બાબત પડપૂછ કરી, એટલે તરત તે પોતાના પેટ્રન સમક્ષ આવીને હાજર થયા; પણ તેનું માં પડી ગયેલું હતું. 66 તારા મિત્ર ટ્રસિલિયનના સગડ તે ખાયાને ? તારા ઊતરી ગયેલા માં ઉપરથી જ દેખાઈ આવે છે. આ તારી ચપળતા અને હોશિયારીની તું બડાશ મારતો હતો, ખરુંને ?” 66 - અરે મે તે એના પીછે બરાબર પકડો હતા – અને અહીં મારા મામાને ત્યાં તે રહ્યો ત્યાં સુધી તેને મીણની પેઠે એવા ચાટી રહ્યો હતા કે ન પૂછેા વાત. તે વાળુ કરીને કમરામાં સૂવા ગયા ત્યાં સુધી હું તેની પાછળ જ લાગુ હતા; પણ સવાર થઈ અને જોઈએ તા ભાઈસાહેબ અલાપ ! તબેલાવાળાને પણ ખબર નથી કે તે કયારે કયાં ગયા!” 66 આ બધી નરી બનાવટ જ લાગે છે; અને જો તે પુરવાર થઈ, તે તારી ખેર નથી!” 66 પણ આ મારા મામા જાઇલ્સ ગાસ્ટિંગને જ પૂછી જુઓ. અરે, તબેલાવાળાને પૂછી જુઓ, અને વીશીના નોકરોને પૂછી જુઓ કે, હું કેવા એની ઉપર ચાંપતી નજર રાખતો રહ્યો હતા. તેને પથારીમાં સૂતેલા સગી આંખે જોયા બાદ તેની નર્સની પેઠે તેની પથારી પાસે હું બેસી રહું, એમ તે બને જ નહીં ને?” * મુલાકાતીઓ સાથે સવારની બેઠક: રાજા અથવા માટા માણસે આપેલી મુલાકાત. – સા Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રીતમ પધાર્યા! ૬૫ વાર્નેએ વીશીમાં બધે પૂછપરછ કરી જોઈ, તો તેંમ્બોને કહેલી વાત સાચી નીકળી : ટ્રેસિલિયન ઓચિંતે અને અણધાર્યો જ રાત દરમ્યાન ચાલ્યો ગયો હતો. વીશીવાળાએ ઉપરાંતમાં ઉમેર્યું કે, “મારે મારા મહેમાનને અન્યાય ન થાય તે ખાતર કહેવું જોઈએ કે, તેમના કમરામાં ટેબલ ઉપર તે પોતાનો બધો હિસાબ ગણીને મૂકતા ગયા છે; ઘરના નોકરોને માટે પણ બક્ષિસની રકમ મૂકી છે; જોકે તેમણે જાતે જ ઘોડો તૈયાર કરી લીધેલો, એટલે એ બક્ષિસ જરૂરી ન કહેવાય.” લૅમ્બૉર્ન વિષે સંતેષ થાય એટલી પડપૂછ કરી લીધા બાદ વાર્નેએ તેની સાથે વાત ઉપાડી. “ફોસ્ટર પાસેથી મેં એમ સાંભળ્યું કે, કોઈ અમીર-ઉમરાવના રસાલામાં જોડાવાનું તને ગમે; તો તે કોઈ વખત રાજદરબારમાં નોકરી કરેલી છે?” “ના, ના, પણ હું દશ વર્ષનો હતો ત્યારથી અઠવાડિયે એક વખત મને એવું સ્વપ્ન આવ્યા કરે છે કે જાણે હું રાજદરબારમાં પહોંચ્યો છું અને ખાસો માલદાર બન્યો છું.” પણ રાજદરબારમાં પહોંચવા ઇચ્છનારમાં શી શી લાયકાત હોવી જોઈએ તેની તને ખબર છે?” “મેં મારી જાતે કલ્પી લીધી છે, સાહેબ, જેમકે, ચપળ આંખ – બંધ માં – તૈયાર અને બળવાન હાથ – તીણી બુદ્ધિ અને બુઠ્ઠો અંતરાત્મા.” “તારા અંતરાત્માની. ધાર તે ક્યારનીય બુઠ્ઠી થઈ ગઈ હશે, એમ હું માનું છું.” “જોકે, ક્યારે એની ધાર તીક્ષ્ણ હતી એ હું યાદ કરી નથી શકતો; પરંતુ જવાની દરમ્યાન મને થોડીક ધૂન હતી ખરી, જે મેં લડાઈઓની કકરી સરાણ ઉપર ઘસી કાઢી છે; અને જે બાકી રહી હશે, તે આટલાંટિકનાં મોજાંમાં ધોઈ કાઢી છે.” તો તું ઇંડિઝ તરફ પણ કામગીરી બજાવી આવ્યો છે, ખરું?” “પૂર્વ તેમજ પશ્ચિમ તરફનાં એમ બંને ઈંડિઝમાં. દરિયા ઉપર તેમજ જમીન ઉપર – પોર્ટુગલ વતી તેમજ સ્પેન વતી – ડચ લોકો માટે તેમજ . પ્રિ0- ૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય” ફ્રેંચ લોકો માટે – તેમજ લાઈન બહાર* કામગીરી બજાવનારાઓ સાથે પણ!” “તે તો તું મારી, મારા લૉર્ડની અને તારી પોતાની બહુ સારી સેવા બજાવી શકશે. પણ સાંભળ, હું દુનિયાને બરાબર જાણું છું – મને સાચેસાચું કહી દે, તું વફાદાર નીવડી શકીશ?” જો તમે દુનિયાને બરાબર ન જાણતા હોત, તો તો હું તરત જ કપરામાં કપરા સોગંદ ખાઈને કહી દેત કે, “હા.” પણ તમારે મોં ઉપરના જૂઠાણાને બદલે સીધું સાદું પ્રમાણિક સત્ય જ જોઈતું હોઈ, હું કહી દઉં છું કે, જો મારી સાથે સારો વર્તાવ રાખવામાં આવશે અને મને પૂરતું વળતર આપવામાં આવશે, તો હું ફાંસીને ગાળિયે પહોંચતા સુધી વફાદાર રહીશ.” “બસ, તારા એ જવાબથી મને પૂરતો સંતોષ છે. તે ઠીક, તારી સાથે ટટવું-બટવું છે કે નહિ?” “છેને, સાહેબ! એવું સરસ રટવું છે કે, શૂટર્સ-હીલ ઉપર એક ભરવાડની થેલીને સારી ભરેલી જોતાં હું એક ભૂલ કરી બેઠો, તે વખતે એ ટટવાને જોરે જ હું ચારે બાજુ બૂમાબૂમ થઈ રહેવા છતાં વાડો અને ખાઈએ ઠેકીને સહીસલામત ભાગી શકયો. “તે પછી તેને તું ઝટ તૈયાર કરી દે, અને તારાં કપડાં અને બાકીને સામાન તારા મામાને સોંપી દે. હું તને એવી નોકરીએ લઈ જવા માગું છું કે, જેમાં મળતી તારી બઢતીની મબલક તકો તેં ન સાધી લીધી, તો તે તારો જ વાંક હશે.” | મામાએ વિદાય થતા ભાણાનું ભવિષ્ય ભાખતાં તેને જણાવ્યું, “આ નામદારની નોકરીમાં જતાં નું ફાંસીના દોરડાની નજીક જ જઈ રહ્યો છે, એની મને ખાતરી છે. પણ તને એ ગાળિયો ગમે તેટલો ગમતો હોય, તો પણ મહેરબાની કરીને કમ્નર ગામથી જરા દૂરની જગાએ જઈને જ એ પહેરજે.” * પિ૫ અલેકઝાન્ડર-૬ એ અમુક અક્ષાંશ-રેખાની પાર જે કંઈ દેશે શેધાય કે શોધાયા હોય તે બધા પેનને બક્ષી દીધા હતા. એ રેખાની પૂર્વની બાજુના બધા મુલકે પોર્ટુગલને બક્ષ્યા હતા. પિોપના વિરોધી પંથમાં ભળેલાં રાજ્ય એ રેખાને કબૂલ રાખતાં નહિ અને તેથી એ લોકો એ રેખાની પાર જઈ પેનનાં જહાજો ઉપર હુમલા કરતા. ઇંગ્લેન્ડના ચાંચિયા એ બાબતમાં મશહુર હતા. - સપ૦ Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રીતમ પધાર્યા! રસ્તે ઝડપથી ઘોડા દોડાવતા જતાં જતાં વાર્નેએ લૅમ્બૉર્નને પૂછયું, તે તારી શરતે હવે જણાવ.” “હું જો મારા માલિકનાં હિત તરફ ઉઘાડી નજર રાખું, તે તેમણે મારા દોષો પ્રત્યે આંખ મીંચી રાખવી પડશે.” “પણ એ દેશે એવા ખુલ્લામાં રવડતા રહેવા ન જોઈએ, જેમની સાથે ઠોકર ખાતાં માલિકના જ ઘૂંટણ ભાગે.” કબૂલ,” લૉને કહ્યું, “પછી, હું જે શિકાર પકડી આપું, તેનાં પાછળનાં હાડકાં મારે ભાગ આવવાં જોઈએ.” એ તો વાજબી માગણી છે– કારણકે, તારા માલિકને પહેલો કોળિયો મળે છે.” “ઠીક; તે હવે એટલું ઉમેરવાનું બાકી રહે છે કે, જો કાયદો અને હું આપસમાં આથડી પડીએ, તો મારા માલિકે મારી મદદમાં રહેવું જોઈએ, અને એ મુદ્દો અગત્યને છે.” “એ પણ વાજબી માગણી છે; મારા એ ઝઘડો માલિકની સેવા બજાવતાં ઊભો થયો હોવો જોઈએ.” એ તો છે જ! અને પગાર વગેરેની બાબતમાં હું કશું કહેતે નથી; કારણકે, હું તો ખાનગી રીતે મેળવેલા મળતર ઉપર જ જીવવાનો.” ફિકર ન કરીશ; તને કપડાં અને ખચીં તો તારી કક્ષાના સૌથી નસીબદારને ઈર્ષ્યા થાય તેવાં જ મળશે. કારણકે, તું એને ઠેકાણે જાય છે, જ્યાં નજર કરતાં જ સોનું હાથ આવતું હોય છે.” “એ બધું તો મને પૂરેપૂરું અનુકૂળ આવતું લાગે છે; તે હવે મારા માલિકનું નામ કહી દો.” “મારું નામ રિચાર્ડ વાને છે.” પણ હું તે જે મોટા ઉમરાવની નોકરીમાં મને લઈ જાઓ છો તેમનું નામ પૂછું છું.” તો બરખુરદાર, મને માલિક માનવામાં તને હીણપત લાગે છે, એમ? તને હું એક એવા મોટા ઉમરાવને ત્યાં લઈ જાઉં છું, જેના નામની ધાકથી આખી કાઉંસિલ ધ્રૂજતી રહે છે, અને આખું રાજ્ય એકચક્રે ગબડે છે; પણ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ “પ્રીત કિયે દુઃખ હોય' તારે મારી તહેનાતમાં જ મુખ્યત્વે રહેવાનું છે, અને મારા કહ્યા મુજબ જ વર્તવાનું છે. હું એમને ખાસદાર છું.” “તે એમના નામના જાદુઈ મંત્ર વડે તે છૂપા ખજાના જ મેળવી શકાશે!” લેમ્બૉર્ન રાજી થતે બોલી ઊઠ્યો. હા, પણ એ મંત્ર યથાયોગ્ય વાપરતાં આવડે તે જ. અણઘડ રીતે આપમેળે તું વાપરવા જશે, તો ખજાનાને બદલે એવું ભૂત ખડું થશે, જે તારા ધાગધાગા ઉડાવી દેશે.” “બસ, બસ, વધુ કહેવાની જરૂર નથી; હું મારી મર્યાદામાં રહીને જ હંમેશાં વર્તીશ.” બંને મસાકરો થોડી જ વખતમાં વૂડસ્ટૉકના શાહી પાર્કમાં આવી પહોંચ્યા. રાણી ઇલિઝાબેથના વખતમાં સાચવણી વિના એ ઇમારત ગોજી બની ગઈ હતી. કેટલાય વખતથી ત્યાં શાહી ઉતારો થયો ન હતો. એને કારણે પાસેના ગામના લોકોને પણ આવકનું સારું સાધન બંધ થઈ ગયું હતું. ગામલોકોએ રાણીજીને અરજી કરી હતી કે, તે અવારનવાર આ સ્થાને પધારતાં રહે, તો એ સ્થાન તેમજ એ ગામ પાછું ફરીથી રોનક પ્રાપ્ત કરે. અ લિસેસ્ટર એ તપાસ કરવાને નિમિત્તે જ આ તરફ આવ્યા હતા; અને દરમ્યાન આગળના પ્રકરણમાં જણાવેલી કન્નર-પ્લેસની ગુપ્ત મુલાકાત લઈ આવ્યા હતા. પુત્રીનો પિતા અલ ઓફ લિસેસ્ટરે સવારના મુલાકાતે આવેલા ગામના આગેવાનને જણાવ્યું કે, રાણીજી અવારનવાર વૂડસ્ટૉક જરૂર પધારશે, જેથી પહેલાંની જેમ બધું ફરી ગાજતું થઈ જશે. ઉપરાંત, વૂડસ્ટૉક ગામને ઊનના વેપાર માટે બજારમથક તરીકે જાહેર કરવાની પણ રાણીની મરજી છે, જેથી ગામને ધંધા-રોજગાર વધે. Page #86 -------------------------------------------------------------------------- ________________ પુત્રીના પિતા Fe ગામલેાકાએ રાજી થઈ હર્ષના પાકારો વચ્ચે અર્જુને પેાતાના ગામનું સ્વતંત્ર નાગરિકત્વ * આપ્યું અને સાનૈયાની એક થેલી પણ. અલે થેલી વાનેને આપી દીધી અને વાને એ તેમાંથીૉમ્બૉર્નને નવી નેાકરી ચાલુ થયાના પુરાવા તરીકે હિસ્સા કાઢી આપ્યા. પછી અર્લ ઑફ લિસેસ્ટર પોતાના રસાલા સાથે ગામલાકના જ્યનાદ સાથે રાજધાની તરફ જવા ઊપડી ગયા. આપણે હવે કમ્મરગામ તરફ પાછા ફરીએ અને ટ્રેસિલિયનનું શું થયું હતું તે બ્લૉક-બૅર' વીશીમાં જઈને જાણી આવીએ. કમ્નર-પ્લેસના પછીતના બારણા આગળ વાને સાથે થયેલી અથડામણ બાદ ડ્રેસિલિયન બ્લૉક-બૅર વીશીમાં આવી પોતાના કમરામાં ભરાઈ ગયા હતા. ત્યાંથી જ તેણે કલમ, કાગળ અને શાહી મંગાવ્યાં, તથા આખો દિવસ પેાતાને કોઈ ન બાલાવે એમ તાકીદ આપી દીધી. 66 સાંજના તે વીશીના જાહેર એરડામાં આવ્યા, ત્યારે વાર્નેએ માલેલા માઇકેલ ૉમ્બૉર્ન તેની રાહ જોઈને બેઠેલા હતા. તેણે તરત પાસે આવી પેાતાનું ઓળખાણ તાજું કરવાના પ્રયત્ન આરંભી દીધા. પણ ટ્રેસિલિયને તેને મક્કમતાથી જણાવી દીધું, ‘માસ્ટરૉમ્બૉર્ન, તમે મારી પાછળ જે સમય બગાડયો હતા તેનું વળતર મેં તમને સંતોષ થાય તેટલું ચૂકવી દીધું છે. અને એ તાત્કાલિક સંબંધનો હેતુ પૂરો થઈ ગયા હોઈ, હવેથી આપણે એકદમ અજાણ્યા બની જવાનું છે, એ યાદ રાખજો. ” આટલું કહી ટ્રેસિલિયન અવળો ફરી વીશીવાળા જાઇલ્સ ગેાસ્ટિંગ સાથે વાત કરવા લાગ્યો. માઇકેલે ટ્રેસિલિયનની તોછડાઈથી ખોટું લાગ્યું હાવાના, અને તરવારથી તેના જવાબ માગવાના ઢોંગ કરવા માંડયો, પણ ટ્રેસિલિયને પછી તેના સામું જ જોયું નહિ અને વાળુનો વખત થતાં વાળુ કરી, તે સૂવા માટે પેાતાના કમરામાં ચાલ્યા ગયા. મોડી રાત સુધી પથારીમાં પડયા છતાં ટ્રેસિલિયનને મનના વિક્ષેાભને કારણે ઊંઘ ન આવી. એટલામાં એના કમરાનું બારણું મિજાગરા ઉપર ખસ્યું * પહેલાંના જમાનામાં પાર્લામેન્ટમાં સભ્ય મેાકલવા હકદાર એકમ તરીકે ગણાતા બંને વહીવટ ત્યાંના સ્વતંત્ર નાગરિકા પેાતે જાતે અથવા પેાતે નીમેલ ક્રમ ચારીઓ મારફત ચલાવતા. પેાતાના ગામનું સ્વતંત્ર નાગરિકત્વ અપી ને વિશિષ્ટ પુરુષાનું બહુમાન પણ કરાતું. – સા॰ Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુખ હોય' હોય એવો અવાજ આવ્યો અને ચોર-ફાનસમાંથી નીકળતું હોય એવો પ્રકાઅને લિસોટો કમરામાં પડ્યો. ટ્રેસિલિયને તરત હાથમાં તરવાર પકડી; પરંતુ આવનારે ઉતાવળે બહુ ધીમા અવાજે જણાવી દીધું, “ તરવાર ન ખેંચશો માસ્ટર ટ્રેસિલિયન, એ તે હું છું – તમારો વીશીવાળો જાઇલ્સ ગોસ્લિગ.” વાહ, પોતાના ઘરાકોના કમરામાં આમ રાતે ઘૂસી આવવાનો છે અર્થ, વારુ?” મને મારી ફરજનું પૂરતું ભાન છે, સાહેબ, પણ મારો ભાણો આખો દિવસ બિલાડી ઉદર ઉપર ટાંપી રહે એમ તમારી ઉપર ટાંપી રહેલો મેં જોયો છે, અને તમારે કાંતો એની સાથે કે બીજા કોઈ સાથે ઢકરાર થઈ ગયેલી છે, એમ તમે આવ્યા ત્યારે તમારા શરીર ઉપરના અને કપડાં ઉપરના ઉઝરડાઓથી દેખાઈ આવતું હતું.” પણ મારે દિવસ દરમ્યાન કયાંક તરવાર વાપરવાની જરૂર પડી હોય તે તેથી તમારે હૂંફાળી પથારી છોડીને મોડી રાતે આમ અહીં આવવાની શી જરૂર, વારુ?” “ઍન્થની ફેસ્ટર બહુ જોખમકારક માણસ છે. રાજદરબારની તેને કંઈક ભારે એથિ છે. હવે મારો ભાણો અને એ બે ભેગા મળે અને જૂનું ઓળખાણ તાજું કરે, એનો તો કોઈને કશો વાંધો ન હોય; પણ મારો ભાણો ત્યાંથી આવ્યો ત્યારથી તમારી ઉપર જ જે રીતની નજર રાખી રહ્યો છે, તથા મારા તબેલાવાળાને તમે કયારે કયાં જવાના છો વગેરેની ઝીણવટભરી પૂછપરછ કરતો હતો, તે ઉપરથી મને લાગે છે કે, તેઓને વિચાર તમને રસ્તામાં આંતરીને નુકસાન કરવાનો છે.” “તમારા સદ્ભાવ બદલ હું તમારો આભારી છું. અને હુંય તમારી સાથે ખુલ્લા દિલથી જ વાત કરીશ. ફોસ્ટરને અને તમારા ભાણાને તે મારા પ્રત્યે કશે અંગત હોવાનું ખાસ કારણ નથી, પણ મને લાગે છે કે, તે બંને તેમના કરતાં બીજા કેઈ મોટા ગુંડાના એજંટો છે.” તમે માસ્ટર રિચાર્ડ વાને મનમાં રાખીને કહો છોને? તે ગઈ કાલે તે કમ્નર-પ્લેસ આવ્યો છે, અને તે ગમે તેટલો ચોરી-છૂપીથી આવ્યો હશે, પણ તેને જોનાર કોઈએ મને બરાબર વાત કરી છે.” “હા, હું તેની જ વાત કરું છું.” Page #88 -------------------------------------------------------------------------- ________________ પુત્રીને પિતા “તે તે મહેરબાન તમે સાવધાન થઈ જાઓ. એ વાને જ એન્થની ફેસ્ટરનો પેટ્રન અને સંરક્ષક છે. એની પાસેથી જ ફેસે એ ભવન અને પાર્ક કોઈક પ્રકારની સાથે રાખેલાં છે. વાનેને બિલ્ડનના મઠની બધી જમીન-જાગીર તથા કમ્નર-લેસની ઇમારત તેના માલિક અ ઑફ લિસેસ્ટર પાસેથી મળેલી છે. લોકો કહે છે કે વાને અર્લ ઑફ લિસેસ્ટર પાસે ગમે તે કામ કરાવી શકે તેમ છે. અને અર્લ આપણાં રાણી પાસે ગમે તે વસ્તુ કરાવી શકે તેમ છે. ગઈ કાલે સાંજે જ તમે જોયું હતું ને કે, લોકો ટૉની ફેસ્ટર બાબત મનમાં આવે તેમ બોલતા હતા, પણ રિચાર્ડ વાર્નોનું નામ પણ દેતા ન હતા. જો કે, બધા જ જાણે છે કે કન્ઝર-લેસની સુંદરીના રહસ્ય પાછળ ખરી રીતે રિચાર્ડ વાનું જ છે. અને કદાચ તમે મારા કરતાં એ બાબતમાં વધુ જાણતા હશે; કારણકે સ્ત્રીઓ પોતે તરવાર ધારણ કરતી નથી, પણ તે જ ઘણી તરવારોને જીવતા લોહી-માંસનું મ્યાન પ્રાપ્ત કરાવતી હોય છે.” “ખરી વાત છે; એ કમનસીબ લેડી બાબત તમારા કરતાં હું ઘણું ઘણું વધારે જાણું છું, મિત્ર; અને અત્યારે મિત્રો અને સલાહસૂચનની બાબતમાં મને એટલી ભારે તંગી છે કે, હું તમારાં સલાહસૂચન મેળવવા જ તમને આખી વાત કહી સંભળાવવા તૈયાર છું, જેથી મારી વાત પૂરી થયે, તમારી પાસેથી કંઈક મદદ હું માગી શકું.” ભલા માસ્ટર ટ્રેસિલિયન, હું તો એક ગરીબ વીશીવાળો છું. તમારા જેવા રાજદરબારી માણસોને હું તે શા સલાહસૂચન આપી શકવાને હતો? છતાં હું પ્રમાણિક માણસ છું અને હું તમને તમારે જોઈતી મદદ કદાચ ન પણ કરી શકું, છતાં તમે મારામાં મૂકેલા વિશ્વાસને હું કદી ધખો નહિ દઉં, એટલું નક્કી જાણજો. અલબત્ત, વીશીવાળામાં હોય તેવી બીજાની વાત જાણવાની ઈંતેજારી મારામાં હશે ખરી; પણ મારા હાથમાં તે પૂરેપૂરી સહીસલામત રહેશે, એટલી ખાતરી હું આપી શકું છું.” મને એ વાતની ખાતરી છે, એટલે જ હું તમને એ બધું કહેવા પ્રેરાયો છું. વાત એમ છે કે, તમે કદાચ જાણતા હશો કે સર રોજર રોબ્સર્ડે આપણી રાણીના દાદા હૈની ૭ સાથે મળી સ્ટોકના યુદ્ધમાં કેવી કામગીરી બજાવી હતી. પણ મારા દાદા તેમની સામેના પક્ષમાં હતા, તે સર રોંજરના હાથમાં કેદ પકડાયા, ત્યારે તેમણે ભલમનસાઈ દાખવી તેમને કશી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭ર પ્રીત કિયે દુખ હોય' રકમ લીધા વિના છોડી દીધા, પણ તેની રાજાની પોતાના દુશ્મનને નબળા પાડી દેવાની રીત મુજબ તેમની પાસેથી ભારે દંડ વસૂલ કરાયાથી તે તદ્દન ગરીબ બની ગયા. ભલા સર સેંજર રોલ્સટે તે વખતે મારા દાદાનું દુ:ખ હળવું કરવા બનતી કોશિશ કરી, અને મારા બાપુ તે, તેમના પુત્ર, એટલેકે, અત્યારના સર હ્ય રોબ્સર્ટના ભાઈ તરીકે તેમને ત્યાં જ ઊછર્યા. સર હ્ય રોબ્સર્ટ કેવા ઉદાર અને મહેમાનગતી કરનારા માણસ છે તે તે તેમની રણભૂમિ ઉપરની વીરતાની જેમ જ જાણીતી બાબત છે.” “હા, હા, મેં ઘણી વાર તેમને વિષે વાત સાંભળી છે. તેમનો શિકારકારભારી વિલ બેજર તેમને વફાદાર અને નિષ્ઠાવાન કર્મચારી છે. તે અહીં મારી વીશીમાં સેંકડો વખત આવી ગયો છે, અને જયારે આવ્યો છે ત્યારે પોતાના માલિકની મહેમાનગતી અને ઉદારતાનું પેટ ભરી ભરીને વર્ણન સૌને સંભળાવી ગયો છે.” વિલ બેજર જો તમને ભોગો થયો હશે, તો તો મારે તમને સર હ્યુ રોન્સર્ટ વિશે વધુ કંઈ કહેવાની જરૂર નહીં રહે. સર શૂ રોબ્સર્ટના આવા ઉદાર સ્વભાવને કારણે તેમની કૌટુંબિક મિલકતમાં સારો સરખો ઘટાડો થયો છે; પણ સર હ્યુને સંતાનમાં માત્ર એક દીકરી જ હોવાથી તે બાબતની કશી ખાસ ચિંતા ન કહેવાય. આ કહાણીમાં મારો હિસ્સો હવે અહીંથી શરૂ થાય છે. મારા પિતાના મૃત્યુ બાદ કેટલાંય વર્ષોથી સર ટૂએ મને જ તેમનો કાયમી સોબતી બનાવ્યો હતો. અલબત્ત, સર હ્યુને શિકાર વગેરે મેદાની રમતોને જ બહુ રસ હોવાથી મારા અભ્યાસમાં તેથી સારા જેવી ઊણપ આવી; પરંતુ સર ધ્ર પ્રત્યેની કૃતજ્ઞતા અને પેઢીગત ચાલતી આવેલી મિત્રતાની લાગણીઓથી પ્રેરાઈને મને હિતકારક થઈ પડે એવા અભ્યાસની પરવા મેં છોડી દીધી. ધીમે ધીમે ઓમી રોબ્સર્ટ બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થામાં આવતી ગઈ, તેમ તેમ તેની સોબતમાં સંજોગવશાત હમેશ રહેનાર મારા મનમાં તેના માટે મધુર ભાવ ઉત્પન્ન થતો ગયો, અને તેના પિતાનાથી એ અજ્ઞાત ન રહ્યો.” અને તે આવા પ્રેમપ્રસંગોમાં બને છે તેમ આડે આવ્યા, એમ ને?” - આ યુદ્ધમાં પોતે કેદ પકડેલા સારી સ્થિતિના માણસની પાસે કેદ પકડનાર ઉમરાવ કે સેનાપતિ લડાઈ પૂરી થયે છુટકારા બદલ મોરી રકમ માગી શકતો. - સપ૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પુત્રીને પિતા ના, ના, મારી બાબતમાં એથી ઊલટું જ બન્યું: સર રેબ્સર્ટી તો તેમની પુત્રી પ્રત્યેના મારા પ્રેમને અંતરથી આવકાર્યો; તેમની પુત્રી પણ મારા પ્રત્યે લગ્ન-પ્રેમમાં પરિણમે એવો નિકટને જ ભાવ દાખવતી હોવાથી સર શૂ રોબ્સર્ડે ભવિષ્યમાં અમારાં લગ્ન કરાવી આપવાનો નિરધાર જાહેર પણ કર્યો. પરંતુ એમી રોબ્સર્ટના કહ્યાથી લગ્ન બાર મહિના આગળ ઠેલવામાં આવ્યું. આ સમય દરમ્યાન રિચાર્ડ વાર્નેએ એ તરફ દેખા દીધી અને સર ફ્યૂ રોબ્સર્ટ સાથેના કંઈક દૂરના સગાઈ-સંબંધને નાતે તેણે એમની સોબતમાં ઘણો સમય ગાળવા માંડ્યો અને પછી તે તે એ ઘરમાં જ રહેવા લાગ્યો.” અને હું ખાતરીથી કહું છું કે, એ માણસ જે ઘરમાં રહે, તે ઘરમાં કંઈક અનિષ્ટ સરજાય જ!” ગોક્સિંગે ઉમેર્યું. “થોડો વખત તો ઍમી રોબ્સર્ટ એના પ્રત્યે સામાન્ય શિષ્ટતાને વ્યવહાર જ દાખવતી રહી; પણ પછી એમની વચ્ચે કોઈ અસામાન્ય સંબંધ ઊભો થતો ગયો. તેઓ ઘણી વાર એકલાં બેસી કઈક સંતલસો ચલાવ્યા કરતાં – જે મને જરાય ગમતું નહિ, અને થોડા વખતમાં તો તે એના પિતાના ઘરમાંથી અલોપ થઈ ગઈ – અલબત્ત, એ જ વખતે વાને પણ અલોપ થઈ ગયો. ત્યાર પછી આજે જ મેં મીને વાર્નેના આશ્રિત ફોસ્ટરના ઘરમાં રખાત તરીકે રહેતી મારી નજરે જોઈ : વાનેને પણ પછીતના ગુપ્ત દ્વારમાં થઈને મોં-માથે ઢંકાઈ તેની ગુપ્ત મુલાકાતે આવેલો જોયો.” તે તમારે ઝઘડો એ કારણે થયો છે, ખરું? પણ એ સુંદર બાનુ તમે એના જીવનમાં આમ વચ્ચે ડખલ કરવા આવો એ ઇચ્છે છે ? – અથવા તમારી એ જાતની કોશિશને તે પાત્ર પણ છે?” ભલા મિજમાન, મારા પિતા – અર્થાત્ સર શૂ રોબ્સર્ટને હું મારા પિતા જ ગણું છું – અત્યારે એમના ઘેરા દુ:ખશોકમાં તરફડતા પડ્યા છે. એ એમ સિઝાયા કરે અને ઍમી આવું પાપનું જીવન ગાળે, એ વિચાર જ મારાથી સહન થઈ શકતો ન હતો. એટલે હું તેને શોધી કાઢી તેને ઘેર પાછી ફરવા સમજાવવાના ઇરાદાથી કોશિશ કર્યા કરતો હતો. આજે હવે મને તે જડી છે, એટલે હું મારા પ્રયત્નમાં સફળ થઈશ, અથવા નિષ્ફળ જઈશ તો પણ, ત્યાર બાદ મારો ઇરાદે આ દેશ છોડી વર્જિનિયા તરફ ચાલ્યો જવાનો છે.” Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પ્રીત કિયે દુખ હોય' - “મારા મહેરબાન, એક સ્ત્રીને કારણે તમારું કીમતી જીવન આમ વેડફી નાખવાની જરૂર નથી. સ્ત્રી તો પોતાના પ્રેમીઓને પોતાનાં ફિત – છોગાની જેમ મનસ્વીપણે બદલતી રહે, પણ હું આ બાબતમાં આગળ કંઈ કહું, તે પહેલાં મને કહી દો કે, તમે એ લેડીના રહેઠાણે કે ગુપ્ત નિવાસે કઈ રીતે પહોંચી શકયા વારુ?” “વાને એ જૂની બિંડન મઠની મોટી જાગીરો પટ્ટે રાખી છે એવું જાણમાં આવ્યાથી હું તે આ તરફ તપાસ કરવાને ઈરાદે જ આવ્યો હતો. પણ તમારો ભાણો તેના જૂના દોસ્ત ફોસ્ટરને મળવા ગયો ત્યારે તેની સાથે જવાથી મને એમી ત્યાં રહે છે એ બાબતનો પુરાવો અચાનક મળી ગયો.” “હવે તમે શું કરવા માગો છો, મહેરબાન? – હું આવો સવાલ પૂછું છે તે ધૃષ્ટતા બદલ ક્ષમા કરશો.” મારા ભલા મિજમાન, હું આવતી કાલે તેના રહેઠાણે ફરીથી જઈ, એની સાથે વધુ વિગતે ચર્ચા કરી લેવા માગું છું. મારા કહેવાની કંઈ પણ અસર તેના ઉપર ન થાય, તો તો તે પહેલાં કરતાં સદંતર બદલાઈ જ ગઈ છે, એમ જ મારે માનવું રહ્યું.” માફ કરજો, માસ્ટર ટ્રેસિલિયન; પણ તમે કોઈ પણ કારણે એ પગલું ન ભરતા. મને સમજાય છે તે પ્રમાણે એ સુંદરીએ તમે એ બાબતમાં કંઈ માથું મારવા પ્રયત્ન કરો તે અંગે પૂરેપૂરી નાપસંદગી જણાવી દીધી છે.” ખરી વાત છે; એની હું ના પાડી શકતો નથી.” તે પછી તમને એની મરજીની ખિલાફ વર્તવાનો શો હક હોઈ શકે વારુ? ભલે તેનું કૃત્ય તેને પોતાને કે તેના કુટુંબને માટે શરમજનક હોય. એટલે મને તો એમ લાગે છે કે, તે જાતે પોતે થઈને જે લોકોના રક્ષણમાં આવીને ભરાઈ છે, તે લોકો, તેને બાપ કે તેને ભાઈ હોય તે તેની પણ કશી ડખલ સાંખી ન લે, તો પછી તમે તો જાયેલા – અવગણાયેલા પ્રેમી જ છો. એટલે તમારી સાથે તે તેઓ સખત હાથે જ કામ લઈ શકે અને લે. તમે કોઈ મેજિસ્ટ્રેટની મદદ પણ માગી ન શકે. એટલે તમે તો પાણીમાંના પડછાયાને પકડવા પ્રયત્ન કરો છો, અને તેમાંથી ડૂબી મરવા સિવાય બીજું કાંઈ પરિણામ હું તો જોઈ શકતો નથી.” “નહીં, પણ હું અ ઑફ લિસેસ્ટરની જ મદદ માગીશ. તેમના સેવકે જે અપકૃત્ય કર્યું છે તે તેમને જણાવીશ. અને તે તે કડક આચાર Page #92 -------------------------------------------------------------------------- ________________ પુત્રીના પિતા ૫ વિચારવાળા પ્યૂરિટન-પંથના માણસ છે, એટલે તેમનાથી તેમની પેાતાની આબરૂ અને ઇજ્જત ખાતર પણ મારી ફરિયાદ અવગણી શકાશે નહિ. "" 66 ઠેકાણે આવી જશે. કહેવાય છે કે, તેમના ક્ષમા કરશે, પણ બીજી પણ વાને અર્થ ઑફ લિસેસ્ટરનો બહુ માનીતા અને વિશ્વાસુ ખવાસ છે; એટલે અર્લ તે પેાતાના માણસને બચાવી લેવા ઇચ્છે; પરંતુ તમે સીધી રાણીજીને અપીલ કરશેા, તે બંનેની સાન રાણીજી આવી બધી બાબતેામાં બહુ કડક છે. એમ પોતાની ઉપર પ્રેમમાં પડેલા ફૂડીબંધ દરબારીઓને તે કોઈ સ્ત્રી ઉપર પસંદગી ઢળનાર કોઈને જરા પણ માફ નહિ કરે. એટલે તમે તો મહેરબાન, સર હ્યૂ તરફથી અરજી લઈને, તમને દેવાયેલા ધાખાની વાત પણ સાથે લઈને રાણીજી સમક્ષ પહેાંચી જા; પછી અર્થની પણ વાનેને બચાવી લેવાની હિંમત નહિ ચાલે. તમારે રાણીજીના માનીતા સલાહકારના ખવાસને અહીં છંછેડીને તેની અને તેના ગુંડાઓની તરવારને શિકાર બનવું એ સલાહભર્યું નથી. ” 66 મારા મિજમાન, તમારી સલાહ મને ઠીક જ કરવા માટે કાલે વહેલી સવારે અહીંથી ઊપડી લાગે છે; અને હું એમ "" જઈશ. ’ ઃઃ ના મહેરબાન, કાલે સવારે નહિ; અબઘડી જ અહીંથી નીકળી જાઓ. દિવસે ગળાંકાપુઓથી પીછા કરાતા હોય તેવી રીતે જવું, તેના કરતાં રાતે શાંતિથી અને સહીસલામતીથી ચાલ્યા જવું એમાં જ ડહાપણ છે. જુ મહેરબાન, મારા ભાણાની ચેષ્ટા ઉપરથી હું સમજી ગયો છું કે, તે વાને ના કહ્યાથી અહીં તમારા ઉપર નજર રાખવા જ ડાઘિયાની જેમ ટાંપીને પડેલા છે. મેં તમારો ધોડો ને બધું મારે હાથે તૈયાર કરી દીધું છે; બધા નિરાંતે ઊંઘે છે; એટલે તમે મારું માનીને અબઘડી અહીંથી વિદાય થઈ જાઓ. તમારું બિલ આ રહ્યું. "> “એક નાબલ કરતાં એ ઓછું જણાય છે; જે વધે તે તમારી દીકરી સીસલીને તયા ઘરના નોકરોને આપી દેજો. પણ જતા પહેલાં તમારા સદ્ભાવ ઉપર માટે થાડો વધુ બાજ નાખીને હું વિનંતી કરું છું કે, તમે કમ્બરપ્લેસવાળાં ઉપર નજર રાખતા રહેજો – તમારા આ સ્થાનકેથી તમને બધા સમાચાર સહેલાઈથી મળતા રહેશે – તે। આ વીંટી તેને તમે ત્યાંના જણાવવા જેવા બધા સમાચાર લઈને જે માણસ આવે જણાવજો – બીજા કોઈને Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હૈય” નહિ– એ વીંટી લઈને આવશે તે એ વીંટી તમને જ આપી દઈને ચાલતે થશે.” ના, મહેરબાન, ના! મારે એવો કશો બદલો પણ જોઈતો નથી; અને મારે એવું કામ પણ કરવું નથી. હું તે સામાન્ય વીશીવાળો કહેવાઉં, મારે એ બધી રાજદરબારી માણસોની પંચાતમાં પડવાનું ન હોવ; મને માફ કરો.” પણ તમને તથા આ દેશના દરેક બાપને પોતાની પુત્રીને કલંક, પાપ અને દુ:ખમાંથી મુક્ત થયેલી જોવાની પંચાત તો હોય જ. તમે પણ એક સુંદર પુત્રીના બાપ છો, અને એ જાતના કામમાં મદદ કરવી એ તમારી ફરજ છે. મને પોતાને તો હવે એ સ્ત્રી પ્રત્યે કશો અભળખ રહ્યો નથી; હું તો એના દુ:ખી બાપને એની ભટકી ગયેલી પુત્રી પાછી મળશે, એટલે યુરોપમાં – કદાચ આખી દુનિયામાં – મારું કામ પૂરું થયું એમ માનીને ચાલત થઈશ. એટલે તમારે તો એક પુત્રીના પિતાની જ મદદ કરવાની છે, કોઈ પ્રેમીની નહિ, એમ જાણી રાખજો.” “ભલે, મહેરબાન, ભલે! તમે પુત્રીના પિતાને નામે કરેલા આ આવાનને હું નકારી નથી શકતા. તમને ત્યાંના સમાચાર મેળવવા અને પહોંચાડવા પૂરતી તમારી સેવા હું બજાવીશ. ખાતરી રાખજો કે હું તમને સાચો નીવડીશ, અને તમે પણ મારા જાહેર ધંધાને લક્ષમાં રાખી, મારા વિશ્વાસુ નીવડજો, અને હું તમારી સંતલસમાં છું એ વાત કોઈને કદી ન કરશે. કારણકે, વાનેને હાથ આ તરફ ખાસો લાંબો પહોંચે છે, અને એ મને ઘડીના છઠ્ઠા ભાગમાં પાયમાલ કરી નાખે.” “એ બાબતની તમે પણ ખાતરી રાખજો – પણ મારી આ વીંટી લાવનારને જ તમે મારો માણસ ગણજો. બસ, ત્યારે, સલામ. તમે મને સાચી સલાહ આપીને જે આભાર તળે આણ્યો છે, એ હું કદી નહિ ભૂલું.” “તમે મારી પાછળ પાછળ આવો; અને પગ નીચે ઈંડાં પાથરેલાં હોય, એમ હળવા પગ માંડજો. તમે કયારે કેવી રીતે ચાલ્યા ગયા એ વાત કોઈએ ન જાણવી જોઈએ. કારણકે, કાલે અહીં શું થવાનું છે, એ હું બરાબર લ્પી શકું છું.” Page #94 -------------------------------------------------------------------------- ________________ ભૂતની કઢ જઈલ્સ ગોસ્લિગે, સવારના વહેલા ઊઠનારા કોઈ સાથે ભેટો ન થઈ જાય તે માટે, ટ્રેસિલિયનને એવા આડાઅવળા રસ્તા બતાવ્યા હતા, જેથી તે કોઈની નજરે પડ્યા વિના, સહીસલામત માબરોના રાજમાર્ગ ઉપર પહોંચી જાય. પણ રસ્તા બતાવવા એ સહેલું છે, પણ તેમને અંધારામાં અને આખા પ્રદેશના એક અણજાણ માણસે અનુસરવા એ અઘરું છે. ઉપરાંત ટ્રેસિલિયનના મનની સ્થિતિ પણ બહારના અંધારા જેવી જ આંધળી હોઈ, તે વિચિત્ર રસ્તામાં અટવાતે છેક સવારે જૂના જમાનામાં ડેન લોકોના પરાજય માટે મશહૂર એવી “વ્હાઈટ-હૉર્સ* ખીણ સુધી જ માંડ આવી પહોંચ્યો. તેવામાં તેના ઘોડાના આગલા પગની નાળ ઊખડી ગઈ. હવે તે ઘોડાને વધુ આગળ ચલાવવા જાય, તે ઘડો લંગડો બની જાય. ટ્રેસિલિયને, સામા મળતા ખેડૂતોને, આસપાસ કયાંય નાળ જડનાર લુહાર છે કે નહિ એ પૂછયું. પણ તેઓએ જાણે તેના પ્રશ્ન ઉપર લક્ષ પણ આપ્યું નહિ અથવા એવો વિચિત્ર જવાબ આપ્યો, જેનો અર્થ તેને સમજાય નહિ. એટલે ઘોડાને વધુ ઈજા ન થાય તે માટે ટ્રેસિલિયન ઘોડા ઉપરથી નીચે ઊતરી પડ્યો અને પગપાળા જ પાસે દેખાતા ઝુંપડાંના એક ઝુંડ તરફ તેને દોરી ચાલ્યો. એક ઊંડી અને કાદવભરી નાળમાં થઈને તે પાંચ કે છ કંગાળ ઝૂંપડાંના જૂથે પહોંચ્યો. એક ઝૂંપડાને દેખાવ કંઈક સારો લાગવાથી, ત્યાં કંઈક શિષ્ટ જવાબ મળશે એમ માની, તે ત્યાં ગયો. એક ડોસી આંગણું * બર્કશાયરમાં આવેલું, ઈ.સ. ૮૭૧ માં રાજા આફ્રેડ જ્યાં ડેન લોકોને હરાવ્યા હતા તે સ્થળ, ત્યાં ચાકના ઢળાવ ઉપર ઘોડાની એક મેટી આકૃતિ ઘાસ સાફ કરીને કોતરી કાઢવામાં આવી હતી. - સંપા. Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હોય સાફ કરતી હતી તથા પાસેના પડોશીઓ કરતાં કંઈક એછી જડસુ તથા ઓછી અતડી લાગતી હતી. તેને ટ્રેસિલિયને ઘણાને પૂછેલો પ્રશ્ન પૂછયો : આટલામાં ક્યાંક નાળ જડનાર લુહાર છે, તથા આ ઘોડાને ક્યાંય કંઈ દાણો પાણી મળી શકશે? ' ડોસી ટ્રેસિલિયન તરફ કંઈક વિચિત્ર નજરે જોઈ રહી; અને પછી બોલી, “નાળ જડનાર લવાર તો છે, પણ ભલા માણસ તમારે એની પાસે શા માટે જવું પડે?” નાળ-સાજ પાસે તો મારા આ ઘોડાના આગલા પગની નાળ પડી ગઈ છે તે જડાવવા માટે જવું છે, ભલાં ડોસી.” ' ડોસીએ તરત “માસ્તર હૉલિડે', “માસ્તર હૉલિડે' કહીને બૂમ પાડવા માંડી. અંદરથી લૅટિન ભાષાનાં પદો સહિત જવાબ આવ્યો, “હું મારા પ્રાતઃકાલીન અભ્યાસમાં મશગૂલ હોઈ, બહાર આવી શકું તેમ નથી.” “પણ માસ્તર હૉલિડે, આ કોઈ માણસ આવ્યો છે, જેના ઘોડાની નાળ પડી ગઈ છે, અને તેને વેલૅન્ડ સ્મિથ પાસે જવું છે; પણ હું એને ભૂતના ઘરનો રસ્તો બતાવવાની નથી.” અશ્વ નામના પ્રાણી સાથે મારે શી લેવાદેવા હોઈ શકે વારુ? આ તરફ સો સો માણસની વચ્ચે એક જણ પંડિત છે; પણ લોકો તેને ઉપયોગ ઘોડાની નાળ જડાવવા વિશે પૂછપરછ કરવા માટે કરે છે, જુઓ તો ખરા !” પણ એમ બોલતા બોલતોય તે બહાર તો આવ્યો જ. તે સૂકલકડી તથા તેના જ્ઞાનભારથી જ કદાચ ખભા આગળથી નમી ગયેલો હતો. ટ્રેસિલિયનને જોતાં જ તે ચતુર માણસ સમજી ગયો કે, આ કોઈ ગામઠી ગામડિયો નથી. એટલે તેણે માથેથી બોનેટ ઉતારીને અભિવાદન કર્યું અને લૅટિનમાં જ પૂછયું : “તમે સંસ્કારી માણસોની ભાષા લૅટિન સમજી શકતા હશો, ખરુંને?” ટ્રેસિલિયને પોતાનું બધું ભાષાજ્ઞાન યાદ કરી, લૅટિનમાં જ જવાબ આપ્યો, “એ ભાષા સમજી શકું છું ખરો, પણ મને ગામઠી ભાષામાં જ બોલવાનું વધુ ફાવશે.” પણ લૅટિન ભાષામાં જવાબ મળવાથી સ્કૂલમાસ્તર ઉપર સારી છાપ પડી, અને તેણે બીજા અનેક ભણેલા પ્રલાપો સાથે ટ્રેસિલિયનના પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, “એક માઈલ જેટલે દૂર એક સારામાં સારો નાળ Page #96 -------------------------------------------------------------------------- ________________ ભૂતની કાઢ ૭૯ સાજ રહે છે, જે તેના ઘેાડાને સારામાં સારી નાળ, સારામાં સારી રીતે જડી આપશે, એમ કહેવું તો બહુ સહેલું છે પણ - EX ડોસીએ તરત જ ઉમેર્યું કે, “ પણ – એ તો કોઈ ભલા જીવને સેતાનના હાથમાં સાંપવા જેવું જ થાય. ,, માસ્તરે ડોસીને ચૂપ રહેવાનું અને ભણેલા લોકોની વાર્તાની વચ્ચે બાલવાની અશિષ્ટતા ન દાખવવાનું જણાવી, આગળ ચલાવ્યું, “પણ હું એ નાળસાજની કોઢ તમને બતાવું, તો તમે તમારી જાતને કૃતાર્થ થયેલા માના ખરા ?” “હા, હા, મને એની કોઢ બતાવી દે, તે પછી હું તમારી આ પાપટપંચીમાંથી છૂટીને મારી જાતને ભારે કૃતાર્થ થયેલા માનું.” 66 ‘અરે વાહ ! માણસજાતની આ કેવી પામરતા છે? જુનિયસ જુવેનલિસે ઠીક કહ્યું છે કં—” (6 જુ પંડિતજી, મને તમારાં શાસ્ત્રવાકયો અને સુભાષિતા સાંભળવાની નવરાશ નથી; તમારે જો મને સીધા જવાબ ન આપવા હોય, તેા પછી મારે બીજે કયાંક જઈને એ નાળસાજનું સ્થળ પૂછવું પડશે. કોણ જાણે આ કેવા વિચિત્ર મુલક છે કે જ્યાં એક સીધા સવાલને કોઈ સીધા જવાબ જ નથી આપવું? ' છતાંય પેલા પંડિતે એની લાંબી લાંબી ડાચાકૂટ ચાલુ રાખી, અને ટ્રેસિલિયનને ત્યાંથી ખસવાય દીધા નહિ. જાણે એની પંડિતાઈ ઠાલવી શકાય એવા એક માણસ કેટલે વખતે તેના હાથમાં આવ્યા હતા! પરંતુ તેણે તરત ટ્રેસિલિયનના ઘેાડાને ઘાસચારાની તથા તેના પેાતાને માટે નાસ્તાની સગવડ એ ડોસી પાસે કરાવી લીધી. કારણકે, તેણે જણાવ્યું તેમ, એ ડોસીના છોકરાને પાતે ભણાવ્યો હાવાથી તથા હજુ ભણાવતા હોવાથી એનું તેના ઉપર ઋણ છે. ટ્રેસિલિયનને બધી પરિસ્થિતિ વિચારતાં એ માસ્તર અને તેને આશરો આપનાર ડોસીની પરોણાગત સ્વીકારવામાં કશા વાંધા ન લાગ્યા. નાસ્તા કરતી વખતેય માસ્તરનું માઢું વાતા ઉપર જ વિશેષ ચાલ્યું. એ ઉપરથી ટ્રોસિલિયનને એટલું જાણવા મળ્યું કે, તે હૉનૉર્ટન ગામમાં જન્મ્યા હતા, જ્યાં લોકોક્તિ પ્રમાણે ભૂંડ (‘હૉગ્ઝ’) પણ વાજિંત્ર વગાડી શકે છે. તેના બાપ ઓકસફર્ડની ધોબણને પુત્ર હતા. તેની માએ પેાતાના Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય' પુત્રનાં લક્ષણ પારણામાંથી પારખી લઈ, તેનું નામ ઓકસફર્ડમાં આવીને રહેલા રૉટરડામના વિદ્વાન ઈરેઝમસના નામ ઉપરથી પાડયું હતું. પ્રખ્યાત વિદ્વાનનાં કપડાં પોતાની દાદી ધોતી હતી, અને બિલ ન ચૂકવાયાથી એ કપડાં તેણે પોતાને કબજે રાખી લીધેલાં તે હજુ પણ પોતાની પાસે છે, એમ એ ભલા સ્કૂલમાસ્તરે અભિમાનપૂર્વક ઉમેર્યું. માસ્તરનું ઉપનામ હૉલિડે પડવાનું કારણ લોકો એ કહેતા કે, તે નિશાળમાં રજાઓ (હૉલિડે') બહુ ઓછી આપતા. પરંતુ માસ્તરે પોતે તો ટ્રોસિલિયનને પોતાના હૉલિડે ઉપનામનું રહસ્ય એ બતાવ્યું કે, પોતે આ બાજુ જુદા જુદા ઉતસવ વખતે પેજંટો, નૃત્યમંડળીઓ વગેરે યોજવામાં બહુ કુશળ હોઈ, દેશના ઘણા અમીર-ઉમરાવો પણ ઉત્સવો (“હૉલિડે') વખતે તેની સેવાઓનો લાભ લેતા. ખાસ કરીને અર્લ ઑફ લિસેસ્ટર તેના કાર્યક્રમો ઉપર બહુ ખુશ હતા, એમ કહી સ્કૂલમાસ્તરે ઉમેર્યું, “માનવંત ઉમરાવ અર્લ ઑફ લિસેસ્ટર હમણાં રાજકાજમાં મને ભૂલી ગયા હોય એમ ઉપરચોટિયા નજરે જોતાં લાગે; પણ હમણાં જો એમને રાણીજીના સત્કારસમારંભ માટે કાંઈ કાર્યક્રમ યોજવાનું હોય, તે મને અને મારી મંડળીને તરત યાદ કરે, એની ખાતરી આપું છું.” ટ્રોસિલિયન એ પઢત-મુર્ખના ચાલુ લવારાથી ત્રાસ્યો; અને છેવટે તેણે જરા મોં બગાડીને કહ્યું, “પણ મહાશયજી, આ બધી વાતોને મારા ગરીબ ટટવાના પગને નાળ નંખાવવા સાથે શો સંબંધ છે, એ કહેશો? તમે અત્યાર સુધી એ બાબત તો મને કાંઈ જ કહ્યું નહિ!” “આપણે એ મુદ્દા ઉપર જ આવી રહ્યા છીએ –- તદ્દન સમીપ જ આવી ગયા છીએ. એ મુદ્દાની છેક સાનિધ્યમાં જ આવી ગયા છીએ એમ કહો તો પણ ખોટું નથી. વાત એમ છે કે, બે કે ત્રણ વર્ષ અગાઉ આ તરફ ડેમૅટ્રિયસ ડોબૂબી કરીને એક માણસ આવ્યો હતો, તે પિતાને ડૉક્ટર ડોબૂબી કહેવરાવો. તેણે દાક્તરી વિદ્યા કોની પાસેથી મેળવી હતી એ કોઈ નથી જાણતું; ૧. રેંટરડામનો એ વિદ્વાન ૧૪૯૮-૧૫૦૦ દરમ્યાન મુખ્ય ઓકસફર્ડમાં આવીને રહ્યો હતો. લ્યુથરે પોપ સામે બળવે ઉઠાવે તેની અગાઉ અને પછીનાં વીસ વર્ષ દરમ્યાન યુરોપમાં તે બહુ જાણીતા બન્યો હતો. - સપાઇ ૨. જંગમ સ્ટેજ કે વાહન – જેના ઉપર અભિનય કરી શકાય. ખાસ કરીને સરઘસ આકારે ફેરવીને પ્રદર્શન કરાતી રંગભૂમિ. - સંપા Page #98 -------------------------------------------------------------------------- ________________ ભૂતની કેદ્ર કદાચ તેણે સેતાન પાસેથી જ મેળવી હશે; કારણકે એ માણસ આ તરફ મેલી વિદ્યાના સાધક તરીકે જ જાણીતો થયો હતો. તે ઘા ઉપર લગાવવાને બદલે હથિયાર ઉપર દવા લગાવીને ઘા રુઝવતે; હાથ જોઈને ભવિષ્ય ભાખી આપતો, ચોરેલો માલ ચાળણી-વિદ્યાર્થી શોધી આપતો; અદૃશ્ય થવાની ગુટિકા શોધી કાઢવાનો દાવો કરતે; સર્વ રોગો મટાડનાર સંજીવની પોતાને હાથવેંતમાં છે એમ જણાવત, તથા સીસાનું રૂપું બનાવી આપવાનો ઢોંગ કરતો.” “ટૂંકમાં તે ઊંટવૈદ્ય તથા પાકો ઠગ હતો; પણ એ વાતનેય મારા ઘોડાની નાળ સાથે શો સંબંધ છે, વારુ?” ટ્રોસિલિયન અકળાઈને બોલી ઊઠ્યો. તમે મહેરબાન આકળા થઈ ગયા છો; પણ માણસને તેની રીતે વાત કહેવા દેવી જોઈએ! તમારી રીતે તે વાત કરી શકે એમ તમે શી રીતે ઇચ્છી શકે, વારુ? હાં, તો એ ડબ્બીએ ગામડા-ગામમાં ખ્યાતિ મેળવ્યા પછી, ધીમે ધીમે દેશના ઉચ્ચ કક્ષાના અમીર-ઉમરાવ વર્ગમાં પણ નામના મેળવવા માંડી; અને પછી તો તે ઉન્નતિ અને ખ્યાતિના કયા શિખરને હસ્તગત કરી શક્યો હોત, એની જ કલપના કરી શકાય તેવું ન રહ્યું. પરંતુ અચાનક એક અંધારી રાતે તેણે સાધેલું ભૂત આવીને તેને ઉપાડી ગયું અને ત્યાર પછી તેની કશી ભાળ કોઈને મળી નથી. એ ડૉકટર ડેબૂબીને વેલેન્ડ નામનો એક કંગાળ નોકર હતો; તે તેમની ભઠ્ઠી ચેતાવી આપતે, તથા યોગ્ય ગરમી મળે એમ સંકર્યા કરતો, દવાઓ ખાંડી આપતો, જંતર-મંતર ચીતરી આપતો, અને એના દરદીઓને ભરમાવી આપતે. હવે ડૉકટર ડોબૂબીને ભૂત ઉપાડી ગયું, ત્યારે બાકી રહેલા એ નોકરે એની ખાલી પડેલી જગા સંભાળવાનું નક્કી કર્યું. પરંતુ એને ઉસ્તાદ ભૂતનો સાગરીત મનાતો હોઈ, તથા તેની જે અચાનક માઠી વલે થઈ એ જાણતા હોવાથી લોકો તેની પાસેથી કશી સેવાઓ લેવા માટે જતાં આનાકાની કરવા ૧. ચાળણી જેવા વાસણમાં કાતરનાં પાંખિયાં મૂકે અને પછી બે કુમારિકાઓ પાસે એ ચાળણી પકડાવે. પછી એ પાંખિયાં જેના તરફ નમે તે માણસ ચાર એમ નક્કી થાય. - સંપા ૨. મૂળઃ ફર્ન વૃક્ષમાં એક બીજ એવું હોય છે જે અદૃશ્ય રહે છે; તેને મેળવનાર જાતે અદૃશ્ય થઈ શકે. - સપ૦ પિ૦- Page #99 -------------------------------------------------------------------------- ________________ 6 પ્રીત કિયે દુઃખ હોય” વર લાગ્યા. એટલે એ માણસે બે-પગાંની સેવા કરવાનું છેાડી, ચા-પગાંની સેવા કરવાનું શરૂ કર્યું. ટૂંકમાં એના જેવા ઘેાડાને નાળ લગાવનારો કુશળ માણસ બીજો કોઈ આ તરફ ન હોઈ, દૂર દૂર સુધી તે વેલૅન્ડ-સ્મિથ, નામે જ મશહૂર છે. ” " “તા મહેરબાની કરીને એનું સ્થળ મને બતાવી દો ! ”ટ્રેસિલિયને જરા અધીરા થઈને કહ્યું. 66 પણ તમે એ માણસની કામ કરી આપવા માટેની શરતો તે પહેલાં પૂછે! ડાહ્યા માણસે જોખમમાં અવિચારીપણે ધસી જવું ન જોઈએ.” “એ માણસ પેાતાની કામગીરી માટે મહેનતાણું લેતા જ નથી, ' પેલી ડાસી બાલી ઊઠી. "" “શાંતિ, શાંતિ ! ડાહ્યા માણસાના સંભાષણમાં અન્ન વ્યક્તિએ વચ્ચે બાલી પડવું ન જોઈએ,” માસ્તરે ડોસીને ત્રાડીને કહ્યું; “ મહાશય, આ બુઢ્ઢી ખરું કહે છે; એ માણસ પેાતાની કામગીરી બદલ કશા પુરસ્કાર લેતા નથી.” “ અને સાચા ખ્રિસ્તી પોતાની મહેનતનું વળતર લેવાની ના પાડે જ નહિ; એટલે એ વેલૅન્ડ સ્મિથ ભૂતના સાગરીત છે, એ ઉઘાડું છે.” ડોસીથી વચ્ચે બાલ્યા વિના ન રહેવાયું. “ આ ડોસીથી વચ્ચે ટપકી પડયા વિના રહેવાતું જ નથી કંઈ! ખરી વાત છે, મહેરબાન; વેલૅન્ડ સ્મિથ કોઈ પાસેથી મહેનતાણું માગતા નથી, તેમજ કોઈને તે વેલા વળ દેતા નથી.” tr પેાતાનું કામ તો બરાબર ક૨ે છેને ?” 66 પણ એ પાગલ માણસ ટ્રોસિલિયને ઊભા થતાં થતાં પૂછ્યું; મારા ઘેાડો હવે ઘાસ-ચારો પરવારી રહ્યો હશે; તેા મને એ માણસનું સ્થાન બતાવા, જેથી હું ફરી પાછા મારી મુસાફરી ચાલુ રાખી શકું. "" 66 હા, હા, માસ્ટર હેરેઝમસ, તમે જઈને એમને એનું ઠેકાણું બતાવી આવેા. ભૂત જ એમને પોતાની પાસે બોલાવી રહ્યું છે, પછી શું થાય ? ” ડોસીએ હવે આ લપમાંથી છૂટવા કહ્યું. "C આ સંમાનનીય સદ્ગુહસ્થને ભૂતના સાગરીત પાસે જવું હોય તે ભલે જાય; હું પાતે તેમને તે સ્થળે લઈ જવાના નથી. હું તો મારા શિષ્ય – ૧. અંગ્રેજીમાં ‘સ્મિથ' એટલે લુહાર અથ થાય છે. -સા॰ Page #100 -------------------------------------------------------------------------- ________________ ભૂતની કેટ તમારા ચિરંજીવી ડિકીને જ તે સ્થળ બતાવવા મોકલીશ. એય દુર્દમન, અહીં આવ જોઉં!” “ના, ના, માસ્ટરજી, તમારે મારા ડિકીને મોકલવાનું નથી; તમારે તમારા આત્માને જોખમમાં નાખવો હોય તો ભલે નાખો. મારા ડિકી પાસે એવું કામ કરાવવાનું નથી.” ડોસી બોલી ઊઠી. જુઓ વૃદ્ધા જરતી ! તમારો વિકાસ તે ટેકરીના મથાળા સુધી જ જશે અને ત્યાંથી વેલૅન્ડ સ્મિથનું સ્થળ બતાવીને પાછો ફરશે. આજે સવારે તેણે ગ્રીક ધર્મપથીને પાઠ કર્યો છે, એટલે ભૂત એની ટૂકડું પણ નહિ આવી શકે, એની હું તમને ખાતરી આપું છું.” અને એ જાદુગરે બે-પગાં અને ચો-પગ ઉપર પોતાની ચાલાકી અમાવવા માંડી છે, ત્યારથી જ મેં મારા દીકરાના ભલામાં વિચ-એલ્મની કૂંપળ પણ સીવી રાખી છે તો.” ડેસીએ ઉમેર્યું. “તે પછી તમારો દીકરો ક્રીડાથે જ એ જાદુગર પાસે ઘણી વાર જાય છે આવે છે, તે આવા અજાણ્યા મહેમાનની સેવાર્થે એક વખત વધુ ત્યાં જશે, તો શું બગડી જવાનું છે, માતાજી?” માસ્તરે એ વૃદ્ધાના પુત્રને – પોતાના લાડકા શિષ્યને બૂમ પાડતાં જ તે આવીને હાજર થયો. ઠીંગરાઈ ગયેલું, અષ્ટાવક્ર જેવું એ બાળક આમ તે બાર-તેર વર્ષનું લાગતું હતું, પણ ખરેખર તે એ તેથી બે-ત્રણ વર્ષ મોટું હશે જ. તેનું ગાજરના રંગના વાળવાળું માથું છેક જ તેની ગરદન ઉપર બેસાડેલું હતું, અને તેનું ચીબુ નાક, લાંબી હડપચી અને બહાર ધસી આવતી બે આંખો એના વિચિત્ર દેખાવની ઊણપ પૂરી કરી આપતાં હતાં. ટ્રેસિલિયને તેને જણાવી દીધું કે, તે જો એને પેલા નાળસાજની કોઢ પાસે લઈ જશે, તો એક રૂપા-સિક્કો આપશે. પણ પેલી ડોસી તેને ભૂતને ઘેર જવા દેવા માટે હજુ આનાકાની કરતી હતી, એટલે પેલા ડિકીએ પોતાની માને કહ્યું, “પેલી સમડી તમારું મરઘડીનું બચ્ચું ઉપાડીને ચાલી જાય, મા !” ડોસી મરઘડીના બચ્ચા માટે હાય-બળાપો કરતી તે તરફ દોડી, તેવામાં ડિકી ટ્રેસિલિયનને પોતાની પાછળ આવવાની નિશાની કરતકને ત્યાંથી નાઠો. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ટ્રેસિાલયન, ના – ના કરતા માસ્તરજીના હાથમાં પોતાના તથા ઘેાડાના ખાનપાન બદલ યોગ્ય પુરસ્કાર આગ્રહપૂર્વક પકડાવી તરત ઘેાડા સાથે ડિકીની પાછળ પાછળ નીકળી પડયો. ફૂટડા ? " શું? ' 6 પ્રીત કિયે દુઃખ હોય’ ર રસ્તે ચાલતાં ટ્રેસિલિયને પેલાને પૂછ્યું, “હજુ કોઢ ઘણી દૂર છે, 99 “હેં? તમે શું મને ફૂટડો’ કહ્યો?” પેલા છછૂંદરે પૂછ્યું. 66 'કેમ ભાઈ, મેં તને ફૂટડો કહ્યો એમાં કંઈ ગુના થઈ ગયા કે 66 ના પણ, તમે મારાં ડોસી અને માસ્ટર હૉલિડે સાથે ઊભા હતા તે વખતે એ શબ્દ બોલ્યા હોત, તે કવિતામાં આવે છે એમ ત્રણ મૂરખનું ત્રેખડું ભેગું થાત !” 66 ‘કેમ વળી ? ” "" કારણકે, તમે ત્રણ જણ જ મને ફૂટડો કહો છે: ડોસીમા તો કહે છે કારણકે તે તે ઉંમરને કારણે થોડાં ઘણાં આંધળાં થયાં છે અને થોડાં ઘણાં મારા પ્રત્યેની મમતાને કારણે દેખવા છતાં આંધળાં રહે છે; અને બિચારા માસ્તર મને ફૂટડો કહે છે, તે તે મારાં ડોસીને સારું લગાડવા અને તેમની પાસેથી સારું સારું ખાવાનું મેળવવા; પણ તમે મને ફૂટડો શા માટે કહો છે, તે તા તમે જાણો!” “ વાહ ભાઈ, તું ફૂટડો નહિ હોય તેય ચતુર તો જરૂર છે. પણ તારા દોસ્તા તને શું કહીને બોલાવે છે?” 66 તેઓ તા મને ભૂત જ કહે છે; પણ મને મારા કદરૂપા ચહેરાથી સંતાષ છે; કારણકે, બીજા બધાનાં ફૂટડાં દેખાતાં માથાંમાં રોડા જેટલુંય મગજ હોતું નથી !” "" 66 ‘તો તને આ નાળસાજની બીક નથી લાગતી, ખરું?' 66 ‘હું તેનાથી બીઉં? અરે લોકો માને છે તેમ હોય, તે પણ હું તેનાથી ન બી. એ માણસ જરા તમે જેટલા ભૂત નથી, એટલો જ એ માણસ પણ વાત હું બીજા કોઈ આગળ ન કરું.' "" 66 તો પછી મને શા માટે કરે છે, ભાઈ? ” તે સાક્ષાત્ ખવ્વીસ વિચિત્ર હશે, પરંતુ ભૂત નથી. જોકે, એ Page #102 -------------------------------------------------------------------------- ________________ ભૂતની કે “કારણકે, તમે અહીં રોજ મળતા લોક કરતાં જુદા - સદગૃહસ્થ છો. અને હું પાપ જેટલો કદરૂપો હોઈશ, છતાં તમે મને અક્કલ વગરને ગમાર ગણો એ ન પાલવે; કારણકે, કોઈક દિવસ મારે તમારી પાસેથી કંઈક વરદાન પણ માગવું પડે.” શું વરદાન માગવાનો છે, ભાઈ?” “હું હમણાં જ તમને તે કહી દઉં, તો તમે મને ના પાડી દો! એટલે હું તો તમને રાજદરબારમાં ભેગો થઈશ, ત્યારે જ એ વરદાન માગીશ.” “રાજદરબારમાં? તે શું છે રાજદરબારે પહોંચવા ધારે છે?” “વાહ, તમે તો બીજાંઓ જેવી જ વાત કરવા મંડ્યાને? બીજાઓ તે એમ જ માને છે કે, મારા જેવો અષ્ટાવક્ર રાજદરબારે શી રીતે પહોંચવાનો છે? પણ અહીં હું નકામો નથી પડયો રહ્યો – હું મારા કદરૂપા શરીરના બદલામાં મારી બુદ્ધિનો ઘાટ કાઢી રહ્યો છું. માસ્તરજીએ મને વચન આપ્યું છે કે, તે જે નવું પેજંટ ગોઠવવાના છે તેમાં મને અગત્યનો ભાગ ભજવવાનો આપવાના છે. અને લોકો કહે છે કે, થોડા વખતમાં ભારે ઉત્સવમિજબાનીઓ શરૂ થવાનાં છે.” ક્યાં થવાનાં છે, મારા નાના દોસ્ત?” “ઉત્તર તરફના કોઈક રાજગઢમાંતે. માસ્તરજી કહે છે કે, તે ઉત્સવોમાં અમને બોલાવ્યા વિના નહિ ચાલે. અને એમની વાત ખરી પણ લાગે છે; કારણકે, માસ્તરજીએ અત્યાર આગમચ ઘણા પેજંટ ગોઠવેલા છે. માસ્તરજી દેખાય છે તેવા છેક બબૂચક નથી; તે જ્યારે કામે લાગે છે, ત્યારે બધું બરાબર સમજતા હોય છે. કહો તો તે નાટકના એકટરની જેમ તડફડ કવિતાઓ બોલી બતાવે, અલબત્ત, કોઈ મરઘડીનું ઈંડું ચોરવાનું કહો, તો મરઘડી જ તેમને ચાંચાટી નાખે. પણ આ વેલેંડ સ્મિથની કોઢનું બારણું આવ્યું.” અલ્યા મજાક કરે છે કે શું? અહીં તો ચોપાસ ખાલી વેરાન જ વેરાન પડ્યું છે; માત્ર વચ્ચે ઊભી શિલાઓના કુંડાળા જેવું છે.” હા, હા, કુંડાળાની વચ્ચેની ઊભી શિલાઓ ઉપર જે આડી છાટ છે, એ વેલૅન્ડ સ્મિથને ગલો છે. તેના ઉપર તમારે પૈસા મૂકી દેવાના.” “એટલે?” . “એટલે એમ કે, તમારે પેલા ઊભા પથ્થરની વચ્ચે કર્યું છે તેને તમારો ઘોડો બાંધી દેવાનો, પછી મેંથી ત્રણ વખત સીટી વગાડવાની અને Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય” તમારો ચાંદીનો સિક્કો એ પથ્થર ઉપર મૂકી દેવાને. ત્યાર બાદ તરત જ તમારે કંડાળાની બહાર નીકળી જઈ, પેલી ઝાંખરાની વાડ છે તેની પાછળ જઈને બેસી જવાનું. ત્યાં બેઠા બાદ તમારે દશ મિનિટ સુધી કે હથોડો ચાલવાને અવાજ આવે ત્યાં સુધી ડાબી તરફ કે જમણી તરફ નહિ જોવાનું. હથોડાનો અવાજ બંધ થાય એટલે તમારે સો ગણતા સુધી કે માળાના સો મણકા ફેરવતાં જેટલો વખત થાય એટલો વખત થોભવાનું અને પછી એ કુંડાળામાં પેસવાનું. તો તમારા પૈસા ચાલ્યા ગયા હશે, અને તમારા ઘડાને નાળ જડાઈ ગઈ હશે.” “મારા પૈસા જશે એની તે મને ખાતરી છે; પણ પછી મારા ઘોડાની નાળની બાબતમાં કશું ન થયું તો સાંભળ, હું તારો બબૂચક સ્કૂલમાસ્ટર નથી;- હું તો તારી એવી વલે બેસાડીશ કે તું ખો ભૂલી જઈશ.” પણ હું તમારા હાથમાં આવીશ તે ને?” એમ કહેતકને તે તે વેરાન મેદાન વચ્ચેથી એવા જોરથી નાઠો કે, ટ્રોસિલિયને ગમે તેટલું જોર કર્યું પણ તે એને પકડી ન શક્યો. પેલો છોકરો જાણે જીવ ઉપર આવીને દોડતું હોય એમ પણ નહોતે દોડતો,– ટ્રેસિલિયનને ચીડવવા વચ્ચે વચ્ચે થોભીને પાછો હાથતાળી આપીને નાસી જતો. છેવટે જ્યારે ટ્રેસિલિયનથી વધુ દોડાય એમ ન રહ્યું ત્યારે તે સ્થિર ઊભો રહ્યો. એ જોઈ પેલે એક ટેકરી ઉપર ઊભો રહી, તાળીઓ પાડી નાચવા લાગ્યો. ટ્રેસિલિયને હવે પોતાના ઘોડા પાસે પાછા ફરી તેની ઉપર બેસી પેલાને પીછો પકડવાનું નક્કી કર્યું. પણ તરત જ પેલો બોલી ઊઠ્યો, “તમારા ઘોડાને પગ નાહક ખરાબ ન કરશો; તમે જો તમારો હાથ મારા બરડા ઉપર ન વાપરવાનું વચન આપો, તો તમારી પાસે પાછો આવું.” - “પણ હું એવી શરત કરે શા માટે, બદમાશ છછુંદર? હમણાં હું તને આંબી જાઉં છુંને!” “અરે મહેરબાન, સામે પેલું કળણ જ છે, જેના ઉપર થઈને હું તે ચાલ્યા જઈશ, પણ તમે મારી પાછળ આવવા જશો તો ઘોડા સાથે આખા જ અંદર ઊતરી જશો !” ટ્રેસિલિયને નજર કરી જોઈ, તે ટેકરી પાછળ એવી કળણભૂમિ હોવાનો સંભવ તેને લાગ્યો, એટલે તેણે સમાધાનની શરત કબૂલ રાખી અને તેને Page #104 -------------------------------------------------------------------------- ________________ ભૂતની કેદ્ર ખાતરી આપી કે, તે એના બરડા ઉપર કે બીજે ક્યાંય હાથ નહિ ઉપાડે. પેલો પૂરા વિશ્વાસથી પાસે આવ્યો. ટ્રેસિલિયને કહ્યું, “તારે મને આમ હેરાન કરવાની શી જરૂર હતી, ભલા? તું આવાં ગપ્પાં હાંકવાને બદલે મને સીધો નાળસાજની કોઢ બતાવી દે, એટલે તને આખો શિયાળો સફરજન ખાવા મળે એટલા પૈસા હું આપીશ.” પણ તમે મને સફરજનની આખી વાડી આપી દો, તો પણ મેં તમને જે કોઢ બતાવી, તેથી બીજી હું બતાવી શકું તેમ નથી. પણ તમને વિશ્વાસ ન પડતો હોય, તો હું વાડની પાછળ તમારી સાથે જ બેસીશ; અને તમને લુહારનો હથોડો ચાલતે ન સંભળાય તો તમારી તરવાર વડે મારું ડોકું ઉડાવી દેજો, બસ ?” ટ્રેસિલિયનને આ છોકરાના કહ્યા પ્રમાણે મૂર્ખાઈ કરવાનું મન ન હતું, પણ પોતાની લાચારી જોઈને, તથા એ છોકરે પોતાની સાથે જ બેસવાનું કહેતો હોઈ, તેણે એ છોકરાના કહ્યા પ્રમાણે ઘોડો બાંધીને રૂપાનાણું પેલી આડી છાટ ઉપર મૂકહ્યું અને ભૂતને બોલાવવાની મુર્ખાઈ કરતાં શરમાતો હોય તેમ તેણે એક ઝીણી સીટી મારી.” અરે વાહ. આવી સીટી તે કોણ સાંભળે? એ નાળસાજ કદાચ ફ્રાંસના રાજાના તબેલામાં પણ નાળો જડવા જઈ પહોંચ્યો હોય.” એમ કહી એ છછુંદરે ત્રણ એવી જોરદાર સીટીઓ વગાડી કે આખું વેરાન ગાજી ઊઠયું. ત્યાર પછી બંને જણ વાડની પાછળ ચાલ્યા આવ્યા. ટ્રેસિલિયનને લાગ્યું કે આ તો તેના પૈસા અને તેનો ઘોડો પડાવી જવાની તરકીબ જ લાગે છે. એટલે તે તો છોકરાના ગળા આગળને કૉલર પકડીને જ બેઠો. પણ થોડી વારમાં હથોડો ધડાધડ પડતો હોય એવો અવાજ આવ્યો. આવા વેરાન સ્થાનમાં અચાનક હથોડો ચાલુ થયેલો સાંભળી, ટ્રેસિલિયન એકદમ તો ધૂજી ઊઠ્યો. પેલો છોકરો-ડિકી, એ પૂજારી જાણી જઈ, મોં ઉપર જરા મજાકના ભાવથી બોલ્યો, “સાંભળો, એ હથોડાને અવાજ! એ હથોડો ચમત્કારી છે; ધરતીમાંના લેખંડનો બનાવેલા નથી, પણ ચંદ્ર ઉપરથી પડેલા પથ્થરનો બનાવેલો છે!” Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુખ હોય' ટ્રેસિલિયન એ છોકરાની બદમાશી પામી જઈ, હથોડો ચાલતે રહ્યો ત્યાં સુધી ચુપ રહ્યો. પણ હથોડો બંધ થયે, શરત પ્રમાણે સો ગણતા સુધી ત્યાં જ બેસી રહેવાને બદલે, તે તરત જ તરવાર હાથમાં લઈ વાડ ઓળંગી તે તરફ દોડી ગયો. તે અંદર એક માણસ શરીરે રૂંછાંવાળા રીંછનું ચામડું ઓઢેલો, તથા એવી જ રૂંછાંવાળી શંક ટોપી પહેરેલો ઊભો હતો. પેલા છોકરાએ, “પાછા આવો! પાછા આવો !” એવી ઘણીય બૂમ પાડી તથા ઉમેર્યું, “એના ઉપર નજર નાખનારો કોઈ માણસ જીવતે રહી ન શકે,” છતાં ટ્રેસિલિયન તો આગળ વધતો જ ગયો. પેલા અદૃશ્ય ગણાતા (પણ અત્યારે પ્રત્યક્ષ દેખાતા) નાળસાજે તરત પોતાનો હથોડો ટ્રેસિલિયન સામે ઉગામ્યો. પેલા છોકરાએ જ્યારે જોયું કે ટ્રેસિલિયન તે ઉઘાડી તરવારે ધસ્ય જ જાય છે, ત્યારે તેણે તરત પેલા નાળસાજને આજીજી કરવા માંડી, “વેલેન્ડ, એમની સામે ન થશો, નહિ તો તમારો હથોડો હાથમાં રહેશે અને તમારું ડોકું તેમની લાંબી તરવારથી કપાઈ જશે, એ જેવા કેવા કંગાળ માણસ નથી, પૂરા રાજવંશી છે – હું જાણી ગયો છું.” તો અલ્યા ફિલબર્ટીગિબેટ, તે જ મને દગો દીધો? પણ તારીય હવે શી વલે થશે, તે જોજે!” પેલો નાળસાજ ઘૂરક્યો. ટ્રેસિલિયને તરત જ લુહારને આશ્વાસન આપતાં કહ્યું, “જો ભાઈ, તું ગમે તે હો, મારાથી ગભરાવાની જરૂર નથી. માત્ર મને એટલું કહી દે કે, તારે તારો ધંધો આવી બીક ઊભી કરીને કેમ ચલાવવો પડે છે?” “અરે તું મને પૂછનાર કોણ? હું હમણાં જવાળામય ભાલા સાથે તાલપાકને બોલાવું છું, જે તને તરત બાળીને ભસ્મ કરી નાખશે!” પેલાએ ટ્રસિલિયન તરફ ઘૂરકીને અને હાથમાંને હથોડે ઘુમાવતાં ઘુમાવતાં કહ્યું. “હરામખોર, ચૂપ થઈ જા; અને મારી પાછળ પાછળ નજીકના મેજિસ્ટ્રેટને ત્યાં ચાલ્યો આવ, નહિ તો તારું માથું હમણાં જ ફાડી નાખીશ.” ટ્રસિલિયને ભૂત-પિશાચના સાગરીતને જીવતા બાળી મૂકવાને જે કાયદો હસ્તે તેની અસર દઈને કહ્યું. પેલો હવે તરત જ નમી પડ્યો અને બોલ્યો, “મહેરબાન, તમારા ઘોડાને નાળ જડાઈ ગઈ છે, અને તેનું મહેનતાણું પણ ચૂકતે થઈ ગયું Page #106 -------------------------------------------------------------------------- ________________ ભૂતની કેદ છે; હું મારો ધંધો ગમે તે નામે ચલાવું છું, તેમાં તમારે શું વાંધો કાઢવાપાણું છે, વારુ?” “પણ મિત્રો, કોઈ ઠગવિદ્યા કે જાદુગરી ચલાવતા હોય, તો તેને ઉઘાડો પાડવો એ તો દરેકની ફરજ છે. ધંધો ચલાવવાની તારી આવી રીત ઉપરથી એમ શંકા જાય છે કે, તું ઠગ પણ છે અને જાદુગર પણ છે.” જો તમે એ જ નક્કી કર્યું હોય, તો પછી મારે પણ સામું બળ વાપરવું પડશે. બાકી માસ્ટર ટ્રોસિલિયન, મારો વિચાર તમારી પ્રત્યે બળ વાપરવાનો ન હતો;- તમારા હથિયારથી ડરી જઈને નહિ, પણ તમને હું પહેલેથી ઉદાર, લાયક અને માયાળુ સહસ્થ તરીકે ઓળખું છું, એટલે.” પણ પેલો છોકરો ઉતાવળે બોલી ઊઠયો, “અલ્યા વેલૅન્ડ, તું આમ ખુલ્લી હવામાં વધુ ઊભો રહીશ, તે માંદો પડી જઈશ. માટે તું તારી બોડમાં ચાલ્યો જા; અમારે પણ અંદર આવવું હશે તો અંદર જ આવીશું.” તારું કહેવું ખરું છે, ફિલબર્ટીગિબેટ”, એમ કહી લુહાર ઝાંખરાંમાં છુપાયેલી એક ઝાંપલી ઉઘાડી, નીચે ક્યાંક ઊતરી ગયો; અને અંદર ઊતરી તેણે બૂમ પાડી, “ફિલબટગિબેટ, તું છેલ્લો અંદર આવજે અને ઝાંપે બરાબર બંધ કરજે.” ટ્રસિલિયનને અંદર જવાને વિચાર નહોતો; કારણકે અંદર ડાકુઓનો જ અડો હોય તો? પણ પેલા છછૂંદરે મરડ સાથે તેને પૂછયું, “કેમ મહેરબાન, હવે તે વેલૅન્ડ સ્મિથને જોઈને ધરાયાને?” ના, હજુ બાકી છે,” એમ કહી, ટ્રોસિલિયન પોતાને ક્ષણભર થઈ આવેલો અનિશ્ચય ખંખેરી નાખી સીધો અંદરનાં સાંકડાં પગથિયાં ઊતરી ગયો. ડિકી પણ ઝાંપે બરાબર બંધ કરી, અંદર ઊતરી આવ્યો. અંદર ઊતરવાનાં પગથિયાં બહુ થોડાં હતાં; અને તે પૂરાં થયે ત્રણચાર ડગલાં આગળ ચાલતાં સામે રાતો પ્રકાશ દેખાયો. ડાબી બાજુએ થોડાક વળતાં જ એક નાનો ચોખંડ ખંડ માલૂમ પડ્યો; તેમાં ભઠ્ઠી સળગતી હતી અને કોલસાની ધૂણી આખા ભંયરામાં ભરાઈ રહી હતી. જોકે હવાની અવરજવર માટે ઉપરની બાજુ કંઈક અદૃશ્ય ગોઠવણ જેવું હશે જ, નહીં તો અંદર રૂંધાઈ જ મરાય. એક દીવો સાંકળે ટિંગાવેલો હતો એના ઝાંખા પ્રકાશથી અને ભઠ્ઠીના રાતા પ્રકાશથી આજુબાજુ પડેલા સાંડસા-ચીપિયા, હથોડા તથા ઘોડાની તયાર નાળોના જથો વગેરે લુહારી સામાન નજરે પડતો Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ હતા તેમજ દવા-કાઢા કે અર્ક કાઢવા માટેનો તથા કીમિયા-વિદ્યા માટેનો સામાન પણ પડેલા દેખાતા હતા. ભૂગર્ભમાં – આવી અજાણી પરિસ્થિતિમાં – પેલા નાળસાજ તથા પેલા છછૂંદર જેવા સાબતી સાથે ઊભા રહેતાં બીજો કોઈ તો જરૂર ગભરાઈ જાય; પણ ટ્ર સિલિયન પ્રકૃતિથી તથા સંસ્કારથી નીડર અને બહાદુર માણસ હતા. તેણે ગભરાયા વિના પેલા લુહારને પૂછ્યું, “તું મારું નામ શી રીતે જાણે, ભાઈ? ” 6 પ્રીત કિયે દુઃખ હોય 66 આપ નામદારને કદાચ યાદ હશે કે, ત્રણેક વર્ષ પહેલાં સેટ લ્યૂસીની ઇવને દિવસે* ડેવાનશાયરમાં એક દીવાનખાનામાં એક જાદુગર આવ્યા હતા અને તેણે નામદાર નાઈટ તથા તેમનાં સુંદર પુત્રી સમક્ષ જાદુના ખેલ બતાવ્યા હતા. આપ પણ તે વખતે હાજર હતા, એમ હું આ અંધારામાં આપનું મુખ જોઈને પણ કહી આપું છું.” "" “બસ, બસ, મને બધું યાદ આવી ગયું. હવે તારે વધુ આગળ બાલવાની જરૂર નથી. ટ્ર સિલિયને એ જૂનો પ્રસંગ અને તેની સાથેનાં દુ:ખદ સંસ્મરણો યાદ આવતાં કહી દીધું. - નામદાર, આપે કંઈ ખોટું લગાડવાની જરૂર નથી; હું તે એ પ્રસંગ મને કેટલા બધા યાદ છે એ બતાવવા જ આપને એની વિગતા કહી બતાવું છું કે, મારો ખેલ જોઈ પેલાં ફૂટડાં કુમારી – જેમની ઉંમર પંદરેક વર્ષની હશે – એટલા બધાં ગભરાઈ ગયાં કે આપ નામદારે તે વખતે આ બધામાં ભૂતપ્રેત કશું નથી, માત્ર હાથચાલાકી જ છે, એ બતાવવા આવડે તેટલા કેટલાક ખેલ કરી બતાવ્યા હતા. ખરે જ તે બહુ ફૂટડાં કુમારી હતાં અને એમનું એક હાસ્ય મેળવવા માટે—” 66 66 બસ કર, બસ કર, મારે હવે આગળ સાંભળવું નથી; એ પ્રસંગ મને બરાબર યાદ આવે છે; અને એ સાંજ મારા જીવનની એક સુખદમાં સુખદ સાંજ હતી. "" “તે। શું તે કુમારી હવે નથી? જો મને એ વાતની ખબર હોત, તે આટલા રસપૂર્વક એ પ્રસંગ આપને યાદ ન દેવરાવત. ’ "" નાળસાજે એ શબ્દો એટલા બધા સમભાવપૂર્વક ઉચ્ચાર્યા હતા કે, ટ્રોસિલિયનના હૃદયમાં એનો પડઘા પડયા વિના રહ્યો નહિ. તેણે એક મિનિટ કુંવારિકા શહીદના દિવસ – ડિસે’બરની ૧૩મી તારીખ. – સ’પા Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ભૂતની કાઢ ચૂપ રહીને કહ્યું, “ભાઈ, તું પણ તે દિવસેામાં એવા રમૂજી તથા આનંદી માણસ હતા કે, ભલભલી મંડળીઓને રસાનંદમાં કલાકો સુધી ગરકાવ કરી રાખે. તે અત્યારે આવા એકાંતવાસમાં, આવી કપરી મજૂરી કરીને તથા આવા અસાધારણ સંજોગામાં જીવનનિર્વાહ ચલાવવાની તારે શાથી જરૂર પડે છે, ભાઈ?” "" “નામદાર, મારી કહાણી લાંબી નથી, અને આપ નામદાર જે સમભાવથી મને સંબાધ્યા, તે ઉપરથી એ કહાણી આપને કહી સંભળાવવાથી મને લાભ જ થશે એમ લાગે છે. આ ડિકી પણ ભલે મારી એ કહાણી સાંભળે; કારણકે, તે અત્યાર સુધી મને બહુ મદદગાર નીવડયો છે; અને તે એની મેળે બધું શોધી કાઢે, તેના કરતાં હું જાતે જ તેને કહી દઉં એ વધુ સારું. કારણકે, કુદરતે એના કદરૂપા કાઠામાં બહુ તેજસ્વી બુદ્ધિ ભરેલી છે. “તા ભલે, તને ઠીક લાગતું હોય તે મને સંભળાવ; પણ જરા ઉતાવળ કરજે, કારણકે, મારે બહુ મોડું થઈ ગયું છે.” ટ્રોસિલિયને જણાવ્યું. “તો આપ નામદાર જરા બેસા; અહીં આપ થોડા સમય વધુ ગાળશેા તેથી આપને કશી ખાટ નહિ જાય; કારણકે, દરમ્યાન હું આપ નામદારના ઘોડાને એવા સારો દાણાપાણી કરીશ, જેથી આગળની મુસાફરી માટે તે વધુ લાયક બનશે.” એટલું કહી, તે થોડી વાર બહાર જઈ આવ્યો; અને પછી પાછા આવી તેણે નીચે પ્રમાણે પેાતાની કહાણી સંભળાવી – 66 ‘હું નાળસાજ લુહાર તરીકે જ ઊછર્યા હતા; પણ થોડા વખત બાદ મને હથેાડાની ટીપાટીપના અને ધમણની કાફ્કના કંટાળા આવ્યા એટલે ઘેરથી ભાગી ગયા. રખડતાં રખડતાં મને એક વિખ્યાત જાદુગરના ભેટા થયા, જેની આંગળી ઉંમરને કારણે કે રોગને કારણે અકડાઈ જવા લાગી હતી, એટલે તેને ચપળ આંગળીઓવાળે એક સાગીર્દ જોઈતા હતા. તેની પાસે છ વર્ષ રહ્યો, અને તેની બધી હાથચાલાકીની વિદ્યામાં હું પાવરધો થઈ ગયા. કેવા પાવરધો બન્યા હતા તે તે આપે નજરે જ જોયું છે. આપ નામદારની હાજરીમાં મેં સર હ્યૂ રોલ્સર્ટને ત્યાં ખેલ કરી બતાવ્યા, ત્યાર બાદ થાડા જ વખત પછી હું ભાગીદારીમાં એક નાટ્યમંડળીમાં જોડાયા. ત્યાર બાદ વળી હું એક જાણીતા વૈદની ભાગીદારીમાં કે નેકરીમાં કહેા તે તેમ – જોડાયા. ” Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હૈય” “એટલે કે કોઈ ઊંટવૈદ્યને દલાલ બન્યો, એમને?” ટ્રસિલિયને વચ્ચે જ પૂછયું. “ના, છેક એવું તો નહિ, માસ્ટર ટ્રેસિલિયન; કારણકે રોગ તો બધાં પ્રાણીઓમાં સરખા જ હોય છે, અને ખીલો વાગ્યો હોય ત્યારે જે દવા ઘોડાને કામ આવે, તે તરવાર વાગી હોય ત્યારે માણસને કામ ન આવે, એવું ન કહી શકાય. એટલે હું ઘોડાની નાળ જડવાનો ધંધો કરતા હતા તે વખતનું જે ઘોડાવૈદું જાણતો હતો, તે વૈદું માણસનું વૈદું કરવામાં પણ બરાબર કામ આવતું. પણ મારા માલિકની આવડત અને ધંધો વધુ ઊંડાં હતાં. તે ગ્રહ ઉપરથી ભવિષ્ય ભાખી આપવાનો ધંધો પણ કરતા, તથા કીમિયાવિદ્યામાં પણ આગળ વધેલા હતા. તે બધા રોગો ઉપર કામ આવે એવી અમૃત-સંજીવની જેવી દવા ગાળવાની માથાકૂટ પણ કરતા હતા તથા સેનું ગાળવાની પણ. લોકોને છેતરીને જે પૈસા તેમણે ભેગા કર્યા હતા હતા, તે બધા પૈસા પછી પિતાને છેતરવા માટે આ ગુપ્ત પ્રયોગશાળા ઊભી કરવા પાછળ તેમણે ખર્ચવા માંડયા. એમના મગજમાં એવી ધૂન જ ભરાઈ ગઈ હતી કે, એ બંને સિદ્ધિઓ હવે તેમને પ્રાપ્ત થવી હાથવેંતમાં છે. થોડી વધુ મહેનત અને થોડા વધુ ખર્ચને જ સવાલ છે. ફરિંગ્ડન શહેરમાંના તેમના ચાલુ રહેઠાણમાંથી તે અવારનવાર આ પ્રયોગશાળામાં ચાલ્યા આવતા. તેમના દરદીઓ અને શિષ્યો એમ જ માનતા કે તે ભૂત સાધવા અથવા સાધેલા ભૂતને પ્રસન્ન રાખવા કોઈ અજ્ઞાત સ્થળે ચાલ્યા જાય છે. મને પણ તે છેતરવાનો પ્રયત્ન કરતા; પણ છેવટે તે જાણી ગયા કે હું તેમની આ ગુપ્ત પ્રયોગશાળાની વાત જાણી ગયો છું, એટલે મને હવે તે જોખમકારક માણસ માનવા લાગ્યા. દરમ્યાન તેમની નામના એટલી બધી વધતી ચાલી, અને ખાસ કરીને ભૂતવિદ્યાના જાણકાર તરીકે કે, ભલભલા મોટા લોકો એને લાભ લઈ ભલભલાં અપકૃત્ય કરવા-કરાવવામાં તેમની મદદ લેવા આવવા લાગ્યા. તે તે એ રીતે મોટાઓની એાથ પામી સુરક્ષિત બની ગયા, પણ મારી બાબતમાં પરિણામ ઊલટું આવ્યું : લોકો મને ભૂતની પાવડી જ ગણવા લાગ્યા. મારા ઉસ્તાદથી તે લોકો ડરતા એટલે તેમને કશું ન કરે, પણ હું તો ગામમાં થઈને દિવસે નીકળું એટલે મારા ઉપર રથર જ વરસ લાગે. એટલે સારું તે ગામમાં જાહેર રસ્તા ઉપર નીકળવાનું જ બંધ થઈ ગયું. Page #110 -------------------------------------------------------------------------- ________________ ભૂતની કેટ “એક વખત મારા ગુરુજી, બે દિવસ સુધી તેમને બોલાવવા ન આવવું, એમ મને કહી તેમની આ ગુપ્ત પ્રયોગશાળામાં ચાલ્યા આવ્યા. બે દિવસ થયા છતાં તે પાછા ન આવ્યા એટલે હું તેમની તપાસ કરવા અહીં આવ્યો, - તે ભઠ્ઠી ટાઢી પાડી દીધેલી અને વાસણો બધાં ઊલટપાલટ કરી દીધેલાં. અહીં માત્ર ડૉકટર ડોબૂબી – મારા ગુરુની એક ચિઠ્ઠી પડેલી. તેમાં લખ્યું હતું કે, હવે તે અને હું ફરી કદી ભેગા થવાના નથી; અને તે આ આખી પ્રયોગશાળા મને બક્ષિસ આપતા જાય છે. તેમણે ઉપરાંતમાં આ કાગળમાં કશુંક લૅટિનમાં લખ્યું છે અને નીચે જણાવ્યું છે કે એ નુસખા પ્રમાણે હું શોધખોળ ચાલુ રાખીશ, તો મને કીમિયાવિદ્યાની સિદ્ધિ – સ ગાળવાની રીત – થોડી મહેનતે હાંસલ થશે.” અને તે એ પ્રમાણે અહીં કીમિયાવિદ્યાની સાધના આગળ ચલાવી છે કેમ?” ના જી; હું સ્વભાવે બહુ ફૂંકી ફૂંકીને પીનારો માણસ છું. મારા ગુરુએ, તેમને જાણભેદુ બનેલા મને આ પ્રયોગશાળાની બક્ષિસ કશા બદઈરાદાથી જ કરી હોવી જોઈએ, એમ માની મેં ચારે તરફ ઝીણી તપાસ કર્યા વગર અંદર આગ જ ન સળગાવી. અને એમની ઠારી નાખેલી ભઠ્ઠી નીચે તપાસ કરતાં આખી સુરંગ ઠાંસીને દાટેલી નીકળી! મેં એ ભઠ્ઠીમાં આગ સળગાવી હોત, તો તેની સાથે જ હું અને આખું આ ભોંયરું ભડકો થઈને ઊડી જ ગયાં હોત. એટલે કીમિયાવિદ્યાની તો હું ખ જ ભૂલી ગયો; અને મેં મારો જૂને નાળસાજનો ધંધો જ ચાલુ કરવા વિચાર્યું. પણ ભૂતની પાવડી તરીકે નામીચા થયેલા મારી પાસે, નાળ જડાવવા ઘોડો કોણ લાવે? દરમ્યાન ફેરિંગ્ટનમાં મને મારા આ પ્રમાણિક દોસ્ત ફિલબટીગિબેટને પરિચય થયો હતો; અને એની જુવાન ઉંમરે તેને આકર્ષે એવા હાથચાલાકીના એક-બે પ્રયોગો મેં તેને શીખવેલા, એટલે તે મારા ઉપર ભાવ રાખતો હતો. અમે બેએ ઘણી ઘણી વિચારણા કર્યા બાદ આ તરફના વહેમી ગમારો પાસેથી નાળ જડવાની ઘરાકી મેળવવા આ યુક્તિ વિચારી કાઢી. ફિલબર્ટીડિબેટ મારી અદ્ભુત સિદ્ધિની વાત કરી, ચારે તરફથી મને પુષ્કળ ઘરાકી લાવી આપે છે. અલબત્ત, ભૂતને નામે આમ ધંધો ચલાવવો ખૂબ જોખમભરેલ છે; કારણકે કોઈક દિવસ ભૂત-ડાકણને જીવતો સળગાવી મૂકવાના સરકારી કાયદાના મારે ભોગ બનવું પડશે. એટલે કોઈ વગવસીલાદાર અમીર-ઉમરાવનું Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ - “પ્રીત કિયે દુખ હેય” મને સંરક્ષણ મળે, તે તેમની એથમાં મારે અહીંથી નીકળી જવું છે. આ બાજુ ચારે તરફના લોકો મને ઓળખે છે અને મને દેખીને તરત પથરા મારીને જ મારી નાખે.” તને આ તરફના રસ્તાઓની બરાબર જાણકારી છે ખરી?” “અરે નામદાર, અંધારી રાતે પણ એકેએક રસ્તો હું બરાબર પકડી “પણ તારી પાસે સવારીનું કાંઈ સાધન નહીં હોયને?” માફ કરજો; પણ હું કહેવાનું ભૂલી ગયો : મારા ગુરુ પાસેથી મને જે વારસો મળ્યો છે, તેમાં તેમનું એ ઘોડું જ કંઈકે કીમતી વસ્તુ છે. અલબત્ત, બેએક રોગો મટાડવાના અદ્ભુત નુસખા પણ મને મળ્યા છે; પણ તેમની કિંમત તો એ અંગેનો ઉપચાર કરતી વખતે જ ગણાય. તેમનું એ ઘોડું અહીં આસપાસમાં ચરનું જ હશે. હું સીટી મારીશ એટલે તરત તે હાજર થઈ જશે – એને એ રીતે પહેલેથી શીખવેલું છે.” તે તું બરાબર હાથ-મોં ધોઈને સાફ થઈ જા અને હજામત-બજામત પણ કરી લે. આ રીંછનાં ચામડાં પણ ફેકી દે, અને બીજો કોઈ પહેરવેશ તારી પાસે હોય તો પહેરી લે. હું તને મારી સાથે અહીંથી સહીસલામત દૂર કાઢી જઈશ. તારામાં ચાલાકી અને હિંમત બંને વાનાં છે; અને એ બે વાનાંની જરૂર પડે એવું કામ હમણાં મારા હાથ ઉપર છે. એટલે તું જો ગુપ્તતા જાળવી શકીશ અને વફાદાર નીવડીશ, તો મારી સાથે જ થોડો વખત રહી શકીશ.” વેલૅન્ડ સ્મિથે તરત એ પ્રસ્તાવ સ્વીકારી લીધો; અને પોતાના નવા માલિક પ્રત્યે વફાદારી અને નિષ્ઠા દાખવવાની ખાતરી આપી. થોડી જ મિનિટમાં તેણે દાઢીના અને માથાના વાળમાં કાપકૂપ કરીને તથા કપડાં બદલીને તેના બાહ્ય દેખાવમાં એવો ફેરફાર કરી લીધો, કે ટ્રેસિલિયને જ તેને કહી દીધું કે, તારા આ નવા વેશમાં પહેલાંનું પરિચિત કોઈ તને ઓળખી કાઢી શકે તેમ નથી, એટલે ખરી રીતે તારે કેઈના સંરક્ષણની જરૂર ન કહેવાય. પણ વેલેંન્ડે જવાબ આપ્યો, “આ નવા વેશમાં મારા દેવાદાર લોકો મને પૈસા ન આપવા પડે તે માટે ભલે ન ઓળખે; પણ મારા કોણદારો મને ન ઓળખી કાઢે એવા આંધળા બની જાય, એમ હું માનતો નથી. Page #112 -------------------------------------------------------------------------- ________________ ભૂતની કેદ એટલે મારે આપ નામદાર જેવા ખાનદાન અને મોભાવાળા સગૃહસ્થની ઓથની જરૂર છે જ.” પછી વેલેન્ટે ટ્રેસિલિયનને ભયરાની બહાર દોર્યો. અને પેલા છછુંદરને બહાર આવવા બૂમ પાડી. પેલો છછૂંદર અંદર થોડો વખત રોકાઈ, ઘોડાને સાજ લઈને બહાર આવ્યો. વેલૅન્ડે પછી ભોંયરાને ઝાંપો બરાબર કાળજીથી ઢાંકી દીધો, જેથી ત્યાં થઈને અંદર ઊતરવાનો રસ્તો છે, તેવી કોઈને ખબર ન પડે. તેણે જણાવ્યું, કદાચ જરૂર પડે તે ફરીથી આ ગુફાનું શરણ લેવું પડે, તેમ જ અંદર જે ઓજારો છે, તે પણ કંઈક કિંમતનાં છે જ. પછી તેણે સીટી મારી એટલે તેનું ઘોડું દૂર ચરતું હતું તે આવીને હાજર થયું. ટ્રેસિલિયને અને તેણે પોતપોતાના ઘોડાનો સાજ કસી લીધો. તે વખતે પેલો છછૂંદર એમની વિદાય લેવા નજીક આવ્યો. તેણે વેલૅન્ડને સંબોધીને કહ્યું, “બસ, તો તારા દોસ્તને છોડીને તું ચાલ્યો જાય છે, એમ?” “સારામાં સારા મિત્રોને પણ છૂટા પાડવાનું તે આવે જભલા ફિલબર્ટીગિબેટ; પણ હું સાચું કહું છે કે, આ આખી વહાઇટ-હૉર્સ ખીણમાંથી જે કોઈને પાછળ મૂકીને જતાં મને દુ:ખ થતું હોય તો તે તું જ છે.” “પણ હું તને વિદાય નથી આપતો; કારણકે તું પણ પેલા ઉત્સવસમારંભમાં આવશે જ, અને હું તો ત્યાં જવાનું જ છું; હૉલિડે માસ્તર મને ત્યાં લઈ આવવાના જ છે.” પણ જાળવીને સારા સંગાથમાં જ અહીંથી નીકળજે, એકલે નીકળી ન પડતો. એવા પ્રસંગોએ બહુ ભીડ જામતી હોય છે.” તે શું તું મને ધાવણો કે સામાન્ય છોકરો માની લે છે? અરે અહીંથી એક માઈલ પણ દૂર નહિ જાય, અને તને મારો પરચો જાણવા મળશે. જોકે, એ વસ્તુ તારા ફાયદામાં જ હશે.” “તું શું કહેવા માગે છે, અલ્યા છોકરા? “ ટેસિલિયને પૂછ્યું. પણ ફિલબર્ટીડિબેટ તે લોકોને જલદી રસ્તે પડવાની સલાહ આપી ત્યાંથી ઠેકડા ભરત વિદાય થઈ ગયો. સિલિયને પોતાને કયા સ્થળ તરફ જવું છે એ વેલૅન્ડને કહ્યું, એટલે તેણે એ અફાટ વેરાનમાં આંકી રાખ્યો હોય તેવા એક રસ્તે તેને લીધે. Page #113 -------------------------------------------------------------------------- ________________ 6 પ્રીત કિયે દુઃખ હોય' એક માઇલેક એ લોકો આગળ વધ્યા હશે, ત્યારે ટ્રોસિલિયને પેાતાના ઘેાડાની ગતિ જોઈને કહ્યું, આજ સવાર કરતાં મારો ઘેાડો કંઈ વધુ જોસમાં આવી ગયા હોય એમ લાગે છે, તેનું શું કારણ, વારુ ?” વેલૅન્ડે હસીને જણાવ્યું, “તો આપ નામદારના લક્ષમાં એ વાત આવી ગઈ કેમ ? એ મારું ગુપ્ત રહસ્ય છે: મેં મૂઠી ટ-ધાન સાથે એ વસ્તુ ભેળવીને તમારા ઘેાડાને ખવરાવી દીધી છે, એટલે છ કલાક સુધી તે તમારે ઘોડાને એડી જ નહિ મારવી પડે. વૈદું કંઈ હું અમસ્તા શીખ્યો નથી ! ” “ પણ ઘેાડાને કશું નુકસાન તો નહિ થાયને ? ” 66 66 "" ના, ના, એની માનું ધાવણ ધાવવાથી થાય તેથી વધુ કશું તેને તહિ થાય. એમ કહી તે એ નુસખાના ગુણ વિષે વધુ વિગતે વાત માંડવા જતા હતા, તેવામાં પાછળ એક જબરદસ્ત ધડાકો થયો – જાણે કોઈ જબરા કિલ્લાની તેાતિંગ દીવાલ તોડવા મેટી સુરંગ ફોડી હોય. બંને જણાએ એ દિશામાં નજર કરી, તે તે જગાએથી આવ્યા હતા તે જગાએ ધુમાડાના એક સ્તંભ સ્વચ્છ આકાશમાં ઊઠતા જણાયો. << મારું ભોંયરું ઊડી ગયું ! " વેલૅન્ડ બોલ્યા; તથા એ ધડાકો થવાનું કારણ કલ્પી લઈને તેણે ઉમેર્યું, “મેં પેલા છછૂંદરના સાંભળતાં મારા ગુરુએ મને ઉરાડી મૂકવા દાટી રાખેલી સુરંગની વાત કરી, એ ભારે ભૂલ થઈ ગઈ. એ છછૂંદરને એ સાંભળ્યા બાદ એવા ધડાકો કરવાનું મન થયા વિના રહે જ નહિ. પણ હવે આપણે અહીંથી જલદી આગળ ભાગવું જોઈએ – કારણ કે આખા પ્રદેશના લોકો હમણાં તે તરફ જવા નીકળશે. ’’ “ તા એ છછૂંદરે આ પરચા આપણને બતાવવા ધાર્યો હતો કેમ ? જો આપણે ત્યાં થોડા વધુ રોકાયા હોત, તો આપણને એ પરચા વળી વિશેષ તીવ્રતાથી અનુભવવા મળત!” “ના, ના; તે આપણને ચેતવ્યા વિના રહેત જ નહિ. આપણે ખરેખર આગળ ચાલવા માંડયા છીએ કે નહિ, એની ખાતરી કરવા તેણે ભાગતાં ભાગતાં બે ત્રણ વખત આપણા તરફ પાછા વળીને જોયું હતું, એ હવે મને યાદ આવે છે. તોફાન કરવાની બાબતમાં તો તે ભૂતનો ભાઈ જ છે; અલબત્ત, મને પોતાને જ તેણે કેટકેટલી એવી પજવણી કરેલી છે. પણ સરવાળે તે મને લાભ જ કરી આપતા – ખાસ કરીને નાળ જડાવનાર કે ઘેાડાના પૈદા માટેના ઘરાકો લાવી આપીને મારા હથેાડાનો અવાજ શરૂ થતાં પેલા Page #114 -------------------------------------------------------------------------- ________________ ભૂતની કેદ્ર ગમારો બીકથી પૂજવા માંડતા તે જોઈ તેને બહુ આનંદ થતો અને તે તેમને એવા તો બિવરાવ્યા કરત! કુદરત-ડેસીએ તેને કદરૂપું ખેમું આપ્યું તેના બદલામાં તેના મગજના માટલામાં બમણી અક્કલ ભરી આપી છે, તથા સાથે સાથે બીજાઓનાં દુ:ખ જોઈને હસવાની વૃત્તિ પણ.” હા; જે લોકો કદરૂપાપણાને લીધે આખી દુનિયાથી અવગણાય છે, તેઓમાં દુનિયાનાં માણસોનાં સંક્ટો અને મુશ્કેલીઓ જોઈને આનંદ માણવાની વૃત્તિ પ્રમાણમાં વધી જાય છે.” ટ્રસિલિયન અને વેલૅન્ડ ડેવોનશાયર તરફની પોતાની મુસાફરી આગળ ધપાવ્ય રાખી. તે માર્કબર શહેરમાં એક વીશીએ થોભ્યા હતા, ત્યાં તેમને ખરાબ સમાચાર ઘણા જલદી ફેલાય છે' એ કહેવતને પરચો પણ જાણવા મળ્યો. એક ઘોડેસવાર ત્યાં થઈને હમણાં જ પસાર થયો હતો, જેણે સમાચાર આપ્યા હતા કે બર્કશાયરની વહાઇટ-હૉર્સ ખીણમાં જે વેલેન્ટ સ્મિથ રહે હતું, તેને સવારના પહોરમાં ભૂત આવીને તેના આખા મથક સાથે આગ અને ધુમાડાના ગોટામાં વીંટીને ઉપાડી ગયું છે! એ સાંભળી વીશીમાં બેઠેલા એક ખેડૂતે કહ્યું, “એ વેન્ડ સ્મિથ સેતાનને સાગરીત હતો કે નહિ એ તો કોણ જાણે પણ આ ભાગમાં એના જેવો ઘોડાઓનો વૈદ બીજો કોઈ ન હતો. હવે જોજો, થોડા વખતમાં ઘોડાઓને કેવા કેવા રોગો થાય છે તે!” વીશીના ઘોડાવાળાએ જવાબ આપ્યો, “અરે એના જેવો નાળ જડનારો બીજો કોઈ કસબી પણ મળવો મુશ્કેલ છે. હું પોતે અમારા એક ઘોડાને તેની પાસે દવા કરાવવા લઈ ગયો હતો.” વીશીવાળાની ધણિયાણીએ પૂછયું, “તેં એને નજરે જોયો હતો ખરો?” ના રે ના, કોઈ માણસે એને નજરે જોયો હોય એમ હું માનતો નથી. મને તો ફેરિંગ્ટનના માસ્તરે ચિઠ્ઠી ઉપર ઘોડાનો રોગ લખી આપ્યો હતો. પછી ગામમાં રહેતા એક છછુંદર જેવો એક છોકરો મને ત્યાં લઈ ગયો હતો. ત્યાંથી પ્રિ0- ૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુખ હેય” કશી ગંધાતી દવા હું લઈ આવ્યો હતો, તે ખવરાવતાં જ ઘોડો સાજો થઈ ગયો હતો.” - વીશીવાળાએ તરત ઉમેર્યું, “પણ એ ભલા માણસને એનું ભૂત વખતસર જ ઉપાડી ગયું એ ઠીક થયું; કારણકે થાણેદાર આજે સવારે જ આવ્યા હતા અને તેઓ ભૂત-ડાકણને સજા કરનાર જલ્લાદને લઈને હાઇટ-હોંર્સ ખીણ તરફ વેલૅન્ડ સ્મિથને પકડવા ન્યાયાધીશના વૉરંટ સાથે જવા નીકળ્યા હતા. અરે પેલા જલ્લાદનાં ડામ દેવાનાં ઓજારો અને ચિપિયા સાફ કરવામાં મેં જ મદદ કરી હતી ને! પણ હવે તો ભૂત એ લોકોને જોઈને આકાશમાં રહ્યું રહ્યું હસતું હશે!” - સિલિયન અને વેલેંન્ડ સ્મિથ એ વીશીમાં રાત ગાળી, બીજે દિવસે વહેલી સવારે ત્યાંથી ઊપડી ગયા. કશી મુશ્કેલી વિના મુસાફરી કરતા કરતા કમ્મર ગામ છોડીને ટ્રેસિલિયનને નીકળે ત્રીજો દિવસ થયો ત્યારે તેઓ ડેવોનશાયરની સરહદ ઉપર આવેલા સર હ્યા રોબ્સર્ટના લિડકેટ-હૉલ મથકે આવી પહોંચ્યા. ઘોડાદ ! કડકેટ-હૉલનું પ્રાચીન ગઢ-ભવન લિડકોટ ગામની નજીક જ આવેલું હતું. તેની નજીકનું ગાઢું વિશાળ જંગલ શિકારની ખૂબ સામગ્રાથી ભરપૂર હતું અને એમાં રોબ્સર્ટ ખાનદાનને કંઈક પ્રાચીન હક ચાલતે આવેલ હોઈ, સર શૂ રોબ્સર્ટને શિકારનું તેમનું પ્રિય મનોરંજન પૂરું પાડવાની ભરચક સગવડ હતી. સર ટ્યૂના ગઢ-ભવનની આસપાસ ખાઈ હતી અને જંગમ-પુલ ૧ ઉપર થઈને અંદર દાખલ થવાતું. એક ચોખંડા બુરજ ઉપર ઘંટા-ઘર હતું; ૧. ડ્રૉ-બ્રિજ, ખાઈ ઉપરથી ખસેડી કે ઊંચા કરી લેવાય તેવો પુલ – જેથી રાતે સહીસલામતી માટે તે ખેંચી લેવાય.- સપ૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ ઘોડાદ! પણ એમાંનું ઘડિયાળ આજે બંધ પડેલું જોઈ, ટ્રોસિલિયનની ચિતાને પાર ન રહ્યો. કારણકે, એ વૃદ્ધ ઉમરાવની નિર્દોષ ધૂનેમાંની એક ચોક્કસ સમય અવારનવાર જાણતા-જોતા રહેવાની હતી. જેઓને ખાલી સમય ભરપટ્ટે મળેલો હોય છે, તેઓને એ ચીવટ વધારે હોય છે! ટ્રોસિલિયન વેલૅન્ડ સ્મિથ સાથે જંગમ-પુલ ઉપર થઈને આંગણામાં દાખલ થયો, અને જાણીતા નોકર-ચાકરને નામ દઈને પોકારવા લાગ્યો, પણ કઈ જ હાજર ન હતું. માત્ર તેની બૂમોના પડઘા જ વધુ ઘેરા થઈ પાછા આવવા લાગ્યા. છેવટે સર ટ્યૂનો માનીતે વફાદાર હજૂરિયો વિલ બેજર ત્યાં આવ્યો. તે એમના કવાયર તરીકે કામ કરતો, તેમજ શિકાર-કારભારી તરીકે કામ આપત. ટ્રેસિલિયનને ઓળખી, તેના ખરબચડા ચહેરા ઉપર આનંદની આભા છવાઈ ગઈ. “ભગવાન તમારું ભલું કરે, માસ્ટર એડમંડ, તમે પોતે જ છોને? ખરે વખતે આવી પહોંચ્યા – હું, પાદરીબુવા અને માસ્ટર બ્લેઝન – સૌની અક્કલ જ કહ્યું નથી કરતી. સર ઘૂ વિચિત્ર બીમારીમાં સપડાઈ ગયા છે. ખાય છે – પીએ છે તો ખરા; પણ ચિત્તભ્રમ જેવા થઈ ગયા છે અને રાતે કે દિવસે બિલકુલ ઊંઘતા જ નથી. તેમની માનીતી રમતગમત, માસ્ટર મુંબ્લેઝનની રાજ-કહાણીઓ કશામાં તેમનું મન રહ્યું નથી. મેં એમનું વહાલું ઘડિયાળ પણ બંધ કરી દીધું – એ જોવાકે, એના ટકોરા બંધ પડયા એટલુંય તેમના લક્ષમાં આવે છે કે નહિ. પણ તેમને કશાનો ખ્યાલ રહ્યો હોય તો ને? મેં એમના માનીતા કૂતરા બુંગેની પૂંછડી ઉપર જાણી જોઈને પગ પણ મૂક્યો – અને તમે જાણો છો કે, પહેલાં તો એવું મારાથી થઈ જતું ત્યારે તે કેવા મારા ઉપર તડૂકતા – પણ એનુંય કશું નહિ! મને તો કશી સમજ પડતી નથી.” ચાલ, ચાલ, બધું મને અંદર જઈને કહેજે – દરમ્યાન આ ભાઈને રસેડા-ઘર તરફ લઈ જા અને બરાબર ખાવાનું પીવાનું આપવાની વ્યવસ્થા કરી દે. એ બહુ કસબી માણસ છે.” બીજો ગમે તે કસબ જાણે તેનું શું? અત્યારે આપણને ઉપયોગી થઈ શકે તેવો કસબ જાણતા હોય તો તે ખરું; બાકી, રસોડામાંથી ચમચા ઉપાડી લેવાનો કસબ જાણનારા ઘણાય મળે છે.” એમ ગણગણતો વિલ બેજર, વેલૅન્ડને બટલરની ભાળવણીમાં મૂકી, તરત ટ્રોસિલિયનને અંદરના કમ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રીત કિયે દુઃખ હેય” રામાં લઈ ગયો. પછી સિલિયનને હમણાં જ સર ચૂ પાસે લઈ જવાય એમ છે કે નહિ, એ જોઈ આવવા પહેલો તે એકલો અંદર જઈ આવ્યો. તો સર ટૂ ઝોકે ચડયા હતા એટલે માસ્ટર મુંબ્લેઝનને ટ્રે સિલિયન આવી પહોંચ્યાની ખબર સર ટૂને યોગ્ય વખતે કહેવાનું જણાવી તે ટ્રે સિલિયન પાસે આવ્યો અને પૂછવા લાગ્યો, “શ્રીમતી ઍમીની શી ખબર લાવ્યા છો? તમારી ભમ્મરો જોતાં તમે કંઈ સારા સમાચાર લાવ્યા હો એમ લાગતું નથી. મને તમારી ઉપર જ આશા હતી કે, કોઈ પણ માણસ જો શ્રીમતી ઍમીને શોધી લાવી શકે તે તમે જ. એટલે હવે કશી આશા રહેતી નથી. કદીક બેટ વાને જો મારા હાથમાં આવે, તો તેના માથાનાં બે ફાડિયાં કર્યા વિના નહીં છોડું –” પણ એટલામાં માસ્ટર મુંબ્લેઝન ત્યાં આવ્યા અને ટ્રેસિલિયનને સર ધૂના મોટા ચેમ્બરમાં બોલાવી ગયા. વિલ બેજર પણ વગર બોલાવ્યો સાથે ગયો, જેથી ટૂ સિલિયનને દેખીને સર હ્ય કંઈક માનસિક રીતે જાગ્રત થાય છે કે નહિ તે જોઈ શકાય. કદાવર શરીરવાળા અને મેદાની રમતના શોખીન સર શૂની જે કરુણ પરિસ્થિતિ ટ્રેસિલિયને જોઈ, તેથી તેની આંખમાં પાણી આવી ગયાં. સર @એ તેને નજીક આવતા જોયો એટલે જાણે ઊંઘમાંથી જાગ્રત થયા હોય તેમ વગર બોલે માત્ર હાથ પહોળા કર્યા. ટ્રેસિલિયને તરત તેમાં પડતું નાખ્યું. સર સૂએ તેને છાતી સરસ ચાંપી દીધો. હજુ જીવવા માટે કંઈ બાકી રહ્યું છે ખરું,” એમ કહેતાં કહેતાંમાં તો સર ટૂ હૃદયફાટ રડી પડ્યા. અત્યાર સુધી દબાઈ રહેલો અને દબાવી રાખેલો તેમને મૂંઝારો એકદમ છૂટો થઈ ગયો, અને તેમની આંખમાંથી આંસુના રેલા તેમના ગાલ ઉપર થઈને ઊતરવા લાગ્યા. મારા માલિકને રડતા જોવા બદલ હું કદી પરમાત્માને આભાર ન માનત; પણ આજે હું માનું છું; કારણ કે રડવું એટલે લાગણી થવી; અને લાગણી થવી એટલે જાગ્રત થવું!” વિલ બેજર બોલી ઊઠ્યો. “તને કશા સવાલ પૂછવાનો નથી, એડમંડ, તું એને શોધી શક્યો નથી, અથવા એવી સ્થિતિમાં તને એ જડી છે કે જેથી તે ખેવાયેલી રહે એમ જ આપણે સૌ ઈચ્છીએ, ખરને?” Page #118 -------------------------------------------------------------------------- ________________ ઘેાડાવૈદ! ૧૦૧ ટ્રોસિલિયને કશે। જવાબ આપવાને બદલે પાતાને પંજો પાતાના ચહેરા આડે દબાવી દીધા. 66 ‘બસ, બસ, હું સમજી ગયા . પરંતુ એડમંડ, તારે એને કારણે આંસુ સારવાની જરૂર નથી. રડવાનું તો મારે હોય, કારણકે, તે મારી પુત્રી હતી. તારે તે ઊલટું રાજી થવું જોઈએ કે, એવી હરામખાર છોકરી તારી પત્ની ન બની. ભલા ભગવાન ! તું જે ધારે તે ખરું. બાકી, હું રોજ રાતે અમી અને એડમંડ બંનેને લગ્ન-સંબંધથી જોડાયેલાં જોવા કેવી પ્રાર્થના કર્યા કરતા હતો? અને જો તે પ્રાર્થના સફળ થાત ? ” થઈ હોત, તે આજે શી વલે પાદરીબુવાએ સર જૂને શાંત પાડતાં કહ્યું, આપણી બધી આશાઓ અને વાત્સલ્યની સુપુત્રીને એટલી બધી બદમાશ હોય, મિત્ર. માની લેવાની જરૂર ન "" "" “ ખરી વાત, એ જે હલકટતાનું પાત્ર બની છે, તેને સામાન્ય ગાળ ગેાળ શબ્દોમાં વર્ણવવી એ જ એને અન્યાય કર્યો કહેવાય. ડેવાનશાયરના મારા જેવા ગામઠી ગમારની છેાકરી મેાજીલા દરબારીની પ્રિયતમા બને, એ તો એને તે સૌને માટે બડભાગીપણું જ ગણાયને? અને એ દરબારી પણ વાને હાય – જેના દાદાને મારા બાપે કઈ લડાઈમાં – મને કેમ કશું યાદ આવતું નથી ? ,, 66 ભલા પાદરીબુસાએ કહ્યું, નામદાર, તમે તમારા કમરામાં જઈ જરા ઊંઘવા માટે પ્રયત્ન કરો તો કેવું? વૈદ્ય તમને જરા શાંતિ થાય તે માટેની દવા મૂકતા ગયા છે. "" "" ‘ ખરી વાત, ખરી વાત, જૂના મિત્ર! આપણે આપણી કસોટીઓના બહાદુરીથી સામના કરવા જોઈએ – આપણે તો એક સ્ત્રી જ ગુમાવી છે ને ? – જો ટ્રોસિલિયન, ” – એમ કહી તેમણે છાતી ઉપરથી ચળકતા વાળની એક લટ કાઢીને બતાવી, —” જો આ લટ જો! જે રાતે તે નાસી ગઈ એ રાતે રોજના નિયમ મુજબ સૂતા પહેલાં તે મારે ગળે વળગી હતી અને હંમેશ કરતાં વધુ વહાલ મને કરવા લાગી હતી. હું બુઢ્ઢો ખૂસટ કશું સમજ્યો નહિ અને તેની આ લટ મારી આંગળીમાં વીંટતા રહ્યો. તેણે તરત કાતર કાઢીને એ લટ કાપીને મારા હાથમાં જ રહેવા દીધી – જાણે એટલું જ સંભારણું હું હવે જોવા પામવાના હોઉં ! '’ એનું Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રીત કિયે દુઃખ હેય' ભલા પાદરીબુવા કંઈક બેલવા જતા હતા, પણ સર સૂએ તેમને રેકીને કહ્યું, “હા, હા, તમે શું કહેવા માગે છે તે હું જાણું છું – એ માત્ર સ્ત્રીના વાળની જ લટ છે – અને સ્ત્રીએ જ આ નિર્દોષ દુનિયામાં શરમ, પાપ અને મૃત્યુ આપ્યાં છે – અને માસ્ટર મુંબ્લેઝન, તમે પણ તમારાં અનેક ઇતિહાસ-સત્યો એ અંગે મને સંભળાવશે – એટલે ચાલે અમે પણ હિંમત અને ધીરજ દાખવીને અમારી કસોટીમાં ભાગી પડવાની પામરતા નહીં દાખવીએ! પણ હું બહુ બોલ્યો એટલે મારું ગળું સુકાઈ ગયું છે – તો મી બેટા, એક પ્યાલો એડમંડને આપ અને બીજો મને.” પણ પછી તરત તેમને યાદ આવ્યું કે, એમીને કહેલું તે કયાં સાંભળવાની છે? એટલે તે તરત માથું ધુણાવીને બોલી ઊઠ્યા, “અમારા પાર્કમાં ઝાડી-ઝાંખરાંમાં અટવાઈ જઈએ, તે પણ દરેક ઍવન્યૂને છેડેથી લિડકોટ દેવળનું ઊંચું શિખર તથા અમારા પૂર્વજોની કબર નજરે પડે. હું પણ મારા શોકમાં અટવાઈને જલદી એ પૂવ-સ્થાને પહોંચી જાઉં તો કેવું?” ટ્રેસિલિયન અને પાદરીબવાએ છેવટે ઘણું ઘણું સમજાવીને તેમને પથારીમાં આડા પાડયા. ટ્રેસિલિયન ત્યાં બેસી રહ્યો, અને તેમની આંખો મીંચાતી લાગી, ત્યાર પછી જ જાળવીને ઊઠયો અને બહાર આવી પાદરીબુવા તથા માસ્ટર માઇકેલ મુંબ્લેઝન સાથે વિચારવા લાગ્યો કે, આ પરિસ્થિતિમાં આગળ હવે શાં પગલાં લેવાં ઘટે? માસ્ટર મુંબ્લેઝન રોબ્સર્ટ કુટુંબના દૂરના સગા થતા હતા, અપરિણીત હતા, વંશાવળીઓ અને તેમને લગતા ઇતિહાસનો તેમને ખૂબ શોખ હતો, એટલે સર હ્ય રોબ્સર્ટને તેમની સોબત ગમતી હોઈ, વીસ વર્ષથી તે અહીં જ રહેતા આવ્યા હતા. પણ મુંબ્લેઝન બોલે તે પહેલાં પાદરીબવાએ ટ્રેસિલિયનને પૂછ્યું, “ઍમીની કંઈ ભાળ મળી છે ખરી, ભાઈ?” હા, મળી છે. એ દુઃખી છોકરી બદમાશ વાર્ને સાથે ઑકસફર્ડ નજીકના કમ્નર-પ્લેસ ભવનમાં રહે છે. એ ભવન પહેલાં ઍબિલ્ડનના સાધુઓનો બીજો મઠ હતે. મેં બદમાશ વાનેને ખતમ જ કરી નાખ્યો હોત, અને એ રીતે આપણા પ્રત્યે તેણે આચરેલી બધી બદમાશીનો બદલો લઈ લીધો હોત, પણ એક અણધાર્યા કારણે જ એ રહી ગયું.” “ભગવાનની કૃપા થઈ ! – જેથી તારા હાથ ઉપર બીજાનું લોહી ચડતું અટક્યું. ભગવાને કહ્યું છે કે બદલો લેવાનું મારે માટે જ રહેવા દો!' Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ઘડવૈદ! આપણે તો ઍમીને એ બદમાશની જાળમાંથી છોડાવી લાવવાનો જ પ્રયત્ન કરવો જોઈએ.” “મારે એ બાબતમાં જ તમે મિત્રોની મદદ જોઈએ છે. વાર્નેના પેટ્રન અર્લ ઑફ લિસેસ્ટર રાણીજીના બહુ માનીતા છે અને તે રાણીજીના જમણા હાથ તરફ ઊભા હશે, તોપણ, હું તે રાણીજી આગળ આ બદમાશે મહેમાનગતના કાયદાનો ભંગ કરીને કુંવારિકાને ફસાવી-ભરમાવીને તેના પિતાને ત્યાંથી કાઢી જવાના કરેલા અપરાધ બદલ ફરિયાદ પેશ કરવાનો ઇરાદો રાખું છું.” “ખરી વાત છે,” પાદરીબુવા બોલ્યા, “રાણીજીએ પોતાની પ્રજા સમક્ષ જીવનમાં સંયમ અને ઇંદ્રિયનિગ્રહનો સારો નમૂનો પૂરો પાડ્યો છે; એટલે તે તો આ અપરાધને ખૂબ જ ગંભીર ગણશે અને આ ફરિયાદ પ્રત્યે પૂરતું લક્ષ આપશે. પરંતુ વાને જો અર્ક ઑફ લિસેસ્ટરનો જ નોકર હોય, તો રાણીજી સુધી પહોંચતા પહેલાં તારે અર્લ પાસે જ ફરિયાદ નિવેદિત ન કરવી જોઈએ? જો તે જ આ કિસ્સામાં ન્યાય ચૂકવી દે, તો પછી સીધા રાણીજી પાસે એમના નોકરની ફરિયાદ લઈ જઈને, એમના જેવા સબળાને નાહક શા માટે દુશ્મન બનાવવા?” તમારી સલાહ મને ગળે ઊતરતી નથી; મારા ઉમરાવ-દિલ પેટ્રન સર ઘુ રોબ્સર્ટ અને દુ:ખી ઍમી અંગેની ફરિયાદ દેશનાં રાણીજી પાસે જ સીધી લઈ જવી જોઈએ. લિસેસ્ટર ગમે તેવો મોટો માણસ હોય, પણ તેય આપણા જેવો પ્રજાજન જ છે; એટલે હું મારી ફરિયાદ તેની આગળ શા માટે લઈ જાઉં? છતાં તમે કહ્યું છે, તે અંગે હું વિચાર જરૂર કરીશ. પરંતુ સર હૃ. રોબ્સર્ટ મને એમની ફરિયાદ રજૂ કરવા માટે મુખત્યારનામું લખી આપે તો જ મારાથી આગળ વધી શકાય. મારા નામે એ ફરિયાદ હું રજુ કરું એ ઠીક નહીં. કારણકે, એમીને એ બદમાશ હજૂરિયા ઉપર એટલો બધો પ્રેમ હોય એમ લાગે છે કે, તરછોડાયેલા પ્રેમી તરીકે તે એ બાબતમાં મારાથી કશી ફરિયાદ કરી શકાય જ નહિ. પણ સર હ્ય રોબ્સર્ટ, એક પિતા તરીકે, પિતાને ઘેખામાં રાખી, પોતાની પુત્રીને ભરમાવીને કાઢી જવામાં આવી છે, એવી ફરિયાદ કરી શકે.” ખાનદાનોની વંશાવળીના નિષ્ણાત માસ્ટર મુંબ્લેઝન તરંત આકળી થઈને બોલી ઊઠયા, “અરેરે, તે કુંવારી અને વંધ્યા મરી જાય તે સારું, Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રીત કિયે દુઃખ હેય” પણ રોબ્સર્ટ ખાનદાનનું લેહી એ ખાળકૂવા સાથે ભેળવે, એ તે સહન ન થઈ શકે તેવી વાત છે.” પણ એ દુ:ખી યુવતીની આબરૂને બચાવી લેવાય તેટલી બચાવી લેવી હોય, તો તે પહેલાં અર્લ ઑફ લિસેસ્ટરને જ આપણે ફરિયાદ કરવી જોઈએ. રાણીજી જેમ આખા રાજ્યમાં સર્વસત્તાધીશ છે, તેમ અર્લ પિતાના ઘરમાં સર્વસત્તાધીશ છે. એટલે જો તે જ વાનેને કહી દે, તો ઍમીની આબરૂ રાજદરબાર સુધી જાહેરમાં રોળાતી કરવાની જરૂર નહિ.” પાદરીબુવા બોલ્યા. “તમારી વાત સાચી છે,” 'ટ્રોસિલિયને ઉત્સુકતાથી કહ્યું; “અને ઉતાવળમાં એ બાબત મારા ખ્યાલમાં રહી ન હતી. એટલે મને ન ગમતું હોવા છતાં હું ઘમંડી ડડલી સમક્ષ ઘૂંટણિયે પડીશ અને એ રીતે આ કમભાગી છોકરી ઉપરથી લાંછનની એક રેખાય ઓછી કરાતી હશે, તે કરવા પ્રયત્ન કરીશ. તે તમે મને સર ટૂ રોબ્સર્ટ પાસેથી આવશ્યક લખાણ મેળવવામાં મદદ કરો.” પાદરીબુવા અને મુંબ્લેઝન બંનેએ તેને એ બાબતમાં મદદ કરવાનું વચન આપ્યું. “અને તમારે જરૂર પડશે સાક્ષી પૂરવાય તૈયાર રહેવું કે, એ બદમાશે સર શૂ રેબ્સર્ટની ખુલ્લા દિલની મહેમાનગતનો કેવો ગેરલાભ ઉઠાવ્યો હતો, તથા કેવી રીતે એ યુવતીને ફોસલાવીને ગુપચુપ ઉઠાવી ગયો છે.” હા, હા, શરૂઆતમાં તો એમને વાર્નની સોબત બહુ ગમતી હોય એમ લાગતું ન હતું; પણ પછી તે તેમને મેં વારંવાર સાથે એકલાં જોયાં છે.” પાદરીબુવા બોલ્યા. “હા, હા, ઝરૂખામાં બેઠેલાં અને બગીચામાં ટહેલતાં,” મુંબ્લેઝને ચારણી શબ્દો વાપરી બતાવ્યા. એક વખત દક્ષિણ તરફના જંગલ-પ્રદેશમાં એક વસંતની સાંજે હું અચાનક તે બંને ભેગાં બેઠાં હતાં ત્યાં જઈ ચડ્યો હતો.” પાદરીબુવા બોલ્યા. “અને જે દિવસે તે ભાગી ગઈ, તે દિવસે મેં વાર્નેના ઘડાવાળાને તેના માલિકનો ઘોડો તેમજ ઍમીના ટટવાને પકડીને કબ્રસ્તાનની ભીંત આગળ ઊભેલો જોયો હતો.” મુંબ્લેઝને કહ્યું. ૧. અલ ઓફ લિસેસ્ટરનું નામ-ૉબર્ટ ડડલી. -સંપ૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ જોડાદ! ૧૦૫ “અને હવે તો હું ઍમીને એ બદમાશે જ્યાં છુપાવી રાખી છે, ત્યાં સાથે રહેતી જ જોઈ આવ્યો છું,” ટ્રસિલિયને જણાવ્યું; “પણ મારે હવે જલદી અહીંથી ઊપડી જવું જોઈએ, માટે તમે બંને મારા પેટ્રન મને મુખત્યારનામું લખી આપે તેવી કોશિશ કરો.” ટ્રોસિલિયન કમરામાંથી બહાર જતાં બોલ્યો. પાદરીબુવા અને મુંબ્લોઝન હવે વિચાર કરવા લાગ્યા કે, સર ચૂં. રોબ્સર્ટની અત્યારની ચિત્તભ્રમ જેવી સ્થિતિમાં તેમની પાસેથી જોઈતું મુખત્યારનામું લખાવવું શી રીતે? પણ વિલ બેજર આ તરફ આવતો હતો તે એમની એ છેલ્લી વાત સાંભળીને બોલી ઊઠ્યો, “અરે, મને ખાતરી છે કે, મારા માલિક આ ઊંઘમાંથી ઊઠશે, ત્યારે તદ્દન સાજા થઈ ગયા હશે.” તો શું વૈદે આપેલી દવા ઉપર તને એટલો બધો ભરોસે છે?” પાદરીબુવાએ પૂછયું. “ના રે ના, તેમની દવા ઉપર મને શાનો ભરોસો હોય? કારણકે, મારા માલિકે તેનું એક ટીપુંય ચાખ્યું હોય તોને! પણ આ તે માસ્ટર ટ્રેસિલિયન સાથે આવેલા માણસે સર હ્યુને એવી દવા પાઈ દીધી છે, કે મારા માલિકનો બધો રોગ ગયો જાણો! મેં યુક્તિથી એ માણસને પૂછીને જાણી લીધું કે, તેના જેવો કુશળ નાળસાજ અને ઘોડાવૈદ, તથા કૂતરાવૈદ બીજો કોઈ નહિ હોય.” પણ મૂરખ માણસ, ઘોડાવૈદની દવા માણસને પાઈ દેવાની બેવકૂફી તે કરી? કોની સત્તાથી તેં એમ કર્યું, કહે જોઉં? અને સર તૂને કશું નુકસાન થશે તેનું જામીન કોણ?” પાદરીબુવા નવાઈ તેમજ ગુસ્સાથી બોલી ઊઠ્યા. જામીન તો બુવાજી હું પોતે જ છું; મેં આ ઘરમાં પચીસ-પચીસ વર્ષો સુધી નોકરી બજાવી છે, અને મને આ ઘરના કોઈ પ્રાણીને કે માણસને તેને સારું થાય તે માટે દવાનો એક ઘૂંટડો પાવાની સત્તા નથી શું?” પેલા બંને જણા તરત ટ્રેસિલિયનને આ સમાચાર આપી સાવધાન કરવા દોડી ગયા. ટ્રેસિલિયને તરત વેલૅન્ડ સ્મિથને બોલાવ્યો અને તેને બાજુએ લઈ જઈ પૂછ્યું, “સર શૂ રોબ્સર્ટને દવા આપવાની તે હિંમત શા માટે કરી, વારુ?” Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ | “પ્રીત કિયે દુઃખ હેય” ગીત . “વાહ, મેં આપ નામદારને જણાવ્યું જ હતું કે, મેં મારા માલિક ડૉકટર ડોબૂબીના કસબમાં સારી સરખી જાણકારી તેમનાથી ગુપ્ત રીતે પ્રાપ્ત કરી હતી. અને છેવટના તે મારા ઉપર ગિન્નાયા હતા તેનું એક કારણ તો એ હતું કે, તેમની ગુપ્ત વાતમાં હું જરા વધુ ઊંડે ઊતરતો જતો હતો, પણ મુખ્ય કારણ બીજું જ હતું કે, તેમના કેટલાક જાણીતા અને માનવંત ઘરાકો તેમના કરતાં મારી દવામાં વધુ વિશ્વાસ રાખતા બની ગયા હતા.” પણ સર હૂ રોબ્સર્ટને જો કંઈક નુકસાન થયું, તો તું જીવતા રહેવા નહીં પામે, એ યાદ રાખજે.” નામદાર, નકામો ડર રાખશો નહિ. હું કીમિયાવિદ્યાનો જાણકાર હોવાને જરાય દાવો નથી કરતો; પણ વૈદાની બાબતમાં થોડો ઘણો અનુભવ અને કસબ તે મેં મેળવ્યાં જ છે- માસ્ટર વિલિયમ બેજર પાસેથી ભલા ઉમરાવજીની બીમારીના બધા હાલ જાણી લઈ, મેં તેમને ઊંઘવાની જ દવા આપી છે; કારણકે, એમના ચિત્તની અસ્વસ્થતાને અત્યારે લાંબી ઊંઘની જ જરૂર છે.” વેલૅન્ડ, તું મારી સાથે દગો તો નહિ ખેલે ને?” “નામદાર, પરિણામ શું આવે છે, તે જોવા જેટલી ધીરજ રાખો. એ ભલા વૃદ્ધ સજજન, કે જેમને આપ આટલા બધા ચાહો છો, તેમને નુકસાન પહોંચાડવામાં મને શો લાભ વારુ? અને આપે તે મારી જિંદગી પેલા જલ્લાદના ચીપિયા-ચીમટામાંથી આજે બચાવી છે, એ વાત પેલી માર્કાબરોની વીશીમાં હું મારે સગે કાને સાંભળીને આવ્યો છું. મારે આપ નામદારની નોકરીમાં જ હવે જોડાયેલા રહેવું છે, એટલે ભલા ઉમરાવજીની ઊંઘનું શું હિતકર પરિણામ આવે છે તે ઉપરથી મારી વફાદારીને તાગ કાઢો.” અને પરિણામ સારું જ આવ્યું! વેલૅન્ડ સ્મિથને કસબ અને વિલ બેરને તેના ઉપર ભરોસો – એ બંને બરાબર કારગત નીવડયાં. સર હ્યુ રોબ્સર્ટ લાંબી ગાઢ નિદ્રા પછી જાગ્યા ત્યારે શરીરે ભલે નબળા રહ્યા હતા, પણ તેમનું ચિત્ત હવે સ્વસ્થ તથા કડીબંધ વિચાર કરી શકે તેવું થઈ ગયું હતું. જ્યારે પાદરીબુવાએ અને મુંબ્લેઝને એમીને પાછી મેળવવા અરજી કરવા તથા પોતા પ્રત્યે આચરવામાં આવેલી ધોખાબાજીનો ન્યાય મેળવવા ટ્ર સિલિયનને તેમના તરફથી સત્તા આપતું લખાણ કરી આપવા જ્યારે એમને Page #124 -------------------------------------------------------------------------- ________________ ઘોડાદ! ૧૦૭ સમજાવ્યા, ત્યારે તેમણે એવો જવાબ આપ્યો કે, “એમી તો આવતા પવનની દિશામાં તેની સાથે ઊડી જનારી નાલાયક પંખિણી છે; તેને પાછી મેળવવા હું જરાય ખટપટ કરવા માગતો નથી.” પણ પછી એમી પ્રત્યેની તેમની મમતા વિજયી નીવડી અને તેને બદમાશોના હાથમાંથી પાછી મેળવવા કોશિશ કરવાની વાત : સાથે તે સંમત થયા, અને પાદરીબવાએ લખી આપેલા મુસદ્દા ઉપર તેમણે સહી કરી આપી. પરિણામે, લિડકોટ-હૉલમાં આવ્યું ચોવીસ કલાક પણ ન થયા, ને ટ્રેસિલિયનને બીજી મુસાફરીએ ઊપડવાની તૈયારી કરવાની થઈ. માસ્ટર મુંબ્લેઝને તે વખતે આવીને ટ્રસિલિયનને પૂછયું, “ભલા ભાઈ, તું રાજદરબારમાં જવા માગે છે, પણ તારી પાસે પૈસા છે? એના વિના તો રાજદરબારમાં એક ડગલું પણ આગળ નહિ ભરાય. વાત સાચી હતી, અને ટ્રેસિલિયન વિચારમાં પડી ગયો. રાણી એલિઝાબેથના એ સુવર્ણકાળમાં પણ રાજદરબારમાં પૈસા વેર્યા વગર તેમની પાસે પહોંચાય તેમ ન હતું, પણ લિડકોટ-હૉલમાં જે કશાની તંગી હોય, તે એ વસ્તુની જ હતી! ટ્રોસિલિયન પોતે તો ગરીબ હતો જ; પણ ભલા સર શૂ રોબ્સર્ટની બધી આમદની મહેમાનગતભર્યા તેમના સ્વભાવને કારણે ખુટયા જ કરતી. છેવટે મુંબ્લેઝને જ એ કોયડાનો ઉકેલ પણ લાવી આપ્યો – તેણે વીસ વીસ વર્ષની પોતાની બચત જે સોના-રૂપાના કુટકળ સિક્કા ગણતાં ત્રણસોએક પાઉંડ જેટલી થતી હતી, તે એક થેલીમાં લાવીને તેના હાથમાં મૂકી દીધી. ટ્રેસિલિયને આનાકાનીનો એક શબ્દ પણ બોલ્યા વિના તે સ્વીકારી લીધી અને મૂંગા મૂંગા જ ભલા માસ્ટર મુંબ્લેઝનનો હાથ ભાવપૂર્વક દબાવ્યો. પછીને દિવસે વહેલી સવારે નીકળવાની તૈયારીમાં ટ્રોસિલિયન પડ્યો હતો, તેવામાં વેલેંન્ડ સ્મિથે તેની મુલાકાત માટે વિનંતિ પેશ કરી, અને જણાવ્યું, ‘હું આપની સાથે આવવા માગું છું.’ ટ્રેસિલિયનને પણ એ વિચાર આવ્યો હતે; કારણ કે એ માણસની ઝીણી નજર, સમજદારી અને અક્કલહોશિયારીને જેટલો પરિચય તેને અત્યાર સુધીમાં મળ્યો હતો, તે ઉપરથી એ માણસ તેને પિતાની મુસાફરીમાં ઉપયોગી થઈ પડશે એમ લાગતું જ હતું. પણ વેલૅન્ડ સ્મિથ ઉપર ડાકણ-પિશાચના સાગરીત હોવાનું વૉરંટ હતું અને Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રીત કિયે દુઃખ હેય” તે જોખમ માથા ઉપર હોય અને તેને સીધો રાજદરબાર તરફ ખેંચી જવો એ સલાહભર્યું કહેવાય કે કેમ, એ વાતનો તેને ડર હતો. પણ વેલૅન્ડ સ્મિથે જણાવ્યું, “મેં મારો વેશ પૂરતો બદલી લીધો હેઈ, હવે કોઈ મને ઓળખી શકે તેમ રહ્યું નથી, છતાં હજુ હું મારી મૂછોને રંગ ચડાવી તેના આંકડા એવા ચડાવી લઈશ કે પછી મને કોઈ ઓળખી કાઢે તો ખરો કહું! આપ નામદાર ભૂલી ગયા લાગો છે કે, મેં નાટ્યમંડળીમાં પણ કામ કરેલું છે! અલબત્ત, હું સૈનિક નથી, એટલે એ બાબતમાં આપને મારી મદદ બહુ ઓછી મળે, પરંતુ માત્ર તરવારિયાઓ કરતાં હું આપને બીજી બધી રીતે બહુ ઉપયોગી થઈ પડીશ, એ નક્કી છે.” પણ ટ્રેસિલિયનનું મન હજુ માનતું ન હતું. અત્યારની આ અગત્યની કામગીરીમાં આ માણસ કેટલો ઉપયોગી નીવડે કે તેના ઉપર કેટલો ભરોસો મૂકી શકાય, એનો નિશ્ચય તે કરી શકતો ન હતો; પણ એવામાં આંગણામાં એક ઘોડેસવાર દાખલ થયો હોય એવો દાબડાનો અવાજ સંભળાયો અને થોડી વારમાં માસ્ટર મુંબ્લેઝન અને વિલ બેજર બંને એકીસાથે ટસિલિયનના કમરામાં દાખલ થયા અને એકીસાથે બોલી ઊઠયા – “આ કઈ અલનો હોય એવી વરદીવાળો માણસ તમારો કાગળ લઈને મારતે ઘોડે આવ્યો છે.' ટ્રેસિલિયને પોતાના સરનામાવાળો તથા ઉપર “તાકીદને” એવી નોંધ કરેલો કાગળ તરત હાથમાં લીધો અને ફેડીને વાંચ્યો – માસ્ટર ટ્રેસિલિયન, અમારા ભલા મિત્ર અને પિત્રાઈ, અમારી તબિયત બહુ બગડી ગઈ છે, અને અત્યારે અમારે અમારી આસપાસ અમારા વિશ્વાસુ મિત્રોની બહુ જરૂર છે. તમને અમે અમારા મિત્રોમાં અમારા પ્રત્યે સદભાવની બાબતમાં અને શક્તિની બાબતમાં સૌથી આગળ પડતા અને સૌથી વધુ નજીકના ગણતા હોઈ, તમને તાકીદે ડેપ્ટફર્ડ નજીકના અમારા સેઝ-કોર્ટ મથકે આવી પહોંચવા આગ્રહ કરીએ છીએ. એથી વધુ અમારાથી કાગળમાં કશું લખી શકાય તેમ નથી.” “રેટલિફ, અર્લ ઑફ સસેકસ.” વિલ બેજર, એ દૂતને અહીં જલદી બેલાવ જોઉં,” ટ્રેસિલિયને કહ્યું. અને એ માણસ કમરામાં દાખલ થયો એટલે તરત જ તે બોલી ઊઠ્યો, “ઓહ, સ્ટીવન્સ, તું છે કે? મારા ભલા લૉર્ડની શી હાલત છે?” Page #126 -------------------------------------------------------------------------- ________________ ઘેાડાવેદ! ૧૦૯ “બહુ જ ખરાબ હાલત છે, માસ્ટર ટ્રોસિલિયન; અને તેથી જ અત્યારે તેમની આસપાસ વિશ્વાસુ મિત્રોની બહુ જરૂર છે.” 66 · પણ તેમને શું થયું છે? મને તો તે બીમાર હોવાની કંઈ જ ખબર નથી.” ટ્રેસિલિયને ચિંતાતુર થઈને પૂછયું. “શું થયું છે તે તે હું પણ કહી શકું તેમ નથી; સ્વસ્થ બની ગયા છે; અને તેમને મૂઠ મારવામાં સૌ માનીએ છીએ. આવી ' “એમની બીમારીનાં લક્ષણ શાં છે, એ જરા વર્ણવી બતાવા જોઉં.” વેલૅન્ડ સ્મિથ ટ આગળ આવીને બાલી ઊઠયો. પણ તે બહુ અહોય, એમ અમે પેલા દૂતે આ માણસના પ્રશ્નના જવાબ આપવા કે નહિ, એ માટે ટ્રેસિલિયન સામે જોયું. અને ટ્રૅસિલિયને હકારમાં નિશાની કરી એટલે તેણે ઉતાવળે જવાબ આપ્યા કે, ધીમે ધીમે શક્તિ ઘટતી જાય છે, રાતે પરસેવા વળે છે, ભૂખ ચાલી ગઈ છે અને વારંવાર મૂર્છા આવી જાય છે. પૂછ્યું. (6 ‘સાથે પેટમાં શૂળ જેવું અને ઝીણા તાવ પણ છે કે નહિ?” વેલૅન્ડે 66 ‘બરાબર, એમ જ છે!” દૂતે કંઈક નવાઈ પામીને કહ્યું. “એ રોગ શાથી થયા છે, એ હું જાણી ગયો છું. તમારા માલિકને સેઈન્ટ નિકોલસના મૅનૅ' નામથી ઓળખાતું સ્વાદ અને ઝેર આપવામાં આવ્યું છે. અને એને ગુરુની પ્રયોગશાળાની રાખ મેં નકામી પ્રથમ કોટીના ઇલાજ હું બરાબર નથી છાણી.” “અલ્યા, તું શી વાત કરે છે! આ તો ઈંગ્લૅન્ડના ઉમરાવની વાત છે. આ કંઈ તારા ઊંટ-ધાડાના વૈદાના સવાલ નથી. ’ “પણ હું ઊંટ-ઘેાડાના વૈદાની વાત કયાં કરું છું? હું તે એક ચેકિસ રોગની વાત કરું છું અને તેના ચાકસ ઉપચાર હું જાણું છું, એટલું જ કહું છું. મેં સર હ્યૂ રોન્સર્ટને માટે જે કર્યું તે તમે નજરે જોયું છે. "" “તેા ચાલ, આપણે તત્ક્ષણ ઊપડીએ છીએ; આ તો જાણે ઈશ્વરની જ ગેાઠવણ હાય એવી વાત છે. ” ગંધ વિનાનું કારમું જાણું છું – મારા સર હ્યૂને સ્ટીવન્સના વહેમની કે વેલૅન્ડ સ્મિથે ખાતરીપૂર્વક કહી બતાવેલા રોગની વાત કર્યા વિના, માત્ર અર્લ ઑફ સસેકસની બીમારીની Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રીત કિયે દુઃખ હેય હકીકત કહીને ટ્રસિલિયન, વેલૅન્ડ સ્મિથ અને સ્ટીવન્સ એ ત્રણે મારતે ઘોડે ત્યાંથી લંડન તરફ જવા ઊપડી ગયા. સેઝ-કોર્ટ તરફ સિલિયન અને તેના સાથીદારો ઝડપથી આગળ વધ્યે જતા હતા. વેલૉન્ડે પોતાનો દેખાવ અદભુત રીતે બદલી નાખ્યો હતો. તેથી બર્કશાયરમાં થઈને પસાર થવાનું હતું ત્યારે પણ તે જરાય ગભરાયો નહિ. જ્યારે અર્લ ઑફ લિસેસ્ટરના મળતિયાઓના પ્રદેશમાં થઈને તેઓ પસાર થતા હતા, ત્યારે તેની હાજરજવાબીએ ટ્રોસિલિયનને જ ઘણી સગવડ કરી આપી. કોઈક જગાએ તે કહેતો કે, ટ્રેસિલિયન તે આયર્લેન્ડના લૉર્ડ ડેપ્યુટી છે અને બળવાખોર મેકકાર્થોનું શું કરવું તે બાબત રાણીજીને હુકમ પૂછવા છૂપા વેશે આવ્યા છે; બીજી જગાએ તે કહેતો કે, તે તે ફ્રાંસના “માઁ શ્યોરના કારભારી છે, રાણી ઇલિઝાબેથના હાથની માગણી કરવા આવ્યા છે, અને ત્રીજી જગાએ વળી તે કહે કે, એ તો સ્પેનના ડયૂક ઑફ મેડિના છે, અને રાણીજી અને સ્પેનના રાજા ફિલિપ વચ્ચેની તકરારોનો નિકાલ લાવવા ગુપ્ત વેશે આવ્યા છે. ટ્રેસિલિયન વેન્ડનાં આવાં ગપ્પાંથી બહુ ચિડાતે, પણ વેલૅન્ડ કહેતો કે, તમારો ખાનદાન રૂઆબ એવો આગળ પડતે છે કે, લોકોની ઇંતેજારીને આવી રીતે જ સંતોષવી પડે તેમ છે. ૧. આયર્લેન્ડમાં ઇંગ્લેન્ડનો કાર્યકારી પ્રતિનિધિ. જે બળવારનું નામ આપવામાં આવ્યું છે, તેવું કોઈ ઐતિહાસિક પાત્ર તે વખતે ન હતું. – સપાટ ૨. રાજસિંહાસન માટે રાજા પછી બીજા નંબરને વારસદાર ક્રાંસમાં માં ” કહેવાય છે. તે વખતે ડચક ઓફ આજુ “મોર' હતો અને હેત્રી-૩ ક્રાંસનો રાજા હતો. ૩. તે વખતે ઈંગ્લેન્ડના ચાંચિયાએ સ્પેનનાં સંસ્થાનો અને વહાણવટા ઉપર બહુ ડાકા પાડતા. - સપાટ Page #128 -------------------------------------------------------------------------- ________________ સેયઝ-કેર્ટ તરફ ૧૧૧ છેવટે તેઓ લંડન આવી પહોંચ્યા. ટ્રેસિલિયનને ઇરાદો ડેપ્ટફર્ડ સીધા જવાનો હતો. લૉર્ડ સસેકસ ગ્રીનવીચ મુકામે રહેતાં રાણી ઇલિઝાબેથના રાજદરબારની નજીક રહેવા ખાતર ત્યાં જ રહેતા હતા. છતાં વેલેન્ડ સ્મિથના આ ગ્રહથી ટ્રેસિલિયનને લાંડનમાં થોડું રોકાવું પડયું. વેલેન્ટે શહેરમાં જરા આંટો મારી આવવા પરવાનગી માગી, એટલે ટ્રેસિલિયન પણ તેની સાથે જ નીકળ્યો. કારણકે, ઇલિઝાબેથ રાણીના દરબારમાં આગળ આવવા માટે પ્રતિસ્પર્ધી જૂથો વચ્ચે બહુ તીવ્ર હરીફાઈ ચાલતી હતી, તેવે વખતે સાવચેત રહેવું સારું. વેલૅન્ડે તેને કહ્યું કે, ફ લીટ-સ્ટ્રીટમાં જડીબુટ્ટીઓવાળા કે દવાવાળાઓની દુકાને પોતે થોડી ઔષધિઓ ખરીદવા જવા માગે છે. તે પ્રમાણે ચાર કે પાંચ દુકાનોમાંથી વેલૅન્ડે જુદી જુદી એક એક ચીજ જ જુદા જુદા પ્રમાણમાં ખરીદી. શરૂઆતમાં તો જે વસ્તુ તે માગતે તે તરત મળી જતી. પણ પછી ટ્રોસિલિયને જોયું કે, વેલેન્ડ જે વસ્તુ માગતો તેનું નામ સાંભળી દુકાનદારો કાં તો આશ્ચર્ય પામતા અથવા જે વસ્તુ તેઓ આપતા, તે બનાવટી છે કે ખોટી છે, એમ કહી વેલૅન્ડ સાચી વસ્તુ કઢાવતો અથવા બીજે શોધવા જતો. પણ એક ચીજ તે કેટલુંય રખડવા છતાં ક્યાંય મળી નહિ. કેટલાક દવાવાળાઓએ તો એવો જ જવાબ આપ્યો કે, તેમણે એ વસ્તુનું નામ જ પહેલી વાર સાંભળ્યું તો કોઈકે એમ પણ કહ્યું કે, એ નામની કોઈ વસ્તુ છે જ નહિ; માત્ર કેટલાક ધૂની કીમિયાગરોના મગજમાં જ એ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે! કેટલાક દુકાનદારો વેૉન્ડને એ જ વસ્તુના ગુણવાળી બીજી પ્રતિનિધિરૂપ વધુ સારી ઔષધિ ધરતા અને તે ખરીદવા માટે તેને ખૂબ આગ્રહ કરતા. બધા જ એ વસ્તુ તેને શા માટે જોઈએ છે, એ જાણવા ઇંતેજારી ધરાવતા, છેવટે એક સામાન્ય લાગતા દુકાનદારે વેલૅન્ડને એવો જવાબ આપ્યો કે, લંડનમાં તો એ વસ્તુ કોઈની પાસે મળવી મુશ્કેલ છે, સિવાય કે યહૂદી યોગ્સન પાસે બચીકૂચી હોય તો હોય. “હું એમ જ ધારતો હતો,” એમ કહી વેલૅન્ડ બહાર નીકળ્યો અને સિલિયનને કહેવા લાગ્યો કે, “માફ કરજો, નામદાર, પણ દરેક કસબીને પોતાનાં ઓજાર તો જોઈએ જ. આપણે આ યોગ્લન પાસે જવું જ પડશે. આપને રખડામણ થાય છે, પણ એ વિરલ ઔષધને હું જે ઉપયોગ કરીશ, તેથી આપને એ બધી રખડામણનો બદલો વળી ગયેલો લાગશે.” Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ૧૧૨ પ્રીત કિયે દુઃખ હેય” પછી વેન્ડ જ ઊંડી ગલી કૂંચીઓને માહિતગાર હોય તેમ ટ્રસિલિયનને હવે દોરી જવા લાગ્યો. છેવટે થેમ્સ નદી આગળ જ પૂરી થતી એક સાંકડી ગલીની અધવચ જઈ પહોંચતાં, મોચીને માંડવો હોય તેમ કેનવાસથી ઢાંકેલી એક સામાન્ય દુકાન આગળ તેઓ જઈને ઊભા રહ્યા. પેલા યહૂદીએ વેલૅન્ડને લળી લળીને પૂછયું કે, શી વસ્તુ જોઈએ છે. વેલેંન્ડે પેલી ઔષધિનું નામ દીધું કે તરત પેલો યહૂદી ચક્યો. અને એ ઔષધનું આપ શું કરશો, ભલા? ચાલીસ વર્ષથી હું આ દુકાન ચલાવું છું પણ પહેલી વાર એ વસ્તુ માગનાર કોઈ આવ્યું !” યહૂદીએ જવાબ આપ્યો. એ સવાલને જવાબ આપવાની મારે જરૂર નથી. મારે તો એટલું જ જાણવું છે કે, એ વસ્તુ તમારી પાસે છે કે નહિ, અને હોય તો તમારે વેચવી છે કે નહિ?” “ભલા ભગવાન, એ વસ્તુ હોવા બાબત તો મારો જવાબ છે કે, એ વસ્તુ મારી પાસે છે; અને વેચવાની બાબતમાં તે દવા વેચવાને જ મારો ધંધો હોઈ, હું વેચીશ જ.” પણ તેણે ઉમેર્યું કે, “તેની કિંમત ઘણી બેસશે – સોનાની ભારોભાર કિંમત આપીને તે મેં જ તે ખરીદી છે– સિનાઈ પર્વત ઉપર જ એ છોડ ઊગે છે અને સે વર્ષે એક વખત જ એ ફૂલે છે.” એમ કહી યહૂદીએ એક ભૂકી કાઢી બતાવી. વેલેન્ડે તરત જ કહી દીધું, “આ જે કચરો તે આપ્યો છે, તે ઔષધિ તે અલેપ્પો ગઢની ખાઈમાં કોઈ પણ દિવસે ચૂંટી શકાય છે.” તમે મહેરબાન, બહુ ભખાબોલા માણસ લાગો છો; મારી પાસે આથી બીજી કોઈ વસ્તુ નથી – અને હોય તો પણ કોઈ સારા વૈદના હુકમ વિના કે પછી તમે એનું શું કરવા માગો છો એ જાણ્યા વિના હું તમને તે ન જ આપું.” - વેલેંડે એવી ભાષામાં ટૂંકો જવાબ આપ્યો, જેનો એક શબ્દ પણ ટ્રેસિલિયનને ન સમજાયો, પણ પેલા યહૂદી ઉપર તેની ચમત્કારી અસર થઈ; અને તેણે તરત નીચા વળી પડીને વેલૅન્ડને પોતાની દુકાનમાં અંદર પધારવા વિનંતી કરી. ત્યાર બાદ તેણે ચાવીઓનું ઝૂમખું લઈ, એક ગુપ્ત ખાનું ઉઘાડ્યું, અને તેમાંથી કાળી ભૂકી જેવું કશુંક કાઢીને વેલૅન્ડને બતાવ્યું. Page #130 -------------------------------------------------------------------------- ________________ સેઝર્ટ તરફ ૧૧૩ વેલેન્ટે ત્રાજવાં મંગાવ્યાં. પેલો યહૂદી જે ચાલુ ત્રાજવાં લાવ્યો તે વેલેન્ટે એમ કહીને નકાર્યું કે, “પવિત્ર વસ્તુઓ ખોટાં ત્રાજવાંથી તેળીએ તો તેમનો ગુણ ચાલ્યો જાય છે, એ તો તું બરાબર જાણે છે. માટે જે ખાસ સાચાં ત્રાજવાં છે, તે કાઢ!” યહૂદીએ પોતાનું માથું એક બાજુ ઢાળી દીધું અને નછૂટકે કાઢતે હોય એમ એક પોલાદી પેટીમાંથી એક ખાસ ત્રાજવાં કાઢ્યાં. વેલૅન્ડે બે ડ્રામ વજનની ભૂકી તળાવી અને પછી તેનું પડીકું વાળીને ખીસામાં મૂકતાં મૂકતાં તેની કિંમત પૂછી. “આપની પાસેથી કશી કિંમત લેવાની નથી; માત્ર ફરી એક વાર મારે ત્યાં પધારી મને મારા પ્રયોગમાં કંઈક માર્ગદર્શન આપજો. મેં મારાં હાડમાંસ એ પ્રયોગ પાછળ સૂકવી નાખ્યાં છે.” - વેલેન્ડે ડોકું હલાવી એની વાત કબૂલ રાખી, અને પછી સિલિયન સાથે તે પાછો ફર્યો. ટ્રેસિલિયને તેને કહ્યું, “તેં ભાઈ, એ યહૂદીને કંઈકે કિંમત કેમ ન આપી?” “હું એને કિંમત આપું? નામદાર, એની પાસે આખી શેરીને સેને મઢી શકે અને છતાં તેની તિજોરીમાંથી તે જરાય ઓછું થયેલું ન લાગે, એટલું બધું સેનું છે. ને હજુ પારસમણિ શોધવાના ફાંફાં માર્યા કરે છે! પણ હવે આ દવા આપણા હાથમાં આવી છે, એટલે આપણે ગમે તેવા ઝેરની મારણ દવા તૈયાર કરી શકીશું. યોગ્લન પાસેથી મળેલી ભૂકીને અભાવે જ, એવી અસરકારક દવા કોઈથી બનાવી શકાતી નથી.” પણ તે બધી દવાઓ એક જ જગાએથી કેમ ન ખરીદી? બધે રખડવામાં નકામો કેટલો બધો વખત બગાડ્યો?” નામદાર, મારો નુસખો કોઈએ જાણવો ન જોઈએ. અને એક જગાએથી બધું ખરીદું, તે આ નુસખો ખુલ્લો થઈ જાયને?” ઉતારે જઈ, વીશીવાળાના રસોઈયા પાસેથી ખાંડણી-પરાઈ લઈ વેલેન્ડ બધાં ઔષધો યોગ્ય પ્રમાણમાં ભેળવીને ખાંડી લીધાં. પ્રિ૦-૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હોય' દરમ્યાન સ્ટીવન્સે ત્રણેના ઘેાડા તૈયાર કરાવી દીધા હતા. અને તેઓ ઘેાડી જ મુસાફરી બાદ ડેપ્ટર્ડ નજીક લૉર્ડ સસેસના ગઢ-ભવન સેવ્ઝ-કોર્ટ પહોંચી ગયા. ૧૧૪ ઈલિઝાબેથ તેની સ્રીસુલભ પ્રકૃતિ મુજબ, ભાગલા પાડીને રાજ્ય કરવાની નીતિ અનુસરતી હતી. રાજ્યના હિતની દૃષ્ટિએ અથવા પેાતાની ધૂન મુજબ તે બે હરીફ માનીતાઓ વચ્ચે સમતુલા જાળવી રાખીને પેાતાના હાથ ઊંચા રાખતી. એક હરીફને બીજાની સામે ભિડાવવો, અને તે પાછ પેાતાને તેની મહેરબાનીમાં આવી ગયેલા માની વધુ પાવરધો બનતા જાય, ત્યારે સામા પક્ષને થોડા ઊંચા આવવા દઈ પેલાની લગામ ખેંચી પકડવી, એ કળા તેને બરાબર આવડતી હતી. આજકાલ અર્લ ઑફ સસેકસ અને અર્લ ઑફ લિસેસ્ટર રાણીની મહેરબાનીના બે પ્રબળ હરીફો હતા. સસેકસ રણમેદાનમાં શૂરો હતા, અને આયર્લૅન્ડ તથા સ્કૉટલૅન્ડમાં તેણે બહુ સારી કામગીરી બજાવી હતી; – ખાસ કરીને ૧૫૬૯ના ઉત્તર પ્રદેશનો મોટો બળવો તે તેની યુદ્ધકુશળતાથી જ દબાવી શકાયો હતા. એટલે સ્વાભાવિક રીતે લશ્કરી કામગીરી બજાવીને આગળ આવવા ઈચ્છતા સૌ દરબારીએ તેની આસપાસ જ ભેગા થતા. ઉપરાંત અર્થ ઑફસસેકસ લિસેસ્ટર કરતાં વધુ જૂના તથા પ્રતિષ્ઠિત ખાનદાનમાંથી ઊતરી આવેલા હતા. ત્યારે લિસેસ્ટરના દાદા તો હેન્રી-૭ ના અત્યાચા૨ી કારભારી તરીકે બદનામ થયા હતા અને તેના પિતા જૉન ડડલી (ડયૂક ઑફ નૉર્ધમ્બૉન્ડ)-ને તો ટાવર-હીલ ઉપર ૨૨-૮-૧૫૫૩ના રોજ શિરચ્છેદ થયા હતા. પરંતુ લિસેસ્ટરમાં સ્ત્રીજાતિને પસંદ આવી જાય તેવાં વ્યક્તિત્વ, સુંદર ચહેરા-મહારા, અને વાક્ચાતુર્ય વિશેષ હતાં; અને તેથી યુદ્ધકુશળતા, ઊંચું ખાનદાન વગેરે બાબતામાં તે અર્લ ઑફ સસેકસથી ઊતરતા હાવા છતાં રાણી આગળ વધુ ફાવી ગયા હતા. જોકે ઇલિઝાબેથ બંનેમાંથી કોઈ પેાતાનું વિશેષ કૃપાપાત્ર મનાઈ માથાભારે ન થઈ જાય તેની કાળજી રાખતી. પરંતુ સસેકસની બીમારીને કારણે લિસેસ્ટરના સિતારો રાજદરબારમાં બુલંદ થતા જવા સંભવ, એટલે બંનેના અનુયાયીઓમાં એક પક્ષે નિરાશા, * તાના પુત્ર લોડ ગિલ્ડફડ° ડડલી સાથે પરણાવેલી કેડી જેન ગ્રેને તેણે એડવર્ડ-૬ પછી રાજગાદીએ બેસાડવા પ્રયત્ન કર્યા હતા. સપા * Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સેઝ-કેટ તરફ અને બીજે પક્ષે આનંદ-આનંદ વ્યાપી ગયાં હતાં. જોકે, તે જમાનામાં આખરી ફેંસલો તલવારના જોરે જ આવી શકે તેમ મનાતું હોવાથી, બંને પક્ષના અનુયાયીઓ પોતપોતાના નેતાની આસપાસ શસ્ત્રસજજ થઈને ભેગા થવા લાગ્યા હતા. રાણી ઇલિઝાબેથ એ પરિસ્થિતિ જોઈ ચોંકી ઊઠી હતી; કારણકે આ બખેડાના અવાજો અને શસ્ત્રોનો ખણખણાટ તેના મહેલ સુધી પહોંચ્યા વિના રહેતા નહીં. એટલે ટ્રેસિલિયન સેઝ-કોર્ટ મથકે આવી લાગ્યો, ત્યારે ત્યાં આંગણામાં પડાવ નાખીને પડેલા લશ્કર જેવી પરિસ્થિતિ હતી. દરેકના હાથમાં હથિયાર હતાં અને દરેકના ચહેરા ઉપર કડવાશ હતી – જાણે કે સામા પક્ષ તરફથી થનારા હુમલાની કોઈ પણ પળે આશા રખાતી હોય. અંદર પેસવામાં ડગલે ને પગલે ઓળખાણ માગવામાં આવતું હતું અને ખૂબ ચકાસણી થતી હતી. છેવટે એક જણ ટ્રેસિલિયનને દીવાનખાનામાં લઈ આવ્યો, ત્યારે બીજો સસેકસને તે આવ્યાની ખબર આપવા ગયો. દીવાનખાનામાં બે જ જણ બેઠેલા હતા. તેમના પહેરવેશ, દેખાવ અને રીતભાતમાં ખાસો વિરોધી ગણાય તેવો તફાવત હતે. જરા મોટો હતો તેનો બાંધો લશ્કરી હતી, પણ પોશાક તેમજ રીતભાત અણઘડ જેવાં હતાં. તેના ચહેરા ઉપર ઊંડી સમજદારી ભલે દેખાતી હશે, પણ જીવરાપણું કે કલ્પનાશક્તિનું નામનિશાનેય ન હતાં. ત્યારે જે વધુ જુવાન હતો, તે લગભગ વીસેક વર્ષ કે તેથી ઉપરનો હશે, પણ તેનો પોશાક તે જમાનાની ટાપટીપવાળ હતો. બદામી રંગનો તેને મખમલી જલ્મો ફિત અને જરીકામથી સુશોભિત હતો અને તેના ઉપર સોનાની સાંકળી ત્રણ આંટા દેતી એક ચંદ્રકમાં પૂરી થતી હતી. તેના વાળ પણ ઊભા સુંદર ઓળેલા હતા. તેના કાનમાં ચાંદીનાં એરિંગોની જોડ હતી અને દરેકમાં મોટું મોતી હતું. તેને ચહેરો સુઘડ બાંધાને અનુરૂપ હતો તથા તેના ઉપર નિશ્ચયી બુદ્ધિની તથા સાહસિકતાના તરવરાટની છાયા હતી. ટ્રેસિલિયન આવતાં જ બંને પોતપોતાની ચિંતા કે વિચારમાંથી જાગ્રત થયા અને તેને આવકાર આપવા લાગ્યા. પેલા જુવાનિયાએ કહ્યું, “ટ્રેસિલિયન, તારી ફિલસૂફી વિચિત્ર છે – જ્યારે આ ઘરમાં કંઈક મહત્ત્વાકાંક્ષા સિદ્ધ થાય તેમ હતું, ત્યારે તું ત્યાંથી ચાલ્યો ગયો; અને હવે જ્યારે માત્ર જોખમો જ વહેંચી ખાવાનાં છે, ત્યારે તું પાછો આવ્યો !” Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હૈય” “તે લૉર્ડની સ્થિતિ શું એટલી બધી ગંભીર છે?” ખરાબમાં ખરાબ પરિણામની આશા રાખવાની છે, અને તેય ખરાબમાં ખરાબ સાધન દ્વારા નિપજાવવામાં આવેલા પરિણામની.” પેલા મોટાએ જવાબ આપ્યો. “જાઓ, જાઓ, લૉર્ડ ઑફ લિસેસ્ટર એવી ખરાબ રીતે અજમાવે તેવા દુર્જન નથી.” ટ્રેસિલિયને કહ્યું. તો પછી પોતાના મળતિયાઓ તરીકે દુર્જનને રાખે છે શા માટે? ભૂતને બોલાવનાર ભલે પ્રમાણિક હોય, પણ તેથી જે બવંડર સરજાય, તેનું નિમિત્ત એ માણસ જ ગણાયને?” જુવાનિયે જવાબ આપ્યો. “તે લૉડની આ કફોડી સ્થિતિમાં તમે બે જ મારા સાથીઓ છો?” ટ્રેસિલિયને પૂછ્યું. ના, ના, ટ્રેસી છે, માર્બમ છે, અને બીજા પણ છે. પણ અમે અહીં ચોકીપહેરો વાશફરતી બે-બે જણની જોડીમાં રાખીએ છીએ. જેમનો વારો પૂરે થયો હશે તે થાકીને આડા પડ્યા હશે કે ઊંઘતા હશે.” મોટાએ જવાબ આપ્યો. અને કેટલાક ડેટફર્ડના ધક્કાએ ગયા છે; અમે સૌએ અમારી કંગાળિયતમાંથી ભેગાં કરી શકાય તેટલાં નાણાં ભેગાં કરી એક જહાજ ખરીદવાનું નક્કી કર્યું છે. તેઓ એ જહાજ તૈયાર રાખશે, અને પછી અહીં બધો ખેલ ખતમ થતાં અમે આપણા લૉર્ડની એ દશા કરનારાઓ સાથે હિસાબ પતાવી લઈ, એ જહાજમાં બેસી ઇંડિઝ તરફ ઊપડી જઈશું – ભારે હૈયે અને હલકાં ખિસ્સાંએ.” જુવાનિયો બેલ્યો. તો તો રાજદરબારનું મારું એક કામ પતાવી, હું પણ એ જ વિચાર કરીશ.” ટ્રેસિલિયને કહ્યું. “તારે વળી રાજદરબારમાં કામ છે? અને પછી તું ઈંડિઝ તરફ આવવા ઇચ્છીશ?” બંનેએ નવાઈ પામી પૂછયું. “ભાઈ, તારે તારી અદરાયેલી અપ્સરા છાડીને એ મુલકો તરફ રખડતા શા માટે આવવું પડે?” જુવાને ઉમેર્યું. એનું નામ ન દેશે.” ટ્રેસિલિયને મોં ફેરવીને જવાબ આપ્યો. એમ વાત છે?” પેલે જુવાનિય સહાનુભૂતિથી તેનો હાથ પકડીને બોલ્યો; “હવે હું તારો ઘા તાજો નહિ કરી આપું. પણ એ બહુ વિચિત્ર Page #134 -------------------------------------------------------------------------- ________________ ફરી પાછું ઘડાવૈદું! ૧૧૭, અને શેકપૂર્ણ સમાચાર છે. દુર્ભાગ્યના અચાનક આવેલા આ તોફાનમાંથી આપણામાં કોઈ પણ બચી નીકળવાનો નથી શું? હું તો એવી આશા રાખતો હતો, દોસ્ત એડમંડ, કે તું તો કિનારે લાંગરી ગયો છે, પરંતુ કવિએ સાચું કહ્યું છે કે, સ્ત્રીના ચપળ હૃદય ઉપર પોતાનું જીવન-નાવ લાંગરનારો કદી નિશ્ચિત ન રહી શકે.” પણ એટલામાં પેલો મોટો અકળાઈને બોલી ઊઠ્યો, “લૉર્ડ સસેકસના શિષ્ટ દરબારમાં આ બધાં જોડકણાં ગાતા અને ભગવાને આપેલી પ્રમાણિક સીધીસાદી ભાષાને આમથી તેમ આમળતા અને વાળતા લોકો જાણે કયાંથી આવી ચડ્યા છે? આ માસ્ટર વૉલ્ટર અક્લ-મથાએ જ એ બધાની શરૂઆત કરી છે.” વૉલ્ટરે હસતાં હસતાં કહ્યું, “આ મારા મિત્ર બ્લાઉન્ટ તો એમ માને છે કે, સેતાને એડનના બગીચામાં ઇવને કવિતા બોલીને ફસાવી હતી, અને જ્ઞાનવૃક્ષની ગૂઢતા આ ઈદ-પ્રાસમાં આમળી નાખેલી ભાષાને જ આભારી છે!” પણ એટલામાં અલને ચૅમ્બરલિન આવ્યો અને ટ્રેસિલિયનને કહેવા લાગ્યો કે, તેની સાથે વાત કરવા માગે છે. ૧૦. ફરી પાછું ઘડાવૈદું! કડ સસેકસના દેખાવમાં આ બીમારીને કારણે જે ફેરફાર થઈ ગયો હતો એ જોઈ ટ્રેસિલિયન ચોંકી ઊઠ્યો. અર્થે તેને હાર્દિક આવકાર આપ્યો અને તેના પ્રેમ-પ્રકરણ અંગે પૂછપરછ કરી. ટ્રેસિલિયને એ વાત ટાળીને અર્લની તબિયત અંગે પૂછયું, તો બીમારીનાં બધાં લક્ષણો વેલેન્ટે ભાખ્યા મુજબનાં જ નીકળ્યાં. એટલે તેણે તરત જ અને વેલૅન્ડ વિશે વાત ૧. રાજા કે ઉમરાવના ખાનગી કમરામાં હાજર રહેનાર હજૂરિયો. - સપા. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રીત કિયે દુઃખ હેય” કરી. તે કોણ છે અને પોતાને કેવી રીતે મળ્યા એ બધું વર્ણન તેણે વિગતે કહી સંભળાવ્યું. વેલૅન્ડ ડેમેટ્રિયસ ડેબૂબી નામના એક સુપ્રસિદ્ધ વૈદ તથા કીમિયાગરનો સાગરીત રહેલો છે, એમ જણાવી, તેણે અને અમુક ઝેર આપવામાં આવ્યું છે તેનું નિદાન કરી, તેનું ઔષધ કેવી રીતે રખડીને મેળવ્યું છે, તેની વાત પણ કરી. અર્લે તરત પોતાના બદમાશ રસોઈયાએ લખાવેલું સ્ટેટમેન્ટ મંગાવ્યું, અને તેમાં ડેમેટ્રિયસનું નામ આવે છે કે નહિ તે જોવા પોતાના સેક્રેટરીને ફરમાવ્યું. તે ખરેખર, એ રસોઈયાએ સંભારનો મસાલો ડેમેટ્રિયસ નામના છાલોપાલો – મરીમસાલો વેચનારા પાસેથી ખરીદ્યો હતો, એવું બયાન નીકળ્યું જ! તથા ત્યાર બાદ તે માણસનો પત્તો નથી, એમ પણ રસોઈયાએ લખાવ્યું હતું. અનેં તરત જ જણાવ્યું કે, “તારા વેલૅન્ડના કહ્યા મુજબનું જ આ બયાન છે; તેને અહીં જલદી બોલાવ.” અની સમક્ષ રજ થઈને પણ વેલૅન્ડે પોતાના ઉસ્તાદ ડેમેટ્રિયસ ડબૂબી અંગેની બધી હકીકત વિગતે કહી સંભળાવી, તથા કહ્યું કે, છેવટના ઊંચા ઊંચા ખાનદાનના માણસો સાથે તેનો પરિચય વધતે ચાલ્યો હતો, અને ત્યાર બાદ તે અચાનક અલોપ થઈ ગયો છે. અર્લે થોડો વિચાર કરી લઈને જણાવ્યું કે, “તને પણ પેલા લોકોએ જ પોતે આરંભેલું કામ પૂરું કરવા મોકલ્યો હોય એવો સંભવ છે. છતાં તારી દવા હું લેવા માગું છું, પણ તેનાથી મને નુકસાન થયું, તો તારી માઠી વલે થશે, એ જાણી રાખજે.” “જીવનનો અંત અને દવાનું પરિણામ બંને વસ્તુઓ ઈશ્વરના હાથમાં છે, નામદાર; પણ હું એ જોખમ ખેડવા તૈયાર છું. હું જમીન તળે એટલો બધો વખત રહ્યો છું કે, કબરમાં સૂવાની વાતથી જરાય ગભરાતા નથી.” પણ તું જો એટલા બધા આત્મવિશ્વાસથી વાત કરતો હોય, તે હું પણ તારા હાથે એ જોખમ ઉઠાવવા તૈયાર છું. કારણકે, અહીંના વિશ્વાસુ જાણકાર વૈદોને હાથે પણ મને કશો ફાયદો થતો નથી. તે બેલ, દવા શી રીતે લેવાની છે?” Page #136 -------------------------------------------------------------------------- ________________ ફરી પાછુ” ઘેાડાવૈદું ! ૧૧૯ 66 પણ નામદાર, હું જો આટલું મોટું જોખમ ઉઠાવું છું, તા મને એટલી ખાતરી મળવી જોઈએ કે, આ પ્રયોગ ચાલે તે દરમ્યાન બીજા કોઈ વૈદને દખલ કરવા દેવામાં ન આવે. "" 66 "" “એ તે વાજબી વાત છે; ચાલ ત્યારે, તારું ઔષધ તૈયાર કર. વેલૅન્ડ દવા તૈયાર કરવા લાગ્યો, ત્યાં સુધીમાં અર્લના હજૂરિયાઓએ તેમનો પાશાક ઉતારી તેમને પથારી ઉપર લીધા. વેલૅન્ડે કહ્યુ, “આ દવાની શરૂઆતની અસર એવી થશે કે, ગાઢ નિદ્રા આવી જશે. એ નિદ્રા ચાલે તે દરમ્યાન આ કમરામાં કશી અવર-જવર કે બાલ-ચાલ ન થવી જોઈએ; નહિ તે પરિણામ ખતરનાક આવશે. એટલે હું પોતે જ આખો વખત આપ નામદારની પાસે આ કમરામાં હાજર રહીશ; આપ નામદાર આપના બીજા કોઈ વિશ્વાસુ તહેનાતદારને સાથે હાજર રાખી શકો છે. ” “તા સ્ટેનલી અને આ ભલો માણસ એ સિવાયના બીજા બધા બહાર ચાલ્યા જાઓ.” અલે ફરમાવ્યું. “હું પણ નામદાર, અહીં હાજર રહીશ,” ટ્રેસિલિયને ઉતાવળે કહી દીધું; “કારણકે, આ દવા માટે બધી રીતે હું જ જવાબદાર ગણાઉં. ’ "6 “ભલે, ભલે, ભલા મિત્ર,” અલે કહ્યું; “તો પછી પ્રથમ મારા સેક્રેટરીને અને ચૅમ્બરલિનને અહીં બાલાવો. "2 તે બંને આવ્યા એટલે અટ્લે તેમને કહ્યું, “તમે સદ્ગૃહસ્થા, સાક્ષી રહેજો કે, આપણા માનવંત મિત્ર ટ્રોસિલિયન આ પ્રયોગનું જે કંઈ પરિણામ આવે તેને માટે સહેજે જવાબદાર નથી; આ ઔષધ ઇશ્વરે જ અણકા હાથા દ્વારા મને મારા આ રોગમાંથી મુક્ત કરવા મેાકલ્યું છે, અને તે હું મારી સ્વતંત્ર મરજીથી અને અક્કલહોશિયારીથી લઉં છું. રાણીજીને મારાં અભિનંદન નિવેદિત કરજો, અને જણાવો કે હું તેમના સાચા સેવક તરીકે જીવ્યો છું અને મરીશ. તથા મારી છેલ્લી ઇચ્છા એ હશે કે, તેમનું રાજસિંહાસન ગરીબ થૉમસ રૅટકિલફ કરતાંય વધુ શક્તિવાળા અને નિષ્ઠાવાળા સેવકોથી કદી સૂનું ન રહેા.” પછી અલે હાથ જોડીને એક કે બે સેકંડ ભગવાનને યાદ કરી લીધા, અને પછી દવા પોતાના હાથમાં લઈ, વેલૅન્ડ ઉપર એક તીક્ષ્ણ દૃષ્ટિ નાખી. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રીત કિયે દુઃખ હેય” પણ આખા અંતરમાં ઊંડી ઊતરી જનાર એ વેધક દૃષ્ટિ હેઠળ પણ ભલા વેલૅન્ડના ચહેરા ઉપર કે ચેષ્ટામાં સહેજે ફરક પડયો નહિ. બસ, આ માણસ તરફથી કંઈ જ બીવાપણું નથી,” સસેકસે ટ્રસેલિયનને કહ્યું, અને પછી એ દવાનો ઘૂંટડો તેમણે ગળામાં ઉતારી દીધો. વેલૉન્ડે તરત જ આસપાસના સૌને તાકીદ આપી દીધી કે, બહાર બધાએ પોતપોતાની માતાની મરણપથારીએ ઊભા હોય એવી ચુપકીદી જાળવવાની છે, અને આ ઓરડામાં તો કોઈ પણ કારણે કોઈએ આવવાનું નથી. ચૅમ્બરલિન અને સેક્રેટરી હવે બહાર નીકળી ગયા અને બહાર જઈ તેમણે આખા મકાનમાં સૌને કડક ચુપકીદી જાળવવા તાકીદ આપી. વેલૅન્ડ મિથે જણાવ્યું હતું તેમ, અર્લને ગાઢી ઊંઘ તરત ઘેરી વળી. પણ એ ઊંઘ એવી ઊંડી હતી કે, તેમની નબળી પડી ગયેલી સ્થિતિમાં તે ફરીથી એ ઊંઘમાંથી ઊઠી શકશે કે કેમ, એવી શંકા હાજર રહેલા ત્રણેને થવા લાગી. વેન્ડ સ્મિથ પણ ચિંતાતુર થઈ અવારનવાશ અર્લના લમણા ઉપર હાથ મૂકીને તપાસ કરવા લાગ્યો; ખાસ કરીને તેમની શ્વાસોચ્છવાસની ક્રિયા નિહાળવા લાગ્યો : શ્વાસ બહુ ઊંડા ચાલતા હતા, પણ બહુ સરળતાથી તેમજ કશા ખચકા વગર ચાલતા હતા. આખી રાત જાગનારા લોકોની આંખો અને ચહેરા પછીની સવારે કેવા વિચિત્ર થઈ જાય છે! સેઝ-કોર્ટના બધા નિવાસીઓની એવી વલે જ થઈ હતી. બહારના દરવાજા ઉપર અચાનક થવા લાગેલી ઠોકાઠોક સાંભળી વૉલ્ટર જલદી ઊઠીને બહાર ગયો. તે થોડી વારમાં પાછો આવ્યો એટલે બ્લાઉંટે તેને પૂછયું, “કેમ અક્કલ-મથાભાઈ, કોણ બહાર દરવાજો ખટખટાવતું હતું?” રાણીજીએ પોતાના ખાસ વૈદ ડૉકટર માસ્ટર્સને અર્લની તબિયત વિશે પૂછપરછ કરવા મોકલ્યા હતા.” હું? શું રાણીજીએ માસ્ટર્સને મોકલ્યા હતા? તે તે અર્લ ઉપર હજુ રાણીજીની કૃપાદૃષ્ટિ ચાલુ જ છે એમ કહેવાય; અને તે જો આ Page #138 -------------------------------------------------------------------------- ________________ ફરી પાછું વૈદું! ૧૨૧ બીમારીમાંથી હેમખેમ બહાર નીકળી આવે, તો લિસેસ્ટરને મુકાબલો હજુ પણ કરી શકે ખરા. અત્યારે માસ્ટર્સ લૉર્ડ પાસે છે?” ના, તેમણે તો ગ્રીનવીચ મુકામ તરફ અર્થો રસ્તો કયારનો માપી લીધો હશે. ખાસા ધૂંવાધૂંવા થતા થતા ગયા છે!” વૉલ્ટરે જવાબ આપ્યો. “તે શું તેં એમને અંદર દાખલ ન થવા દીધા?” ટ્રેસીએ પૂછ્યું. એટલું બધું ગાંડપણ તો તે નહિ જ દાખવ્યું હોય, વારુ?” બ્લાઉટ પણ બોલી ઊઠયો. “વાહ, બ્લાઉંટ, તમે જેમ કોઈ આંધળા ભિખારીને એક ફૂટયો પેની આપવાની ના પાડે, તેમજ મેં તેને અંદર પેસવા દેવાની ના પાડી દીધી છે!” વૉલ્ટરે શાંતિથી જવાબ આપ્યો. અલ્યા ટ્રસી, તે આ મૂરખને દરવાજા તરફ જવા શા માટે દીધો, વારુ? તારે જ જવું જોઈતું હતું.” તેની ઉંમર નાની, એટલે તે જ ઉતાવળે પગલે દોડી ગયો, પણ એણે તો આપણા સૌની બરબાદી કરી મૂકી; હવે તે લૉર્ડ જીવે કે મરે, પણ રાણીજીની કૃપાદૃષ્ટિ તેમના ઉપર કદી નહિ થવાની.” ટ્રસીએ જવાબ આપ્યો. તેમ જ પિતાના અનુયાયીઓની બઢતી પણ નહિ સાધી શકવાના !” પેલા જુવાને તુચ્છકારથી કહ્યું, “મારા મહેરબાને, તમે અર્લની માંદગી વખતે જેટલા વિલાપ કરતા હતા તેટલા ભલે મેં નહિ કર્યા હોય, પણ તેમની સેવા બજાવવાની વાત આવે, ત્યારે તો કોઈ કરતાં હું જરાય ઊતરું એવો નથી. જો એ રાજવૈદને કે રાણી-વૈદને અહીં દાખલ થવા દીધો હોત, તે ટ્રેસિલિયનના ઘડાવૈદ વચ્ચે અને તેની વચ્ચે એવી ટપાટપી જામી હોત, કે અર્લ તો શું પણ કબરમાં સૂતેલાઓ પણ જાગી ઊડ્યા હોત. વૈદો અરસપરસ કેવા ઘૂરકે છે, તે હું જાણું છું !” પણ રાણીજીએ ડૉકટર માસ્ટર્સને અર્લના ઉપચાર અર્થે જ મોકલ્યા હશે, તે રાણીજીની આજ્ઞાની અવજ્ઞા કરવા બદલ ઠપકો કોણ વેઠશે, વારુ?” ટ્રોસીએ પૂછયું. મેં અવજ્ઞા કરી છે, તો હું જ વેઠીશ ને?” વૉલ્ટરે જવાબ આપ્યો. “તે બસ, રાજદરબારમાં પહોંચવાની તમારી મહત્ત્વાકાંક્ષા અને તે અથ તમે કપડાંને જે જરી મઢાવી છે, અક્કલને ધાર કાઢયા કરી છે, તથ. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રીત કિયે દુઃખ હેય” મોઢાને માંજ્યા કર્યું છે, તે બધાને નામે મીંડું મૂકે, મોટાભાઈ!” બ્લાઉંટે ટકોર કરી. - “ના રે ના, જ્યાં સુધી આયર્લેન્ડમાં અને નેધરલૅન્ડઝમાં લડાઈઓ ચાલ્યા કરે છે, તથા દરિયામાં રસ્તા વિનાનાં મોજાં ઊછળ્યા કરે છે, તથા સામે પાર અફાટ મુલકો વસાવવાના પડયા છે. અને બ્રિટનમાં એ ખોળવા જવા જેવી છાતીવાળાં બહાદુર માણસો વસે છે, ત્યાં સુધી કશાને માટે હું મીંડું શા માટે વાળું, મહેરબાન? ઠીક પણ હું આંગણામાં જઈ પહેરેગીરોને જોઈ આવું.” એમ કહી તે ચાલ્યો જતાં બ્લાઉંટે માર્ણમ તરફ ફરીને કહ્યું, “એની નસોમાં નર્યો પારો જ વહ્યા કરે છે.” તેના લોહીની જેમ તેના મગજમાં પણ પારો જ ચડેલો છે, જે કાં તે તેને ઊંચે ચડાવશે કે નીચે પછાડશે. જોકે, માસ્ટર્સને અંદર ન આવવા દેવામાં તે તેણે અવિચારીપણું દાખવ્યું હશે, પણ એની તો તેણે સાચી સેવા જ બજાવી છે; કારણકે ટ્રસિલિયનવાળા વૈદે તાકીદ આપી હતી કે, અલને આ ઊંઘમાંથી જગાડવા એટલે તેમનું મોત જ લાવવું, એવો અર્થ થશે. પણ માસ્ટર્સ જો અંદર આવ્યો હોત, તો તેણે ગમે તેમ કરીને અર્લને જગાડવાનો જ પ્રયત્ન કર્યો હોત.” દિવસ બરાબર ચડ્યો, ત્યારે ઉજાગરાથી અને થાકથી નંખાઈ ગયેલો ટ્રસિલિયન કમરાની બહાર આવ્યો અને દીવાનખાનામાં આવી તેણે સૌને શુભ સમાચાર સંભળાવ્યા કે, અર્લ પોતાની મેળે જ જાગ્યા છે અને તેમના શરીરની અંદરની તકલીફો ઘણી ઓછી થઈ ગઈ છે તથા તે આનંદથી અને આરામથી વાત કરે છે. ટ્રેસિલિયને હવે દીવાનખાનામાં બેઠેલામાંથી બે જણને અર્લ પાસે જઈ કંઈ સમાચાર આપવાના હોય તો તે કહેવા તથા તેમના કમરામાં રાતભર જાગતા રહેલાઓને છૂટા કરવા જણાવ્યું. અનેં જ્યારે રાણીજીના સંદેશાની વાત જાણી, ત્યારે રાજવૈદને પોતાના જુવાન અનુયાયીએ જાકારો આપ્યો હતો તે હકીકતથી તેમને એકદમ તો હસવું આવી ગયું, પણ પછી તરત સાબદા થઈ જઈ તેમણે બ્લાઉટને કહ્યું, “તું એકદમ હોડીમાં બેસી ગ્રીનવીચના રાજમહેલે પહોંચી જા સાથે વૉલ્ટર અને ટ્રેસીને પણ લઈ જજે, અને રાણીજીને ઉચિત શબ્દોમાં મારી બાબતમાં Page #140 -------------------------------------------------------------------------- ________________ ફરી પાછું ઘડાવૈદું ? - ૧૨૩ આટલી કાળજી દાખવ્યા બદલ મારા તરફથી ધન્યવાદ નિવેદિત કરી, રાજવૈદજીની સેવાઓનો શા કારણે હું લાભ ઉઠાવી ન શક્યો, તે વાત બરાબર જણાવજે.” - “જહાનમમાં જાય, ” બ્લાઉટ દાદરો ઊતરતાં ગણગણ્યો; “આના કરતાં તો લિસેસ્ટરને પડકાર સંભળાવવા જવાનું હોત તો તે બંદાને ફાવત; પણ રાણીજી સમક્ષ જઈ, મધ અને માખણ ચોપડેલા મીઠા શબ્દોમાં બોલવાનું આપણને ન ફાવે! તો ચાલો ભાઈ ટ્રેસી, અને હું પણ અક્કલ-મથા વૉલ્ટર મારી સાથે ચાલ; કારણકે, તારે કારણે આ બધી માથાકૂટ ઊભી થઈ છે, એટલે તું જ તારી ચબરાક જીભથી આ સંદેશો રાણીજીને સંભળાવવાનું મારું કામ કરી આપજે.” જરાય ગભરાશો નહિં; હું બધું બરાબર પાર પાડી આપીશ; પણ જરા મારો જન્મે જઈને લઈ આવું.” વૉલ્ટરે કહ્યું. પણ તારા ખભા ઉપર તે જન્મે છે!” બ્લાઉંટે કહ્યું, “તું ગાંડોબાંડો થઈ ગયો છે કે શું?” અરે એ તો ટ્રેસીને જૂન જન્મે છે. કોઈ દરબારી માણસ જાય એમ ન જવાનું હોય, તે હું તારી સાથે આવવાને નથી.” પણ તારી એ બધી ટાપટીપથી ત્યાં કોઈ ખવાસ કે પહેરેગીર જ અંજાશે; બીજું કોણ જાવાનું છે?” બ્લાઉંટ ઘૂરક્યો. “મને એ ખબર છે; પણ મારો પોતાનો જન્મે લીધા વિના તથા પગથી માથા સુધી બ્રશ ફેરવી લીધા વિના હું તારી સાથે આવવાનું નથી, એ નક્કી.” “ઠીક, પણ ભગવાનને ખાતર ઉતાવળ કર, એટલે બસ!” અને થોડી જ વારમાં તેઓ હોડીમાં બેસી થેમ્સ નદી ઉપર થઈને ગ્રીનવીચ તરફ જવા લાગ્યા. સૂર્ય પૂર તેજમાં જળહળી રહ્યો હતો. ' પણ પાસે જતાં જ માલૂમ પડયું છે. રાણીજીનું ક્રીડાના ધક્કા આગળ તૈયાર ઊભું હતું, અને રાણીજી મહેલમાંથી પધારે તેની રાહ જોઈ રસાલાનાં માણસો સુસજજ ગોઠવાઈને ઊભાં હતાં. ચાલો ભાઈ, પાછા ફરીએ! અને અલને ખબર આપી દઈએ ! આટલી વહેલી સવારે રાણીજી બહાર નીકળે એ કંઈ સારાની નિશાની નથી.” બ્લાઉન્ટ બોલી ઊઠ્યો. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રીત કિયે દુઃખ હેય” “ભલા માણસ, આપણે શાના સમાચાર અર્લને આપવા પાછા દોડી જવું છે? આપણે તો હજુ માત્ર એક નાવડી દેખી છે અને માણસોની રૂડીરૂપાળી વર્દી અને હથિયારો જોયાં છે! આપણે તે આપણો સંદેશો કહીને રાણીજી જવાબમાં શું કહે છે, તે સાંભળીને પાછા ફરીશું.” વૉલ્ટર બોલી ઊડ્યો. તેણે પોતાની હોડી મુખ્ય ધક્કાથી જરા દૂર લાંગરાવી, અને પછી તે તરત કિનારા ઉપર કૂદી પડયો. બ્લાઉન્ટ અને ટ્રેસી પણ ના-મનથી તેની પાછળ પાછળ ચાલ્યા. તેઓ મહેલના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે તેમને સારજંટ પહેરેગીરોએ એમ કહીને રોક્યા કે, રાણીજી બહાર નીકળવાની તૈયારીમાં છે, એટલે કોઈથી હવે અંદર જઈ શકાશે નહિ. આ લોકોએ અર્લ ઑફ સસેકસનું નામ દીધું, છતાં સારજંટે તેમને જવાબ સંભળાવી દીધો કે, મને અહીંથી કોઈને પણ અંદર ન દાખલ થવા દેવાનો હુકમ મળી ગયો છે, એટલે હવે હું શ્રોફને અંદર જવા દેવાનો નથી. બ્લાઉન્ટ તરત બોલી ઊઠયો, ભાઈ, વૉલ્ટર, મેં તને પહેલેથી જ કહ્યું હતું; હવે અહીં થોભવાની શી જરૂર છે? આપણે જલદી આપણી હોડીમાં બેસીને નીકળી જઈએ, નહીં તો નાહક રોકાઈ રહેવું પડશે.” “રાણીજીને બહાર નીકળતાં જોયા વિના હું અહીંથી ખસવાને નથી.” પેલા જુવાનિયાએ શાંતિથી જવાબ આપ્યો. “તું પાગલ થઈ ગયો છે કે શું?” બ્લાઉન્ટે કહ્યું. અને તું અચાનક કાયર થઈ ગયો છે કે શું? તને મેં વીસ વીસ આઈરીશ શરમાઓને એકલે હાથે સામનો કરતો જોયો છે, અને અત્યારે હવે તને એક સુંદરીની ઊંચી ચડેલી ભમરની બીક લાગે છે?” પણ એ જ વખતે દરવાજે ઊઘડયો અને પંક્તિબંધ છડીદારો બહાર નીકળ્યું. તેમની આગળ અને જુએ સંરક્ષકની ટુકી હતી ત્યાર થી લૉ અને લેડીઓથી ઘેરાયેલી રાણી ઇલિઝાબેથ પોતે નીકળી – જોકે બધી બાજથી બધાં તેને જોઈ શકે એમ જ તેઓ તેની આસપાસ ગોઠવાયેલાં હતાં. Page #142 -------------------------------------------------------------------------- ________________ ફરી પાછું ઘડવૈદું! ૧૨૫ ઇલિઝાબેથ સ્ત્રીત્વની પરાકાષ્ઠાએ હતી, અને સામાન્ય સ્ત્રીમાં પણ જે બાંધો સુઘડ ગણાય, પણ રાજભવના રૂઆબ સાથે ભળવાથી રાણીમાં તે જે સુંદરતા જ ગણાય, એવા બાંધાવાળી તથા દેખાવવાળી હતી. તેણે એક હાથે લૉર્ડ હસ્જનનો ટેકો લીધો હતો. રાણીનો માના પક્ષે તે સગો થત હેઈ, તેની સાથે આ જાતની નિકટતા દાખવવાનું ગૌરવ તેને મળતું. વૉલ્ટર કદી રાણીની આટલી નિકટ પહોંચ્યો ન હતો; એટલે તે આગળ વધતી વધતો વૉર્ડની પંક્તિ સુધી પહોંચી ગયો. બ્લાઉન્ટ તેની પૃષ્ટતાને શાપ દેતા દેતો તેને પાછો ખેંચવા લાગ્યો, ત્યારે છેવટે અકળાઈને વૉલ્ટર ઝટકો મારી તેના હાથમાંથી સદંતર છૂટો થઈ ગયો. માથેથી બૉનેટ ઉતારીને હાથમાં લઈ, તે સામે આવતી રાણીની સામે એકીટસે જોઈ રહ્યો. તેને જન્મે એક ખભેથી સરકી ગયો હતો તેનું તેને ભાન રહ્યું ન હતું, અલબત્ત, એથી એના સુઘડ અવયવો અને સુંદર બાંધો વધારે પ્રગટપણે દેખાઈ આવતા હતા. વૉર્ડરો પણ તેનો કીમતી પોશાક તથા તેને ખાનદાન ચહેરો જોઈ જરા ડઘાયા, અને બીજા પ્રેક્ષકોને આવવા દે, તેના કરતાં તેમણે તેને રાણી જ્યાં થઈને પસાર થવાની હતી, તે જગાની વધુ નજીક આવવા દીધો. પરિણામે, વૉટર રાણીની નજર બરાબર પડે તે પ્રમાણે જ આગળ આવી ઊભો રહ્યો. તેના મોં ઉપર ઉત્સુકતા, પ્રશંસા અને સંમાનની જે આભા છવાઈ રહી હતી, તેથી તેનું મોં વળી વિશેષ આકર્ષક બની રહ્યું. અને રાણી ઇલિઝાબેથ પોતે પોતાના પ્રજાજનોમાં પ્રશંસાનો ભાવ પ્રગટ થાય તે જોવા હંમેશ ઉત્સુક રહેતી હોવાથી તથા પોતાના દરબારીઓના સુઘડ બાંધાની તથા સુંદર દેખાવની કદરદાન હોવાથી, હિંમતપૂર્વક વધુ આગળ આવીને ઊભેલા તેની તરફ જરાય ક્રોધમિશ્રિત નહિ એવી આશ્ચર્યની નજરે જોઈ રહી. પણ એવામાં એક એવો વિચિત્ર બનાવ બન્યો, જેથી તેની નજર તેના તરફ વિશેષ ખેંચાઈ. આગલી રાતે વરસાદ પડયો હતો; અને વૉલ્ટર ઊભો હતો ત્યાં આગળ જરા કાદવ જેવું થયેલું હોવાથી રાણી ચાલતાં ચાલતાં જરા ખચકાઈ. ૧. ૪૧ વર્ષની ઉંમરની હતી. - સંપા ૨. ઇલિઝાબેથની મા એન બોલીન; તેની મોટી બહેન મૅરી બોલીનને તે પુત્ર થાય. – સંપા Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પ્રીત કિયે દુઃખ હેય' વૉલ્ટરે તરત જ પોતાને જર્ભે ખભા ઉપરથી ઉતારી તે જગા ઉપર પાથરી દીધો, જેથી રાણી સૂકાં પગરખાંએ ત્યાં થઈને આગળ વધી શકે. વૉલ્ટરની આંખમાં ઊંડા આદરથી મિશ્રિત એવો ભક્તિભાવ ઊભરાઈ રહ્યો હતો કે રાણી તેના તરફ જોઈ રહી. વૉલ્ટરના ચહેરા ઉપર તરત શરમની આભા પથરાઈ રહી. રાણી પણ જરા મૂંઝવણમાં પડી ગઈ અને તેના મોં ઉપર પણ લજાની સુરખી છવાઈ રહી. પણ તરત તે માથું જરા હલાવી, જલ્પા ઉપર થઈને આગળ ચાલી ગઈ અને એક શબ્દ પણ બોલ્યા વિના પિતાના કીડા-નાવમાં જઈને બેઠી. ચાલો મૂરખરાજ! તમારો સુંદર જર્ભો આજે સારી પેઠે ધોવોખંખેરવો પડશે,બ્લાઉન્ટ બોલી ઊઠ્યો; “પણ બેટમજી, તમારે જભાને પગલૂછણિયા તરીકે જ વાપરવો હતો, તે ટ્રેસીને જૂનો ડૂચો શો ખોટો હતો? તેના ઉપર એકે રંગ રહ્યો ન હોઈ, તે ના-રંગી જ બની ગયો હતો.” “આ જન્મે મારી પાસે રહેશે ત્યાં સુધી તેને હું કદી ધોવાને કે ખંખેરવાનો નથી,” વૉટરે તેની ગડી વાળતાં વાળતાં કહ્યું. “હા, અને જરા વધુ કરકસર નહીં શીખે, તો થોડા જ વખતમાં તું જબ્બો તે શું, પણ કપડાં વિનાને જ થઈ રહીશ.” પણ એટલામાં સંરક્ષકોની ટુકડીમાંનો એક જણ ત્યાં આવ્યો અને વૉલ્ટર સામું જોઈ કહેવા લાગ્યો, “મને જલ્પા વિનાના અથવા કાદવથી ખરડાયેલા જલ્માવાળા જેન્ટલમેન પાસે મોકલવામાં આવ્યો છે – તમે જ, સાહેબ, એ હે એમ લાગે છે; તો મહેરબાની કરીને મારી પાછળ પાછળ ચાલ્યા આવો.” પણ એ તો મારી સાથે આવેલો છે; હું અર્લ ઑફ સસેક્સન ખાસદાર છું.” બ્લાઉન્ટ બોલી ઊઠ્યો. મારે એ બાબતમાં કશું કહેવાનું નથી; મને તો રાણીજીએ પોતે ફરમાવ્યું છે અને તે આ જેન્ટલમેન અંગે જ છે.” પેલાની પાછળ પાછળ જતા વૉલ્ટરને જોઈને બ્લાઉંટની તો આંખો જ તેમનાં ખામણાંમાંથી જાણે બહાર નીકળી પડવા લાગી. “આવું તે કોણે ધાર્યું હોય” એમ બોલતો બોલતો તે પોતાની હેડી તરફ ચાલ્યો અને તેમાં બેસી ડેપ્ટફર્ડ તરફ પાછો ફર્યો. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧ રાણીની બક્ષિસ રણીજીનું ક્રીડાનાવ ભરતીનો લાભ લઈ, કથારનું ઉપરવાસ સરકવા લાગ્યું હતું. એટલે પેલા પેન્શનર વૉલ્ટરને ધક્કા આગળ તૈયાર ઊભેલી હોડીમાં બેસાડી રાણીજીના નાવ તરફ લઈ ચાલ્યા. હાડીના બે ખલાસી જોરથી હલેસાં મારતા થોડી વારમાં રાણીજીના નાવની લગાલગ પહોંચી ગયા. રાણી પેાતાના નાવમાં બેઠી બેઠી હોડીમાં આવતા આ જુવાન તરફ અવારનવાર જોયા કરતી હતી અને પેાતાની બાનુઓ સાથે કંઈ વાત કરી હસતી હતી. છેવટે હાડી નજીક આવતાં નાવના હજૂરિયાએ રાણીજીના હુકમથી હાડીને નાવની બાજુએ લગાલગ લાવવા નિશાની કરી, અને વૉલ્ટરને હાડીમાંથી નાવમાં આવી જવા જણાવ્યું. વૉલ્ટર ચપળતાથી અને અદાથી નાવમાં ફૂદી આવ્યા. તેને તરત રાણીજીની રૂબરૂ લઈ જવામાં આવ્યો. તેના હાથ ઉપર હજુ પેલો કાદવ-ખરડયો જભ્ભા લટકતા હતા. રાણીજીએ તરત તેને દેખીને કહ્યું, “ આજે તમે અમારે માટે તમારો સુંદર જમાો બગાડયો છે, તે તમારી સેવાની અમે કદર કરીએ છીએ; જોકે એ સેવા અર્પવાની રીત અસાધારણ તથા કંઈક ધૃષ્ટ કહેવાય તેવી હતી ખરી. ” (6 જોઈએ. પેાતાના માલિકની આવશ્યકતા વખતે દરેક સેવકે ધૃષ્ટ જ થવું "" 66 ‘વાહ, આ તો ઠીક જવાબ આપ્યા કહેવાય, લૉર્ડ, ” રાણીએ પેાતાની નજીક બેઠેલી એક ગંભીર વ્યક્તિ તરફ ફરીને કહ્યું. તેણે તેટલી જ ગંભીરતાથી ડાકું નમાવી, રાણીએ કહેલી વાતમાં હાજિયા પૂર્યા. રાણીએ જુવાન સામું જોઈને આગળ ચલાવ્યું, “તે જુવાન, તમારું દાક્ષિણ્ય કદર થયા વિનાનું ન રહેવું જોઈએ; તો તમે અમારા પેાશાક-નવીસ પાસે પહોંચી જજો અને તેને ૧૨૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પ્રીત કિયે દુઃખ હેય” અમે હુકમ આપીશું જેથી તે તમને અમારી સેવામાં નાખી દીધેલા જભાના બદલામાં નવી કટને જલ્મો આપશે.” નામદાર, ક્ષમા કરો,” વૉલ્ટર ખચકાતો ખચકાતો બોલ્યો; “આપના નાચીઝ સેવકથી આપની બક્ષિસોનો ફેરબદલો વાચી શકાય નહિ; પણ જો મને પસંદ કરવાની પરવાનગી હોય તો ” તે તારે જલ્પાને બદલે સોનું જોઈએ છે, ખરુંને? ધ જુવાન! મને કહેતાં શરમ આવે છે કે, અમારી રાજધાનીમાં મૂર્ખતામાં પૈસા ઉડાવી દેવાનાં એવાં સ્થળો છે, કે તારા જેવા નાદાન જુવાનને રોકડ આપવું એ તે અગ્નિમાં ઇંધણ પૂરવા જેવું અથવા જાતની બરબાદી કરવાનાં સાધન પૂરાં પાડ્યા જેવું થાય. પણ હું જો જીવતી રહીશ અને રાજ્ય કરતી રહીશ, તે એ બધાં અધર્મી વિલાસસ્થાનો ઓછાં કરી નાખીને જ જંપીશ. પણ કદાચ હું બહુ ગરીબ હશે, અથવા તારાં માતાપિતા ગરીબ હશે – તો ઠીક તને તારી મરજી હશે તો સોનૈયા આપવામાં આવશે, પણ પછી તે તે શી રીતે ખર્યા એને જવાબ આપવો પડશે.” રાણીએ પોતાનું કંઈક લાંબું વક્તવ્ય પૂરું કર્યું, ત્યાં સુધી વૉલ્ટર ધીરજપૂર્વક રાહ જોઈને ઊભો રહ્યા, અને પછી બોલ્યો કે, એને સોનું પણ જોઈતું નથી. તે પછી તારે શું જોઈએ છે, છોકરા?” “નામદાર, આપની યત્કિંચિત્ સેવા બજાવનાર જન્મો જ હવે પછી ઓઢયા કરવાની પરવાનગી – મને એ બહુમાન બક્ષી શકાતું હોય તે, મારે જોઈએ છે.” “મૂરખ છોકરા! તારો જ જબ્બો ઓઢવાની પરવાનગી તું મારી પાસે માગે છે?” એ જબ્બો હવે મારો રહ્યો નથી; આપ નામદારને પગ તેને અડક્યો, એટલે એ તો મોટા રાજવીના બરને જલ્મો બની ગયો; એના જૂના માલિકનો મોભો હવે તેને ધારણ કરવાનો રહ્યો ન કહેવાય.” રાણીના મોં ઉપર ફરીથી લજજાની સુરખી ફરી વળી; અને પોતાની નવાઈ અને મૂંઝવણ ઢાંકવા તે ખડખડાટ હસી પડી. આવું તે કદી કાંઈ સાંભળ્યું છે, ઉમરાવો? આ જુવાનનું માથું રોમાંચ-કથાઓ વાંચીને ભમી ગયું લાગે છે. એટલે મારે તેને વિષે વધુ વિગતો Page #146 -------------------------------------------------------------------------- ________________ રાણુની બક્ષિસ ૧૨૯ જાણવી પડશે, જેથી તેને સહીસલામત તેના મિત્ર-સંબંધીના હાથમાં પહોંચાડી શકાય. – તો તું કોણ છે, અને શું કરે છે, જુવાન?” “હું અર્લ ઑફ સસેકસના ઘરનો માણસ છું, નામદાર; અને તેમણે આપ નામદારને એક સંદેશ નિવેદન કરવા પોતાના ખાસદાર સાથે મને મોકલ્યો હતો.” તરત જ રાણીનું મોં તુમાખીભર્યું અને કડક થઈ ગયું. લૉર્ડ સસેકસે અમારા સંદેશનું જે મૂલ્ય આંકડ્યું છે, તે ઉપરથી તેમના સંદેશનું મૂલ્ય કેવી રીતે આંકવું, એ અમને શીખવી દીધું છે. અમે અમારો ખાસ વૈદ, તેમના રોગને ધાર્યા કરતાં વધુ ગંભીર જાણીને મોકલી આપ્યો હતો. આખા યુરોપના કોઈ રાજદરબારમાં ડૉક્ટર માસ્ટર્સ જેવો નિષ્ણાત માણસ એ બાબતમાં હશે નહિ. છતાં સેઝ-કોર્ટ આગળ તે લશ્કરી છાવણી હોય એવો દેખાવ હતો – જાણે તે મથક સ્કૉટલૅન્ડની સરહદે આવેલું હોય અને અમારા દરબારની નજીક નહિ! જ્યારે તેણે અમારે નામે અંદર પેસવા દેવાનું જણાવ્યું, ત્યારે પણ તેને જક્કીપણે બહાર જ રાખવામાં આવ્યો. આમ અમે મહેરબાની દાખલ બતાવેલી આ કૃપાની જે અવગણના કરવામાં આવી છે, તેનું કશું બહાનું અમારે સાંભળવું નથી. લૉર્ડ સસેકસનો સંદેશો એ અંગે જ હશે, એ અમે જાણીએ છીએ.” રાણી એવા જુસ્સામાં અને ગુસ્સામાં આવી જઈને આ વાત બોલી હતી કે, લૉર્ડ સસેકસના જે મિત્રો આ સાંભળતા હતા, તેઓ ધ્રૂજી ઊઠયા. પણ જેને આ સંભળાવવામાં આવ્યું હતું તે જરાય ધૂજ્યો નહિ. પણ રાણીજી પિતાને ગુસ્સો ઠાલવી રહ્યાં, એટલે તેણે બહુ જ નમ્રતાથી તથા આદરપૂર્વક કહ્યું, “નામદાર, અર્લ ઑફ સસેકસે કશો માફી માગ સંદેશો મારી મારફત મોકલાવ્યો નથી.” “તો પછી તારી મારફતે શાન સંદેશો મોકલાવ્યો છે? પોતે ક્યનું કંઈ સમર્થન મોકલાવ્યું છે કે પછી, અમને કશો પડકાર જ પાઠવ્યો છે?” મૅડમ, મારા લૉર્ડ ઑફ સસેકસ બરાબર જાણે છે કે, આપના મોકલેલા વૈદને પાછો કાઢયો એ ગુનો તે રાજદ્રોહ કર્યા બરાબર જ છે; એટલે તેમણે અપરાધીને પકડી, આપ નામદારના હાથમાં મોકલી આપ્યો – માનવંત અર્લ તો આપનો કૃપા સંદેશ મળ્યો ત્યારે ઘસઘસાટ ઊંઘતા હતા; પ્રિ૦-૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય” તેમને તેમના વૈદે ગાઢ નિદ્રામાં નાખવાની દવા જ પાઈ હતી. એટલે લૉર્ડ પોતે તો આપ નામદારના શાહી અને કૃપાભર્યા સંદેશની જે અવગણના કરાઈ હતી, તે વિષે કશું જ જાણતા ન હતા. તે આજે સવારે જ્યારે જાગ્યા, ત્યારે જ તેમને તે વાતની ખબર પડી.” તે પછી એમના કયા સેવકે મેં તેમની પાસે મોકલેલા મારા વૈદને અંદર પેસવા પણ ન દેવાની બેઅદબી દાખવી છે?” “એ ગુનેગાર, મૅડમ, આપની સમક્ષ જ હાજર થયો છે,” વૉલ્ટરે ખૂબ નીચા નમીને કહ્યું, “એ બાબતનો બધો જ દોષ મારા પિતાને જ છે. એટલે મારા લોંડે ન્યાયોચિત રીતે મને મારા અપરાધ બદલ જે સજા થવી જોઈએ તે સ્વીકારવા આપની સમક્ષ રજૂ કરી દીયો છે. બાકી, મારા લૉર્ડ તે, ઊંઘતા માણસનાં સ્વપ્ન, જાગતા માણસનાં કર્મ માટે જેટલાં દોષિત ગણાય, તેટલા જ દોષિત છે.” તે શું, મેં મારા વૈદને સેઝ-કોર્ટમાં પેસવા ન દીધો? પોતાના સમ્રાટ પ્રત્યે આવો બાહ્ય ભક્તિભાવ ધરાવનાર તે એવી હિંમત શા કારણે કરી વારુ?” મેડમ, વેદ ઉપચાર કરતો હોય તેટલો વખત પોતાના દરદીનો ભાગ્યવિધાતા – કુલ માલિક ગણાય છે. મારા લૉર્ડ તે વખતે એક ગામઠી વૈદની સારવારમાં હતા, જેણે આજ્ઞા આપી હતી કે, દરદીને એ ઊંઘમાંથી એ રાતે જગાડશો તો તેના જાનનું જોખમ છે.” એટલે કે તારા માલિકે પોતાની જાતને એક જૂઠા ઊંટવૈદના હાથમાં જ સોંપી દીધી હતી, કેમ?” જૂઠો કે સાચો એ તે હું કહી ન શકે, નામદાર; પણ આજે સવારે જ કેટલાય દિવસની ગંભીર બીમારી બાદ, તે પ્રથમ વાર સાજા-તાજા જેવા થઈને ઊડ્યા છે. કેટલીય રાતો બાદ તે આ પહેલી વાર જ ઊંધ્યા હતા.” હાશ, તે સાજા થયા એ જાણી અમને ખરેખર આનંદ થાય છે. પણ તે ડૉક્ટર માસ્ટર્સને ન પેસવા દેવામાં જડસુપાણું જ દાખવ્યું છે. ધર્મશાસ્ત્રમાં* લખ્યું છે તે તને ખબર નથી કે, ઘણા માણસોની સલાહ લેવામાં સહીસલામતી છે?” * ઍવર્બઝ ૧૧-૧૪. Page #148 -------------------------------------------------------------------------- ________________ રાણીની બક્ષિસ ૧૩૧ પણ મૅડમ, હું તે એ વાક્યનો અર્થ એવો સમજ્યો હતો કે, એમાં જણાવેલી સહીસલામતી વૈદોને પક્ષે છે, દરદીને પક્ષે નહિ.” - “વાહ, છોકરા, તે તો મારા શબ્દ મારા મોંમાં જ પાછા ઘાલ્યા કંઈ !” રાણી હસતાં હસતાં બોલી ઊઠયાં; “પણ મને હીજૂ ભાષા બરાબર આવડતી નથી, છતાં તારો અર્થ પણ બંધબેસતે ન જ થાય એમ નથી કહી શકતી. તો તારું નામ શું છે જુવાન, અને ખાનદાન પણ?” “મારું નામ રેલે છે, નામદાર; ડેવોનશાયરના એ મોટા પણ સંભાવિત ખાનદાનનો નાનામાં નાનો પુત્ર છું.” “રૅલે? જેણે આયર્લેન્ડમાં કંઈક સેવાઓ બજાવી હતી, એવું અમે સાંભળ્યું હતું, તે જ તું?” “મેં થોડીઘણી સેવાઓ ત્યાં બજાવી હતી, નામદાર; પણ તે એવી ન હતી કે જે આપ નામદારના કાન સુધી પહોંચે.” પણ મારા કાન તું ધારે તે કરતાં ઘણું દૂરનું સાંભળી શકે છે, એટલે નૉનમાં આઈરીશ બંડખોરોના આખા ધાડિયા સામે એક ઉતરાણનું રક્ષણ તેં કર્યું હતું એ વાત મારા કાને સાંભળી જ છે, અને બંડખોરોના તથા તારા લોહીથી આખે વહેળો લાલ લાલ થઈ ગયો હતો તે વાત પણ.” મેં ત્યાં થોડું લોહી ગુમાવ્યું હતું, એ વાત ખરી છે, પણ તે તે જ્યાં રડાવું જોઈએ ત્યાં જ રહ્યું હતું – અર્થાત્ આપ નામદારની સેવામાં.” રાણી થોડી વાર થોભીને બોલી ઊઠી, “દુશ્મનોને એવી ભારે લડત આપવા માટે, તથા આવું સારું બોલવા માટે, તારી ઉંમર બહુ નાની કહેવાય. પણ તે માસ્ટર્સને પાછા કાઢયા એની સજામાંથી તું છટકી નહિ શકે – તે બિચારાને નદીમાં આવતાં જતાં શરદી લાગી ગઈ છે. કારણકે, તે લંડનમાં એક વિઝિટ ઉપરથી તરતના જ પાછા ફર્યા હતા, પણ અમારો હુકમ મળતાં તે તક્ષણ ત્યાં ચાલ્યા આવ્યા હતા. તો સાંભળ, માસ્ટર રેલે, તારે તારો આ કાદવ-ખરડો જન્મો જ પ્રાયશ્ચિત્ત તરીકે હું બીજો હુકમ ન કરું ત્યાં સુધી પહેર્યા કરવાનો છે. અને આ તારા કૉલરે પહેરવા માટે હું વધારાનું આપું છું,” એમ કહી રાણીએ મહોરાની આકૃતિનું સુવર્ણજડિત રત્ન તેને આપ્યું. રેલે પહેલેથી જ રાજદરબારી રીત શીખીને જમ્યો હોય એમ, ભલભલા દરબારીએ ઘણા અનુભવે ન શીખી શકે એવું દાક્ષિણ્ય દાખવીને, તેણે તે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ “પ્રીત કિયે દુઃખ હેય” રત્ન રાણીના હાથમાંથી લીધું અને તે આપનાર આંગળીઓને ભાવપૂર્વક ચુંબન કર્યું. રાણીની આસપાસના દરબારીઓ કરતાં તે કદાચ વધુ સમજતો હતું કે, રાણી પ્રત્યેની ભક્તિ બતાવવાની સાથે તેના વૈયક્તિક સૌંદર્યને પણ પુરુષ તરીકે તેણે અંજલિ અર્પવી જોઈએ. અને આ બાબતમાં તે પહેલા જ પ્રસંગે એટલો બધો સફળ નીવડયો કે, રાણીની સત્તાધીશતાને તેમ જ રાણીના વૈયક્તિક સૌંદર્યાભિમાનને બંનેને સંતોષ થયો. અને રેલેથી રાણી ઇલિઝાબેથને જે સંતોષ થયો, તેનો પૂરો લાભ તેના માલિક અર્લ ઑફ સસેકસને પણ મળ્યો. કારણકે રાણીએ તરત અ ઓફ સસેકસને તેમની રુણશય્યા ઉપર જાતે જોવા જવા માટે પોતાની નાવ ડેપ્ટફર્ડ તરફ લેવરાવી. રેલે સમજી ગયો કે રાણીના ભરમાયેલા કાનની સ્થિતિમાં નાની નાની બાબતમાંથી બહુ અગત્યના પરિણામો આવવાનો સંભવ છે; એટલે તેણે બીજી હોડીમાં અગાઉ જઈને પોતાના માલિકને રાણીજીના પધારવાની ખબર આપવાની પરવાનગી માગી. એમ જવાનું તેણે એવું કારણ ગોઠવ્યું કે, અર્લની નબળી સ્થિતિમાં રાણીજી અચાનક જઈને ઊભાં રહેશે, તે આનંદ અને આશ્ચર્યના માર્યા તેમને આઘાત પહોંચશે. પણ રાણીને કાંતે આવો જુવાન દરબારી વણમાગ્યો પોતાની સલાહ આગળ કરે, એ અજુગતું લાગ્યું, કે પછી તેના કાનમાં ભરવામાં આવેલા સમાચારો કે, એ પોતાના મકાનને સશસ્ત્ર માણસોથી ઘેરાયેલું રાખે છે, એને કારણે અચાનક જઈને એ વાતની ખાતરી કરી લેવા તેણે ઇચ્છયું હોય, – ગમે તેમ, પણ તેણે લેને એટલો જ જવાબ આપ્યો, “તમારે તમારી સલાહ જ્યારે પૂછવામાં આવે ત્યારે જ આગળ ધરવી જોઈએ; અમારે અમારી આંખોએ જોવું છે કે, લૉર્ડ ઑફ સસેકસ પિતાની આસપાસ કેવી તૈયારીઓ રાખે છે.” રેલે સમજી ગયો કે, અર્લ પોતે તો કયાંય કશી નજર રાખી શકતા નથી; અને તેમની આસપાસ ભેગા થયેલા બ્લાઉંટ જેવા બુધ્ધઓ કાંતે તે વખતે કંઈ ધૂળધમા ખાતા હશે કે પીતા હશે; અને રાણીને હલકી વસ્તુએના ખાનપાનની ગંધની બહુ સૂગ છે. લૉર્ડ સસેકસ હજુ રાણીના વૈદને પાછા કાઢવાથી થયેલી બેઅદબી કેવી રીતે ધોઈ કાઢવી એની ચર્ચા જ ટ્રેસિલિયન સાથે ચલાવી રહ્યા હતા, તેવામાં Page #150 -------------------------------------------------------------------------- ________________ રાણીની બક્ષિસ ૧૩૩ રાણીજી ત્યાં પધારતાં લોકોની મેદનીએ કરેલા જયનાદ તેમના સાંભળવામાં આવ્યા. તે તરત ગભરાઈ ઊડ્યા; કારણકે, રાણીને ઠાઠમાઠથી પોતાનું વિધિસર અભિવાદન કરવામાં આવે એ બહુ જ ગમતું. પણ તેમના મકાનમાં તે અત્યારે ચારે તરફ અવ્યવસ્થિતતા જ હતી. એટલે અકળાતા અને મૂંઝાતા તે ટ્રેસિલિયનને કહેવા લાગ્યા, “ભાઈ, વાર્ને સામેની તારી ફરિયાદમાં મારાથી બને તેટલી મદદ તને મારે કરવી જોઈએ – એવી મદદની અપેક્ષા રાખવાને તને ન્યાય તેમજ કૃતજ્ઞતાના કારણે હક પણ છે. પરંતુ હમણાં જ ખબર પડી જશે કે, હું તારી વાતમાં ભળીશ તેથી તને ફાયદો થશે કે નુકસાન. કારણકે, રાણી અહીં અચાનક પધાયાં છે, તેને પરિણામે તે મારા ઉપર ખુશ થવાનો સંભવ ઓછામાં ઓછો છે.” એટલું કહેતાકને જેમ તેમ જન્મે વીંટી લઈ, તે ટ્રેસિલિયનને ટેકે રાણીને આવકારવા સામાં ગયા. તેમનો બાંધો સુદૃઢ કહેવાય તેવો ભલે હશે, પણ આકર્ષક તો નહોતો જ; અને તેમાંય લાંબી ગંભીર બીમારીને કારણે તેમના ચહેરા-મહારાની અવસ્થા વિશેષ ઊતરી ગયેલી હતી. તે ગટ્ટા કદના હતા, અને તેમના ખભા વિશાળ અને પહેલવાન જેવા હતા, છતાં રણમેદાન ઉપર ઉપયોગી થઈ પડે તેવો તેમનો દેખાવ, દીવાનખાનામાં સ્ત્રીઓને જોવો ગમે તે તો નહોતો જ.. અર્લ ગમે તેટલી ઉતાવળ કરી સામા આવ્યા, પણ રાણીએ ત્યાર પહેલાં દીવાનખાનામાં પ્રવેશ કર્યો હતો. પણ તેની ઈર્ષાળુ આંખેએ આસપાસની લશ્કરી પડાવ જેવી સ્થિતિની નોંધ કયારની લઈ લીધી હતી અને તેની ભમરો ચડી ગઈ હતી. તેણે પહેલા જ શબ્દો એ ઉચ્ચાર્યા, “આ તે ઘર છે કે લશ્કરને પડાવ છે, લૉર્ડ ઓફ સસેકસ ? – કે પછી અમે ભૂલથી સેયઝ-કોર્ટથી આગળ ટાવર-ઓફ-લંડન*માં આવી ગયાં છીએ?” લૉર્ડ સસેકસ કંઈક ખુલાસો કરવા ગયા, પણ રાણીએ તેમને દબાવી દઈને કહ્યું, “અમે તમારી અને અમારા દરબારના બીજા લૉર્ડ વચ્ચેની તકરારનો મુદ્દો હાથ ધરવાનાં છીએ, તે વખતે તમે લોકો આવા સશસ્ત્ર અને * થેમ્સ નદીને ઉત્તર કિનારે આવેલે શાહી ગઢ. સૈકાઓ સુધી તે રાજવંશી કેદીઓને પૂરવા માટેના જેલખાના તરીકે વપરાયો હતો, અને ઘણાંના જાન ત્યાં લેવામાં આવ્યા હતા. એક ભાગમાં શાહી જવાહર પણ રાખવામાં આવતું. - સપાટ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પ્રીત કિયે દુઃખ હેય” જંગલી અનુયાયીઓથી ઘેરાયેલા રહો છો તે વાતને પણ નિકાલ લાવી દઈશું. અમારા રાજમહેલની પડોશમાં જ તમે લોકો લશ્કર ભેગું કરી જાણે આંતરવિગ્રહ ચલાવવા માગતા હો એવો દેખાવ કરો, એ જરા પણ ઇચ્છનીય નથી. તમારી તબિયત ઠીક થઈ છે એ જાણી તથા જોઈને અમને આનંદ થયો છે – અલબત્ત, અમે તે અર્થે મોકલેલા રાજવૈદ્યની મદદ લીધા વિના જ, – કંઈ ખુલાસે કરવાની જરૂર નથી; એ કેમ કરીને બન્યું એની અમને ખબર મળી ગઈ છે, અને એ ગફલત કરનાર આ જુવાન રૅલેને અમે ઠપકો આપી લીધો છે. – પરંતુ લૉર્ડ, સાથે સાથે તમને કહેતાં જઈએ છીએ કે, આ જુવાનિયાને અમે તમારા ઘરમાંથી કાઢી લઈ, અમારે ત્યાં જ લઈ જવા માગીએ છીએ. એનામાં એવા અંશો છે, જેમને ઉછેરવા-પષવાની જરૂર છે, પણ તે તમારા લશ્કરી અનુયાયીઓ વચ્ચે તેને નાખી રાખવાથી નહિ બની શકે.” સસેકસને આ પ્રસ્તાવ શાથી રાણી તરફથી આવ્યો છે, એ કંઈ સમજાયું નહિ; એટલે તેમણે માત્ર લળીને તેને સ્વીકાર કર્યો. પછી તેમણે રાણીજીને થોડો ઘણો ઉપહાર લેતા સુધી રોકાવા ઘણો આગ્રહ કર્યો, પણ રાણીએ ઘસીને ના પાડી દીધી. આમ જાતે મુલાકાત આપવા જેવી એક બાજુથી કૃપા દર્શાવીને, અને બીજી બાજુથી તદ્દન ઠંડે અને કડક વર્તાવ દાખવીને, રાણી સેઝ-કોર્ટમાં પોતાની પાછળ મૂંઝવણ અને ચિંતા મૂકીને જ વિદાય થઈ. ૧૨ બે હરીફે લસેસ્ટર વાને ધમકાવતો હતો – “તું સેઝ-કોર્ટની રાણીજીની મુલાકાતની ઠેકડી ઉડાવે છે, પણ ત્યાં જઈ આવ્યા બાદ રાણીજીએ કાલે મને દરબારમાં હાજર રહેવા ફરમાવ્યું છે. કલ્પના એવી કરવામાં આવે છે કે, મારી અને લૉર્ડ સસેકસ વચ્ચેની તકરાર તે હાથ ઉપર લેવાનાં છે.” Page #152 -------------------------------------------------------------------------- ________________ બે હરીફે ૧૩૫ “અરે, હું હજુ કહું છું કે, એ મુલાકાતથી સસેકસને કશો લાભ થયો નથી. ત્યાં પાસે ઊભેલા આપણા બાતમીદાર તરફથી મને ખબર મળી છે કે, સસેકસ ઉપર તે ઊલટાં રાણીજી ચિડાયાં છે. નાવમાં બેસતાં બેસતાં તે એવું બોલ્યાં હતાં કે, સેઝ-કોર્ટ પહેરેગીરોના પડાવ જેવું લાગતું હતું અને વીશી જેવું ગંધાતું હતું. આપ નામદારનાં હંમેશનાં પક્ષકાર કાઉન્ટસ ઑફ રટલૅન્ડે તે ઉમેરી આપ્યું કે, “૨મ-ગલીના ભઠિયારખાના જેવું જ ગંધાતું હતું, વળી.’ અને ધર્માચાર્ય લૉર્ડ ઑફ લિંકનને તે ડહાપણ ડહોળ્યા વિના ચાલે નહિ, એટલે તે એમ મનાવવા ગયા કે, “લૉર્ડ સસેકસ પરણ્યા નથી, એટલે એમનું ઘર એવું અવ્યવસ્થિત હોય તો દરગુજર કરવું જોઈએ.” “અને રાણીજીએ શું કહ્યું?” લિસેસ્ટરે ઉતાવળે પૂછયું. તે તો તકી જ ઊઠયાં અને બેલ્યાં, લગ્ન કરવાની શાસ્ત્ર ભલે પરવાનગી આપી છે, પણ તેની ફરજ ક્યાં પાડી છે? એટલે લૉર્ડ સસેકસને પત્ની શું કરવી છે કે તમારા જેવા ધર્માચાર્યો એવી વાત કરવાની શી જરૂર છે?” રાણીને લગ્ન ગમતાં નથી, એટલે ધર્માચાર્ય લગ્ન વિષે વાત કાઢે તે શાની ગમે?” “દરબારીઓ પણ લગ્ન વિષે વાત કાઢે છે તો તે તેમને કયાં ગમે છે?” વાર્નેએ ટાપશી પૂરી. પણ એ સાંભળી લિસેસ્ટરના મોઢાનો રંગ ઊડી ગયેલો જોઈ, તેણે ઝટ ઝટ ઉમેર્યું, “જે જે બાનુ રાણીજી પાસે હાજર હતી, તે બધીએ લૉર્ડ સસેકસના રસાલાની ખૂબ ઠેકડી ઉડાવી, અને સાથે સાથે ઉમેર્યું કે રાણીજી જો લૉર્ડ ઑફ લિસેસ્ટરને ત્યાં પધાર્યા હોત, તો તેમને જુદો જ અનુભવ થાત.” તેં ઘણા ઘણા સમાચારો ભેગા કર્યા લાગે છે, પણ સૌથી અગત્યના સમાચાર તે તું ચૂકી જ ગયો લાગે છે – રાણીએ પોતાની આસપાસ ભમતાઘમતા નક્ષત્ર-મંડળમાં એક નવા ઉમેરો કર્યો છે.” “આપ ડેનશાયરવાળા જુવાનિયા રૅલેની, એટલે કે દરબારમાં જેને જભાનો નાઈટ' કહે છે, તેની વાત કરો છો?” ૧. ફલીટ-પ્રીઝનને ફલીટસ્ટ્રીટ સાથે જોડતી ગલી. – સંપા. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રીત કિયે દુઃખ હોય' હું માનું છું તે મુજબ તે તે “ગાર્ટરનો* નાઈટ' જ એક દિવસ થઈ રહેવાનો છે. કારણકે, તે બહુ આગળ આવતો જાય છે; રાણી તેની સાથે પદપૂર્તિની રમત ખેલે છે, અને એવાં એવાં બીજાં ઘણાંય ચેટક તેમણે માંડયાં છે. રાણીની ચંચળ કૃપાદૃષ્ટિમાં મારું જે સ્થાન છે, તે હું મારી પોતાની મરજીથી તે અબઘડી છોડી દઉં, પણ પેલો બડફો સસેકસ કે તેનો આ નવો ખાંટ મને કોણિયાટીને ધકેલી મૂકે, એ તો હું હરગિજ સહન ન કરી શકું. મેં સાંભળ્યું છે કે, ટ્રેસિલિયન પણ હવે સસેકસ પાસે આવી લાગ્યો છે, અને તેને માનીત બની ગયો છે. હું તેને જાતે કરવા તૈયાર છું; પણ તે તો જાણીબૂજીને મરવા સામો જ આવે છે. તો પછી જેવું તેનું નસીબ – પણ સાંભળ્યું છે કે, સસેકસ પણ પાછો સાજો થઈ ગયો છે?” મારા લૉર્ડ, સપાટ રસ્તા ઉપર પણ મુશ્કેલી પડે જ – ખાસ કરીને તે ઊંચી ટેકરી ઉપર જતો હોય ત્યારે. સસેકસની બીમારી ભાગ્યજોગે આવી મળી હતી, અને મને પણ એ બીમારીમાંથી ઘણાં સારાં પરિણામોની આશા હતી; પણ તે પાછા સાજા થઈ ગયા છે. જોકે, બીમાર પડતા પહેલાં તેમની સ્થિતિ જેવી હતી તેથી વધુ મજબૂત કંઈ બની નથી. અને તે વખતે તેમણે આપની સાથેની કુસ્તીમાં ઘણી પછાડે ખાધી છે. એટલે આપ નામદારે ચિંતા કરવાની જરૂર નથી; બધું સમુંસૂતરું પાર ઊતરશે. પણ ઝાડ ઉપર ચડવા ઇચ્છનારે નામદાર, ડાળીઓ પકડવી જોઈએ, ફૂલ-મંજરીને નહિ!” “ઠીક, ઠીક, તું શું કહેવા માગે છે, તે હું સમજું છું. પણ કાલને માટે આપણા રસાલાને બરાબર તૈયાર કરી દેજે. તેને ભપકો સૌના કરતાં ચડિયાત હોવો જોઈએ. તેઓએ અંદરખાનેથી પૂરા શસ્ત્રસજજ રહેવું, પણ બહારથી તે જાણે તે શસ્ત્રો શોભાનાં જ છે એમ દેખાવા દેવું. અને તારે મારી નજીક જ રહેવું – મને તારો અચાનક ખપ પણ પડે – ” અને સસેકસ તથા તેની મંડળીની તૈયારીઓ પણ ઓછી ચિતા- અને ચીવટ- ભરી ચાલતી ન હતી. * “ગાર્ટર” એટલે પગનું મોજું ઊતરી ન પડે તે માટે તેના ઉપર બાંધવામાં આવતો બંધ. પરંતુ ઈંગ્લેન્ડને જૂનામાં જૂના અને સૌથી અગત્યનો ગણાત એ ખિતાબ છે. એનું અંગ્રેજી અક્ષરનું ટૂંકું રૂ૫ કે.જી. છે. એડવર્ડ ત્રીજાએ ૧૩૪૬ માં તે ઓર્ડર સ્થાપ્યો હતો. અહીં જન્મે અને ગાર્ટર એ બે વસ્તુઓના ભેદ ઉપરથી હોદ્દાને મેટો ભેદ ઉપલક્ષિત છે. - સપ૦ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ બે હરીફ અર્લ ઑફ સસેકસે ટ્રેસિલિયનને કહ્યું, “વાર્ને રોબ્સર્ટની પુત્રીને ફેસલાવીને કાઢી ગયો છે, એ બાબતની ફરિયાદની અરજી રાણીજીના હાથમાં અત્યાર સુધીમાં પહોંચી ગઈ હશે. મેં ખાતરીબંધ હાથ મારફત એ પહોંચાડી છે. તારી ફરિયાદ ન્યાય અને ઈજજતના મુદ્દા ઉપરની હોવાથી તે સફળ તે નીવડવી જોઈએ, એમ હું માનું છું. કારણકે ઇલિઝાબેથને એ બંને બાબતની બહુ ચીવટ છે. પણ અત્યારે શાંતિને ગાળો ચાલે છે, એટલે લિસેસ્ટર રાણીની પાસે વધુ હોય છે. લડાઈને સમય હેત તો તો મારું ચલણ રાણી પાસે રહેત : સૈનિકો અને શસ્ત્રો શાંતિના સમયમાં ફેશન બહારનાં થઈ જાય છે. શાંતિના ગાળામાં તો રંગબેરંગી કપડાં અને સુંદર હાથ-લાકડીઓની બોલબાલા થાય છે. આપણે પણ અત્યારની ફેશનને પ્રમાણવી જ રહી. તો બ્લાઉટ, આપણાં માણસનેય નવાં ફિત-છોગાં આપી દીધાં છેને? – પણ તને એ રમકડાં વિષે મારા જેટલું જ ભાન હેયને? – તને તે તરવાર અને ભાલાની વાડ કરવાની કહી હોય તો વધારે ફાવે !” - “મારા ભલા લૉર્ડ, રેલે અહીં આવી ગયો છે અને તેણે એ બધું સંભાળી લીધું છે – આપ નામદારને રસાલ દરબારમાં મે મહિનાના ઉજજવળ પરોઢ જેવો ચમકશે. અલબત્ત, ખર્ચને સવાલ જુદો છે. અત્યારના નવી ફેશનના દશ હજૂરિયાના ખર્ચમાંથી જૂના સૈનિકો માટે એક આખે ઉતારો નભી શકે.” ભલે, ભલે; પણ બધાને તાકીદ આપી છે ને કે, સીધો હુમલો ન કરવામાં આવે ત્યાં સુધી તેમણે લિસેસ્ટરનાં માણસો સાથે કોઈ કારણે તકરાર માંડવાની નથી? એમની ઉદ્ધતાઈને કારણે લિએસ્ટર ફાવી જાય એવું હરગિજ ન બનવું જોઈએ.” વચ્ચે એ વાત પતી ગઈ એટલે ટ્રેસિલિયને પોતાની વાતનો તાંતણે સાંધીને અર્લને કહ્યું, “સર હ્ય રોબ્સર્ટની અરજી સીધી રાણીજી સુધી પહોંચી ગઈ એ ભારે થઈ. બાકી, એમનાં જુવાન પુત્રીનાં સંબંધીઓને અભિપ્રાય એવો હતો કે, અપરાધ લિસેસ્ટરના અફસરે કરેલો છે, એટલે પહેલાં લિસેસ્ટરની પાસે જ ન્યાય માગવો જોઈએ; અને મેં એમ આપને જણાવ્યું પણ હતું.” પણ એ વાત તે મને વચ્ચે લાવ્યા વિના પણ થઈ શકી હોત,” સસેકસ જરા તુમાખીથી બોલી ઊઠ્યા; “લિસેસ્ટરને એમ હીણપતભરી રીતે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રીત કિયે દુઃખ હોય' યાચના કરવામાં મને તેા વકીલ ન બનાવવા જોઈએને? અને ટ્રેસિલિયન, તારા જેવો વટદાર માણસ, તથા મારો મિત્ર, યાચનાના આવા દીન માર્ગ અપનાવવા ઇચ્છે, એ જાણી મને અચંબા જ થાય છે. અને તેં મને એ વાત કરી હશે તાપણ તે તારા માંને છાજે તેવી ન હાઈ, હું સમજ્યા જ ન હતા. 39 .. (6 “મારા લૉર્ડ, મારા પોતાને માટે હાત, તો તે આપે લીધેલો રસ્તા જ મેં પણ અપનાવ્યો હોત; પરંતુ આ કમનસીબ બાનુનાં સંબંધીઓ · અરે સંબંધીઓની વાત જવા દે; તેમણે પણ આપણને આપણી રીતે આ બાબતમાં આગળ વધવા દેવા જોઈએ. અત્યારે તા લિસેસ્ટર અને તેના અનુયાયીઓ સામે જેટલી ફરિયાદો ભેગી કરી શકાય તેટલી ભેગી કરવાનો સમય છે; અને આ ફરિયાદ જરૂર રાણીજી બહુ જ મન ઉપર લેશે. પણ હવે તેા એ ફરિયાદ રાણીજીના હાથમાં જઈ જ પડી છે, પછી એની ચર્ચા શા ખપની?” ટ્રેસિલિયનને શંકા ગયા વિના ન રહી કે, લિસેસ્ટર સામે પોતાની જાતને વધુ સબળ બનાવવાની ઇંતેજારીમાં, લિસેસ્ટરને બટ્ટો લાગે એ માટેની આ રીત સસેર્સ જાણીબૂજીને અજમાવી છે; પરંતુ એ રીત સફળ નીવડશે કે કેમ એના વિચાર કર્યા નથી. એટલે તેણે એ ચર્ચા આગળ ન ચલાવી. સોકો પણ એ ચર્ચા ન લાંબાય તે માટે સૌને અગિયાર વાગ્યે તૈયાર થઈ વાના આદેશ આપી, વિદાય કરી દીધા. ર આમ બંને હરીફ રાણીજીની મુલાકાત માટે કંઈક ચિંતાતુર થઈ તૈયારી કરી રહ્યા હતા, ત્યારે રાણી ઇલિઝાબેથ પોતે પણ આ બે ભભૂકતા હરીફોને ભેગા કરવામાંથી શા શા તણખા ઝરશે એ બાબત ચિંતામાં જ પડી હતી. બંને જણના સંખ્યાબંધ અનુયાયીઓ હતા જ; ઉપરાંત તેના દરબારના મોટા ભાગના દરબારીઓની પણ આશા-આકાંક્ષાએ બેમાંના એકની સાથે ગુપ્તપણે કે ખુલ્લી રીતે સંકળાયેલી હતી. એટલે રાણીએ પાતાના સંરક્ષકોને પૂરા શસ્ત્રસજ્જ થવાનો હુકમ આપી દીધો અને લંડનથી થેમ્સ નદીને રસ્તે ખાસ દળના સૈનિકોને બાલાવી લીધા. ઉપરાંત જાહેર ઢંઢેરો પણ પિટાવવામાં આવ્યો કે, કોઈ ઉમરાવે રાજમહેલની નજીક શસ્ત્રધારી કે લાંબાં શસ્ત્રોથી સજ્જ એવ રસાલા સાથે આવવાનું નથી. ગુસપુસ તા એવી પણ ચાલતી હતી કે, Page #156 -------------------------------------------------------------------------- ________________ બે હરીફ ૧૩૯ કેન્ટના વડા શેરીકને હકમ મળતાં કટીના સૈનિકો સાથે ઝટ આવી પહોંચાય એમ તૈયાર રહેવાની ખાનગી સૂચના મોકલવામાં આવી છે. જે નિર્ણાયક ઘડીની રાહ બધા પક્ષે જોવાતી હતી, તે છેવટે આવી; અને બને હરીફ અર્કો પોતાના મિત્રો અને અનુયાયીઓના દબદબાભર્યા રસાલા સાથે ગ્રીનવીચના રાજમહેલના પટાંગણમાં મધ્યાહન થયે દાખલ થયા. પહેલાંની ગોઠવણ મુજબ કે રાણીજીની એવી મરજી છે એવી સૂચના જ મળી હોવાથી સસેકસ અને તેમના રસાલો ડેટફર્ડમાંથી જળમાર્ગે આવ્યો, ત્યારે લિસેસ્ટર જમીનમાર્ગે આવ્યો. આમ તેઓ પટાંગણમાં બે સામસામી બાજુએથી દાખલ થયા. અલબત્ત, એટલા માત્ર પણ ઉપરચોટિયા નજરે લિસેસ્ટરની ઘોડેસવાર અનુયાયીઓની સવારી સસેકસના પગપાળા ટોળા કરતાં વધુ ભવ્ય તથા સંખ્યામાં પણ મોટી લાગતી હતી. બંને અર્લો વચ્ચે પરસ્પર અભિવાદનનો કંઈ કરો દેખાવ પણ થયો નહિ –- બંનેએ એકબીજા સામે માત્ર ઘૂરકીને જોઈ લીધું. બંનેના અનુયાયીએમાં પણ સામસામી ઘૂરકા-ઘૂરકી થઈ, અને સહેજ કારણ મળે કે તરત તેઓ એકબીજા ઉપર તૂટી પડવા તૈયાર જ હતા. પરંતુ તેમના નેતાઓએ તેમને સખત તાકીદ આપેલી હતી, તથા પટાંગણમાં તૈયાર રખાયેલ સશસ્ત્ર ટુકડીઓની પણ બાધક અસર પડે જ. અલબત્ત, મહેલમાં તે દરેકની પાછળ ખાસ મુખ્ય અનુયાયીઓ જ દાખલ થયા. છેવટના રાણીજી મુલાકાત માટેના જે કમરામાં હાજર હતાં ત્યાં આવ્યા ત્યારે તો સસેકસની પાછળ ટ્રેસિલિયન, બ્લાઉંટ અને રેલે હતા, અને લિસેસ્ટરની પાછળ વાર્નો હતો. એ કમરામાં દાખલ થતી વખતે દરબારી રસમ પ્રમાણે લિએસ્ટરે પોતાના કરતાં જૂના ખાનદાનવાળા સસેકસને પ્રથમ દાખલ થવા દેવા પડયા. વડા દ્વારરક્ષકે સસેકસની પાછળ “બીજા કોઈને આવવા દેવાનો હુકમ નથી’, એમ કહી બ્લાઉટ વગેરેને રોકયા; પણ પછી પાછળ રહેલા રેલને તેણે જણાવ્યું, “તમે મહેરબાન, અંદર જઈ શકો છો.” - ત્યાર બાદ અલ ઑફ લિસેસ્ટર એમ બોલતા બોલતે અંદર પેઠો, વાને, તું મારી નજીક જ રહેજે.” પણ લિસેસ્ટરની પાછળ જતા વાનેને વડા દ્વારરક્ષકે રોકયો. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રીત કિયે દુઃખ હેય” “આમ કેમ કરો છો, માસ્ટર બાઉયર, તમે મને ઓળખે છે કે નહિ? આ મારો મિત્ર-અનુયાયી છે.” લિસેસ્ટરે કહ્યું. “આપ નામદાર મને ક્ષમા કરશો; પણ મને ચોક્કસ હુકમ મળેલા છે, તે પ્રમાણે જ મારે કરવાનું છે.” “મૂરખ માણસ, તે લૉર્ડ સસેકસના માણસને તો અંદર પેસવા દીધો, અને મારું ખામુખા અપમાન કરે છે?” લિસેસ્ટર ગુસ્સાથી તપી જઈને બોલ્યો. મારા લૉર્ડ, માસ્ટર રેલે તો હવે રાણીજીની નોકરીમાં આવી ગયા છે, એટલે તેમને એ હુકમો લાગુ પડતા નથી.” બાઉયરે નમ્રતાથી જવાબ આપ્યો. હરામખોર, કતદન માણસ !” લિએસ્ટર ત્રાડી ઊઠ્યો; “પણ યાદ રાખજે કે, જેણે તને આ પદે ચડાવ્યો છે, તે તને ત્યાંથી ઉતારી પણ શકે છે – તું આ પદ ઉપર વાંદરવેડા કરવા હવે વધુ રહેવાનો નથી, એ જાણી રાખ. ” સામાન્ય રીતે લિએસ્ટર જેવો નીતિકશળ અને વિચારીને વર્તનારો માણસ આમ મગજ ન ગુમાવે. તે એકલો હવે અંદર પેઠો અને આજે ખાસ વધુ ઠઠારો કરીને તથા પોતાના રાજ્યના બહાદુર તથા સમજદાર ઉમરાવો અને રાજપુરુષોથી ઘેરાઈને તૈયાર રહેલી રાણીને વંદન કરી એક બાજુ ઊભો રહ્યો. રાણીએ અદાથી તેના વંદનને જવાબ વાળ્યો અને પછી વારાફરતી સસેકસના મેં સામે તથા લિસેસ્ટરના મોં સામે જોવા માંડ્યું. પણ એટલામાં બાઉયર ત્યાં ધસી આવ્યો અને રાણીજીની સામે ઘૂંટણિયે પડ્યો રાણીએ તરત પૂછ્યું, “આ શું? તારે અત્યારે વંદન કરવા આવવાને વખત છે, બાઉયર?” મારાં માલિક તથા સમ્રાજ્ઞી, હું એટલે પૂછવા આવ્યો છું કે, મારી ફરજો બજાવતી વેળા મારે આપ નામદારના હુકમો માનવાના છે કે અર્લ ઑફ લિસેસ્ટરના? કારણકે, હમણાં જ, આપના હુકમ મુજબ તેમના એક અનુયાયીને મેં અંદર દાખલ ન થવા દીધું એટલે તેમણે નાખુશ થઈ, જાહેરમાં જ મને પાયમાલ કરી નાખવાની ધમકી આપી છે.” Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ બે હરીફે રાણીમાં તરત જ તેના પિતા હેન્રી-૮ને જુસ્સો અને ગુસ્સો ઊભરાઈ આવ્યો. બધા દરબારીઓ અને ખાસ કરીને લિસેસ્ટરના અનુયાયીઓ કંપી ઊઠયા. રાણીએ ત્રાડ નાખીને કહ્યું, “લૉર્ડ, આને શો અર્થ? અમે સ - ભાવથી તમને અમારી વધુ નજીક આણ્યા છે, તે શું સૂર્યને અમારાં બીજાં પ્રજાજનોથી છુપાવો તે માટે? અમારા હુકમોની અવજ્ઞા કરવાની અથવા અમારા અફસરોને નિયંત્રિત કરવાની સત્તા તમને કોણે આપી છે, વારુ? આ દરબારમાં અને આ રાજ્યમાં એક જ માલિકણ રહેશે, અને કોઈ બીજે માલિક નહિ હોય. એટલે માસ્ટર બાઉયરને તેની ફરજ બજાવવાને કારણે જો કિંઈ નુકસાન થયું, તો ખબરદાર, હું તમને એ માટે કડકપણે જવાબદાર ગણીશ. જા, બાઉયર, તે પ્રમાણિક માણસ તરીકેનું અને સાચા પ્રજાજન તરીકેનું કર્તવ્ય બનાવ્યું છે. અમે અમારા મહેલમાં અમારા સિવાય બીજા કોઈને મૅજિસ્ટ્રેટની સત્તા અખત્યાર કરવા દેવાનાં નથી.” બાઉયર રાણીએ લંબાવેલા હાથને ચુંબન કરી, પોતાને સ્થાને જઈને ઊભો રહ્યો. સસેકસના પક્ષકારોના મેં ઉપર વિજયની આભા છવાઈ રહી, અને પ્રમાણમાં લિસેસ્ટરના પક્ષકારોનાં મેં ઉપર નિરાશા. પરંતુ લિસેસ્ટર પોતે તો અત્યંત દીનતાનો ભાવ ધારણ કરી ચૂ૫ જ રહ્યો – ખુલાસા માટે કે બચાવ માટે એક શબ્દ પણ ન બેલ્યો. અને તેણે તેમ કરવામાં ડહાપણ જ વાપર્યું. કારણકે, ઇલિઝાબેથનો વિચાર તેને નમાવવાનો જ હતો, તેને લાંછિત કરવાનો નહિ. અને એક વાર રાણીને પોતે સર્વસત્તાધીશ હોવાનો સંતોષ થઈ ગયો, એટલે એનું સ્ત્રી-હૃદય તરત પોતાના માનીતા દરબારી ઉપર બતાવેલી વધારે પડની કડકાઈ બદલ પસ્તાવા લાગ્યું. અને તેવામાં સસેકસના પક્ષનાં માણસોનાં મોં ઉપર છવાઈ રહેલો આનંદનો ભાવ જોઈને તેણે તરત તે લોકોને દબાવવા માટેનો પ્રયત્ન આરંભી દીધો! તેણે સસેકસ સામું જોઈને કહ્યું, “મેં લૉર્ડ ઑફ લિસેસ્ટરને જે કહ્યું તે જ હું તમને પણ કહું છું. તમે પણ તમારા પોતાના પક્ષના આગેવાન થઈ, ઈંગ્લેન્ડના રાજદરબારમાં શાના ધાંધળ મચાવતા ફરો છો, વારુ?” “નામદાર, મારા અનુયાયીઓએ આપ નામદારની સેવામાં આયર્લેન્ડ, સ્કૉટલૅન્ડ અને ઉત્તર પ્રદેશના બંડખોરો સામે ભલે ધાંધળ મચાવ્યું હશે. પણ બીજા કશા ધાંધળ બાબત હું અણજાણ છું -” Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ 6 પ્રીત કિયે દુઃખ હાય’ “એટલે શું તમે તમારી અને તમારા અનુયાયીઓની કામગીરીની વાતા આમ મારા માં ઉપર મારશે, એમ ? અમે તમને કંઈક ઠપકો આપીએ ત્યારે તમારે લૉર્ડ ઑફ લિસેસ્ટરની માફક ચૂપ રહેવાની નમ્રતા શીખવી જોઈશે. મારા પિતાજીએ અને દાદાજીએ ડહાપણ વાપરીને આ સુધરેલા દેશમાં ઉમરાવાને તેમના ધાંધળ કરતા રસાલા સાથે વિચરવાની મના કરી હતી; તે શું હું સ્રી હાવાથી તેમને રાજદંડ મારા હાથમાં સોટી બની ગયા છે, એમ તમે માને છે? હું મારા રાજ્યમાં માથાભારે બની ગયેલા ઉમરાવાને ફાવે તેમ માતેલા સાંઢની જેમ અરસપરસ કે આજુબાજુ ગાતાં મારવા દેવાની નથી. માટે ચાલા, લૉર્ડ ઑફ લિસેસ્ટર, અને તમે લૉર્ડ ઑફ સસેકસ, હું તમને બંનેને મિત્રો બની એકબીજાના હાથ પકડવા હુકમ કરું છું; અને જો તમે તેમ નહિ કરો, તે હું મારા રાજમુગટના સોગંદ ખાઈને કહું છું કે, તમારો બંનેના આજથી તમારા ધાર્યા કરતાં વધુ પ્રબળ દુશ્મન ઊભો થયો હશે. "" અર્લ ઑફ લિસેસ્ટર તરત જ બોલી ઊઠયો, વટ-આબરૂના મૂળ ઝરણરૂપ આપ જ મારી વટ-આબરૂનું યથાચિત મૂલ્ય આંકી શકે તેમ છે. એટલે હું મારું જે કંઈ છે તેનું જે કંઈ કરવું હોય તે કરવા માટે આપની સમક્ષ રજૂ કરી દઉં છું. અને લૉર્ડ ઑફ સસેકસ સાથે જે કંઈ બનાવ કે અણબનાવ મારું ચાલે છે, તે બધું મેં ઊભું કરેલું નથી; અને જ્યાં સુધી તેમણે પોતે મને અપમાનિત નહિ કર્યો હાય ત્યાં સુધી મને તેમના દુશ્મન માનવાનું કાંઈ કારણ મેં પોતે થઈને તેમને નથી આપ્યું એની ખાતરી રાખશેા. ' "9 66 “તા મેં લૉર્ડ ઑફ લિસેસ્ટરને કઈ બાબતમાં અપમાનિત કર્યા છે, તે એ કહી બતાવે; મારી વાતની સચ્ચાઈ પુરવાર કરવા માટે હું પગપાળા કે ઘેાડા ઉપર બેસીને તેમની સાથે દ્વંદ્વયુદ્ધ લડવા તૈયાર છું. ' “હું પણ મારા શબ્દોના ટેકામાં કોઈ પણ વખતે દ્વયુદ્ધ લડી લેવા તૈયાર છું. "" 66 લૉર્ડ લોકો, આ શબ્દો રાજસિંહાસનની રૂબરૂમાં ઉચ્ચારવા લાયક નથી. અને જો તમે તમારો મિજાજ કાબૂમાં નહિ રાખા, તો તમને અને તમારા મિજાજને નિયંત્રણમાં રાખવાના ઉપાય મારે લેવા પડશે. ચાલા, તમે તમારા હાથ મિલાવો અને તમારી નાદાન દુશ્મનાવટ ભૂલી જાઓ.” Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ બે હરીફ બંને હરીફે કોણ પહેલ કરે એ બાબત આનાકાની કરતા એકબીજાની સામું જોઈ રહ્યા. સસેકસ, હું તમને વિનંતી કરું છું; લિસેસ્ટર હું તમને આજ્ઞા કરુ છે.” ઇલિઝાબેથ ત્રાડી ઊઠી. છતાં તેના શબ્દો એવી રીતે ઉચ્ચારાયા હતા કે, વિનંતી હુકમ જેવી લાગે અને હુકમ વિનંતી જેવો જ લાગે. છતાં પેલા બંને જક્કીપણે પિતપોતાની જગાએથી જરાય ચસ્યા નહિ. એટલે ઇલિઝાબેથે ઊંચે અવાજે પોતાની તહેનાતમાં ઊભેલા એક અફસરને બૂમ પાડીને કહ્યું – સર હેની લી, સંરક્ષકોને સાબદા કરી દો અને એક નાવ અબઘડી તૈયાર કરાવો. – લૉર્ડ ઑફ સસેકસ, અને લૉર્ડ ઑફ લિએસ્ટર, હું ફરી એક વાર તમને ફરમાવું કે, તમે બંને હાથ મિલાવો, નહીં તો જે ના પાડશે, તેને તરત હું ટાવર ઑફ લંડન ભેગો કરી દઈશ. રાણીના શબ્દના સોગંદ ખાઈને કહું છું કે, આ કમરામાંથી હું તમારા બંનેનું ઘમંડ તેડી પાડીને જ ખસીશ.” “કેદખાનું તો સહન કરી શકાય, પણ આપ નામદારની હાજરી ગુમાવવી એ તો જીવન અને પ્રકાશ બંને ગુમાવવા બરાબર થાય. સસેકસ, આ મારો હાથ રહ્યો.” લિસેસ્ટર બોલી ઊઠયો. અને મારો હાથ પણ આ રહ્યો – સચ્ચાઈથી તથા પ્રમાણિકપણે; પરંતુ – ના, તમારે એક શબ્દ પણ આગળ ઉમેરવાને નથી,” રાણી બોલી ઊઠી; “તમે બંને પ્રજાજનોના નેતાઓ કહેવાઓ. અને તમે તેમનું સંરક્ષણ કરવામાં ભેગા મળે, તો અમારું રાજ્ય ચલાવવાનું કામ કેટલું બધું સહેલું થાય? પણ તમે આમ લડતા રહો છો, તેથી તમારા સેવકોમાં પણ કેવળ તુંડમિજાજી અને બદફેલી વધતી જાય છે. – લૉર્ડ ઑફ લિએસ્ટર, તમારા રસાલામાં વાને નામને માણસ છે કે?” “હા, નામદાર; મેં નૉન્સીમાં આપ છેવટના પધાર્યા હતાં ત્યારે આપના શાહી હાથને ચૂમવા મેં તેને રજૂ કર્યો હતો.” તેનો બાહ્ય દેખાવ તે સાર હતો; પણ તેણે પોતાના એ દેખાવનો ગેરઉપયોગ એક ખાનદાન કુટુંબની કુંવારિકાની ઈજજતનો સોદો કરવામાં કર્યો છે, અને તેને ભરમાવીને તે તેના પિતા લિડકોટ-હૉલવાળા સર હ્ય Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ “પ્રીત કિયે દુઃખ હેય' રોબ્સર્ટના ઘરમાંથી કાઢી ગયો છે. લૉર્ડ ઑફ લિએસ્ટર, આ શું? – તમે બીમાર પડી ગયા કે શું? – તમે આટલા બધા ફીકા કેમ પડી ગયા વારુ? અરે માસ્ટર્સને બોલાવો ! એ બધા ક્યાં ભટક્યા કરે છે, વારુ? – હું તમારા ઉપર તમારા નોકરની બદફેલીને કારણે નાખુશ થઈશ એવો ભય તે તમને ગભરાવી નથી રહ્યોને? – પણ ડડલી, તારા સેવકની મૂર્ખામીને કારણે હું તને ઠપકો આપું એમ બને જ કેમ? કારણકે, તારા પોતાના વિચારો તે અમારી સેવામાં જ કેવા રોકાયેલા રહે છે, એ અમે બરાબર જાણીએ છીએ.” રાણીના શબ્દોમાં ઊભરાતાં મમતા અને પ્રેમ ત્યાં ઊભેલા કોઈથી છાનાં ન રહ્યાં સસેકસે તરત રેલેના કાનમાં કહ્યું, “જોયું? સેતાન જ આ લિસેસ્ટરને કેટલો બધો મદદમાં છે? બીજો કોઈ જે પરિસ્થિતિમાં સાઠ ફૂટ ઊંડો ડૂબી ગયો હોત, તેમાં લિસેસ્ટર બેટો તે ઊલટો વધુ ઉપર તરતો થઈ ગયો મારા કોઈ સેવકે એમ કર્યું હોત –” “ખાશ, ખામોશ, લૉર્ડ, ભગવાનને ખાતર ચૂપ રહો. પાણી થોડા વખતમાં જ પાછાં વળતાં થવાનાં છે; જુઓને, હમણાં જ વળવા માંડ્યાં છે.” અને રેલેનું નિરીક્ષણ સાચું હતું, કારણકે લિસેસ્ટર એટલો બધો ગાભરો થઈ ગયો હતો કે, તે કશો જ જવાબ ન આપી શક્યો. એટલે રાણી તરત શંકાશીલ બનીને પોતાના દરબારીઓનાં મોં સામું જોઈને તથા તેમનાં માં ઉપર પણ પોતાના મનમાં ઊભી થયેલી શંકા જેવી જ લાગણી અંકિત થયેલી જોઈને બોલી ઊઠી, “કે પછી આ કિસ્સામાં ઉપર ઉપરથી દેખાય છે તે કરતાં કે અમે જોઈ શકીએ એવું તમે ઇચ્છો તે કરતાં વિશેષ કંઈ ઊંડું છે, લૉર્ડ લિસેસ્ટર? બોલાવો વાનેને, તે કયાં છે?” બાઉયર તરત જ બોલી ઊઠયો, “નામદાર, હમણાં તેને મેં અંદર આવતો રોક્યો હતો.” “તે શા માટે રોક્યો હતો? તે ભલો માણસ કદાચ પોતાની ઉપરના આક્ષેપોનો ખુલાસો કરવા જ આવવા માગતો હશે.” “એવું જાણતા હોત તો નામદાર, હું એવી ભૂલ ન જ કરત-” બિચારો બાઉયર રાણીના પલટાતા મિજાજથી ગાભરો થઈને બોલી ઊઠ્યો. Page #162 -------------------------------------------------------------------------- ________________ બે હરીફા ૧૪૫ “પણ તારે એની ઇચ્છા મને પહેલેથી જણાવીને પછી મને પૂછવું જોઈતું હતું કે, એને અંદર આવવા દેવા કે નહિ. તારે કારણે અમે અમારા એક ઉમરાવને કંઈ ઠપકો આપ્યો, તેથી તું તારી જાતને બહુ મોટી બની ગયેલી માનતા હશે; પણ તું તે અમારાં દ્વાર બંધ રાખવા માટે લોઢાના એક વજનિયાથી વિશેષ કંઈ નથી, સમજ્યો? તે ઝટ વાર્નેને બાલાવ અને આ અરજીમાં જણાવેલ બીજા ટ્રૅસિલિયનને પણ. 99 વા અને ટ્રેસિલિયન અંદર આવ્યા. વાનેએ પોતાના માલિકની સામે નજર નાખી; પણ તેના પડી ગયેલા માં તરફથી તેને કશી વિશેષ સૂચના ન મળી. પણ પાતાની સાથે ટ્રેસિલિયનને પણ અંદર દાખલ કરાયેલો જોઈ તે સમજી ગયો કે તફાન શાને લગતું છે. રાણીએ તરત વાને ને પૂછયું, “એ વાત સાચી છે કે, લિડકોટ-હૉલવાળા સર હ્યૂ રોબ્સર્ટની ખાનદાન અને સંસ્કારી જુવાન પુત્રીને ફસાવીને તું ગેરરસ્તે દોરી ગયો છે?” વાને તરત ઘૂંટણિયે પડીને મેમાં ઉપર દીનતાના ભાવ લાવીને બાલ્યો, “સાચી વાત છે, નામદાર; મારી અને શ્રીમતી ઍમી રોન્સર્ટ વચ્ચે પ્રેમની આપ-લે થઈ છે.” લિસેસ્ટરનું આખું શરીર વનેના આ શબ્દો સાંભળી કંપી ઊઠયું. ક્ષણભર તા તે હિંમતપૂર્વક આગળ આવી પેાતાનું ગુપ્ત લગ્ન કબૂલ કરીને રાજદરબારમાંથી છેવટની વિદાય લેવા તૈયાર થઈ ગયો. પણ અચાનક તેની નજર સસેકસ ઉપર પડી, અને તેના માં ઉપર વિજયનું ફરકતું હાસ્ય જોઈ, તે પેાતાને હેઠે આવેલા શબ્દો ગળી ગયો. અને મન સાથે ગણગણ્યો, “નહિ, નહિ, અત્યારે મારે તને આટલે મોટો વિજય મેળવ્યાનો આનંદ લેવા દેવા નથી. મારે જે કરવું હશે તે પછીથી જ કરીશ.” 66 “પ્રેમની આપ-લે એટલે શું, હરામખાર ? જો તારા અને સચ્ચાઈ હતી તે તે તેનો હાથ એના પિતા પાસેથી માગ્યો ? ” પ્રેમમાં પ્રમાણિકતા વિધિસર કેમ ન “હું એમ ન કરી શકયો હજૂર; કારણકે તેના બાપે ઊંચા ખાનદાનના એક નબીરાને તેનું વાગ્યાન કરી દીધું હતું. મારા ઉપર એ નબીરાને ગમે પ્રિ૦ – ૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ પ્રીત કિયે દુઃખ હાય’ તેટલા ગુસ્સા અને નફરત છે, છતાં હું એ વાત તેા કબૂલ કરીશ જ. એ માસ્ટર એડમન્ડ ટ્રેસિલિયન અહીં આપની સમક્ષ જ હાજર છે. ” ' “ પણ તેના બાપે કરેલા કરાર અવગણીને તારા પ્રેમની આપ-લેથી પેલી મૂરખીને તારા તરફ ખેંચવાને તને શેા હક હતા, વારુ?” ‘નામદાર, એ માનવ નિર્બળતાના આપ નામદાર સમક્ષ કશા બચાવ કરવે। નિરર્થક છે; કારણકે આપ નામદાર નિર્બળતા કે પ્રેમ નામની એ લાગણીથી સર્વથા અજ્ઞાત – અજેય રહેલાં છે. ” – એટલું કહી તેણે ક્ષણભર થાભીને ધીમા અને ડરતા અવાજે ઉમેર્યું, “જે લાગણી તે પોતે બીજાઓમાં આટલા મેાટા પ્રમાણમાં સળગાવે છે.” 66 66 ઇલિઝાબેથ એ સાંભળી ગુસ્સા કરવા ગઈ, પણ હસી પડી; અને તેણે તેને પૂછ્યું, “તું બહુ બાલકો હરામખાર લાગે છે – પણ તું એ છેકરી સાથે પરણી ચૂકયો છે?” લિસેસ્ટર એવા ચોંકી ઊઠયો, જાણે કે, એ પ્રશ્નના જવાબ વાને શે આપે છે, તે ઉપર તેના જીવન-મરણનો આધાર છે. વાર્ને એ પરંતુ એક ક્ષણની આનાકાની પછી જવાબ આપ્યા, હા, નામદાર. (6 "" “ જુઠ્ઠા, હરામખોર !” લિસેસ્ટર ત્રાડી ઊઠયો. “નહીં, નહીં, લૉર્ડ,” રાણી તરત વચ્ચે બાલી ઊઠી; “અમે તમને એના પ્રત્યે એક શબ્દ પણ બોલવા નહીં દઈએ; હવે એ મામલે અમારી સમક્ષ રજૂ થયો છે, અને અમે જ એ બાબતમાં જે ઠીક લાગશે તે કરીશું,” પછી તેણે તરત વાને સામે જોઈને પૂછ્યું, તારા માલિક – લૉર્ડ ઑફ હતા ખરા ? સાચું તરફથી કશા ડર રાખવાની "6 - લિસેસ્ટર – તારી આ મધુર કામગીરી બાબત કંઈ જાણતા બાલજે; હું તને હુકમ કરું છું; તારે કોઈના જરૂર નથી. ’ "" નામદાર, કૃપાવંત, મારા લૉર્ડ જ આ આખી ઘટનાનું મૂળ કારણ હતા. વાને એ ભગવાનના સાગન ખાઈને કહ્યું. در (c ‘હરામજાદા, તું મને દગા દેશે, કેમ ?” લિસેસ્ટર ત્રાડી ઊઠયો. “ચાલ, આગળ બાલી નાખ,” રાણી ગુસ્સાથી લાલચાળ થઈ જઈને બાલી ઊઠી; “અહીં મારો જ હુકમ ચાલે છે, બીજા કોઈના નહિ. ” Page #164 -------------------------------------------------------------------------- ________________ એ હરીફા ૧૪૭ આપની આજ્ઞા । સર્વવ્યાપી અને સર્વશક્તિમાન છે, કૃપાવંત; પરંતુ અહીં ઊભેલાં બીજાં બધાં સમક્ષ હું મારા લૉર્ડ અંગેની વાત બાલી 99 શકું નહિ. (6 ' લૉર્ડો, તમે બધા થાડા બાજુએ હટી જાઓ, રાણીએ પેાતાની આસપાસ ઊભેલા દરબારીઓને સંબોધીને કહ્યું; અને પછી વાનેને જણાવ્યું, “બાલ, તારા માલિક અર્થને તારી આ ગુનાહિત કાવતરાખોરી સાથે શે સંબંધ છે?” "" નામદાર, કૃપાવંત, મારા લૉર્ડને હમણાં કોઈક પ્રબળ છતાં ગુપ્ત લાગણી એવી સતાવી રહી છે કે, હવે તે પોતાના રસાલા તરફ પહેલાં જેટલું કડક ધ્યાન આપી શકતા નથી. તેથી કરીને જ મને મારી મૂર્ખામી કરવાની તક તેમજ ફુરસદ મળી હતી.” “તે। એ રીતે જ તે તારા દોષ સાથે સંકળાયેલા છે, બીજી કોઈ રીતે નહિ, ખરું?” રાણીએ પૂછ્યું. “ના જી, બીજી કોઈ રીતે નહિ, કૃપાવંત. પણ હમણાંનું કંઈક એવું બની ગયું છે, જેથી મારા લૉર્ડ હવે પહેલાંના માણસ નથી રહ્યા. નહિ તો, જુઓને કૃપાવંત, અત્યારે જ કેવા ફીકા પડી જઈને તથા ધ્રૂજતા-કંપતા તે ઊભા છે? તેમને વળી હું આપને કંઈ નિવેદન કરું તેથી ગભરાવાની શી જરૂર હોય ? પણ જ્યારથી નામદાર, તેમને પેલું કારણું પૅકેટ મળ્યું છે, ત્યારથી —!” “ કયું પૅકેટ ? અને કયાંથી મળ્યું છે?” રાણીએ આતુરતાથી પૂછ્યું. ** “કયાંથી મળ્યું છે, તે તે હું કલ્પી શકતા નથી; પણ હું તેમની તહેનાતમાં જ રાતદિવસ રહેતા હોવાથી, મને ખબર છે કે ત્યારથી માંડીને તેમણે પેાતાના હૃદયસ્થાન ઉપર જ રહે તેવી રીતે વાળની એક લટ, જેમાં નાના હૃદયાકાર સુવર્ણ-મણિ વીંટેલા છે, તે ગળામાં લટકાવી રાખી છે. તે એકલા હોય ત્યારે તેની સાથે વાતા કરે છે – તે ઊંઘમાં પણ તેને છાતીએથી અળગી કરતા નથી – કોઈ કાફર પેાતાની મૂર્તિને એટલી ભક્તિથી પૂજતા નહીં હોય.” 46 રાણી ઇલિઝાબેથના માં ઉપર લજ્જાના શેરડા પડી ગયા; પણ તે મેં ભારે રાખવા જરા કડકાઇથી બોલી, “તને તે તારા માલિક ઉપર ગુપ્ત જાસૂસી કરનારો ખરો બદમાશ કહેવા જોઈએ! તું જે વાળની લટ કહે છે, તેના રંગ કેવોક છે વારુ?” Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રીત કિયે દુઃખ હેય” વાને એ જવાબ આપ્યો, “કોઈ કવિ તો તે લટને મિનરવા* દેવીએ કાંતેલા સોનાના તાર કહીને વર્ણવે; પણ મારે મતે તે તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પીળા છે – વસંત ઋતુના ખુશનુમા દિવસના સૂર્યાસ્ત વખતનાં કિરણ જેવા રંગના.” “વાહ, તું તે પોતે જ કવિ હોય એમ લાગે છે,” રાણી હસતાં હસતાં બોલી; “પણ તું રૂપકની જે ભાષા વાપરે છે, તે પકડી શકે તેવી મારી બુદ્ધિશક્તિ ઝડપી નથી – તો અહીં આસપાસ ઊભેલી બાનુઓ સામે જો – અહીં આટલામાં કોઈ સ્ત્રીના વાળ એ લટના વાળની તોલે આવે એવા તને લાગે છે? જેથી હું પણ જાણી શકું કે મિનરવાએ કાંતેલા સેનાના તાર જેવા, કે વસંતના સૂર્યાસ્ત સમયનાં કિરણ જેવા વાળ કોને કહેવાય?” વાને એક પછી એક બધી બાનુઓ તરફ નજર કરી લઈને છેવટે રાણીજી ઉપર જ નજર કરીને બોલ્યો, “અહીં તો કોઈ બાનુના વાળ એવા દેખાતા નથી, સિવાય કે જ્યાં નજર કરવાની મારાથી હિંમત ન થઈ શકે.” શું મૂરખરાજ, તું એમ કહેવાની હિંમત કરે છે – ” “ના, ના, ક્ષમા કરો કૃપાવંત,” વાને આંખ ઉપર હાથની છ જલી કરતાં બોલ્યો; “વસંત-સૂર્યના પ્રતાપથી મારી આંખો અંજાઈ ગઈ છે.” “જા, જા, તું તો ખાસ મૂરખ છે, વળી,” એટલું કહી રાણી ઉતાવળે લિસેસ્ટર તરફ પહોંચી ગઈ. પણ આ દરમ્યાન જુદા જુદા દરબારીઓ ઉપર ભયનું અને આશા એમ બેવડું વાતાવરણ ઘેરાઈ રહ્યું હતું. વાને અને રાણીની વાતચીત દરમ્યાન તેમની ચેષ્ટાઓ અને માં ઉપરના ફેરફારો ઉપરથી જુદા જુદા માણસો જુદી જુદી કલ્પના કરવા લાગ્યા હતા. લિસેસ્ટર પોતે પણ, ચારે બાજુ દરબારીઓને તેની ઉન્નતિ કે પડતીની સંભાવના કે બીક રાખતા જોઈને, તેમનો ચેપ લાગતાં, પોતાના પ્રેમને વફાદાર રહેવાની વાત ભૂલી, વાર્નેની વફાદારી અને રાણીની મનસ્વિતા પોતાના ભાગ્યનો શો ફેંસલો લાવે છે તે જાણવા ઉત્સુક થઈ ગયો. ધીમે ધીમે રાણીની ચેષ્ટા ઉપરથી તેને લાગવા માંડ્યું કે, વાને જે કંઈ કહે છે તેથી બાજી તેની તરફેણમાં વળતી જાય છે. અને થોડી વારમાં રાણીએ પોતે તેની નજીક આવી તેની એ બાબતની શંકા ટાળી દીધી. તેણે બધાંના સાંભળતાં કહ્યું, “લૉર્ડ, આ તમારો નોકર બહુ બોલકો છે; એટલું સારું છે કે, તમે તેને એવી ખાનગી આ ડહાપણ અને કળાકારીગરીની દેવી. - સપાટ Page #166 -------------------------------------------------------------------------- ________________ એ હરીફા ૧૪૯ વાતા નથી કરતા, જેથી તમારે વિષેને અમારો આભપ્રાય ખરાબ થઈ જાય. કારણકે, ખાતરી રાખજો કે, તેના પેટમાં જરાય વાત નહીં રહે.” 66 “આપ નામદારથી કશી વાત તે છુપાવે, તો તે રાજદ્રોહ જ ગણાય,” લિસેસ્ટર છટાપૂર્વક એક ઘૂંટણિયે પડીને બાલ્યો; ‘જોકે, હું તા મારું હૃદય આપની સમક્ષ એટલું ખુલ્લું થાય એમ ઇચ્છું, જેથી કોઈ નેકર તેને વધુ ઉઘાડું ન પાડી શકે. ’ 39 66 વાહ, લૉર્ડ, તમારા હૃદયના એકાદ નાના ખૂણે પણ એવા નથી, જેના ઉપર તમે પડદા ઢાંકી રાખવા ઇચ્છો? આહા, હું જોઉં છું કે તમે મારા એ સવાલથી ગૂંચવાયા છે; પણ તમારી રાણીએ પેાતાના સેવકો વાદારીથી તેની સેવા શા માટે બજાવે છે તેનાં કારણોમાં વધુ ઊંડા ઊતરવું ન જોઈએ, નહિ તે તેને નાખુશ થવા જેવું કારણ મળે. ” 46 લસેસ્ટરના મોંમાંથી હવે અંતરની સાચી લાગણીને વ્યક્ત કરતી વાગ્ધારા ફૂટી પડી. તે બાહ્યો, આ ગરીબ ડડ્ડીને આપની ઉદારતાએ જે કંઈ બહ્યું છે તે બધું પાછું લઈ લેજો, અને આપને પ્રતાપી સૂર્ય તેન! ઉપર પ્રકાશ્યો તે પહેલાં તે જેવા ગરીબ માણસ હતો તેવા તેને બની રહેવા દેજો – તેની પાસે તેને જમાો અને તરચાર સિવાય બીજું કાંઈ ભલે ન રહે – પણ તેની પાસે ગૌરવ માણવા જેવી એક વસ્તુ છે– પાતાની રાણી અને માલિકણ માટેના આદરભાવ – તે તે। અક્ષુણ્ણ રહેવા દેજો – જે વસ્તુ તેણે વાણીથી કે કાર્યથી કદી ગુમાવી નથી. - "" “નહીં ડડ્ડી, ઇલિઝાબેથ કદી ભૂલો નાહ કે, તમે જ્યારે અત્યાચારોથી પીડિત-દલિત યેલા એક ગરીબ દરખારી હતા, તે વખતે હું પણ એક કંગાળ રાજકુંવરી જ હતી – અને તે વખતે તમારી પાસે બાકી રહેલી તમામ વસ્તુઓ – જીવન અને ઇજ્જત બધું – તમે એને કારણે હાડમાં મૂકી દીધાં હતાં.”* રાણીએ એક હાથે લિસેસ્ટરને ઊભા કરતાં અને બીજો હાથ તેને જ રાન્ત હેન્રી-૮ ઘણી પત્નીએ પરણ્યા હતા – અલબત્ત, લગ્નખ ધનમાંથી છૂટો થઈ થઇને. તેનો એક પત્ની કૅથેરર્ટન ફ અરેગોનની પુત્રી મૅરી તેના ભાઇ એડવર્ડ-૬ના મૃત્યુ બાદ ૧૫૫૭-૫૮ દરમ્યાન રાણી થઈ હતી. તેના પિતાને બીજી રાણી ઍન મેલાનથી યેલી પુત્રી ઇલિઝાબેથને પ્રોટેસ્ટટાના કાવતરામાં સામેલ ગણીને ટાવર ઑફ લંડનમાં કે પૂરવામાં આવી હતી. તે વખતે લિસેસ્ટર પણ ત્યાં જેલમાં હતા. તેના બાપને લેડી જેન ચેતે રાણી મૅરીને ખલે રાજગાદીએ બેસાડવાના કાવતરા બદલ કતલ કરવામાં આવ્યા હતા. - સ્પા Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ “પ્રીત કિયે દુઃખ હેય” ચુંબન કરવા આપતાં કહ્યું; “ઊભા થાઓ લૉર્ડ, અને મારો હાથ છોડી દો! અને હંમેશ મુજબ મારા દરબારની શોભા અને મારા સિંહાસનને ટેકો બની રહો. તમારી રાણી તમારી ગેરવર્તણુક બદલ તમને ઠપકો ભલે આપે, પણ તે તમારા ગુણો ભૂલીને નહિ જ આપે.” ત્યાર પછી બધા દરબારીઓ તરફ ફરીને જરા ગળગળા અવાજે રાણીએ કહ્યું, “સગૃહસ્થો, ભગવાન કૃપા રાખે, પણ મને લાગે છે કે, કોઈ રાજવીને આ ઉદાત્ત અર્લ જેવા સાચા સેવક નહિ મળ્યા હોય.” લિસેસ્ટરના પક્ષના લોકોમાં હકાર સંમતિસૂચક ગણગણાટ ઊઠયો અને સસેકસના મિત્રો તેને વિરોધ કરી શક્યા નહિ. તેઓ આંખો નીચી કરીને દુશમનોના જાહેર અને નિર્ભેળ વિજયથી શરમિંદા બની જમીન તરફ જોઈ રહ્યા. લિસેસ્ટરે હવે પોતાના વિજયથી જરા સ્વસ્થ થઈ વાના ગુના બદલ તેને શું કરવાનું છે, એ બાબત પૂછયું. તેણે ઉમેર્યું, “મારે એના તરફ નાખુશી સિવાય બીજું કાંઈ દર્શાવવું ન જોઈએ, છતાં હું તેને માટે –” ખરે જ, અમે તે એ બાબત ભૂલી જ ગયાં હતાં; અમારે તે અમારા સર્વોત્તમ પ્રજાજનની જેમ જ હીનતમ પ્રજાજન તરફ પણ ન્યાયની દૃષ્ટિએ જ જોવું જોઈએ. એટલે તમે અમને એ વસ્તુની યાદ દેવરાવી તેથી અમે ખુશ થયાં છીએ. તો બોલા ફરિયાદી ટ્રેસિલિયનને; તે અમારી સમક્ષ હાજર થાય.” ટેસિલિયન નીચે નમી યથોચિત આદરભાવ દાખવતો. રાણીની રૂબરૂ હાજર થયો. તેના દેખાવમાં એક પ્રકારની ખાનદાની હતી, તેમજ હલનચલનમાં શિષ્ટતા પણ હતી. રાણીની નજરથી એ અણછતી ન રહી. તે ગભરાયા વિના પણ જરા ખિન્નતાના ભાવ સાથે રાણી સામે ઊભો રહ્યો. “મને આ સદગૃહસ્થ માટે ખેદ થયા વિના રહેતો નથી. મેં એને વિષે તપાસ કરી હતી, અને જે જાણવા મળ્યું છે, અને તેના બાહ્ય દેખાવથી બરાબર સમર્થન મળે છે કે, તે વિદ્વાન છે તથા બહાદુર છે – અભ્યાસમાં તથા શસ્ત્રોના ઉપયોગની બાબતમાં તે પૂરો કુશળ હશે. વાને અને આ બે વચ્ચે તો તુલના જ ન થઈ શકે તેમ છતાં અમે સ્ત્રીઓને – નબળી જાતને – જીભની કુશળતાવાળો માણસ વધુ પસંદ આવે, એ સ્વાભાવિક છે; માટે માસ્ટર ટ્રેસિલિયન, તમારા સાચા પ્રેમને તે સાચો જવાબ નથી મળ્યો તેથી Page #168 -------------------------------------------------------------------------- ________________ એ હરીફા ૧૫૧ ખિન્ન થઈ જવાની જરૂર નથી. ટ્રોજન યુદ્ધના સમયથી સ્ત્રીઓ સાચા પ્રેમને બેવફા નીવડતી આવી છે. અમે તો ઇતિહાસ વગેરે લખાણેા ઉપરથી આ બધું કલ્પીએ છીએ - કારણકે અમને પેાતાને આવી હળવી લાગણીઓના અનુભવ નથી – એટલે તમે તમારા જ્ઞાનાભ્યાસને જોરે તમારી એ ખિન્નતા ધોઈ કાઢો એ જ સલાહભર્યું છે. અને પેલી જુવાનડીના બાપુનું દુ:ખ હળવું કરવા તે અમે એમના જમાઈને એવી બઢતી આપી દઈશું જેથી તે પેાતાની અમીર ઘરની પત્નીને યયાયોગ્ય ખર્ચથી નિભાવી શકે. અને તને પણ જુવાન, અમે નહીં ભૂલીએ – નિષ્ફળ ગયેલા પ્રેમીને પણ અમારી પાસેથી કંઈક ટેકો માગવાના હક છે – એટલે તું પણ અમારા દરબારમાં દાખલ થઈ જજે, એટલે અમે પણ તારે માટે કંઈક કરીશું.” પણ ટ્રેસિલિયન ઈક વધુ કહેવું હોય તેમ હજુ ઘૂંટણિયે પડી જ રહ્યો. એટલે રાણી જરા અધીરાઈથી બોલી ઊઠી, “કેમ, ભલાદમી, હજુ તારે શું જોઈએ છે? એ જુવાનડી તમને બંનેને તે એકી સાથે નહિ જ પરણી શકે! તેણે પેાતાની પસંદગી કરી લીધી છે– અલબત્તા, નથી કરી, એમ કહી શકાય – પણ હવે શું, તે તા વાનેની ચૂકી છે?” બહુ ડાહી પસંદગી પરણેતર બની “ફૂપાવંત નામદાર, મારી ફરિયાદ તો પૂરી થાય છે, અને સાથે મારી અદાવત પણ. પરંતુ આ વાર્નના શબ્દને જ સાચા માની લેવા ન જોઈએ.” તરત જ વાને બાલી ઊઠયો, બહાર કયાંક જો મારા શબ્દને અવિશ્વાસપાત્ર કહેવામાં આવ્યો હોત, તે "9 ‘તારી તરવાર ? કૃપાવંત નામદારની મારી તરવાર પરવાનગી હોય તે હમણાં મારી 55 તરવાર 66 66 66 “ચૂપ, ચૂપ, બંને મૂર્ખાઓ છે! તમે કયાં કોની રૂબરૂ આ બધું બોલી રહ્યા છે, ખબર છે?” પછી લિસેસ્ટર તથા સસેકસ તરફ વળીને તે બાલી, ‘તમેા બંને જણા આપસમાં જેવા ઝઘડો રાખા છે, તેવે જ તમારા અનુયાયીઓ પણ રાખે છે – પણ મારી રૂબરૂમાં તરવારો ખેંચવાની બજારુ વાત કરવાની તેમની હિંમત? જુએ સાહેબા, મારે માટે કે ઇંગ્લૅન્ડ માટે તરવાર ખેંચવા સિવાય બીજા કોઈ ઝઘડામાં તરવાર ખેંચવાની વાત જે કરશે, તેને, મારી ઇજ્જતના સાણંદ, હું તરત તેન! હાથમાં બલ્લૌયાં પહેરાવી દેવરાવી તેને જેલભેગા કરી દઈશ. છતાં આ બંને તકરારિયા અને ધાંધળિયા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર પ્રીત કિયે દુઃખ હેય” ઓને મારે ન્યાય તે કરવો જ જોઈએ – તે લૉર્ડ ઑફ લિસેસ્ટર, તમારો આ સેવક ઍમી રોબ્સર્ટને પરણ્યો છે, એ બાબતની સચ્ચાઈ વિશે તમે ખાતરી આપો છો? – અલબત્ત, તમારા જાણવા અને માનવા મુજબ જ =” લિસેસ્ટરને આ ઘા કારણે થઈ પડયો. પણ હવે તેનાથી પાછા ફરાય તેમ ન હતું - તે બહુ આગળ વધી ગયો હતો. એટલે તેણે એક ક્ષણ ખચકાઈને પછી તરત જવાબ આપી દીધો, “મારા માનવા મુજબ – અરે મને ખાતરી છે તે મુજબ ઍમી રોબ્સર્ટ પરણી ચૂકી છે.” “છતાં નામદાર, હું એ જાણવા વિનંતી કરી શકું કે કયારે અને કયા સંજોગોમાં આ કહેવાતું લગ્ન –” - “ચાલ, ચાલ, જુવાન ! – “કહેવાનું લગ્ન વળી શાન કહે છે? આ માનવંત અ પોતે પોતાના સેવક બાબત ખાતરી આપતા નથી? પણ તું પ્રેમની બાજી હારી ગયેલો માણસ છે – એટલે અમે તારા ઉપર કૃપાભાવ દાખવી, એ બાબતમાં ફુરસદે વધુ તપાસ કરીશું. લૉર્ડ ઑફ લિસેસ્ટર, તમને યાદ છે ને કે અમે આવતા અઠવાડિયે તમારા કેનિલવ-ગઢની મહેમાનગત ચાખવાનાં છીએ ? – તો તમે અમારા માંઘા મિત્ર અર્ક ઑફ સસેકસ ત્યાં અમને સોબત આપે તે માટે તેમને જરૂર નિમંત્રો.” “જો અ ઑફ સસેકસ મારા ગરીબખાનામાં પધારવા કૃપા કરશે, તો હું અમે બે વચ્ચે જે મેળ હોવો જોઈએ એમ અ૫ નામદાર ઇચ્છો છો, તેના એક વધુ પુરાવારૂપ ગણીશ.” લિટરે છટાથી નમીને કહ્યું. સસેકસ વધુ ગૂંચવાયા. તેમણે કહ્યું, “મૅડમ, હું મારી બીમારીમાંથી હમણાં જ ઊઠેલો છું એટલે ત્યાંના ઉત્રાવ-સમારંભના સમયમાં નાહક આડખીલીરૂપ નીવડીશ.” “વાહ, અમે પોતે તમારી તબિયતની સંભાળ રાખીશું. તમે અમારા બહુ મોંઘા સેવક છે, અને અમારું ઘણું ઘણું તમને આભારી છે. અમારો રાજવૈદ માસ્ટર્સ જ તમારા પથ્યાપથ્યની સંભાળ રાખશે, એટલે તમારે કેનિલવર્થ આવવું જ પડશે. ઉપરાંત આ ટ્રેસિલિયન અને વાને બને તો બે અર્લોના સેવકો છે, એટલે તેઓ પણ કેનિલવર્થ મુકામે હાજર રહે. ત્યાં જ પેલી હેલન સુંદરીને પણ હાજર રાખજો, જેને કારણે આ બે જણર્મા & ગ્રીક દંતકથાની સુંદરી, જેણે ઘણું ઉમેદવારોમાંથી મેનેલસને પસંદ કર્યો, ત્યારે પૅરીસ તેનું હરણ કરી ગયે, જેથી ટ્રોજન-યુદ્ધ થયું હતું. - સંપ૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ ગુરુજીનાં દર્શન! ૧૫૩ વિખવાદ ઊભો થયો છે. વાર્ને, તારી પત્નીને કેનિલવર્થ હાજર રાખજે, જેથી હું બોલાવું કે તરત તે મારી સમક્ષ રજૂ થાય. લૉર્ડ લિસેસ્ટર તમે એ જુવાનડી હાજર રહે એમ જરૂર જોજો.” ૧૩ ગુરુજીનાં દર્શન! કલાકાત પૂરી થઈ, ત્યાર પછી થોડા વખતમાં જ પ્રિવી-કાઉંસિલની બેઠક મળવાની હતી. તેમાં પણ લિસેસ્ટરને હાજર થવાનું હતું. દરમ્યાન જે થોડો ખાલી વખત મળ્યો તે દરમ્યાન લિસેસ્ટર સવારમાં જે કિંઈ બન્યું તે અંગે વિચાર કરવા લાગ્યો. તેને સમજાઈ ગયું કે, વાર્નેના ઍમી સાથેના લગ્નની સચ્ચાઈ બાબત પોતે સોગંદપૂર્વક જાહેર ખાતરી આપ્યા બાદ (અલબત્ત, અસ્પષ્ટ શબ્દોમાં – કારણકે તેણે એમીનું લગ્ન જોની સાથે થયું હતું તે કહ્યું ન હતું,) હવે તેમાંથી પાછા ખસી જવું એ તો રાણીની નાખુશી વહોરવા જેવું જ નહિ, પણ તેના હરીફ સસેકસ અને સી સહ દરબારી-બંધુઓનો તિરસ્કાર વહોરવા જેવું જ થાય. હવે તો બીજો વિચાર કર્યા વિના, રાણીજીની જે કથા સંપાદન કરવા તેણે આટઆટલા ભોગ આપ્યા છે, તે કોઈ પણ ભોગે જાળવી રાખવી જ રહી. કારણકે, એ ગુમાવવી એટલે તો બધું જ ગુમાવવું, એ નક્કી હતું. એ દિવસની કાઉંસિલની બેઠકમાં સ્કૉટલૅન્ડની રાણી મેરીની વાત ચર્ચાઈ. તેને જેલમાં નાખે સાત સાત વર્ષ થયાં હતાં. સસેકસે મહેમાનગતના ૧. રાજવહીવટ માટેનું ખાનગી સલાહકાર મંડ. – સંપ૦ ૨. સ્કેટલૅન્ડની રાણું (૧૫૬૧) થયા બાદ, ઇલિઝાબેથ પછી ઇંગ્લેન્ડની વારસદાર બનવા માટે મૅરીનો પ્રયત્ન હતો. તે કૅથલિક હતી. તેના પેટેસ્ટંટ વિરોધીઓએ તેની સામે બળવો કર્યો. તે નાસીને ઇંગ્લેંન્ડમાં ઇલિઝાબેથને શરણે આવી. પણ તેને કેદ પૂરવામાં આવી. દરમ્યાન તેને નામે ઇંગ્લેન્ડના કૅથલિકાએ પ્રોટેસ્ટંટ ઇલિઝાબેથ સામે કરેલાં કાવતરાંમાં તે સાગરીત ગણાઈ, અને ૧૫૮૭માં તેની કતલ કરવામાં આવી. તે ખરેખર ગુનેગાર હતી કે નહિ, તે વિષે કશું નિશ્ચિત કહેવાતું નથી. - સંપ૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રીત કિયે દુઃખ હોય” નિયમો તથા શિષ્ટ રાજવ્યવહારની આણ દઈ, તેને મુક્ત કરવાની જોરદાર દલીલો કરી. રાણીને એ અભિપ્રાય ગમ્યો નહિ. લિસેસ્ટરે ભારે જુસ્સાથી અને વકતૃત્વ-છટાથી એથી ઊલટો મત પ્રતિપાદિત કર્યો કે, રાજ્યની સહીસલામતીને ખાતર કૉટલૅન્ડની રાણીને હજુ નિયંત્રણમાં રાખવી જોઈએ. કારણકે, રાણીજીના અંગની સહીસલામતી તો આપણને માટે સૌને ભારેમાં ભારે અગત્યની વસ્તુ ગણાય. એ સ્કૉટલૅન્ડની રાણીએ એક વખત ઇંગ્લેન્ડના સિંહાસન માટે જ જૂઠો દાવો કર્યો હતો, એટલું જ નહિ પણ, અત્યારે તે આપણા દેશની વચ્ચોવચ રહીને પણ દેશ-પરદેશના રાણીજીના બધા દુશ્મનોની આશા અને પ્રેરણા બની રહી છે. છેવટે તેણ બધા ઉમરાવોની સમક્ષ કંઈ વધારે પડતું કડક બોલાઈ ગયું હોય તો તે બાબત ક્ષમા માગી; કારણકે, તેણે ઉમેર્યું તેમ, રાણીજીની સહીસલામતીની વાત આવે છે ત્યારે તે વિષે બોલતાં તેનાથી સામાન્ય ચર્ચાની મર્યાદા ઓળંગી જવાય છે. ઇલિઝાબેથે તેને પોતાની અંગત સહીસલામતી બાબત વધારે પડતું મહત્ત્વ આપવા અંગે મીઠો ઠપકો આપ્યો; છતાં સાથે સાથે ઉમેર્યું કે, ભગવાનની મરજીથી તેનું (રાણીનું) અંગત હિત, તેના પ્રજાજનેના હિત સાથે એટલું બધું ગાઢપણે સંકળાઈ ગયેલું છે કે, આત્મરક્ષણ માટે જ્યારે તે કંઈ પણ પગલાં ભરે છે, ત્યારે તે પોતાનું રાજ્ય પ્રત્યેનું કર્તવ્ય જ અદા કરે છે, એમ તે માને છે. અને આ કાઉંસિલ જો ડહાપણપૂર્વક એવા મતની હોય કે, સ્કૉટલૅન્ડની તેની કમનસીબ બહેન ઉપર કંઈક નિયંત્રણ ચાલુ રાખવું આવશ્યક જ છે, તે એ પોતે તેના બંદીવાસને એની સુરક્ષિતતા માટે જરૂરી હોય તે મર્યાદામાં હળવો બનાવવા અવશ્ય સૂચનાઓ આપશે. આ કાઉંસિલને અંતે અર્લ ઑફ લિસેસ્ટરને વિજય સંપૂર્ણ થઈ ગયો. અને સૌ દરબારીઓ હવે તેની કૃપાના અભિવાંછુ બની રહ્યા. બીજી બાજુ સસેકસ દિવસને અંતે સેઝ-કોર્ટ પાછા ફર્યા, ત્યારે એટલા બધા થાકી ગયા હતા કે, તેમણે તરત વેલૅન્ડ સ્મિથને પોતાની સારવાર માટે તાકીદે બોલાવ્યો. પણ તે કયાંય જડ્યો નહિ. ટ્રેસિલિયનને એ વાત કરવામાં આવી. થોડી વારે વેલૅન્ડ કયાંક બહારથી આવ્યો, પણ તે એવો ગાભરો થઈ ગયો હતો કે, ટ્રેસિલિયન તેને એકલાને એકાંતમાં મળ્યો અને પૂછવા લાગ્યો કે, “તને શું થયું છે, સ્મિથ? તે કંઈ ભૂતબૂત તે જોયું નથીને?” Page #172 -------------------------------------------------------------------------- ________________ ગુરુજીનાં દર્શન ! ૧૫૫ સાહેબ, ભૂત કરતાંય વધુ ખરાબ વસ્તુ મે... જોઈ છે. માત્ર ભગવાનની કૃપા કે, એ મને જુએ તે પહેલાં મેં તેને જોઈ લીધી, એટલે હું બચી ગયો. ” (6 “તું શું કહેવા માગે છે, તે સમજાય તે રીતે તે બાલ, ભલાદમી !” “મને મારા ગુરુ-ઉસ્તાદ ડૉકટર ડોબૂબીને ભેટો થઈ ગયો, માલિક. ગઈ કાલે રાતે મારો એક મિત્ર, જે હમણાં નવો જ ઊભો થયા છે, તે મને રાજમહેલનું ઘડિયાળ જોવા લઈ ગયા. – મને એવી કળાકારીગરીની વસ્તુ જોવાના શોખ છે, એમ માનીને. એ વખતે ઘડિયાળ-ટાવરની બાજુમાં આવેલા એક બુરજની બારીમાં મેં મારા જૂના માલિકને ઊભેલા જોયા. "" “તને કંઈ ભ્રમ થઈ આવ્યા હશે!” ટ્રેસિલિયને કહ્યું. “ના, ના, મારી કંઈ ભૂલ થઈ નથી. તેમણે ભવૈયા જેવો પોશાક પહેર્યો હતો ખરો, પણ હું તેમને ઓળખી કાઢયા વિના રહું જ નહિ. એટલે હવે તેમની બાડની આટલી નજીક રહીને મારે મારા કમ-ભાગ્યને લલચાવવું નથી. હું ગમે તેવો વેશપલટો કરું પણ ડોબૂબી મને છેવટે ઓળખી કાઢયા વિના રહે જ નહિ. એટલે હું તે। આવતી કાલે જ અહીંથી વિદાય થઈ જવાના. અત્યારે તો એમની આટલી નજીકમાં હું છું, એ મેાતના પંજામાં જ છું, એમ મારે માનવું જોઈએ. ,, tr પણ અર્લ ઑફ સસેકસનું પછી શું?” “તેમને પહેલાં જે ઝેર આપવામાં આવ્યું છે, તેમાંથી તે તે બચી ગયા છે. હવે ફરીથી તે જ ઝેર બીજા કશામાં તે ન લે, એટલે બસ. દરમ્યાન મેં આપેલી દવા વટાણા જેટલી રોજ સવારે ભૂખ્યા પેટે લેશે તે પૂરતું છે.” “ પણ ફરીથી એ ઝેર તેમના ખાવામાં ન જાય તે માટે શી સાવચેતી રાખવી, એ તું કહી શકશે, ભલા ?” 66 “એમને માટેનું માંસ બજારમાંથી ન ખરીદવું, તેમના મસાલા બહુ ખાતરીનાં દૂરનાં સ્થળાએથી ખરીદવા, તેમને માટે રાંધેલું પહેલાં રસોઈ કરનારને અને પીરસનારને ખવરાવવું; બહારથી આવેલાં અત્તરો,પૉમેડો, અને લેપા ન વાપરવાં, અને વાપરવાં તે દૂરના ખાતરીના સ્થળેથી લાવેલાં જ વાપરવાં. અજાણ્યા સાથે પીણું ન પીવું કે ફળ ન ખાવું. ખાસ કરીને તે કેનિલવર્લ્ડ જાય, ત્યારે તેમણે ખાનપાનની ચીજો બાબત આ બધી કાળજી Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રીત કિયે દુઃખ હેય” વિશેષ રાખવી. તેમની બીમારીનું કારણ હોવાથી આ બધે પરહેજ તે ત્યાં પણ પાળી શકશે.” અને તું હવે કયાં જવા માગે છે?” “ફ્રાન્સ, સ્પેન, વેસ્ટ કે ઇસ્ટ ઇંડિયા વગેરેમાંથી ગમે ત્યાં હું ચાલ્યો જઈશ; પણ ડોબુબી ઉર્ફે ડેમેટ્રિયસની નજીકમાં તો નહિ જ રહું.” તું અહીંથી ખસવા માગે તે પહેલાં જ મેં બર્કશાયર તરફ મારો એક ગુપ્ત સંદેશો લઈને તને મોકલવા વિચાર કર્યો હતો.” તે અહીંથી દૂર ખસી શકાય એવા કોઈ કામે તો મને તમે જરૂર લઈ શકો છો, તેમજ મારી વફાદારી ઉપર પૂરો ભરોસો રાખી શકે છે.” ટ્રેસિલિયન પિતે રાજદરબારમાં શા કામે આવ્યો હતો, તેની થોડીઘણી ખબર તો વેલૅન્ડને પડી જ ગયેલી હતી, એટલે ટ્રેસિલિયને તેને બધી જ વાત વિગતે કહી સંભળાવી; અને કમ્મર ગામે વીશીવાળા જાઈસ ગોસ્લિગ સાથે માહિતી અને સંદેશાની આપ-લેની જે ગોઠવણ પોતે કરેલી હતી તે કહીને, આજે રાજદરબારમાં વાર્નેએ એમી સાથેના પોતાના લગ્નની જે વાત રજૂ કરી હતી તે, તથા લિસેસ્ટરે તે વાતને ટેકો આપ્યો હતો એ વાત પણ કરી. તથા પછી જણાવ્યું – “ તું હવે સમજી શકશે કે, હું જે સંજોગોમાં મુકાયો છે તેમાં મારે વાને તથા એના મળતિયા ફેસ્ટર અને લેમ્બૉર્ન જેવા સિદ્ધાંત વગરના માણસોની હિલચાલ ઉપર કડક નજર રાખવી જોઈએ. લિસેસ્ટરને પણ હું એ બાબતમાં ઇશ્ક નિર્દોષ નથી માનતો – તે પણ પેલાઓ વડે માત્ર છેતરાતા જ હોય એમ મને નથી લાગતું. એટલે તું આ મારી સંકેત તરીકેની વીંટી લઈને જાઈલ્સ ગર્લીગ પાસે જા. ઉપરાંત આ સોનૈયા છે – જો તું મારી વફાદારીપૂર્વક સેવા બજાવીશ, તો હું એથી બીજા ત્રણગણા વધુ આપીશ. માટે તું કમ્નર જઈને, આ લોકો હવે આગળ શાં પગલાં ભરે છે, તેની બારીક તપાસ રાખતો રહે.” - વેલેંન્ડે પછી અર્લ ઑફ સસેકસ પાસે જઈ, તેમને રોજ લેવાની દવાનું યોગ્ય પ્રમાણ બતાવ્યું, તથા ખાન-પાનમાં કેવી સાવચેતી રાખવાની છે, તે તેમના વફાદાર મિત્રો અને સેવકોને સમજાવી દીધું. ત્યાર પછી પરોઢ થવાની રાહ પણ જોયા વિના, પોતાનો ઘોડો તૈયાર કરાવી, તે સેયઝ-કોર્ટ છોડી, કન્ઝર તરફ ઊપડી ગયો. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નવા વેશ – નવી કામગીરી ૧ લિસ્ટર સેસ્ટર જ્યારે આખા દિવસની તન-મનને વિશુધ્ધ કરી નાખે તેવી ધમાલ પછી રાતે પાતાને મુકામે પાછા ફર્યા, ત્યારે તે, ભયંકર તાફાના વચ્ચે ઝૂઝીને તથા કેટલીય વાર ખડકાળ કિનારે અથડાઈને ચૂરેચૂરા થઈ જવા આવેલી કિશ્તીને છેવટે ફરકતે વાવટે દ૨ે લઈને આવી પહોંચેલા નાવિક જેવો થઈ ગયા હતા. થોડી વારમાં વાર્થે પરવાનગી લઈ અંદર આવી પહોંચ્યા. પરંતુ લિસેસ્ટર મેજ ઉપર કોણી ટેકવી લમણે હાથ દઈ ચૂપ બેઠેલા જ રહ્યો. છેવટે વાર્નેએ જ બાલવાનું શરૂ કર્યું — ‘આજે આપના સબળા હરીફ ઉપર આપે મેળવેલા અપ્રતિમ વિજય માટે આપને અભિનંદન આપવાની રજા લઉં, નામદાર ?” લિસેસ્ટરે ગુસ્સે થયા વિના પણ ખન્નતાથી જવાબ આપ્યો, “ તારી હાજરજ્વાબીથી, હું જે હલકટ તથા જોખમભર્યા જુઠ્ઠાણામાં અટવાયો છું, તે જાણતા હાઈને, મને અભિનંદન આપવા જેવું કાંઈ રહે છે કે કેમ એ તે તું જ નક્કી કરી શકે.” "" નામદાર, આપે જે ગુપ્ત રહસ્ય મને કાળજીપૂર્વક સાચવી રાખવા વારંવાર આગ્રહપૂર્વક ફરમાવેલું, તે પહેલે જ ધક્કે માંએ બાલી ન નાખવા બદલ આપ નામદાર મને ઠપકો આપે છે, શું? આપ નામદાર ત્યાં જાતે હાજર હતા; એટલે આપને જરૂરી લાગ્યું હાત તે! મેં કહેલી વાતના ઇનકાર કરી, સાચી વાત જાહેર કરી દઈ આપની પાયમાલી સાધી શકતા હતા; પણ આપના વફાદાર નાકરથી તો આપના હુકમ વિના એમ શી રીતે કરી શકાય ?” ૧૫૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ 66 વાત ખરી છે, વાર્ને! મારી મહત્ત્વાકાંક્ષાએ મારા પ્રેમને દગા દેવરાવ્યા છે. ’ 6 પ્રીત કિયે દુઃખ હોય' “ઊલટું એમ કહેા, નામદાર કે, આપના પ્રેમે આપની ઉન્નતિને દગા દીધા છે, અને જગતમાં બીજા કોઈને પ્રાપ્ત ન થાય એવા સત્તા અને પ્રતિષ્ઠાના પદે પહોંચતાં આપને રોકી રાખ્યા છે. નામદાર લેડીને કાઉન્ટેસ બનાવવા જતાં આપે ાતે — બનવાની તક ગુમાવી છે.” “શું બનવાની તક ગુમાવી છે? તારે જે કહેવું છે તે બાલી નાખ જોઉં !” લિસેસ્ટર તડૂકયો. 66 રજ્ઞા બનવાની તક નામદાર; આખા ઈંગ્લૅન્ડના રાજા ! – અને એમ કહેવામાં રાણીજી પ્રત્યે કશા રાજદ્રોહ થતા નથી. કારણકે, ઈંગ્લૅન્ડ દેશની આખી પ્રજા પોતાનાં માનીતાં રાણીને એક સ્વરૂપવાન, ખાનદાન અને પ્રેમશૌર્યની ભાવનાવાળા તિ મળે, એમ ઇચ્છે છે.” 66 ગાંડા-બાંડા થયો છે કે શું, વાર્ને? પત્નીના ખાળામાંથી મળેલા તાજ પહેરવા જતાં સ્કૉટલૅન્ડના ડાર્નલેની શી વલે થઈ, તે તું ભૂલી ગયા, શું?” 66 “પર્ણ ડાર્નલે તો ગધેડો હતા, નામદાર. જો મૅરી આપ નામદારને પરણી હે!ત, તે તેને જુદી જાતના પતિ મળ્યો હાત અને આપ નામદારને જુદી જાતની નમ્ર અને કહ્યાગરી પત્ની મળી હોત.” એ વાત ખરી છે, વાર્તો! મૅરીને નાથી શકે તેવો પુરુષ' ડાર્નલે ન હતા એ વાત સાચી. પરંતુ મૅરીને નાથી શકે તેવો માણસ ઇલિઝાબેથને પણ નાથી શકે, એ વાતમાં શે। માલ છે ? ઇલિઝાબેથને હ્રદય સ્ક્રીનું મળ્યું છે, પણ માથું ૧. સ્કૉટલૅન્ડની રાણી મૈરી હેન્રી સ્ટુઅર્ટ, લોડા લેને પરણી હતી. તે દુરાચારી ભૂખ હતા, અને રાણી તેનાથી ઘેાડા વખતમાં જ વિમુખ થઈ ગઈ. મૅરીના માનીતા સેક્રેટરી રિઝિયાનું તેણે ખૂન કરાવ્યું, એથી મૅરીની તેના પ્રત્યેની નક્ત ખાસ વધી ગઈ. ઘેાડા વખત બાદ ડા`લેનું ખૂન થયું, પણ તેમાં મૅરીને કેટલેા હિસ્સા હતા અથવા તે કાવતરાની મૈરીને કેટલી ાણુ હતી, તે હજુ નિશ્ચિત થઈ શકચુ' નથી. – સ`પા ૨. મૅરી ઇલિઝાબેથના હાથમાં કેદી તરીકે હતી, ત્યારે તેને અલ આફ લિસેસ્ટર સાથે પરણવાની વાત ખામુખા અપમાનિત કરવા ખાતર ધરવામાં આવી હતી, એ ઐતિહાસિક હકીકત છે. –સપા Page #176 -------------------------------------------------------------------------- ________________ નવા વેશ – નવી કામગીરી ૧૫૯ પુરુષનું મળ્યું છે; એટલે તે પેાતાની જાત ઉપર કાબૂ રાખી ગમે તેવી મૂર્ખાઈ કરી બેસતી નથી. તે પ્રેમ-પત્રો, અરે પ્રેમ-કાવ્યોની લેવડદેવડ કરશે; અરે પ્રેમની આખરી કક્ષા સુધી વાત વધવા દેશે, પણ પછી એકદમ તાળું ! ” 66 પણ તે જો પત્ની બનવા તૈયાર ન થાય, અને માત્ર પ્રેમિકા જ બની રહે, તા એ વસ્તુ તો આપ નામદારના વિશેષ લાભની વાત ન થઈ? કારણકે, આપને પત્ની તો છે જ–માત્ર તે પત્નીએ કમ્નર-પ્લેસ જેવી જગાએ ગુપ્તવાસમાં રહ્યા કરવું જોઈએ. ” “ બિચારી ઍમી! એને કાયદેસરની પત્ની તરીકે બહાર આવવાની કેટલી બધી ઉત્કંઠા છે? ' “ પણ નામદાર, એમની એ ઇચ્છા બુદ્ધિયુક્ત કહી શકાય ? તેમને ધર્મ-વિધિપૂર્વક આપનાં પત્ની થવું હતું, તે વસ્તુ આપે કબૂલ રાખી; એટલે તે હવે આપનાં માનવંત અને પ્રિય પત્ની બન્યાં જ છે. આપ નામદારને જ્યા૨ે અગત્યનાં કામેામાંથી ફુરસદ મળે, ત્યારે આપ તેમને મળતા પણ રહો છે. તે એમના જેવાં વહાલસોયાં અને કહ્યાગરાં પત્નીએ આપનું હિત વિચારી અમુક છાયામાં રહેવા કબૂલ થવું જ જોઈએ. અને લિડકોટ-હૉલમાં તેમના બાપને ત્યાં તે જે ઓછાયામાં હતાં, તેથી વધુ છાયા આ નથી " ૪. 66 તારી વાતમાં કંઈક વજૂદ તા છે જ; પરંતુ રાણીએ તેને કેનિલવર્લ્ડમાં રજૂ કરવાનું ફરમાવ્યું છે તેનું શું થશે, વારુ?” “એ મુદ્દા બાબત મને જરા શાંતિથી વિચાર કરવા દેજો, નામદાર. રાણીજી તથા નામદાર કાઉન્ટસ બંનેને સંતાષ થાય, અને છતાં બધી વાત ગુપ્ત રહે, એવી એક યાજના હું તૈયાર કરી રહ્યો છું. – પણ હાલ તુરતને માટે હવે આપ નામદારના કાંઈ વિશેષ હુકમ છે?” - “કંઈ નથી; પણ જતા પહેલાં તું મારી પેલી લેાખંડી કાસ્કેટ૧ ટેબલ ઉપર મૂકતા જા; તથા હું બોલાવું કે તરત હાજર થઈ શકે, એટલેા નજીકમાં જ રહેજે.” ૧. જર ઝવેરાત રાખવાની નાની મજબૂત પેટી. = સપા૰ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ 6 પ્રીત કિયે દુઃખ હોય ’ ર વાને બહાર ચાલ્યા જતાં લિસેસ્ટરે એ કાસ્કેટ બીજા કોઈએ ખાલવાના પ્રયત્ન તે નથી કર્યો, એ બરાબર જોઈ લઈને ઉઘાડી. તેમાંથી થેાડા સેાનૈયા કાઢી એક રેશમી પર્સમાં ભરી લીધા; તથા અંદરથી જન્માક્ષર દોરેલા એક કાગળ કાઢયો. ત્યાર બાદ એક કૂંચી લઈ, પડદો ખસેડી, ખૂણામાંનું ગુપ્ત દ્વાર ઉઘાડી, ભીંતની જાડાઈમાં ચણેલા એક દાદર પાસે જઈ, ઊંચું જોઈ, દાદર ઉપરના બુરજમાં પહોંચે તેટલા મોટો અવાજ કરી બૂમ પાડી, “ અલાસ્કા ! નીચે આવો. 66 “ આવ્યો નામદાર ! ” એમ કહેતા ઉપરથી એક ગટ્ટો બુઢ્ઢા જેવો માણસ ઊતરી આવ્યો. “પિતા, તમારી ભવિષ્યવાણી ખોટી પડી ! પેલા તે સાથે થવા લાગ્યા છે.” “બેટા, મેં એનું માત નહોતું ભાખ્યું — ઉપરાંત, મેં આકાશના ગ્રહનક્ષત્રની ગતિ અને સ્થાન ઉપરથી ભાખેલી વાત, છેવટે સૌના નિયંતાની મરજીની બહાર છે, એમ પણ ન માની લેવું જોઈએ. ગ્રહ। ભલે માણસના ભાગ્ય ઉપર હકૂમત ચલાવતા હશે, પરંતુ ગ્રહેા ઉપર પણ ઈશ્વરની હકૂમત ચાલે છે. ” “તો પછી તમારી વિદ્યા શા ખપની?” 66 “કેમ બેટા, ઈશ્વરની મરજી હેઠળ ચાલતે! ઘટનાક્રમ પણ કઈ દિશા પકડશે, એ આપણે અગાઉથી જાણી શકીએ, એ ઓછું છે? તમે જે જન્માક્ષર એટલે તેને લાંબી બતાવ્યા હતા, તેમાં શિન મંગળની સામે છઠ્ઠા સ્થાને છે; અને કારમી બીમારી ભાગવવી પડે જ. અને તે ઉપરથી તેનું મૃત્યુ જરૂર અનુમાની શકાય – છતાં આપ નામદાર તે જન્માક્ષરવાળાનું નામ મને કહેા, તો હું બીજી કુંડળી માંડી જોઉં. ” “એનું નામ ગુપ્ત છે, પિતા; છતાં હું એટલું તેા કબૂલ કરીશ જ કે તમારું ભાખેલું ખાટું પડયું છે એમ ન કહેવાય. તે ખૂબ જ બીમાર પડી ગયા હતા – જોકે મરી ન ગયા, પણ તેની આખરી ઘડી તો ગણાવા લાગી જ હતી. પણ પિતાજી, તમે વાર્નેએ કહ્યા મુજબ મારી છે કે નહિ? તો તે ઉપરથી અત્યારે મારું ભાગ્ય કેવું છે તે કહી કુંડળી દોરી શકશે ? ” Page #178 -------------------------------------------------------------------------- ________________ ન વેશ-નવી કામગીરી ૧૬૧ હા બેટા, મારી તમામ વિદ્યા, તમારી સેવામાં હાજર છે. આ કુંડળી જુઓ, કેટલું બધું ઉજજવળ ભાવી બતાવે છે? – અલબત્ત, ભયો, મુશ્કેલીઓ અને જોખમ વિનાની નહિ. એટલે તમારે હજુ તમારી કાર્ય કરવાની અને સહન કરવાની હિંમતને જરા વધુ ઊંચી કક્ષાએ લઈ જવાની જરૂર છે. ગ્રહો તે હજુ મોટો હોદ્દો, હજુ મેટું પદ તમને પ્રાપ્ત થાય એ ચોખ્ખું જણાવે છે. એ શું હોઈ શકે એ તમારે કલ્પી લેવું જોઈએ, મારાથી એનું નામ ન પાડી શકાય. માણસનું ગર્વિષ્ઠ મન ઇચ્છી શકે તેવું પદ, સત્તા, અને વૈભવ આ કુંડળી તો બતાવે છે.” વાહ, આ તો મારું માથું ભમાવવા મારા દુશ્મનોએ જ તમને મોકલી આપ્યા લાગે છે! બોલો, તમારી આપ-સચ્ચાઈ પુરવાર કરી આપે તેવું કંઈ પ્રમાણ રજૂ કરે; નહિ તે, હમણાં જ હું તમારી ચામડી જીવતાજીવત ઉતરાવી દઉં છું.” જુઓ નામદાર, આમ ગુસ્સો કરવાની કે શંકાશીલ બનવાની જરૂર નથી. છેલ્લા ચોવીસ કલાકથી હું આ બુરજમાં પુરાઈ રહ્યો છું. બહારના કોઈને મળ્યો નથી. તમે જ ચાવી ફેરવીને બારણું બહારથી બંધ કરેલું છે. મેં કશું ખાધું પણ નથી. તે પછી હું તમને એમ પૂછું છું કે, આકાશમાં તમારો સિતારો છેલ્લા ૨૪ કલાકથી બુલંદ થયો છે, તે પ્રમાણમાં તમારા પૃથ્વી ઉપરના ભાગ્યમાં પણ કાંઈ જ સારો કે શુભ કહેવાય એ ફેરફાર થયો છે કે નહિ? મારી સચ્ચાઈ બાબત તમારો જવાબ જ પ્રમાણ હશે. જો તેવું કશું ન બન્યું હોય, તો તમે મને ભલે એક હરામખોર ઠગ ગણી કાઢજો અને ચાન્ડિયા-બૅબિલોનમાં શોધાયેલી મારી વિદ્યા પણ ઠગવિદ્યા છે એમ માની લેજો.” લિસેસ્ટર થોડો વિચારમાં પડી ગયો. પછી તેણે કહ્યું, “વાત સાચી છે – તમને બરાબર અલગ પાડીને પૂરી રાખવામાં આવ્યા હતા – કોઈ તમને મળી શકે કે કશું કહી શકે તેમ ન હતું – છતાં મારા ગ્રહો ઉપરથી તમે જેમ ભાખ્યું છે, તેમ છેલ્લા ચોવીસ કલાકમાં મારી પરિસ્થિતિમાં કંઈક સારો કહી શકાય તેવો ફેરફાર જરૂર થયો છે. એટલે મેં તમારે માટે શંકા કરવા જે કર્યું, તે બદલ હું દિલગીર છું. પણ તમે જે કહ્યું કે, મારા ભાગ્યમાં પ્રિ૦- ૧૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર પ્રીત કિયે દુખ હોય' વચ્ચે ભયો-મુશ્કેલીઓ અને જોખમે છે, તે તમે કહી શકશો ખરા કે, એ જોખમ કેવા પ્રકારનું છે અને કઈ દિશામાંથી આવવાનું છે?” “મારી વિદ્યા એટલું જ કહી શકે તેમ છે, બેટા, કે એ જોખમ એક યુવાન તરફથી આવવાનું છે – જે તમારે હરીફ હોઈ શકે, એમ મને લાગે છે. પણ એ પ્રેમ-કારણમાં કે રાજકારણમાં હરીફ છે એ હું ન કહી શકું. ઉપરાંત એ જોખમ પશ્ચિમ દિશામાંથી આવવાનું છે, એટલું હું કહી શકું “પશ્ચિમ દિશામાંથી? બરાબર, ટ્રેસિલિયન કૉવેલનો અને રેલે ડેવોનને – એ બેમાંથી એક હોઈ શકે – પણ હું બંનેથી સાવધ રહીશ. પિતાજી, મેં તમને અને તમારી વિદ્યાને જે અન્યાય કર્યો, તે બદલ આ થેલી લો.” એમ કહી લિસેસ્ટરે કાસ્કેટમાંથી કાઢીને સોનૈયા ભરેલી રેશમી થેલી તેને આપી દીધી, અને ઉમેર્યું, “વાર્નેએ કહ્યાથી બમણું આ છે. પણ તમે વફાદાર રહેજો – બધું ગુપ્ત રાખજો – વાને જ સલાહસૂચન આપે તેને અનુસરો તથા મારે કારણે થોડો એકલવાસ વેઠવો પડે તો વેઠી લેજો. એને તમને પૂરતો બદલો મળી રહેશે, એની ખાતરી રાખજો. વાર્ને, અહીં આવ, અને આ સંમાનનીય સજજનને તારા કમરામાં લઈ જઈ ખવરાવ-પિવરાવ; પણ ખબરદાર, તે ફોર્ફની સાથે કશા સંપર્કમાં ન આવે.” વાર્બેના કમરામાં જઈને અલાસ્કો ભોજન કરવા બેઠો, ત્યારે વાર્નેએ આસપાસ કોઈ સાંભળતું નથી કે સાંભળી શકે તેમ નથી એટલી ખાતરી કરી લઈ, બારણું બરાબર અંદરથી બંધ કર્યું અને પછી અલાસ્કોની સામે બેસી પૂછવા માંડયું – “આંગણામાંથી મેં નિશાની કરી હતી તે બરાબર જોઈ હતીને?” “હા, હા; અને કુંડળી તે પ્રમાણે જ ગોઠવી લીધી હતી.” “અને મારા પેટ્રને એ બધું ભવિષ્ય પડકાર્યા વિના જેમનું તેમ સ્વીકારી લીધું ને?” પડકાર્યા વિના તે ન કહેવાય; પણ છેવટે સ્વીકારી લીધું ખરું. મેં પહેલેથી આપણે નક્કી કર્યા મુજબ જોખમ કોઈ ગુપ્ત રહસ્ય પ્રગટ થઈ જડ માંથી તથા પશ્ચિમ દિશામાંથી આવવાનું છે એમ ઉમેર્યું હતું.” Page #180 -------------------------------------------------------------------------- ________________ નવો વેશ-નવી કામગીરી ૧૬૩ બરાબર છે, હવે એકને માટે મારા લૉર્ડને ડર ગેરંટી બની રહેશે, અને બીજા માટે તેમને અંતરાત્મા. આવી મોટી શરત અને હોડમાં ઊતરેલ માણસ આવા ખટકા મનમાં રાખ્યા કરે છે, એ જ વિચિત્ર વસ્તુ છે. એટલે મારે તેમના જ હિતમાં તેમને આમ છેતરવા પડે છે. હવે મહેરબાન તિષી, તમારી પોતાની બાબતમાં તો હું હવે ગ્રહો-નક્ષત્રો-કુંડળીઓને પૂછયા વિના જ ભાખી શકું છું કે, તમારે હવે અહીંથી કમ્મર ગામની દિશામાં ઉઠાંતરી કરવાની થઈ છે.” ભાઈ, છેવટના મને બહુ દોડાદોડી કરાવી છે, તથા બુરજની નિર્જન કોટડીઓમાં મારે પુરાઈ રહેવું પડયું છે. પણ હવે મારે સ્વતંત્રતા જોઈએ છીએ જેથી હું મારાં સંશોધને આગળ ચલાવી શકું; કારણકે, મારે મન તે પચાસ પચાસ રાજકારણીઓ અને તેમના માનીતાઓના પરપોટા જેવી ચડતી-પડતી કરતાંય વધુ અગત્યનાં છે.” “હા, હા, તમે હવે નિરાંતે સ્વતંત્રતા ભોગવી શકશો – કારણકે સસેકસના મળતિયાઓ ડેમેટ્રિયસ નામના એક ઝેર વેચનાર ઊંટવૈદ્યને શોધી રહ્યા છે, જેણે સસેકસના રસોઈયાને કીમતી મસાલા વેચ્યા હતા, જેમાં ઝેર ભેળવેલું હતું. જાણતા નથી કે, સસેકસે તમને શોધવા (કારણકે, અલાસ્કો નામધારી વ્યક્તિ ડેમેરિયસ ડોબૂબી જ હતો !) ઈનામ બહાર પાડયું છે, અને તેનાં માણસો તમારી પાંસળીઓમાં પોતાની કટારો ખોસી દેવા આતુર બની ગયાં છે?” અલાસ્કો ગુસ્સાથી અને ભયથી અનુક્રમે લાલચોળ તથા ફીકો બની ગયો. વાર્નેએ હવે ધીમે રહીને ઉમેર્યું, “વાહ, બુઢે, આમ મરવા જેવા ફીકા પડી જવાની શી જરૂર છે? હું તમને ગ્રામ-પ્રદેશમાં આવેલા મારા એક મથકે પહોંચાડી દઈશ, જ્યાં તમે નિરાંતે રહી શકશો, અને ત્યાં રહેલા ગુલામને ઠગીને નવું રૂપા-નાણું ઊભું કરી શકશો. કારણકે, તમારી વિદ્યા એટલું જ કરી શકે તેમ છે!” ભૂંડામુખા, જુઠ્ઠા માણસ! કીમિયાવિઘામાં હું એટલો આગળ વધેલો છું કે, હવે પારસમણિના ગુણવાળું દ્રવ્ય ગાળવાની તૈયારીમાં છું. આખી દુનિયામાં મારા જેવા છ કીમિયાગર પણ નથી, જે તેની એટલી લગોલગ પહોંચી ગયા હોય –” Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હોય ’ << ‘જવા દે, જવા દે, દોસ્ત, આપણ બંને શું એકબીજાને ઓળખતા નથી? હું જરૂર તને ઠગવિદ્યામાં પૂરો નિષ્ણાત માનું છું; પરંતુ હું એ વિદ્યામાં એટલેા બધા આગળ વધી ગયો છે કે, હવે તારી જાતને જ છેતરી રહ્યો છે, એ પણ તું જાણતા નથી! ગુસ્સે થવાની જરૂર નથી. તારા જેવો ગઠિયો તારા સિવાય બીજા કોઈથી છેતરાય નહિ. પરંતુ સસેકસને તે વેચેલા મસાલાનું ઝેર જો વધુ સફળ નીવડયું હાત, તા હું તારી ઝેર-વિઘાને તેા બરાબર પ્રમાણત. પણ તને તા એ પણ નથી આવડતી ! ” "" (6 તારા જેવો બદમાશ મેં બીજો કોઈ ન જોયો, જે પોતે કરેલાં કુકર્મો જરાય શરમાયા વિના આમ હિંમતપૂર્વક માંએ લાવી શકે.” ૧૬૪ "" પણ તું તો એવો બદમાશ છે કે, જે કર્મા તું કરી શકતા નથી તે માંએ લાવવાની હિંમત કરી શકે છે. પણ ગુસ્સે થવાની જરૂર નથી – મારે તારી સાથે તકરાર માંડવી નથી. પણ તું જ કહે કે, તારી વિદ્યા આવે અણીને વખતે નિષ્ફળ કેમ નીવડી ? ” “મારી વસ્તુ નિષ્ફળ નીવડી શકે જ નહિ. મેં આપેલા ઝેરને આખી દુનિયામાં માત્ર એક જ ઉપાય છે. તે અર્લ ઑફ સસેકસને આપવામાં આવે, તો જ તે મેં આપેલા ઝેરની અસરમાંથી બચી શકે. પણ એ ઉપાય મારા સિવાય ઈંગ્લૅન્ડમાં બીજું કોઈ જાણતું નથી – ઉપરાંત એ બનાવવા માટે જોઈતાં ઔષધા – ખાસ કરીને તેમાંનું એક, તે કયાંય મળી શકે તેમ નથી. એટલે સસેકસ બચી ગયા તે ભારે નવાઈની વાત છે. માટીનું બનેલું કોઈ શરીર એ ઝેરને સામને ન કરી શકે.” - “ પણ કોઈ તારા જેવો ઊંટવૈદ કયાંકથી આવી ચડયો અને તેણે તેમને બચાવી લીધા એમ સાંભળ્યું છે. તે તું કહે છે તે તારા ઝેરનો ગુપ્ત ઉપાય ઈંગ્લૅન્ડમાં બીજું કોઈ જાણતું હોય એવો સંભવ છે, ખરો?” “ એક માણસ એવો હતા. ખરો – મારો જ એક વખતના શાગીર્દ હતા. તેણે કદાચ છૂપી રીતે મારા એક-બે નુસખા જાણી લીધા હોય, એવો સંભવ કહેવાય ખરો. પણ હું એમ મારી વિદ્યામાં કોઈ ભાગીદાર બને એ સહન કરી લઉં એવો માણસ નથી. એટલે મેં તો એને ચોરી લીધેલા નુસખાઓ સાથે કથારના સુરંગને ભડાકે ઉડાવી દીધા છે– એ બિચારાના આત્માને શાંતિ મળેા ! – પણ તમે મને જ્યાં લઈ જવા માગે છે ત્યાં મને મારી પ્રયાગશાળા ચલાવવા દેવામાં આવશે, ખરી ?” - Page #182 -------------------------------------------------------------------------- ________________ ન વેશ - નવી કામગીરી અરે તારી પ્રયોગશાળા કરતાંય બીજી મોટી પ્રયોગશાળા તને તૈયાર મળશે. કારણકે એબિંગ્ડનના સાધુઓમાંના એકે તારી પેઠે પોતાની જાતને સેતાનને વેચી દીધી હતી, અને તે પણ સારી પેઠે પારસમણિનું દ્રવ્ય શોધવા માથાકૂટ કર્યા કરતો હતો. તે કયારને મરી ગયો છે. અને તેની એ આખી પ્રયોગશાળા એ મકાન સાથે મારા કબજામાં આવી ગઈ છે. ત્યાં તું જેટલા ઉકાળા-કાઢા ગાળવા હોય તેટલા ગાળ્યા કરજે અને સંતાનનું તર્પણ કરજે.” ભલે, માસ્ટર વાર્ને, તું અત્યારે મારી ઠેકડી કર્યા કર. પણ મારે મારી વિદ્યામાં એક જ પગથિયું બાકી રહે છે. અને પછી હું જોઈ શકશે કે, નવી દુનિયામાંની ખાણો જેટલું સોનું આપી શકે છે તેના કરતાં મારી પાસે સોનાના અખૂટ અને મોટા ભંડાર થઈ ગયા હશે, જેથી મારે પછી રાજ-માનીતાના માનીતાઓની ગુલામી નહિ વેઠવી પડે!” શાબાશ, શાબાશ! પણ ભલાદમી, તારી એ વાતોનાં બણગાં મારા લૉર્ડ લિસેસ્ટરના ખિસ્સામાંથી કે મારા ખિસ્સામાંથી એક સોનૈયો પણ નહિ કઢાવી શકે. એ માટે તો તારે અમારી નક્કર – દુન્યવી સેવાઓ બજાવવી પડશે. એટલે તારે ત્યાં જઈને પહેલપ્રથમ તો મને તારા સેઈન્ટ નિકોલસના મૅનેનો બીજો ડોઝ તૈયાર કરી આપવો પડશે.” હું એ ઝેરને વધુ ડોઝ તૈયાર કરવાનો નથી.” તે તે જે ડોઝ બનાવ્યો હતો તે માટે તને હું ફાંસીએ ચડાવી દેવરાવીશ. પણ માનવજાતને એટલું બધું નુકસાન થાય એમ હું ઇચ્છત નથી – એટલે તું તારી વિદ્યા સાથે જીવતો રહે એમાં જ તારું ને દુનિયાનું ભલું છે! પણ તારા આ નવા ડોઝને ઉપયોગ મારે કોઈને મારી નાખવા માટે આ વખતે કરવો નથી. તે જ કહ્યું હતું કે, એ ઝેરને થોડી માત્રામાં આપવામાં આવે, તો તે માણસમાં માત્ર ગમગીની, ઢીલપણ, ઊબકા, માથાને દુ:ખાવો, અને સ્થળફેર કરવાની નામરજી – એવા એવા ઉપદ્રવો જ ઊભા કરે છે. તું તો એમ કહેતો હતો કે, પાંજરામાં પૂરેલા પંખીને એ ઝેર આપ્યું હોય, તો તેના પાંજરાનું બારણું ઉઘાડું મૂકો તો પણ તે ઊડી જવા મન ન કરે !” “ખરી વાત છે; પણ હું તેને બાંધો જોઈને નક્કી કરી આપું તે પ્રમાણમાં એ આપો તો જ.” Page #183 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ પ્રીત કિયે દુખ હોય' “અને તે માણસની જિંદગીને જરા પણ આંચ ન આવે, ખરુંને?” “હા, પરંતુ મારે તે ઝેરનું મારણ સાથે રાખી તેની પાસે જ હાજર રહેવું પડે; જેથી કંઈક વધારે પ્રમાણમાં ઝેરની ખરાબ અસર જણાય, તો તરત સંભાળી લઈ શકું.” “પણ તું તેની પાસે જ રહી શકીશ; અને તને ઈનામ પણ એવું રાજશાહી આપવામાં આવશે. પરંતુ તેણીની તબિયતને જરા પણ આંચ ન આવવી જોઈએ, નહિ તો તારું ત્યાં ને ત્યાં આવી બનશે.” “તેળીને? તે શું કોઈ સ્ત્રી ઉપર મારી વિદ્યા અજમાવવાની છે?” “મૂરખ, મેં તો કોઈ પંખિણી માટે એ શબ્દ વાપર્યો હતો. પણ તારી આંખના ચળકાટ ઉપરથી તું ઘણું ઘણું કલપી લેતો હોય એમ લાગે છે. તો પુરું જ સાંભળી લે – એ પંખિણી જેને પ્રિય છે, તે એની તબિયતને જરા પણ આંચ આવે તો દરગુજર કરે તેવો નથી. તે સ્ત્રીને કેનિલવર્થમાં થનારા ઉત્સવ-સમારંભમાં હાજર રહેવાને હુકમ થયો છે. પરંતુ તે સ્ત્રી ત્યાં ન જાય એ બહુ જરૂરી છે – આવશ્યક છે – અગત્યનું છે. એ અગત્ય કે આવશ્યકતા શા કારણે છે, એ વાત તે સ્ત્રીને જણાવવાની નથી, એટલે તે પિતે જ થઈને કેનિલવઈ જવાનું નામંજૂર કરે, એવું આપણે કરવાનું છે. કારણકે, તે સ્ત્રીને ત્યાં જવાનું ઘણું ઘણું મન હોય, એ સ્વાભાવિક છે.” પણ એનો જાન લેવાનું મને નહિ કહેવામાં આવે, એની ખાતરી આપો છોને?” “ઊલટું, તેને જાન ગયો, તે તારો જાન તરત જ જશે, એ તારે યાદ રાખવાનું છે.” અને બદલામાં મને મારા પ્રયોગો ચલાવવા માટે પૂરી સ્વતંત્રતા અને સગવડ મળશે?” બધી જ, બધી જ. પણ પેલી સ્ત્રીને દવા આપવાનું તે હું ત્યાં જાતે આવીને કહ્યું ત્યારે જ કરવાનું છે; તે પહેલાં નહિ. મારો માણસ માઇકેલ લેંમ્બૉર્ન તને કાલે સવારે આવીને લઈ જશે. ત્યાં સુધી તારે સૂવા માટેના આ ઘોલકામાં જ પુરાઈ રહેવાનું છે.” એમ કહી, વાને એ તેને પિતાના કમરાના જ ખૂણામાં આવેલા એક ઘોલકામાં પૂરીને બહારથી તાળું માર્યું અને માઇકેલ લૅમ્બોર્નને પોતાના કમરામાં બોલાવ્યો. Page #184 -------------------------------------------------------------------------- ________________ નો વેશ- નવી કામગીરી લૅબૉર્નને પીધેલ હાલતમાં મેં થઈ ગયેલ આવેલો જોઈને વાને તરત તકી ઊઠયો, “બદમાશ પીધેલ બની ગયો, ખરું?” ખસૂસ, મારા મહેરબાન, આજે આપણા લૉર્ડ લિસેસ્ટરના માનમાં અમે આખી સાંજ પી-પી જ કર્યું છે. જે માણસ આજે મારા લૉર્ડની થયેલી બઢતીના માનમાં ડઝનેક શુભેચ્છા-પ્યાલીઓ પીવા કબૂલ ન થાય, તેને મારી કટારના છ ઈંચ પીવા પડે, સમજ્યા?” હરામજાદા, અબઘડી હોંસમાં આવી જા – હું હુકમ કરું છું. હું જાણું છું કે, તું તારું ઘેન મરજી થાય તો ફગાવી દઈ શકે છે. એટલે જો તું તરત ભાનમાં ન આવી ગયો, તો તારી ખેર નથી, સમજ્યો?” લેંમ્બૉને તરત માથું ઢાળી દીધું; અને કમરા બહાર જઈ, બે-ત્રણ મિનિટમાં માથાના વાળ, કપડાં વગેરે બધું ઠીકઠાક કરી લઈ, પૂરા હોંસમાં પાછો આવ્યો. જો, હું બરાબર સાંભળી લે; તારે આ નાના કમરામાં સૂતેલા કસબી માણસને કમ્મર-પ્લસ મથકે લઈ જવાનો છે. આ ચાવી લે સવારે બરાબર વખતસર તેને આવીને ઉઠાડજે. બીજો પણ કોઈ વિશ્વાસુ માણસ સાથે લેજે. મુસાફરી દરમ્યાન આ બુઢ્ઢા સાથે અદબથી વર્તજે – પણ તેને છટકવા ન દઈશ. તે છટકવા પ્રયત્ન કરે, તે તેને તરત જ ઠાર કરજે- મારી બાંહેધરી છે. કન્ઝર-પ્લેસમાં પૂર્વ તરફના ભાગમાં નીચેના કમરા તેને સોંપવાના છે; તેમાંની પ્રયોગશાળાનાં બધાં સાધનો પણ તે વાપરી શકે. તેનો પેલી બાનુ સાથે મેળાપ થવા દેવાનો નથી. પછી હું ત્યાં આવું ત્યાં સુધી તારે ત્યાં જ રોકાવાનું છે. પરંતુ તે દરમ્યાન તારે પીઠામાં જવાનું નથી અને ભડભડાટ કરવાનું નથી. કમ્નર-પ્લેસમાં રહે તેટલો વખત એક શ્વાસ પણ તેનાથી બહારની હવાનો લઈશ નહિ, સમજ્યો?” બસ, વધુ કહેવાની કંઈ જરૂર નથી, મારા લૉર્ડ – અરે મારા માનવંત માલિક – અલબત્ત, તમે નાઈટ-પદધારી જલદી બનવાના જ છો, એની મને ખાતરી છે. હું વહેલી સવારે અહીંથી આને લઈને ઊપડી જઈશ, ખાતરી રાખો. ” Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વીશીમાં ફરીથી ભેટ કમ્મર ગામે આજે સાંજે “બ્લેક-બૅર' વીશીમાં જાઇલ્સ ગેસ્લિગ વીશીવાળાના અધ્યક્ષપણા નીચે ચાલુ રીત પ્રમાણે ગોઠડી જામી હતી. અત્યારના જમાનામાં જેને “ફેરિયો' કહીને આપણે અવગણીએ છીએ, તે માણસ તે જમાનામાં ચાલુ ફેશનની અવનવી કાપડ-સેંટ-અરાર વગેરે વસ્તુઓ દૂર અંદરનાં ગામોમાં પહોંચાડનાર એક વિશિષ્ટ માણસ ગણાતો. ખાસ કરીને સ્ત્રીઓ તેવો માણસ આવે ત્યારે નવી ફેશનને માલ જોવા અને ખરીદવા બહુ ઉત્સુક થઈ જતી. “બ્લેક-બેર” વીશીમાં આજે એક ફેરિયો તેના માલનાં બંડલ સાથે આવીને ઊતર્યો હતો અને સાંજના મુખ્ય કમરામાં ગામના બીજા મુલાકાતીઓ સાથે વાતોએ વળગ્યો હતો. પણ જૂનો વેપારી માસ્ટર ગેલ્ડબ્રેડ આ ફેરિયો આ તરફ આવ્યાથી બહુ ગિન્નાયો હતો અને તેની સાથે વાતવાતમાં છેડાઈ પડતો હતો. પણ એટલામાં વીશીની બહાર આંગણામાં નવા મહેમાનો આવ્યાને પોકાર આવતાં, વીશીવાળો તથા તેના નોકરો બહાર દોડી ગયા. થોડા વખતમાં જાઈલ્સ ગોસ્લિગ પોતાની સાથે પોતાના નામચીન ભાણા માઈકેલ લૅમ્બૉર્નને તથા તેની સાથે આવેલા જ્યોતિષી અલાસ્કોને લઈને અંદર આવ્યો. માઈકેલ લેમ્બોર્ન ઠીકઠાક પીધેલ સ્થિતિમાં હતું. અલાસ્કોએ પોતાની લાંબી દાઢી કાતરીને તથા પોશાકમાં યોગ્ય ફેરફાર કરીને પોતાના દેખાવમાં વીસેક વર્ષને ઘટાડો કરી નાખ્યો હતો. અત્યારે તે સાઠેક વર્ષની ઉંમરનો ચપળ માણસ દેખાતે હતા – જ્ઞાનભારથી કે ઉમરભારથી નીચે નમી ગયેલો નહિ. અલાસ્કો લેમ્બૉર્નને વીશી જેવી જાહેર જગાએ રજૂ થવાને બદલે સીધો કમ્નર-પ્લેસ મુકામે જ જવાનો આગ્રહ કરતો હતો, ત્યારે લેમ્બોર્ન દારૂની મસ્તીમાં ગાળો ઉચ્ચારતો કહેતે હતો, “બધા ગ્રહ-નક્ષત્રોની સોગંદ! Page #186 -------------------------------------------------------------------------- ________________ વીશીમાં ફરીથી ભેટો ૧૬૯ મારાથી મારા મામાને વંદન કર્યા વગર અહીં થઈને પસાર થવાય જ નહિ. ચાલે મામા, તમારે સારામાં સારો એક ગૅલન દારૂ કાઢે, અને ઉમરાવદિલ અલ ઑફ લિસેસ્ટરના માનમાં બધાને પીવા આપી દો!” પણ એ બધા દારૂના પૈસા કોણ આપશે, ભાણાભાઈ? તમારી પાસે ખીસામાં બે ફદિયાંય છે ખરાં?” જાઇલ્સ ગોસ્લિગે પૂછયું. “મામા, તમે હજુય મારી તાકાતમાં અને થેલીમાં અવિશ્વાસ રાખતા જ રહ્યા,” એમ કહી તેણે ખિસ્સામાંથી સોના-રૂપા-નાણું કાઢી બતાવ્યું અને ઉમેર્યું, “એના કરતાં તે મેકિસકો અને પેરુની ખાણોમાં સોનું મોજુદ છે કે નહિ એ પૂછો, કે રાણીજીની તિજોરીમાં સોનું વર્તમાન છે કે નહિ એ પૂછો ! – પણ રાણીજીને જય! મારા ભલા લૉર્ડ ઉપર તે ફિદા ફિદા છે !” ભાણાભાઈ, તમે આવા બધા પૈસા કયાંથી કમાઓ છો, તે મને જરા બતાવી દો, તે સારી વાત !” પૈસા? પૈસા કમાવાની રીત જાણવી છે? તો હું એક ગુપ્ત વાત કહી દઉં, મામા, આ મારી સાથે જે બુઢ્ઢો છે ને? – તેના મગજમાં નરી ચાંદીની ને સોનાની ખાણો ભરેલી છે – હું સોગંદ ખાઉં એના કરતાં વધુ ઝડપે તે સેનૈયા ને રૂપૈયા બનાવી શકે છે!” મારે એવા બનાવટી પૈસા મારી થેલીમાં ભરવા નથી તો! રાણીજીના ચલણી નાણાને ઠગવા જતાં શું થાય, તે હું બરાબર જાણું છું.” “મામા, તમે પૂરા ગધેડા છો! – અને ડૉક્ટર તું મારું કપડું શા માટે ખેંચ્યા કરે છે? – તું પણ પૂરો ગધેડો છે. તમે બંને આવા ગધેડા જ છો, એટલે હું કહી દઉં કે, મેં રૂપકની ભાષા જ વાપરી હતી. સોયા ને રૂયા એટલે ચલણી નાણું નહિ; પણ ચખું શુદ્ધ સોનું અને રૂપું –” પેલે ડોસે. અલાસ્કો હવે બોલી ઊઠ્યો, “તું ગાંડો થયો છે? તારામાં કોઈ ભૂત પેઠું છે કે શું? અહીં આમ વીશી જેવી જાહેર જગામાં બધાની નજર આપણા ઉપર ખેંચવાની શી જરૂર છે, ભલા ?” પણ હું સોગંદ ખાઈને કહું છું કે, કઈ તારી ઉપર નજર નહિ નાખે. જુઓ માસ્ટરો, તમારે કોઈએ આ સગૃહસ્થ ઉપર નજર કરવાની નથી – જે કોઈ નજર નાખશે તેની આંખે હું હાલ ને હાલ મારી આ કટારથી ખાતરી કાઢીશ – માટે નિરાંતે બેસ, ડોસા ! – આ તે બધા મારા જૂના ગોઠિયાઓ છે – તેઓ કોઈને ઉઘાડો પાડી દે તેવા નથી.” Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ 6 પ્રીત કિયે દુઃખ હોય’ 66 “પણ તમે લોકો ખાનગી કમરામાં ચાલોને?” જાઇલ્સ ગાસ્વિંગે કહ્યું; તમે ભાણાભાઈ વિચિત્ર વાતા બાલા છો, અને ચારે બાજુ બાતમીદારો ફરતા જ હોય. ’’ 66 ‘બાતમીદારો ? છટ્ ! – હું ઉમરાવદિલ અર્થ ઑફ લિસેસ્ટરનો માણસ છું. બસ, આ દારૂ આવ્યા; હવે સૌ કોઈ ઈંગ્લૅન્ડના તાજરૂપ અર્થ ઑફ લિસેસ્ટરના માનમાં શુભેચ્છામાં પ્યાલી ગટગટાવવા માંડે; અને જે કોઈ ના પાડશે તેને સસેકસના વાડાનું ડુક્કર માની, તેની ટાંગ કાપી આગ ઉપર શેકીને હું ખાઈ જઈશ ! ” ૉમ્બૉર્નને આમ ગાંડપણે ચડેલા જોઈ, અલાસ્કો ડોસો તેનાથી દૂર એક ખૂણા તરફ ચૂપચાપ જઈને બેઠો, જેથી પેાતાની યાદ ૉમ્બૉર્નને આવીને પાતા વિષે વધુ કંઈ બાલ્યા ન કરે. હવે પેલા કાપડિયેા બકાલ ગાલ્ડથ્રેડ માઈક પાસે આવીને વાતાએ વળગ્યા “કેમ દાસ્ત, તે દિવસે મારી સાથે શરતમાં – ફોસ્ટરને ઘેર જઈ આવવાનીસ્તા – જે તાકો તું જીત્યા હતા, તે કપડું કેવું નીકળ્યું ?” " વાહ, બહુ સારું નીકળ્યું હતું વળી; બસ તેના માનમાં તને હું એક પ્યાલા પાઈ દઉં તે પી જા! ચાલેા ભાઈ, આ બકાલને અને મને તેના ઉત્તમ તાકાના માનમાં એક એક પ્યાલી ભરી આપેા.” 66 · પણ દાસ્ત માઈક, હવે એ જાતની હાડથી તને તાકા જીતવાના નહિ મળે ! કારણ કે ટૉની ફૉસ્ટર કહેતા હતા કે, એ તને એને બારણે ફરી ચડવા નહિ દે. તું એવી ગંદી ગાળા બાલે છે કે, કોઈ પણ ભલા ખ્રિસ્તીનું છાપરું જ એ સાંભળીને ઊડી જાય. '' 66 એ હરામજાદો કંજૂસ એમ કહેતા હતા? તો બસ, હું કહું છું કે, અત્યારે મારા બાલાવ્યાથી તેને અહીં હાજર થઈને મારો હુકમ જાહેરમાં સાંભળવા પડશે, બસ? માર શરત ? જો તે અહીં મારા બાલાવ્યાથી આવે, તે તારી દુકાનના ઘેાડા ઉપરનાં પાંચ ખાનાંમાં જેટલું કાપડ છે, તેટલું મને આપી દઈશ ? ન આવે, તો મારા પચાસ એંજલ* ડૂલ !” “જા, જા, ભાઈ, વધારે પડતા ચડી ગયો છે, જરા જઈને ઊંઘી જા ! ટૉની ફૉસ્ટર તારા હુકમથી, તું સીટી બજાવે ને અહીં આવે ! – જા, જા, માઈક! ઊંઘી જા. ગાલ્ડથ્રેડ બાલી ઊઠયો. = " * અત્યારના પચીસ પાઉંડ. – સા Page #188 -------------------------------------------------------------------------- ________________ વીશીમાં ફરીથી ભેટો ૧૭૧ પણ બેટમજી, હોડ બકોને ત્યારે!” “પણ દુકાનના માલની એવી હોડ ન હોય; તારા પાંચ અંજલ સામે મારા પાંચ એંજલની હોડ બકવી હોય તો કબૂલ છે.” “મારે પણ કબૂલ છે; આવો મામા, અમારા બંનેની રકમ તમારી પાસે લઈ રાખે, અને તમારા કોઈ છોકરાને આ કાગળ લઈને કમ્મર-પ્લેસ તરફ મોકલો, અને ફોસ્ટરને કહેવરાવો કે, હું માનવંત માઈલ લેમ્બૉર્ન અહીં મારા મામાના ગઢમાં બિરાજ્યો છું, અને તેની સાથે કોઈ અગત્યની મંત્રણાઓ કરવા માગું છું.” પેલો છોકરો ચિઠ્ઠી અને સંદેશ લઈને ચાલ્યો ગયો, દરમ્યાન લમ્બોને પ્યાલી ઉપર પ્યાલી ચડાવ્ય રાખી. થોડા વખતમાં જ પેલો છોકરો પાછો આવ્યો અને સંદેશો લાવ્યો કે, માસ્ટર ફોસ્ટર હમણાં જ અહીં આવે છે.” “બસ, જીત્યો! લાવ મામા, બકાલના પાંચ એંજલ પણ !” પણ ગોલ્ડબ્રેડે કહ્યું, “ના, ના, કોસ્ટર અહીં આવે પછી જ આપજે.” માઈકેલ બોલી ઊઠયો, “પણ એ ઉમર સુધી તે આવી પહોંચ્યો હશે! કેમ છોકરા, ટૉનીએ મારો સંદેશો સાંભળીને શું કહ્યું?” “પહેલાં તે મેં ચિઠ્ઠી આપી તે લઈને એમ જ બોલ્યા કે, આપ સાહેબ જહન્નમમાં જાઓ!” હા, હા, એ તો એના પંથના ન હોય તે બધાને સીધા ત્યાં જ મોકલી આપે છે; હાં, પણ પછી તેણે શું કહ્યું?” લૅમ્બોને પૂછ્યું. “તેમણે ચિઠ્ઠી વાંચી, અને પછી મને પૂછયું કે, તમે પીધેલ હાલતમાં છો કે નહિ? – મેં જ્યારે કહ્યું કે, હા, તમે જરા સ્પેનિશ ભાષા જેવું બોલો છો ખરા, એટલે તેમણે કહ્યું કે, તે જો નહિ આવે તો તમે ઘણું બધું છાનું રાખવાનું મની મરશો – સાહેબ એ તો એમણે કહેલું હું કહું છું – એટલે તેમણે ટોપે જન્મો ચડાવીને મને કહ્યું કે “ચાલ હું આવું છું.” લૅમ્બોર્ન એ સાંભળી, મન સાથે ગણગણ્યો, “એણે સાચું કહ્યું, મને પાછી મારી જૂની લતે ચડી વાગી – પણ હું કંઈ પીધેલો હોઉં કે ના પીધેલો હોઉં, તેથી ફરટરિયાથી ડરું શા માટે? – ચાલો ભાઈ, મને ઠંડા પાણીનું એક પવાલું ભરી આપ જોઉં, જેથી પેટમાં ગયેલા દારૂને ખ્રિસ્તી જળસંસ્કાર* કરાવું. ખ્રિસ્તીકરણને વિધિ – બૅટિઝમ. - સંપા Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ “પ્રીત કિયે દુઃખ હેય” લૅમ્બોર્ન એમ પાણી વગેરેથી કંઈક હોશમાં આવવાના પ્રયત્ન કરવા લાગ્યો, દરમ્યાન જાઇલ્સ ગોસ્લિગ કોઈ ન જાણે તેમ પેલા ફેરિયાના કમરામાં આવ્યો અને પૂછવા લાગ્યો – “કેમ મહેરબાન, તમે અહીં ચાલ્યા આવ્યા?” “ભૂત આવે ત્યારે ભાગવું જ પડેને!” “મારા ભાણા માટે એવા શબ્દો મારી સમક્ષ વાપરવા તમને ન છાજે, મહેરબાન. અલબત્ત, માઈક સેતાનો વંશજ છે, એની ના નહિ.” અરે, એ દારૂડિયાની વાત કયાં કરે છે? હું તો પેલો તેની સાથે જે બીજો આવ્યો છે, તેની વાત કરું છું. પણ એ લોકો ક્યારે જવાના છે, અને અહીં શા માટે થોભ્યા છે?” એ પ્રશ્નોનો જવાબ તે હું આપી શકે તેમ નથી, પરંતુ તમે ભલા માસ્ટર ટ્રેસિલિયન તરફથી જે વીંટી લાવ્યા છો, એ ખાસી કીમતી છે. અને એવી બક્ષિસ આપનાર માટે મારે કંઈ કરી છૂટવું જોઈએ. હું જે ધંધો ચલાવું છું, તે ધંધામાં રહીને મારે બીજા લોકોની બાબતમાં બહુ માથું ન મારવું ઘટે. તેમ છતાં મારી જાણમાં છે તે પ્રમાણે પેલાં લેડી હજુ કમ્બરપ્લેસમાં જ છે; તેમને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે છે, અને સાંભળ્યું છે તે પ્રમાણે તેમને આ એકલવાસ બહુ કઠે છે. તે બહુ ચિંતાગ્રસ્ત તથા ખિન્ન પણ રહે છે. પણ તમે તમારા માલિકની અચ્છી સેવા બજાવવા ઇચ્છતા હો, તે અત્યારે એક સારી તક છે – ટૉની ફેસ્ટર અહીં આવવા નીકળ્યો છે; અને હું મારા ભાણાને હજુ એક ખાસું પવાલું ભરીને દારૂ આપી દઈશ, એટલે રાણીજીનો હુકમ હોય તે પણ તે ઝટ અહીંથી ખસશે નહિ. એટલે કે, એ લોકોને અહીં એકાદ કલાક નીકળી જશે. દરમ્યાન તમે તમારો માલ લઈને કન્ઝર-પ્લેસ ચાલ્યા જાઓ, અને ત્યાંની જે બુઠ્ઠી નોકરી છે, તેને જરા ખુશ કરી, તમારો માલ બતાવવા અને વેચવા લેડી પાસે પહોંચી જાઓ. તમને ખપત પણ થશે અને લેડી વિશેની જાત-માહિતી પણ પ્રત્યક્ષ મુલાકાતથી માસ્ટર ટ્રેસિલિયન માટે મેળવી શકશો.” ખરી વાત; તમારી આ સૂચના માટે તમારો આભાર માનું છું.” વેલૅન્ડે જવાબ આપ્યો (એ ફેરિયો વેલૅન્ડ જ હતો. એટલું આપણે અહીં કહી દઈએ,); “પણ પેલો ડોસો પણ કમ્નર-પ્લેસ જવા માટે જ આવ્યો છે કે શું?” Page #190 -------------------------------------------------------------------------- ________________ ફેરિયે ૧૭૩ “હા, હા, એ લોકોનો નોકર કહેતે હતો કે, બંનેનો સામાન ત્યાં જ લઈ જવાનો છે. દારૂ પાઈને તેની પાસેથી એટલી માહિતી મેં કઢાવી લીધી છે.” બસ ત્યારે, હવે મારે વિચાર કરતા બેસી રહેવાની જરૂર નથી. એ બુઢો સેતાન જરૂર લેડી ઉપર કંઈ કામગીરી બજાવવા જ આવી પહોંચ્યો લાગે છે. મારે તેની કામગીરી નિષ્ફળ કરી આપવી જ રહી. એથી એ ડોબૂબી ઉપર વેર પણ લેવાશે, તથા માસ્ટર ટ્રેસિલિયનનું પણ કામ થશે.” વેન્ડ મનમાં જ ગણગણ્યો. १६ ફેરિયા અલે ગુપ્તતા જાળવવા વારંવાર આગ્રહ કર્યો હોવાથી, તથા ફેસ્ટરની પોતાની અતડા રહેવાની તથા કંજૂસપણાની વૃત્તિને લીધે, તેણે બહુ નોકર-ચાકર પોતાને ત્યાં રાખ્યા જ ન હતા. તેને ત્યાં એક બુટ્ટો નકર તથા બે બુટ્ટી ડોસીઓ જ ઘરકામ માટે બધું મળીને હતાં. વેલેન્ટે જ્યારે બારણું ઠોકર્યું. ત્યારે એ બે ડેસીઓમાંથી એકે બારણું ખેલ્યું. વેન્ડે પોતાનો સામાન અંદરની બાનુઓને બતાવવા અંદર આવવા દેવાની તેને વિનંતી કરી, ત્યારે પેલીએ સામો ન સમજાય તેવો લવારો આરંભી દીધો. વેલેંડે તેના હાથમાં એક રૂપૈયો સરકાવી દીધો તથા અંદરનાં બાનુ પોતાનું કાપડ ખરીદે તે એને માથાના બાંધણ માટે સારું કાપડ બક્ષિસ આપવાની લાલચ આપી; એટલે પેલી તરત માની ગઈ. ભગવાન તારું ભલું કરે મારું માથાનું બાંધણ છેક જ લીરા થઈ ગયું છે, જો–જા, પેલાં બગીચામાં ફરે.” એમ કહી તેણે વેલેંડને તૂટી-ફૂટી ગયેલા એક ગ્રીષ્મ-ગૃહ તરફ જવા કહ્યું. વેલેંડે તે તરફ જતાં જતાં ફેરિયાનાં જોડકણાંમાં પોતાના માલની જાહેરાત આરંભી દીધી. Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હોય' વાહ જેનેટ, આજે આ નવું નવતર વળી ક્યાંથી આપણા મકાનમાં આવ્યું? ચાલ એને નજીક બેલાવ; આપણે કંઈક માલ ખરીદીએ!” કાઉન્ટસે કહ્યું. ના, ના, નામદાર બાનુ; બુટ્ટી ડોકસે એને – એવા અજાણ્યાને અંદર શા માટે આવવા દીધો હશે, વારુ?” અરે અહીં બધું એકલવાયું બહુ લાગે છે; આજે જરા કલાક અનંદમાં જશે; એને અહીં બોલાવ.” ના, ના, બાનુ; મારા બાપુ – ” “પણ એ કંઈ મારા બાપુ નથી કે મારા માલિક નથી; હું જ એને બોલાવું છું, મારે કેટલીક વસ્તુઓ ખરીદવી છે.” પણ બાનુ, તમે હવે પછીની ટપાલમાં જે જોઈએ તે લખી મોકલજો, એટલે ઇંગ્લેન્ડ દેશમાં મળતી સારામાં સારી વસ્તુઓ આવીને હાજર થશે.” “બસ, મારે આને અહીં બોલાવવો જ છે –” એમ કહી કાઉન્ટસે પિોતે જ ફેરિયાને ગ્રીષ્મ-ગૃહ તરફ બોલાવ્યો. વેલૅન્ડ એક વખતને નાટકી માણસ હતો, એટલે તેને બધા ધંધેદારીએની ખાસ લઢણ આવડતી હતી. એટલે થોડી વારમાં કાઉન્ટેસે રાજી થઈ, પોતા માટે, જેનેટ માટે, બુઠ્ઠી નોકરડીઓ માટે એમ ઘણી ઘણી પોશાકની ચીજો તેની પાસેથી ખરીદી લીધી. પછી કાઉન્ટેસે ફેરિયાને પૂછ્યું, “તારી પાસે સુગંધી અત્તરો વગેરે કિંઈ નથી?” વાહ, બાન, મારી પાસે એ ચીજો ન હોય, તો હું ફેરિયો થયો છું શા માટે? આ જુઓ, કેવાં સરસ સરસ અત્તરો છે! – જોકે, અર્લ ઑફ લિસેસ્ટર રાણીજીની પધરામણી પોતાના કેનિલવ ગઢમાં કરાવવાના છે, એટલે આ બધી ચીજોની અછત થઈ ગઈ છે અને તેમની કિંમત બમણી થઈ ગઈ છે.” “તો જેનેટ, પેલી અફવા તે સાચી હોય એમ લાગે છે!” કાઉન્ટસે કહ્યું. “અફવા ની, મૅડમ?” વેલૅન્ડ જ બોલી ઊઠયો; “આપની પાસે આ સમાચાર નથી આવ્યા, એ જ નવાઈની વાત છે. રાણીજી એક અઠવાડિયું કેનિલવઈમાં અર્ધસાહેબ સાથે ઉજાણી માણવાનાં છે, અને લોકો તે કહે છે Page #192 -------------------------------------------------------------------------- ________________ ફેરિયો ૧૭૫ કે, ઇંગ્લૅન્ડ દેશને એ ઉજાણી પૂરી થતાં સુધીમાં રાજા મળી જશે, અને ઇંગ્લૅન્ડનાં રાણીને પતિ !” કાઉન્ટસ એકદમ ગુસ્સાથી ધમધમી જઈને અધીર બની જઈને બાલી ઊઠી, એ બદમાશા જુઠ્ઠ` બાલે છે, (6 જુઠ્ઠું !” જૅનેટ કાઉન્ટેસને આશ્વાસન આપતાં બાલી, “નામદાર બાનુ, સાંસતાં થાઓ, સાંસતાં થાઓ; આવા ફેરિયાને મેાંએ સાંભળેલા સમાચારને વજૂદ આપવાનું હોતું હશે?” ' “ ખરી વાત છે, જૅનેટ!” કાઉન્ટસ બોલી ઊઠી; “ ઈંગ્લૉડના સર્વશ્રેષ્ઠ ખાનદાન ઉમરાવ માટે આવા બેઇજ્જતીભર્યા અહેવાલેા હલકટ બદમાશામાં જ ચાલ્યા કરે. ” “માનવંત બાનુ, મને ક્ષમા કરો; આપ મારે માટે એ શબ્દો વાપરતાં હો, તે લેાકેામાં ચાલતી વાત જ હું કહું છું.” 66 કાઉન્ટેસ દરમ્યાન સ્વસ્થ થઈ ગઈ હતી, એટલે તેણે ફેરિયાને કંઈ ગેરસમજ ન થઈ જાય તે માટે ખુલાસા રૂપે સમજાવીને કહ્યું, ભાઈ, હું તે આપણાં રાણી તેમને પ્રિય એવું કુંવારાપણું છેાડે છે, એવી ખોટી અફવા લોકોને માંએ ચાલતી હોવાથી જ અકળાઈ ઊઠી હતી. પણ આ તારી કાસ્કેટમાં પેલી રૂપાની ડબ્બીમાં સંભાળીને શું રાખ્યું છે? કોઈ નવાઈની ચીજ છે કે શું?” “હા જી; બહુ ચમત્કારી વસ્તુ છે. જોકે, આપ જેવાં સુખિયારાંને તે એવી કોઈ વસ્તુની જરૂર પડે એમ હું નથી માનતા. એક વટાણા જેટલી એ દવા રોજ અઠવાડિયા સુધી લેવામાં આવે, તે તેનાથી ગમગીની, હતાશા, એકલવાયાપણું, વગેરે બધી કાળી અંધાર માનસિક બીમારી દૂર થઈ જાય છે "" 66 “મૂરખભાઈ, મેં તારી કાપડ-બાર જેવી ચીજો ભલમનસાઈથી તે માગેલી કિંમતે ખરીદી, એટલે તું આવી નકામી વસ્તુ ‘ચમત્કારી’ કહીને મને વળગાડવા માગે છે કે શું? શરીરને કરેલી દવાથી વળી મનની બીમારી દૂર થતી હશે ?” “નામદાર, હું પ્રમાણિક માણસ છું અને પ્રમાણિક દામે મારી ચી વેચું છું. આ ચમત્કારી દવા મેં આપને વેચવા માટે બતાવી જ નથી, પછી હું તેને વિષે જુઠ્ઠી વાત આપને શા માટે કહું? આ દવાથી મનની મૂળ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ પ્રીત કિયે દુખ હોય' બીમારીઓ તો દૂર ન જ થાય; એવી બીમારીઓ તો ઈશ્વરકૃપાએ કે વખત જતાં જ ઓછી થાય; પણ મનમાં ચિંતા અને હતાશા ઘેરાયેલી રહેવાથી જે ખિન્નતા-ગમગીની વગેરે અવસ્થાએ ઊભી થાય છે, તે તે આ દવાથી દૂર થાય જ છે. મેં કેટલાય દરબારી લોકોને એ દવા આપી છે. અરે કૉર્નવાલના માસ્ટર એડમંડ ટ્રેસિલિયન નામના એક ખાનદાન સદ્ગૃહસ્થને તાજેતરમાં જ એ દવા આપીને મેં ફરી હરતાફરતા કર્યા છે. નહિ તો કંઈક હતાશાને કારણે એમની એવી વલે થઈ ગઈ હતી કે, તેમના મિત્રોએ તો તેમના જીવતા રહેવા બાબત જ આશા મૂકી દીધી હતી.” વેન્ડે તક જોઈને તુક્કો લડાવ્યો. કાઉન્ટસ એકદમ જરા ચોંકી, પણ પછી મોં સ્વસ્થ રાખીને બોલી, “તે સદ્ગૃહસ્થને હવે કેમ છે? તે બરાબર સાજા થઈ ગયા?” ઠીક ઠીક, માનવંત બાનું; હવે તેમને શારીરિક તકલીફ નથી રહી.” “તે જેનેટ, હું પણ એ દવા થોડીક ખરીદુ, મને ઘણી વાર ગમગીની અને ખિન્નતા જેવું થઈ આવે છે, જો.” ના, ના, મૅડમ, આવા માણસો સાચી વસ્તુ કે સારી વસ્તુઓ વેચે છે, એને શો ભરોસો?” હું પોતે જ એ વસ્તુનો ભરોંસો કરી આપું,” એમ કહીને વેૉન્ડે તેમના દેખતાં જ એ દવામાંથી વટાણા જેટલી દવા ખાઈ બતાવી. કાઉન્ટસે હવે તેની પાસે વધેલી બધી દવા ખરીદી લીધી. ઉપરાંત તેણે તે જ વખતે વટાણા જેટલી દવા ખાઈ જ લીધી; તથા નેટને જણાવ્યું કે, “વાહ, આ તે ખરી ચમત્કારી વસ્તુ છે ને કંઈ ! લેતાં વેંત મને કેવું સારું લાગે છે!” જોકે, એમાં દવાના ગુણ કરતાં, જેનેટના ના કહેવા છતાં પોતે ખરીદેલી વસ્તુનું વખાણ કરવાપણું કેટલું હતું, તે કોણ જાણી શકે ? ત્યાર બાદ કાઉન્ટસે ખરીદેલી વસ્તુઓનો ઢગલો કર્યો, અને પોતાની થેલી નેટને આપી. પછી પૈસા ચૂકવવાનું તેને સોંપીને, પોતે થાકી-કંટાળી ગઈ હોય તેમ મકાનમાં ચાલી ગઈ. વેલેન્ટને કાઉન્ટસ સાથે ખાનગીમાં વાત કરવી હતી, પણ તે તે હવે બની શકે તેમ ન રહ્યું, એટલે તેણે જેનેટને સાધવા માંડી – “બહેન, તારા ચહેરા ઉપરથી મને દેખાય છે કે, તું તારાં માલિકણ પ્રત્યે સાચી વફાદારી દાખવે છે. તારાં માલિકણને તારા જેવીની નિષ્ઠાભરી સારવાર અને સેવાની બહુ જરૂર છે.” Page #194 -------------------------------------------------------------------------- ________________ ફેરિયો ૧૭૭ અને એવી વફાદારીભરી સેવાને તે પૂરાં લાયક પણ છે; પરંતુ તેનું શું છે?” “બહેન, હું જેવો બહારથી દેખાઉં છું તેવો ખરેખર નથી.” વેલેન્ટે પોતાને અવાજ ધીમે કરીને કહ્યું. “એટલે કે પ્રમાણિક માણસ નથી, એમ?” “પૂરો પ્રમાણિક છું, બહેન; માત્રા ફેરિયો નથી, એટલું જ.” “તે અહીંથી એકદમ ચાલ્યા જાઓ. નહીં તો હું માણસોને બોલાવું એવી નાદાની ન કરતી, બહેન. એમ કરીશ તો જિંદગીભર પસ્તાઈશ. હું તારાં માલિકણને હિતેચ્છું છું; તેમને એવા વધુ હિતેચ્છુ મિત્રોની જરૂર છે. તેવા જે છે તેમને તું હકાલપટ્ટી કરે, એ હરગિજ યોગ્ય ન કહેવાય.” પણ તમે હિતેચ્છુ છો એની શી ખાતરી?” લે બહેન, મારા માં સામું ધારી ધારીને દે; ત્યાં તને વફાદારી, નિષ્ઠા, પ્રમાણિકતા અને ભલમનસાઈ સિવાય બીજું કશું દેખાય છે? તારા જેવી નિર્દોષ ભલી બહેન, તરત સામાના હૃદયને આરપાર વાંચી શકે. જો, આજે સાંજે કે કાલે સવારે અહીં એક બુઢ્ઢો માણસ તારા બાપુ સાથે આવશે. તે પૂરો બિલ્લીપગો છે, ઉદર જેવો ફૂંકીને કરડનારો છે, અને ડાઘિયા કૂતરા જેવું લોથિયું ભરી લે તેવો છે. તે બહુ ઝેરી માણસ છે – ઝેર-વિદ્યાનો નિષ્ણાત છે. અહીં તેને શા માટે – કોને ઝેર દેવા માટે મોકલવામાં આવ્યો છે, તે હું નથી કહી શકત. પણ તે જ્યાં જાય છે, ત્યાં સાથે મોત અને બીમારીને લેતો જાય છે. તારાં માલિકણને કશું કહેવાની જરૂર નથી - તેમની માનસિક સ્થિતિ એવી લાગે છે કે, તે વધારે પડતાં ગભરાઈ જાય – પણ મેં આપેલી દવા તે નિયમિત લે એવું કરજે- કારણકે ખરી રીતે તે દવા (ધીમેથી તેના કાનમાં કહેતો હોય તેમ આગળનું વાક્ય તે બોલ્યો) ઝેરનું મારણ છે. – પણ સાંભળ, તે લોકો બગીચામાં આવી પણ પહોંચ્યા!” એમ કહેતાંમાં વેલેન્ડ તરત જ મોટાં ઝાંખરાંવાળી વાડની પાછળ ઠેકડે મારીને ભરાઈ ગયો; અને જેનેટ પણ ગ્રીષ્મ-ગૃહમાંથી નીકળી, માળી માટેની ઓરડી જેવા એક પડતર મકાનમાં ભરાઈ ગઈ. કાઉન્ટસે ખરીદેલ બધે સામાન ગ્રીબ-ગૃહમાં જ વેરાયેલો પડયો રહ્યો. | પ્રિ- ૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પ્રીત કિયે દુઃખ હેય” જેનેટના બાપુ, તેમને ઘરડો નેકર, લૅમ્બૉર્ન અને બુઢો અલાસ્કો બગીચામાં દાખલ થયા હતા, પણ લૅમ્બૉર્નને ખૂબ ચડેલો હોઈ, તે એવું ધાંધળ મચાવતો હતો તથા બરાડા પાડતો હતો કે, પેલા લોકોનું બધું ધ્યાન તેને સંભાળીને ધકેલી લાવવા તરફ જ હતું. લૅમ્બોર્ન જેવા માણસને દારૂ ગમે તેટલો ચડે, પણ તેઓ ઝટ ઊંઘ ભેગા થઈ જતા નથી; તેઓ ઊલટા વધુ તોફાની અને જાગ્રત બની જાય છે. લૅમ્બૉર્નની એવી જ સ્થિતિ હતી. તે બરાડો પાડી ઊઠ્યો – હે? મારું કશું સ્વાગત અહીં થવાનું નથી વારુ? અભિનંદન – અભિવાદન, કંઈ જ નહિ? અને હું તે આ ખંડેર કુત્તા-ઘરનાં બધાં નેવાના ટુકડાના સ્પેનિશ ડૉલર બનાવી આપે એવો સેતાનનો સાગરીત લઈને આવ્યો છું! એય અલ્યા આગ-ભારથી, ટૉની, ઢોંગી, દંભી, કંજૂસ, ધર્મ-ધુરંધર, બધાંનાં પાપ ગાળીને બનાવેલું મહાપાપ, સેતાન, ચાલ મને પગે લાગ, અને મારો સત્કાર કર! તું જેને પૂજે છે એ ધનના દેવને સાક્ષાત્ હું તારી પાસે લઈ આવ્યો છું.” ભગવાનને ખાતર, ભલાદમી, ધીમેથી બોલ – અને ઘરમાં ચાલ; તને જોઈએ તેટલો દારૂ હું પાઈશ.” ફોસ્ટર આજીજી કરતા બોલ્યો. ચાલ, પાવાન હોય અબઘડી, અહીં જ લાવી દે. ના, ના, ઘરમાં હું ઝેર દેવામાં નિષ્ણાત એવા બદમાશ સાથે બેસીને કશુંય પીવાનો નથી. એ માણસ તે સોમલ અને પારાથી રૂંવેરૂંવે ભરેલો છે – બદમાશ વાને પાસેથી મને ખબર પડી ગઈ છે તે !” અલ્યા ભાઈ, એને અહીં જ દારૂ લાવી આપોને !” પેલો બુટ્ટો કીમિયાગર બોલ્યો. હે? એટલે પછી તું તેમાં ઝેર ભેળવી આપે, ખરું?– એ પીઉં એટલે પછી મારા મગજમાં બધી ભૂતાવળ જ નાચવા લાગે ! ના, ના, મારા હાથમાં જ સીધું પાત્ર મૂકી દે– અને ઠંડા દારૂનું જ. પણ થોભે, થોભે, લિસેસ્ટરને રાજા બનવું છે, અને બદમાશ વાનેને તેનો વજીર બનવું છે; પણ આપણે બંદા તો બાદશાહ – શહેનશાહ બનવાના. એટલે એ લોકોએ આ મકાનમાં સ્વર્ગની જે અપ્સરા પૂરી રાખી છે, તેને મારી તહેનાતમાં રજૂ કરી દો – હું એ હરીને હાથે જ પ્યાલો પીવાનો. લિસેસ્ટરને વળી બે બે પનીઓ શું કરવી છે? ભલેને તે વીસ વીસ વખત અર્ધ કહેવાતો હોય !” Page #196 -------------------------------------------------------------------------- ________________ ફેરિયો ૧૭૯ ફેસ્ટર ગુસ્સાથી ધમધમતે બોલી ઊઠયો, “હું તો મારી છરી આ હરામજાદાના કલેજામાં બેસી દઉં છું.” “ના, ના; કશી ખૂનામરકી કરવાની નથી. એની તો તપાસ થયા વિના ન રહે.” પેલો કીમિયાગર બેલી ઊઠયો; પછી તેણે લૅમ્બૉર્ન તરફ ફરીને મનાવતો હોય એમ કહ્યું, “ભલા લૅમ્બોર્ન, તું આપણા માનવંત અલી ઑફ લિસેસ્ટર અને માસ્ટર રિચાર્ડ વાર્નેની શુભેચ્છામાં અને માનમાં પ્યાલો નહિ પીવા લાગે, ભાઈ?” વાહ મારા વહાલા જોષી, લાવ, હું પી જાઉં! તને તો હું ચુંબન પણ કર્યું અને ભેટું પણ ખરો, પણ તું એવો ગંધક જેવો ગંધાય છે – લાવો, વાને અને લિએસ્ટર એ બે ચલતા પૂર્જા – બે ઊંડા કાવતરાખોરો – બે મહત્ત્વાકાંક્ષી ધૂતારાઓ – તેમના માનમાં હું દારૂ પીઉં છું અને જે કોઈ પીવા નહીં લાગે, તેના ગળામાં આરપાર મારી આ કટાર ખેચી દેવાને છું – હા !” એમ બોલતાં બોલતાં તેણે અલાસ્કોએ આપેલો જલદ દારૂનો પ્યાલો ગટગટાવી દીધો. તરત જ તે હાથમાંથી ખાલી પ્યાલે પણ આપવા રહે તે પહેલાં લથડી પડયો. પછી પેલા બધા તેને કમરામાં ખેંચી ગયા અને ત્યાં તેને પથારીમાં સુવાડી દીધો. આ ધમાલમાં જેનેટ ગુપચુપ કાઉન્ટેસના કમરામાં પહોંચી ગઈ. તે પોતાને સગે કાને સાંભળેલી આ બધી વાતથી પાંદડાની પેઠે થર થર કંપતી હતી. પણ તેણે લમ્બૉર્નના લવારાઓમાંથી જે સત્ય હકીકત નીતરતી હતી, તે કાઉન્ટસથી ગુપ્ત રાખવાનું જ નક્કી કર્યું, પણ વેૉન્ડે બતાવેલા ડર વિશે તેને હવે એટલી બધી ખાતરી થઈ ગઈ હતી કે, કાઉન્ટેસ એ ફેરિયાએ આપેલી ઝેરના મારણની દવા લે જ એવો આગ્રહ કરવાનો તેણે નિશ્ચય કર્યો. - વેલેન્ડે પણ લૉમ્બૉર્નના બધા લવારા સાંભળ્યા હતા, અને તે એ બધાને અર્થ વધારે સારી રીતે તારવી શકે તેમ હતો. કાઉન્ટસને તેણે તેના પિતાને ઘેર જાદુગરના ખેલ બતાવતી વખતે જોઈ હતી. તેવી નમણી ગભરુ બાળાને આવા બદમાશોના હાથમાં સપડાયેલી જોઈ, તેને જુસ્સો પણ જાગ્રત થઈ ગયો, અને તેણે પોતાની કળાથી, આવડતથી, હોશિયારીથી પોતાના બદમાશ ગુરુની કામગીરી વિફળ બનાવવાનો, તથા જરૂર પડે તો કંઈક જોખમ ખેડીને પણ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રીત કિયે દુઃખ હોય' દુ:ખી યુવતીને નાસી છૂટવામાં મદદ કરવાનો નિશ્ચય કર્યા. લૅમ્બોને ઉચ્ચારેલા શબ્દો ઉપરથી એને એટલું વધુ પણ સમજાઈ ગયું હતું કે, બદમાશ વાર્ને એ યુવતીને પોતાને માટે નહિ પણ કદાચ અર્ધને માટે જ ફોસલાવીને ઉપાડી લાવ્યો છે. જોકે, અનેં તેની સાથે લગ્ન કર્યું હોય એવો વહેમ તો એને ન ગયો; પરંતુ લિસેસ્ટર જેવો રાણી ઇલિઝાબેથને માનીત ઉમરાવ ઍમી રોન્સર્ટ જેવી યુવતી સાથે છૂપે પ્રેમ-સંબંધ રાખે છે, એટલી વાત પણ બહાર આવે, તો ઇલિઝાબેથના દરબારમાંથી અર્લ ઓફ લિસેસ્ટરનો પગ જ ટળે; કારણકે, રાણી પિતાના કૃપાપાત્ર પુરુષમાં એવી સંભાવના સહન જ કરી શકે તેમ ન હતું. એટલે વેલૉન્ડને સમજાઈ ગયું કે, લિસેસ્ટર આ યુવતીને ગુપ્ત વાસમાં રાખી, તેની સાથે પ્રેમ-સંબંધ ગુપ્ત રાખવા માટે જ આ બધી કારવાઈ કરી રહ્યો છે. અને એ ગુપ્ત વાત બહાર પડી જવાની થાય તે આ યુવતીનું નામ-નિશાન નાબૂદ કરી આપનારો માણસ હવે તેણે અહીં મોકલી આપ્યો છે. વેલેંન્ડે તરત નિશ્ચય કરી લીધો કે, આ તરફ હવે તેણે જરા વધુ વખત રોકાઈ પોતાના ગુરુની કારવાઈઓ ઉપર ચાંપતી દેખરેખ રાખવી જોઈએ. પણ હવે તેણે એ બધું ગુપ્ત રહીને જ કરવું જોઈએ - નહીં તો તેના જાનનું જોખમ પણ પૂરું જ કહેવાય. એટલે તેણે જાઇલ્સ ગોસ્લિગને ત્યાંથી તો એકદમ ચાલ્યા જવાન અને એક ઠેકાણે સ્થિર રહ્યા વિના જુદે જુદે વેશે આસપાસમાં ઘૂમતા રહેવાનો નિશ્ચય કર્યો. પેલી છોકરી જેનેટ સાથે પણ બહાર રહીને કિંઈક સંપર્ક ઊભો કરવાનો પ્રયત્ન કરવાનું તેણે નક્કી કર્યું, જેથી મકાનમાં શું ચાલે છે, તેની ખબર પડતી રહે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઊપડ્યો કનિલવના આગામી સમારંભ તો આખા ઈંગ્લૅન્ડની વાતચીતના વિષય બની ગયા હતા. અને રાણીના મનેારંજન તેમજ સંમાનને માટે જ્યાંથી મળે ત્યાંથી સામગ્રી ત્યાં એકઠી કરવામાં આવી રહી હતી. દરમ્યાન લિસેસ્ટર રોજરોજ રાણીજીની કૃપાદૃષ્ટિમાં વધુ ને વધુ વસતા જતા હતા. કાઉન્સિલની વિચારણાઓમાં, તેમજ સામાન્ય મનોરંજનમાં તે કાયમ રાણીને પડખે રહેતા. દેશ-પરદેશના જેને ઈંગ્લૅન્ડના રાજદરબારમાં કાંઈ કામ કઢાવવાનું હોતું, તે સૌ હવે તેના તરફ જોતા જ થઈ ગયા હતા. રાણી ઇલિઝાબેથ હવે પેાતાના તાજને તથા જીવનયાત્રાના કાયમના ભાગીદાર બનાવવા માટે યોગ્ય મુહૂર્તની જ રાહ જોઈ રહી છે, એમ સર્વત્ર મનાતું. પણ સૌને બડભાગી દેખાતા લિસેસ્ટર અંદરખાનેથી સૌ કરતાં વધુ ચિંતિત હતા. તરવારની ધાર ઉપર ચાલવા જેવું જ તેનું જીવન બની ગયું હતું. કારણકે, રાણીની પ્રકૃતિના તે બરાબર માહિતગાર બની ગયા હતા. એની પ્રકૃતિના બરાબર જાણકાર હોવાથી જ તે રાણીને જેમ ખુશ કરી તથા રાખી શકયો હતા; તેમજ તેને પેાતાના આખરી અંજામના પણ એટલો જ ભારે ડર હતા. રાણી અર્ધી પુરુષ-પ્રકૃતિની હતી અને અર્ધી સ્રી-પ્રકૃતિની. પુરુષ-પ્રકૃતિના જે ગુણો હતા તેને પૂરો લાભ તેનાં પ્રજાજનને મળતા હતા; ત્યારે તેના પ્રેમી કે કૃપાપાત્રને તે તેની પુરુષ-પ્રકૃતિને કારણે પૂરી જોખમકારક બની ગયેલી તેની સ્રી-પ્રકૃતિની ચંચળતા અને મનસ્વિતા જ વેઠવા મળતી. તેનાં પ્રજાજનાની તે મા બની રહેતી, પણ તેના પ્રેમીના તા ઉš સ્વામી ! તેને હાસ્ય-પ્રકાશ, સૌ કોઈને ડૂબકું લગાવવાનું મન થાય તેવા આકર્ષક તથા મધુર હતા. પણ તેની ભમરની કમાન તે તેના બાપ હેન્રી-૮ જેવી એકીસાથે તંગ અને છટકેલી જ રહેતી. ૧૮૧ Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હાય’ બલે અને વૉલ્સિંઘામ* જેવા બીજા પણ તેના માનીતા દરબારીઓ હતા; પણ તેમના ઉપર રાણીની દૃષ્ટિ બીજા કશા પક્ષપાતને કારણે નહિ, પણ તેમના ગુણોને કારણે હતી : તે બંને તેના રાજકાજના સ્થંભ હતા. એટલે તેમના પ્રત્યે તે સતત એકધારી નિષ્ઠા દાખવી રહી હતી, જે રાણીની સમજદારી અને બુદ્ધિનું પરિણામ હતી. ત્યારે લિસેસ્ટરનું સ્થાન રાણીના હૃદય ઉપર હતું – અર્થાત્ એટલું જ તરંગી તેમજ એટલું જ આંધળું. એટલે તે સ્થાન ટકાવી રાખવા માટે લિસેસ્ટરને હરઘડી સાવધાન – જાગ્રત રહેવું પડતું. ૧૯૩ તા પણ હવે તા લેાક-ગીતામાં અને ચારણ-ગીતામાં પણ એ લગ્નની ચર્ચા ઊપડી હતી તથા શાળાઓ અને દેવળાનાં પીઠા ઉપરથી પણ. રાણી એ બધા ઉલ્લેખા પ્રત્યે કશા અણગમા, ગુસ્સો કે ચીડ પણ બતાવતી ન હતી. તેની મીઠી નજર અને મધુર લાગણીઓ લિસેસ્ટર પ્રત્યે એકધારી વહ્યા કરતી હતી. આ અરસામાં જ ઍમીના આગ્રહભર્યા પત્રો લિસેસ્ટર ઉપર આવવા શરૂ થઈ ગયા હતા. પેાતાને જાહેરમાં ખુલ્લી રીતે પત્ની તરીકે સ્વીકારવા તે દલીલા કર્યા કરતી; – પ્રેમનું રૂસણું લીધા જેવું પણ કરતી. પરંતુ લિસેસ્ટરના હાથ હવે બંધાઈ ગયા હતા. ઇલિઝાબેથ એવા પિતાની પુત્રી હતી, જેના ગુસ્સામાંથી કોઈ પુરુષ બચી શકયો ન હતા કે જેની કામનામાંથી કોઈ સ્ત્રી બચી શકી ન હતી. તેવી એ ઇલિઝાબેથ જો જાણે કે, તેને પ્રેમના મધુર ભાવોમાં લગ્નની વાત સુધી દોરી જનાર પુરુષ તે પરિણીત હતા, તેા તેના છંછેડાટના – પ્રકોપના પાર ન રહે — તે વખતે શું થઈને રહે, તે જ કલ્પી ન શકાય. અને છતાં રાણી પાતે જ કાંઈ વહેમ ગયા હોય તે કારણે કે કેવળ સ્ત્રી-સુલભ અવળચંડાઈ કે તરંગીપણાને લીધે, કેનિલવર્થ મુકામે અમી રોબ્સર્ટને હાજર રાખવાના આગ્રહ કરવાનું ભૂલતી જ નહિ. કાંતા સસેકસ પાતે ટ્રેસિલિયનની અરજીની યાદ રાણીને દેવરાવ્યા કરતા હોય, કે પછી લિસેસ્ટરના બીજો કોઈ છૂપા શત્રુ એમ કરતા હોય – કોણ જાણે ! * લૌડ અલે એટલે વિલિયમ સેસિલ લૅડ ટ્રેઝરર હતા, અને સર ફ્રાન્સિસ ૉસિધામ સેક્રેટરી હતા. તે બંને રાજકાજમાં રાણીના પીઢ, અનુભવી અને વફાદાર સલાહકારા – અમાત્યા હતા. -સપા Page #200 -------------------------------------------------------------------------- ________________ ઊપડો ૧૯૩ ચારે બાજુનો વિચાર કરી જોતાં કશે! રસ્તે ન જડયો, ત્યારે લિસેસ્ટરે વાને ને બોલાવ્યા, અને કહ્યું, “ અલ્યા ભાઈ, હું તે કેનિલવર્ણનું નિમંત્રણ પાછું ઠેલવા ગમે તેટલાં બહાનાં કાઢયા કરું છું પણ હવે તે રાણી જ જાણે પાછળ પડયાં છે. ગઈ કાલે જ તેમણે મને ખાસ બોલાવીને કહ્યુ, ‘લૉર્ડ, હવે અમે તમને કેનિલવર્થમાં વધુ તૈયારી કરવાનો વખત આપી તમને ખર્ચના ખાડામાં ઉતારી દેવાનાં નથી. જેટલી તૈયારીઓ થઈ હશે તેટલી ઘણી. અમે જુલાઈની નવમી તારીખે શનિવારે ત્યાં આવીને હાજર થવાનાં. અમે ઇચ્છેલા મહેમાન તથા ફરિયાદીએ તે દિવસે ત્યાં હાજર રહે એમ જોજો – ખાસ કરીને પેલી પ્રેમપૂતળી ઍમી રોબ્લર્ટ! માસ્ટર ટ્રેસિલિયન જેવા કાવ્યપુરુષને છેડી તમારા રિચાર્ડ વાર્ને જેવા ખાસદારને પસંદ કરનારી છેકરીને અમારે ખાસ જોવી છે.’ તા બાલ, વાનેં, હવે શું કરવાનું છે? મારી જન્મકુંડળીમાં જે જોખમની કારમી ઘડી આવવાનું ભાખેલું છે, તે ઘડી હવે આવી પૂગી લાગે છે.” કાઉંટેસને, ઘેાડા વખત માટે, સંજોગાને માથે ચડાવી, એક વસ્તુ કબૂલ રાખવાનું સમજાવી ન શકાય?” "6 “શું? મારી કાઉંટેસ થાડા દિવસ ‘તારી પત્ની છું' એમ કબૂલ રાખે ? મારી અને તેની સ્વમાન-ભાવનાને એ વસ્તુ કદી મંજૂર ન થાય. "" "" “ પણ નામદાર, રાણી ઈલિઝાબેથ તેમને એ જ રીતે ઓળખે છે, અને હવે એ વસ્તુ નકારવી, એટલે બધું જ ઉઘાડું પડવા દેવા જેવું થાય. “ના, ના, પણ કંઈ બીજો રસ્તા વિચારી કાઢ. આ રસ્તો તો હું કદાચ મંજૂર રાખું તાપણ ઍમી કદી મંજૂર નહિ રાખે. ઍમી બીજી બાબતામાં ગમે તેવી નમ્ર હશે, પણ જ્યાં તેના સ્વમાનની વાત આવે, ત્યાં તે ભારે કઠોર થઈ જાય તેવી છે. રાણી ઇલિઝાબેથનું અભિમાન પણ તે વખતે એની તોલે ન આવે. તે જગાએ તેને છંછેડીએ એટલે તે વીજળીની પેઠે જ ભભૂકી ઊઠે અને ત્રાટકે પણ. "" “હા, હા, એમનું જક્કીપણું હું બરાબર એવું જ જક્કીપણું જાણું છું; વિધિસર લગ્ન કરવાની બાબતમાંય તેમણે દાખવ્યું હતું. તે વખતે તે થોડું થોભ્યાં હોત, તો આ વારો ન આવત. પરંતુ, તેમને કાઉન્ટેસ બનવાના સૌભાગ્યની ઉતાવળ હતી, તે હવે તે કારણે ઊભા થયેલા જોખમને તેમણે . સંભાળી આપવું જોઈએ. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ “ પણ એ વાત કરવી નકામી છે; ગમે તેટલી આજીજી કરીએ કે હુકમ કરીએ, પણ તે એક કલાક માટે પણ તારું નામ ધારણ કરવા કબૂલ "" ન થાય. 6 પ્રીત કિયે દુઃખ હાય” “ તા તા ભારે મુશ્કેલ વાત છે, નામદાર. બીજું તે એમ થાય કે, તેમનું નામ ધારણ કરનારી બીજી કોઈ સ્ત્રીને જ તેમને બદલે રજૂ કરીએ તા?” “ગાંડો થયા છે કે શું? ત્યાં ટ્રેસિલિયન હાજર રહેવાના છે, તે તરત ઓળખી કાઢે. ' 66 “ પણ ટ્રેસિલિયનને દરબારમાંથી તે વખતે ગેરહાજર રાખવા એ બહુ મુશ્કેલ વાત ન કહેવાય. 66 શી રીતે ? ” "" << ઘણીય રીતે છે, નામદાર, જે વડે આપ નામદાર જેવા પદે આવેલા લોકો પોતાના માર્ગમાં આડે આવનારાઓને દૂર કરે છે.” ic “ના, ના, પણ આ કિસ્સામાં એ રીત પણ કામ આવે તેવી નથી; કારણકે, ટ્રેસિલિયન ગેરહાજર હોય, તો તે જેના નામે ફરિયાદ કરવા આવ્યો છે તે ઍમીના પિતા સર હ્ય રોલ્સર્ટને કે તેના બીજા સગા-વહાલાને ત્યાં બોલાવવામાં આવે. દરબારમાં પણ ઍમીને ઓળખનારા ઘણા જણ હોય. બીજો કોઈ માર્ગ શોધી કાઢ, વાને !” “ લૉર્ડ, હવે તો શું કહેવું એ મને પણ સમજાતું નથી. હું પોતે જો આવી મૂંઝવણમાં સપડાયા હોત, તો કયારના કમ્નર-પ્લેસ દોડી ગયા હોત અને મારી પત્નીને મેં તેની તથા મારી સલામતીને ખાતર પણ આ વસ્તુ કબૂલ રાખવા ફરજ પાડી હોત. 99 66 ‘ના, ના, વાર્ને; એ મારા પ્રત્યે જે અગાધ પ્રેમ દાખવે છે, તેને બદલા એવી હીણપતભરી રીતે વાળવો મને છાજે.” “ પણ નામદાર, આ લગ્નની બાબતમાં ઉપકાર-આભાર કોને પક્ષે છે? માનવંત બાનુને પક્ષે કે, આપ નામદારને પક્ષે? એના જવાબ આપા, તા પછી કોણે કોને માટે નમતું મૂકવું યોગ્ય છે, એ નક્કી કરી શકાય ” 66 ‘ના, ના, વાને; તેને માટે મેં જે કંઈ કર્યું છે, તેને એ બધી રીતે પાત્ર જ હતી. મે જે કંઈ કર્યું છે તેને તેણે હજાર ગણા બદલો પેાતાના Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ * ઊપડ્યો શીલ અને સૌંદર્યથી વાળી આપ્યો છે. કારણકે, કુદરતે જ તેને એવા ધનવૈભવને પાત્ર થવા માટે સરજી છે.” “તે તો પછી, નામદાર, ઇલિઝાબેથ ટયૂડરના પ્રેમને આવો ધોખે દેવાના અપરાધ બદલ સજા તરીકે ટાવર ઑફ લંડનમાં બંદીવાસની જે સજા થાય, તે ભોગવી આવ્યા પછી એ શીલવતી-સૌંદર્યવતી પત્નીને સંગ ભોગવજો !” હરામજાદા, મારા કમનસીબની ઠેકડી ઉડાવે છે, એમ? – તે ભલે, તું કહે છે તે રીતે બધું ગોઠવ.” “જો આપ નામદાર ખરેખર સાચા દિલથી એ બોલ્યા હો, તો ચાલો કમ્નર-લેસ જવા અબઘડી ઊપડીએ.” ના, ત્યાં તો તું જ જા; ગમે તેવી ખરાબ વાત બોલવાની હોય તે પણ તારા ગુરુ સેતાને તને અદ્દભુત વકતૃત્વ-છટા બક્ષેલી છે. મારે પોતાને મોંએ મારાથી તેને એમ કરવાનું નહિ કહી શકાય. જા, તું જ જા !” ના, નામદાર; મારે જ જવાનું હોય, તો આપ નામદારે આપની મરજી તે પ્રમાણેની છે, એવું લખાણ કરી આપવું પડશે. ઉપરાંત, આપ નામદારે પણ આપના થકી આગ્રહ દર્શાવવો પડશે. આપ નામદાર ઉપર તે એવો અઢળક પ્રેમ રાખે છે કે, આપ નામદારની સહીસલામતી ખાતર એવું કંઈ કરવાનું તે ના નહિ જ પાડે, એમ મને લાગે છે.” - લિસેસ્ટરે મોં બગાડી, એમી ઉપર કાગળ લખવા માંડયો – બે-ત્રણ વખત લખ્યો અને ફાડી નાખ્યો. છેવટે એક કાગળ પૂરો કરી વાનેને આપી દીધે. વાને પણ પોતાના માલિકનું મન પાછું બદલાય અને એ કાગળ પણ ફાડી નાખે તે પહેલાં ઉતાવળે કમ્નર-પ્લેસ તરફ ઊપડી ગયો. રસ્તે જતાં તેના મનમાં બે-ત્રણ શક્યતાઓ ગલગલિયાં કરવા લાગી – તેને માલિક લિસેસ્ટર હવે એવી રીતે આ પ્રકરણમાં અટવાતો જતો હતો કે, તેનાથી હવે પાછા ફરાય તેમ રહ્યું ન હતું. રાણીની રૂબરૂ એક વાર ઍમી જો વાનેને પતિ તરીકે કબૂલ રાખે, તે પછી લિસેસ્ટર અને એમી બને એના હાથમાં એવાં આવી જાય છે, પછી પોતે બંનેને સાચા અર્થમાં માલિક અને સ્વામી થઈ બેસે! એમીના કહેવાતા સ્વામીમાંથી વરા સ્વામી બનવામાં શી વાર? – એ તો પછી તેના પોતાના હાથની જ વાત Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રીત કિયે દુઃખ હેય' બની જાય! અને પોતાને તિરસ્કાર કરતી આવેલી એમીને પોતાને પગે પડતી કરવાનો કેવો આનંદ આવશે, તેની કલ્પના કરતાં તેને હસવું આવી ગયું. પણ, પણ?— પાછો તેને બીજી શક્યતાનો વિચાર આવ્યો – ઍમી આમ કહેવા કબૂલ ન જ થાય છે? કેનિલવર્થના તખતા ઉપર મિસિસ વાને તરીકેનો ભાગ ભજવવાની તે ઘસીને ના જ પાડે દે તે પછી શું? – તો પછી અલાસ્કોએ પોતાનો ભાગ ભજવવો રહ્યો – ઍમીએ એટલા બધા બીમાર પડી જવું જોઈએ કે જેથી મિસિસ વા તરીકે હાજર ન રહી શકવાનું સબળું કારણ રજૂ કરી શકાય. - અને લૉર્ડ ઑફ લિસેસ્ટર ઉપર રાણીજીની કૃપાદૃષ્ટિ ચાલુ જ રહે, તો એમીની બીમારી પણ લાંબી અને છેવટે આખરી જ નીવડવી જોઈએ! “મારા લૉર્ડ રાજા બને, – રાણીને પરણીને, તો પછી મારા રાજાના માનીતા સેવક બનવાની તક, આ પ્રેમી જેવી મીના હાથમાં બધાનું ભાગ્ય સોંપી દઈને ગુમાવવી ન જ પાલવે. વાહ, તો ભાગ ઘોડા ભાગ ! – મારો સુખ, કીર્તિ, વેર, અને મહત્ત્વાકાંક્ષાની સિદ્ધિને માર્ગે તું જલદી પગ ઉપાડ!” ૧૮ પાઈ દીધું ! કાઉન્ટસ ઑફ લિસેસ્ટરમાં જવાની અને સૌંદર્ય ઉપરાંત પ્રતિષ્ઠિત અને તવંગર કુટુંબની સ્ત્રીઓમાં જોવા મળતી બે બાબતો પણ હતી : નકામી અનેક વસ્તુઓ ખરીદ્યા કરવાની ચળ, તથા પોતાની જાતની ટાપટીપ પાછળ સમયને ઘણો ભાગ બગાડવાની ટેવ. જોકે, અત્યારે તેની ટાપટીપ જોનાર સીધીસાદી જેનેટ, કે અરીસાના પ્રતિબિંબમાં તે પોતે – એમ બે જણ જ હતાં. - એમીને ઉછેર પણ વિચિત્ર રીતે થયો હતો. તેની મા નાનપણમાં મરી ગઈ હોવાથી, અને તેના પિતાએ તેને બહુ લાડમાં ઉછેરી હોવાથી કશી હાથકારીગરી, અભ્યાસ કે ઘરકામમાં તે પલટાઈ જ ન હતી. ટ્રેસિલિયન એક Page #204 -------------------------------------------------------------------------- ________________ પાઈ દીધું ! ૧૮૭ જ તેની પાસે જઈ શકતા, અને તે એના મનને સંસ્કારી કરવા માટે કંઈ અભ્યાસની વાત લઈ આવતા. પણ તેથી તેના પ્રત્યે ઍમીના અણગમે જ વધ્યા હતા. અમી તેના પ્રત્યે કંઈક ભય અને આદરથી જોતી; પણ બે જુવાન હૈયાં વચ્ચે મધુર ભાવોની જે આપ-લે થવી જોઈએ તે ન થઈ શકી. અને તેથી જ તેનું અણઘડ મન લિસેસ્ટરના બાહ્ય સુઘડ દેખાવ ઉપર તથા તેની ખુશામતિયા વાતચીતાના મેાહમાં તરત સપડાઈ ગયું. અલબત્ત, તે વખતે ઍમી તે કેવો તવંગર કે પ્રતિષ્ઠિત છે એ પૂરું નહોતી જાણતી. કન્નર-પ્લેસમાં રહેવા આવ્યા પછી, શરૂઆતમાં તો, લિસેસ્ટર વારંવાર તેની મુલાકાતે આવતા તેથી કાઉન્ટેસ ત્યાંનું એકલવાયાપણું વેઠી લેતી. પણ લિસેસ્ટર ઇલિઝાબેથના રાજદરબારમાં જેમ જેમ વધુ આગળ આવતા ગયા, તેમ તેમ તેનું અહીં આવવાનું બહુ ઓછું થતું ચાલ્યું અને બદલામાં માત્ર બહાનાં રજૂ કરતા લાંબા લાંબા કાગળો જ આવવા લાગ્યા. પણ પછી તા એ કાગળા પણ ટૂંકા તથા વિરલ બનતા ગયા, એટલે ઍમીના મનમાં ધીમે ધીમે શંકા-કુશંકાએ ઘર કરવા માંડયું. પરિણામે, તેણે વધુ ને વધુ જુસ્સાપૂર્વક પોતાને આ એકાંતવાસમાંથી કાઢી, તેમની પત્ની તરીકેનું તેમની સાથેનું ઉચિત સ્થાન આપવા પત્રોમાં આગ્રહ કરવા માંડયો – અને છેવટે એ આગ્રહ મધુરતાથી હદ વટાવીને કોઈ લેણદારના તકાદાનું સ્વરૂપ પકડતા ગયો. - લિસેસ્ટર એ કાગળાથી હવે કંટાળવા લાગ્યા. તે વાને ને કહેતા “મેં એને વિધિસર લગ્ન કરીને કાઉન્ટસ તા બનાવી જ છે; હવે તેને મુગટ પહેરવાની ઉતાવળ તે શાની કરે છે? એ બાબતમાં તે મારી સગવડ કે મારી મરજીને જ તેણે અનુસરવું જોઈએને ? ” - ત્યારે કાઉન્ટસ ઍમી એથી ઊલટું જ વિચારતી. તે જૅનેટને કહેતી “મને મારા લગ્નથી માન-મરતબો મળ્યાં કહેવાય તેને શે અર્થ, – જો મારે આમ અજાણી જગાએ બંદીવાસમાં ગુપ્ત રહેવાનું હોય ? મારે મારા માથાના વાળ શણગારવા આ બધાં મણિ-મુક્તા નથી જોઈતાં; તેના કરતાં તે હું લિટ્કોટ-હૉલમાં હતી ત્યારે નવું ગુલાબ જ માથે ખાસતી, એટલામાં તો મારા બાપુ મને પાસે બાલાવી હાંસભેર નીરખ્યા જ કરતા; પેલા ભલા પાદરી મીઠું હસતા, અને માસ્ટર મુંબ્લેઝન ચારણી ગુલાબી રંગનાં કવિત યાદ કરવા માંડતા. પણ અહીં તે હું સોના-મણિથી મઢાયેલી મૂર્તિની જેમ - Page #205 -------------------------------------------------------------------------- ________________ 6 પ્રીત કિયે દુઃખ હોય' ૧૦૮ શાભીતી થઈને બેસું છું, પણ તારા સિવાય કોણ એ બધું બિચારા ટ્રૅસિલિયન પણ હતા, પણ અર્થ નથી.' તેમનું તે હવે નામ જોનાર છે? ત્યાં લેવાના જ કશેા “ખરી વાત છે, મૅડમ; આપ એમનું નામ વારંવાર અને કોઈક વખત અવિચારીપણે લીધા કરો છે, તે ઠીક નથી. ” (6 “મને ચેતવણી આપવાની કંઈ જરૂર નથી – હું સ્વતંત્ર જન્મેલી હતી, પણ અત્યારે કોઈ અંગ્રેજ ઉમરાવની પત્નીને બદલે તેની પરદેશી ગુલામડીની જેમ અહીં પુરાઈ રહી છું. જ્યાં સુધી ‘તે’ મને ચાહતા હતા એમ મને લાગતું હતું, ત્યાં સુધી બધું મેં સહન કર્યું; પણ હવે મારું હૃદય અને મારી જીભ જરાય કાબૂમાં રહેવાનાં નથી. હું મારા પતિને ચાહું છું અને, મરતા લગી ચાહતી રહીશ – ભલે તે મને ચાહતા બંધ પડે; – પરંતુ હું એટલું તા માટેથી બૂમ પાડીને કહ્યા કરવાની કે, અત્યાર કરતાં તે હું લિફ્કોટ-હૉલમાં રહી હોત તો વધુ સુખી થાત; – ભલે પછી મારે ત્યાં કંગાળ અને ગમગીન માં અને અભ્યાસ-ભારે માથાવાળા ટ્રેસિલિયનને પરણવું પડયું હોત. ટ્રૅસિલિયન મને વારંવાર કહ્યા કરતા કે, મારે અમુક પુસ્તકો વાંચવાં જોઈએ – કોઈક વખત એવો આવશે જ્યારે એ વાંચ્યાં હોત તે સારું થાત, એમ હું મારે મોંએ કબૂલ કરીશ, એમ પણ તે કહેતા. અને મને લાગે છે કે, એવો વખત હવે આવ્યા જ છે.” “મેં હમણાં થાડાં પુસ્તકો ખરીદ્યાં છે, મૅડમ – બજારમાં એક લંગડા જેવો માણસ વેચતા હતા – જોકે, તે મારા સામું નટ થઈને વિચિત્ર નજરે તાકી રહ્યો હતા. "" 66 “મને જોવા દે જોઉં, જૅનેટ; પણ એ તારા ધાર્મિક ઢાળનાં ગમગીન પુસ્તકો હશે તે નહીં વાંચું. – પણ આ શું? તું સાધુડી થઈને આવાં રમૂજનાં પુસ્તકો કયાંથી ખરીદી લાવી? મારે એ કંઈ નથી વાંચવાં, ” જુઓ, મૅડમ, આ બીજાં પણ છે, જે તમને કદાચ વધુ ગમશે – પાકશાસ્રનાં, જ્ઞાન-સંગ્રહનાં વગેરે. ’ "" ,, કાઉન્ટસ એ બીજાં પુસ્તકોનાં પાનાં પણ ફાવેતેમ ઊલટાવી જોતી હતી, તેવામાં આંગણામાં ઘેાડાના ડાબડા સંભળાયા, અને ઍમી રાજી થતી થતી અને બૂમા પાડતી બારીએ જોવા નાઠી - 66 મારા સ્વામી આવ્યા લાગે છે! વહાલા ડલી !” Page #206 -------------------------------------------------------------------------- ________________ પાઈ દીધું ! ૧૮૯ થોડા વખત બાદ ફોસ્ટરે અંદર આવીને ખબર આપી કે, માસ્ટર રિચાર્ડ વાર્ને મારા લૉર્ડ પાસેથી કંઈક અગત્યના સંદેશ લઈને મારતે ઘોડે આવ્યા છે, અને કાઉન્ટસ સાથે વાત કરવા માગે છે. વાર્ને અંદર આવતાં કાઉન્ટસે પૂછ્યું, છે, વાર્ને? તે કંઈ માંદા-બાંદા તો નથીને ?” તે આપને એકલાંને માટે છે. 66 66 ‘ના, મૅડમ, પરમાત્માની કૃપા છે; પણ મારે જે સંદેશ કહેવાના છે મારા લૉર્ડના શા સમાચાર “તે જૅનેટ અને માસ્ટર ફોસ્ટર, તમે બાજુના ઓરડામાં ઊભાં રહે – બાલાવ્યું એટલે તરત આવી શકો તેમ. "" પેલાં બંને બાજુના ઓરડામાં નીકળી ગયાં એટલે પછી વાર્નેએ અંદરથી બારણું આગળા લગાવી બંધ કર્યું. અંદર શું ચાલે માફ કરે – પણ ફોસ્ટરે જૅનેટના હાથ પકડીને કહ્યું, “બેટા, આપણે છે તે જોવું-સાંભળવું જોઈશે; ભગવાન આપણા એ ગુના આ વખતે વાનેં જે રીતે – જે ઉતાવળથી આવ્યા છે, તે કંઈ ભલા માટે હોય એમ મને નથી લાગતું.” જૅનેટને ફોસ્ટર ઘરમાં જે ચાલતું હોય તે અંગે કદી વાત નહોતા કરતા, આજે કંઈક ચિંતાતુર થઈ, તેણે જૅનેટને આમ વાત કરી, તેથી તેને પણ કંઈક અવનવું બનવાનું છે એવા ડર પેઠો. તેણે ડરતાં ડરતાં એ બારણા પાછળથી શે। અવાજ આવે છે તે સાંભળવા પ્રયત્ન કર્યો; પણ અંદર બધું શાંત લાગતું હતું. અચાનક કાઉન્ટેસને બૂમેા પાડતા અવાજ સંભળાયા – ‘બારણું ઉઘાડ! હરામખાર, બારણું ઉઘાડ, કહું છું! મારે કશું સાંભળવું નથી !” વાર્ને કંઈક મનાવવા-સમજાવવા પ્રયત્ન કરતા હોય એવો અવાજ 66 – વચ્ચે વચ્ચે સંભળાયો, પણ પછી તે કાઉન્ટેસે ત્રાડ જ નાખી – “ જૅનેટ, આખા ઘરને મદદે બાલાવ – ફોસ્ટર, બારણું તોડી નાખા – મને આ દગાબાજ આંતરી રહ્યો છે – કુહાડો ચલાવા – નુકસાની માટે હું જવાબદાર રહીશ – જલદી કરો "" .66 બારણું તેડાવવાની કંઈ જરૂર નથી, મૅડમ; તમે જો મારા લૉર્ડની અગત્યની બાબતા આમ જ બધાંને સંભળાવવા માગતાં હો, તે હું આડે નહિ આવું.” Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ “પ્રીત કિયે દુઃખ હેય” તરત જ અંદરથી આગળ ખસેડવાનો અવાજ આવ્યો અને બારણું ઊઘડી ગયું. જેનેટ અને તેનો પિતા બંને અંદર ધસી ગયાં. જેનેટ કાઉન્ટેસની નજીક જઈને ઊભી રહી, અને ફેસ્ટર વાને તરફ દોડી ગયો. નામદાર બાન, શું છે? શું થયું?” જેનેટે પૂછયું. “સેતાન ભરખે, તમે એમને શું કર્યું?” ફેસ્ટરે વાને પૂછ્યું. મેં? મેં કશું નથી કર્યું; માત્ર તેમના લોર્ડને હુકમ મેં તેમને કહી સંભળાવ્યો છે. તે જો તે પાળવા ન માગતાં હોય, તો એને જવાબ એમણે મારા લૉર્ડને આપવો પડશે, મારે નહિ.” જેનેટ, એ જુદ્દો છે; દગાબાજ છે. તે જૂઠું બોલે છે. કારણકે, મારા લૉર્ડની બેઈજજતી થાય તેવું તે કહે છે – ઉપરાંત તેને પોતાને બદઇરાદો તે સાધવા માગતો હોવાથી, બમણું જુઠું બોલે છે.” તમે મારા કહેવાનો અર્થ છેટે સમજ્યાં છો, બાન; પણ અત્યારે તમે ઉશ્કેરાઈ ગયાં છો, એટલે જરા શાંત થશે ત્યાર બાદ હું બધું સમજાવીશ.” ના, ના, તને હું હવે કશું મને કહેવાની તક જ આપવાની નથી; જેનેટ, જો તો ખરી, એ બદમાશ મને મારા પરિણીત પતિને નામે એમ કહેવા આવ્યો છે કે, મારે કેનિલવર્થ એની સાથે જવાનું છે, અને રાણી તથા આખા દરબારની સમક્ષ એમ કહેવાનું છે કે, આ બદમાશ – મારા પતિને બે ટકાનો ગુલામ – મારો પતિ છે! પછી ફરી હું કયા મોંએ મારા લૉર્ડની પત્ની તરીકે જાહેરમાં ફરી શકું વા? પછી કાયમને માટે મારે ગાની આ ગુલામડાની રખાત થઈને જ રહેવું પડે! બદમાશ, લુચ્ચો, હરામખેર!” “જુઓ ફોસ્ટર, અને જો જેનેટ, તમે બંને સાક્ષી છે કે, કાઉન્ટસને તેમના પતિએ અમુક રાજકીય કારણોસર તેમના લગ્નને ગુપ્ત રાખવાનો જે હુકમ મોકલ્યો છે, તેનો તે કેવો અર્થ કરે છે અને અમલ કરે છે! અરે, એમના હાથમાં જ મારા લૉર્ડ જાતે લખેલે પત્ર છે; નહીં તો તે મારી કેવીક ફજેતી કરે?” ફેસ્ટરે હવે જરા સત્તાવાહી અવાજે કહ્યું, “બાન, તમે ઉતાવળાં - આકળાં થઈ ગયાં લાગો છો. કોઈ સારા હેતુ માટે આવું ક્ષણિક જુઠ્ઠાણું Page #208 -------------------------------------------------------------------------- ________________ પાઈ દીધું ! ૧૯૧ આચરવું પડે તેને વાંધા ન ગણાય. જુઓને, વડવા* અબ્રાહમે પેાતાની પત્ની સારાને ઈજિપ્ત ગયા બાદ પેાતાની બહેન તરીકે ઓળખાવી હતીને?” “ પણ ઇશ્વરે તે બદલ ફ્રાને માંએ તેને ઠપકો પણ અપાવ્યો હતાને ? પણ ધર્મશાસ્ત્રના આવા ભાગેાની જ નકલ કરવાનું કહેતા તમને ફિટકાર છે; એ ભાગેા અનુકરણ કરવાનાં ઉદાહરણ તરીકે નિહ, પણ ચેતવણી તરીકે રજૂ કરવામાં આવ્યા છે. ” । 66 પણ સારાએ પતિની ઇચ્છાનો વિરોધ તા નહોતા કર્યાને? તેણે તા અબ્રાહમની આજ્ઞા મુજબ પેાતાને તેની બહેન તરીકે ઓળખાવી હતી, – જેથી તેના પતિનું હિત થાય !” “। તુંય આ બદમાશના જેવા જ ઢોંગી અને હરામખોર છે!” મારા પતિ ડડ્લી આવું હીણપતભર્યું, બેઇજ્જતીભર્યું, શરમજનક કૃત્ય કરવાનું મને કહે જ નહિ. અને તેમણે કહ્યું હોય તો જુઓ આ તેમના હુકમને હું કેવો પગ તળે રોળું છું – ” એમ કહી, કાઉસે લિસેસ્ટરના કાગળના ફાડીને ટુકડા કર્યા તથા તેમને જમીન ઉપર નાખી પગ વડે રગડયા. "" ‘જુઓ, તમે લાકો સાક્ષી છે ! – મારા લૉર્ડે જે કરવાનું લખેલું છે, તે ફાડી નાખી, આ બધું મેં મારી મરજીથી ઊભું કરેલું છે એવું તે માટે માથે આળ મૂકવા માગે છે. ” 66 ‘જુઠ્ઠા, હરામખોર ! આ બધા પાછળ તારો જ બદ-ઇરાદા હતા. અને હું જરા વહેલી આકળી ન થઈ હોત, તો તું તારો એ ઈરાદો સ્પષ્ટ જ કરવા જતા હતા! જૅનેટ હું શરૂઆતમાં ચૂપ રહી, એટલે એ બદમાશ પોતાના મનની મૂળ વાત જ બાલવા લાગ્યો હતા – અને પૂરી બાલી નાખત પણ ખરો; પણ પછી મારાથી વધુ સહન થઈ ન શકયું – "" - જૅનેટ આકળી થઈ ગયેલી કાઉન્ટસને શાંત પાડવા લાગી. વાને હવે બાલવા લાગ્યા, “મૅડમ, તમે ખાટું માની લેા છે – તમારી ભૂલ થાય છે, એમ મને કહેવા દો.” Co જા, જા! આ પહેલાં પણ તે જે કંઈ કહ્યું-કર્યું હતું, તે જો મેં મારા લૉર્ડને કહી દીધું હોત, તે તું કયારનાય ફાંસીને માંચડે લટકી ચૂકયો હોત. અત્યારે પણ હું પાંચ મિનિટ માટે પુરુષ થઈ શકતી હોત, તેા તારા * તેના પુત્ર ઇસાક દ્વારા તે યહૂદીએને પૂજ થાય; અને તેના પુત્ર ઇશમાઈલ મારફ્તે આરખાને, “સપા - Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રીત કિયે દુ:ખ હોય' જેવા કાગડાને માંએ તારી બદમાશી કબૂલ કરાવત. પણુ જા, તારા માલિકને કહેજે કે, હું જો તારી ચઢવણી અને સલાહ મુજબ તેમણે કહેલી વાત કદીક પણ કરવા ઇચ્છીશ, તો મેં એમને એવો હરીફ પૂરો પાડયો હશે, જે તેમને ભારે પડી જશે. કોઈ પણ કારણે હું આવા ખવાસને મારા સ્વામી તરીકે પસંદ કરું કે સ્વીકારું તેવી નથી – જે તેના માલિકનાં ઊતરેલાં કપડાંના ગાભા પહેરીને અને ખાતાં વધેલા ટુકડા ખાઈને જીવે છે. ટળ, અહીંથી હરામજાદા, તારા પ્રત્યે ગુસ્સા કરવામાં પણ મને હીણપત લાગે છે.” ૨ વાર્નેએ બહાર નીકળી ફોસ્ટરને કહ્યું, “ડૉકટર અલાસ્કા કયાં છે?” પ્રયોગશાળામાં; આ સમયે તેમને મળી શકાય તેમ હોતું નથી. મધ્યાહ્નની ઘડી પસાર થઈ જાય, ત્યાર બાદ જ તેમને મળી શકાશે.' " 66 66 મારે જ્યારે એને મળવું હોય, ત્યારે કોઈ પણ ઘડીએ હું મળી શકું છું. મારી આગળ એવાં બહાનાં નહિ ચાલે. મને તેની પ્રયોગશાળાનો રસ્તા "" બતાવ. બહારથી બારણું ઠોકતાં અલાસ્કોએ ચિડાઈને ના-મનથી બારણું ઉઘાડયું, એટલે વાને ફોસ્ટર સાથે અંદર પેઠા, અને ત્રણ જણા ગુપ્ત મંત્રણા ચલાવવા લાગી ગયા. 66 આ તરફ કાઉન્ટેસને આશ્વાસન આપતીજૅનેટને કાઉન્ટસે કહ્યું, ‘જૅનેટ, હું શરૂઆતમાં જાણી જોઈને ચૂપ રહી, તથા એવા દેખાવ કરી રહી, જેથી એ બદમાશ સાપ પોતાનાં બર્ધા ગૂંચળાં ઉકેલીને મારી સમક્ષ ઉઘાડો થાય. અને થોડા વખતમાં જ છેતરાઈને તે પોતાના મનની વાત બાલી જ બેઠો. એટલે મારા પિતના હુકમની વાત તે તદ્દન જુઠ્ઠી જ છે– બનાવટી છે. મારે આ ઘરમાં એક ક્ષણ પણ રહેવું નથી – મને એના ડર લાગે છે – તારા બાપનો પણ ડર લાગે છે તે બંને મળતિયા છે – મારે કમ્મરમાંથી ભાગી છૂટવું છે. ” .. પણ મૅડમ, તમેનસીને કયાં જશેા ? તથા દીવાલા કેવી રીતે વટાવશે। ? ” “મને ખબર નથી, જૅનેટ, હું શું કરું અને કયાં પરમાત્મા મને નિર્દોષને આમ તજી ચારીઓના પંજામાં સપડાઈ છું – જે જાઉં? પણ મારો અત્યારે હું અત્યા નહિ દે – કારણકે, મારું ગમે તે કરી નાખશે.” Page #210 -------------------------------------------------------------------------- ________________ પાઈ દીધું! ૧૯૩ * “એમ ન માનશે બાન; મારા પિતા ગમે તેવા કડક તથા પિતાની ફરજ બજાવવામાં ઉત્સાહી હશે, પણ તે એવું –” પણ તે જ ઘડીએ એન્થની ફેસ્ટર એક હાથમાં એક પ્યાલો તથા બીજા હાથમાં પીણાનું પાત્ર લઈને એ કમરામાં દાખલ થયો અને અત્યારના ઉશ્કેરાટમાં જરા શાંત પાડે તેવું એ પીણું પી જવા ઍમીને જરા હસીને આગ્રહ કરવા લાગ્યો. જેનેટ થેડી વાર નવાઈ પામી પિતાના મોં સામું જોઈ રહી – એ મોં ઉપર કંઈક ભય, કંઈક અપરાધની આભા પથરાઈ રહેલી હતી. તે તરત કૂદીને વચ્ચે આવીને ઊભી રહી. તેણે કહ્યું, “બાપુ, લાવો મારા હાથમાં એ બધું આપો; મારાં માલિકણને પીવું હશે તે હું જ આપીશ.” “ના, બેટા, તારે આ કામ કરવાનું નથી.” “કેમ, કેમ બાપુ? માનવંત બાનુને પીવું હોય તો જ આપું એમાં ખોટું શું છે?” “કારણ, કારણકે, – પણ તું અત્યારે ધર્મ-પાઠ થાય છે, તે સાંભળવા ચાલી જા; હું જ આ પીણું તેમને આપીશ.” ના, ના, એ પાઠ તે ફરીથી પણ સંભળાશે, પણ અત્યારે હું મારાં માલિકણથી અળગી થવાની નથી. તમે એ પાત્ર મને જ આપી દો —” એમ કહીને તેણે તેના બાપના હાથમાંથી એ પાત્ર અને પવાલું જરા જોર કરીને ઝૂંટવી લીધું, અને પછી કહ્યું, “મારાં બાનુ માટે જ છે, તે હું એમાંથી તમારી શુભેચ્છામાં એક પવાલું પહેલું જ પી લઉં છું.” ફેસ્ટરે એક શબ્દ પણ બોલ્યા વિના તેના હાથમાંથી તે પાત્ર પડાવી લીધું અને પછી શું કરવું તેનો વિચાર કરતા તે ત્યાં ચુપ ઊભો રહ્યો. કાઉન્ટસ બાપ-દીકરી વચ્ચેની આ ઝૂંટાઝૂંટ જોઈ હતી. તેણે હવે ફેસ્ટરને કહ્યું, “માસ્ટર ફોસ્ટર, તમારી દીકરી એ પીએ એમ તમે ન ઈચ્છતા હો, તો તમે તે અમે બંનેની શુભેચ્છામાં એક પ્યાલું પી નાખો જ.” ના, હું નહિ પી શકે.” “તે પછી એ મહા-અમૃત તમે કોને માટે રાખી મૂકવા માગો છો?” “જેણે એ ગાળ્યું છે, તે સેતાન માટે.” એમ કહી તે એ કમરામાંથી ચાલ્યો ગયો. પ્રિ૦- ૧૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હોય” જૅનેટ છોભીલી પડીને કાઉન્ટસ સામે જોઈ રહી, અને તેની નિષ્ઠા અને વફાદારી-ભરી આંખામાંથી ડબક બક આંસુ વહેવા લાગ્યાં. તે સમજી ગઈ કે કાઉન્ટેસના પ્રાણ ખતરામાં છે અને તેનો બાપ પણ પેલા બધા બદમાશાનો સાગરીત જ છે. ૧૯૪ "6 ‘જૅનેટ, મારે માટે દુ:ખી થઈશ નહિ.” “ના મૅડમ, તમારે માટે હું રડતી નથી; જે રડવાનું શા માટે હોય? પણ જેઓએ પોતાની જાત છે, તેમને માટે જ મારે રડવાનું હોય. પણ બાનુ, થેાડી વાર થોભા – હું હમણાં જ આવું છું.” એમ કહી તે જભ્ભા ઓઢી બહાર જવા તૈયાર થઈ. નિર્દોષ છે તેમને માટે સેતાનને વેચી નાખી . “તું પણ મને આવી કારમી ઘડીએ એકલી મૂકીને ચાલી જશે, જેનેટ?” - - “ તમને મૂદ્દીને કદી હું ચાલી જવાની નથી, મૅડમ! પણ તમે હમણાં કહ્યું હતું તેમ પરમાત્માએ તમને છેક તજી દીધાં નથી – તેમણે તમારી મુક્તિ માટેનો દરવાજો ખુલ્લો રાખ્યો છે – મને હવે મારી ફરજ સમજાય છે – પરમાત્માએ ઉઘાડા રાખેલા એ દ્વારને મારે વધાવી લેવું સુધી હું મારા પિતા તરફની કર્તવ્યનિષ્ઠાને બહાને એના રહી હતી.” એટલું કહી તે ચાલી જ ગઈ. જોઈએ – અત્યાર તરફ આંખ મીંચી બહાર જતા પહેલાં તેણે બુઢ્ઢી નોકરડીને કહી દીધું કે, પોતે સાયંકાળનો ધર્મ-પાઠ સાંભળવા ધર્મ-મંડળીને મથકે જાય છે. ૩ દરમ્યાન ફોસ્ટર પ્રયોગશાળામાં પાછા ગયા એટલે વાને એ મંદ હાસ્ય સાથે પૂછ્યું, મીઠી પંખિણી ફડફડાટ કર્યા વિના પી ગઈને ?” પેલા કીમિયાગરે મોંએથી નહિ પણ આંખેથી એ જ પ્રશ્ન પૂછયો. << “ના, નથી પીધું; અને મારે હાથે પીશે પણ નહિ; મારી દીકરીના દેખતાં હું ખૂન કરું?” 66 “પણ તને કહ્યું હતું તે ખરું કે, આ જૂના નથી; આ તો થોડા વખત પૂરતી માંદગી લાવવા પૂરતું, અને મનને ઢીલું કરી નાખવા પૂરતું જ છે. આ મહાપંડિત પણ સાનંદપૂર્વક કહેશે કે, એ પીણામાં માણસને મારી નાખવા ,, જેવું કંઈ નથી. ” વાર્ને ત્રાડી ઊઠયો. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પાઈ દીધું! અલાસ્કોએ પોતાની ગુપ્ત મહા-વિદ્યાના સોગંદ ખાઈને કહ્યું કે, એમાં જીવનને હાનિ થાય તેવું કાંઈ જ નથી. પણ ફેસ્ટર બોલી ઊઠ્યો, “તમે સૌ છેવટે શું કરવા માગો છો તે મને સમજાતું નથી. પરંતુ હું મારી પુત્રીને કથા પણ ગુનામાંથી કે પાપમાંથી મુક્ત રાખવા માગું છું. મેં મારી જાતે ગમે તે પાપ કર્યો હશે, અને તે બદલ હું ભારે પસ્તાવો કરું છું; – પરંતુ મારી દીકરી જન્મી ત્યારે હતી તેવી નિર્દોષ રહે, અને મારા આત્મા માટે ભગવાનની શુદ્ધ હૃદયે પ્રાર્થના કરે, અને ભગવાન તે પ્રાર્થના સાંભળે, એટલે હું અવશ્ય કરવાનો. મારી દીકરી મારે હાથે આવાં કર્મ થતાં જુએ અને તેનું હૃદય મારા પ્રત્યે દુભાય –” “બસ, બસ, તું તારું અને તારી દીકરીનું સ્વર્ગ સંભાળ્યા કર – હું હમણાં જ આવું છું.” એમ કહી, વાને ઊઠયો અને પેલું પાત્ર ટેબલ ઉપરથી ઉઠાવી, કમરાની બહાર ચાલ્યો ગયો. દરમ્યાન અલાસ્કો વાર્નેની નાસ્તિકતા અને પોતાની કીમિયાવિદ્યાની પવિત્રતા અને ગૂઢતા બાબત વાતો કરવા લાગ્યો. કારણકે, તે વિદ્યા છેવટે અમૃતસંજીવિની અને પારસમણિ શોધવાની વિદ્યા હોઈ, જગતમાંથી રોગ અને કિંગાલિયત દૂર કરવા માટેની વિદ્યા છે. તે સિદ્ધ થતાં જગતની બધી સત્તા, મહાજ્ઞાની પુરુષોના જ હાથમાં આવી જશે, – કારણકે, જગતના ધનભંડારની ચાવી એ લોકોના હાથમાં હશે. થોડી વારમાં વાને પાછો આવ્યો. કીમિયાગરે તેને તરત જ પૂછયું, “આટલા જલદી પાછા ફર્યા?– તમે કામ પતવી –” મેં તેને પાઈ દેવાનું તો પતવી દીધું; પણ તે યોગ્ય પ્રમાણ જાળવ્યું છે કે નહિ, એ તું જાણે; તથા ધાર્યું પરિણામ આવશે કે નહિ તે પણ તું જાણે. જોકે, તને માત્ર બીમારી ઊભી કરવાના જ પૈસા આપવામાં આવ્યા છે, એટલે તેટલા જ પૈસામાં તું જાન લેવા જેટલું આગળનું કામ કરી આપે એવો નથી જ.” પણ તમે તેની પાસે શી રીતે પિવરાવ્યું?” ફેસ્ટર ધૃજતે પૂજતો બોલી ઊઠ્યો. બીજી કઈ રીતે વળી? ગાંડા માણસો, સ્ત્રીઓ અને બાળકોને જે નજરથી દાબી શકાય, તે નજર મેં તેની સામે કરી અને તેને ફરમાવ્યું કે, પી જ', એટલે તે તરત પી ગઈ. સેન્ટ લૂકની હૉસ્પિટલમાં હતો ત્યારે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પ્રીત કિયે દુખ હોય” ત્યાંના લોકોએ મને કહ્યું હતું કે, ગાંડા માણસોને દાબી દે એવી મારી નજર થઈ શકે છે – એટલે મારી આ નોકરી જાય તો પણ ગાંડાઓની ઇસ્પિતાલમાં મને એ કામગીરી મળે તેવી છે જ.” પણ એ દવાનું પ્રમાણ ઓછુંવતું હોય એનો તમને ડર નથી?” ફેસ્ટરે પૂછ્યું. જો એમ હશે, તો તે વધુ જેપી જશે, એટલું જ ને? અને એ ચિંતાથી મારી ઊંઘ હું શા માટે બગાડું?” ૧૯ મદદગાર ઉનાળાની સમીસાંજ પૂરી થવા આવી હતી, તે અરસામાં જેનેટ કન્નર-પ્લેસ પાછી ફરી. એથી વધુ મોડું થાય તે આ ઘરમાં તેને માટે શોધાશોધ જ થઈ રહે. તે તરત જ કાઉન્ટસના કમરામાં દોડી ગઈ. કાઉન્ટેસ એક ટેબલ ઉપર કોણીઓ તથા માથું ઢાળી દઈને બેઠી હતી; જેનેટ આવી છતાં તે હાલી નાહ કે બોલી નહિ. જેનેટ વીજળી-વેગે કાઉન્ટેસ પાસે ધસી ગઈ અને તેને ઢંઢોળીને તથા તથા વહાલભર્યા સેગંદ દઈ દઈને પોતાની સામું જોવા તથા કંઈક જવાબ આપવા આગ્રહ કરવા લાગી. છેવટે મડદા જેવી ફીકી પડી ગયેલી કાઉન્ટસે મોં ઊંચું કર્યું અને ધીમા અવાજે કહ્યું, “નેટ, મને પેલું ઝેર પાઈ દીધું “ભગવાનની કૃપા કે એથી વિશેષ કંઈ નથી થયું. એ ઝેર આપને કશી જ અસર નહિ કરે. માટે મનમાંથી નિરાશા ખંખેરી નાખીને ઊભાં થઈ જાઓ.” “ના, ના, જેનેટ, મને શાંતિથી મરવા દે.” “પણ માનવંત બાનુ, આપને એથી કશું થવાનું નથી, કારણકે, પેલા ફેરિયાએ આપેલું એ ઝેરનું મારણ આપે લીધેલું છે. હું તો હવે આપને Page #214 -------------------------------------------------------------------------- ________________ .. .WELMIR હાંડ એટલું કહેવા ઉતાવળે દોડી આવી છું કે, આપ ભાગી છૂટે એ માટેની બધી તૈયારીઓ થઈ ગઈ છે.” “ભાગી છૂટવાથી તૈયારીએ?” કાઉન્ટસ એકદમ ખુરશીમાં ટટાર બેટી થઈ જઈને બોલી, “પણ જેનેટ, હવે ઘણું મોડું થઈ ગયું; મારું શરીરે ભાગી પડ્યું છે.” - “ના, ના, બાનુ, મારા હાથનો ટેકે લઈને આ કમરામાં થોડું ચાલી જુઓ જોઉં. આપને પેલા ઝેરની કશી જ અસર નથી થવાની; માટે માત્ર કલ્પના કરીને અધમૂ ન થઈ જતાં. જુઓ, અત્યારે આપ મારી સાથે બરાબર જાગ્રત થઈને વાત પણ કરી શકો છોને?” હા, ખરી વાત, જેનેટ,” કાઉન્ટસ જેનેટના ટેકાથી કમરામાં બે-ચાર ડગલાં ભર્યા પછી બોલી; “તો મને આ ઝેરની કશી અસર નહિ થાય એમ? ગઈ પછી વાને મારા કમરામાં આવ્યો હતો અને એવી કારમી આંખો વડે મારા સામું તાકી રહ્યો કે જાણે મૃત્યુદેવની જ આંખો હોય. પછી તેણે તેના હાથમાંનો પ્યાલો ગટગટાવી જવા મને ફરમાવ્યું કે હું બોલ્યા ચાલ્યા વિના પી જ ગઈ. જરૂર જેનેટ, એ ઝેરથી હું મરી જ જઈશ; કારણકે, બીજી કોઈ વસ્તુ એવી કારમી આંખો સાથે કોઈને પિવરાવે નહિ.” - “પણ એ ઝેર આપને કશું નહિ કરે, ભગવાન ઘણી વાર એ બદમાશોને એવા ભુલાવે છે, અને બચવાના રસ્તા ઉઘાડી આપે છે કે, માણસની કલ્પનામાં પણ ન આવે.” “તે શું મારે માટે બચવાનો રસ્તે ખુલ્લો થયો છે, એમ?” છે. - “હા, હા, બાનુપણ આપ એ સમાચાર સાંભળવા જેટલાં સ્વસ્થ થયાં છો ખરાં?” અરે, અહીંથી ભાગી જવાનું મળતું હોય, તો પછી સ્વસ્થ થવાની વાત શાને પૂછે છે? કારણકે, આ લોકો મારા પ્રાણ આ વખતે નહિ લઈ શકે, તો બીજે વખતે વધુ શું કરશે, તે કોને ખબર?” તે ટૂંકમાં સાંભળો બાનુ; આપને એક હિતેચ્છુ મિત્ર આ તરફ આવ્યો છે. તે જુદા જુદા વેશે મને ભેગો થઈ, મારી સાથે વાત કરવા પ્રયત્ન કરતો હતો. પણ મને ભરોસે પડતું ન હોવાથી, હું તેને મચક આપતી ન હતી. તે માણસ જ એક વખત ફેરિયો થઈને અહીં આવ્યું હતું, અને પછી પણ મને ચેપડીઓ વેચી ગયો હતો. જ્યારે જ્યારે હું Page #215 -------------------------------------------------------------------------- ________________ 6 પ્રીત કિયે દુઃખ હોય' ૧૯ ગામમાં બહાર જતી, ત્યારે તે જુદા જુદા વેશે મને અચૂક ભેગો થતા. આજે અહીં જે બન્યું, તે ઉપરથી મેં તેની મદદ લેવાનો નિરધાર કર્યો, અને તે અત્યારે પાર્કની પછીતના દ્વાર આગળ નાસી છૂટવાના સાધન સાથે તૈયાર ઊભા છે. પણ આપ એ કામ કરવા માટે અત્યારે તન-મનની તાકાત દાખવી શકશે ખરાં?' “મૃત્યુ અને તેથી પણ વધુ શીલના મૃત્યુથી ડરીને ભાગવા જે ઇચ્છે, તેને શરીરની તાકાત આવે જ.” "" “તા પછી ભગવાનનું નામ લઈ, માનવંત બાનુ, તૈયાર થઈ જાઓ; હું આપની વિદાય લઉં છું અને ભગવાનના હાથમાં આપને સોંપી દઉં છું. “તે। તું મારી સાથે નહિ ભાગે, જૅનેટ? આવે વખતે તું મારી સાથે નહિ હોય એ કેવું?” – “ માનવંત બાનુ, હું પણ આપની સાથે જરૂર ભાગત – પંખિણી પાંજરામાંથી ભાગે એમ જ, પરંતુ હુંય અહીં ન હોઉં, તો એ લોકોને તરત આપની ગેરહાજરીની ખબર પડી જાય, અને તે આપનો પીછા કરે. મારે અહીં હાજર રહી, એ લોકોને ગફલતમાં રાખવા જ પડશે કે, આપ અંદર નિરાંતે ઊંઘા છે, માટે જગાડવાનાં નથી. ” 66 ‘પણ મારે એ અજાણ્યાની સાથે એકલીએ મુસાફરી કરવી પડશે?” કાઉન્ટસ ખચકાતી ખચકાતી બોલી; “કદાચ, આ પણ એ લોકોની જ કશીક ભેદી યોજના હશે તો. – મને તારી પાસેથી છૂટી પાડી, પોતાના મનનું ધાર્યું કરવાની?” “ના, બાનુ, ના; એ જુવાનિયા માસ્ટર ટ્રેસિલિયનના માણસ છે; અને તેમના કહ્યાથી જ આ તરફ આવેલા છે.” 66 જો તે ટ્રેસિલિયનના માણસ હોય, તો હું ભગવાનના દેવદૂતની જેમ તેના વિશ્વાસે ચાલી જઈશ. કારણકે, ટ્રેસિલિયન જેવા કોઈ નિઃસ્વાર્થ, નેક, અને ઉદાર-દિલ માણસ બીજા કોઈ હોય, એમ હું માનતી નથી. — હાય ! પણ મેં તેના પ્રેમના કેવો બદલા વાળ્યા, વારુ!” એકઠી કરી ઉતાવળે તેઓએ થાડી આવશ્યક વસ્તુ લીધી. જૅનેટે તે બધીનું એક નાનું બંડલ બાંધી દીધું. જે કોઈ આંતરિક મૂલ્યનાં ઘરેણાં તેને હાથ આવ્યાં તે પણ તેણે ભેગાં કરી લીધાં. અને ખાસ કરીને રત્નાની એક કાસ્કેટ તેણે ડહાપણ વાપરીને લીધી, જે કદાચ ભવિષ્યની કટોકટી વેળા Page #216 -------------------------------------------------------------------------- ________________ સમાર ૧૯૩ ઉપયોગી થઈ પડે. કાઉન્ટસે પછી જૅનેટનો મુસાફરી માટેના સાદો પેશાક બદલી લીધા, જેથી કોઈ સામાન્ય ઘરની સામાન્ય સ્ત્રી જેવી જ તે લાગે, અને એકદમ કોઈનું ધ્યાન તેના તરફ ન ખેંચાય. પાર્ક વટાવીને ઉતાવળે પાછલા દ્વારે પહોંચી જતાં અંધારામાં ઝાડીઝાંખરાં ઓળંગવા સિવાય બીજી કશી મુશ્કેલી તેમને ન પડી. ફાસ્ટરને જૅનેટ ઉપર એક પવિત્ર જીવાત્મા તરીકેના એવા વિશ્વાસ હતા કે, તેના ઉપર કશું બંધન તેણે રાખ્યું ન હતું. દિવસ દરમ્યાન તે ગમે ત્યાં જઈ શકતી, અને પછીતના દ્વારની એક માસ્ટર-ચાવી પણ તેને આપી રાખવામાં આવી હતી, જેથી તે ત્યાં થઈને ઘર-કારભારાની કશી ખરીદી અંગે કે, તેના પંથના પ્રાર્થના-મથકે જવા બહાર નીકળીને ગામમાં જઈ શકે. પણ એ ભલી જૅનેટની પોતાના ધર્મ-કુરધર ગણાતા પિતા ઉપરની શ્રદ્ધા ડગી ગઈ હતી; અને તેથી કાઉન્ટેસને બચાવવા-ભગાડવા, તેણે પાતાની બધી કુશળતાને અને સાધનોનો ઉપયોગ કરવા નિરધાર્યું હતું. ચાલતાં ચાલતાં જૅનેટે ધીમેથી કાઉન્ટેસને પૂછ્યું, “ આપ અહીંથી નીકળી, આપના પિતાને ત્યાં જ જવા ઇચ્છાને ?” “ના, જૅનેટ; લિડકોટ-હૉલ મે" છોડયો ત્યારે મારું હૃદય હળવું હતું અને મારી કશી બદ-ઈજ્જતી થઈ ન હતી. હવે તેા, મારા પતિ મારું લગ્ન જાહેર રીતે સ્વીકારે, અને તેમની પરવાનગી હોય તે જ મારાથી ત્યાં હળવા હૃદયે અને ઇજ્જતભેર જઈ શકાય. . “તેા પછી મૅડમ કાં જા?” “ કેનિલવર્થ જ જઈશ, વળી ! હું ત્યાંના ઉત્સવ-સમારંભ જોઈશ. ઈંગ્લૉન્ડની રાણી જ્યારે ત્યાં મિજબાની માણતી હોય ત્યારે કાઉન્ટસ ઑફ લિસેસ્ટર ત્યાં પતિ સાથે હાજર હોય, એ કોઈ રીતે અજુગતું ન જ ગણાય. "" “માનવંત બાનુ, આપ ભૂલી ગયાં શું, કે નામદાર અલે આપના લગ્નને ખૂબ જ ગુપ્ત રાખવા કેટલી બધી તાકીદ આપી છે? તેમને રાજદરબારમાં કૃપાપાત્ર રહેવું હોય, તે એમ કરવું જરૂરી છે, એમ આપને તેમણે કહ્યું હોવાનું આપ જ કહેતાં હતાં. તે એવે વખતે આપ ત્યાં રજૂ થશે, તે નામદાર અર્લ પસંદ કરશે ? ” “એટલે શું, મારા પતિ મારી હાજરીથી લાંછિત થશે, એમ તું માને છે, છોકરી? ઉપરાંત, તારા પિતાએ અને વાને એ મને શું કરવા ધાર્યું હતું Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હાય " ૨૦૦ એ જાણ્યા પછી પણ તે મારું ત્યાં ભાગી જવું નાપસંદ કરશે ? એમને મારા શીલ-ચારિત્ર્યની એટલી જ કિંમત હશે ?” “માનવંત બાનુ, આપ મેં બજાવેલી અલ્પ સેવાઓના બદલામાં પણ મારા પિતાને નામદાર અર્લ સમક્ષ ગુનેગાર તરીકે રજૂ નહિ કરો, એવી હું વિનંતી કરું છું.” “ના, ના જૅનેટ, તારા પિતાને આંચ આવે એવું કશું હું નહિ કરું. મને તું એવી નગુણી ન માની લઈશ. હું તો મારા પતિના સંરક્ષણમાં પહોંચી જવા જ ત્યાં જાઉં છું – અને અહીં મારાં જાન અને ઇજ્જત ઉપર કેવો ખતરો ઊભા કરવામાં આવ્યા હતા, એટલું તેમને જણાવીશ. હું તેમને મળીશ પણ એકાંતમાં, અને તે જો એમ ઇચ્છશે કે, મારે હજુ કયાંક ગુપ્ત જ રહેવું જોઈએ, તે તે જ્યાં કહેશે ત્યાં હું એકલી ભરાઈ રહીશ. તેમની મરજી અને પરવાનગી વિના બહાર નહિ જ પડું.” જૅનેટને પણ લાગ્યું કે, કાઉન્ટસના પતિએ તેમને જ્યાં રહેવાનું – ગુપ્ત રહેવાનું – ફરમાવ્યું હતું, ત્યાંથી આવાં અગત્યનાં કારણેાએ પણ તેમની પરવાનગી વિના ખસવાને અપરાધ કર્યા બાદ, તેમની પાસે સીધા પહોંચી વું એ જ ઠીક કહેવાય. તેમના પિતાને ત્યાં જો પેાતાના લગ્નની વાત ગુપ્ત રાખીને તે જાય, તે ત્યાં ભાગેલ-ભટકેલ તરીકે તેમને આશરો ન પણ મળે; અને ત્યાં જઈને જો તેમના પતિની મરજી વિરુદ્ધ પોતાનું લગ્ન જાહેર કરે, તે તેમના પતિ તેમને કદાચ જીવનભર માફ ન કરે. “પણ જેનેટ, તે મારો ભામિયા થનારને તો મારા લગ્નની વાત નથી કરીને ?” કાઉન્ટસે થોડી વાર બાદ લૂછયું, “ના, ના, મેં પાતે કશી વાત નથી કરી; બહાર જેટલું જાહેર છે, એટલું જ તે જાણે છે.” “એટલે કે બહાર શું જાહેર થયેલું છે?” “હું એ વસ્તુ માંએ લાવું તે આપ ગુસ્સે તે નહિ “ના, ના, બાલી નાખ. મારે પણ બહારના લોકોમાં છે, તે સાંભળતાં શીખવું જોઈએ. શું, લાકો મને મારા માને છે?” થાને ?” મારી શી આબરૂ લિસેસ્ટરની રલત “ના, ના, વાર્નેનાં રખાત માને છે. જોકે, કેટલાક એમ કહે છે કે, એનું નામ તો લૉર્ડ લિસેસ્ટરના ઢાંકણ તરીકે જ વપરાય છે. પરંતુ લૉર્ડ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ મદદગાર લિસેસ્ટર તે ઉમરાવબહાદુર હોઈ, તેમને નામે ફાવે તેવાં ગપ્પાં ચલાવનારને સ્ટાર-ઍમ્બર*ની સજાનો ડર રહે એટલે તેમનું નામ કોઈ ઝટ મોંએ લાવતું નથી.” હવે તેઓ પછીતના દ્વાર નજીક આવી ગયાં હતાં. જેનેટે ચાવીથી તાળું ખોલી નાખ્યું. બહાર વેલૅન્ડ સ્મિથ એક વાડની આડમાં છુપાઈને ઊભો હતો તે તેમને જોઈ પાસે આવ્યો. જેનેટે તેને પૂછયું, “બધું બરાબર છે?” “બીજું બધું તો બરાબર છે; પણ હરામખેર જાઇલ્સ ગોસ્લિગે છેક છેવટની ઘડીએ તેને ત્યાંથી ઘોડે આપવાની ના પાડી. એટલે બાનુ મારા ઘોડા ઉપર જ બેસી જશે, અને હું પગપાળો તેમને દોરતે ચાલીશ. પછી રસ્તામાં જ્યાંથી મળશે ત્યાંથી બીજો ઘોડે મેળવી લઈશું. હરામખોર વીશીવાળાએ પહેલેથી ના પાડી હોત, તે હું ગમે ત્યાંથી બીજી વ્યવસ્થા કરી લેત. પણ ભલાં જેનેટ, તમે મેં ભણાવેલો પાઠ ભૂલતા નહિ – કાલે આખો દિવસ એ લોકોને એમ જ કહ્યા કરજો કે, બાબુ ઘસઘસાટ ઊંઘે છે – અને તેમને અશક્તિ લાગતી હોવાથી તે બહાર આવવાનાં નથી. એ લોકો તેમના ઝેરની એવી જ અસર થવાની છે એવું જાણે છે, એટલે તેઓને કશો વહેમ નહિ જાય. ત્યાર પહેલાં તે અમે એ લોકોના પંજામાંથી દૂર નીકળી ગયાં હોઈશું.” - જેનેટે હવે વેલૅન્ડને જણાવ્યું, “પૂરા વફાદાર અને પ્રમાણિક નીવડજો; કાઉન્ટસને હું તમારે ભરોસે સોંપું છું. મને પિતાને તમારા ઉપર ભરોસે ઊપજ્યો છે, અને મારા એ ભરોસાને ખોટો ન પાડશે.” ભલી જેનેટ, એ બાબત બેફિકર રહેજો; મને તો ઉપરાંતમાં એટલે ભરોસે છે કે, હું મારામાં તમે મૂકેલા વિશ્વાસને એ સાચો નીવડીશ કે તમારી સંત-જન જેવી આંખે, ફરી ભેગાં થઈશું ત્યારે મારા પ્રત્યે ઓછી અવજ્ઞાભરી બની ગઈ હશે.” આ છેલ્લું વાક્ય તેણે જેનેટના કાનમાં કહ્યું હતું; અને જેનેટે પણ પિતાનાં વહાલાં કાઉન્ટસને તે વફાદારીથી પહોંચાડે તે લોભે, એના એ શબ્દોમાં પ્રગટ થતી આશાને જરાય નકારવાનો પ્રયત્ન ન કર્યો. આ મૂળે લંડનના વેસ્ટ- મિસ્ટર પૅલૅસને મંત્રણાને કમરે – જેની છત ઉપર સ્ટાર” એટલે કે તારકે ચીતરેલા હતા. પછી તે ગુનેગારને મનસ્વી અને જુલમી સજાઓ કરવાના કમરા તરીકે જાણીતો થે. - સપ૦ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ભૂતનું બચ્ચું વલેન્ડ સ્મિથે ગમે તેટલી ઉતાવળ કરી, છતાં ભળભાંખળું થવાનું થયું તે અરસામાં તેઓ કમ્મર ગામથી માત્ર દશ જ માઈલ દૂર નીકળી શક્યાં હતાં. વેલૅન્ડનો ઇરાદો દિવસ થતાં આજુબાજુના લોકોની જવરઅવર શરૂ થાય તે પહેલાં જ ખૂબ દૂર નીકળી જવાનો હતો, જેથી તેમના સગડ જ પીછો કરનારાઓને ન મળે. પણ પગપાળો તે ગમે તેટલી ઉતાવળ કરે, તો પણ કેટલુંક અંતર કાપી શકે? હવે દિવસનું અજવાળું વધતું ચાલ્યું, એટલે વેલૅન્ડ ચોતરફ નજર કરતે કરતો સાવધાનીથી રસ્તો કાપવા લાગ્યો. તેવામાં રસ્તાની વાડ બાજુએથી અચાનક એક છોકરો સ્ત્રીને બેસવા માટે તૈયાર કરેલું એક ઘેડું લઈને નીકળ્યા અને વેલૉન્ડને સલામ કરીને બાલ્યો, “તમે જ આ ટવું બાન માટે લેવા આવવાના હતા ને સાહેબ?” હા, હા, હું જ વળી.” વેલૅન્ડે જરા પણ ખચકાયા વિના તરત જ જવાબ આપી દીધું. અને પેલાને બીજો કશો વહેમ ન જાય તે માટે તેણે તરત જ કાઉન્ટસને ઉતારી પેલા ટટવા ઉપર બેસાડી દીધી. અને પોતે કાઉન્ટસવાળા – પોતાના ઘોડા ઉપર બેસી ગયો. કાઉન્ટસે માની લીધું કે, વેલેન્ટે જ એ ઘડાની વ્યવસ્થા કરી હશે, એટલે ગુપચુપ વેલેન્ટે કહ્યા મુજબ તેણે ઘોડાની ફેરબદલી કરી લીધી. પણ પેલો છોકરો માથું ખંજવાળ બોલ્યો, “પણ સાહેબ, તમારે મને “બીન્સ”૧ કહેવાનું હતું !” “ખરી વાત; અને તારે “બીકન કહેવાનું હતું, ખરુંને?” ૧. વટાણું –અર્થના જ બંને બીન્સ, અને પીઝ શબ્દ છે. - સંપા. ૨, ડુક્કરનું માંસ. - સંપા. ૨૦૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ ભૂતનું બચ્ચું “ના, ના, મારે “પી” (વટાણા) કહેવાનું હતું.” “ખરી વાત; “બીકન” કહેવાનું સૂચવવાનો જ મારો વિચાર હતો; પણ છેવટે “પીઝ' કહેવાનું જ નક્કી થયું હતું.” વેલેંડે જલદી જલદી એ છોકરાને એક ચાંદીનો સિક્કો બક્ષિસ આપી દીધો ને પછી ઉતાવળે ચાલતી પકડી. તેનો વિચાર ઉતાવળે કોઈ ગામમાં પહોંચી જઈ, ત્યાંથી કોઈની સાથે એ ટટવું પાછું મોકલી, ત્યાંથી નવ ઘોડે ભાડે કરી લેવાનો હતો, જેથી પોતે કશા ગુનામાં ન આવે – કે નકામે પીછો ન પકડાય, પણ નસીબ વાંકું, તે એકાદ માઈલ પણ તે આગળ નહિ વધ્યાં હોય, અને પાછળ એક ઘોડેસવાર “પકડે, પકડો, ચોર, ડાક, પકડો!” એવી બૂમો પાડતો પાડતે આવતે દેખાય. વેલૅન્ડને હવે પોતાના કર્યાનો પસ્તાવો થવા લાગ્યો; કારણકે, એ લોકો જો ચોકી-પહેરાવાળા હશે, તે પોતે પકડાઈ જવાનો અને પછી કાઉન્ટસ પણ ખતરામાં આવી પડવાની. પણ થોડી વાર બાદ જયારે તેણે જોયું કે, એક જ ઘોડેસવાર પાછળ આવે છે, અને તેની ઘોડા ઉપર બેસવાની કઢંગી રીતથી તે ચોકીપહેરાવાળા જેવો કોઈ હોય એમ લાગતું નથી, તેમ તેનામાં હિંમત બંધાવા લાગી. તે એકલાને તે જરૂર પડયે ઝટ ગબડાવી પાડી, તેના હાથપગ બાંધી દઈ, આગળ ચાલતા થવાનો વિચાર પણ તેને આવવા લાગ્યો. પણ પછી પેલો વધુ નજીક આવતાં તે ઓળખી ગયો કે, એ તો ઍબિલ્ડનવાળો પેલો કાપડિયો – બકાલ ગલ્ડરોડ જ હતો! વૉન્ટે કાઉન્ટેસને સમજાવી દીધી કે, એ માણસ તો કેવળ ઠગ છે; અને તેનાથી ગભરાવાની જરૂર નથી. પેલો ગોલ્ડબ્રેડ નજીક આવી બોલવા લાગ્યો, “મારું ઘોડું એકદમ સોંપી દે.” પણ વેલેન્ટે તેની સામે એવી નજર કરીને જોયું કે, આવા નિર્જન સ્થળે આ માણસને છંછેડવામાં સાર નથી, એમ ગેઇડ તરત સમજી ગયો. તેણે ગભરાતાં ગભરાતાં બૂમ તે પાડી કે, “ધાજો, ધાજો, આ માણસ મારું ઘોડું મને પાછું લઈ જવા દેતે નથી;” પણ વેલેંન્ડે તરત જ કહ્યું, “તારે મારી અને તારી વચ્ચેના ઝઘડાને મારામારી કરીને જ નિકાલ લાવવો છે, એમ? તે ચાલ તૈયાર થઈ જા! તેં મને ચરામાં ભેગો થાઉં તે મારી કાપડની Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રીત કિયે દુઃખ હેય' ગાંસડી પડાવી લેવાની ધમકી આપી હતીને? તેના સામા પડકાર તરીકે જ હું તારું આ ઘોડું લઈ જાઉં છું; તારી હિંમત હોય, તે સામી છાતીએ મારી સાથે તરવાર ખેલીને એ પાછું લઈ જા.” “ભલાદમી, મેં તે મશ્કરીમાં કહ્યું હતું કે, તમારી ગાંસડી પડાવી લઈશ; પણ તમે તો મારું ઘોડું સાચેસાચ જ પડાવી જાઓ છો!” “મને એવી ગામઠી મશ્કરીઓ આવડતી નથી તેમ જ ગમતી નથી; હું તો સાચેસાચી વાત જ કરનારો અને બોલનારો માણસ છું. મને તારી પેઠે માલ વેચતી વખતે પણ ઘરાકો આગળ સાચાં-જુઠાં કરવાની ટેવ નથી. તારી આખી જિંદગી તે કરેલાં સાચાં-જૂઠાંની સજા આજે તને બરાબર મળી જશે.” “અરે ભલાદમી, આજે હું જેન ઠખામ સાથે પરણવાને હતો. તે પોતાના બાપને ઘેરથી કઠારો ઠેકીને ભાગી આવે, અને રસ્તા ઉપર તેને માટે મારે ઘડું તૈયાર રાખવાનું હતું. પછી અમે બંને જણ જલદી જલદી નજીકના દેવળમાં જઈ પરણી જવાનાં હતાં. ભલા માણસ, વિચાર તો કરો કે પરણવા જનાર કન્યા પગે ચાલતી પરણવા જતી હશે? માટે મારું ઘોડું મહેરબાની કરીને આપી દો.” પણ મેં તે પ્રતિજ્ઞા લીધી હતી કે, તે મને કરેલા પડકાર બદલ મારે તારું ઘોડું પડાવી લેવું, અને પછી હું મારી સાથે મારામારી કરીને જીતે ત્યારે જ તને પાછું આપવું. છતાં, તું જો પરણવા જ જવાનું હોય, તો મારે તારા મંગળકાર્યમાં વઘન નાખવું નથી; એટલે ડૉનિંગ્ટન પહોંચીને હું તારું ઘડું પાછું મોકલી દઈશ.” પણ ન મોકલો તો?” “તો જાઈલ્સ ગોસ્લિગને ત્યાં પડેલો મારો બધો માલ જામીન ગણજે. એમાં એવું એવું માંથું કાપડ છે, જેવું તે હાથથી કદી પકડયું નહિ અને ગજથી માથું નહિ હોય.” પેલો વધુ રકઝક કર્યા વિના પાછો ફરી ગયો. આમેય આવી નિર્જન જગમાં એકલા તેનાથી થવાનું પણ શું હતું? કાઉન્ટસે ડું આગળ નીકળ્યા પછી કહ્યું, “પેલો મારી સામે તાકીતાકીને એવી રીતે જોતે હતે, જાણે મને ઓળખતે હોય. જોકે, મેં મારું મફલર ઊંચું ચડાવી રાખ્યું હતું.” Page #222 -------------------------------------------------------------------------- ________________ ભૂતનું અચ્છુ ૨૦૧ “મને જરૂરી લાગે તો હજુ તેની પાછળ જઈ, તેનું માથું ફોડી નાખું; નથી : ડૉનિંગ્ટન પહોંચી આપણે એનું ઘેાડું આપણા પીછા કરવાનું મન નહિ રહે. એવા બદલો નાખીશું કે, આપણે એ જ પણ એવું કંઈ કરવાની જરૂર પાછું મોકલી દઈશું, એટલે તેને ઉપરાંત આપણે આપણા વેશ પણ માણસા હતાં એમ પણ કોઈને ન લાગે.” ર ૉર્નિંગ્ટન જઈને એ પ્રમાણે બધું પરવારીને, વેલૅન્ડ, કાઉન્ટસને બેત્રણ કલાક આરામ કરવા ઉતારી હતી તે જગાએ પાછા આવ્યા, ત્યારે સાથે એટલી ખબર લેતા આવ્યા કે, ડૉર્નિંગ્ઝનથી કેનિલવર્થ જવા ભાંડ-ભવૈયા અને વેશધારીઓની એક મંડળી હમણાં જ ઊપડી છે. રાણીજી કેનિલવર્થ આવે ત્યારે તેમને આવી સ્થાનિક મંડળીઓના ખેલ મનોરંજન માટે બતાવવાના હતા. વેલૅન્ડને એવો વિચાર આવ્યો હતા કે, બે જણે એકલાં જવું તેના કરતાં આવી કોઈ મંડળીની સાથે થઈ જવામાં વધુ સહીસલામતી ગણાય. તેણે કાઉન્ટસને એ પ્રમાણે વાત કરી; તે કાઉન્ટસને પણ એ વસ્તુ બરાબર લાગી. એટલે તે તરત જ ઘોડેસવાર થઈને એ મંડળીને પકડી પડાય તે માટે જરા ઉતાવળે ઊપડયાં. ઘેાડા વખતમાં તે એ મંડળી અર્ધએક માઈલ દૂર આવેલી એક ટેકરીની ટોચ ઉપર થઈને પસાર થતી એ લાકોની નજરે પડી. તે મંડળીમાં ઘેાડા ઘેાડેસવાર હતા અને ઘેાડા પગપાળા હતા. તેઓ ઘેાડી જ વારમાં ટેકરીની પેલી પાર ઊતરી ગયા. વેલૅન્ડ ચારે તરફ નજર કરતા જતા હતા. થોડી જ વારમાં તેને માલૂમ પડયું કે, પાછળ બે ઘેાડેસવાર આવે છે– જેમાંનો એક તેના પહેરવેશ ઉપરથી માલિક છે, અને બીજો નોકર છે. પણ ઘેાડી વાર બાદ, તે વધુ પાસે આવતાં વેલૅન્ડ વાર્નેના ઘેાડાની ચાલ તરત ઓળખી ગયો, અને તેનું માં નિરાશાથી ઢીલું બની ગયું. 66 કાઉન્ટસે તરત વેલૅન્ડને કહ્યું, ભાઈ તારી તરવાર કાઢી મારા પેટમાં ખાસી દે; હું એ બદમાશના હાથમાં જીવતી પડું એના કરતાં તારે હાથે મરવાનું વધુ પસદ કરું છું.” પણ વેલૅન્ડ બહુ ધીરજવાળા અને હિંમતવાળા માણસ હતા. તેણે કહ્યું, “એમ કરતા પહેલાં તે હું મારી તરવાર એના શરીરમાં કે મારા પોતાના શરીરમાં જ ખાસી દેવાનું વધુ પસંદ કરીશ. જોકે, મારી તરવાર તેમ જ તેને Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ “પ્રીત કિયે દુખ હોય' વાપરવાની આવડત બહુ સામાન્ય કહેવાય; ત્યારે પેલા બને તો આખી જિંદગી તરવાર ચલાવવાનું જ કામ કરતા આવેલા છે. પણ હજુ એ લોકો આપણે પીછા જ કરતા આવતા હોય એમ નથી લાગતું. ભલી જેનેટે બાં નાટક બરાબર ભજવ્યું જ હશે, એટલે આ લેકે તે તમને તેમના ઝેરની અસર હેઠળ સહીસલામત કમ્મર -પ્ટપ્લેસમાં સૂતેલાં જ માનતા હશે, અને નિરાંતે કેનિલવની ઉજાણીમાં ભાગ લેવા જ ઊપડ્યા હશે. એટલે તમે મહેરબાની કરીને તમારા ઘડાને વેગે ઉપાડો અને જરા જાળવીને ઘોડા ઉપર બેસો; આપણે થોડા વખતમાં જ પેલી મંડળી ભેગાં થઈ જઈશું, એટલે પછી વાને એને રસ્તે સીધે ચાલ્યો જશે. જોકે, આપણે એવો દેખાવ ન કરવો કે, એમને જોઈને આપણે જલદી ભાગીએ છીએ.” અને એ પ્રમાણે એણે પોતાના ઘાડાને અમુક વેગ પકડાવવા એડી લગાવી, જેથી સામાન્ય મુસાફરી કરનારા જેટલા વેગે ઘોડાને સ્વાભાવિક રીતે દોડાવે એથી વધુ ઝડપે તેઓ ભાગે છે, એમ પાછળ આવનારાઓને વહેમ ન જાય. થોડી વારમાં તેઓ ટેકરીની ટોચે આવી ગયાં અને પછી તેની પાછળ ઊતરતી વેળાએ તો વેલેન્ટે કાઉન્ટસને કહ્યું કે, “હવે તો તમારાથી જેટલો જલદી ઘોડો દોડાવાય તેટલા દાડાવો; કારણકે, તેઓ ટેકરીની ટોચે આવે તે પહેલાં આપણને દેખી શકવાના નથી.” - સદ્ભાગ્યે પેલી મંડળી એક ઝરણાને કિનારે આવેલી એકાદ-બે પડીઓ આગળ અચાનક ભી હતી. એટલે વલૉન્ડ અને કાઉન્ટસ જલદી એ ટળી ભેગાં થઈ ગયાં અને જાણે ઝરણાને કિનારે થોડો આરામ કરવા જ થોભ્યાં હોય, એમ ઊભાં રહ્યાં. સ્ત્રીઓ જરા રઘવાયા જેવી એકાદ ઝૂંપડીમાં આવજા કરતી હતી, અને પુરુષો આસપાસ ઘેડા પકડી બાવા જેવા ઊભા હતા. સ્ત્રીઓમાંથી કોઈને કંઈ થયું હોય એમ દેખાતું હતું. આ લોકો “શું થયું છે” એમ સહેજે પૂછપરછ કરતાં હોય એમ એ ટોળાની અંદર ધીમે ધીમે ઘૂસ્યાં. પાંચેક મિનિટ નહિ થઈ હોય, એવામાં વા અને લેમ્બોર્ન ત્યાં આવી પહોંચ્યા. વાર્નેએ મંડળીની સીન-સીનરી-પડદા માટેની નાની ડમણીઓ, તથા મંડળીવાળાઓનો ભૂતોનો પહેરવેશ જોઈ તરત જ કલ્પના કરી લીધી કે આ લોકો કેનિલવઈ જતી મંડળીના માણસો છે. એટલે તેણે ખુશમિજાજથી પૂછ્યું, “કેમ, ખેલાડીઓ! કેનિલવ ચાલ્યા કે?” Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ t ભૂતનુ બચ્ચુ તરત લૅટિનમાં એક જણે જવાબ આપ્યો હા જી, મહેરબાન; તમે ડાહ્યા માણસની પેઠે થોડી વાત ઉ૫૨થી વધુ વાત ઠીક કલ્પી લીધી. બુદ્ધિપ્રધાન માનવી એમ જ કરે. "" - 66 તો પછી ભૂતના ભાઈ, તમે અહીં શા માટે થોભ્યા છે? તમે ઉતાવળ કરો તો જ વખતસર કેનિલવર્થ પહોંચી શકશો. રાણીજી વૉરવિક મુકામે કાલે ભોજન લેવાનાં છે? અને ૉનિગ્ટન આગળ જખ મારો છો!” જાણતા નથી કે, તમે તો હજુ અહીં એટલામાં ભૂતનું બચ્ચું હાય તેવું માથે શીંગડાં પહેરેલું અને આખે શરીરે ચપસીને કાળા પાશાક પહેરેલા હોઈ બે પગે ઊભેલા ઉંદર જેવું દેખાતું એક વામનિયું આગળ નીકળી આવ્યું અને બાલ્યું, મારા બાપ ભૂતને પેટે એક બચ્ચું હમણાં જ અવતર્યું છે, એટલે અમે થોભ્યા છીએ.” "" 66 વાહ તારા બાપને પેટે બચ્ચું અવતર્યું?” વાને કટાક્ષમાં હસતા હસતા બોલ્યા. પેલા લૅટિન અવાજ પાછો ફરીથી આવ્યો, “ વાત ખરી છે, મહેરબાન; ભૂતના નાયકનો વેશ ભજવનારી એક બાઈ હતી, અને તેને જ ખરેખર પ્રસૂતિ થઈ ગઈ છે. "" “ પણ તમારે હવે એ બાઈની ગફલતને કારણે એક ઍકટર ખૂટશે તેનું શું કરશે ? પણ હમણાં મારી આગળ એક પુરુષ અને એક સ્ત્રી જલદી જલદી આ તરફ આવ્યાં એ કોણ હતાં ? " વેલૅન્ડ ગભરાયા; પણ તે કંઈક જવાબ ગોઠવીને કહે તે પહેલાં પેલું ભૂતનું બચ્ચું વાનેની છેક નજીક જઈને બીજા ન સાંભળે તેમ બોલી ઊઠયું, “એ પુરુષ અમારી મંડળીના મુખ્ય માણસ છે; તે એવાં સે ભૂતોના ભાગ ભજવી શકે તેવા છે; તે આ દાયણની મદદ લાવવા ઉતાવળે ગયા હતા અને તેને બાલાવી લાવ્યા છે.’ . “ તા ઠીક, આ શુભ પ્રસંગે શુભેચ્છામાં દારૂ પીવા આ પૈસા લેા, એમ કહી તેણે ઘેાડાને એડી લગાવી. લૅમ્બૉનેં પેાતાની થેલીમાંથી કાંઈક રૂપાનાણું કાઢી પેલા ભૂતના બચ્ચાના હાથમાં પકડાવી દીધું, અને પછી તે પણ પાર્તાના માલિકની પાછળ ઊપડી ગયો. પેલું ભૂતનું બચ્ચું હવે વેલૅન્ડના ઘેાડા પાસે આવીને બોલ્યું, “ તમે કોણ છે એ મેં પેલાને કહી દીધું; હવે હુઁ કોણ છું, તે તમે કહી શકશેા?” Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય” વાહ, તું જે ફિલબટીગિબેટ* ન હોય, તે સાચેસાચ ભૂતનું જણેલું બચ્યું જ હોવો જોઈએ !” “ઓળખી ગયા!” પેલો છોકરો રાજી થતે બોલી ઊઠયો. વેલૅન્ડ સ્મિથનો જૂનો સાગરીત અને લૅટિન-માસ્તરનો શિષ્ય ડિકી-સ્વજ એ હતો. અને માસ્તરે ગોઠવેલા ખેલમાં ભૂતનો વેશ મેળવી તે સાચે જ રાજદરબારમાં – એટલે કે કેનિલવર્થ પધારેલાં રાણીની સમક્ષ ખેલ કરવા જ જતો હતો. પણ તેણે બંધાઈથી ઉમેર્યું, “તમારી સાથે આ બાનુ કોણ છે? તમારી બાબતમાં પૂછેલા સવાલથી તમને ગૂંચવાયેલા જોઈ, તરત હું તમારી મદદ દોડી આવ્યો; પણ આ બાનુ કોણ છે, એ બધું મને તો તમારે સાચેસાચું કહી દેવું પડશે.” કહીશ જ વળી; પણ હમણાં તારી એ બધી પૂછપરછ બંધ રાખ. હું તારી મંડળીની સાથે જ કેનિલવ આવવા માગું છું. તું જાણે છે કે હું પણ જાદુના – હાથચાલાકીના સરસ ખેલ કરી જાણું છું; એટલે તમારી મંડળીમાં ભૂતની ખોટ નહિ પડવા દઉં.” પણ તમારી સાથે આવનારાં આ બાનુ શો ખેલ કરશે? એ ખરેખર કોઈ ખાનદાન બાનુ જ છે; અને તમે બેટમજી એની બાબતમાં ભારે સપડામણમાં મુકાયા લાગો છો.” અરે એ તે મારી બાપડી બહેન જ છે, તેને ગાતાં અને વીણા બજાવતાં એવું સારું આવડે છે કે સરોવરમાંથી માછલાંને પણ બહાર કાઢે !” બસ તો અબઘડી મને આ વહેળામાંથી ગાઈ-બજાવીને માછલાં કાઢી બતાવે!” “પણ હમણાં જ ઉતાવળ શી છે? તે આ મુસાફરીને કારણે બહુ થાકી ગઈ છે. પછી સંભળાવશે જ વળી.” પણ મનમાં ને મનમાં તેણે એ છોકરાને સારી પેઠે ગાળો ભાંડી લીધી. પછી તરત જ તે માસ્ટર હોલિડે પાસે જઈ પહોંચ્યો તથા પોતાને અને પોતાની બહેનને મંડળીમાં સામેલ કરવા વિનંતી કરવા લાગ્યો. માસ્તરે તેને જાદુના એક-બે ખેલ કરી બતાવવા કહ્યું, તે એણે એવા સિફતથી કરી બતાવ્યા કે, આખી મંડળી ખુશ ખુશ થઈ ગઈ. પછી તેની બહેનની આવડતની પરીક્ષા લેવાનું આવતાં, વેલેન્ડે * છોકરાનું મૂળ નામ ડિકી-સ્વજ છે; પણ વેલૅન્ડ સ્મિથે પહેલેથી તેને ભૂતના ભેરુના પ્રચલિત નામે જ ઓળખાતે- સંપા.. Page #226 -------------------------------------------------------------------------- ________________ અવળચંડાઈ કેાની? ૨૦૯ તેના થાકનું જ બહાનું બતાવ્યું. પણ વેલેન્ડ જેવો કસબી પોતાની મંડળીમાં આવવાથી બધા એટલા ખુશ થયા હતા કે, તેઓએ તે બાબતનો આગ્રહ રાખ્યા વિના, બંનેને ખાવા-પીવા પોતાની સાથે બેસી જવા જણાવ્યું. અવળચંડાઈ કોની? પાલિડે-માસ્તરની મંડળીને વિચાર, તે રાતે વૉરવિક મુકામે થોભી, પગે ચાલતાં આવતાં બાકીનાં માણસની રાહ જોઈને પછી વહેલી સવારે કેનિલવર્થ તરફ ઊપડવાને હતે. પણ દરમ્યાન વેલૅન્ડ સ્મિથને પેલા છછૂંદર ફિલબર્ટીગિબેટ એટલે કે મૂળ નામ ડિકી-સ્વજની જિજ્ઞાસા અને ઉત્કંઠા ભારે પડી ગયાં. રસ્તે ચાલતાં તે વારંવાર કાઉન્ટેસનું માં જોવા પ્રયત્ન કરતો અને પછી બાજએ નીકળી વેૉન્ડને કહ્યા કરતો – “જો દોસ્ત, તું મને છેતરે છે – આ તારી બહેન હરગિજ નથી – તેનું ગોરું ગળું અને તેની અણિયાળી કોમળ આંગળીઓ, એ લોઢાની કોઢમાં તારી સાથે જન્મેલીનાં લક્ષણ ન હોય.” વેન્ડે પછી કંટાળીને એક વખત તેને ધમકાવીને કહ્યું કે, “ચૂપ મર છછુંદર, તું મોટો બધું જાણવા-સમજવાવાળો ખરોને!” અને એમ કહીને તેણે હાથ ઉગામ્યો, તેની સાથે પેલો ત્યાંથી આંગળી ઊંચી કરીને ધમકી આપતે દૂર ખસ્યો અને બોલ્યો, “એમ વાત છે? તો હું પણ યાદ રાખજે - તેં મારી સાથે ભેદભાવ રાખ્યો છે અને તારી ગુપ્ત વાત મારાથી છુપાવી છે, પણ હું તને એનું ફળ ન ચખાડું તો મારું નામ ડિકી-સ્વજ નહિ!” વેલૅન્ડને પોતાના સાગરીતના છછુંદરવેડાનો બહુ પરિચય હતો એટલે તેણે કાઉન્ટસને વાતવાતમાં સૂચવી દીધું કે, તમારે થાકનું બહાનું કાઢવું, અને પ્રિ૦- ૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પ્રીત કિયે દુઃખ હોય' વૉરવિકથી બે-ત્રણ માઈલ દૂરના ગામડાની વીશીમાં ભવાનું જ સૂચવવું; અને બીજે દિવસે સવારના મંડળીની ભેગાં થઈ જઈશું એમ કહેવું. અને એ પ્રમાણે તેઓ વૉરવિકથી થોડે દૂરના ગામડાની એક વીશી આવી તેમાં થોભી ગયાં. વેલૅન્ડ તો એમ જ માનતો હતો કે, કાઉસને ગઢમાં કે ગઢ આગળ પોતાના ઓળખીતાં માણસો હશે, જેમને આધારે તેમને અંદર પહોંચી જતાં મુશ્કેલી નહિ પડે. પણ કાઉન્ટેસે એ આખી રાત જુદી જ ચિતામાં પથારીમાં જાગતાં જ આળોટયા કર્યું. નાનપણથી બાપે (માને અભાવે) લાડ લડાવવામાં કસર રાખી ને હોવાથી, તેને આત્મનિયંત્રણ કે આજ્ઞાપાલનની ટેવો જ નહોતી પડી. અને તેથી તે માત્ર પોતાની ઇચ્છા વ્યક્ત કરીને જ અટકતી; પછી તે પૂરી કરવાનો ભાર બીજઓને માથે જ રહે. એટલે જીવનની આ કટોકટીને ક્ષણે પણ, તેણે વગર કશો વિચાર કર્યો, માત્ર પોતાને કેનિલવર્થ પહોંચાડવાનું જ મેંએ બોલી નાખ્યું હતું, જેથી પોતે પોતાના પતિને મળી શકે. પણ હવે જેમ જેમ કેનિલવ-ગઢ નજીક આવતો ગયો, તેમ તેમ હજાર હજાર ચિંતાઓ અને શંકાએ તેના મનમાં ઊભરાવા લાગી. અને એમી જેવી વ્યક્તિના મગજમાં એક વખત શંકા અને ચિંતા ઘર કરે, એટલે સાચું અને કાલ્પનિક એ કશાનો ભેદ જ ન રહે. એટલે વિચાર અને કલ્પનાઓ કરી કરીને બધી મુશ્કેલીઓ અને બધી શંકાઓને તેણે અતિશયોક્તિની પરાકાષ્ઠાએ પહોંચાડી દેવામાં કશી કસર રાખી નહિ. એટલે આગળ જવું કે શું કરવું એ જ તેની સમજમાં આવ્યું નહિ. પરિણામે, જ્યારે વેૉન્ડ સ્મિથે તેને વહેલી સવારે ઊઠવા માટે બારણા બહારથી બૂમ પાડી, ત્યારે તેણે કશો જવાબ પણ ન આપ્યો તેમજ બારણું પણ ન ઉઘાડયું. તેથી વેલેન્ડ ખરેખર ચિંતામાં પડી ગયો. અને કલાક પછી કલાક વીતતા ગયા તેમ તેમ અંદર કાઉન્ટસનું શું થયું હશે, એની જ ફિકરમાં તે પડયો. તત્કાળ તે તેણે કેલિવ એકલા પહોંચી જઈ ટ્રેસિલિયનને બોલાવી લાવવાનો વિચાર કર્યો. પણ એટલામાં નવેક વાગ્યે કાઉન્ટસે તેને બોલાવ્યો. તે કપડાં પહેરી તૈયાર થઈ ગઈ હતી. વેલેન્ડે તેને કંઈક નાસ્તો કરી લેવા વિનંતી કરી, પણ તેણે એટલો જ જવાબ આપ્યો, “મેં પાણીના Page #228 -------------------------------------------------------------------------- ________________ અવળચંડાઈ કેની? ૨૧૧ પ્યાલો પી લીધો છે, અને ફાંસીને માંચડે ચડવા જનારને એથી વધારે કશું લેવાનું ન હોય.” વેલૅન્ડ આ જવાબથી વિચારમાં પડી ગયો. તેણે હવે સ્પષ્ટતા ખાતર પૂછયું, “આપ હવે શું કરવા માગો છો, તે મને નક્કી કહો. આખો દેશ આજે કેનિલવર્થ જવા ઊપડ્યો છે. એટલે આપણી પાસે અંદર પેસવા પૂરતા પરવાના તથા સહીસલામતીનાં બીજાં કશાં સાધન નહિ હોય, તો કોઈ આપણને અંદર પેસવા નહિ દે, અને રસ્તામાં જ કાંઈક મુશ્કેલીમાં સપડાઈ જઈશું. હું સપષ્ટ વાત કહી દઈ તો મને ક્ષમા કરશો. પણ આપણી પાસે બીજું કોઈ ઓળખાણ કે સથવારો ન હોય, તે પછી આપણે પેલા ભાંડ-ભવૈયાઓની મંડળીનો જ આશરો લેવો પડશે, અને તેમની સાથે જ અંદર પેસી જવું પડશે.” પણ કાઉન્ટેસે એ સૂચનાના જવાબમાં અસ્વીકારસૂચક ડોકું હલાવ્યું. એટલે વેલેંડે જણાવ્યું, “તે તે પછી મને તો માત્ર બીજો એક જ રસ્તો સૂઝે છે ” હા, હા, કહી દે, હું તને વફાદાર માણસ ગણું છું; તારી શી સલાહ છે?” “હું માસ્ટર સિલિયનને ખબર આપું કે, આપ અહીં છો. તરત જ તે લૉર્ડ સસેકસના થોડા ઘોડેસવારો સાથે અહીં આવશે અને આપને સહીસલામતીથી તથા બે-રોકટોક અંદર લઈ જશે.” “શું સસેકસના સંરક્ષણ હેઠળ જવાની છે અને સલાહ આપે છે? જાણતા નથી કે રાજદરબારમાં તે અર્લ ઑફ લિસેસ્ટરના તે નાલાયક પ્રતિસ્પર્ધી ગણાય છે?” વેલેંન્ડ એ જવાબ સાંભળી કાઉન્ટસના મોં સામે નવાઈ પામી જોઈ રહ્યો, એટલે કાઉન્ટસ સમજી ગઈ કે પોતે લિસેસ્ટર સાથેના પોતાના સંબંધ બાબત વધારે પડતું કહી નાખ્યું છે – જે ગુપ્ત રાખવાની જ પોતાના પતિની તાકીદ છે. એટલે તેણે આગળ ઉમેર્યું, “અને ટ્રેસિલિયન પાસે તો મારું નામ સરખું રખે લેતે. એથી તે મારી મુશ્કેલીઓ બમણી થઈ જશે અને તેની ઉપરનું જોખમ તે એટલું વધી જશે કે, કોઈ પછી એને બચાવી નહિ શકે” Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હોય’ ચિંતાથી અને શંકાથી જોઈ કહ્યું, ભલા માણસ, હું 66 પણ વેલૅન્ડને પોતાની સામે હજુ એવી જ રહેલા જાઈ તેણે જરા સ્વસ્થ દેખાવ ધારણ કરી તે મને કેનિલવર્થ ગઢ સુધી સહીસલામત લઈ જા, એટલે તારું કામ પૂરું થયું. ત્યાં પહોંચ્યા બાદ આગળ શું કરવું, એ હું જ નક્કી કરી લઈશ – એ - સુધી બજાવેલી કીમતી હતી. તેણે તરત જ પછીની કશી જવાબદારી તારી નહિ વફાદારીભરી સેવાઓના બદલામાં લે વેલૅન્ડે જોયું કે એ વીંટી બહુ એ વીંટી લેવાની ના પાડી; અને કારણમાં એટલું જ જણાવ્યું, ગુરુએ મને કહેલું છે કે, ‘દરદીને મટે નહિ, તા પૈસા ન લેવા.' તેમ આપણે હજુ કેનિલવર્થ પહોંચ્યાં નથી, ત્યાં સુધી મારાથી કશું મહેનતાણું કે બક્ષિસ ન લેવાય. જ્યારે તમે ત્યાં નિરાંતે પહોંચી મને છૂટો કરો, ત્યારે મને સુખથી જે આપણું હાય તે આપજો. હું અત્યારે ઘેાડા તૈયાર કરાવવા જાઉં છું, દરમ્યાન તમારા નમ્ર વૈદ તરીકે પણ મારી સૂચના સ્વીકારો અને મહેરબાની કરીને થોડો નાસ્તા કરી લે, જેથી તમે આગળ મુસાફરી કરવા માટે થોડાં વધુ લાયક થા.” ૨૧૨ ગણાય – તે અત્યાર આ વીંટી !” ડોકું ધુણાવી ‘મારા વૈદ કેનિલવર્ણને રસ્તે માલ-સામાન ભરેલાં ગાડાં અને ટોળાબંધ રાહદારીઓની અવરજવર એટલી બધી હતી કે, વેલૅન્ડ સ્મિથ, બધા આડરસ્તાનો પણ પૂરો માહિતગાર ન હોત, તેા કાઉન્ટસ અને તે જરાય આગળ વધી શકયાં ન હોત. કારણકે, ઇલિઝાબેથ કેનિલવર્ણમાં પ્રવેશ કરે તે વખતનો સત્કારસમારંભ નજરે નિહાળવાની આશાએ ટોળાબંધ લાકો બધી દિશાએથી ઊમટયાં હતાં, અને બધા મુખ્ય રસ્તાઓ ભરાઈ-રૂંધાઈ ગયા હતા. રાણીના સીધાં-સામગ્રીવાળા ગામડે-ખેતરે ફરી વળ્યા હતા, અને બધેથી વાળીઝૂડીને ખાદ્ય-સામગ્રી સમેટી લાવ્યા હતા, જેના પૈસા પછી થોડાઘણા, જેને ચૂકવવાના હોય તે ચૂકવે. અર્લ ઑફ લિસેસ્ટરના ઘર-કારભારીઓ પણ એ જ હેતુથી ચાતરફ ફરી વળ્યા હતા; અને અર્ધના નજીકના તથા દૂરના બંને પ્રકારના ઘણા મિત્રોએ અને મળતિયાએ પણ બળદો, ઘેટાં, વાછડા, ભૂંડ વગેરેનાં ટોળેટોળાં તથા દારૂનાં, શિકારનાં, મીઠું ચડાવેલી વસ્તુઓનાં, અને લેાટભરેલા થેલાનાં ગાšગાડાં માકલ્યાં હતાં, તે બધું રસ્તાઓ ઉપર રુકાવટ અને અટકાયત કરતું બહુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું Page #230 -------------------------------------------------------------------------- ________________ અવળચડાઈ કેની ? ૨૧૩ હતું. એ બધાંના હાંકેડુઓની આગળ નીકળવાની જગા માટે તકરારો થતી, અને કદીક મારફાડ પણ થઈ જતી. પણ એ ઉપરાંત, નાચનારા, ગાનારા, ખેલ કરનારા, જાદુગરો વગેરેની મંડળીઓ પણ પોતપોતાના અલગ દેખાડ સાથે આગળ વધતી હતી. અને તેમાં પછી ભિખારીઓનાં ટોળાં – પોતપોતાની સાચી કે જૂઠી અપંગતાઓના દેખાડ સાથે ભળેલાં હતાં. એ હકડાઠઠ ભીડમાં નોકર-માલિક, ગામડિયણનાગરણ, ગરીબ-તવંગર એવા કશાનો ભેદ જ નહોતો રહ્યો – એકબીજાને દબાવતા-ધકેલતા આગળ વધવાનું હતું. જોકે, આ ટોળામાં બધે આનંદ-હાસ્યકલ્લોલનું વાતાવરણ વ્યાપેલું હોઈ, પગ છૂંદાય કે ધક્કો વાગે તો પણ કોઈ કશું મનમાં લાવનું નહિ. રાણી વૉરવિક-ગઢમાં આવી પહોંચી હતી અને બપોરનું ખાણું ત્યાં પરવારીને કેનિલવર્થ જવા ઊપડવાની હતી. વેલૅન્ડ સ્મિથે વૉરવિક-ગઢને ટાળીને જ કેનિલવર્થ તરફનો માર્ગ લીધો હતો. જોકે, કાઉન્ટસની સહીસલામતી બાબત તેની ચિંતા અને મૂંઝવણ ઘણી જ વધી ગઈ હતી. તેમને સીધાં કેનિલવર્થ ભેગાં કરી દેવાય તો ભારે ઉપાધિમાંથી છૂટયા, એમ જ એને હવે લાગતું જતું હતું. પગલે પગલે જખમ તથા મુશ્કેલી વધતાં જ જતાં હતાં. અને બહારના દરવાજા પાસે તેઓ પહોંચ્યાં, ત્યારે ત્યાં તો વરદીધારી સંરક્ષક દળના માણસે ચોકીપહેરો કરતા ઊભા હતા. તેઓ જેઓને નિમંત્રણ હોય તેઓને જ, અથવા અંદર રજૂ કરવાના મનોરંજક કાર્યક્રમોની મંડળીના માણસને જ દાખલ થવા દેતા હતા. ત્યાં આગળ તો ખાસી ભીડ જ જામી હતી. કારણકે, અંદર પેસવા લોકો ભાતભાતનાં બહાનાં અથવા લાલ રજૂ કરતાં હતો. પણ પેલાઓને તાકીદના હુકમો હતા કે, રાણીજીને ખાટી ભીડ જરાય ગમતી નથી, એટલે અંદર ફાલતુ કોઈ માણસને દાખલ થવા દેવાનું નથી. છતાં લોકો જ્યારે નહોતા માનતા ત્યારે તેઓની ભીડને પાછી ધકેલવા કાંટાળા સાજવાળા ઘોડેસવારોની ટુકડી ધસી જતી. પરિણામે જે પાછો હડસેલ આવતો, તેમાં કાઉન્ટેસ છૂટી પડી ન જાય કે છુંદાઈ ન જાય, એની જ ભારે કાળજી વેૉન્ડને રાખવાની થઈ. વેન્ડને તે કશું બહાનું ધરવાનું હતું નહિ. એટલે દરવાજા પાસે પહોંચવાનો પ્રયત્ન કરવા છતાં તે તો હવે શું કરવું એની ચિંતા કરતે ડાફાં Page #231 -------------------------------------------------------------------------- ________________ 6 પ્રીત કિયે દુઃખ હાય’ ૨૧૪ મારતા હતા. તેવામાં અર્લીના એક અફસરે તેના તરફ જોઈ બૂમ પાડી, “એય બાઘાભાઈ, આગળ આવેા – અરે સૈનિકો, પેલા ભાઈને અંદર આવવા માટે રસ્તા કરાવા – પણ બાઘાભાઈ, વિચાર શાનો કરો છે? તમારા બૈરાનું પેાટલું લઈને અંદર ચાલ્યા આવેાને!” વેલૅન્ડ તા આ આહભર્યું – જોકે બેઅદબીભર્યું – નિમંત્રણ પાતાને મળે છે, એમ માની જ ન શકયો. પણ સૈનિકોએ એ ઊભો હતેા ત્યાં સુધીની ભીડને બાજુએ ખસેડીને રસ્તા કરી દીધા, એટલે તે કાઉન્ટેસના ઘોડાને દારતા, વિચાર કરવા થાભ્યા વિના તરત દરવાજામાં દાખલ થઈ ગયા. અંદર આંગણામાં તે ખુલ્લી તરવારવાળા સૈનિકોની પંક્તિઓ રસ્તાની બંને બાજુએ ખડી હતી. વેલૅન્ડ હજુ પેાતાને અને કાઉન્ટસને પ્રવેશ શી રીતે મળ્યા એનો જ વિચાર કરતા હતા, તેવામાં એક-ઝાડની ડાળીઓમાંથી ભૂતના બચ્ચાનો વેશ પહેરેલું એક છેાકરું અચાનક તેના ઘેાડાની પીઠ ઉપર કૂદી પડયું અને તેણે પોતાના બે હાથ પાછળથી વેલૅન્ડના ગળાની આસપાસ વીંટી દીધા. વેલૅન્ડ એવા તા ઝબકયો કે આસપાસના પહેરેગીરો ખડખડાટ હસી પડયા. વેલૅન્ડ ખ્યાલ આવતાં તરત જ બોલી ઊઠયો, “ આહા, ફિલબર્ટીગિબેટ જ! કેનિલવર્થમાં એક-ઝાડને આવા ટેટા બેસે છે કે શું?” “ હા, હા, એવા ટેટા બેસે છે, એટલે જ માટાભાઈ તમે અંદર આવી શકયા. નહિ તા તમને પેલા અફસર દરવાજામાંથી અંદર શી રીતે આવવા દેત ? એ તો મેં એને કહી રાખ્યું હતું કે, અમુક પે!શાકવાળા અને સાથે બૈરીવાળા અમારી મંડળીનો મુખિયા પાછળ જ આવે છે, તેને આવવા દેજો, પછી હું આ એક-ઝાડ ઉપર ચડીને તમારી રાહ જોતા જ બેઠો હતો. મારી મંડળીના માણસા તે અત્યારે મારી રાહ જોઈને કયારના ગાંડા થઈ ગયા હશે. "" 66 ‘નહીં, નહીં, ભાઈ, હું તારો આભાર માનું છું; અને હવે તારી સલાહસૂચના મુજબ જ ચાલીશ અને વર્તીશ. પણ તું જેવા સબળા છે, તેવો દયાળુ પણ થજે એટલે બસ. કાઉન્ટસ આવા વિચિત્ર સાથમાં અને સંજોગમાં પોતાના પતિના – એટલે કે તેના પેાતાના – ગઢમાં દાખલ થઈ. આ તે ભાવીની કેવી અવળચંડાઈ? .. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨ એળે નહિ જાય ! ૧ વેલૅન્ડ અને ફિલબર્ટીગિબેટ એક ઘોડા ઉપર તથા બીજા ઘેાડા ઉપર કાઉન્ટસ એમ ત્રણ જણાં કેનિલવર્ણ-ગઢના મુખ્ય મકાનના આંગણાના દરવાજા આગળ આવી પહોંચ્યાં. એની ઉપરના ટાવરના બુરજો ઉપર રાજા આર્થરના સૈનિકોના પહેરવેશમાં જૂના જમાનાના રાક્ષસી કદના પહેરેગીરોનાં પૂતળાં તેમનાં જૂનાં રાક્ષસી હથિયારો સાથે ખડાં કરેલાં હતાં. પણ તે પૂતળાંની વચ્ચે કેટલાંક જીવતાં માણસોને અંદરખાને લાકડાની જંગી ઘોડી ઉપર ઊભાં કરી, તેમને એવા રાક્ષસી કદના પાશાકો બહારથી પહેરાવી દેવામાં આવ્યા હતા, જેથી બધા જ સૈનિકો જીવતા હાય એવો આભાસ થાય ! પણ નીચેની કમાન આગળ ખરેખર જ એક જીવતા રાક્ષસી કદના માણસને સૌકાં-જૂના એવા જ જૂના સૈનિક-પેાશાકમાં, લેાખંડની અણિયાળી ગદા સાથે ખડો કરવામાં આવ્યા હતા. એવા જંગી કદનો માણસ ખાસ પસંદ કરીને તેને ત્યાં પહેરેગીરનું કામ સોંપવામાં આવ્યું હતું, જેથી તે બુરજ ઉપર ખડાં કરેલાં પૂતળાંનું સાક્ષાત્ પ્રતિનિધિત્વ કરે. વેલૅન્ડે તેની પાસે જઈ, અંદર ગયેલી નટ-મંડળીના પાછળ રહી ગયેલા માણસ તરીકે પેાતાની ઓળખ આપીને, પેાતાને અંદર જવા દેવા વિનંતી કરી, ત્યારે તેણે ઝટ પેાતાની લેખંડી જંગી ગદા ઉગામીને એવી જોરથી પથ્થરની ફરસ ઉપર પછાડી કે, તેમાંથી ખરેખર આગના તણખા ઝર્યા. તેણે કશું બેાલતાં-બબડતાં વચ્ચે વચ્ચે વેલૅન્ડ સ્મિથને કહેવા માંડયું કે, તારા જેવા ભટકતા ભામટાઓને અંદર દાખલ કરવાના નથી. ” વળી પાછા તે આમતેમ આંટા મારતા પેાતાની જાતે કોઈ કવિતાની કડી ગેાખતા હાય એમ એનાં પદા સખવા માંડયો, પણ યાદ રહેતું ન હોવાથી કંટાળી પાછા વેલૅન્ડ સામે જોઈને બોલ્યો, “હજુ ખસતો નથી? મરવાનો થયા છે?” અને પાછા પેાતાના 66 ૨૧૫ Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય” ગોખણકામે લાગીને કશું ભૂલી ગયો હોઈ તેને યાદ કરવા ફાંફાં મારવા માંડયો. વેલૅન્ડની પાછળ બેઠેલો ચાલાક ફિલબર્ટીગિબેટ તરત આખી પરિસ્થિતિ સમજી ગયો. તેણે વેલૅન્ડને કાનમાં કહ્યું, “એને કયો જોડો ડંખે છે, તે હું સમજી ગયો છું. તું હમણાં ચૂપ રહેજે.” એમ કહી તે ઘોડા ઉપરથી ઊતરી ગયો અને પેલા રાક્ષસ પાસે જઈ, તેની કેડે વીંટેલા ચામડાનો છેડો ખેંચી તેને નીચો નમાવી તેના કાનમાં તેણે કંઈક કહ્યું, તેની સાથે પેલાનો જંગલી ચહેરો તરત માયાળુ ચહેરામાં પલટાઈ ગયો, અને તેણે રાજી થઈને પોતાની ગદા હાથમાંથી દૂર ફગાવી દઈ, ફિલબર્ટીગિબેટને પોતાના રાક્ષસી પંજામાં પકડીને રમાડવા ઊંચે કરે તેમ ઊંચે કર્યો. તથા પછી સહેજ નીચે લાવી તેને પૂછયું, “પણ તને કેવી રીતે આવડે છે, અલ્યા ?” તેની તમારે શી પંચાત?” એમ કહી ફિલબર્ટીગિબેટે વેલૅન્ડ અને કાઉન્ટસ તરફ આંગળી કરી પાછું તેના કાનમાં કંઈક કહ્યું. એટલે પેલાએ તરત ફિલબર્ટીગિબેટને પ્રેમથી નીચે મૂકી, વેલૅન્ડને ધમકાવતે હોય તેમ કહ્યું, “ભલે ભલે, તમે બંને અંદર જાઓ; પણ હવે પછી હું અહીં પહેરેગીર ઉં ત્યારે આમ ભટકતાં મોડાં આવ્યાં તે તમારી વાત તમે જાણો!” ફિલબર્ટીગિબેટે હવે વેલૅન્ડને કહ્યું, “તમે બંને અંદર ચાલ્યાં જાઓ. મારે હજુ આ મહારાક્ષસ પાસે થોડી વાર થોભવું પડશે. પણ હું તમને પાછો શોધી કાઢવાનો જ છું અને તમારા ગુપ્ત રહસ્યનો ભેદ પામવાનો છું – ભલે પછી તે ગઢના ભોંયરાના તળિયાના જેટલો ઊંડે કેમ ન હોય !” હા, હા, હું જરૂર માનું છું કે, તું એ ગુપ્ત ભેદ જાણી જ જવાનો,” વેલેન્ટે કહ્યું; “કારણકે એ ભેદ પછી મારા હાથમાં જ નહિ રહ્યો હોય, એટલે પછી તું જાણી લે છે કે નહિ તેની માટે પંચાત જ નહિ રહી હોય!” આ પ્રવેશદ્વારમાં થઈને આગળના સરોવર ઉપર થઈને સામા મૉર્ટમર ટાવરમાં* એકસ-ત્રીસ યાર્ડ લાંબા અને દશ યાર્ડ પહોળા એવા પુલ ઉપર થઈને જવાનું હતું. એ પુલ ઉપર ખેલ વગેરે થાય એવી સગવડ હતી, * રોજર મૉર્ટિમર – અર્લ ઓફ માર્ચ, તેણે એડવર્ડ-૨ની પત્ની ઇસાબેલા સાથે મળી જઈ રાજાને ગાદીએથી ઉતારી પાડી તેની કતલ કરી હતી. પછી બંને જણે રાજગાદી પિતાને હસ્તક રાખી. છેવટે એડવર્ડ-૩જાએ તેમને હરાવીને જે કર્યા. - સંપા Page #234 -------------------------------------------------------------------------- ________________ એળે નહિ જાય! ૨૧૭ એટલે પ્રવેશદ્વાર ઉપરના બુરજ ઉપર ખાસ માણસોને બેસવાની સગવડ હોઈ, એને ગૅલરી-ટાવર કહેતા. પુલ ઓળંગીને સામે મૉર્ટિમર ટાવરમાં થઈને ગઢના મુખ્ય વિશાળ આંગણમાં જવાનું હતું. ત્યાં પણ સુશોભિત વર્દી-ધારી પહેરેગીરો ઊભા હતા, પણ તેમણે આ લોકોને કશી રુકાવટ કે પડપૂછ કરી નહિ. અંદર પેસતાં જ મહેલની વિરાટ ઇમારત, તેના બધા વૈભવ અને ભપકા સાથે તેમની નજર સામે ખડી થઈ. આસપાસ મોટા મહેમાનો અને તેમના સેવકોની અવર-જવરની ધૂમ મચી રહી હતી. વેલૅન્ડે ઘોડો થોભાવી કાઉન્ટસને પૂછયું, “હવે આપનો શો હુકમ છે, વિરુ ? કાઉન્ટસે બેબાકળાની પેઠે કપાળ ઉપરથી હાથ ફેરવતાં કહ્યું, “હુકમ? પણ કોણ મારો હુકમ માનવાનું છે, વારુ?” પછી તેણે પાસે થઈને જતા એક સુંદર વર્દી-ધારી સેવકને ઊભો રાખીને કહ્યું, “થોભો જોઉં, મહેરબાન, મારે અર્લ ઑફ લિસેસ્ટરને મળવું છે.” - પેલો નવાઈ પામી તરત જ બોલી ઊઠ્યો, “આ વળી પાગલખાનામાંથી કોણ છટકી આવી છે? આજને દિવસે તારે મારા લૉર્ડ ઑફ લિસેસ્ટરને મળવું છે? ખબર નથી કે, આજે તેમને ફરસદ ન હોય?” “મિત્ર, આમ તુચ્છકાર કરવાની જરૂર નથી; મારે અર્બનું બહુ તાકીદનું કામ છે.” “તારે તાકીદનું કામ હોય તેથી હું રાણીજીની તહેનાતમાંથી તે નામદારને અહીં બોલાવી લાવું, એમ? મને બદલામાં ઘોડાનો ચાબખો જ મળે ! દરવાજા ઉપરના પહેરેગીરે તારા જેવીને અંદર શી રીતે આવવા દીધી, એ જ મને સમજાતું નથી. પણ એ બબૂચકને રાણીજીને વધાવવા જે ભાષણ મેઢે કરવાનું છે, તેની પંચાતમાં જ તે તારું માથું પોતાની લોખંડી ગદાથી ફાડી નાખવાનું ભૂલી ગયો હશે.” બે-ત્રણ નોકરે, આ જરા ધાંધળ જેવું થવું જોઈ ત્યાં ભેગા થઈ ગયા. વેલૅન્ડ ગભરાઈ ગયો, અને તેણે તે સેવકમાંથી જરા શાંત લાગતા એક જણના હાથમાં એક સિક્કો સરકાવી દઈ તેને બાજુએ લઈ જઈને તેના કાનમાં કંઈક કહ્યું. પેલો જરા ઊંચા હોદ્દાવાળો – નાયબ છBદાર હોઈ, તેણે બીજાઓને આવી તોછડાઈ વાપરવા બદલ ધમકાવ્યા, અને એક જણને આ લોકોના Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ પ્રીત કિયે દુખ હોય' ઘોડાઓ સંભાળવાના સંપી, તે એ બે જણને એક મોટા દરવાજામાં થઈ અંદરના આંગણામાં લઈ ગયો. બંને બાજુ ભવ્ય ઇમારત ખડી હતી. અંદરના આંગણામાં થઈને પેલો તેમને ઈશાન તરફના ખૂણા ઉપર આવેલા એક મજબૂત ટાવર તરફ લઈ ગયો. એ બાજુ રસોડાંના જંગી ઓરડા આવેલા હતા. એ ટાવરના નીચેના ભાગમાં લિસેસ્ટરના ઘર-કારભારાના અફસરો રહેતા હતા, જેથી તેઓ મુખ્ય મકાનની એટલે કે જ્યાં તેમને પોતાની ડયૂટી બજાવવાની હતી, તેની પાસે રહી શકે. એક સાંકડા દાદરા ઉપરથી ઉપરના માળે જવાતું. ત્યાં એક આઠ-ખૂણિયો નાનો કપરો હતો. ત્યાં જૂના વખતમાં કોઈને કેદ પૂરવામાં આવ્યું હતું અને પછી તેનું ખૂન કરવામાં આવ્યું હતું, તેથી તે ભૂતિયો ઓરડો ગણાતો. તે કમરો અત્યારે જગાને અભાવે બહારના મહેમાનોના ઉપયોગ માટે ખેલી નાખવામાં આવ્યો હતો. દંતકથા એમ ચાલતી હતી કે, એ કતલ કરાયેલા અને ભૂત થયેલા કેદીનું નામ મેરવિન હતું, અને તેથી એ આખા ટાવરનું નામ મેરવિન ટાવર પડ્યું હતું. એ કમરાનો ઉપયોગ જૂના જમાનામાં કેદખાના તરીકે થતો હોય એમાં નવાઈ પામવા જેવું ન હતું. કારણકે તેની ભીતિ ખાસી જાડી હતી અને ઉપરની છત કમાનદાર હતી. કમરાનો વ્યાસ પંદર ફૂટ જેટલું હતું. પણ એની ઊંચી સાંકડી બારીએથી બહાર ખાસ મનોરંજક દેખાવ નજરે પડતે હતે; કારણ કે એ તરફ કુવારા, પૂતળાં, લતા-મંડપ, અને શિલ્પ-કારીગરીવાળી આરામ-ગાહ આવેલી હતી. કમરામાં એક પથારી જેવું હતું અને મહેમાન માટે જોઈતી બીજી ફુટકળ ચીજો હતી. એક મેજ ઉપર તે વખતના રિવાજ મુજબ બેડરૂમમાં ૨ખાતી લેખન-સામગ્રી પણ પડેલી હતી. તે જોઈ તરત કાઉન્ટસને પોતાના અહીં આવ્યાની ખબર પોતાના પતિને મોકલવાનો અને તેમનો જવાબ આવે ત્યાં સુધી અહીં જ અણછતા બેસી રહેવાનો વિચાર આવ્યો. પેલો અફસર, જે ઘર-આંગણાનો નાયબ-છડીદાર જેવો જ હતો, તેણે વેલૅન્ડને, બીજું કાંઈ જોઈશે કે કેમ એ પૂછ્યું. વેલેન્ટે જણાવ્યું કે, કંઈક નાસ્તો કરવા જેવી ચીજો મળે તો ઠીક, એટલે પેલો ખાદ્ય-સામગ્રીઓથી હકડેઠઠ ભરેલા રસોઈ-ભંડારમાં તેને લઈ ગયો. ત્યાંથી વેલૅન્ડ ધરાઈને ખાઈ Page #236 -------------------------------------------------------------------------- ________________ એળે નહિ જાય! રહે તેટલી વસ્તુઓ મળી. પછી ત્યાંથી જ વેલૅન્ડ કાઉન્ટસને અનુકૂળ આવે તેવી થોડી હલકી ચીજો લેતો આવ્યો. કાઉન્ટસે દરમ્યાન પોતાનો પતિ ઉપરનો પત્ર લખીને પૂરો કર્યો હતો. બીડવાનું કે રેશમી દોરો બાંધવાનું કંઈ જ સાધન પાસે ન હોવાથી તેણે પોતાના સુંદર વાળની એક લટ વડે તેને બાંધી દીધો હતો. - વેલેંન્ડને જોતાં જ કાઉન્ટસે કહ્યું, “ભલા મિત્ર, પરમાત્માએ જ તને અણીને વખતે મારે માટે મોકલી આપેલ છે, એમ હું માનું છું. હવે કમનસીબ એવી મારે માટે આ છેલ્લી સેવા બજાવતે જા – આ કાગળ નામદાર અર્લ ઑફ લિસેસ્ટરને પહોંચાડ. ત્યાર પછી તું મારી જવાબદારીમાંથી મુક્ત થાય છે. મને સારું પરિણામ જ આવશે એવી આશા છે, અને તેમ થશે તો હું તને ખરેખર તવંગર બનાવી દઈશ, એની ખાતરી રાખજે. પણ આ કાગળ લૉર્ડ લિસેસ્ટરના હાથમાં જ આપજે અને પછી તે લેતાં તેમના મોં ઉપર શો ફેરફાર થાય છે, તે કાળજીથી નિહાળજે.” - વેલેન્ટે રાજીખુશીથી એ પત્ર પહોંચાડવાનું કામ સ્વીકાર્યું, પણ દરમ્યાન એ બાનુને કંઈક નાસ્તો કરી લેવા ખાસ આગ્રહ કર્યો. કાઉન્ટસે એને વિદાય કરવા ખાતર જ એણે આણેલી ચીજોમાંથી કંઈક ખાવાનું સ્વીકાર્યું. વેલૅન્ડ કાઉન્ટસને અંદરથી બારણાને બંધ કરવાનું તથા એ નાના કમરામાંથી બહાર ન નીકળવાની સાવધાની રાખવાનું કહીને ચાલતો થયો. તેને હવે એ કાગળ લિસેસ્ટરને કેમ કરીને પહોંચાડવો તે વિચારવાનું હતું જ; પણ વિશેષમાં તે, કન્નર-પ્લેસમાંથી નાઠા બાદ કાઉન્ટસની જે સ્થિતિ તેણે નજરે જોઈ હતી, તે ઉપરથી તેને ડર લાગતો હતો કે, કાઉન્ટસનું મગજ કંઈક અસ્થિર થઈ ગયેલું છે, અને એ જે કંઈ પગલાં ભરે છે, એ ડહાપણભરેલાં કે વિચારપૂર્વક હોય એમ તેને હરગિજ લાગતું નહોતું. વસ્તુતાએ તેને એ વિચાર આવ્યો હતો કે, એ બાઈ જો વાને વગેરે લિસેસ્ટરના માણસથી ડરીને ભાગી છે, તે તે પોતાના પિતાને ત્યાં જવાને બદલે, આ લોકો જ જ્યાં સામા મળે, ત્યાં જાણી જોઈને શા માટે આવી છે? વેલૅન્ડને અત્યાર સુધી એમ લાગતું હતું ખરું કે, (એ કાઉન્ટેસ છે એમ તે જાણ જ ન હત) કદાચ ટ્રેસિલિયન મારફત અપીલ કરી રાણીજીનું સંરક્ષણ ચાહતી હોવાથી તે અહીં આવી હશે. પણ અહીં આવ્યા બાદ તેણે ટ્રેસિલિયનને બદલે લિસેસ્ટરને જ પહોંચાડવા માટે પોતાને કાગળ આપ્યો એ જોઈ, તે Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ “પ્રીત કિયે સુખ હોય' ગંભીર વિચારમાં પડી ગયો. કારણ કે, લિસેસ્ટરની હકૂમતમાં જ – ભલે તેના સીધા હુકમથી નહિ હોય – એ બાન ઉપર આ બધા અત્યાચારો થયા હતા, જેમાંથી તે ભાગી છૂટી હતી. તે પછી એ લિસેસ્ટરને જ પોતે અહીં આવ્યાની અને હોવાની ખબર આપવી એ તે બાબુ માટે જ સલાહભર્યું શી રીતે કહેવાય? હવે તે તેને પોતાની જ સહીસલામતી બાબત પણ ડર લાગવા માંડયો. કારણ કે, એ બાનુને ભાગવામાં મદદ કરનાર એ હોઈ, તેને ભગાડી લાવનાર' ઠરાવી ફાવે તેવી સજા કરવામાં આવે, તો પણ અહીં કોણ પૂછનાર હતું? એટલે તેણે મન સાથે નક્કી કર્યું કે, આ કાગળ લિસેસ્ટરને આપતા પહેલાં એ બાન અહીં આવ્યાં છે એ વાત ટ્રેસિલિયનને જણાવી દેવી. જેથી આગળની બધી જવાબદારીમાંથી પોતે મુક્ત થાય; અને ટ્રેસિલિયન ઉપર જ એ બાનુને દોરવાની કે સંરક્ષવાની સ્વાભાવિક જવાબદારી આવી જાય. તેણે વિચાર કર્યો કે, “ટ્રેસિલિયન જ વધુ સારી રીતે નક્કી કરી શકશે કે, આ બાનુને લૉર્ડ ઑફ લિસેસ્ટરને જ સીધી ફરિયાદ કરવાનો જે બુટ્ટો સૂઝયો છે, તે ડહાપણભર્યો કહેવાય કે નહિ. એટલે આ કાગળ પણ એમને જ સેંપી આપણે તો કેનિલવમાંથી પબારા ગણી જવા! આપણે અહીંના ઉત્સવ-સમારંભ નથી જોવા; આપણે તો ઈંગ્લેન્ડનાં ખુલ્લા મેદાનમાં ઘડાઓને નાળ જડવાનું કામ કરતા થઈ જઈએ, એમાં જ સલામતી છે.” પણ આ ધમાલમાં ટ્રેસિલિયનને પણ ક્યાં શોધવો? પૂછપરછ કરતાં તેને એટલું માલુમ પડ્યું કે, આજે સવારે અર્લ ઓફ સસેકસ અહીં પિતાના રસાલા સાથે આવી ગયા છે. પણ તેને ઉપરાંતમાં એ ખબર પણ પડી કે, લિસેસ્ટર અને સસેકસ એ બને અર્લી ચેતતાના રસાલા સાથે ચેડા કલાક અગાઉ વૉરવિક તરફ ઊપડી ગયા છે, જેની રાણીજીને ત્યાંથી ધામધૂમપૂર્વક કેનિલવ લઈ અવાય. પણ વૉરવિકમાં જ જુદા જુદા ઠાકોર-ગરાસદારો મળવા આવેલા તેમને મળવા રહેવામાં રાણીજીને કેનિલવર્થ તરફ આવવા નીકળવામાં મોડું જ થતું ગયું. અને હવે તે સમીસંધ્યાએ જ તે કેનિલવર્થ આવી પહોંચશે, એવી ખબર લઈને મારતે ઘોડે એક સવાર આવી પહોંચ્યો. એટલે સૌ રાણીજીના Page #238 -------------------------------------------------------------------------- ________________ એળે નહિ જાય! પ્રવેશ વખતે સત્કાર માટે તૈયાર થઈને ઊભા હતા, તે જરા સાંસતા થઈને આરામ કરવા લાગ્યા. વેલેન્ટે કેટલાય ઘોડેસવારોને ગઢમાં પાછા દાખલ થતા જોયા, એટલે તે મૉર્ટિમરના ટાવર આગળ ઊભું રહી, તેમાં ટ્રેસિલિયન છે કે નહિ તે તપાસવા લાગ્યો. તે એવી જગાએ ગોઠવાયો હતો કે, ગઢમાં દાખલ થનાર દરેક તેની નજરે પડે જ. તે જ વખતે તેની બાંય કોઈ ભૂત જેવા આકારના પ્રાણીએ ખેંચી. તે ડિકી-સ્લેજ જ હતું, જેને વેલેન્ટ ભૂતના ભેરુ માટેના પ્રચલિત એવા ફિલબર્ટીગિબેટ નામે સંબોધતો હતો. - વેલેંન્ડને આખી દુનિયામાંથી એ જણ અત્યારે નજરે પડે એને જ કંટાળો અને ડર હતે. પણ મોંએથી તે તેને રાજીપો જ બતાવવો પડયો. “વાહ, તું જ છે કે, મારે બચુકડો – મારો નાને ઉંદરડો?” “હા, હા, એ ઉંદરડાએ જ સિંહ જ્યારે જાળમાં સપડાઈને ગધ્ધા જેવો બેવકૂફ બની ગયો હતો ત્યારે તેને તેની જાળ કાતરીને બચાવ્યો હતો !” “ખરી વાત, ભાઈ, તે જ મને દરવાજામાંથી દાખલ કરાવ્યો હતો, પણ અલ્યા કહે તો ખરો કે, તું પેલા રાક્ષસના હાથમાંથી પછી શી રીતે છૂટયો? – મારા મનમાં કે તે તારાં કપડાં છાલની પેઠે ઉતારી નાખી, તને આખો ને આખે શેકેલી ચેસ્ટ-નટની* જેમ ખાઈ જ જશે.” જો તેણે તેમ કર્યું હોત તો તેની પરીમાં વધુ મગજનો ભાગ છે એમ કહેવું પડે. પણ એ રાક્ષસ બહુ વિનયી જણ હતો અને બીજાઓ જેમને કંઈક મેં મદદ કરી હોય તેના કરતાં વધુ કૃતજ્ઞ હતો, માસ્ટર વેલૅન્ડ સ્મિથ !” “બાપરે, ફિલબર્ટીગિબેટ, તું તે ટોણા મારવામાં શેફીલ્ડની છરી કરતાંય વધુ તીખો બનતો જાય છે ને! પણ તું પેલા બુઢ્ઢા રીંછ પાસેથી છટક્યો કયા જાદુ વડે, એ વાત તે કહે.” બસ, તમારો એ જ ઢંગ છે – મીઠું મીઠું બોલીને સામાને ભોળવવો ! ઠીક પણ એ પ્રમાણિક પહેરેગીરની વાત જ પહેલાં સાંભળી લે. આપણે જ ઉપર કાંટાળા ફોતરાવાળી મીંજ. તેને શેકે એટલે ગરમગરમ હોય ત્યારે તેની છાલ ઊપડી જાય છે. - સંપા Page #239 -------------------------------------------------------------------------- ________________ સર દરવાજા આગળ ગયા ત્યારે તે કશું ગોખવાનું યાદ ન આવતું હાવાથી ગૂંચાતા હતા. રાણીજી પધારે ત્યારે તેના વેશને અનુરૂપ બાલવાનું એક કવિત કોઈએ લખી આપ્યું હશે, પણ તેના રાક્ષસી શરીરમાં એટલી યાદશક્તિ હોવી જોઈએને ! એટલે તે ભારે મૂંઝવણમાં પડયો હતા. હવે એ જે ટુકડા યાદ કરતા હતા તે ઉપરથી મને ખબર પડી ગઈ કે, તેને માટેનું એ કવિત અમારા હૉલિડે માસ્ટરે જ રચેલું હતું. અને અમારે ત્યાં વારંવાર ગવાતું હાવાથી મને માંએ થઈ ગયું હતું. જ્યારે તે રાક્ષસ અમુક જગાએ ખચકાઈને ભૂલ કરી બેઠો, ત્યારે મેં તેને ખરી અને આગળની કડી યાદ કરાવી, એટલે તે રાજી રાજી થઈ ગયા અને તેણે મને હાથમાં પકડી ઊંચા કર્યા. તને અને તારી પેલી ‘સગી’ને અંદર દાખલ કરે, તેા મે તેના રીંછના ચામડાના ઉપવસ્ત્ર તળે છુપાઈ રહી, રાણીજી પધારે ત્યારે બોલતી વેળા તેની ભૂલ થાય ત્યારે તેને સંકારવાનું કબૂલ કર્યું છે. હું હમણાં જ ગઢમાં જઈ કંઈક ખાઈ આવ્યા, અને હવે રાણીજી આવે તે પહેલાં તેની મદદે ગેાઠવાઈ જવા જાઉં છું.' "" “ઠીક છે, બરાબર છે, લાડકા ડિકી, તારે જવું જ જોઈએ. જલદી જલદી તું ત્યાં પહોંચી જા. "" કર. " પ્રીત ક્રિયે દુઃખ હાય’ “ હા, હવે પોતાની ગરજ સરી રહી છે, એટલે ‘ડિકી, બેટા, તું ચાલ્યો જા !' ખરુંને? એમ કરીને તારે તારી પેલી સૌની વાત મને કહેવી નથી, બેટમજી; કારણકે, હું તારી બહેન થતા હાઉં એટલી જ એ તારી બહેન થાય છે ! ” મૂરખ, તારે એ વાત જાણીને શું કરવી છે? ચાલ્યો જા, તારું કામ "" 66 “એમ? તા મારી સાથે એ રીતે તારે વર્તવું છે, કેમ ? આમ મને એ વાત જાણવાની કશી પરવા નથી; પણ મને એક વખત વહેમ ગયો કે પછી હું તેનો ખરો કે ખાટો તાગ પામ્યા વિના રહેતા નથી. માટે આવજો ! પધારજો, બેટમજી !” વેલૅન્ડ એ છેાકરાનો ખણખોદિયા સ્વભાવ જાણતા હતા; એટલે તેને છંછેડવામાં સાર નથી એ સમજતા હોવાથી, તેણે તરત જ કહ્યું, “થાલ, થાભ, બેટા ડિકી, આમ જૂના મિત્રો સાથે રૂઠીને છૂટા પડાતું હશે ? – એ Page #240 -------------------------------------------------------------------------- ________________ એળે નહિ જાય! રર૩ લેડી વિષે હું જે કંઈ જાણું છું, તે એક દિવસ બધું જ તને કહીશ જ વળી.” - “અને એ દિવસ બહુ નજીક જ આવવાનો છે – તું ધારે તે કરતાં બહુ વહેલો, સમજ્યો, વેૉન્ડ બચ્ચા !” એમ કહેતે તે વીજળીની ઝડપે ત્યાંથી સરકી ગયો અને તેના રાક્ષસ મિત્રની મદદે - પડખે ઊભવા જઈ પહોંચ્યો. ભગવાન કરે ને હું સહીસલામત આ ગઢમાંથી છૂટું તે બહુ સારું. કારણ કે, આ ભૂતના ભાઈએ જે બાબતમાં કડછો હલાવ્યો, તે પછી ભૂતને ખાવાલાયક વસ્તુ જ બની રહેવાની. માસ્ટર ટ્રેસિલિયન જો જલદી મળી જાય, તે ભગવાનની મહેર !” પરંતુ ટ્રેસિલિયન બીજે રસ્તે કેનિલવર્થ પાછો ફર્યો હતે. વેલેન્ડે જાયું હતું તેમ તે દિવસે અર્લો સાથે એ વૉરવિક તરફ તો ગયો જ હતો. તેને પણ વેલૅન્ડ ત્યાં આવ્યો હોય તો તેની પાસેથી એમીના કંઈક સમાચાર મેળવવાની આશા હતી. પણ એમાં એ નિરાશ થવાથી, અને ઊલટો વાર્નેને લિસેસ્ટરના રસાલામાં હાજર જોઈ, તથા તે એને કંઈક કહેવા માગતા હોય એમ લાગતું હોવાથી, તે એની સાથેની મુલાકાત ટાળવા માટે, લાગ જોઈ જરા ચકરાવો લઈને બીજે રસ્તે કેનિલવર્થ પાછો આવી ગયો, અને પશ્ચિમ તરફની દીવાલમાંથી લશ્કરને છાપો મારવા નીકળવા માટે રાખેલા રસ્તે થઈને અંદર દાખલ થયો. લિસેસ્ટરે પોતાનાં સૌ માણસને અલ ઑફ સસેકસનાં માણસે પ્રત્યે ખૂબ વિનય દાખવવાની તાકીદ આપી હોવાથી, તેને તે રસ્તે અંદર દાખલ થવા દેવામાં આવ્યો. પોતાને ઘોડે નોકરને સેપી, બગીચા તરફ તેણે થોડો વખત મન બહેલાવવા ટહેલ્યા કર્યું, પણ તેના મનમાંથી ઍમી વિષેના વિચારો કેમે ટળ્યા નહિ, એટલે કંઈક અભ્યાસમાં મન પરોવવા, મેરવિન ટાવરમાં દાદર ચડી ત્રીજે મજલે પોતાને મળેલા કમરા આગળ તે આવ્યો – તે પોતાનો કમરો અંદરથી બંધ ! પણ તેને યાદ આવ્યું કે, નાયબ-છડીદારે તેને આ ધમાલના દિવસમાં પોતાનો કમરો બને ત્યાં સુધી બંધ રાખવા અને કોઈએ અંદર પેસી કમર અને ઇ રામર Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પ્રીત કિયે દુઃખ હેય બંધ કર્યો હોય તો બહારથી ઉઘાડવા માસ્ટર-ચાવી* આપી મૂકી હતી, એટલે તેણે એ ચાવી વડે અંદરની કળ ફેરવી નાખી અને બારણું ઉઘાડયું. પણ આ શું? અંદર ઍમી રોબ્સર્ટ ક્યાંથી? કાઉન્ટસને પણ ટ્રેસિલિયનને ત્યાં જોઈ ભારે નવાઈ લાગી, તથા ડર પણ. કારણકે, તેણે પોતાના પતિ અ ઑફ લિસેસ્ટરને ચિઠ્ઠી મોકલી બોલાવ્યો હોવાથી, તે અહીં આવી પહોંચે અને તેને ટ્રેસિલિયન સાથે જુએ, તે તે બધી બાજી હાથથી જ જાય. એટલે તેણે તરત જ પૂછયું, ટ્રેસિલિયન, તમે અહીં શા માટે આવ્યા છો?” ટ્રેસિલિયને સામું પૂછયું, “પણ ઍમી, તું અહીં શાથી આવી છે? તું કંઈ મદદ મેળવવાના દાવાથી આવી હશે, તો એક માણસનું હૃદય અને બાહુ જેટલી મદદ આપી શકશે, તેટલી તને અવશ્ય મળશે જ.” એમી જરા ચૂપ રહી, અને પછી ગુસ્સાભર્યા કરતાં કંઈક દિલગીરીભર્યા અવાજે બોલી, “મારે કશી મદદ જોઈતી નથી, ટ્રેસિલિયન; અને તમે મને મદદ કરો તેના કરતાં નુકસાન જ વધુ કરી બેસો તેમ છો. ખાતરી રાખજો કે, હું અત્યારે એવા માણસની નજીક આવેલી છું, જે કાયદાથી તેમજ પ્રેમથી મારું રક્ષણ કરવા બંધાયેલો છે.” તે શું વાર્નેએ તારી સાથે લગ્ન કરી દીધું છે, અને હું મારી સામે વાર્નેની કાયદેસર પતનીને જોઈ રહ્યો છું?” “હું ? વાર્નેની પત્ની? તમે મને કયા હલકા નામ સાથે જોડવાની ધૃષ્ટતા દાખવી રહ્યા છે, હું કે જે—” “કાઉન્ટસ ઑફ લિસેસ્ટર છું” એમ આગળ બોલવા જ તે જતી હતી, તેવામાં તેને યાદ આવ્યું કે, તેના પતિએ તેને એ લગ્નની વાત છૂપી રાખવાની તાકીદ આપેલી છે; કારણ કે, તે વાત ગુપ્ત રહે તે ઉપર તેની આખી ઉન્નતિનો આધાર હતું. એટલે તે તરત સાવધાન થઈ ગઈ અને આગળ બોલતી અટકી ગઈ. તેણે વિચાર્યું કે, મેં એ વાત ગુપ્ત રાખવા આપેલું વચન તેડવું ન જોઈએ, અને ટ્રેસિલિયન, સસેકસ અને રાણીજી તથા આખા ભેગા થયેલા દરબાર આગળ એ વાત ખુલ્લી થવા દેવી જોઈએ નહિ; ભલે મારે વિશે લોકોમાં ગમે તેવી ખોટી કલ્પનાઓ થોડો વધુ વખત ચાલતી રહે!” ઘણાં તાળાં ઉઘાડી શકે તેવી ચાવી; તથા બહારની તથા અંદરની કળ ફેરવી શકે તેવી પણું. – સંપા Page #242 -------------------------------------------------------------------------- ________________ એળે નહિ જાય ! ૨૨૫ પણ એમ એ બદનામી વિનાકારણ સ્વીકારવી પડતી હાવાના દુ:ખથી તેની આંખમાંથી આંસુ નીકળી પડયાં. ટ્રસિલિયન તરત બોલી ઊઠયો, “ઍમી, તારાં આંસુ તારી જીભને ખોટી પાડે છે. તારી જીભ તા કહે છે કે, તું પ્રેમભર્યા અને શક્તિશાળી પતિની ઓથમાં છે; પણ તારાં આંસુ એમ કહે છે કે, તને તે બદમાશે તજી દીધી છે અને તેથી નું આશરા વિનાની ભટકતી બની ગઈ છે.” કાઉન્ટસ ગુસ્સાથી સળગી ઊઠેલી આંખે બાલી ઊઠી, “વમારો મને તજી દીધી છે, એમ તમે કહ્યું?” “હા; બદમાશે જ વળી! નહિ તે તે તને મારા કમરામાં એકલી અહીં ન જ લાવીને મૂકે! એને શું આવડા મોટા ગઢમાં તને ઉચિત ઉતારો આપવાનો જ ન મળ્યો?” (6 ‘તમારો કમરો ? આ તમારો કમરો છે? તો તે હું અબઘડી અહીંથી નીકળી જાઉં છું.” એમ કહી કાઉન્ટસ તેમાંથી તત્ક્ષણ બહાર નીકળવા ગઈ; પણ પછી આવડા મેાટા ગઢમાં એકલીઅટૂલી કયાં રખડતી ફરશે, એ વિચાર આવતાં તે બોલી ઊઠી, “હું ભૂલી ગઈ – મારે કયાં જવાનું છે તે મને ખબર નથી — "" 66 “બસ, બસ, હું સમજી ગયા, ઍમી, તને કશા આશરો નથી – તું તજી દેવાયેલી છે; અને તારે આશરાની – મદદની જરૂર જ છે; માટે તું અહીં જ રહે; તારા હૃદયભંગ થયેલા ખાનદાન પિતાના પ્રતિનિધિ તરીકે મારી સાથે આવી, રાણીજી આ ગઢના દરવાજામાં પેસે ત્યારે તેના ઉમરા આગળ જ આપણે ધા નાખીશું; જેથી કેનિલવર્ણમાં રાણીજીનું પ્રથમ કામ પોતાની અબળા જાતિની એક સ્ત્રીને અને પ્રજાજનને ન્યાય ચૂકવવાનું જ બની રહેશે. મને મારી સાચી ફરિયાદમાં અને રાણીજીની ન્યાયવૃત્તિમાં વિશ્વાસ છે, એટલે રાણીજીના કૃપાપાત્ર માણસની તાકાતથી હું જરાય ડરતા નથી; હું અબઘડી લૉર્ડ સસેકસને વાત કરું છું.” 66 ના, ના, ભગવાનને ખાતર એ વાત કરવા ન જતા!” કાઉન્ટેસ છળી મરીને બોલી ઊઠી; “ટ્રેસિલિયન, તમે બહુ ઉદાર હૃદયના માણસ છેા; અને જો તમે મને ખરેખર દુ:ખમાંથી બચાવવા ઈચ્છતા હા, તે મને એક વચન આપે ! તમે મારું માગેલું એ વચન મને આપશેા, તેથી ઇલિઝાબેથ પ્ર૦-૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પ્રીત કિયે દુઃખ હેય” પોતાના સત્તાધીશપણાથી મારે માટે જે કંઈ કરી શકશે, તે કરતાં મને વધુ લાભ થશે!” જેનું કંઈ કારણ રજૂ કરી શકે તેવું કાંઈ પણ વચન તું મારી પાસે માગી શકે છે. પણ મારી પાસેથી એવું ન માગતી કે—” “ના, ના, વહાલા એડમંડ – હું તમને એ સંબોધનથી સંબધું એમ તમે એક વખત ચાહતા હતા – તમારું વરદાન, કારણ દર્શાવવા સાથે જોડીને તમે મર્યાદિત ન કરી દેતા! મારો આખો કિસ્સો ગાંડપણભર્યો જ છે અને તેમાં કારણ જેવું વિશેષ કાંઈ બતાવી શકાય તેમ નથી.” “તું જો આમ ઝનૂનથી વાત કરશે, તે માટે માની લેવું જ પડશે કે, તારી અત્યારની સ્થિતિમાં હું તારું હિત વિચારી શકે એવી સ્થિતિમાં જ નથી.” ના, ના!” કાઉટેસ તેની આગળ એક ઘૂંટણ ઉપર બેસી પડીને બોલી; “હું ગાંડી નથી – હું માત્ર મોંએ બોલી ન શકાય તેટલી દુઃખી છે; અને અસાધારણ સંજોગોને કારણે એવી કરાડ ઉપર આવીને ઊભી છું, જ્યારે મને પડતી અટકાવવા ઇચ્છતો તમારો હાથ મને ઊલટો એ કરાડ ઉપરથી નીચે જ ગબડાવશે – અરે ટ્રેસિલિયન, તમે કે જેમનો હું હંમેશ આદર કરતી આવી છું – અરે જેમને ચાહતી પણ આવી છું – જોકે તમે ઇચ્છતા હતા તે રીતે નહિ – તેવા તમે મને તમારે હાથે આવો કારી ઘા ન કરશો!” એની આજીજીમાં, એની કરુણતામાં એવું કંઈક હતું કે, સિલિયનને તે કબૂલ રાખ્યા વિના ચાલ્યું નહિ. તેણે તેને ઊભી થવા તથા શાંત થવા કહ્યું. ના, ના, ટ્રેસિલિયન, જ્યાં સુધી તમે મને મેં માગેલું વચન નહિ આપો, ત્યાં સુધી હું ઊભી થવાની નથી કે શાંત પડવાની નથી – હું અત્યારે એવા માણસના હુકમની રાહ જોઈ રહી છું, જેને તેવો હુકમ કરવાની સત્તા છે – અત્યારે કોઈ ત્રીજો માણસ વચ્ચે દખલ કરવા જશે – ખાસ કરીને તમે– તે મારી સદંતર બરબાદી જ સરજાશે. માત્ર ચોવીસ કલાક જ થોભી જવાનું મને વચન આપો; અને એમ પણ બને કે તે દરમ્યાન બિચારી-બાપડી મનાતી એમી તમારી નિ:સ્વાર્થ મિત્રતાનો યોગ્ય બદલો વાળી આપવા શક્તિમાન થશે – તે પોતેય સુખી થઈ હશે અને તમનેય સુખી કરવાની- ઉનત કરવાની સત્તા તેના હાથમાં આવી હશે.” Page #244 -------------------------------------------------------------------------- ________________ એળે નહિ જાય! ર૭ ટ્રેસિલિયન ચિંતામાં પડી ગયો. તેને એવો વિચાર આવ્યો કે, અત્યારે ઉતાવળ કરીને દખલ કરવા જતાં કદાચ ઍમીનાં સુખ અને ઈજજતને હાનિ જ પહોંચશે. ઉપરાંત અત્યારે એમી કેનિકવર્થમાં હોઈ, રાણીજના ઉતારાની નજીક તેના ઉપર બીજી કશી વધુ આફત કે સીતમ ગુજરવાનો સંભવ નથી. છતાં તેને ફસાવનાર વાને પ્રત્યે આવો અંધ પ્રેમ રાખનારી એમી પોતાની મુશ્કેલીએમાંથી નીકળી જવાની આશા શી રીતે રાખે છે, તે પણ તેને સમજાયું નહિ. એટલે ટ્રેસિલિયને કંઈક ખિન્નતાપૂર્વક પોતાની નજર મી ઉપર સ્થિર કરીને કહ્યું, “બીજા જ્યારે તને બાલિશ તથા મનસ્વી માનતા, ત્યારે પણ હું તારામાં ઊંડી લાગણી અને સાચી સમજદારી રહેલી માનતો આવ્યો છું. હું એ ઊંડી સમજદારી ઉપર જ વિશ્વાસ રાખી, તારી બાબતમાં ૨૪ કલાક સુધી વાણીથી તેમજ વર્તનથી કશી દખલ ન કરવાનું વચન આપું છું. પણ તે સમય પૂરો થયે—” હા, હા, તે સમય પૂરો થયા બાદ તમને ઠીક લાગે તેમ કરવા તમે છૂટા છો.” તે હમણાં તારે માટે કંઈ બીજ કશું કરી શકે એવું કંઈ છે?” શરમાતા શરમાતાં ઍમીએ જવાબ આપ્યો – “ચોવીસ કલાક સુધી તમારા આ કમરાને મને ઉપયોગ કરવા દો, તો તમારો આભાર !” ટ્રસિલિયને તરત જ કહ્યું, “જે ગઢમાં તું એક કમરે પણ મેળવી શકે તેમ નથી, ત્યાં તું બીજા શાની આશા રાખે છે, વારુ?” અત્યારે કશી જ દલીલ કરશો નહિ, ભલા એડમન્ડ! એ વખત આવશે જ્યારે એમી પુરવાર કરી આપશે કે, તમે તેના પ્રત્યે દર્શાવેલી ભલી લાગણી એળે નથી ગઈ!” Page #245 -------------------------------------------------------------------------- ________________ ભારે ગફલત સિલિયનના ચિત્તમાં ભારે ભ મચી રહ્યો હતો. ચક્રાકાર સીડીનાં બે કે ત્રણ પગથિયાં ઊતરીને તે નીચે આવ્યો, તેવામાં માઇકેલ લેંમ્બૉર્ન ભારે ઓળખાણ અને સંબંધ બતાવતા ચહેરા સાથે તેને સામો મળ્યો. તે બદમાશને પકડીને દાદર ઉપરથી નીચે ફેંકી દેવાનું ટ્રેસિલિયનને મન તો થયું; પણ તરત તેને ખ્યાલ આવ્યો કે, આ જગાએ અને આ સમયે આમ મારામારી કરવાથી કદાચ એમીને નુકસાન થશે. “ઓહો, કેમ માસ્ટર ટ્રેસિલિયન? જૂની બાબતેનું વેર મનમાં રાખવાની જરૂર નહિ; અને હું તો સામાએ બતાવેલી જૂની ભલમનસાઈ જ યાદ રાખનારો માણસ છું, જૂની તકરારો નહિ.” તારે મારી સાથે કશું ઓળખાણ દાખવવાની કાંઈ જરૂર નથી; તું તારા ગોઠિયાઓ સાથે દોસ્તી રાખજે, એટલે બસ.” “વાહ ભાઈ, આ બડેખાઓ ચીની માટીના બનેલા હોય એમ બિચારા માઇકેલ હૉમ્બૉર્ન તરફ કેવી ધૂતકારની નજરે જુએ છે? પણ માસ્ટર ટ્રેસિલિયન, તમારે મારા પ્રત્યે સંતપણે દાખવવાની જરૂર નથી. કારણકે, અત્યારે તમારી બેડ-રૂમમાં તમે કેવો માલ ઘાલ્યો છે, એની મને ખબર છે !” “તું કોની વાત કરે છે, એ હું જાણતો નથી; પણ તું આ કમરાઓની દેખરેખ રાખનારો હોય, અને તારી ફી બાકી રહી હોય, તો લે આ રહી, એટલે હવે મારા કમરા તરફ નજર ન કરતે,” એમ કહી ટ્રેસિલિયને તેને એક સમૈયો આપી દીધો, – તે સમજી ગયો કે આ બદમાશને મારા કમરામાં કોઈ સ્ત્રી છે એની ગંધ આવી ગઈ હોવી જોઈએ, જોકે એ કોણ છે તે હજુ એ જાણતા હોય એમ લાગતું નથી. ૨૨૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ ભારે ગફલત લૅમ્બોને ટ્રેસિલિયને આપેલા સોનૈયા તરફ જોયું અને તેને ખીસામાં મૂકી દીધો, પછી તે બોલ્યા, “આવો સોનૈયો આપવા કરતાં મારી સાથે સરખી રીતે વાત કરી હોત તો પણ ચાલત, મહેરબાન. પણ સોનામાં કિંમત ચૂકવે, તેણે પૂરી કિંમત ચૂકવી દીધી ગણાય – અને માઈક લેમ્બોર્ન કોઈની મજા બગાડવામાં રાજી નથી. માત્ર મારી આગળ તોર ઓછો કરો એટલે બસ. તે માસ્ટર ટ્રેસિલિયન, હું તમારી ગુપ્ત વાત બહાર નહીં પાડી દઉં, પણ હવે મારા પ્રત્યે જરા ઓછી તુમાખી દાખવજો, અને હું પણ કોઈ વાર આવી તકલીફમાં આવી જાઉં, તો મને ટેકો કરવા લાગજો ! એટલું ઋણ હવે આપણે અરસપરસ દાખવવું જ રહ્યું, મહેરબાન !” “ચાલ, બાજુએ ખસ, તને તારી ફી મળી ગઈ છે.” ટ્રેસિલિયનને ફોધ હવે માઝા મૂકતો જ હતો. અ! “બાજુએ ખસ - તારી ફી મળી ગઈ છે’– એમ? ભલે, ભલે, પણ હું કોઈની મજા ખામુખા બગાડું એવો, ગંજી ઉપરનો કૂતરો નથી તો !” પણ ટ્રેસિલિયન એ શબ્દો સાંભળવા બેભ્યો ન હતો. તે દાદર ઊતરી ગયો હતો. એટલે પછી લેમ્બોર્ન ગણગણ્યો, “હું ભલે ગંજી ઉપરનો કૂતરો નહિ હોઉં, ત્યારે ખામુખા ધૂકાર વેઠું એવો પણ નથી. એટલે તમારા કમરામાં તમે જે છોકરીને ઘાલી છે, તેને બંદા જોવાના તો ખરા જ – કદાચ એને બાપડીને એ ભૂતિયા કમરામાં એકલી સૂતો ડર પણ લાગતો હોય ! મેં જો કોઈ અજાણ્યા લૉર્ડના કિલ્લામાં આવું કર્યું હોત, તે તે મને પકડીને ભોંયરામાં પુરાવી ફટકા મરાવ્યા હોત. પણ તમે બધા સગૃહસ્થ ગણાતા લોકો અમારા કરતાં અનેખા અધિકારો ભોગવતા હો છો – પણ આ ખુશનસીબ શોધથી માસ્ટર ટ્રેસિલિયનનું માથું હવે મારી બગલ હેઠળ કાયમનું આવી ગયું એ વાત તો નક્કી જ. પણ એમની પ્રેમિકાનેય હવે નજરે નિહાળી લેવી – ઓળખી લેવી જોઈએ ખરી.” ટ્રેસિલિયન હવે એમી રોબ્સર્ટની પોતાની અણધારી મુલાકાત અંગે વિચારમાં પડી ગઢના બહારના આંગણા તરફ ચાલ્યો. એને વિચાર આવ્યો કે, ઍમીના બાપે પોતાને એની વાત હાથમાં લેવાનું મુખત્યારનામું આપેલું હોવા છતાં, મેં ઍમીને ચોવીસ કલાક સુધી કંઈ ન કરવાની મુદત આપી, Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પ્રીત કિયે દુઃખ હેય” એ યોગ્ય કર્યું કહેવાય? પણ પાછો તેને વિચાર આવ્યો કે, એમી જો વાર્નેને પરણી ચૂકી હોય, અને વાને તેના ઉપર પતિ તરીકેનો હકદાવો દાખવે એ રાણીજી સમક્ષ ઍમી કબૂલ જ રાખે, તો પછી શું થાય? પોતે તેને કોઈ રીતે વાર્નેના હાથમાંથી છોડાવી તો શકે જ નહિ; ઊલટું એના બાપ વતી ફરિયાદ કરવા જતાં, એ પતિ-પત્ની વચ્ચે અણબનાવ ઊભો કરવા જેવું થાય. એ બેનું જીવનબરનું સુખ એમ વણસાડવાનો અર્થ શો? જોકે, એક બાબતની નિરાંત તેને લાગતી હતી – ઍમી હવે દૂરના કોઈ એકાંત સ્થળે કેદ પુરાયેલા જેવી હાલતમાં ન હતી; અત્યારે તે કેનિલવર્થ ગઢમાં હતી – લગભગ રાણીજીના દરબાર પાસે – રાણીજીની હકૂમતમાં જ. એટલે કોઈ તેના ઉપર કશી બળજબરી દાખવી શકે તેમ ન હતું, અને રાણીજી સમક્ષ તેને જ્યારે રજૂ કરવી હોય ત્યારે થઈ શકે તેમ પણ હતું. તે આમ વિચારમાં ને વિચારમાં અટવાતો ફરતો હતો, તેવામાં વેલેંન્ડે તેને જોયો. તેણે તરત ટ્રેસિલિયન પાસે આવીને આનંદમાં આવી જઈને કહ્યું, “ભગવાનની કૃપા થઈ, જે તમે છેવટે મળ્યા! અને તેણે ધીમે અવાજે તેને ખબર કહી દીધી કે, પેલાં બાનુ કષ્નર-પ્લેસમાંથી નાસી છૂટયાં છે. અને અત્યારે આ ગઢમાં જ છે – એ હું જાણું છું – પણ તે પોતાની મરજીથી મારા કમરામાં આવીને રહી છે?” ના! મારે તો બીજાઓની નજરે પડે તે પહેલાં તેમને ક્યાંક બેસાડી દેવાં હતાં, એટલે મેં એક નાયબ-છડીદારને પૂછયું -તેને આપને ઉતારો ક્યાં હતું તેની ખબર હતી, એટલે તે અમને અહીં લઈ આવ્યો. પણ માલિક, આ ત્રણ દિવસ મારા જાણે ગળે ગાળિયો પહેર્યો હોય એ રીતના ગયા છે – એ બાનનું મગજ ઠેકાણે હોય એમ મને લાગતું નથી તેમને તમારી કશી મદદ જોઈતી નથી – તમારું નામ પણ તે પોતાની સમક્ષ લેવા દેતાં નથી – અને તે તો લૉર્ડ લિસેસ્ટરના જ શરણમાં દોડી જવા તૈયાર છે. જો તેમને ખબર પડી હોતા કે હું તેમને આપના કમરામાં લઈ જાઉં છું, તો તે ત્યાં કદી ન આવ્યાં હોત.” એ કેવું? ઍમી એમ માને છે શું કે, અ પોતાના બદમાશ નોકર ઉપર એની તરફેણમાં પિતાની વગ વાપરશે?” “એની તો મને ખબર નથી, પણ મને એમ લાગે છે, માલિક, કે જો તે લિસેસ્ટર કે વાર્નેને જ શરણે જવા માગતાં હોય, તે આપણે માટે કેનિલ Page #248 -------------------------------------------------------------------------- ________________ ભારે ગફલત ૨૩૧ વર્થ ગઢની અંદરના ભાગ કરતાં બહારના ભાગ જ વધુ સહીસલામતીભર્યો કહેવાય – જ્યાંથી આપણે ભાગી જઈ શકીએ. ખાસ કરીને વાર્નેના અડામાંથી કાઉન્ટસને છૂપી રીતે ભગાડી લાવ્યા પછી, મારે માટે છે, અહીં રહેવું સલામત નથી જ. એટલે હું તે લિસેસ્ટરને આપવા એ બાનુએ મને આપેલ કાગળ લિસેસ્ટરને આપવો કે નહિ એ બાબત આપની સલાહ લઈને, પછી એક ઘડી આ ગઢમાં ઊભા રહેવા માગતો નથી. જુઓ એ કાગળ આ રહ્યો – પણ પ્લેગ થાય એને – એ કાગળ કયાં ગયો? – ઘાસ ભરવાના માળિયામાં મને મળેલા ઉતારામાં મારા ખોળામાં જ તેને હું મૂકીને આવ્યો છું કે શું?” ટ્રેસિલિયન એકદમ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, “હરામજાદા, એ કાગળ જો તેં ખોયો હશે, તે તારા કરતાં વધુ કીમતી એવી કેટલીય જિંદગી એ કારણે કદાચ બરબાદ થશે.” વોયો હશે? ના, ના, એ કાગળ મેં મારા ઝોળામાં મૂકી રાખ્યો છે – હું અબઘડી જ લઈ આવું છું ને!” તો લઈ આવ; અને વફાદારી દાખવજે; હું તારી બરાબર કદર કરીશ. પણ જો તે ફૂટી જઈને કંઈ બદમાશી કરી છે એવો વહેમ મને જશે, તે મરેલા કૂતરા કરતાં તારી બૂરી વલે કર્યા વિના નહિ જંપું.” - વેલેંન્ડ બિચારો ત્યાંથી પડીને નાઠો. એ કાગળ તેણે તેના ખીસામાં જ રાખ્યો હતો – તેણે બીજે કયાંય મૂકયો ન હતો – તો પછી એ કયાં ગયો? જરૂર ક્યાંક પડી જ ગયો હોવો જોઈએ! એને અર્થ કે તે અત્યાર આગમચ કોઈના ને કોઈના હાથમાં જરૂર આવી ગયો હશે અને હવે તો પોતે જે કાવતરું કરીને પેલાં બાનુને ભગાડી લાવ્યો છે તે બહાર જ પડી ગયું હશે અને તેની તપાસ થવા લાગી હશે. ઉપરાંત ટ્રેસિલિયનના ગુસ્સાની પણ હવે તેને ભારે બીક લાગતી હતી. એટલે એ તો હવે ગઢમાંથી જ ભાગી છૂટવાના વિચારથી દરવાજા ભણી ચાલ્યો. પણ એટલામાં તેને વિચાર આવ્યો કે, પોતે એ કાગળ ગુમાવ્યો હોવાથી પેલાં બાનુ કંઈક મુશ્કેલીમાં આવી પડશે કે કેમ તેની ખબર તેમને આપ્યા વિના પોતાની જાત બચાવીને જ ભાગી છૂટવું, એ તે કાયરતા કહેવાય. એ બાનુને એટલી ખબર તો આપી જ દેવી, જેથી જરૂર જણાય તે તે લિસેસ્ટરને બીજો કાગળ તો લખી મોકલે – પછી લિસેસ્ટરના આટલા Page #249 -------------------------------------------------------------------------- ________________ ર૩ર પ્રીત કિયે દુઃખ હેય” બધા સેવકોમાંથી ગમે તેની મારફતે એ તેમને પહોંચાડાવશે – એક બાજુએ પોતાનામાં વિશ્વાસ મૂકી સોંપેલા કામને આમ વણસેલું રાખીને ભાગી જવું એ ઠીક નહિ – કાંઈ નહિ તો છેવટે એ બાનુનેય એ કાગળ ખોવાવાથી કિંઈ નુકસાન થાય તેમ હોય, તો તેમને ભાગી છૂટવાની તક તો મળવી જ જોઈએ. આમ વિચારી, આડકતરે રસ્તે તે મેરવિન ટાવર તરફ પાછો આવ્યો, અને ઉપર ટ્રેસિલિયનના કમરામાં ઉતાવળે પહોંચવા બબ્બે પગથિયાં ઠેકવા જતું હતું, તેવામાં તેણે જોયું કે ઉઘાડા બારણામાંથી કોઈ માણસનો પડછાયો દાદરની સામેની ભીતે પડે છે, અર્થાત્ ત્યાં કોઈક ઊભું છે. એટલે વેલૅન્ડ તરત ત્યાંથી પાછો ફરી ગયો. પછી પાએક કલાક આમતેમ આંટા માર્યા બાદ તે પાછો ઉપર ચડવા ગયો કે તરત પેલા બારણામાંથી એક માણસ નીકળ્યો અને તેના ઉપર તૂટી પડ્યો અને તેની ધરપકડ કરી. તે માણસ માઈકલ લેમ્બોર્ન હતો. અને એ કમરો કેદખાના તરીકે વપરાતા એ ટાવરના દારોના લૉરેન્સ સ્ટેપલ્સને હતે. લેંમ્બૉર્ને તરત પૂછયું, “તું કોણ છે, અને અહીં શું કરવા આવ્યો છે?” આ ધરપકડની ધમાલ સાંભળી દારોગો લૉરેન્સ સ્ટેપલ્સ પણ કમરામાંથી બહાર દોડી આવ્યો. વેલૅન્ડ ગભરાઈ ગયો. તેણે લેમ્બોર્નને ઓળખીને જવાબ આપ્યો, “હું તે નામદાર, પેલો જાદુગર છું, જેને આપે રસ્તામાં આ તરફ પેલી ખેલાડીઓની મંડળી સાથે આવતે જોયો હતો.” પણ તારે અહીં આ ટાવરમાં તારા કયા ખેલ કરવાના હતા? તારી મંડળીને ઉતારો તે કિલન્ટન્સ-બિલ્ડિંગ*માં છે!” “હું અહીં મારી બહેનને જોવા આવ્યો હતો, નામદાર, એ ઉપર માસ્ટર ટ્રેસિલિયનના કમરામાં છે.” વાહ, વાહ! ત્યારે છેવટે સાચી વાત પકડાઈ ગઈ ખરી. માસ્ટર ટ્રેસિલિયન પણ ખરા છે – કહેવું પડે! આમ બીજાના ગઢમાં આવી, પોતાને મળેલા ઉતારામાં ભાંડ-ભવૈયાઓની બહેન-દીકરીઓ ઘાલવી, વાહ! એ વાત કેટલાકના જાણવામાં આવશે તો તેમને સોનાની થેલી જડી હોય એવી વહાલી * કેનિલવર્થ-ગઢને જ બહાર તરફને જન ભાગ. - સંપા. Page #250 -------------------------------------------------------------------------- ________________ ભારે ગફલત ૨૩૩ લાગશે. એ છોકરીને માસ્ટર ટ્રેસિલિયનના કમરામાંથી કાઢી જવાની નથી, સમજયો, અને તું તો અહીંથી ભાગ જ, બેટા ” મહેરબાન, આવા કઠોર ન થશો, અમો ગરીબ લોકોને પણ જીવવું હોય છે; મને મારી બહેન સાથે થોડી વાત તો કરી લેવા દો.” તારી બહેન અને ફહેન! એને સારો ઉપયોગ તે કરવા માંડયો છે! તારા જેવા ભડવાને તો અહીં રહેવા જ ન દેવો જોઈએ. માટે ભાઈ લૉરેન્સ, આ હરામજાદાને પકડી લે– એને આપણે છેક ગઢ બહાર જ કાઢી આવીએ એટલે પંચાત મટે.” પણ મહેરબાન, મારે આજે સાંજે રાણીજી પધારે ત્યારે એરિનને પાર્ટ ભજવવાનો છે.” અરે જા જા, એ પાર્ટ તો હું પોતે જ ભજવી લઈશ. પણ તું તે અહીંથી ટળ જ.” બિચારા વેલૅન્ડે ઘણાં ઘણાં ફાંફાં માર્યો, પણ તેનું કાંઈ જ વળ્યું નહિ. થોડી વારમાં તેને પેલાએ કિલ્લા બહાર ધકેલી મૂક્યો. બિચારા વેલૅન્ડે આકાશ તરફ હાથ ઊંચા કરીને, પેલી બાનુને માટે પોતે જે કાંઈ કોશિશ કરી હતી તેના સાક્ષી રહેવા જાણે ભગવાનને વિનંતી કરી લીધી, અને પછી કેનિકવર્થ તરફ હંમેશને માટે પૂંઠ ફેરવી. ૉમ્બૉર્ને હવે અંદર આવી લૉરેન્સને તાકીદ આપી કે, ટ્રેસિલિયનના કમરાને મુદ્દામાલ કોઈ પણ કારણે તેના કમરામાંથી છટકી ન જાય એવી સાવચેતી રાખજે. અને ત્યાર પછી પોતે બનાવેલી આ મહાન કામગીરીને પરિણામે પોતાને જે ઈનામ મળશે તેની ઊજવણીમાં તેણે ખૂબ દારૂ ઢીંચવા માંડયો અને લૉરેન્સને પણ પાવા માંડયો. * ગ્રીક ચારણ, ખલાસીઓ તેને દરિયામાં નાખી દઈ, તેને મળેલું ઈનામ હાથ કરવા ઇચ્છતા હતા. તેણે મરતા પહેલાં એક ગીત ગાવાની પરવાનગી માગી. એ ગીતથી ખુશ થયેલા જળચર દેવોએ તેને બચાવીને કિનારે લાવી મૂક્યો. – સપાટ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪ રાણીજીને પ્રવેશ કાગળ લઈ આવવાનું બહાનું કાઢી ચાલતો થયો ત્યાર બાદ ટ્રેસિલિયન આગળ શું કરવું તેના વિચારમાં ત્યાં જ સ્થિર થઈને ઊભો રહ્યો. તેવામાં રેલ અને બ્લાઉંટ ત્યાં આવી પહોંચ્યા. ટ્રેસિલિયનને તેની અત્યારની અવસ્થામાં કોઈની સોબત ગમે તેમ નહોતું જ, પણ હાલ તુરત ચોવીસ કલાક પોતે કાંઈ ન કરવાનું વચન આપી બેઠો હોઈ, સમયનું ભાન ભૂલવા માટે જ તે એ લોકો સામે જાતે થઈને જ ગયો, અને પૂછવા લાગ્યો, “ક્યાંથી આવ્યા, દોસ્તો?” “વૉરવિકથીસ્તો,” બ્લાઉન્ટ જવાબ આપ્યો; “હવે કંગાળ ખેલાડીઓને ન પાર્ટ ભજવવા નો પહેરવેશ બદલવો પડે, તેમ અમે પણ પોશાક બદલીને આવ્યા છીએ; તું પણ એમ જ કરી લે, ટ્રેસિલિયન.” બ્લાઉન્ટ ખરું કહે છે,” રેલેએ કહ્યું; “રાણીને સારા અને ઉચિત પિશાકમાં રજૂ થઈએ તે જ ગમે છે અને એમ ન કરનાર પિતાની અવજ્ઞા કરે છે, એમ તે માને છે. પણ આ બ્લાઉન્ટ તરફ તે જો, ટ્રેસિલિયન, એના બદમાશ દરજાએ રંગ-બેરંગી કેવો પોશાક તેને તયાર કરી આપ્યો છે – ભૂરો, લીલો અને બદામી; ઉપરથી ફિતે બધી ગુલાબી છે, અને તેના જોડા ઉપર પીળાં ગુલાબ મૂક્યાં છે!” “વાહ, એથી વધારે હવે વળી શું બાકી રહે છે? મેં એને તાકીદ આપી હતી કે, ખર્ચને સવાલ ગણવાને નથી અને સારામાં સારો પોશાક તૈયાર કરવાનું છે. મને તે આ પોશાક ખાસ ગમે છે; તને શું લાગે છે, ટ્રેસિલિયન?” હા, હા, ટ્રેસિલિયન, અમારા બેમાંથી કોને પોશાક સારો લાગે છે, તેનો ન્યાય કર જોઉં,” વૉલ્ટર રેલે પણ બોલી ઊઠયો. ૨૩૪ Page #252 -------------------------------------------------------------------------- ________________ રાણીજીને પ્રવેશ ૨૩૫ સિલિયને જોયું કે બિચારા બ્લાઉન્ટના દરજાએ કાબરચીતરા રંગેની ભરમાર, કરીને તેને વિદૂષક જેવો જ બનાવી મૂકયો હતો, ત્યારે તેને પોશાક તેના સુધડ બાંધાને અનુરૂપ તથા રંગબેરંગ કરતાં સારી મોજણી-કાપણીથી સુંદર બન્યો હતો. એટલે ટ્રેસિલિયને કોઈને ખોટું ન લાગે તેવી ભાષામાં જવાબ આપ્યો, “બ્લાઉન્ટનો પોશાક ખૂબ ભપકાબંધ છે, ત્યારે રેવેને ખૂબ સુંદર છે.” ભલા બ્લાઉન્ટને આ નિર્ણયથી સંતોષ થયો. તેણે તરત જ જણાવ્યું, મેં એ દરજાને બરાબર તાકીદ આપી હતી તે – કે જો રેલે જેવો મારો પોશાક સીધો-સાદો બનાવ્યો, તે તારી ઇસ્ત્રી વડે જ તારું માથું ફાડી નાખીશ! મારે તો ભપકાબંધ પોશાક જોઈએ!” “પણ ટ્રેસિલિયન, તું કેમ કપડાં બદલી લેતો નથી?” “અરે ભાઈ, એક બાઘાઈભરી ગફલતને કારણે મારા સરસામનથી હું છૂટો પડી ગયો છું અને મારે તારા ઉતારામાં જ સૂવા પણ આવવું પડે તેવું થયું છે.” “ઘણી ખુશીથી આવજે ભાઈ,” રૅલેએ જવાબ આયો; “લૉર્ડ લિસેસ્ટરે અમને બધાને ના-મનથી પણ બહુ સારે ઉતારો કાઢી આપ્યો છે; તું પણ અર્લના કારભારીને જણાવીશ તે તેને સારી જગા તરત કાઢી અપશે.” “પણ તારા ઉતારામાં જગા થઈ શકે તેમ હોય, તો પછી એવી ખટપટ શા માટે કરું? તમે લોકો વૉરવિકથી એકલા જ આવ્યા છો કે, સાથે બીજા પણ કોઈ આવ્યા છે?” અરે વાને અને લિએસ્ટરના રસાલાનાં બધાં પ્રાણીઓ, ઉપરાંત અમે સસેકસના કૂડીબંધ માણસે. આપણ સૌને ગૅલરી-ટાવર આગળ રાણીજીનો સતકાર કરવા ઊભા રહેવાનું છે, અને પુલ ઉપર થતા ખેલ જોવાના છે. ત્યાર બાદ રાણીજીની તહેનાતમાં અત્યારે જે લોકો છે, તેઓ મોટા દીવાનખાનામાં રાણીજી પધારશે એટલે કપડાં બદલવા જશે, ત્યારે આપણે બધાએ દીવાનખાનામાં રાણીજીની તહેનાતમાં ઊભા રહેવાનું છે. પણ ત્યાં જ રાણીજી સાથે કંઈ વાતચીત કરવાની હશે, તે શો જવાબ આપવો, એ મને તો આવડશે નહિ, એટલે બંદાની ખરી વલે બેસી જવાની છે.” બ્લાઉન્ટે જવાબ આપ્યો. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પ્રીત કિયે દુઃખ હૈય” પણ વોરવિકમાં આટલું બધું મોડું કેમ થયું?” ટ્રેસિલિયને વાત પોતાનાં કપડાંની વાત ઉપર ન વળે તે માટે પૂછયું. અરે, ભાષણો, કવિતાઓ, ખેલાડીઓ, કૂતરાઓ અને રીંછા – એ બધાની એવી ભરમાર છે કે, રાણીજી કેમ કરીને એ બધું સહન કરી શકે છે, એની જ નવાઈ લાગે છે. બસ રાણીજીના પ્રતાપી-પ્રકાશિત-ચકચકિત-સૂર્ય-ચંદ્ર જેવા મુખમાં એક જ જાતનાં લખાણો અને ગાયનો. પણ હવે ગેલરી-ટાવરે પહોંચી જઈએ, – પણ ટ્રેસિલિયન તું તો હજુ ઘોડેસવારીના જ પોશાકમાં અને બૂટમાં છે, તું શું કરીશ?” બ્લાઉન્ટ જ વાત ચલાવી. હું તારી પાછળ જ ઊભો રહીશ, બ્લાઉન્ટ, એટલે તારા મોટા કદ અને તારા સુંદર પોશાક પાછળ બરાબર છપાઈ જઈશ.” “ઠીક છે, બરાબર છે,” એમ કહેતો ભલો બ્લાઉન્ટ પોતાના પોશાક તરફ અને પોતાના બૂટનાં પીળાં ગુલાબ તરફ જોતો જોત કળાયેલ મેર ચાલતું હોય એમ ચાલવા લાગ્યો. પ્રવેશદ્વાર ઉફે ગૅલરી-ટાવર આગળ સારા ખાનદાનના પસંદ કરેલા ચાલીસેક શરમાઓને ભપકાબંધ પોશાક પહેરી બે પંક્તિઓમાં ઊભા રહેવાનું હતું. તે વખતે એ બધામાં પોતે કેવો બબૂચક દેખાય છે, એ ટ્રેસિલિયનના લક્ષમાં આવ્યા વિના રહ્યું નહિ. ઉનાળાની (૯મી જુલાઈ, ૧૫૭૫) સમીસાંજ થઈ હતી અને સૂર્યને આથમે થોડો વખત થયો હેઈ, રાણીજી તરતમાં જ પધારે એવો સંભવ હતો. બહાર જંગી ટોળું કલાકોથી રાહ જોતું ઊભેલું હતું. પણ ખાનપાનની સામગ્રીની એવી ભરમાર ચાલુ રાખવામાં આવી હતી કે, સૌ હળવા ચિત્ત અને રાણીજી તથા તેમના કૃપાપાત્ર અર્લ તરફ પ્રેમભર્યા દિલથી રાહ જોતાં શાંત ઊભાં હતાં. અચાનક એક સળગતું રૉકેટ દૂરથી આકાશમાં ઊંચે ચડતું નજરે પડયું અને તે જ વખતે ગઢનો મોટો દાંટ રણકી ઊઠ્યો. તરત જ ચોતરફ શાંતિ છવાઈ ગઈ. માત્ર દૂરથી આવતા રસાલાને ઘેરો અવાજ સમુદ્રની ભરતીના ઘુઘવાટ જેવો સંભળાતો હતો. એ ઘુઘવાટ પાસે આવતો આવતે અચાનક બંધ પડ્યો. રેલે તેનું કારણ જાણતો હતો તેથી તેણે કહ્યું, “સરઘસ પાર્કના દરવાજા આગળ થોભાં Page #254 -------------------------------------------------------------------------- ________________ રાણુઓને પ્રવેશ ૨૩૭ છે; ત્યાં એક ભાગ્યદેવી પ્રગટ થઈને કવિતામાં રાણીજીનું ભવિષ્ય ભાખશે. મેં એ ચરણે જોયાં છે. કશો ચમત્કાર એમાં નથી; માત્ર વખાણો જ ભરેલાં છે. રાણીજીને એ જાતનાં કવિતા એટલાં બધાં આજે સાંભળવા મળ્યાં છે કે, તે કંટાળી જઈને મને કહેતાં હતાં કે, “આ બડબડાટ સાંભળીને તો મારા કાન બહેરા થઈ જવા આવ્યા છે.' લો રાણીજીએ એને કહ્યું હતું! સાંભળો વાત! ભગવાન, ભગવાન, દુનિયાનું શું થવા બેઠું છે!” બ્લાઉન્ટ ગણગણી ઊડ્યો. પણ એટલામાં તો ટોળાએ મોટો જયધ્વનિ પોકાર્યો અને તે પંક્તિબંધ ઊભેલા પહેરેગીરે, સંરક્ષક વગેરેની હરોળો મારફતે આખા ગઢમાં પહોંચી ગયો. અર્થાત્ રાણીજીએ કેનિલવર્થ-ગઢના બહારના ખુલ્લા પાર્કમાં પ્રવેશ કર્યો હતો. તે જ વખતે આખા ગઢમાં ઠેર ઠેર ગોઠવી રાખેલા ઢોલ-રણશિંગાવાળાઓએ તુમુલ અવાજ કરી મૂક્યો. હવે પ્રકાશને એક મોટો સતંભ આગળ ને આગળ વધતો ગયો અને છેવટે ગૅલરી-ટાવર તરફ આવી પહોંચ્યો, જ્યાં આગળ અર્લ ઑફ લિસેસ્ટરના માણસો અને રેલ વગેરે ઊભા હતા. હાથમાં જાડી મીણની સળગતી મશાલવાળા બસોએક ઘોડેસવારો રાણીજીના સરઘસને પ્રકાશિત કરી રહ્યા હતા. - રાણીજી દૂધ જેવા શ્વેત ઘોડા ઉપર પોતાનું ચમકતું ઝવેરાત પહેરી સો સો રાજાઓની પુત્રીની અદાથી બિરાજ્યાં હતાં. તેમની પાછળની તેમના રસાલાની બાનુઓ પણ ખૂબ જ દેદીપ્યમાન હતી; જોકે, રાણીજી કરતાં કોઈને ભપકો કે સદર્ય વધી ન જાય, એની પૂરી કાળજી રાખવામાં આવી હતી. અલબત્ત, પુરુષ દરબારીઓને જેટલો વધુ ઠાઠ કરવો હોય તેટલો કરવાની છૂટ હતી. લિએસ્ટર, જરીનાં વસ્ત્ર અને આભૂષણથી સજજ સુવર્ણમૂર્તિ જેવો ચમકતે, કાળા ઘોડા ઉપર સવાર થઈ રાણીજીને જમણે હાથે હતો. તેણે એ ઘોડો આ સવારી માટે જ મોટી કિંમત આપીને ખરીદ્યો હતો. આખા યુરોપમાં પ્રસિદ્ધ થયેલા અમુક ગણતરીબંધ પાણીદાર અોમાંનો એ એક ગણાતો હતો. અને લિસેસ્ટર પોતે એ કુશળ ઘોડેસવાર ગણાતો કે, તે ઘોડો અને તેને સવાર અત્યારે એકબીજાને જોબ આપી રહ્યા હતા. Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુખ હોય' આ એના જીવનનો ધન્ય દિવસ હતો – રાણીજી ખાસ કૃપા દર્શાવીને તેને ત્યાં પધાર્યા હતાં, અને ચોમેર વાતાવરણમાં જ એવી આગાહી વ્યાપી રહી હતી કે, અહીં તે પિતાનો હાથ લિએસ્ટરને સોંપવા જ આવ્યાં છે. લિસેસ્ટરના ચહેરા ઉપર એ આગામી મહાભાગ્યની ઘડીનો ઉમંગ હતો તેમજ સાથે જ ઍમી રોબ્સર્ટની વાત રાણી કાઢશે ત્યારે શું થશે એની ચિંતા પણ. વાર્ને એ બધું સમજતા હતા અને તેથી અને દુર્ભાગ્યની જેમ આજે તેનાથી જરાય છૂટો પડ્યો ન હતો. તેણે અલબત્ત, અને કહી રાખ્યું હતું કે, કાઉન્ટસ અચાનક ખૂબ બીમાર પડી ગયાં હોવાથી કેનિલવર્થ હાજર રહી શકે તેવી સ્થિતિમાં જ નથી; છતાં લિસેસ્ટર કયારે પસ્તાવાનો માર્યો શું બોલી બેસે કે કરી બેસે તેને એને ભરોસ પડતો ન હતો. ગૅલરી-ટાવર આગળ પેલા રાક્ષસી પહેરેગીરને રાણીજી સમક્ષ માસ્ટરહૉલિડે-રચિત કડીઓ ઉચિત ચેષ્ટાઓ સાથે બોલવાની હતી. ફિલબર્ટીગિબેટ ઉચિત સ્થળે સંતાઈને તેને એ કડીઓ બોલવા ગોદાવવાનો હતો. શરૂઆતમાં આખા ટોળાને ગદા ઘુમાવી તે પડકાર આપવાનો હતો કે, આ શી ધમાલ અને ધાંધળ છે? હું કંઈ ઘાસને બનેલો માણસ નથી – ચૂપ થઈ જાઓ અને થોભી જાઓ, નહિ તે મારી ગદા છે, અને તમારા હાડકાં છે! પણ પછી થોડું થોભી તેને બોલવાનું હતું – “પણ, આહા! આ શું અદ્ભુત દૃશ્ય મારી સમક્ષ ખડું થયું છે? આ શું સૌંદર્ય, આ શો વૈભવ, આ શું દૈવી તેજ! હું અંજાઈ જાઉં છું. મારો પરાજય સ્વીકારી લઉં છું, મારી ગદા નાખી દઉં છું, અને મારી ચાવીઓ સોંપી દઉં છું. હે દિવ્ય પ્રતાપ, તમારી સમક્ષ હું ઘૂંટણિયે પડું છું. તમે ભલે અહીંથી પસાર થાઓ અને મને આભારી કરો! આવા દિવ્ય તેજરાશિ સમક્ષ જે દરવાજો આપેઆપ ઊઘડી ન જાય, તેના ઉપર ધ્યાનત હો ! રાણીજીએ હસીને તેનો આ સત્કાર ઝીલ્યો. તરત જ ચોતરફ – ઊંચે નીચે અને આસપાસ ગોઠવેલા વાજિત્રવાળાઓએ રણ-સંગીત આરંભ્ય અને ચારણોએ જયધ્વનિ ઉચ્ચાર્યો. રાણીજીનું સરઘસ હવે પેલા લાંબા પુલ ઉપર આવી પહોંચ્યું. ત્યાં આગળ વિવિધ જળચરો અને જળદેવીએ પાણીમાંથી નીકળી નીકળીને રાણીજીને વિવિધ રીતે સત્કાયાં. ત્યાં જ લેમ્બોર્ન વેલૅન્ડ સ્મિથના ઍરિનને Page #256 -------------------------------------------------------------------------- ________________ રાણીજીના પ્રવેશ ૨૩૯ પાર્ટ ભજવવાના હતા. પણ પેાતાને બાલવાના પાઠ તે ગાખી શકયો ન હતા અને તેથી તે તે એકદમ પાણીની બહાર આવી, ગાળ દઈને બાલી ઊઠયો, “હું તેા ઍરિન કે ઑરિન કોઈ નથી – સીધાસાદા માઇક ૉમ્બૉર્ન છું; અને રાણીજીને કેનિલવર્થ ગઢમાં હાર્દિક આવકાર આપવા માટે સવારથી સાંજ સુધી રાણીજીની શુભેચ્છામાં મેં દારૂ પી-પી કર્યો છે.” - પણ તેની આ ધીટતા અને મૂર્ખાઈ તે વખતે એટલી બધી હાસ્યપ્રેરક નીવડી કે રાણીજી ખૂબ જ હસી પડયાં અને બાલ્યાં, “ આજે સાંભળેલાં સૌ આવકાર-વચનામાં તારું બાલવું જ મને સૌથી વધુ ગમ્યું છે. ” .. રાણીજી ગઢમાં દાખલ થયાં તે વખતે ચાતરફ આકાશમાં દારૂખાનું ફૂટી નીકળ્યું. પ્રકાશના ધોધ, રંગબેરંગી દીવા, ભડાકા-ધડાકા એ બધાથી આકાશ જાણે સળગી જશે યા ફાટી પડશે કે શું એમ ઘડીભર તો સૌને થઈ આવ્યું. એ બધા વૈભવ, ભપકો, રંગરાગ વગેરે વર્ણવવાનું અત્રે સ્થાન નથી. એ પ્રસંગનાં વર્ણનાના અને માલસામાનની યાદીઓના મેાટા ગ્રંથા હજુ વિદ્યમાન છે. રાણીજી મુખ્ય દીવાનખાનામાં પધાર્યાં, ત્યારે સિંહાસન ઉપર તેમને બેસાડયા પછી, લિસેસ્ટરે ઘૂંટણિયે પડી તેમને આદરપૂર્વક પ્રેમપૂર્વક નમન કર્યું, તથા પેાતાના જેવા એક અદના સેવકને ત્યાં પધારી તેને જે બહુમાન તેમણે બઢ્યું હતું તે બદલ હાર્દિક આભાર વ્યક્ત કર્યા. રાણીએ પાતાના હાથ ચુંબન કરવા માટે આગળ ધર્યો, અને તે વખતે લિસેસ્ટરે એવી અદાથી એ હાથને ચુંબન કર્યું કે, રાણીએ એ પ્રસંગ જરૂર કરતાં પણ જરા વધારે લાંબાવા દીધા. ત્યાર પછી લિસેસ્ટરે મુસાફરી દરમ્યાન પેાતે તથા પેાતાના જે બીજા ખાસ માણસા હાજર હતા, તેમને કપડાં બદલી આવવા જવા દેવાની પરવાનગી માગી, જે રાણીજીએ ઘણી ખુશીથી બક્ષી. દરમ્યાન રાણીજીની તહેનાતમાં વાર્ને, બ્લાઉન્ટ,, ટ્રેલિસિયન વગેરે બીજા દરબારીઓ રહેવાના હતા. ૧. ૬'તકથાના પ્રાચીન રાક્ષસી શિકારી. તેના મૃત્યુ પછી તેને ન્યાય નક્ષત્રનું સ્થાન મળેલુ છે. -સપા ૨. નિકાલનું પુસ્તક પ્રાગ્રેસ ઍન્ડ પબ્લિક પ્રાસેશન્સ ઑફ કિવન ઇલિઝાબેથ' વા૦ ૧; અને કેનિલવથ' ઇલસ્ટ્રેટેડ.’ = સપા॰ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫ પ્રમાણભૂત સર્ટીફિકેટો લસેસ્ટર વગેરે દરબારીઓ રાણીજીની પરવાનગી મેળવી કપડાં બદલવા ચાલ્યા ગયા, તેમની જગાએ રાણીજીની તહેનાતમાં જે દરબારીઓ આવીને હાજર થયા, તેમાંથી રાણીએ તરત રૅલેને તારવી કાઢયો. તેને નિશાની કરીને તેમણે પોતાની પાસે બોલાવ્યો, અને હાજર રહેલા દરબારીઓનું એક પછી એક ઓળખાણ પૂછવા માંડયું. રેલેએ પોતાની ચબરાક શૈલીમાં રાણીજી બતાવીને પૂછે તે દરેકનું ઓળખાણ આપવા માંડ્યું. ગંદાં કપડાંવાળા ટ્રેસિલિયન તરફ જોઈને રાણીએ પૂછ્યું, “પેલો બબૂચક જેવો કોણ છે વારુ?” કવિ છે, નામદાર.” “એના કાળજી વિનાના પહેરવેશ ઉપરથી જ એટલું તો કલ્પી શકાય તેમ હતું. ભલભલા સારા કવિઓને પોતાના જન્મા અવિચારીપણે ગટરમાં નાખી દેતા મેં જોયા છે!” એ તે પ્રતાપી સૂર્યથી તેમની બંને આંખે અને વિચારશક્તિ અંજાઈ ગયાં હશે, ત્યારે જ બન્યું હશે, હજૂર.” ઇલિઝાબેથ હસી પડી. તેણે કહ્યું, “મેં એ ગોજા માણસનું નામ પૂછ્યું હતું ત્યારે તમે તો એને ધંધે જ મને કહ્યો.” “એનું નામ ટ્રેસિલિયન છે,” પેલે નાછૂટકે બોલ્યો. કારણકે, અત્યારે જે રીતે રાણીની નજરે તે ચડયો હતો, તે જોતાં તેનું ફરિયાદનું કામ અવળે પાટે ચડી જાય તેવો સંભવ હતે. “ટ્રેસિલિયન ! તે તે પેલી પ્રણયકથાને મેનલૉસ* કેમ? પણ તેણે # સ્પાર્ટીને રાજા, તેની સ્વરૂપવતી પત્ની હેલનને ટ્રોચને રાજા હરી જતાં ટ્રોજન-યુદ્ધ થયેલું. ગ્રીક મહાકાવ્ય “ઈલિયડ'નું તે કથાવસ્તુ બન્યું છે. – સંપા. ૪૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણભૂત સર્ટીફિકેટ ૨૪૧ આવો ખરાબ પહેરવેશ કેમ પહેર્યો છે? પછી એની હેલન એને તજીને જાય તેમાં તે બાપડીને શું વાંક? અને એ હેલનને હરી જનારો – પેલો લૉર્ડ ઑફ લિસેસ્ટરનો માણસ – શું તેનું નામ છે, વારુ?– એ ક્યાં છે?” રૅલેને ગમતું નહોતું પણ તેને ઊભેલા સૌમાંથી વાને તારવી બતાવવો પડ્યો. કહેવાની જરૂર નથી કે દરજીએ પોતાના કસબથી એને બની શકે તેટલો ટાપટીપભર્યો ફાંકડો જુવાન બનાવ્યો હતો અને એની કુદરતી છટાની ઊણપ તેની દરબારી રીતભાત અને લઢણની જાણકારીથી પૂરેપૂરી ઢંકાઈ જતી હતી. રાણીની ઉપર એની સારી જ છાપ પડી અને તેણે રેલેને કહ્યું પણ ખરું કે, “ટ્રેસિલિયન ભણેલો-ગણેલો ભલે હશે, પણ તેનામાં વ્યાવહારિક સૂઝ-સમજ કે ડહાપણ હોય એમ લાગતું નથી. નહિ તો તે આવા પહેરવેશમાં અહીં આવ્યો ન હોત. અને આ વાને જીભને લીસો પણ હશે જ. એટલે પેલી જુવાન છોકરી એનાથી આકર્ષાઈને પેલાને તજી ગઈ એમાં મને નવાઈ લાગતી નથી.” રેલે આનો કશો જવાબ આપી શકે તેમ નહોતું. એટલામાં લિસેસ્ટર સફેદ પોશાકમાં, સફેદ જરીથી ચમકતે ત્યાં આવી પહોંચ્યો. તેને કમરપટ્ટો, તરવારની મૂઠ, અને જલ્પાની એક હાથ જેટલી પહોળી કિનારી અલબત્ત સોનેરી હતાં. તેની સાથે આવેલા સસેકસ વગેરે બીજા ઉમરાવો પણ કીમતી પોશાકમાં હતા, પણ લિસેસ્ટર ભપકામાં તથા અદામાં સૌથી આગળ તરી આવતો હતો. રાણીએ ખુશી થઈને તેને આવકાર્યો અને કહ્યું, “અમે અત્યારે ન્યાય ચૂકવવાનું એક કામ હાથમાં લીધું છે; – આ વાને અને ટ્રેસિલિયનની પ્રેમિકા બાબતનુંસ્તો. અને એક સ્ત્રી તરીકે એ બાબતની તકરારમાં અમને રસ હોય એ સ્વાભાવિક છે. ઉપરાંત, અમે અમારા પ્રજાજનનાં માતા અને સંરક્ષક છીએ, એટલે પણ અમારે એ બાબત લક્ષ દેવું ઘટે.” લિસેસ્ટરે નમન કરી, એ બાબતમાં રાણીજીની જે કાંઈ આજ્ઞા હોય તે સ્વીકારવા તૈયારી બતાવી; પણ તે આખે શરીરે કંપી ઊઠયો. ઈલિઝાબેથે લિએસ્ટરને પૂછ્યું, “એ છોકરી અહીં હાજર છે કે કેમ?” પ્રિ- ૧૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રીત કિયે દુઃખ હેય” લિસેસ્ટરે જવાબ આપ્યો, “નામદાર, તે અહીં હાજર નથી.” રાણીની ભમરે તંગ થઈ ગઈ અને તેણે પોતાના હોઠ દબાવ્યા. “લૉર્ડ, અમે એ બાબત ખાસ તાકીદનો હુકમ કર્યો હતે.” અને આપ નામદારે સામાન્ય ઇચ્છા દર્શાવી હોત તો પણ તેનું યથાયોગ્ય પાલન કરવામાં જ આવ્યું હોત; – પણ વાર્ને, આગળ આવો – નામદાર, તે સદગૃહસ્થ પોતાને મોંએ જ એ બાનુ (લિસેસ્ટર પોતાને માંએ એની પની’ એવા શબ્દો ઉચ્ચારી ન શક્યો) શા કારણે હાજર થઈ શક્યાં નથી, એની રજૂઆત કરશે.” વાર્નેએ આગળ આવી, ઍમીની ગંભીર બીમારીની હકીકત નિવેદિત કરી તથા તે અંગે લૉર્ડ લિએસ્ટરને જાણીતા એવા બે જણ – એની દવા કરનાર વૈદનું તથા જેના મકાનમાં તે અત્યારે છે તે ઍન્થની ફોસ્ટર નામના પ્રમાણિક અને ધર્મિષ્ઠ પ્રોટેસ્ટંટ-પંથીનું એમ બંનેનાં પ્રમાણપત્રો પણ રજૂ કર્યો, - રાણીએ તરત જ તે પ્રમાણપત્રો હાથમાં લીધો અને તેમની ઉપર નજર કરી લઈને કહ્યું, “ તો તો વાત જુદી બની જાય છે. માસ્ટર ટ્રેસિલિયન, તમે આગળ આવો અને સાંભળો – અમારા દિલમાં તમારે માટે ગમે તેટલી સહાનુભૂતિ હોય, તેમ છતાં અમે એ મનસ્વી છોકરીને વાને જેવા દરબારીના સુંદર પોશાક અને છટા ઉપર મોહિત થવાને બદલે તમારી વિદ્વત્તા અને સમજદારી ઉપર પ્રેમ કરવાની ફરજ પાડી શકીએ નહિ. તેમજ જે બીમારીને કારણે તે અહીં હાજર રહી શકી નથી, તે બીમારી ઉપર પણ અમારો કશો હુકમ ચાલી શકે નહિ. એ બાબતનાં પ્રમાણપત્રો પણ આ રહ્યાં.” ટ્રેસિલિયન ઉતાવળે બોલી બેઠો, “નામદાર, એ પ્રમાણપત્રો સાચા નથી.” પછી તેણે ચોવીસ કલાક સુધી એમી વિષે ચુપકીદી અખત્યાર કરવાનું તેને આપેલું વચન યાદ આવતાં, તે આગળ બેલતે એકદમ થોભી ગયો. રાણી તરત જ ગુસ્સે થઈને બોલી ઊઠી, “તે શું અમારા લૉર્ડ ઓફ લિસેસ્ટરની સચ્ચાઈ ઉપર પણ તમારે ભરોસો મૂકવો નથી, એમ? પણ કંઈ નહિ, અમે તમારી બધી વાત પૂરેપૂરી સાંભળીશું જ. પણ તમારે તમારી વાત પુરાવાર રજૂ કરવી પડશે. પહેલાં આ સર્ટીફિકેટ લો અને વાંચી જુઓ; પછી કહો કે, તેમાં જણાવેલી વિગતની સચ્ચાઈ બાબત શંકા લાવવાને તમારી પાસે શાં કારણો છે.” Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ પ્રમાણભૂત સર્ટીફિકેટો ટ્રેસિલિયન એમ તરત જ કહી શકે એમ હતું કે, એ બાનુ જેને આ પ્રમાણ પત્રોમાં માંદી-પથારીવશ અને ઘરની બહાર ન નીકળી શકે તેવી જણાવી છે, તેને તેણે સગી આંખેએ અહીં કેનિલવમાં જોઈ છે; પણ તે એના વચનથી બંધાયેલ હતો. એટલે તેણે કંઈક ખચકાઈને જવાબ આપ્યો, “નામદાર, એ લોકોએ જે પ્રમાણો ઉપર પોતાનો બચાવ રજૂ કર્યો છે, તે સાચાં પુરવાર થયા પહેલાં એ સ્વીકારી લેવાનું મને શી રીતે ફરમાવી શકાય?” અલ્યા ટ્રેસિલિયન, તું કવિ છે તેવો જ ખણખોદિયો પણ હોય એમ લાગે છે,”રાણીજીએ ભંમર ચડાવી નાપસંદગી દેખાડીને કહ્યું, “આ પ્રમાણ આ ગઢના માલિક અર્લની રૂબરૂમાં તેમના ઓળખાણનું નામ લઈને રજૂ કરવામાં આવ્યાં છે, એટલે તેમની સચ્ચાઈ તારે માટે પૂરતી ગણાય; પરંતુ તારે બધું વિધિસર જ જોઈતું હોય, તો વાને કે લૉર્ડ ઑફ લિસેસ્ટર – કારણકે હવે તો આ મામલો તમારો જ બની રહે છે– આ સર્ટીફિકેટ સાયાં છે, એ બાબત તમે શી ખાતરી રજૂ કરી શકો તેમ છો?” લિસેસ્ટરને બોલવા દેતા પહેલાં વાર્નેએ જ ઉતાવળે જવાબ આપી દીધો, અહીં હાજર રહેલા લૉર્ડ ઑફ ઑકસફર્ડ પેલા માસ્ટર એન્થની ફોસ્ટરને તથા તેમના હસ્તાક્ષરને બરાબર ઓળખે છે.” અર્લ ઑફ ઑકસફર્ડે ફોસ્ટર પાસેથી ભારે વ્યાજે ઘણી રકમ ઊછીની લીધા કરી હોવાથી તેમણે તરત જ સાક્ષી પૂરી કે, એ માણસ તવંગર અને સ્વતંત્ર મિલકતદાર* છે, એ હું ખાતરીપૂર્વક જાણું છું, તથા આ તેના જ હસ્તાક્ષર છે.” “અને વૈદના સર્ટીફિકેટ બાબત કોણ ખાતરી આપે છે? તેનું નામ અલાસ્કો છે,” રાણીએ પૂછયું. રાણીજીનો ખાસ વૈદ માસ્ટર્સ ત્યાં હાજર હતો; સેકસના સેયઝકોર્ટમાં તેને દાખલ થવા દીધો ન હતો તેથી તે સસેક્સના પક્ષવાળા તરફ છંછેડાયેલો હતો. એટલે લિએસ્ટરને ખુશ કરવાની આ તક તેણે ઝડપી લીધી અને જણાવ્યું, “મેં ઘણી વાર ડૉકટર અલાસ્કોની સલાહ લીધી છે; તે બહુ અસાધારણ જાણકારીવાળા તથા ગુપ્ત સિદ્ધિવાળા માણસ છે – જોકે, તે ધંધા તરીકે વૈદું કરતા નથી.” ત્યાં હાજર રહેલાંમાંથી અર્લ ઓફ ઇન્ટિગ્ટન * “કી-હેલ્ડર”: જૂના જમાનામાં રાજાને ભરવાનાં હોય તે સિવાય બીજા કશા કરવેરા કે સાંથ-મહેસૂલ જેને ભરવાનાં ન હોય તે. - સંપા Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રીત કિયે દુઃખ હેય” જે લિસેસ્ટરની બહેનને પરણ્યો હતો, તથા કાઉન્ટસ ઑફ રલૅન્ડ, એ બંને જણે પણ અલાસ્કોની ખૂબ પ્રશંસા કરી તથા તેની પાસેથી તેમને મળેલી તેની સહીવાળી પહોંચો ઉપરથી તેના ઇટાલિયન વળાંકના હસ્તાક્ષરનો પરિચય હોવાથી તેમણે એ લખાવટ તેની છે, એમ પણ જણાવ્યું. એટલે રાણી તરત જ બોલી ઊઠી, “માસ્ટર ટ્રેસિલિયન, હવે તે આ મામલે પતી જાય છે. અને આજે સૂતા પહેલાં બુટ્ટા સર હ્યુરોન્સર્ટ આ લગ્ન કબૂલ રાખે એવું અમે કંઈક કરી આપીશું. પણ સ્ત્રી તરીકે અમે સાચા પ્રેમના બાણથી ઘાયલ થયેલાના દરદની દયા ન ખાઈએ એમ તો બને જ નહિ, એટલે આ ઝઘડો ખામુખા ઉઠાવવાની તમે કરેલી ધૃષ્ટતા તથા તમારા આ ગંધાતા બૂટથી અમને જે તકલીફ તમે આપી છે, તે અમે દરગુજર કરીએ છીએ.” પણ ટ્રેસિલિયન રાજદરબારમાં ચલાવાતું આવું અઠંગ જુઠ્ઠાણું સહન કરી શક્યો નહિ, એટલે તે તરત આગળ વધીને અને રાણીજીનો છેડો પકડીને બોલી ઊઠયો, “આપ જો ખરાં ખ્રિસ્તી બાઈ હો, અને તાજપેશ રાણી હો, તે આપે આપનાં પ્રજાજનોને સમાનભાવે ન્યાય ચૂકવવો જોઈએ – જેવો ન્યાય છેવટે સૌને ભગવાન પાસેથી મળે એવી અપેક્ષા હોય છે– માટે આપ આ મામલો પતાવવામાં ઉતાવળ ન કરશો – હું માત્ર ચાવીસ કલાકની મહેતલ માગું છું; અને એ મુદત બાદ એવા નક્કર પુરાવાથી આપ નામદારને પુરવાર કરી આપીશ કે, આ સર્ટીફિકેટ અને પેલી કમનસીબ યુવતી એન્થની ફોસ્ટરના ઘર, કન્નર-પ્લેસમાં બીમાર પડેલી છે, એ બધું હડહડતું જુઠ્ઠાણું છે!” ચાલ, મારો છેડા છોડી દે –” રાણી તડૂકી ઊઠી; “આ મૂરખ ગાંડબાંડો થઈ ગયો છે કે શું?– પણ તારા ઝનૂનમાં એવું કંઈ પ્રગટ થઈ આવે છે, જેને નકારી શકાતું નથી. તે બોલ, ચોવીસ કલાકને અંતે તું આ યુવતીની બીમારીની વાત જૂઠી છે એમ પુરવાર નહિ કરે, તો હું શું કરશે?” “હું શિરચ્છેદ માટે મારું માથું જલ્લાદના કુહાડા નીચે ધરી દઈશ.” ટ્રેસિલિયને જવાબ આપ્યો. ધતું! ઇંગ્લૉન્ડમાં કોઈ શિરછેદ થાય તો તે અંગ્રેજી કાયદાથી ન્યાયની રીતે થયેલી સજા અનુસાર જ થઈ શકે. પણ હું કહું છું તે સમજવાની તારામાં તાકાત રહી હોય તો સાંભળ – તું જો નારી આ કોશિશમાં નિષ્ફળ જાય, તે તે શા માટે એ કોશિશ કરી હતી તેનું કશું વાજબી અને તર્કસંગત કારણ મને દર્શાવી શકીશ?” Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણભૂત સર્ટીફિકેટ ર૪૫ ટ્રેસિલિયનને તરત જ વિચાર આવ્યો કે, આ ચોવીસ કલાકના ગાળામાં જો મીનું એના પતિ વાર્ને સાથે કોઈ પ્રકારનું સમાધાન થઈ જાય, તો પછી એ બધો કિસ્સો પાછો રાણી આગળ ઉખેળવાથી એમીને કારમું નુકસાન થાય – તેના પતિ સાથે તેને કાયમને વિચ્છેદ થઈ જાય! અને એક સાચા પ્રેમી તરીકે પોતે તેને એવું નુકસાન કરવા કદી તૈયાર ન થાય. રાણીએ તેની દ્વિધા અને ચુપકીદી જોઈ એકદમ અકળાઈને પોતાનો પ્રશ્ન ફરીથી પૂછયો અને તાકીદે જવાબ માગ્યો. ટ્રેસિલિયન ખચકાતે ખચકાતે બોલ્યો, “અમુક સંજોગોમાં, તે પોતે એ શા માટે – શા આધારે કહે છે, તેનાં કારણો રજૂ કરી ન પણ શકે.” રાણી એકદમ રાજા હેનીના (તેના પિતાના) સોગંદ ખાઈને બોલી ઊઠી, આ જો સીધી બેવકૂફી ન હોય, તો કેવળ પાગલપણું જ છે. અલ્યા રેલે, આ તારા મિત્રને અહીંથી એકદમ લઈ જા, નહિ તો તેની માઠી વલે થશે. આવી વર્તણુક પાગલખાનામાં જ છાજે, રાજદરબારમાં નહિ. પણ એને યોગ્ય નિયંત્રણમાં મૂકીને જલદી પાછો આવજે. જે રૂપવતીએ આવા ડાહ્યા જુવાનના મગજને આમ બરબાદ કરી મૂક્યું છે, તે અમને જોવા મળી હોત તો કેવું સારું થાત.” સિલિયન વધુ કંઈક રાણીજીને સંબોધવા જતો હતો, પણ રેલેએ પરિસ્થિતિ સમજી જઈને તરત ધક્કાટીને તેને બ્લાઉન્ટની મદદથી બહાર લીધો. દરબાર-હૉલની બહાર લઈ ગયા પછી રેલેએ તેને અર્લ ઑફ સસેકસના રસાલાનાં માણસોને અપાવેલા ઉતારામાં લઈ જઈ, જરૂર પડે તે તેના ઉપર ચેકિયાટોનો પહેરો મૂકી દેવા બ્લાઉંટને તાકીદ કરી. કોઈ પણ સંજોગોમાં તે બહાર ન નીકળે એમ કરવા તેણે ખાસ આગ્રહ કર્યો; કારણ કે, રાણીજી એટલાં બધાં ચિડાઈ ગયાં છે કે, જે તે ફરી તેમની નજરે ચડશે, તો તેને સીધો કેદખાના ભેગો કે પાગલખાના ભેગે જ કરાવી દેશે! પણ બ્લાઉન્ટ ભાઈને તે રાણી ઉપર પોતાના પોશાકની કંઈ અસર પડી કે નહિ એ જાણવું હતું એટલે તેણે પૂછયું, “ભાઈ રેલે, પણ રાણીજીએ હું કોણ છું એમ પૂછ્યું હતું કે નહિ? તેમણે મારા ઉપર નજર તો નાખી હતી.” અરે વીસ-વીસ નજર નાખી હતી, અને મેં તેમને જણાવી પણ દીધું છે કે, તું એક બહુ બહાદુર પુરુષ છે – પણ ભગવાનને ખાતર આને અહીંથી જલદી દૂર લઈ જા.” Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હોય' અલબત્ત, ટ્રેસિલિયન પેાતાની પરિસ્થતિ સમજી ગયો હતો, એટલે તેણે લાઉન્ટને સમજાવી દીધા કે, મારા ઉપર ચાકિયાટો મૂકવાની જરૂર નથી – હું પેાતે ઉતારાની બહાર નહીં જ નીકળું. ૨૪૩ ૨૬ મનારથનું મનેારાજ્ય ૧ સિલિયનને બહાર લઈ જવામાં આવ્યો, ત્યાર પછી રાણીજીએ લૉર્ડ ઑફ લિસેસ્ટરને કહ્યું, “આવા ભણેલા-ગણેલા અને ડાહ્યા માણસનું મગજ આમ અસ્થિર થઈ ગયું એ ખરેખર કરુણ વસ્તુ છે; પરંતુ તેણે પેાતાની આ અસ્થિરતાના આ જાહેર દેખાવ કર્યો, તે તો તેણે કરેલી ફરિયાદ અને તેણે મૂકેલા આક્ષેપા નિષ્ફળ જવાના છે, એની ખાતરી થવાથી જ કર્યું લાગે છે. પણ આ વાને તમારા વફાદાર સેવક છે અને તમને ખાસે ઉપયોગી થઈ પડયો છે, એમ તમે પહેલાં પણ અમને જણાવ્યું હતું; એટલે અત્યારે જ્યારે તમારાં મહેમાન થઈ અમે તમારા ઉપર સારી પેઠે ાજ નાખેલા છે, ત્યારે અમારે વાર્નેની કંઈક કદર કરવી જોઈએ; ઉપરાંત જેમની પુત્રી સાથે તેણે લગ્ન કર્યું છે તે ડૅવાનના ભલા બુઢ્ઢા નાઈટ સર હ્યૂરોબ્સને પણ સંતેષ થાય અને તે પોતાના જમાઈને સંતાષથી આવકારે, તે માટે પણ અમે વાને ને નાઈટ-પદ આપવા ઇચ્છીએ છીએ. માટે લૉર્ડ ઑફ લિસેસ્ટર તમારી તરવાર અમને કાઢી આપેા. તરત લિસેસ્ટરે પેાતાની તરવાર પોતાના કમરપટામાંથી છેડીને, અણી આગળથી પકડી, ઘૂંટણિયે નમીને, રાણીજી સામે ધરી. (" રાણીએ તેને મ્યાનમાંથી ખેંચીને વાનેને ફરમાવ્યું, રિચાર્ડ વાને, આગળ આવા અને ઘૂંટણિયે પડો. પરમાત્માને નામે તથા સેઈન્ટ જ્યૉર્જને નામે અમે તમને નાઈટ બનાવીએ છીએ! વફાદાર બનજો, બહાદુર બનો અને યશસ્વી બનજો – ઊભા થાઓ, સર રિચાર્ડ વાને.” Page #264 -------------------------------------------------------------------------- ________________ મનારથનું મરાજ્ય ૨૪૭ વાને ઊભા થયા અને રાણીજી સમક્ષ ઘણું નીચું નમન કરી બાજુએ ખસી ગયા. “એડીનાં બકલ ચડાવવાનો અને બાકીનો બધા વિધિ તા કાલે દેવળમાં પતવીશું. પણ અમારે સર રિચાર્ડ વાર્નેને એક સાથીદાર પણ આપવા જોઈએ, જેથી અમે પક્ષપાતી ન ગણાઈએ. માટે સસેકસ તમે તમારા અનુયાયીએમાંથી કોઈનું નામ દો, જેને પણ અમે નાઈટ બનાવીએ. ” સસેકસ અત્યાર સુધી – આ ઉત્સવ-સમારંભ શરૂ થયા ત્યારથી જ – લિસેસ્ટરને મળતા આવેલા બહુમાનથી ખિન્ન થઈ ગયા હતા અને બાજુએ ઊભા હતા. તે હવે આગળ આવ્યા અને નીતિકુશળતા દાખવવાને બદલે સહજભાવે બાલ્યા, “ખાનદાન, શૌર્ય, વિદ્રત્તા અને બીજી ઘણી ઘણી લાયકાતાની દૃષ્ટિએ, તથા મારું જીવન બચાવ્યું હોવાને કારણે હું ટ્રેસિલિયનનું જ નામ નાઈટપદ માટે દઉં; પણ મને ડર છે કે, અત્યારે જે કંઈ બન્યું ત્યાર પછી ¬” ,, રાણી વચ્ચે જ બાલી ઊઠી, “તમે એટલા વિચાર કરવા રહ્યા એ બહુ સારી વાત છે; કારણકે અત્યારે જે કંઈ બન્યું છે ત્યાર પછી એ અસ્થિર મગજના માણસને અમે નાઈટ બનાવીએ તે પ્રજાજનો અમારે વિષે પણ એવું જ કંઈ ધારી લે.” “તા પછી, નામદાર, હું મારા ખાસદાર માસ્ટર નિકોલસ બ્લાઉન્ટનું નામ સાદર કરું છું; તેણે સ્કૉટલૅન્ડ તેમજ આયર્લૅન્ડમાં આપ નામદારની બહુ બહાદુરીપૂર્વક સેવા બજાવી છે, અને તેનાં નિશાન પેાતાના શરીર ઉપર તે હજુ પણ ધરાવે છે. ” રાણીએ આ બીજું નામ સાંભળીને પણ ખભા મચકોડયા. તેમને એવી આશા હતી કે સસેકસ વૅલેનું જ નામ સૂચવશે. અને સસેસની જગાએ પણ બીજો બુદ્ધિશાળી માણસ હોત, તે રાણીજીની એ ઇચ્છા સમજીને જ વર્તત. પણ પાસે ઊભેલી ડચેસ ઑફ રલૅન્ડ રાણીજીના બ્લાઉન્ટના નામ સામેન અણગમેા તરત પારખી ગઈ. એટલે રાણીજીએ ના-મનથી બ્લાઉન્ટના નાઈટપદ બક્ષવા માટે સ્વીકાર કર્યા ત્યાર બાદ તે બાલી ઊઠી, “ નામદાર, બે મેાટા ઉમરાવાને દરેકને પાતાના અનુયાયીનું નામ નાઈટ-પદ માટે સૂચવવાનું બહુમાન બક્ષવામાં આવ્યું છે; તો પછી આજે આપની તહેનાત-બાનુઓને પણ પાતા થકી એક નામ સૂચવવાનું બહુમાન બક્ષવામાં આવે. "" Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રીત કિયે દુઃખ હેય” “વાહ, હું તમે લોકોની એ માગણી નકારું, તો પછી હું સ્ત્રી શાની?” રાણી હસતાં હસતાં બોલ્યાં. તે, અહીં હાજર રહેલી બધી નમણી બાજુએ વતી આપ નામદારને વૉલ્ટર લેને નાઈટ-પદ બક્ષવા વિનંતી કરું છું. તેમનું ખાનદાન, તેમની શૂરવીરતા તથા ખાસ તે સ્ત્રીઓ પ્રત્યેનું દાક્ષિણ્ય, એ જોઈ એમને એ બહુમાન મળે, એવી વિનંતી અમે એં કરીએ છીએ.” શાબાશ, બાનુએ! તમે માગેલું વરદાન બક્ષવામાં આવે છે, અને જભા-વિનાના સ્કવાયર હવે જલ્મા-વિનાના નાઈટ બનશે. ચાલો, બંને જણ આગળ આવો.” રાણીએ ફરમાવ્યું. બ્લાઉંટ હજુ ટ્રેસિલિયનને મૂકી આવીને પાછો ફર્યો ન હતો, એટલે રેલે એકલે જ આગળ આવ્યો અને રાણીજી સમક્ષ ઘૂંટણિયે પડી તેણે તેમને હાથે નાઈટ-પદનો ઊંડા આભારપૂર્વક સ્વીકાર કર્યો. થોડી વાર બાદ બ્લાઉંટ પાછો આવ્યો એટલે સસેકસે દરબારહૉલના બારણા આગળ જ તેને નાઈટ-પદ બક્ષવાના રાણીજીના ઈરાદાની જાણ કરી, તથા તેને રાણીજી સમક્ષ તરત પહોંચી જવા સૂચવ્યું. અને બ્લાઉટનું મગજ પોતાના ભપકાદાર પોશાક અને બૂટ ઉપરનાં પીળાં ગુલાબથી ચસકી તે ગયેલું જ હતું, અને તેમાં તેને નાઈટ-પદ મળવાનું થયું છે એવું તેની જાણમાં આવ્યું એટલે એ તો પોતાના મનથી કળાયેલા મેરની પેઠે ઢળકતી ચાલે રાણીજી પાસે જવા આખો દરબારહૉલ પાર કરવા લાગ્યો. તેની એ ચાલ જોઈ, દુશ્મન-પક્ષનાં એટલે કે લિસેસ્ટરનાં માણસો તુચ્છકારભર્યું હસવા લાગ્યાં; અને મિત્ર-પક્ષનાં એટલે કે સસેકસનાં માણસે કડવાશથી ખિન્ન થઈ ગયાં. સસેકસ તો ચિડાઈ જઈને પાસે ઊભેલા મિત્રના કાનમાં બોલી ઊઠ્યા, “તારું સત્તાનાશ જાય તારું, બ્લાઉટડા; પુરુષની પેઠે અને સૈનિકની પેઠે ચાલતાં તારા બાપનું શું જાય છે?” રાણીજીએ કેવળ ના-મનથી અને પૂરેપૂરા અણગમાથી આ માણસના ખભા ઉપર વિધિ તરીકે તરવાર અડકાડવાને બદલે લગભગ પછાડી અને બ્લાઉટ ઊભો થઈને ચાલ્યો ગયો ત્યારે તેમણે ડચેસ ઑફ રિલૅન્ડને કાનમાં કહ્યું, “આ બધા ઘમંડી ઉમરાવો કરતાં વહાલી ર ન્ડ તારી પસંદગી જ બધી રીતે સર્વોત્તમ છે, અને તેને જ નાઈટ-પદ બક્ષતાં મને ખરેખર આનંદ થયો. બાકી આ વાર્નોનું શિયાળ જેવું મોં જોતાં તે બેવકૂફ અને બદમાશ જ Page #266 -------------------------------------------------------------------------- ________________ મનેાર્થનું મને રાજ્ય ૨૪૯ પુરવાર થવાના છે, એની મને ખાતરી છે; અને લૉર્ડ ઑફ સસેકસનું તા ભાન જ ગયું લાગે છે : પહેલાં તેમણે સૂચવ્યા એ ખાસે। પાગલખાનાના વતની થવા લાયક હતા અને આ બીજો જે સૂચવ્યા, તે છેક ગમાર અને બબૂચક જણાય છે. રલૅન્ડ, હું ખરું કહું છું, તે ઘૂંટણિયે પડયો હતા ત્યારે તેના ખભા ઉપર તરવાર પછાડવાને બદલે તેના તાલકા ઉપર જ એ તરવાર વાપરવાનું મને મન થઈ ગયું હતું. એ માણસ દરબારમાં આવી એની શાભા બગાડે, તે કરતાં તેને સ્કૉટલૅન્ડ કે આયર્લૅન્ડમાં જ વિદાય કરી દેવા પડશે ! ” ત્યાર પછી ભેાજન-કક્ષમાં જવાનું નિમંત્રણ આવ્યું. ત્યાંની શેાભા, ત્યાંનાં પાત્રો, અને ત્યાંની વાનીઓનું વર્ણન કરવા બેસવાને બદલે, એ બધું પત્યા પછી, અને રાણીજીને તેમના શયનકક્ષમાં પધરાવ્યા બાદ, લિસેસ્ટર થાકયોાકર્યા પોતાના સૂવાના કમરામાં આવી ગયો, ત્યાં જ આપણે પહોંચી જઈએ. લિસેસ્ટર તેના કમરામાં આવ્યા, ત્યારે રાણીએ તેના પ્રત્યે બતાવેલા ભાવ-પ્રેમથી ખૂબ ઉત્સાહમાં હતો. વાર્ને પણ પેાતાને દરબારી પોશાક બદલીને સાદા પેશાકમાં લિસેસ્ટરની શયન-કક્ષાની સેવા બજાવવા હાજર થઈ ગયા. “વાહ! સર રિચાર્ડ, તમને જે નવા હોદ્દો મળ્યા છે, તે પછી તમને આવી તહેનાત ભરવાની હીણપત ન છાજે!” “જયારે મને લાગશે કે, મારા હોદ્દાને કારણે મારે આપની તહેનાતમાંથી અળગા થવું પડે છે, ત્યારે હું મારો હોદ્દો અળગા કરીશ, પણ આપનાથી અળગા નહિ થાઉં.” “તું તો બહુ કૃતજ્ઞ માણસ છે, પણ બીજાઓની નજરે તું જેથી હેઠો પડે, એવું કામ મારે તારી પાસેથી ન લેવું જોઈએ.” પણ વાર્નેએ તેમની કપડાં વગેરેની સેવા બજાવતાં બજાવતાં જ જવાબ આપ્યા - - મ “બીજા શું ધારે છે તેની મારે શી પંચાત ? કારણકે થાડા જ વખતમાં આપની આ જાતની સેવા બજાવવા માટે, આપની કૃપાથી મને પ્રાપ્ત થયેલા હાદા કરતાં કયાંય વધુ ઉચ્ચ હાદ્દાવાળાએ પડાપડી કરતા હશે !” Page #267 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય” લિસેસ્ટરે એ વાત ચૂપ રહીને સાંભળી લીધી; પણ પરવારીને સૂવા જતા પહેલાં વાર્નેને જણાવ્યું, “આજે આખા દિવસની ધમાલથી મારી નસો હજુ ઊછળ્યા કરે છે. માટે મને ઊંઘ આવે ત્યાં સુધી પાસે જ બેસજે.” લિસેસ્ટરે પથારીમાં સૂતા બાદ પોતાનું મોં ઢંકાય તે માટે કે પછી દીવાનું અજવાળું મોં ઉપર સીધું ન આવે તે માટે પડદો ખેંચી લીધે, અને ધીમે અવાજે પૂછ્યું - “તો લોકો રાણીજીની મારા ઉપરની કૃપા બાબત એવું એવું ધારે છે કેમ?” “તેઓ જે નજરે જુએ તેને શી રીતે નકારી શકે, મારા લૉર્ડ?” “એટલે કે તેઓ એટલે સુધી ધારે છે કે, હું ધારું તે રાણી સાથે લગ્ન કરી શકે એમ છું?” “મારા લૉર્ડ, એ શબ્દો હું મારે મોંએ નથી બોલ્યા, એ યાદ રાખજો. પરંતુ આખા ઈંગ્લૅન્ડ દેશમાં સોએ નવ્વાણું માણસ એ જ શબ્દો બોલે “પરંતુ એ નવાણું પછી બાકી રહેતો સોમો માણસ નથી બોલતો, એ જ સાચો છે. દાખલા તરીકે તું જ જાણે છે કે, એ બાબત બનવા આડે કેવડું મોટું વિઘ્ન છે.” પણ નામદાર, અલાસ્કોએ આપની જન્મકુંડળી જોઈને જે કહ્યું છે, તે સાચું છે કે, આપને ચડતીને ગ્રહ તેની ચડતી ચાલુ જ રાખવાને છે; અને જે મુસીબતનો ગ્રહ છે, તે પોતાની છાયા નાખતા રહેવા છતાં છેવટે બળી જવાનો છે અથવા પાછો ખસી જવાનો છે. મુશ્કેલી છે ખરી, પણ તે આપની ઉન્નતિને રોકી શકે તેવી નથી.” “અલબત્ત, દેશ-પરદેશમાંથી બધાની એ જ ઇચ્છા છે – કોઈ તેની વિરુદ્ધમાં નથી – સ્પેન એકલાને એમ બને તેની બીક લાગે છે, પણ તે એને અટકાવી શકે તેમ નથી – સ્કૉટલૅન્ડને સત્તાધારી પક્ષ તે પિતાની સહીસલામતી માટેય એ વસ્તુ જ ઇચ્છી રહ્યો છે – ફ્રાંસ તેની વિરુદ્ધમાં નથી – જર્મની, હૉલૅન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ એ બધા જ દેશે યુરોપની સહીસલામતી માટે એ બાબત આગ્રહ જ કરી રહ્યા છે. છતાં, તું જાણે છે કે, એ વસ્તુ બનવી અશકય છે.” Page #268 -------------------------------------------------------------------------- ________________ મનારથનું મને રાજ્ય ૨૫૧ 66 “હું એમ નથી માનતા, મારા લૉર્ડ; કાઉન્ટસ ખૂબ જ બીમાર છે.” બદમાશ !” લિસેસ્ટર બેઠા થઈ, ટેબલ પાસે રહેતી તલવાર ઉઠાવીને તારા વિચાર એ હદે જાય છે? – તું એનું ખૂન તો નહિ કરી 1 બાલ્યા, નાખે?” મેં એવું શું કહ્યું છે, એટલું જ કહ્યું છે કે, “મને આપ કેવા કે શું ગણે છો, નામદાર ? કે આપ તરવાર કાઢવા તૈયાર થયા છો? મેં તે કાઉન્ટસ બીમાર છે. અને ભલે ગમે તેવાં કાઉન્ટસ હાય, – સુંદર હોય અને વહાલાં હાય – છતાં તે મર્ત્ય તે છે ને? તે મરી જઈ શકે અને આપના હાથ ફરીથી આપના પોતાના બની શકે, એવું કહેવામાં મે વધારે પડતું શું કહી નાખ્યું, વારુ? અને હું તેા બીજી રીતેય એ વસ્તુ અશકય નથી માનતા. આપનાં ફૂટડાં-મીઠડાં કાઉન્ટસ ભલે દીર્ઘજીવી રહે – પણ તે લાંબું જીવીનેય સુખી થાય અને આપને પણ સુખી થવા દે, એ બે વાત વિરોધી નથી જ. આપ તેમના જીવવા છતાં ઈંગ્લૅન્ડના રાજા થઈ શકો.” - “ અલ્યા વાર્ને, નાઈટ-પદ મળવાથી તારું ભેજું ચસકયું છે શું, – જેથી આવી બેફામ કલ્પનાઓ કર્યા કરે છે?” બીજા દેશેામાં શું આવું ગુપ્ત લગ્ન જુદા જુદા હાાનાં સ્ત્રી-પુરુષ વચ્ચે હોવું જાણ્યું નથી? – અને એવું લગ્ન પછીથી પતિને વધુ લાયક અને ફાવતી પત્ની સાથે જોડાતાં વિઘ્નરૂપ કદી નીવડતું નથી. ” “હા, જર્મનીમાં એવા કિસ્સા બનેલા મેં સાંભળ્યા છે, ખરા. "( “અને પરદેશની યુનિવર્સિટીના મેાટા મેટા પંડિતા એ જાતના રિવાજને ‘જૂના-કરાર ' ધર્મગ્રંથને આધારે પ્રમાણભૂત પણ ઠરાવે છે. અને છેવટે એમાં ખાટું શું છે? આપે સાચા પ્રેમથી પ્રેરાઈને જે સુંદર સહચી પસંદ કરી છે, તેને તમારા આરામના અને વહાલના ગુપ્ત કલાકો મળતા રહેશેજ – તેની ઇજ્જત પણ સહીસલામત રહેશે – તેના અંતરાત્મા પણ નિરાંતે ઊંઘી શકશે – આપને પરમાત્માની કૃપાથી સંતિત થશે, તે તેને માટે શાહી જોગવાઈ કરી શકાય એટલી સંપત્તિ આપની પાસે છે. દરમ્યાન આપ ઇલિઝાબેથને આપના દશ ગણા ફુરસદના સમય અને દશહજાર ગણા પ્રેમ અર્પી શકો છો. માત્ર આપે આપનું મોં બંધ રાખવાની અને આપની ભમર સીધી રાખવાની જ જરૂર છે. આપ નિરાંત આપની બંને પત્નીને દૂર દૂર અલગ જ રાખી શકો છો – હું આપની પેલી ફૂટડી ગુપ્ત સહચરી માટે Page #269 -------------------------------------------------------------------------- ________________ ર૫ર પ્રીત કિયે દુઃખ હેય” એવું ગુપ્ત પ્રેમસ્થાન ઊભું કરીશ, જેની ગંધ પણ ગમે તેવી ઈર્ષાળુ અને અદેખી રાણીને કદી નહિ જાય.” લિસેસ્ટર બધું ચૂપ રહીને સાંભળી રહ્યો, પછી નિસાસે નાખીને બેલ્યો. “ના, ના, એ બધું અશક્ય છે. પણ, ટ્રેસિલિયને આજે રાણી સમક્ષ છેક આ દેખાવ કેમ કર્યો હશે, વારુ? પોતાની પ્રેમભંગ-હૃદયભંગ દશા ઉપર રાણીજીનું સ્ત્રી-હૃદય અનુકંપા લાવે, એ માટે?” વાને તુચ્છકારભર્યું હાસ્ય દબાવી દઈને બોલ્યો, “માસ્ટર ટ્રેસિલિયનના માથામાં એવી કશી ક૯૫ના હોય એમ હું માનતો નથી.” એટલે? તારા કટાક્ષભર્યા હાસ્યમાં કંઈક હરામખેરી છુપાઈ હોય એમ લાગે છે.” “મારા કહેવાનો અર્થ એટલો જ હતો કે, માસ્ટર ટ્રેસિલિયને હૃદય-ભંગ ન થવાય તે માટે ચોક્કસ ઉપાય લઈ લીધો છે. તેમના કમરામાં આજે તેમણે એક સહચરી-પ્રેમિકા કોઈ નટ-ખેલાડીની પત્ની કે બહેનને ઘાલી છે. મેં એમને મારાં કેટલાંક ખાસ કારણોને લીધે મેરવિન-ટાવરના કમરામાં જ ઉતારો આપ્યો છે, એટલે મને ખબર પડી ગઈ છે.” “પ્રેમિકા! - રડી, એમ નું કહેવા માગે છે?” હા, નામદાર; નહિ તે બીજી કઈ સારી સ્ત્રી કલાકો સુધી કોઈ એકલા ગૃહસ્થના કમરામાં રહે?” વાહ, આ તો પોગ્ય સમયે અને યોગ્ય સ્થળે કહી બતાવવા જેવી વાત હાથમાં આવી. મને એ બધા ચોપડી-ચુંબક, ઢોંગી અને ચારિત્રયવાન કહેવાતા પંડિત ઉપર પહેલેથી જ અવિશ્વાસ છે. પણ માસ્ટર ટ્રેસિલિયન મારા મકાનમાં આવું કરે, એ બધું વધારે પડતું કહેવાય. હું એ બીના દેખીન દેખી કરું, તે તેણે એટલા પૂરતા મારા ણ તળે દબાયેલા રહી, કેટલીક યાદદાસ્તો ભૂલવી પડશે. મારે બને ત્યાં સુધી એને કંઈ નુકસાન પહોંચાડવું નથી, પણ તેના ઉપર બરાબર નજર રાખતે રહેજે, વાર્ને.” મેં એટલા માટે જ એને મેરવિન ટાવરમાં ઉતારો આપ્યો છે, જ્યાં તે મારો સાવધાન – જોકે તે દારૂડિયો પણ ન હોત તો કેવું સારું- નોકર માઇકેલ લેમ્બોર્ન તેની બધી હિલચાલ ઉપર નજર રાખી રહ્યો છે. મેં એ નોકર બાબત આપ સરકારને પહેલાં વાત કરી હતી.” “સરકાર! તે એવું સંબોધન મને શા ઇરાદાથી કર્યું વારુ?” Page #270 -------------------------------------------------------------------------- ________________ ગાંડી પત્નીને પતિ ૨૫૩ “નામદાર, એ મારે મોઢે અજાણમાં જ આવી ગયું – છતાં એ એટલું બધું સ્વાભાવિક લાગે છે કે, હું તે પાછું ખેંચી લેવાનું નથી.” “તને આજે નાઈટ-પદ મળ્યું તેથી તારું મગજ ફરી ગયું લાગે છે.” લિસેસ્ટર હસતા હસતા બોલ્યો; “નવાં મળેલાં માન-પ્રતિષ્ઠા નવા દારૂની પેઠે 'ઝટ મગજે ચડી જાય છે.” “આપ નામદારને એ વાત સ્વાનુભવથી જ બોલવાની આવે. એવી મારી શુભેચ્છા છે, નામદાર.” એટલું કહી વાને પોતાના માલિકને ગૂડ-નાઈટ વાંછી ત્યાંથી વિદાય થયો. ૨૭ ગાંડી પત્નીને પતિ હવે આપણે મેરવિન ટાવર તરફ પાછા ફરીએ, જ્યાંના કમરામ – અથવા કહો કે બંદીવાસમાં – આપણે કમનસીબ કાઉન્ટસ ઑફ લિસેસ્ટરને મૂકી આવ્યા છીએ. લિસેસ્ટરને પહોંચાડવા કાગળ લઈને તેણે વેલૅન્ડને મોકલ્યો, ત્યાર પછી થોડો વખત તો તેણે પોતાની અધીરાઈ અને અનિશ્ચિતતાની લાગણીને નિયંત્રણમાં રાખી. કારણકે, તે સમજતી હતી કે, પોતાને કાગળ મળશે તે પણ રાણીજીની તહેનાતમાંથી ઝટ તેના પતિથી છૂટા નહિ થઈ શકાય. જોકે તે એમ પણ માનતી હતી કે, તે પોતે આવી છે એવી ખબર પડતાં તેને પ્રિય પતિ ગમે તેમ કરીને પણ તરત દોડી આવશે! છતાં તેણે રાત પડતાં સુધી પોતાના પ્રિય લિસેસ્ટરને અપરાધી ન ગણવાને ઉદાર નિરધાર કર્યો. પરંતુ, પાસે થઈને જતું-આવતું કોઈનું પણ પગલું રાંભળાય કે એ પગલું ઉતાવળે આવતા પોતાના પ્રિય પતિનું જ છે, એમ તે માની લેતી. છતાં ધીમે ધીમે છેવટના તેના શરીરે વેઠેલો થાક, અને તેના મને વેઠેલો Page #271 -------------------------------------------------------------------------- ________________ ર૫૪ પ્રીત કિયે દુખ હોય' ત્રાસ તેના જ્ઞાનતંતુઓ ઉપર ચડી વાગવા લાગ્યા, અને તેણે અત્યાર સુધી જાત ઉપર રાખેલું નિયંત્રણ હવે તૂટી પડવા લાગ્યું. તે અંદરખાનેથી સમજતી હતી કે, અત્યારે જાત ઉપર ઘણો ઘણો કાબૂ રાખવાની – પોતાનાં શરીર અને મનને દૃઢ રાખવાની – ઘણી જરૂર છે; છતાં વખત વીતતો ગયો, તેમ તેમ તે ભાગી પડવા લાગી. પછી તો રાણીજી દરવાજે પધાર્યા તે વખતે થયેલો શોરબકોર, તથા ફૂટેલું દારૂખાનું એ બધું તેના સાંભળવા-જોવામાં આવ્યાં. પણ તે બધું તેના મગજમાં વાગતું હોય એમ તેને લાગવા માંડયું. કારણકે, એક જ વિચાર તેના મનમાં હવે પ્રબળ બની ગયો કે, આ બધું તેનું છે અને તેની હાજરીમાં જ થવું જોઈતું હતું – રાણીજીનો સત્કાર આ કેનિલવ-ગઢની અધ્યક્ષા તરીકે તેને હાથે જ થવો જોઈએ – છતાં તેને શા માટે આમ અંધાર-કોટડીમાં એકલી પુરાઈ રહેવું પડે છે? પછી તો રાત આગળ વધતી ગઈ, અને ઉત્સવ-સમારંભનો બધો શોરબકોર શમતો ગયો. લિસેસ્ટર હવે તો ગમે તે ક્ષણે દોડતો અને માફી માગતો તથા પોતાના ઉપર અઢળક પ્રેમ વરસાવતે અહીં આવી પહોંચશે, એમ તેને લાગવા માંડ્યું. પણ પછી જેમ જેમ મોડું થતું ગયું, તેમ તેમ તે નિરાશ થવા લાગી અને હવે તો લિસેસ્ટરને બદલે બીજો કોઈ આ કમરામાં ઘૂસી આવે તેને જ ડર ધીમે ધીમે તેને સતાવવા લાગ્યો. કારણકે, આ કમરાની કળ તેણે અંદરથી ચડાવેલી હોવા છતાં, ટ્રેસિલિયન બહારથી તેને ઉઘાડી શક્યો હતેને ? છતાં કમરામાં ટેબલ એ બારણાની આડે મૂકવા સિવાય બીજું શું વધુ થઈ શકે તેમ હતું? ડરના માર્યા તેણે એટલું તે તત્કાળ કરી લીધું જેથી કદાચ અજાણતાં ઊંઘ આવી જાય, તોપણ ટેબલ ખસવાના અવાજથી સાબદા થઈ જવાય! અને ખરેખર ધીમે ધીમે તે ઝોકાંએ ચડી જ ગઈ. પછી તેને સ્વપ્ન આવ્યું – જાણે તે કમ્નર-પ્લેસમાં તેની જૂની જગાએ છે; – લિસેસ્ટરના આવવાને વખત થયો છે અને આંગણામાં તેની ટેવ મુજબ તેની સંકેતની ઝીણી સીટી કયારે સંભળાય તેની તે ટાંપીને રાહ જોઈ રહી છે. પણ આ શું? સીટીને બદલે આ રણશિંગું કેમ સંભળાયું? અને તે પણ તેના પિતાને ત્યાં શિકાર જ્યારે મરીને પડે ત્યારે વગાડાતું એવું – મરણનળનું? તે જાણે આંગણામાં Page #272 -------------------------------------------------------------------------- ________________ ગાંડી પત્નીને પત ખૂલતી બારીએ દોડી ગઈ, તે પોતાના પિતાના બુઠ્ઠા પાદરી-મિત્ર સ્મશાનપ્રાર્થના ઉચ્ચારતા હતા. ભલા મુંબ્લેઝન જૂના વખતના ચારણી પોશાકમાં હાથમાં મુદ્રા-ચિહનોવાળી ઢાલ પકડી રહ્યા હતા, જોકે તે ચિહને અત્યારે તેને ખોપરી અને ચોકડી પાડીને ગોઠવેલાં હાડકાં જેવાં જ દેખાયાં; પણ એ બધા ઉપર અર્લને મુગટ હતો! – એમી ગભરાઈને એકદમ જાગી ગઈ. અને ખરે જ તે વખતે પ્રાત:કાળ થયાનું રણશિંગું બહાર ફેંકાતું હતું! પણ તે રણશિંગું મરણ-કાળના શોકના સૂર નહોતું રેલાવતું – તે તો નવા દિવસના આનંદ-સમારંભની શરૂઆત શિકાર-પાર્ટીથી થવાની હતી, એને માટે સૌને તૈયાર થવાની જાહેરાત કરતું હતું. એમીનું હૃદય બેસી જવા લાગ્યું – “બીજો દિવસ થયો, અને હવે તો મારો કાગળ તેમને મળી ગયો હશે. પણ રાણી એમનાં મહેમાન થયાં છે, એટલે હું અહીં આવી છે એ જાણવા છતાં મારી ખબર પૂછવા આવવા જેટલીય દરકાર તેમને છે?” પણ એટલામાં એના કમરાનું બારણું બહારથી કોઈ ધીમે રહીને ધકેલતું હોય એવો અવાજ આવ્યો. તરત જ તે બારણા પાસે દોડી અને પોતે તેની આગળ ગોઠવેલી આડ તેણે ખસેડી નાખી, તથા બારણાની કળ ઉઘાડતાં ઉઘાડતાં તેણે પૂછયું, “પ્રિય, તમે જ છોને?” “હા મારી કાઉટેસ,” એવો ધીમેથી જવાબ આવ્યો. કાઉંટેસે તરત બારણું ખોલી નાખ્યું અને બારણામાં ઊભેલાના ગળામાં હાથ નાખીને કહ્યું, “લિસેસ્ટર!” ના, ખાસ લિસેસ્ટર તો નથી,” માઇકેલ લૅમ્બો કાઉન્ટેસના આલિગનને એટલો જ જુસ્સાથી જવાબ આપતાં કહ્યું, - “ખાસ લિસેસ્ટર તો નહિ, પણ મારી વહાલી ડચેસ, એટલો જ સારો માણસ છું.” કાઉન્ટસ વાઘણના જોરથી એકદમ ઝટકો મારીને તેની બાથમાંથી છૂટી થઈ ગઈ અને પોતાના કમરામાં પાછી હઠી ગઈ. પણ પેલો અંદર પેઠો તે વખતે એના જભાનો ઉપરનો ગળા-પટ્ટો નીચે સરક્યો એટલે કાઉન્ટસ તરત તેને વાર્નેના લફંગા નેકર તરીકે ઓળખી ગઈ. પણ અત્યારે પોતે નાસીને અહીં આવી છે, તે વસ્તુ વાને અને તેના આ નોકરથી જ તેને છુપાવવાની જરૂર હતી – નહિ તો બદમાશ વાને તેને પાછો ક્યાંય અલોપ : Page #273 -------------------------------------------------------------------------- ________________ ર૫૬ પ્રીત કિયે દુખ હોય” કરી છે. જોકે, અત્યારે કાઉન્ટેસ પોતાના મુસાફરીના પોશાકમાં આખે શરીરે અને અર્ધા માં અને અર્ધા કપાળ સુધી બરાબર ઢંકાયેલી હતી, તેમજ હૉમ્બૉર્નને કદી કન્નર-પ્લેસમાં તેની રૂબરૂમાં આવવાનું બન્યું ન હોવાથી – અને તે આંગણામાં થઈને જ આવતો હોય ત્યારે જેનેટે તેને વાર્નેના બદમાશ નવા નોકર તરીકે ઓળખાવીને બતાવ્યો હોવાથી – તે પોતે તેને બરાબર ઓળખતી હોવા છતાં લેમ્બોર્ન તેને ઓળખતો હોય એવો સંભવ ન હતો. ઉપરાંત લૅમ્બૉર્ન અત્યારે છેક જ પીધેલ હાલતમાં હતો એટલેય તેને કોઈ વાર જોઈ હોય તો પણ આભાસથીય તેને ઓળખી કાઢે તેમ ન હતું. છતાં ત્યારે એ સ્થિતિમાં પેલો તેને સામાન્ય સ્ત્રી ધારીને બળાત્કાર કરી બેસે એવો સંભવ પણ વિશેષ હતો. અને તેમજ થયું. લૅમ્બોને ઝટપટ પોતાના જન્મ બાજુએ મૂકી, બારણાને ધક્કો મારી બંધ કરી દીધું અને સીધે તે ઍમી ઉપર લપકડ્યો. કાઉન્ટસે ચીસાચીસ પાડવા માંડી અને તેની બાથમાંથી છૂટવાનો ઝનૂની પ્રયાસ કર્યો. પણ કામાવેશમાં આવેલો પેલો દારૂડિયો પણ ભાન ભૂલીને તેને જેર કરવા પ્રયત્ન કરવા માંડયો. પણ એ ચીસાચીસ સાંભળીને મેરવિન ટાવરનો દારગો લૉરેન્સ સ્ટેપલ્સ, જે પણ લૅમ્બૉર્ન સાથે દારૂ પીને મસ્ત હાલતમાં જ હતો, તે ત્યાં પોતાની જંગી ચાવીઓ સાથે દોડી આવ્યો. તેને દારૂની મસ્તીમાં એટલું જ દેખાયું કે, સ્ત્રી-કેદી અને પુરુષ-કેદી એક જ કોટડીમાં ભેગાં થઈ ગયાં છે. એટલે તે તરત વચ્ચે કૂદી પડ્યો અને બોલવા લાગ્યો, “આ શો જુલમ? મારા જેલખાનામાં પુરુષ-કેદી સ્ત્રી-કેદીની કોટડીમાં ઘૂસી જાય એમ? કદી એવું બન્યું છે ખરું? મારી હકૂમત હેઠળ હું આવું કદી નહિ બનવા દઉં.” લૅમ્બૉર્ન તેને ઓળખી તરત બોલી ઊઠ્યો, “અલ્યા એય દારૂડિયા, જોતો નથી કે હું અને આ બાનુ ખાનગી મુલાકાતમાં છીએ? જા ભાગ નીચે !” “ઓ ભલા મહેરબાન !” કાઉન્ટેસ દારોગાને સંબોધીને ચીસ પાડવા લાગી, “મને આના હાથમાંથી બચાવો, ભગવાનને ખાતર!” એ સ્ત્રી-કેદી ખરી વાત કહે છે,” દારોગાસાહેબ વદ્યા, મારે એની વહારે ધાવાની હાકલ સાંભળવી જ રહી. હું મારાં કેદીઓને મારાં બાળકો જેવાં જ ગણતે આવ્યો છું. ભલભલી મોટી રાજશાહી જેલોની જેમ જ Page #274 -------------------------------------------------------------------------- ________________ ગાંડી પત્નીના પતિ ૨૫૭ મારી હકૂમતની જેલમાં કાયદો અને વ્યવસ્થા બરાબર પળાવાં જ જોઈએ. આ સ્રી-કેદી મારા ઘેટાનું બચ્ચું ગણાય; મારા ઉપર મારા વાડામાં કોઈ હિંસ પશુને હું ત્રાટકવા નહીં દઉં. માટે, ચાલ છોડી દે એને, નહિ તો મારી આ ચાવીઓ તારા માથામાં પછાડી તારું ટાલકું તેડી નાખીશ.” અને એમ કહીને તેણે લેંમ્બૉર્નના માથા ઉપર કૂંચીએ ઝાપટી જ દીધી. ચૅમ્બૉર્ન પણ ભાનભૂલા જ બની ગયા હતા; એટલે તેણે એક હાથે કાઉન્ટેસને પકડી રાખીને બીજા હાથે કમરેથી કટાર ખેંચી. પણ લૉરેન્સે તેને એ હાથ ઊંચા કરી દીધા. ૉમ્બૉર્ન પેાતાના હાથ તેના પંજામાંથી છોડાવવા ગયા, એટલામાં કાઉન્ટસ તેના બીજા હાથમાંથી ઝટકો મારીને છૂટી થઈ ગઈ – તે વખતે તેના હાથનું મેાજું લૅમ્બૉર્નના હાથમાં રહી ગયું. કાઉન્ટસ બારણું ઉઘાડી સડસડાટ દાદર ઊતરી ગઈ. પાસે જ પેલી બગીચાવાળી આરામ-ગાહ - અને તેના શિલ્પ-મંડપેા આવેલાં હતાં; તેમાં કયાંક છુપાઈ જવાને ઈરાદે તે પેસી ગઈ. દરમ્યાન લૉરેન્સ અને લૅમ્બૉર્ન બાથંબાથા આવી ગયા, અને જાન ઉપર આવીને એકબીજાને માત કરવા કોશિશ કરવા લાગ્યા. બંને દારૂ પીને ભાનભૂલા થયા હતા છતાં કોઈને પોતપોતાની કટાર ખેંચવાની સદ્ભાગ્યે તક મળી નહિ. અલબત્ત, લૉરેન્સને પેાતાની વજનદાર કૂંચી ૉમ્બૉર્નના મેમાં ઉપર ઝાપટવાની ખૂબ તકો મળી હતી. પણ છેવટે માઇકેલના હાથમાં તેનું ગળું આવી જતાં તેણે એટલા જોરથી દબાવ્યું કે, લૉરેન્સના માં અને નાકમાંથી લેાહી નીકળવા લાગ્યું. પણ એટલામાં પાસે થઈને જતા એક ઘર-કારભારી અફસરના સાંભળવામાં આ ધમાલ આવતાં તે ઉપર આવ્યો. તેણે બંનેને જોર કરીને છૂટા પાડયા અને રાણીજી ગઢમાં હોય તે વખતે આવી મારામારી કરી લેાહીલુહાણ થવા બદલ ખૂબ અડાવ્યા. લૅમ્બૉર્ન બાલ્યું, “અમે તે! એક ફૂટડી માટે થોડું ઝઘડતા હતા, એટલું જ. ’ ,, “કઈ ફૂટડી ? અહીં તે! તમે બે બૂડિયાઓ વિન ત્રીજું કંઈ જ નથી ! પેલા ઘર-કારભારી અફસરે કહ્યું. પ્રિ૦-૧૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પ્રીત કિયે દુઃખ હેય” “હૈ? નાસી ગઈ? આ બદમાશ લૉરેન્સ તેને ગળી ગયો લાગે છે! હમણાં તે અહીં મારા હાથમાં જ હતી. રાજા આર્થરના વખતથી એના જેવા રાક્ષસો પોતાના કબજામાં આવેલાં અનાથ બાળકો અને સુંદરીઓને ખાઈ જતા આવ્યા છે.” “ઊભો રહે, બેટા, તને હું બરાબર મજા ચખાડું છું,” લૉરેન્સ જમીન ઉપરથી ઊઠતો ઊઠતો બોલ્યો અને સીધા લૅમ્બૉર્ન ઉપર લપકડ્યો. “ખબરદાર !” પેલા અફસરે કહ્યું, “માસ્ટર વાનેં હમણાં જ આ આંગણામાં થઈને ગયા; એમને બોલાવું છું અને તમને તોફાનીઓને સાંકળો નંખાવું છું.” “હું? વાને અહીં થઈને ગયા? તો તે મારે સાબદા થઈ જવું જોઈએ.” એટલું બોલી લેમ્બોર્ન તરત પાસે પડેલો પાણીનો કૂજો ઉઠાવી મેં ઉપર છંટકારવા લાગ્યો. “અલ્યા, તેં એને મોં ઉપર શું કર્યું છે? એનું મેં કેવું સૂજી ગયું છે, તે તો જો!” અફસરે દારોગાને પૂછયું. “મારી આ ચાવીઓથી જ તેનું માં છુંદી નાખ્યું છે, વળી. મારા કેદીઓ તે મારાં રત્ન જેવાં છે; તેમને હું દાબડામાં બરાબર સુરક્ષિત રાખું છું. માટે બાન, હવે ચીસાચીસ કરવાની જરૂર નથી - પણ હે! તે ક્યાં ગઈ? હમણાં અહીં હતી ને?” “અલ્યા, તમે બંને રાતે ખૂબ ઢીંચીને અત્યારે ભાનભૂલા બની ગયા લાગો છો; અહીં તે હું આવ્યો ત્યારથી કોઈ હતું જ નહિ!” “તે તો જરૂર ભાગી ગઈ! ધાજો, ધાજો, કેનિલવઈ ગઢનું જેલખાનું તૂટયું ! – કેદીઓ ભાગ્યા! લૉરેન્સ દારોગાના હાથમાંથી કેદીઓ નાઠા, પકડ, પકડો !” એમ બૂમ મારી તે બહાર દોડવા જતો હતો, તેને પેલા અફસરે ધક્કાટીને નીચે લાવી તેના કમરામાં તેની પથારીમાં પટકયો અને સુવાડી દીધો. થોડાં તરફડિયાં માર્યા પછી તે ચુપ થઈ ગયો અને ઘેરવા લાગ્યો. ઍમી લેમ્બોર્નના હાથમાંથી છટકીને સીધી આરામગાહ તરફ જ દોડી ગઈ હતી. તેમાં આગળ વધતી વધતી છેવટે તે છેડે આવેલા કુવારા પાછળ જઈને ભરાઈ ગઈ. Page #276 -------------------------------------------------------------------------- ________________ ગાંડી પત્નીને પતિ ૨૫૯ તે દિવસે વહેલી સવારે રાણીજીના મનોરંજન માટે શિકાર-પાર્ટી ગોઠવવામાં આવી હતી. રાણી શિકાર-પાર્ટી માટેને પોશાક પહેરી, તૈયાર થઈ જેવી કમરા બહાર નીકળી કે લિસેસ્ટર તહેનાતમાં હાજર થઈ ગયો. પછી શિકાર માટે નીકળવાની બધી તૈયારી થઈ જાય ત્યાં સુધી આરામગાહવાળા બગીચા તરફ તેને ફરવા માટે તે લઈ ગયો. રાણીજીની તહેનાતબાનુ સમજીને, પાછળ થોડે દૂર ચાલવા લાગી. રાણી અને લિએસ્ટર વચ્ચે તે વખતે શી વાતચીત થઈ, તેને કશે આંખે દેખ્યો કે કાને સાંભળ્યો અહેવાલ તો આપણને મળ્યો નથી, પરંતુ દૂરથી પણ નજર કરી રહેલા દરબારીઓ અને તહેનાતબાનુઓને લાગ્યા વિના ન રહ્યું કે, ઇલિઝાબેથ અત્યારે રાણી તરીકેની બધી અક્કડતા છોડી, પ્રેમિકા જેવી ભાવ-પ્રેમથી ઊભરાતી એક સ્ત્રી જ બની ગઈ હતી. તેની નજર જમીન તરફ વધારે ઢળી જતી, અને તેનું મોં મધુર લાગણીઓથી વારંવાર ઊભરાઈ જતું દેખાતું હતું. વસ્તુતાએ પણ બંને જણે આમ એકાંતમાં પોતપોતાના મનના ભાવ વ્યકત કરી દીધા હતા. લિસેસ્ટરની ભાષા છેવટે પ્રેમની ભાષા જ બની ગઈ; અને જુવાન પ્રેમીઓની જેમ જ બંનેનાં હૃદય એકદમ ભાવ-હિલોળે ચડી ગયાં. પણ પુરુષ ગમે તેટલો ઉતાવળો થાય કે ભાન ભૂલે, પણ સ્ત્રી એકદમ ભાન ભૂલી બેસતી નથી. કુદરતી રીતે જ તેને સાવધાન રહેવું પડે છે અને ઘણી બાબતોનો વિચાર કરવો પડે છે. એટલે છેવટે રાણી જ પ્રેમ-મહાસાગરમાં ગોતું લગાવતા પહેલાં સાબદી થઈ ગઈ. તે બોલી, “ના, ના, ગલી, હું મારાં પ્રજાજનોની મા છું. બીજી હલકી કક્ષાની કુંવારિકાને જે બંધ કે સંબંધ કૃતાર્થ કરી મૂકે, તે એક સમ્રાજ્ઞીને માટે ખુલ્લા નથી - ના, લિએસ્ટર, આગળ ન બોલશો – હું બીજાઓની જેમ મારું પિતાનું સુખ જ વિચારી શકતી હતી, તો તો એમ બનત – પણ મારાથી એમ ન થઈ શકે – મહેરબાની કરીને શિકાર થોડો વખત મુલતવી રાખો – માત્ર અર્ધો કલાક જ – અને મારી પાસેથી તમે અળગા થઈ જાઓ - મને એકલીને સ્વસ્થ થવા દો – મને આગળ ન ખેંચે –” “હું દૂર થઈ જાઉં? મેં ગાંડપણમાં આવી જઈ, તમને ખોટું તે લગાડ્યું નથીને ?” Page #277 -------------------------------------------------------------------------- ________________ જિક પ્રીત કિયે સુખ હોય' " “ના, લિસેસ્ટર, ના, – પણ એ બધું ગાંડપણ જ કહેવાય – અને ફરી એ વાત મોંએ ન લાવશો – જાઓ – પણ પાસે જ રહેજો – દરમ્યાન કોઈ આ તરફ ન આવે –” ડલ્લી તરત જ નીચો નમી. જરા ખિન્ન મુખે ત્યાંથી પાછો ફર્યો. રાણી તેને પડેલે મોંએ જતો જોઈ રહી; પણ પછી મન સાથે ગણગણી – “એ શક્ય હોત તો કેવું!– પણ ના, ના, ઇલિઝાબેથ ઈંગ્લેન્ડની જ પ્રેમિકા અને માતા બનશે, બીજા કોઈની નહિ.” પણ પછી કોઈનાં પગલાં એ તરફ આવતાં સાંભળી, તે આરામગાહમાં અંદર ઊંડે ચાલી ગઈ – જયાં લિસેસ્ટર સાથેના પ્રેમમાં સફળ નીવડેલી તેની હરીફ નિરાધાર અવસ્થામાં છુપાયેલી હતી. - રાણીની નજર એની ઉપર પડી. પણ ફુવારાની કિનાર ઉપર તે એવી ચૂપ તથા સ્થિર થઈને બેઠી હતી કે, પહેલાં તે રાણીએ તેને કોઈ ઇટાલિયન શિલ્પીએ કોતરેલું પૂતળું જ માની લીધી. તેણે મેં હાથ વગેરે જોવા માટે ઉપરને જન્મે ઉતારી નાખ્યો હતો. અંદર તે તેણે વેલેન્ટે લાવી આપેલે નટખેલાડીની મંડળીની સ્ત્રીને વેશ જ પહેરેલો હતો. તેની ઘરેણાંની કાસ્કેટ જેને કપડાં તળે છેક અંદર છુપાવેલી હતી, તે તેણે અત્યારે બહાર કાઢી હતી; જેથી કોઈને મદદના બદલામાં કશું ઝટ આપી શકાય. પાસે આવતો ગણીનાં પગલાં સાંભળી કોણ આવે છે અને મદદ માટે ચીસ પાડવી કે નહિ તેના વિચારમાં સ્થિર થઈને તે થોડી વાર બેસી રહી; પણ એક સ્ત્રીને જ આવતી જોઈને અને પછી તો તેની રાજશાહી કૃતિપિશાક-અદા જોઈને તરત તે સમજી ગઈ કે, એ રાણી ઇલિઝાબેથ પોતે જ છે. ઇલિઝાબેથ ઍમીને કાસ્કેટ હાથમાં લઈ ઊભી થઈ જતી જોઈને તરત સમજી ગઈ કે એ કોઈ પૂતળું નથી પણ જીવતી સ્ત્રી છે તથા તેના પહેરવેશ ઉપરથી તે એટલું પામી ગઈ કે, ત્યાં આવેલી નટ-મંડળીઓમાંની કોઈ નટી છે. આ ગઢમાં જુદે જુદે સ્થળે રાણીને આવકાર આપવા જુદાં જુદાં દેવદેવીની યથોચિત ગોઠવણી કરી રાખેલી હતી, એટલે અહીં પણ આ આરામગાહને લગતા કોઈ પાત્રની ગોઠવણી હશે, એમ તેણે માની લીધું. પણ પોતાને એકલી અચાનક અહીં આવેલી જોઈ, પેલી પોતાને બોલવાનું ભૂલી ગઈ છે, એમ માની, માયાળુતાથી, રાણીએ એને સંબોધીને કહ્યું, “આરામગાહની Page #278 -------------------------------------------------------------------------- ________________ ગાંડી પત્નીને પતિ વનદેવતા, કેમ ડરની મારી આભી થઈ ગઈ છે? અમે જયાં હોઈએ ત્યાં ડરને સ્થાન હોય નહિ; માટે અમે હુકમ કરીએ છીએ કે, તારે જે બોલવાનું છે તે બોલી નાખ.” પણ કશા પાત્રનું વક્તવ્ય બલવાને બદલે, મી તે રાણીજી સમક્ષ ઘૂંટણિયે જ પડી ગઈ. પોતાના હાથમાંથી તેણે પોતાની કાસ્કેટ નીચે પડી જવા દીધી; પછી બંને પંજ જોડી રાણીજી સામે ભય અને આજીજીભરી આંખોએ જોતી જોતી તે ચૂપચૂપ જ નીચે બેસી પડી, રાણીએ તેને કહ્યું, “આને શો અર્થ છે, સુંદરી? ઊભી થા, તારે શું જોઈએ છે?” “આપ નામદારનું સંરક્ષણ!” પેલી અભાગણી થોથવાતે અવાજે બોલી. ઇંગ્લેન્ડ દેશની દરેક પુત્રીને, જો તે લાયક હોય તો તેને અમારા તરફથી પૂરેપૂરું રક્ષણ મળશે જ. બોલ, તારે કઈ જાતનું રક્ષણ જોઈએ છે?” એમી બિચારી શું બોલવું તે એકદમ નક્કી કરી શકી નહિ. પોતાના પતિ લિસેસ્ટરની આજ્ઞા હતી કે, તેમની પરવાનગી વગર એણે પોતાના એની સાથેના લગ્નની વાત બહાર પાડવાની નથી; એટલે તેમને કશું જોખમ ન આવે તે રીતે પોતાની વાત શી રીતે કહેવી એ તે નક્કી કરી શકી નહિ, તે તો પ્રથમ પોતાના પતિને જ મળવા માગતી હતી અને તેને બધી વાત કરીને તે કહે તે પ્રમાણે વર્તવા માગતી હતી. પણ અહીં તો પ્રથમ રાણીજી જ મળ્યાં એટલે તે ગૂંચવાઈ ગઈ. આ શી વાત છે, છોકરી ? દરદીએ પોતાનું દરદ વૈદ્યને પોતે જ કહી બતાવવું જોઈએ; ઉપરાંત અમને પ્રત્યુત્તર મળ્યા વિના સવાલો પૂછવાની * ટેવ નથી.” એક જણ – વાર્તે – પાસેથી રક્ષણ માગું છું.” કયો વાર્ને? સર રિચાર્ડ વાર્ને? – લૉર્ડ લિસેસ્ટરને સેવક છે તે? તે તારો શું થાય છે કે હું તેની શું થાય છે, વારુ?” હું તેની કેદી હતી; અને તેણે મારે જીવ લેવા કોશિશ કરી એટલે હું નાસી છૂટીને ” : “મારું સંરક્ષણ માગવા આવી છે, ખરુંને? તને જરૂર સંરક્ષણ મળશે જ – અલબત્ત, તું તેને લાયક હોઈશ તો. કારણકે, અમારી પાસે એ ફરિયાદ બીજી રીતે આવી છે – તું લિકૉટ-હોલના સર હૂ રોબ્સર્ટની પુત્રી થાયને?” Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર પ્રીત કિયે દુઃખ હેય' મને માફ કરો – માફ કરો – દયાળુ રાણીજી!” પણ ગાંડી હું શી બાબતની તને માફી આપું? તારા પિતાની તું પુત્રી છે એ કંઈ કશો અપરાધ છે? પણ તું ગાભરી થઈ ગઈ લાગે છે, એટલે મારે જ બધી વાત તારી પાસેથી રજ રજ કરીને કઢાવવી પડશે. તું તારા બુઢ્ઢા અને આદરણીય બાપને છેતરીને નાસી ગઈ હતી, ખરુને – તારી આંખે જ એ કબૂલ કરી દે છે – તે માસ્ટર ટ્રેસિલિયનને દગો દીધો, ખરું ને?– તારા શરમના શેરડા જ પુરવાર કરે છે - અને પછી હું આ વાનેને પરણી, ખરુંને?” ઍમી એકદમ વાઘણની પેઠે છલંગ મારીને ઊભી થઈ ગઈ, અને રાણીજીને બોલતાં ભાવીને બોલી ઊઠી, “ના, મૅડમ, ના! ભગવાન ઉપર જુએ છે, હું આપ મને ધારો છો તેવી છેક હલકટ નથી. હું એ તુચ્છ ગુલામની પત્ની નથી – એ તો દુષ્ટ બદમાશ માણસ છે! એને પરણવા પહેલાં હું મૃત્યુ સાથે જ લગ્ન કરવા તૈયાર થાઉં!” “વાહ, જ્યારે તારી મરજી થાય ત્યારે તું બરાબર ઉતાવળે અને ઊંચે સાદે બોલી શકે છે. તો પછી મારે જાણવું જ પડશે કે તું કોની પત્ની કે કોની પ્રેમિકા છે? સાચેસાચું બોલી નાખ – યાદ રાખજે કે ઇલિઝાબેથ સાથે રમત રમવા કરતાં સિંહણ સાથે રમત રમવી વધુ સહેલી છે.” રાણીની તાકીદ અને ગુસ્સો જોયા પછી બિચારી એમીને કંઈક જવાબ આપવો જ પડ્યો : તેણે હતાશાભર્યા સૂરે કહ્યું, “અલ ઑફ લિસેસ્ટર બધું જાણે છે.” અ ઑફ લિસેસ્ટર !” રાણી આભાં થઈને બોલી ઊઠ્યાં; “છોકરી, અર્ક ઑફ લિસેસ્ટરને ગળે પડવા જાય છે? એ તારા જેવી રખડતીઓને સંઘરે તેવા નથી. તને એમના ઉપર ગંદકીના છાંટા ઉરાડવા માટે કોઈએ – તેમના દુશમને - તૈયાર કરી લાગે છે – ઈંગ્લેન્ડના સૌથી વધુ સાચા હૃદયના ઉમરાવની આવી બદનામી કરવાની તારી હિંમત? પણ તે અમારા જમણા હાથ જેવા વિશ્વાસુ તથા તેથીય વધુ અમારા પ્રિયજન હશે, તોપણ તારી વાત તેમની સમક્ષ જ સાંભળવામાં આવશે. ચાલ મારી સાથે – અબઘડી મારી સાથે ચાલ!” એમી એકદમ હળીને પાછી પડી; પણ રાણીએ એ વસ્તુને એના ગુનાની સાબિતીરૂપ ગણી લીધી. પછી તેને હાથ વડે પકડી તે ઉતાવળે ચાલતાં Page #280 -------------------------------------------------------------------------- ________________ ગાંડી પત્નીને પતિ ૨૬૩ અને ગુસ્સાથી ધમધમતાં આરામગાહની બહાર નીકળ્યાં. લિએસ્ટર, શિકારે ઊપડવા રાણીજી આવે એટલે તૈયાર થયેલાં ઉમરાવો અને બાનુઓ વચ્ચે થોડે દૂર ઊભો હતો, તે તરફ તે આવ્યાં. રાણીજીને આ રીતે ઉતાવળે પગલે અને કોઈ સ્ત્રીને ઘસડતાં અને લૉર્ડ ઑફ લિસેસ્ટર ક્યાં છે?' એમ મોટેથી બોલતાં આવતાં જોઈ સૌ ચોંકી ઊઠયાં અને આભા બની ગયાં. લિસેસ્ટર એ બધા ટેળાનાં મીઠાં અભિનંદન ઝીલતો અને તે સવારે રાણીજીએ તેને આપેલી ખાસ મુલાકાતથી હવે થોડા જ વખતમાં તે રાજાપદ પામશે એવાં ગૂઢ સૂચનોને હસતે માંએ “એવું કંઈ નથી' એમ કહીને ઇનકાર ઊભો હતો, તે રાણીને એમીને આમ ખેંચી લાવતાં જોઈ, વીજળી પડે એમ ચોંકી ઊઠ્યો. રાણીએ તરત જ લિસેસ્ટરની ગભરામણ જોઈને સીધું જ પૂછયું, “તમે આ સ્ત્રીને ઓળખો છો?” લિસેસ્ટર શું બોલવું એ ન સમજાવાથી રાણીજી સમક્ષ ઘૂંટણિયે પડી નીચું જોઈ રહ્યો. લિસેસ્ટર,” રાણી હવે ગુસ્સાથી સળગી જતી હોય એમ બોલી; “તારા ઉપર પક્ષપાત ધરાવતી તારી વિશ્વાસુ સમ્રાજ્ઞી સાથે તે આવી હલકટ છેતરપિંડી ચલાવી – ચલાવવા હિંમત કરી, એમ? – પણ બધી પવિત્ર વસ્તુઓના સોગંદ ખાઈને કહું છું કે, તારું માથું આજે તારા બાપના માથા જેટલું જ જોખમમાં છે!” લિસેસ્ટરની પાસે નિર્દોષતાનું – સચ્ચાઈનું બળ તે નહોતું, પણ તેનું સ્વાભિમાન અત્યારે તેની મદદે આવ્યું. તેણે ધીમેથી પોતાની ભંમરે ઊંચી કરી તથા વિરોધી લાગણીઓથી કાળા પડી ગયેલા અને ફૂલી ગયેલા મોંએ જવાબ આપ્યો, “મારો શિરચ્છેદ મારા ઉમરાવ-બંધુઓ મને સજા કરે તો જ થઈ શકે – મારી વફાદારીભરી સેવાઓનો આવો બદલો વાળતી રાણીના કહેવાથી માત્ર નહિ!” જ લિસેસ્ટરને બાપ જૉન ડલી, એડવર્ડ-૬ પછી ઇગ્લેંડની રાજગાદીએ રાણી મેરીને બદલે લેડી જેન એને ગાદીએ બેસાડવા જવાના પ્રયત્નમાં, મતની સજા પામ્યો હતો (ઈ.સ. ૧૫૫૩). -- સંપા Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ 6 પ્રીત કિયે દુઃખ હોય? “હેં? શું, અમે જ બક્ષેલા ગઢમાં આ ઘમંડી માણસ અમને પડકારે છે? – લૉર્ડ યૂઝબરી તમે ઈંગ્લૅન્ડના માર્શલ છો; આ માણસને રાજદ્રોહના કપરા અપરાધ બદલ અબઘડી ગિરફતાર કરો ! – મેાટાભાઈ હન્સડન,ર`તમારા માણસાને બોલાવા અને આને અબઘડી હાજતમાં લેા — કહું છું, ઉતાવળ કરો !” હન્સડન સ્વભાવે જરા કપરો હોવાથી તથા સગાઈને નાતે રાણી સાથે બીજા લઈ શકે તે કરતાં વધુ છૂટ લઈ શકતા. એટલે તેણે તરત જ જવાબ આપ્યા, “અને આજે વધુ ઉતાવળ કરવાના અપરાધ બદલ કાલે મને જ લંડન-ટાવરમાં પુરાવી દે, ખરુંને? જરા સાંસતાં થાઓ,” - “મને સાંસતી થવા કહે છે ? – તું જાણતા નથી, આ માણસે કેવા ભયંકર અપરાધ કર્યો છે!' ઍમી તરત જ સમજી ગઈ કે, પેાતાના પતિના પ્રાણ તે તરત જ ઘૂંટણિયે પડીને બાલી, ‘એ તા તદ્દન નિર્દોષ છે – એ ભલા અને ખાનદાન લિસેસ્ટર સામે શી હાઈ શકે ?” જોખમમાં છે. નિરપરાધ છે – તન કશી ફરિયાદ કોઈને “છોકરી, તું જાતે જ તો બાલી હતી કે, અર્લ ઑફ લિસેસ્ટર તારી બધી ખાનગી વાત જાણે છે?” “હું એવું બાલી હતી ? જો હું એવા અર્થનું કંઈ બોલી હોઉં તો એ તા હીન જુઠ્ઠાણું જ કહેવાય. ભગવાન મને ન્યાય કરે, તેમણે મારી ઇજ્જતઆબરૂ કે શીલ-ચારિત્ર્યને નુકસાન થાય એવું કાંઈ જ કર્યું નથી!” “છોકરી! મારા ગુસ્સા જોઈને તું ફેરવી તોળવા બેઠી છે. પણ તને હું સળગતી ભઠ્ઠીમાં નાખેલી નાની ડાંખળીની જેમ સેકી નાખીશ.” ઍમીને રાણીએ આ ધમકી આપી તેની સાથે જ લિસેસ્ટરના અંતરાત્મા પોતાની પત્નીના બચાવમાં દોડી જવા અને બધું કબૂલ કરી લેવા એકદમ ૧. મેરી સ્ટુઅર્ટ ને બંદીવાસમાં રાખવા નિમાયેલેા સરકારી ઉમરાવ, અલબત્ત, તેની પત્ની કાઉન્ટેસ આક્ યૂઝખરી જ તે કામ બજાવતી હતી, અને મૅરીના બહુ કડક-કર્કશ જેલર નીવડી હતી. “સપા॰ ૨. ઇલિઝાબેથની મા ઐન ખેાલીનની બહેન મૅરી ખેાલીન અને વિલિયમ કેરીનો પુત્ર. ઇલિઝાબેથ કરતાં આઠ કે નવ વર્ષ ઉંમરે માટેા હતેા તેથી રાણી તેને મોટાભાઈ કહીને સંખેાધતી. – સ્પા Page #282 -------------------------------------------------------------------------- ________________ ગાંડી પત્નીને પતિ ૨૬૫ પિકાર કરી ઊઠયો. અને તે માથું ઊંચું કરી ઍમી સાથેનું પોતાનું લગ્ન કબૂલ કરવા જતો જ હતો, એટલામાં વાને ત્યાં વગર પરવાનગીએ દોડી આવ્યો - લિસેસ્ટરના કમનસીબની જેમ – તેને જાણે બરબાદ કરવા જ! રાણી તરત જ ત્રાડી ઊડી, “આ શું? અહીં વગર બેલા શાને દોડી આવ્યો છે?” વાને જાણે શોક અને મૂંઝવણથી ભાગી પડયો હોય એવો દેખાવ કરી, રાણીજીના પગમાં જ આળોટી ગયો અને બોલ્યો, “ક્ષમા, ક્ષમા, દયા, દયા, સરકાર! આપ નામદારને ન્યાય મારી ઉપર ભલે તળાય, કારણકે કોઈ ગુનેગાર હોય તે હું છું નામદાર; –મારા માલિક તદ્દન નિર્દોષ છે!” ઍમી વાર્નેને જોઈ તરત જ છળી મરી હોય તેમ ઊભી થઈ ગઈ અને રક્ષણ માટે લિસેસ્ટર તરફ જ દોડવા જતી હતી પણ એના મોં ઉપર વાનેને આવેલો જોઈ, જુદા જ ફેરફાર થવા લાગેલા જોઈ, તે તરત એક ચીસ પાડી રાણીજીને આજીજી કરવા લાગી, “મને ઉડામાં ઊંડા ભોંયરામાં કેદ પૂરવી હોય તો પૂરી દો, પણ આ બદમાશ બેશરમ દુષ્ટ માણસને મારી આંખે આગળથી દૂર કાઢો, નહિ તો મારામાં જે કંઈ થોડીઘણી સાન-સમજ રહી છે, તે પણ નાશ પામશે.” પણ મીઠડી, એણે વળી તને શું કર્યું છે?” રાણી હવે કંઈક જુદો જ વિચાર સ્ફરતાં બોલી ઊઠી. દુ:ખ કરતાં પણ વિશેષ, વિપત્તિ કરતાં પણ વિશેષ, – એણે જ્યાં શાંતિ હોવી જોઈએ ત્યાં વિક્ષેપ અને વિરોધ વાવ્યા છે -- હું તેને વધુ વખત મારી નજર સામે જોઈશ તો ગાંડી જ થઈ જઈશ.” રાણીજીએ તરત જ લોર્ડ હસડનને ઍમીને ત્યાંથી દૂર લઈ જવા અને તેની જરૂર પડે ત્યારે તે હાજર થાય એવી સહીસલામત જગાએ ખસેડવા કહ્યું. તહેનાત-બાનુઓમાંથી એક જણી એ સુંદર યુવતી તરફ દયાના ભાવથી પ્રેરાઈ કે કશી ખણખોદ કરવા જેવું અવનવું જાણવા મળશે એમ માની, તેની પાછળ જવા જતી હતી, પણ રાણીએ તરત જ તેમને રોકી અને સીધું જ સંભળાવ્યું, “ના, ના, તમારે તસ્દી લેવાની જરૂર નથી : ભગવાનની કૃપાથી તમારે તીણા કાન અને લપટી જીભો હોય છે – ત્યારે અમારા મોટા ભાઈ હન્સડનના કાન જરા બહેરા છે અને જીભ કકરી છે Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય” પણ ધીમી છે. હન્સડન, જોજો કે કોઈ એ છોકરી સાથે વાત કરવા ન પામે.” હન્સડન તરત પોતાની પુત્રી હોય એ રીતે ઍમીને સંભાળથી ઉપાડી ગયે; કારણકે, તે અત્યારે બેહોશ બનવા લાગી હતી. રાણીએ હવે વાનેને પોતાને જે કહેવાનું હોય તે કહી સંભાળવવા ફરમાવ્યું – “સરકાર, મારે મારી પ્રિય પત્નીનો ક્રૂર અને કરુણતાભર્યો ગાંડપણને રોગ છુપાવવો હતું, પણ તે બહાર પડી ગયો છે. તે માટે તેના વંદના સર્ટિફિકેટમાં તે રોગનો ઉલ્લેખ મેં કરવા દીધો ન હતો. માસ્ટર એન્થની ફેસ્ટરના સંરક્ષણમાં તેને મૂકીને હું અહીં આવ્યો હતો; પણ એન્થની ફેસ્ટર અબઘડી મારતે ઘોડે અહીં આવ્યા છે અને મને ખબર આપે છે કે, મારી પત્ની ગાંડપણના રોગીઓમાં પણ હતી અમુક વિશેષ પ્રકારની ચતુરાઈ વાપરીને કન્નર-પ્લેસમાંથી ભાગી છૂટી છે. તે બહાર જ ઊભા છે, – પૂછપરછ કરવી હોય તે.” - “એ તપાસ બીજે કોઈ સમયે કરીશું; પણ સર રિચાર્ડ અમને તમારી કૌટુંબિક અવસ્થા ઉપર ખરેખર ખેદ થાય છે. તમારાં પત્ની સાચે જ મગજની બહુ અસ્થિર હાલતમાં છે – જુઓને, તમને દેખીને કેવાં ઊછળી પડ્યાં!” આવા રોગનાં રોગીઓમાં એ સામાન્ય લક્ષણ જોવામાં આવે છે, સરકાર; શાંત હોય ત્યારે જેમના ઉપર જેટલા ઝનૂનથી પ્યાર કરે, તેમના ઉપર અસ્થિર હાલતમાં એટલો જ ગુસ્સો દાખવે.” “હા, અમે પણ એવું સાંભળ્યું છે, ખરું.” તો સરકાર, મારી એ કમનસીબ પત્નીને કબજો મને સોંપવા હુકમ થાય.” ના, ના, માસ્ટર વાર્ને હાલ તુરત તમારા હાથમાં સોંપવાથી એની સ્થિતિ વધુ બગડશે, એમ અમને લાગે છે. એટલે થોડો વખત તે અમારા વૈદ માસ્ટર્સની સારવારમાં રહેશે, અને તે જ્યારે અમને સલાહ આપશે કે, એને કબજો તમને સોંપવામાં વાંધો નથી, ત્યારે અમે એમ કરીશું. દરમ્યાન, તમને એને મળવા જવાની છૂટ રહેશે.” રાણીએ હવે, લિસેસ્ટરને પોતે વિનાકારણ બહુ ખોટું લગાડયું છે એ ભાવથી, તેને સંબોધીને કહ્યું, “લૉર્ડ ઑફ લિસેસ્ટર, તમને એ પાગલ સ્ત્રીના Page #284 -------------------------------------------------------------------------- ________________ સચ્ચાઈ અને વટને રાહ અપનાવે ૨૬૭ બોલવા-ચાલવા ઉપરથી અમે જે કંઈ કહ્યું, તે ઉપરથી ખોટું લાગ્યું છે; પણ એણે કહેલી વાત સાંભળી અમને તમારા ઉપર ખોટું લગાડવાને હક હતો જ; છતાં અમે એ બાબતમાં માફી માગવાની પહેલ કરવા તૈયાર છીએ.” લિસેસ્ટરે તંગ થયેલી ભમરો કોશિશ કરીને સીધી કરી અને હૃદયમાં ગમે તેવું ઘમસાણ મચેલું હોવા છતાં, બહારથી પ્રસંગોચિત બોલતાં જણાવ્યું, “માફી આપવાનો આનંદ હું તે લઈ શકે તેમ નથી; કારણકે, માફી આપવાને મને હુકમ કરનાર મારો કશો અપરાધ કરી શકે તેમ નથી.” રાણીને એ જવાબથી સંતોષ થયો, અને તેમણે કાર્યક્રમ પ્રમાણે શિકારે નીકળવાનો આદેશ આપ્યો. ૨૮ સચ્ચાઈ અને વટને રાહ અપનાવે - સવારની શિકાર-પાર્ટી આનંદભેર પતી ગયા બાદ જ લિસેસ્ટરને એકાંતમાં વાર્નેને મળવાનો સમય મળ્યો. ત્યારે તેણે તેની પાસેથી કાઉન્ટસ કેવી રીતે નાસી છૂટી હતી એનો ફોસ્ટરે આપેલો અહેવાલ સાંભળ્યો. કાઉન્ટેસ પોતાના કબજામાંથી નાસી છૂટવાથી પોતાને માથે શું શું વીતશે એના ડરનો માર્યો ફેસ્ટર પોતે એ સમાચાર આપવા દોડી આવ્યો હતો. અલબત્ત, વાને એ કાઉન્ટસને પોતે હળવું ઝેર આપીને બીમાર પાડવા પેરવી કરી હતી, એ વાત ન કહી. લિસેસ્ટરે એમ જ માની લીધું કે, કાઉન્ટસે પોતાના પદનો વૈભવ ધારણ કરીને જાહેરમાં દેખા દેવાની અધીરાઈને કારણે જ આ રીતે એની કડક આજ્ઞાનું ઉલ્લંઘન કરીને તેને ઈલિઝાબેથ સમક્ષ જોખમકારક પરિસ્થિતિમાં મૂકી દીધો છે! તેણે કહ્યું, “ડેવોનશાયરના એક નાચીઝ સદગૃહસ્થની પુત્રીને મેં ઇંગ્લેન્ડમાં સૌ કરતાં વિશેષ પ્રતિષ્ઠિત નામ આપ્યું. તથા તેને મારી શય્યાની Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હેય” અને મારા વૈભવની સહભાગિની બનાવી. બદલામાં મેં તેની પાસેથી માત્ર થોડા દિવસની ધીરજ જ માગી હતી; તેને બદલે એ બેવકૂફ મનસ્વી છોકરીએ એની ને મારી જીવનનાવ આમ સંકટમાં અને જોખમમાં નાખી છે. એ બગડેલી બાજી સુધારી લેવા માટે હવે શરમભરી કેટકેટલી તરકીબો અને હીણપત અપનાવવી પડશે. તે પોતે જેવી અજ્ઞાત અવસ્થામાં જન્મી હતી તેવી અવસ્થામાં થોડા વધુ દિવસ રહેતાં તેને શા ઝટકા પડી જતા હતા? આવી સુંદર, આવી નાજુક, આવી વહાલસોઈ, આવી વફાદાર – છતાં મૂરખમાં મૂરખની પાસેથી આશા રાખી શકાય એટલી સમજદારી પણ તેનામાં નથી – હું મારા મિજાજ ઉપર હવે કેટલોક કાબૂ રાખું?” છતાં, તે બાજુ ઉપર થોડે દબાવ લાવીને તેમને પરિસ્થિતિવશાત જે ભાગ ભજવવો પડવાને છે તે ભજવવાનું કબૂલ કરાવવામાં આવે, તે હજુ બધી બાજી સુધારી લેવાય તેમ છે જ.” વાર્નેએ જવાબ આપ્યો. “ખરી વાત છે; હવે બીજો કશો ઉપાય નથી. મેં મારી રૂબરૂ તેને તારી પત્ની તરીકે સંધાતી સાંભળી છે, અને તે બાબત કશો વિરોધ ઉઠાવ્યો નથી. એટલે કેનિલવર્ણથી દૂર નીકળી જાય ત્યાં સુધી તેણે તે નામ જ ધારણ કરી રાખવું જોઈશે.” “અને પછી પણ લાંબો વખત એ જ નામ તેમણે ધારણ કરી રાખવું પડશે. આપણાં રાણીજી જીવે ત્યાં સુધી તે લેડી લિસેસ્ટર તરીકેનું નામ અને પદ જાહેરમાં ધારણ કરે એ ભાગ્યે સહીસલામત ગણાય. પણ એ બાબત તો આપ પોતે જ વધુ વિચારી શકો; કારણકે, રાણીજી અને આપની વચ્ચે વાત કયાં સુધી આવી છે, એ આપ જ જાણી શકો.” ખરી વાત છે, વાર્ને, હું આજે સવારે એ મૂર્ખાઈભરી ધૃષ્ટતા કરી બેઠો છું એટલે રાણી જો મારા આ કમનસીબ લગ્નની વાત સાંભળે, તે પોતાને દેવાયેલો આ ધોખે સ્ત્રી તરીકે તે કદી માફ ન કરે. અને આજે જ એ બાબતનો થોડોઘણો પરચો મળી જ ગયો છે. અલબત્ત, પછીથી રાણીજીને પિતાને ગુસ્સો અકારણ લાગતાં તેમણે મને મનાવી લેવા ભરચક પ્રયત્ન કર્યા છે.” “અર્થાત આ બાન સાથેનું લગ્ન હજુ પણ છુપાવી રાખવામાં આવે, તે રાણીજી સાથેની આપની પરિસ્થિતિ પહેલાં જેવી જ રહે, એ નક્કી છે, ખરુંને?” Page #286 -------------------------------------------------------------------------- ________________ સચ્ચાઈ અને વટને રાહ અપનાવે ૨૬૯ લિસેસ્ટર થોડો નિસાસો નાખીને ચૂપ રહ્યો અને પછી બોલ્યો, “વાર્ને, તું તો મારો સાચો – વફાદાર માણસ છે, એટલે તને હું સાચી જ વાત કહીશ. ગાંડપણમાં આવી જઈને હું રાણીજીના અંતરને એવું છેડી બેઠો છું કે, હવે જો હું એ વાત પડતી મૂકે તો એક સ્ત્રી તરીકે એ મને કદી માફ ન કરે. હવે મારે આગળ વધ્યે જ છૂટકો – સ્ત્રીના હૃદય ઉપર હુમલો કરીને તેને પછી પૂરેપૂર માત કરવું જ જોઈએ. સ્ત્રીને એક વખત છેડીને પડતી ન મુકાય – હવે તો આ પાર કે પેલે પાર કર્યા વિના છૂટકો જ નથી. અને છતાં વચ્ચે આ વિદન આવી પડયું એટલે હવે શું થશે એ જ સમજાતું નથી.” નામદાર, હવે જ આપણે કંઈક કરવું જોઈએ – અને તેય ઉતાવળથી. રાણીજી પાસેથી આપનું આ લગ્ન ગુપ્ત રહેવું જ જોઈએ. હું અત્યારે જ એ બાન પાસે જાઉં છું. મને તે ખૂબ જ ધિક્કારે છે; કારણકે તે એમ માને છે કે, આપ તે તેમને કાઉન્ટસ તરીકે જાહેર કરવા તૈયાર છો – માત્ર હું જ કોઈ કારણે આપને સમજાવીને તેમ કરવા દેતો નથી. પરંતુ હવે મારે એમના ખોટા પૂર્વગ્રહોની પરવા કર્યો નહિ ચાલે. મારી વાત તેમણે સાંભળવી જ પડશે. તેમની આગળ બધી પરિસ્થિતિ હું ખુલ્લી કરીશ, અને પછી ગમે તેમ કરીને તે પરિસ્થિતિમાં જે આવશ્યક હોય તે કરવા તેમને સમજાવીશ.' ના, ના, વાને, એ અંગે શું કરવું જોઈએ એ વિષે મેં કંઈક નક્કી કરી લીધું છે; એટલે હું પોતે જ એની સાથે વાત કરી લઈશ.” હવે વાર્નેનો કંપવાનો વારો આવ્યો; કારણકે, પોતે આ અગાઉ કાઉન્ટસને પોતા પ્રત્યે લોભાવવાના અને પોતાની પ્રેમિકા બનાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, અને ઍમી તે કારણે જ તેના ઉપર છંછેડાયેલી રહેતી હતી. ઉપરાંત, એને છેવટના ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન પોતે કર્યો હતો અને તેથી જ તે ત્યાંથી નાસી આવી છે એમ કાઉન્ટેસ કહે. અને લિસેસ્ટર તેના મેહમાં આવી જઈ એ વાત માની લે તો? એટલે તેણે કહ્યું, “પણ નામદાર –” “મારે ઘન-બણ કશું સાંભળવું નથી; તને એમી પાસે જવાની છૂટ છે; અને હું તારી સાથે તારા નોકર તરીકે આવીશ.” બંને જણ લૉર્ડ હસડનનો ઉતારો જે તરફ હતું, ત્યાં પહોંચી ગયા. જે કમરામાં કાઉન્ટસને રાખવામાં આવી હતી, તેના વૉર્ડરે વાર્નેને જોઈને કહ્યું, “મહેરબાન, આપનાં પત્નીને કંઈક શાંત પાડી શકો તો સારું; નહિ તે એ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ પ્રીત કિયે દુઃખ હૈય' જે રુદન કરે છે અને ચીસ નાખે છે, તે બધાથી મારું માથું તે ફાટી જવાનું થયું છે.” બંનેએ કમરામાં પેસી બારણું બંધ કર્યું. વાને જોતાં જ કાઉન્ટેસ એમી ઊછળી પડીને બોલી, “બદમાશ, પાછો કંઈ નવી બનાવટ કરવા આવ્યો છે, કેમ ?” લિસેસ્ટરે તરત વચ્ચે આવીને કહ્યું, “મૅડમ, તમારે મારી સાથે વાત કરવાની છે, સર રિચાર્ડ વાને સાથે નહિ.” કાઉન્ટસ તેને ઓળખતાં જ બોલી ઊઠી, “ડલી! છેવટે, વહાલા તમે આવ્યા?” અને એમ બોલતી બોલતી તે તેને ગળે જ વળગી પડી અને વાર્નેની હાજરીની પરવા કર્યા વિના આંસુઓ રેલાવતી કેટકેટલાં વહાલ કરવા લાગી ગઈ. લિસેસ્ટરને પણ પોતાની પ્રેમભરી પત્નીને સ્પર્શ થતાં તેના અંતરનું જૂનું વહાલ ઊભરાઈ આવ્યું અને તેણે પણ સામું એટલું જ પ્રેમભર્યું આલિંગન આપ્યું. પ્રેમને પહેલો ઉમળકો જરા શાંત થયો એટલે કાઉન્ટસ લિસેસ્ટરનું મેં બે હાથમાં પકડી પૂછવા લાગી, “વહાલા, માંદા થયા છે કે શું?” “ના, એમી, શરીરે તો સાજોસમો છું.” તો તો હું પણ હવે સાજીસમી થઈ જઈશ. પણ ડલ્લી, વહાલા! હું તો ખૂબ જ માંદી પડી ગઈ હતી – જેટલી બીમારી, તેટલો જ શોક અને તેટલું જ જાનનું જોખમ પણ! પરંતુ હવે તમે મળ્યા એટલે બધું જ આનંદમાં, અને ક્ષેમકુશળતામાં પલટાઈ ગયું!” “પણ ઍમી, તેં મને બીજી બધી રીતે બરબાદ કરી નાખ્યો!” “હે વહાલા? તમને આટલા બધા ચાહનારી શું તમને બરબાદ કરી મૂકે – એ શું બોલો છો?” “હું તને ઠપકો નથી આપતો, એમી, પણ તું મારા તાકીદના હુકમની ઉપરવટ અહીં આવી છે, અને તારી અહીંની હાજરી મને અને તેને કેવા ભયંકર જોખમમાં મૂકી રહી છે, એ તું જાણે તો –” હે? તમને જોખમમાં મૂકી રહી છે? તો પછી હું એક ક્ષણ અહીં ઊભી નહિ રહું. વહાલા, કમ્મર-પ્લેસમાંથી કેવાં જોખમ અને ભયની મારી Page #288 -------------------------------------------------------------------------- ________________ સચ્ચાઈ અને વટને રાહ અપનાવો ૨૭૧ હું નાઠી છું, તે તમે જાણે તે – એટલે હું ત્યાં તે પાછી જવાની નથી; – છતાં તમારી સહીસલામતી માટે આવશ્યક હોય તે –” તો આપણે બીજું કોઈ સ્થળ વિચારી કાઢીએ; ઉત્તર તરફના માસ બીજા ગઢ છે – તેમાંના એકમાં તું જઈ શકશે – પણ થોડા દિવસ તારે વાર્નેની પત્ની તરીકે જાહેર થવું પડશે, એ નક્કી.” એટલે શું?” એમ બોલતીકને તે લિસેસ્ટરની બાથમાંથી છૂટી થઈ ગઈ; “તમે તમારી પત્નીને બીજાની – અને તેમાંય વાર્નેની પત્નીનું નામ ધારણ કરવાની હીણપતભરી સલાહ આપો છો?” મૅડમ, હું પૂરી ગંભીરતાથી આ વાત કરું છું – વાને મારો વફાદાર અને સાચો સેવક છે; વધારામાં તે મારી ઘણી ઘણી ઊંડી ગુપ્ત વાતોને વિશ્વાસુ જાણકાર છે. મારે જમણો હાથ કપાઈ જાય તો ચાલે, પણ અત્યારની ઘડીએ તેની મદદ વગર મને ચાલે તેમ નથી, ઍમી. તારે એના પ્રત્યે આવો તુચ્છકાર દાખવવાનું કોઈ પણ કારણ હોવું ન જોઈએ.” “કારણ તો છે – અને જુઓ હવે તે કેવો કંપવા લાગી ગયો? પણ તમારી સહીસલામતી માટે તેની તમારે જમણા હાથ જેટલી જરૂર હોય, તો એની સામે હું કશી ફરિયાદ અત્યારે કરવા માગતી નથી. ભલે તે તમને સાચો અને વફાદાર નીવડત હોય, પણ તેના ઉપર વધારે પડતો વિશ્વાસ ન મૂકતા – હું તે એટલું જ કહી દઉં છું કે, હું કોટી ઉપાયે એની સાથે જવાની નથી – મારા ઉપર જબરદસ્તી કરીને લઈ જાઓ તો જુદી વાત; ઉપરાંત એને હું કોઈ કારણે મારા પતિ તરીકે જાહેર કરવાની નથી – ભલે પછી ..” “ઍમી, એ તે થોડા વખત માટે જ અખત્યાર કરવાનું જુઠ્ઠાણું છે – આપણા બંનેની સહીસલામતી માટે જ એમ કરવાની જરૂર ઊભી થઈ છે. તું જો સ્ત્રીબુદ્ધિથી મારા હોદ્દાનો વૈભવ માણવાની ઉતાવળ કરીને અહીં દોડી ન આવી હોત, અને થોડો વખત ગુપ્ત રાખવાની શરતે મેં કરેલા લગ્નથી. સંતોષ માની રહી હોત, તો આવું કશું કરવાની જરૂર ન પડત. હવે તે બીજો કશો જ ઉપાય રહ્યો નથી – તારી બેવકૂફીભરી અધીરાઈથી જ એ વસ્તુ તારે માથે તેં લાવી મૂકી છે – એટલે તારે એમ કરવું જ પડશે – મારી . આજ્ઞા છે.” Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ પ્રીત કિયે દુખ હેય” તમારી આજ્ઞાને પણ હું મારી ઈજજત અને અંતરાત્માની તે ન મૂકી શકું. હું એ બાબતની તમારી આજ્ઞા નથી ન માનવાની. તમે ભલે તમારી વક્રનીતિઓને કારણે ગમે તેવી બે-ઈજજતી સ્વીકારવા કબૂલ થાઓ; પણ હું મારી બેઇજજતી થાય એવું કશું કરવાની નથી. એક વાર હું ચારે તરફ તમારા લફંગા સેવક વાર્નેની પત્ની તરીકે જાહેર થઈ જાઉં, પછી તમે મને પવિત્ર અને નિર્દોષ પત્ની તરીકે ફરીથી કેવી રીતે સ્વીકારી શકવાના હતા? – અને હું પછી કેમ કરીને તમારી ગૃહિણી અને તમારાં સંતાનોની માતા બની શકવાની હતી?” વાને હવે વચ્ચે બેલી ઊઠ્યો, “લેડી સાહેબાને મારા પ્રત્યે ખૂબ જ તુરછકાર છે, એટલે હું જે કંઈ સૂચવીશ તે એ સાંભળવા નહિ જ માગે; છતાં કદાચ હું સૂચવું છું તે વસ્તુ તેમને ગળે ઊતરશે. તેમને માસ્ટર ટ્રેસિલિયન સાથે સારાસારી છે, એટલે તે માસ્ટર ટ્રેસિલિયનને લિકોટહૉલમાં પોતાની સાથે આવવા સમજાવી શકશે. ત્યાં તે ભલે સહીસલામતીમાં રહે, પછી જ્યારે આ ભેદ ખુલ્લો પડાય તેમ થશે, ત્યારે જોયું જશે.” કાઉન્ટેસ બોલી ઊઠી, “હાય, હું મારા બાપના ઘરમાં જ રહી હોત તે કેવું સારું થાત? મેં જ્યારે એ ઘર છોડયું, ત્યારે હું મનની શાંતિ અને ઈજજત-આબરૂ છોડીને જાઉં છું એવું હું ક્યાં જાણતી હતી?” વાર્નેએ પિતાની બદમાશીભરી સૂચના આગળ ચલાવી, “અલબત્ત, એમ કરવા જતાં બીજા અજાણ્યાઓને આ ભેદમાં ભેળવવા પડશે; પણ કાઉન્ટસ ધારે તો માસ્ટર ટ્રેસિલિયનને અને તેમના પિતાનાં કુટુંબીઓને માટે ગેરંટી આપી શકે ” લિસેસ્ટરને વાર્નો નું બાણ બરાબર ધારેલે સ્થળે ચોટી ગયું, તે તરત જ તડૂકી ઊઠયો, “ચૂપ રહે, જો તે ફરી એ બદમાશ-લફંગા ટ્રેસિલિયનને મારી સંતલસમાં ભેળવવાનું નામ લીધું, તો હું ભગવાનના સોગંદ ખાઈને કહું છું છું કે, હું મારી આ કટાર તારા ગળામાં પરોવી દઈશ.” “પણ શા માટે નહિ?” કાઉન્ટસ બોલી ઊઠી; “વાને જેવા કરતાં તે એ શુદ્ધ હૃદયના, સાચા દિલના અને વટદાર માણસ છે. લૉર્ડ મારા ઉપર ગુસ્સાભરી નજર ન કરશો – હું સાચી વાત જ કહું છું – એક વખત તમારે કારણે મેં એ માણસને અન્યાય કર્યો છે – પણ તેની ઇજજત-આબરૂ વિશે Page #290 -------------------------------------------------------------------------- ________________ સચ્ચાઈ અને વટને રાહ અપનાવે ૨૭૩ જ્યારે શંકા ઉઠાવવામાં આવે, ત્યારે ચૂપ રહીને હું તેને વધુ અન્યાય નહિ થવા દઉં. હું ઘેખાબાજી ઉપરનું ઢાંકણ ખુલ્લું પાડવાનું જતું કરી શકું, પણ સચ્ચારિત્રની મારા સાંભળતાં હું ખોટી નિંદા થવા નહીં દઉં.” લિસેસ્ટર મોટું કાળઅંધાર કરીને ચૂપ રહ્યો. હવે કાઉન્ટેસ એમીનું અંતરનું સ્વાભાવિક ખમીર પ્રગટ થયું. તેણે ધીમે પગલે લિસેસ્ટર પાસે જઈને કહ્યું, “તમે તમારી સૂચના રજૂ કરી; પણ હું તે કબૂલ રાખી શકતી નથી; આ માણસે બીજી યોજના રજૂ કરી, તે બાબત મને વિરોધ નથી, પણ તમને એ નાપસંદ છે. તો હવે એક જુવાન તથા અબળા સ્ત્રી પરંતુ તમારી વહાલી પત્ની આ મુશ્કેલીમાંથી નીકળવાને જે ઉપાય સૂચવે છે તે જરા સાંભળી લેશો?” લિસેસ્ટર ચૂપ જ રહ્યો; પણ તેણે જરા માથું નમાવી કાઉન્ટસને પોતાની વાત બોલવા પરવાનગી આપી. વહાલા, આ બધાં અનિષ્ટોનું એક જ મૂળ કારણ છે – તમારી આસપાસ જે ગૂઢતાભરી બનાવટ તમે ઊભી કરી રાખી છે તે! એક વખત તમે હિંમત કરીને એ હીણપતભરી જાળમાંથી છૂટા થઈ જાઓ! અને સાચા અંગ્રેજ સદ્ગૃહસ્થ – નાઈટ-અર્લ બનીને બધી વટ-આબરૂના પાયા તરીકે સત્યને જ અપનાવો. તમે તમારી કમનસીબ પત્નીને હાથ પકડી, તેને ઇલિઝાબેથના સિંહાસન આગળ લઈ જાઓ અને કબૂલ કરી દો કે – એક કમનસીબ મોહના આકર્ષણમાં આવી જઈ – જેને હવે અંશમાત્ર રહ્યો નથી – તમે તમારો હાથ આ ઍમી ફેબ્સર્ટને આપી બેઠા છો.– એમ કરવાથી મારા લૉર્ડ, તમે મને પણ ન્યાય કરી શકશો અને તમારાં વટ-ગૌરવને પણ. પછી કાયદો કે સત્તા તમને મારાથી છૂટી પાડવા તૈયાર થશે, તો હું કશો વિરોધ નહીં કરું – કારણકે, ત્યારે પણ મારા ભાગેલા હૃદયને મારી ઈજજત-આબરૂને ટેકે રહ્યો હશે. પછી તમારે થોડી જ ધીરજ રાખવાની રહેશે, કારણકે તમારો પ્રેમ ખસી ગયા પછી એમી વધારે લાંબું નહિ જીવે – વધુ લાંબુ જીવવા નહિ ઇછે.” કાઉન્ટસનું આ વક્તવ્ય ગૌરવભર્યું અને છટાભર્યું હોવા છતાં એવું હાર્દિક હતું કે તેના પતિના અંતરના બધા ઉદાત્ત અને ઉમદા તાર ઝણઝણી ઊઠ્યા. તેની આંખ ઉપરનાં પડળ જાણે ઊતરી ગયાં; અને અત્યાર સુધી પોતે પ્રિ૦- ૧૮ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ પ્રીત કિયે દુઃખ હેય” ચલાવેલી ધખાબાજી અને બનાવટ તેને ડંખીને શરમ અને પસ્તાવામાં ગરકાવ કરવા લાગી. તે બોલ્યો, “હું તારે લાયક નથી ઍમી; તારા જેવું અમૂલ્ય હૃદય મને મળ્યું હોવા છતાં, મેં તેના સામા પલ્લામાં મહત્ત્વાકાંક્ષાની તુચ્છ સિદ્ધિઓ મૂકી! મારે હવે મારો ધુતકાર કરતા મિત્રો તેમજ દિંગ થયેલા મિત્રો સમક્ષ મેં ઊભી કરેલી ધખાબાજીની જાળ મારે હાથે તોડીને કપરું પ્રાયશ્ચિત્ત કરવું પડશે.– રાણીજી ભલે તેમણે ધમકી આપી છે તેમ મારું માથું વધેરી લેતાં.” રાણીજી તમારું માથું વધેરે, લૉર્ડ ! શા માટે? દરેક અંગ્રેજ પ્રજાજનને પની પસંદ કરવાની જે સ્વતંત્રતા છે, તે ભેગવવા માટે? રાણીજીની ન્યાયબુદ્ધિમાં અવિશ્વાસ અને આવાં ખોટાં જોખમના ડરના માર્યા જ તમે અત્યાર સુધી સીધો રસ્તો અપનાવતા અટકયા છો. વહાલા, જે સાચો રસ્તો છે તે જ સૌથી વધુ સહીસલામત છે!” “એમી તું જાણતી નથી - આ રાજદરબારમાં સત્યની કે ન્યાયની કશી આણ કારગત નીવડતી નથી. પરંતુ રાણી મનસ્વીપણે પિતાના વેરનો ભોગ મને એમ સહેલાઈથી નહિ બનાવી શકે – મારે સત્તાધારી મિત્રો છે – મને નૉરફોકની પેઠે ડમચા ઉપર બલિદાનના પશુની જેમ સીધેસીધો નહિ ઘસડી લઈ જઈ શકાય. ડરીશ નહિ, એમી; તું જોશે કે ડલી તેના નામને લાયક નીવડશે. એટલે હવે હું અહીંથી જઈને મારા કેટલાક વિશ્વાસપાત્ર મિત્રો સાથે મંત્રણા શરૂ કરી દઉં છું – કારણકે, આમ તો મને મારા જ કિલ્લામાં જ કેદી બનાવી દેવામાં આવે, એવો સંભવ છે.” મારા લૉર્ડ, સુખશાંતિભર્યા રાજ્યમાં બખેડો ઊભો કરવાની જરૂર નથી. આપણી સચ્ચાઈ અને આપણો વટ એ જ આપણા સાચા સહાયકમિત્રો નીવડશે. એ બેની જ મદદ લો, અને તમે ઈર્ષાળુ અને ડંખીલા દુશમના આખા સૈન્ય સામે સહીસલામત રહી શકશો. એ બેને છોડીને બીજાઓની મદદ લેવા જશો તે તે સફળ નહિ નીવડે. સચ્ચાઈને વિજયી નીવડવા શસ્ત્રોની જરૂર પડતી નથી.” * જૈમસ હાવર્ડ – તે ડચક ઑફ ૉ રફેક. સ્કોટલેન્ડની રાણું મૅરી સાથે લગ્ન કરવાની તેની યેજના હતી. ૧૫૭૧ માં રિડેલ્ફી-કાવતરા અંગે તેને પકડવામાં આ હતો અને તેને શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. - સંપા. Page #292 -------------------------------------------------------------------------- ________________ સચ્ચાઈ અને વટને રાહ અપનાવે ર૭૫ “પણ ડહાપણ હંમેશ બખ્તરધારી રહે છે, એમી. હું મારી કબૂલને સહીસલામત બનાવવા જે કંઈ ઉપાયો યોજું તે બાબતમાં કશી દલીલ ન કરતી. આપણે ગમે તેટલું કરીએ કે વિચારીએ પણ એ બાબતમાં નર્યું જોખમ છે, એ તો ઉઘાડું છે. વાર્તે, હવે અહીંથી ચાલ! એમી, વિદાય લઉં છું, પણ થોડા જ વખતમાં તને મારો સંદેશો મળશે. તને મારી જાહેર કરવા માટે જે કિંમત હું ચૂકવી રહ્યો છું અને જે જોખમ ઉઠાવી રહ્યો છું, તેને તું ખરેખર પાત્ર છે.” લિસેસ્ટર એમીને ખૂબ ગાઢ આલિંગન કરીને, વાને સાથે, પાછો જન્માથી ઢંકાઈ, બહાર નીકળી ગયો. લિસેસ્ટર હવે થોડો આગળ આગળ ચાલતો હતો. પહેરેગીરે ધમકાવી કાઢેલે એક છોકરો તેની પાસે દોડી આવ્યો અને કંઈક કહેવા લાગ્યો. વાર્નેએ પેલા પહેરેગીર પાસે જઈને પૂછયું કે, એ છોકરો કોણ હતો વાર અને શું કહેતે હત? પહેરેગીરે કહ્યું, એ છોકરો આ કમરામાં પૂરેલાં ગાંડાં બાઈને એક પાર્સલ પહોંચાડવા મને આપતો હતો. પણ મારું એ કામ નહિ – એટલે મેં તેને ધક્કટી કાઢયો. વાને કુશળ રાજકારણીની જેમ આટલી ખબર મેળવી લીધા બાદ જ પોતાના પેટુન પાસે જઈ પહોંચ્યો. તે વખતે લિસેસ્ટર પેલા છોકરાને કહેતે હતે – “ઠીક, છોકરા, એ પૅકેટ પહોંચાડવામાં આવશે.” આભાર, ભલા નોકર-સાહેબ !” એમ કહેતે પેલો છોકરો તેને સલામ કરી ચાલતે થયો અને એક ક્ષણમાં અલોપ થઈ ગયો. Page #293 -------------------------------------------------------------------------- ________________ કામાતુ ક્રોધ: લસેસ્ટર અને વાર્તે કેબિનમાં જઈ પહોંચ્યા કે તરત લિસેસ્ટરે થોડુંક પિતાની જાતને સંભળાવીને કાગળ ઉપર લખવા માંડયું – “ઘણાને મારી સાથે નિકટનો સંબંધ છે, અને તેઓને સારી જાગીરો અને હોદ્દા છે. મેં એમના ઉપર ભૂતકાળમાં કરેલા ઉપકારો સામે જોઈને તથા ભવિષ્યમાં તેમના ઉપર શાં જોખમ આવી પડશે તેના ડરથી તેઓ મને ટેકા વગર ગબડી પડતો નહિ જોઈ રહે. જુઓ, એક તે નૉલિસ, તેને તો આપણે નક્કી જ ગણવો જોઈએ – અને તેની મારફતે વ્યર્નસી અને જેસીને. હર્સીના તાબામાં આઈલ ઑફ વાઈટ છે; મારા બનેવી હીટરડન અને બ્રિોક એને વેલ્સમાં લાગવગ અને સત્તા છે; બેડફર્ડ મારફતે મ્યુરિટન-પંથીઓને મેળવી લેવાશે, અને તેમનાં તે કેટલાં બધાં કેન્દ્રો છે – મારો ભાઈ વૉરવિક માલમિલકત અને અનુયાયીઓની બાબતમાં મારી સમાન જ ગણાય; સર ઓવન હૉપ્ટન મારા ઉપર ભાવ રાખે છે, તેના તાબામાં ટાવર ઑફ લંડન અને ત્યાંને રાજખજાનો ગણાય; મારા બાપુ અને દાદાએ જો પહેલેથી બરાબર વિચારણા કરી લીધી હોત, તે તેમને માથું કપાવવું ન પડવું હોત. પણ અલ્યા વાનેં? તું કેમ આમ ખિન્ન થઈ ગયો છે? જાણતા નથી કે, આટલાં ઊંડાં મૂળ નાખનાર ઝાડ ઝટ વંટોળ આવતાં ઊખડી ન જાય?” અરેરે! મારા લૉર્ડ !” એટલું જરા જુસ્સાથી બેલીને પાછો વાને ખિન્ન મુખ કરીને ચૂપ રહ્યો. “કેમ “અરેરે” બોલે છે? તને જો આ ઝઘડાને ડર લાગતો હોય, તે તું ગઢ છોડીને, મારા દુમનમાંથી જે પસંદ આવે તેમની ઓથમાં પેસી જઈ શકે છે.” “ના, ના, મારા લૉર્ડ, એ વાત નથી. નાબત એવી જ આવશે, તે વાર્તે છેવટ સુધી આપને પડખે લડત લડતો પ્રાણ ત્યાગશે. પરંતુ મારી એક નથી નેતા અને આ ૨૭૬ Page #294 -------------------------------------------------------------------------- ________________ કામત કેાધક ર૭૦ નમ્ર વિનંતી સાંભળો : આ૫ જે પ્રભાવ અને સત્તા ધરાવો છો, તે બધો – બોલવા બદલ મને માફ કરજો – રાણીજીની કૃપાદૃષ્ટિને લીધે જ છે. બધા આપને તાજ વગરના રાજા જ ગણે છે – પણ એક વખત રાણીજીની કૃપાદૃષ્ટિ આપના ઉપરથી હટી જાય – ઊલટાં તે આપનાં દુશ્મન બની જાય, તો પછી આપ જોશે કે આખા દેશમાં તે શું, આપના આ પ્રાંતમાં જ આપ એકલા પડી જશે – અરે આ ગઢમાં આપના બધા સગા-વહાલા, ગરાસદારો અને આશ્રિતો સુધ્ધાં આપનાથી વિમુખ થઈને ઊભા રહેશે;અને રાણીજી એક શબ્દ બોલશે, તેની સાથે આપને કેદી બનાવી લેવામાં આવશે. આ રાજસિંહાસન બીજાં જેવું નથી કે જેને આધાર માત્ર સત્તાધારી ઉમરાવ જ હોય. આ રાજસિંહાસનનાં મૂળ લાખ પ્રજાજનોનાં અંતરનાં ભાવ-ભક્તિમાં પણ નંખાયેલાં છે. આપ ઇલિઝાબેથની સાથે રહીને એમાં હિસ્સો મેળવી શકો; પણ આપની કે દેશ-પરદેશની બીજી કોઈ સત્તા તે સિંહાસનને ડગાવી નહિ શકે – ઉથલાવી નાખવાની વાત તો ક્યાં રહી!” લિસેસ્ટરે હાથમાંને કાગળ તુચ્છકારથી ફગાવી દીધો અને કહ્યું, “ભલે, નું કહે છે તેમજ થવાનું હોય, તે એ બધા ઉમરાવોની મદદ ધરી રહી. પણ હું પોતે કશો સામનો કર્યા વિના નહિ તાબે થાઉં. બસ જઈને એકદમ મારા સૈનિકોને તૈયાર થઈ જવા કહે – તેઓ બધાએ આયર્લેન્ડમાં મારા હાથ નીચે વફાદારીભરી સેવા બજાવી છે – જાણે સસેકસનાં માણસો તરફથી હુમલે થવાનો હોય એમ તેઓ શસ્ત્રસજજ થઈ જાય. શહેરના લોકોને પણ સાબદા થઈ જવાનું કહે – અને હુકમ મળતાં તેઓ રાણીના સૈનિકો અને સંરક્ષકો ઉપર તૂટી પડે.” “યાદ રાખજો, મારા લૉર્ડ, કે આપે મને રાણીજીના સૈનિકોને જેર કરવા તૈયારી કરવાને હુકમ આપ્યો છે. એ ભયંકર મોટો રાજદ્રોહ કહેવાય; પણ આપના હુકમનું પાલન કરવામાં આવશે, એની ખાતરી રાખજો.” મને કંઈ પરવા નથી; મારી પાછળ શરમ છે અને આગળ બરબાદી છે; મારે આગળ ધખે જ જવાનું છે.” વાર્ને થોડી વાર ચુપ રહ્યો, અને પછી કશો આખરી નિશ્ચય કરી લીધો હોય એવો દેખાવ કરીને તે બોલ્યો, “મને જેનો ડર હતો તે મુદ્દા આગળ જ વાત આવીને ઊભી રહી છે – હવે મારે પણ કાં તો આખા દેશના સર્વોત્તમ ઉમરાવની બરબાદી શાંત રહીને કતદન જાનવરની જેમ જોઈ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ “પ્રીત કિયે દુખ હોય' રહેવી જોઈએ, અથવા તે અત્યાર સુધી મેં ખૂબ ઊંડે દાટી રાખવા ઇચ્છલી તથા મારે મોઢે કદી ન ઉચ્ચારવા ધારેલી વાત બલી જ નાખવી પડશે.” તારે શું કહેવાનું છે તે બોલી નાખ; હવે વખત થોડો છે, અને મારે તૈયારી કરવા લાગી જવાનું છે.” “મારે કહેવાનું બહુ ટૂંકું જ છે, નામદાર. આપનું લગ્ન જ આપનાં સમ્રાજ્ઞી-રાણીજી સાથે વિરોધનું એકમાત્ર કારણ છે, ખરુંને?” “તું જાણે છે - આવો નકામો પ્રશ્ન પૂછવાની અત્યારે શી જરૂર ભલા?” માફ કરજે, લૉર્ડ; પણ હું પૂછું છું કે, કીમતી હીરે બચાવી લેવા માટે તો લોકોને પોતાના જાન-માલ ન્યોછાવર કરતા જાયા છે; પણ એ હીરો સાચો ન હોય તો?” એટલે?” એટલે શું તે મારે હવે બોલી જ નાખવું છે, મારા લૉર્ડ, ભલે તે માટે આપ મને અહીં જ કતલ કરી નાખે – મારી જિંદગીની કશી કિંમત નથી, પણ આપની જિંદગી નાહક બરબાદ થાય, એ હું બધું જાણતો હોઉં છતાં થવા દઉં તો કૃતદન જ ગણાઉં.” “પણ તારે શું કહેવું છે તે બોલી નાખને, એટલે બસ.” તે જુઓ સાંભળો નામદાર, આ બાનુ એડમંડ ટ્રેસિલિયન સાથે જે જાતનો સંબંધ-વ્યવહાર ચલાવી રહ્યાં છે – રાખી રહ્યાં છે, તે વસ્તુ મને પસંદ નથી. આપ જાણો છો કે, પહેલાં એ ટ્રેસિલિયનને એ બાજુમાં રસ હતો, અને તે દૂર કરવા માટે આપ નામદારને ખાસી કોશિશ કરવી પડી હતી. એણે મારી સામે એ બાબતની ફરિયાદ કેવા જુસ્સાથી અને ઝનૂનથી રાણીજી આગળ પણ રજૂ કરી છે, તે તે આપ નામદારે નજરે જોયું છે. એની પાછળનો તેને ઇરાદો આપ નામદાર આપના એ બાન સાથેના કમનસીબ લગ્નનો એકરાર કરીને બરબાદ થાઓ એ જ છે; અને લેડીસાહેબા પણ એ જોખમ આપ ખેડો તે માટે જ બધી પેરવી કરી રહ્યાં છે. પહેલેથી ટ્રેસિલિયન લેડીસાહેબાની સંતલસમાં છે– એ બે જણ બધું એકમતીથી કરી રહ્યાં છે.” પાગલ થયો છે, વાર્ને? એ બે ભેગાં જ કયાંથી થઈ શક્યાં હોય, જેથી આપસમાં કંઈક સંતલસ કરી શકે? આવી ઉટપટાંગ વાતે, અને તે Page #296 -------------------------------------------------------------------------- ________________ કામાત ક્રોધઃ પણ કાઉન્ટસ ઑફ લિસેસ્ટર બાબત કરીને તું તારું ચસકેલું માથું ખાસા જોખમમાં નાખી રહ્યો છે” “નામદાર, મારું માથું તે આપની સેવામાં જોડાયો ત્યારથી મેં વેગળું મૂકી જ રાખ્યું છે; એની કશી ફિકર કરવાની જરૂર નથી – પણ મારી વાત પૂરી સાંભળી લો. હું હવે આપ નામદાર સમક્ષ ખુલ્લું કરવા માગું છું કે, આ ટ્રેસિલિયનને નામે રાણીજી સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી તે પહેલાં તે લેડીસાહેબાને મળ્યો હતો. – અચાનક જ કમ્નર-પ્લેસની પછીતને બારણે હું દાખલ થવા ગયો, તે વખતે તે ગંદુરથી નીકળતો હતો.” હરામખેર! તું એ બદમાશ ટ્રેસિલિયનને ભેગો થયો છતાં તે તેને ત્યાં ને ત્યાં કતલ ન કરી નાખ્યો?” “મારા લૉર્ડ, મેં તરવાર ખેંચી અને તેને ભિડાવ્યો પણ ખરો, પણ કમનસીબે મારો પગ લપસી ગયે; નહિ તે એ માણસ આપના ઘરમાં ફૂટ નાખવા પેસીને જીવતો રહ્યો ન હોત.” લિસેસ્ટર તો આ વાત સાંભળી આભો જ થઈ ગયો. છેવટે તે બોલ્યો, “ચાલ, તું તારી આ વાતનો પુરાવો મને આપી દે, વાર્ને! કારણકે, આ બાબતની સજા જે ગુનેગાર હશે તેમને જેમ હું કારમી કરીશ, તેમ તેમના ગુનાની તપાસ પણ હું શાંતિથી તથા ચોકસાઈથી કરીશ. ભલા ભગવાન !આ બધું શું ચાલે છે? નહીં, નહીં, પણ મને પહેલાં ખાતરી થવી જોઈએ – બોલ તારી પાસે શા પુરાવા છે?” “ઘણા પુરાવા છે, નામદાર; મારી પાસે જ એ વાત દટાઈ રહી હોત, તે હંમેશ માટે કદાચ દટાયેલી જ રહેત. પરંતુ મારો નોકર, માઈકેલ હૉમ્બૉર્ન, જે એ મુલાકાતને સાક્ષી છે, તે જ ટ્રેસિલિયનને કમ્મર-પ્લેસમાં લઈ ગયો હતો. અને એ કારણે જ – એની લફંગી જીભ ચૂપ રહે, તે માટે જ – મેં તેને મારી નોકરીએ રાખી લીધો હતો.” પછી વાર્નેએ ઍન્થની ફેસ્ટર પણ તે મુલાકાતને સાક્ષી છે, એ વાત અર્લને કરી; ઉપરાંત કમ્મર ગામની વીશીમાં જ્યાં ટ્રેસિલિયને માઇકેલ લૅમ્બૉર્ન સાથે કમ્મર-પ્લેસમાં જવાની હોડ બકી હતી, ત્યાંના પણ કેટલાય જણ સાક્ષી છે, એમ જણાવ્યું. એ બધી બાબતમાં તેણે વધારાનું કશું ઉમેર્યું ન હતું, માત્ર લિસેસ્ટરના મનમાં તેણે એ ખ્યાલ ઊભો થવા દીધો ખરો કે, Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પ્રીત કિયે દુખ હોય' ટ્રેસિલિયન અને ઍમી વચ્ચેની એ મુલાકાત ખરી રીતે ચાલી હતી તે કરતાં કેટલીય વધુ લાંબી ચાલી હતી. તો પછી આ વાતની ખબર મને તરત કેમ ન કરવામાં આવી? તમે બધાએ – ખાસ કરીને તેં, વાર્તે – આ અગત્યની કહેવાય તેવી ખબર મારાથી કેમ છુપાવી રાખી?” “કારણકે, લૉર્ડ, કાઉન્ટસે મારા મનમાં અને ફેસ્ટરના મનમાં એમ જુઠું ઠસાવ્યું કે, સિલિયન એની મેળે ત્યાં ચાલ્યો આવ્યો હતો, અને એમ પણ માની લીધું કે એ મુલાકાત ખુલ્લી જ હશે તો લેડીસાહેબા જ પોતે પોતાની મેળે એ મુલાકાતની વાત આપને કાને નાખશે. ઉપરાંત, આપ નામદાર સમજી શકશે, કે આપણાં પ્રિયજન વિષેની કશી બદગોઈ આપણને સંભળાવવામાં આવે તો આપણને કેટલું ખોટું લાગે. ઉપરાંત, મારે ચાડિયા બની આપ બેની વચ્ચે નકામું ઝેર વાવવાનું ન હોય.” “પણ તે પછી એ મુલાકાત ખુલ્લંખુલ્લા ન હતી એમ હવે તું શા કારણે કહેવા માગે છે? અર્લ ઑફ લિસેસ્ટરની પત્ની ટ્રેસિલિયન જેવા માણસ સાથે થોડો વખત વાતચીત કરે એમાં મને કે મારાં પત્નીની ઈજજતને શું નુકસાન જાય?” ખરી વાત છે, નામદાર; મેં એમ માન્યું હતું તેથી જ મેં એ વાતને કશું મહત્વ આપ્યું ન હતું અને તેને મારા મનમાં જ ઢબૂરી રાખી હતી. પણ વાત એમ બની છે કે, ટ્રેસિલિયને ત્યાંથી ખસતા પહેલાં લેડીસાહેબાને બહાર કાઢી જવાના ઇરાદાથી કમ્મરના એક કંગાળ વીશીવાળા મારફત પત્રવ્યવહારને સંબંધ સ્થાપિત કર્યો હતો. તેમણે પછી પિતાને સંદેશ અને યોજના લઈને પોતાને માણસ મોકલ્યો. (એ બદમાશને પકડીને મેરવિનટાવરમાં પૂરવા મેં મારા માણસો દોડાવ્યા જ છે – અને થોડા વખતમાં જ તે હાથમાં આવી જશે.) એ માણસે વીશીવાળાને ખાતરી કરાવવા અને સંતલસમાં ભેળવવા એક કીમતી વીંટી આપી – આપ નામદાર તે એ ર્વાટીને ઓળખે છો – ટ્રેસિલિયનના હાથ ઉપર આપે કદાચ જોઈ પણ હશે – આ રહી તે વીંટી. આ માણસ – ટ્રેસિલિયનને આ એજંટ – કન્નર-પ્લેસમાં ફેરિયાને વેશે દાખલ થયો અને લેડી સાથે સંતલસ કરી લીધા બાદ, એક રાતે બંને સાથોસાથ જ ભાગી છૂટયાં – રસ્તામાં એક બિચારા માણસને પડાવી લીધો – આવી રીતે ગુનાહિત ઉતાવળ દાખવીને તેઓ છેવટે Page #298 -------------------------------------------------------------------------- ________________ કામત ક્રોધ ર૮૧ આ ગઢમાં આવી પહોંરયાં. અહીં આવીને પછી કાઉન્ટસ ઑફ લિસેસ્ટર ક્યાં છુપાયાં – એ જગાનું નામ દેવાની મારી હિંમત ચાલતી નથી.” “બોલી નાખ, હું હુકમ કરું છું – જયાં સુધી તારી વાત સાંભળવાના હેસકોસ મારામાં છે, ત્યાં સુધી જે કહેવાનું છે તે કહી દે.” લેડીસાહેબા આ ગઢમાં આવીને સીધાં ટ્રેસિલિયનના કમરામાં જ ચાલ્યાં ગયાં – જ્યાં તે કેટલાય કલાક રહ્યાં – થોડો વખત એની સોબતમાં અને થોડે વખત એકલાં. મેં આપને વાત પણ કરી હતી કે ટ્રેસિલિયને કોઈ પ્રેમિકા પોતાના કમરામાં ઘાલી છે – મને તે વખતે કલ્પના પણ ન હતી કે એ પ્રેમિકા – ઍમી હતી, એમ તારે કહેવું છે ને? પણ એ વાત છેક જ જૂઠી છે – તદ્દન બનાવટી છે. એમી ભલે મહત્ત્વાકાંક્ષી હશે, ચંચળ અને અધીર, પણ હશે – એ તો સ્ત્રીમાત્રની ઊણપે છે– પરંતુ મને તે આમ બેવફા નીવડે - એ કદી ન બને. એકદમ તારી વાતનો પુરાવો આપ નહીં તે –” નાયબ છડીદાર કેરોલ તેમની પોતાની માગણીથી તેમને ગઈ કાલે પાછલે પહોરે ટ્રેસિલિયનના કમરામાં પહોંચાડી આવ્યો હતે. અને આજે વહેલી સવારે લેમ્બૉર્ન અને દારોગા બંનેએ તેમને એ જ કમરામાં જોયાં ; હતાં.” “ટ્રેસિલિયન તે વખતે તેની સાથે એ કમરામાં હતો?” “ના જી. આપને યાદ હશે કે, ગઈકાલે રાતે તેને સર નિકોલસ બ્લાઉન્ટના કબજામાં સોંપી દેવામાં આવ્યો હતો.” “કેરેલ કે બીજાઓ એ સ્ત્રી કોણ છે એ જાણતા હતા?” “ના જી; કેરોલ અને દારોગાએ કાઉન્ટેસને કદી નજરે જોયાં નહોતાં; અને લેમ્બૉર્ન પણ તેમને તેમના બદલેલા વેશમાં એાળખી શક્યો નહોતો. પણ તે એમને નાસી જતાં રોકવા ગયો ત્યારે તેના હાથમાં તેમના હાથનું એક મોજું આવી ગયું – આપ નામદાર એને પિછાની શકશો.” વાર્નેએ એમ કહીને એ મોજું અર્લના હાથમાં મૂકયું; તેના ઉપર લિસેસ્ટરની રીંછ અને બૂણકાની મુદ્રા મોતીથી ભરેલી હતી. “વાહ આ મોજું તો મેં ભેટ આપેલી જોડમાંનું જ છે; અને તે જોડનું બીજું મોજું તેણે મારા ગળે તેને બેવફા પાપી હાથ નાખ્યો ત્યારે તેના ઉપર મેં જોયું હતું – બસ હવે મને એ દુષ્ટાની બધી કારવાઈ સમજાઈ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પ્રીત કિયે દુઃખ હેય' ગઈ ! ઓહો, હું હમણાં જ એ બેવફા ઓરતને કારણે મારા કેટલાય મિત્રો અને સંબંધીઓના જાન ખતરામાં નાખવા જતો હતો!– અરે કાયદેસર સ્થપાયેલા રાજસિંહાસનના પાયામાં સુરંગ ચાંપવા તૈયાર થયો હતો – આ શાંતિપૂર્ણ દેશની છાતી ઉપર તરવાર અને આગનું પ્રલય-નૃત્ય ખેલાવવા તૈયાર થયો હતો – અને મને આ પદે ચડાવનાર મારાં ભલાં સમ્રાજ્ઞીને મહા-અપરાધ કરવા તૈયાર થયો હતો – જે ભલાં રાણીએ આ કમબખ્ત લગ્ન આડે ન આવ્યું હોત તો મને કોઈ પણ પુરુષ પહોંચી શકે કે પહોંચવા ઇચ્છે તે પદે પહોંચાડ્યો હોત – અને એ બધું મારા દુશ્મનો સાથે કાવતરાં ચલાવતી એક દુષ્ટાને કારણે હું કરવા જતો હતો પણ હરામખેર, તે આ બધું મને પહેલેથી કેમ ન કહ્યું?” લૉર્ડ, એ બાનુના એક આંસુએ જ, મેં જે કંઈ આપને કહ્યું હોત તે બધું ધોઈ કાર્યું હોત. ઉપરાંત આ બધી બાબતોનાં પ્રમાણ આજે સવારે ઍન્થની ફેસ્ટર અહીં આવ્યો ત્યારે જ મારા હાથમાં આવ્યાં. કમ્નર-પ્લેસમાંથી તે શી રીતે નાસી છૂટયાં હતાં તે વિશે વીશીવાળા ગોસ્લિગ અને બીજાઓને પૂછીતાછીને, તેના બધા પુરાવાઓ એ લેતો આવ્યો છે. અહીં આવ્યા પછી કાઉન્ટસ કયાં ગયાં હતાં અને શું કર્યું હતું વગેરે બધાં પગથિયાં મેં પોતે તપાસ કરીને શોધી કાઢ્યાં છે.” “આહા, કેવી દુષ્ટા – ડાકણ કહેવી જોઈએ! અને આજે જ સચ્ચાઈની આણ દઈને મારું માથું ઇલિઝાબેથને ધરી દેવાની સલાહ આપતી હતી ! પણ મને એટલું સમજાતું નથી કે તે જો ભાગી છૂટી હતી તો પછી બાપને ઘેર જવાને બદલે અહીં જોખમમાં શા માટે દોડી આવી? – પણ એમાં શું સમજવાનું બાકી રહે છે? બાપને ઘેર ભાગી જાય તો પછી કાઉન્ટસ ઑફ લિસેસ્ટર તરીકે જાહેર થવાની તેની ઈચ્છાનું શું થાય? અને મેં મૂરખે રાણીજી સામે બળવો માંડયો હોત, તો ગુસ્સે થયેલાં રાણીજી મારો શિરચ્છેદ જ કરાવત – આજે સવારે તેમણે પોતાને મોંએ એ શબ્દ ઉચ્ચાર્યો જ હતો! અને મારું માથું કપાઈ જાય, પછી મારી પરણેતર તરીકે જાહેર થયેલી તે મારી મિલકતની રણીધણી વારસદાર બની રહે – પછી તેના કંગાળ પ્રેમી ટ્રેસિલિયન સાથે જીવનભર મોજ માણી શકે ! આ બદઇરાદાથી જ તે પિતે રાણીજી સમક્ષ જઈને મારી જાન જોખમમાં નાખવાનું સમજાવી રહી હતી – એક કાંકરે બે પક્ષી તે આનું નામ! પિતે મારી કાયદેસર પત્ની Page #300 -------------------------------------------------------------------------- ________________ અબઘડી મુલાકાત આપે! ૨૮૩ તરીકે જાહેર થાય અને તેની સાથે જ મારું માથું જાય એટલે મારી મિલકત અને તેને પ્રેમી બંને વાનાં તેને મળે ! – બસ, વાર્ને, હવે એક શબ્દ પણ ન બોલીશ. હું તેનું લેહી રેડીશ જ! ઈશ્વરના અને માણસના બંનેના કાયદાથી એ દગાબાજ – ફરેબી – બેવફા સ્ત્રી મોતને પાત્ર થઈ છે – પણ આ કાસ્કેટ પેલો છોકરો કાઉન્ટસને પહોંચાડવા ઇચ્છતા હતા અને તેને ન પહોંચાડી શક્યો એટલે ટ્રેસિલિયનને પહોંચાડવા મને આપી ગયો છે, એમાં શું છે? – અરે વાહ! આ તો મેં મન કરીને આપેલાં બધાં જવાહિર છેને! અહા! ડાકણ, એટલું પણ પોતાના પ્રેમી માટે લેતી આવી છેને!– બસ હવે તું ક્ષમા આપવાનું નામ ન દઈશ – એનું આવી જ બન્યું છે! એ એક ક્ષણ પણ જીવવાને પાત્ર નથી!” ત્યાર પછી થોડી વાર તો પોતાના ભભૂકી ઊઠેલા ગુસ્સાને તાપ શમાવવા માટે જ લિસેસ્ટર પોતાની કેબિનમાં પેસી ગયો. દરમ્યાન વાર્નેએ કાસ્કેટનાં અર્થે ફગાવી દીધેલાં બધાં કીમતી ઘરેણાં સમેટી-લીધાં અને એક કબાટના ખાનામાં મૂકી દીધાં. થોડી વાર બાદ લિસેસ્ટરે વાર્નેને પોતાની કેબિનમાં બોલાવ્યો. અંદર તેઓએ એક કલાક સુધી મંત્રણાઓ ચલાવી. ત્યાર બાદ લિસેસ્ટર પિશાક બદલી રાણીજી પાસે જવા ઊપડી ગયો. અબઘડી મુલાકાત આપો ! આ દિવસના બાકીના કાર્યક્રમમાં લિસેસ્ટર અને વાને જે રીતે વર્યા હતા, તેથી ઘણાઓને આશ્ચર્ય થયું હતું. વાને સામાન્ય રીતે સલાહસૂચન અને કામધંધાની એટલે કે લાભની વાતને જ વળગી રહેનાર ગંભીર માણસ ગણાત, તે એ દિવસે આનંદ-પ્રમોદ તથા મજાક-મશ્કરીમાં એટલો બધો હળવા મનથી ભળવા લાગ્યો કે, સૌને એ જુદો જ માણસ બની ગયેલો લાગ્યો. ત્યારે લિએસ્ટર હમેશ આનંદ-પ્રમોદ વધારનાર ખુશનુમા દરબારી ગણાતે, તે એ દિવસે કંઈક શૂન્યમનસ્ક જે બની ગયેલો લાગતો હતો. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પ્રીત કિયે દુઃખ હોય” તેની બધી ચેષ્ટાઓ જાણે યંત્રવત્ થતી હોય – અંદરનું કોઈ ચક્ર ખસે તેની રાહ જોતી હેય – એવું લાગતું હતું. ઇલિઝાબેથ જેવી રાણી પોતાની હાજરીમાં કોઈ દરબારી આવું બેધ્યાનપણું દાખવે, તે સહન જ ન કરી શકે. અને તેણે લિએસ્ટર પ્રત્યે પણ ભારે ગુસ્સે જ દાખવ્યો હોત; પરંતુ સ્વાભાવિક રીતે જ તેણે એમ માની લીધું કે, એ બધું થવાનું કારણ પોતે સવારમાં જે નાહકને ગુસ્સ દાખવ્યો હતો તે જ છે. અને પોતાની નાખુશીની આવી કારમી અસર પોતાના કૃપાપાત્ર-પ્રેમપાત્ર ઉપર થઈ છે એ જાણી, એના સ્ત્રી-હૃદયને એક પ્રકારનો મધુર આનંદ જ થયો. અચાનક, લિસેસ્ટરને વાર્નેએ જુદા ઓરડામાં બોલાવ્યો. બેએક વખત એમ બોલાવ્યાથી લિસેસ્ટર રાણીજીની પરવાનગી લઈને બહાર ગયો, ત્યારે વાર્નેએ તેને કાનમાં કહી દીધું, “બધું બરાબર છે, નામદાર.” માસ્ટર્સે તેને તપાસી?” “હા, નામદાર, બાનુએ એમના એક પ્રશ્નનો જવાબ ન આપ્યો, તથા જવાબ શાથી નથી આપતાં તેનું કશું વાજબી કારણ પણ ન દર્શાવ્યું, એટલે માસ્ટર્સ રાણીજીને એવો અહેવાલ આપવાના છે કે, બાનનું મગજ અસ્થિર થઈ ગયું છે એટલે તેમને તેમનાં સગાંવહાલાંને સોંપી દેવાં. હવે આપણે નક્કી કર્યું હતું તેમ, તેમને અહીંથી ખસેડી શકીશું.” પણ ટ્રેસિલિયન?” તેને થોડોક વખત તે ખબર જ નહિ પડે કે બાનને અહીંથી ખસેડવામાં આવ્યાં છે. આજે સાંજે બાનને ખસેડી દઈએ, એટલે પછી કાલે એનો વારો.” ના, ના, તું નહિ; ટ્રેસિલિયન ઉપર તે હું મારે હાથે વેર લઈશ !” આપ નામદારે એવા તુચ્છ માણસ ઉપર હાથ ઉપાડવાની જરૂર નથી – ઉપરાંત તેને ઘણાય વખતથી પરદેશ ચાલ્યા જવાની મરજી થઈ છે. એટલે એની વાત મારી ઉપર જ છોડી દો – તે ત્યાંથી કશી વાત કહેવા અહીં પાછો નહીં આવવા પામે.” Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ અબઘડી મુલાકાત આપે! ના, ના, એમ નહીં, વાર્ને! દુશ્મનને તુચ્છ ગણી શકાય જ નહિ. એણે મને એવો કારમો ઘા કર્યો છે કે આખી જિંદગી મારે હવે દુ:ખશોકમાં જ વ્યતીત કરવાની છે.” મારા લૉર્ડ, આપ જરા અરીસામાં આપનું મેં જુઓ – અત્યારે આપની સ્થિતિ કશે વિચાર સ્થિરતાથી કરી શકે એવી લાગે છે? દુ:ખશોકની આવી લાગણીઓથી સામાન્ય માણસો જ અભિભૂત થઈ જાય. પ્રેમમાં સ્ત્રીથી છેતરાનાર આપ જ પહેલા પુરુષ છો કંઈ? અને એ કારણે આપ આમ અવિચારી – પાગલ જેવા થઈ જશે? એ સ્ત્રી તે જાણે આપના જીવનમાં આવી જ નથી એમ માનીને તેને ભૂલી જાઓ. એને આપના મગજમાં જરાય સ્થાન ન આપો. આજે સવારે આપે નક્કી કર્યું છે તેમ, તે સ્ત્રી મેતને પાત્ર છે – તેને મરવા દો!” “તે એ ભલે મરે– પણ ટ્રેસિલિયનને તે હું મારે હાથે જ ખતમ કરીશ.” “એ ગાંડપણ છે, નામદાર; પણ મારાથી આપ જેવા મોટાના વેરના કે પ્રેમના માર્ગમાં આડે અવાય નહિ. એટલે આપનો એ નિરધાર યોગ્ય સમય અને તક મળે ત્યાં સુધીને માટે સ્થગિત રાખો – એટલી જ મારી વિનંતી છે.” તે પછી એ સમય અને તક તું મને નક્કી કરી આપજે- પણ મારો એ નિરધાર બદલવા પ્રયત્ન હવે કરીશ નહિ.” તે હવે મારા લૉર્ડ, આપ આપની મુક્ત રીતભાત, મુક્ત બોલચાલ ફરીથી આરંભી દો. રાણીજી આપની આ બદલાયેલી સ્થિતિ દેખી ચિંતામાં પડ્યાં છે. પણ એ ચિંતા થોડી વારમાં કંટાળાનું અને પછી ગુસ્સાનું રૂપ લેશે. અત્યાર સુધી તે કેવળ આપ પ્રત્યેના પ્રેમભાવને કારણે જ શાંત રહ્યાં છે.” એમ? હું એટલો બધો ભાનભૂલો થઈ ગયો છું? ઠીક, હું હવે સ્વસ્થ થઈ જાઉં છું. હું મારી જાત ઉપર કડક નિયંત્રણ રાખીશ. હવે તારે બીજું કહેવાનું છે?” “મને આપ નામદારની મહોર-મુદ્રાવાળી વીંટી આપો. કારણકે, મારે બાનુને અહીંથી દૂર કરવામાં કેટલાંક માણસની મદદ લેવી પડશે. આપે મને Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ પ્રીત કિયે દુઃખ હોય' તેમ કરવાની કુલમુખત્યારી આપી છે, એવી ખાતરી મારે એ લોકોને કરાવવી " પડશે. ” લિસેસ્ટરે તરત આંગળી ઉપરથી વીંટી કાઢી આપી, અને કંઈક વિક્ષિપ્તમ ચહેરા સાથે વાર્નેના કાનમાં ધીમેથી કહ્યું, “તું જે કંઈ કરે તે ઝડપથી કરી નાખજે.” દરમ્યાન, અર્લ ઑફ લિસેસ્ટરને અચાનક તથા આટલા લાંબા વખત બહાર કેમ જવું પડયું, એની ચર્ચા અને ચિંતા દરબાર-હૉલમાં શરૂ થઈ હતી. પરંતુ લિસેસ્ટર જ્યારે પાછા આવ્યા, ત્યારે તેના મોં ઉપર થોડા વખતથી છવાઈ રહેલા દેખાતા અંધારપડદા છેક જ હઠી ગયા હતા; અને તે પહેલાંના ખુશનુમા ચિંતામુક્ત દરબારી બની ગયા હતા. અને એ દિવસે તેણે રાણીજી સાથેની વર્તણૂકમાં અને વ્યવહારમાં એવા હાર્દિક ભાવ વ્યક્ત કર્યો કે, રાણી ફરીથી તેના માહમાં આવી ગઈ : પોતાની સત્તામાં કોઈ ભાગીદાર બને એ બાબતની તેની અદેખાઈ જાણે નિદ્રાવશ થઈ ગઈ; બધાં સામાજિક કે કૌટુંબિક બંધનાથી મુક્ત રહેવાના તેના નિશ્ચય ભુલાઈ ગયા; અને કેવળ પેાતાનાં પ્રજાજનાની સાર-સંભાળમાં જ જીવન ગુજારવાની તેની મનીષા ડગી ગઈ. ડડ્ડીના સિતારો પાછા દરબાર-ક્ષિતિજે એકદમ ઊંચા ચમકવા લાગ્યા. તે સાંજે થોડી વાર બાદ થનારા જુદા જુદા વેશાના કાર્યક્રમની રાહ જોતાં સૌ હવે બેઠાં હતાં તે વખતે અર્લ ઑફ લિસેસ્ટરે લૉર્ડ વિલાબી, ફૂલે વગેરે સામે મજાકના એવા સપાટા લગાવવા માંડયા કે રાણી હસતી હસતી બેવડી વળી જઈને બાલી ઊઠી, મારા લૉર્ડ, તમે અમને હસાવી હસાવીને મારી નાખવા ધાર્યું છે કે શું? એ ભયંકર રાજદ્રોહ બદલ તમારી ધરપકડ કરાવી તમને સજા કરાવવી જોઈશે.” 66 થોડી વાર બાદ રાણીજીના વૈદ માસ્ટર્સ ત્યાં આવતાં રાણીજીએ તેને પૂછ્યું, “પેલી ભાગેડુ નવાઢાની શી સ્થિતિ છે, વારુ?” “લેડી વાને બહુ ગમગીન છે, નામદાર; અને તેમની તબિયત અંગે મારી સાથે તે કંઈ જ બોલવા માગતાં નથી. આપની સમક્ષ જ જે કંઈ કહેવું હશે તે તેઓ કહેશે, એમ કહીને બીજા કોઈ ઊતરતી કક્ષાના માણસ સાથે વાતચીત કરવાનું પણ તેમને મન નથી.” Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ અબઘડી મુલાકાત આપે! “ના રે ના, મારે એ ગાંડી સ્ત્રી સાથે હવે કશી માથાકૂટ કરવી નથી; તેણે અત્યાર આગમચ અમારી આગળ સારી પેઠે ઉત્પાત મચાવી મૂક્યો છે અને અમને અમારા માનવંતા ઉમરા સાથે નાહક અણબનાવમાં સંડોવ્યાં છે – હવે માંડ બાજી સુધરી છે, ત્યારે અમારે ફરીથી એ જોખમ ખેડવું નથી!” રાણીએ લિએસ્ટર સામે જોતાં જોતાં કહ્યું. લિસેસ્ટરે કશો જવાબ ન આપ્યો. રાણી વધુ લાડ કરતી તેના સામું જોઈને બોલી, “તમે લૉર્ડ, બહુ કિન્નાખોર લાગો છો; કશું ઝટ ભૂલતા નથી. પણ અમે તમને યોગ્ય સ્થળે અને યોગ્ય કાળે તે બદલ કપરી સજા કરીશું. અત્યારે તો હવે આ લેડી વાનેનું પ્રકરણ પતવી દઈએ. તે માસ્ટર્સ, એ પગલીની તબિયત તમે કેવી ગણો છો?” તે અત્યારે એક પ્રકારની મગજની અસ્થિર હાલતમાં છે – એટલે અહીંના ઉત્સવ-સમારંભની ધમાલમાંથી તેમને ખસેડી તેમના પતિ પિતાને ઘેર દૂર લઈ જાય, એ સલાહભર્યું છે. અહીંના અવાજો અને હાલચાલ તેમના નિર્બળ બની ગયેલા મગજ ઉપર ખરાબ અસર કરશે.” તે પછી વાર્નેએ તેને અહીંથી ઝટપટ ખસેડી લેવી જોઈએ નહીં તે થોડા વખતમાં તે પોતાની જાતને બધાની રાણી માનવા લાગશે અને હુકમ ફરમાવવા માંડશે. આવી સુંદર અને નાજુક સ્ત્રીનું મગજ આવું અસ્થિર ક્યાંથી? તમે શું માનો છો, મારા લૉર્ડ?” ખરેખર, એ કરુણતા જ કહેવાય.” “પણ કદાચ તમને અમે તેને સુંદર કહી અને ગણાવી તે પસંદ નહિ આવ્યું હોય. કેટલાક પુરુષોને આવી નમી ગયેલી કમળની દાંડી જેવી નમ્રકોમળ પૂતળીઓ નથી ગમતી, પણ વધુ સખત લડાઈ આપે એવી પ્રતાપી સહચારીઓ પસંદ હોય છે – જેમના ઉપર વિજય મેળવવામાં તેમને પોતાનું બધું પુરુષાતન દાખવવું પડે, ખરુંને મારા લૉર્ડ? લિસેસ્ટરે ધીમે અવાજે જવાબ આપ્યો, “આપ નામદાર માનો છો તે કરતાં મારો પ્રેમ બહુ ઊતરતી કક્ષાને છે; કારણકે તે એવી જગાએ સ્થિર થયો છે, જ્યાં તે કદી હુકમ બજાવવાની ઇચ્છા પણ કરી શકે તેમ નથી; જેની માત્ર તાબેદારી જ ઉઠાવવા તે રાજી છે.” Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પ્રીત કિયે દુઃખ હેય” રાણીના મોં ઉપર લજજાની સુરખી છવાઈ રહી. તે જ વખતે વેશને ખેલ શરૂ કરવાનું બ્યુગલ વાગ્યું અને બંને પ્રેમીઓ એ મધુર મૂંઝવણમાંથી ઊગરી ગયાં. પહેલો વેશ ઈંગ્લેન્ડના મૂળ વતની બ્રિટનનો હતો. દરબારમાંથી પડછંદ શરીરવાળા કદાવર માણસોને પસંદ કરીને એ વેશ આપવામાં આવ્યો હતે. તેમની સાથેનું સંગીત પણ એમની જૂની ઢબનું જ હતું. ત્યાર પછી બ્રિટનોને જીતનારા રોમનોનો વેશ આવ્યો. તેમનો પોશાક – શસ્ત્રો વગેરે સુસંસ્કૃત હતાં. વિજયી નીવડનાર અને સંસ્કૃતિ ફેલાવનાર માણસે જેવી તેમની અદા હતી. તેમની સાથેને વાદ્ય-સરંજામ પણ એ યુગને – એ ઢબનો હતો. પછી સેકસનો આવ્યા – જર્મન વનપ્રદેશના વતનીઓ – રીંછનાં ચામડાં પહેરેલા, તેમના યુદ્ધ-પરશુઓ અને અનુરૂપ વાઘમંડળી સાથે. અને છેવટે નાઈટોની અદાવાળા નૉર્મનો આવ્યા – લોખંડની કડીઓનાં બનાવેલાં બખ્તર અને પોલાદી ટોપ પહેરનારા – તેમના સાજસંગીત સાથે. આ ચારે મંડળીઓ આ વિશાળ ઓરડામાં એક પછી એક ક્રમે, તથા પ્રેક્ષકોને દરેકનો પ્રકાર નક્કી કરી લેવાનો વખત મળે તે રીતે દાખલ થઈ હતી. પછી આખા દરબાર-હૉલમાં પોતપોતાનાં રણ-વાજિત્રોના નાદ સાથે કૂચકદમ કરી બતાવીને તેઓ એકબીજાની સામે આ રીતે ઊભી રહી : બ્રિટન સામે રોમનો, અને સેકસને સામે નૉર્મને. તેઓ હવે રણવાદ્યોને ઊપડતે તાલે એકબીજા સામે રણનૃત્ય કરતા ધસી જવા લાગ્યા અને મંદ્ર થવા લાગતા તાલે પાછા ખસી જઈ પોતાને મૂળ સ્થાને આવી રહેતા. આમ બ્રિટનમાં આવીને સંઘર્ષ મચાવી ગયેલી જુદી જુદી જાતિઓનો મનોરંજક અને પ્રેરક દેખાવ સૌની સમક્ષ અંકાઈ રહ્યો. એ રણનૃત્ય લાંબો વખત ચાલ્યું. તે પછી અચાનક એક રણશિંગું ફૂંકાયું અને ડાકણ-પુત્ર મલિન, મેલી વિઘાના સાધકના ગૂઢ પોશાક સાથે સૌની સમક્ષ આવીને ઊભો રહ્યો. એની આસપાસ જે જુદાં જુદાં ભૂત અને સો તેણે સાધેલાં હતાં તેમની આકૃતિઓ ધારણ કરનારી મંડળી હતી. સૌ નેકર-ચાકર પણ, રાણીજીની હાજરીની આમન્યા ભૂલી, બારણાંમાં ટોળે વળીને આ અદ્ભુત દૃશ્ય જોઈ રહ્યા, Page #306 -------------------------------------------------------------------------- ________________ અબઘડી મુલાકાત આપે! ૨૯૯ એ લોકોને દૂર હટાવવામાં પેાતાના અફસરોને પડતી મુશ્કેલી જોઈ, રાણીજીને ડખલ ન થાય તે માટે લિસેસ્ટર જાતે જઈને હૉલને છેડે જઈને ઊભા રહ્યો. જોકે, રાણીજીએ સૌને આ અદ્ભુત ખેલ જેવા દેવાની છૂટ આપવા જણાવ્યું. છતાં લિસેસ્ટર એ બધા શાંત રહે અને ચુપકીદી જાળવે એ બહાને ત્યાં જ ઊભા રહ્યો. ખરી રીતે પેાતાના મનમાં વ્યાપી રહેલ વેરકિન્તા-ક્રોધ-ખેદ-શાક વગેરે ભાવાને દબાવીને બહાર આમેાદ-પ્રમાદના દેખાવ રાખવા તેને માટે મુશ્કેલ બની ગયું હોવાથી તે પેાતાના જભ્ભા જરા ઊંચા ચડાવી, માં ઢાંકી, તે તરફના ટોળા વચ્ચે ભળી જઈને ચૂપ ઊભા રહ્યો. મિલને પોતાના જાદુઈ દંડ ફેરવી સૌ વેશધારીઓને પોતાની જાદુઈ શક્તિથી જાણે અચાનક ચૂપ અને સ્થંભિત કરી દીધા. પછી તેણે કવિતાની ભાષામાં સૌને ફરમાવ્યું કે, આમ અંદર અંદર ઝઘડાને બદલે જે શાહી સમ્રાજ્ઞી ઇંગ્લેંડના રાજસિંહાસન ઉપર અત્યારે બિરાજે છે, તેમની સમક્ષ જઈ, સૌ પોતપેાતાની વિશેષતાની અને ઉત્તમતાની તકરાર રજૂ કરો અને ફેસલા માગેા. એટલે દરેક મંડળી હવે સંગીતના ઘેરા સૂરો સાથે રાણી ઇલિઝાબેથને અભિવંદન કરવા અને સંબાધવા આવતી ગઈ, અને પોતપોતાની જાતિની પરંપરા અને વિશેષતાઓના ઉલ્લેખ કરતી કરતી, બીજી જાતિ કરતાં પેાતાની જાતિની શ્રેષ્ઠતાની રજૂઆત કરતી ગઈ. પછી રાણીએ એ સૌના હક-દાવાને ફેસલા આપતાં જણાવ્યું, “ વિખ્યાત મર્લિને જે ફૂટ કોયડો અમારી સમક્ષ રજૂ કર્યો છે, તેના ફેંસલા આપવા અમે પૂરાં શક્તિમાન નથી; પણ અમને એટલું લાગે છે કે, અત્યારના અંગ્રેજજન જે વિશિષ્ટ વ્યક્તિ બન્યા છે, તેની વિશિષ્ટતા લાવવામાં તમે સૌ જાતિઓના કીમતી ફાળા છે. દાખલા તરીકે, અત્યારના અંગ્રેજમાં જે બહાદુરી અને અણનમ રહેવાની વૃત્તિ છે, તે બ્રિટના પાસેથી તેને મળી છે; રોમના પાસેથી રણમેદાનમાં શિસ્તબદ્ધ ધીરતા, અને શાંતિના સમયમાં સાહિત્ય અને સંસ્કૃતિની ઉપાસના તેને મળેલાં છે; સૅકસના પાસેથી તેને ડાહ્યા અને ન્યાયી કાયદા મળેલા છે, અને પ્રેમ-શૌર્યધારી નૉર્મના પાસેથી પેાતાની વટઈજ્જત બાબતની ચીવટ અને આદર તથા યશસ્વી નીવડવાની ભાવના મળેલાં છે.” પ્રિ૦ – ૧૯ - Page #307 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુખ હાય” મલિને તરત જ જવાબ આપ્યો, “અંગ્રેજ પ્રજામાં આવા આવા વિશેષગુણો ભેગા થયા છે એ ખરેખર સકારણ છે – કારણકે તે જ ઇંગ્લેંડની રાણી ઇલિઝાબેથના શાસન હેઠળ તેઓ જે અનુપમ લાભ ભોગવી રહ્યા છે, તેને માટે તેઓ કંઈકે પાત્ર બની શકે.” પછી પાછું સંગીત શરૂ થયું અને બધી મંડળી, મલિન અને તેની ભૂતાવળ સાથે હૉલમાંથી એક પછી એક રવાના થવા લાગ્યાં. લિસેસ્ટર હજુ દીવાનખાનાને છેડે સૌ ભેગો ઊભે હતું, તેને જલ્મો કોઈએ અચાનક ખેંચ્યો અને તેના કાનમાં ધીમે અવાજે કહ્યું – “મારા લૉર્ડ, અબઘડી હું આપની મુલાકાત માગું છું.” ૩૧ હરામખોર, સાબદો થઈ જા ! આપની મુલાકાત માગું છું,” એ શબ્દો પોતે તે બહુ સીધાસાદા હતા; પણ લૉર્ડ લિસેસ્ટરના મનની સ્થિતિ એવી ગાભરી અને તાવભરી હતી, કે સામાન્ય બનાવો પણ તેને બહુ ઊંડા પરિણામોભર્યા લાગતા હતા. એ શબ્દો કહેનારો પણ કોઈ વિશિષ્ટ દેખાવવાળો માણસ ન હતો – મલિનની સાથે દાખલ થયેલો અને મોં ઉપર તેના અનુયાયીઓનું મહોરું પહેરેલે કોઈ નટ જ હતો. “તું કોણ છે, અને તારે મારું શું કામ છે?” લિએસ્ટરે છળ્યા જેવા થઈને પૂછયું. કશો બદઇરાદો નથી, મારા લૉર્ડ; મારો હેતુ યથાવત્ સમજો, તે શુભેચ્છાભર્યો અને આપનાં વટ-આબરૂ અંગે જ છે.” “હું કોઈ નનામા-અજાણ્યા માણસ સાથે વાત કરવા માગતું નથી; અને જે મારે જાણીતે માણસ હોય, તેણે પણ મુલાકાત માટે બીજો વધુ યોગ્ય સમય શોધવો જોઈએ.” Page #308 -------------------------------------------------------------------------- ________________ હરામખાર, સાબદો થઈ જા ! લિસેસ્ટર આટલું કહીને ચાલ્યા જ ગયા હોત, પણ પેલા મહારાવાળાએ તેને પકડી રાખ્યા. 66 “ જે આપની વટ-આબરૂને લગતી બાબત વિષે વાત કરવા માગતા હોય, તેમને આપના સમય ઉપર અને આપના હાથ ઉપરનાં કામ ઉપર પણ પ્રથમ-હક છે, મારા લૉર્ડ.” “મારી વટ-આબરૂ વિષે સવાલ ઉઠાવનાર તું બહુ તુમાખીભર્યો માણસ લાગે છે; અને અત્યારે ઉત્સવ-સમારંભ દરમ્યાન મળતી છૂટનો ગેરલાભ ઉઠાવે છે. તારું નામ બાલી દે, હું હુકમ કરું છું.” “કૉર્નવૉલના એડમંડ ટ્રેસિલિયન,” પેલા મહારાવાળાએ જવાબ આપ્યા; “મારી જીભ ચાવીસ કલાક માટે આપેલા વચનથી બંધાઈ રહી હતી – હવે એ મુદત પૂરી થઈ છે – અને આપને જ પ્રથમ એ વાત કરવા ઇચ્છીને આપને હું ન્યાય કરી રહ્યો છું.” લિસેસ્ટર જેના ઉપર વેર લેવા તલસી રહ્યો હતા – સળગી રહ્યા હતા, તેને આમ સામે આવીને ઊભેલા જોઈ, તેના હૃદયમાં ત્યાં ને ત્યાં પેાતાની કટાર ખાસી દેવા તે ઉત્સુક થઈ ગયા; પણ વખત અને સ્થળ વિચારીને એકદમ શાંત થઈ ગયા અને બાલ્યા – - ૨૯૧ 66 ‘અને માસ્ટર એડમંડ ટ્રેસિલિયન મારે હાથે શાની અપેક્ષા રાખે છે, વારુ ?” “ન્યાયની, મારા લૉર્ડ,’ 66 ન્યાય મેળવવાના તો દરેક જણને હક છે, અને તમને માસ્ટર ટ્રેસિલિયન, જર ન્યાય મળશે. “આપની ખાનદાની પાસેથી હું એથી ઓછા કશાની અપેક્ષા રાખત નથી; પણ વખત ટાંચા છે, હું આપને આપના શૅમ્બરમાં મળી શકું? મારે આજે રાતે જ આપની સાથે વાત કરી લેવી જોઈએ.” - “ના, ના, તમને હું ઘરના છાપરા નીચે – અને તેય મારા ઘરના છાપરા નીચે નથી મળવા માગતો; આપણે ખુલ્લા આકાશ તળે જ મળીશું.” “આપ કંઈ અસ્વસ્થ કે આકળા થઈ ગયા લાગેા છે, મારા લૉર્ડ; પણ આમાં મિજાજ ગુમાવવા જેવું કશું નથી. છતાં આપ ખુલ્લામાં જ મળવા માગતા હો તો મને વાંધા નથી. પણ મને આપના અર્ધા કલાક વગરના – મળવા જોઈએ.' ડબલ "" - Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પ્રીત કિયે દુઃખ હેય” અર્ધા કલાકની પણ જરૂર નહિ પડે, રાણીજી તેમના ચૅમ્બરમાં ચાલ્યાં જાય, એટલે આરામ-ગાહમાં મને મળજો.” ઠીક છે,” એમ કહી ટ્રેસિલિયન ચાલતો થયો. લિસેસ્ટર પણ પિતે શોધતો હતો તે તક સામેથી જ આવી મળી એ જોઈ રાજી થતો હવે રાણીજી તરફ ચાલ્યો ગયો. ત્યાં રાણીએ તરત જ તેને સંબોધીને કહ્યું, “આ સર રિચાર્ડ વાને તેમની પાગલ પત્નીને લઈને ગઢમાંથી ચાલ્યા જવાની રજા માગે છે. તે કહે છે કે, તમારી પરવાનગી તો તેમને મળી ગઈ છે, તો પછી અમારે પણ અમારી પરવાનગી આપવી જ રહી. પરંતુ આજે તેમણે અમારા રસાલાની સુંદર બાનુઓ પ્રત્યે એવી નજરો નાખી છે કે, ડચેસ ઑફ રટલૅન્ડને એવો ડર છે કે, તે પોતાની ગાડી પત્નીને પાસેના જ તળાવમાં ફેંકી દઈ, અહીં છૂટાદોર વિધુર થઈને પાછા આવશે અને પોતાને ગયેલી બોટ અમારા રસાલા ઉપર તરાપ મારીને ભરપાઈ કરશે. તમે શું માને છે, લૉર્ડ? તમે એમના બધા ગુણ બરાબર જાણતા હશો. શું તે તેમની પત્નીને આમ કરે ખરા?” લિસેસ્ટર જરા મૂંઝાયો, પણ તરત જ ગમે તે જવાબ આપી દેવે જ જોઈએ; એટલે તેણે કહ્યું, “બાનુઓ પોતાની જાત વિષે બહુ ઊંચો ખ્યાલ ધરાવે છે – જાણે કે, કોઈ સ્ત્રી એવી સજાને પાત્ર ન જ હોય; અને અમો પુરુષો માટે વધારે પડતો નીચે ખ્યાલ રાખે છે – જાણે કે, કોઈ પુરુષ નિર્દોષ સ્ત્રી ઉપર એ સીતમ ગુજારવા જેટલો હલકટ બની શકે !” સાંભળો, સાંભળે, બાનુઓ; બધા પુરુષોની પેઠે એ પોતાની જાતિની સ્વભાવગત ક્રૂરતાનો બચાવ આપણી જાતિ ઉપર સ્વભાવગત ચંચળતા આરોપીને કરવા માગે છે.” રાણી બોલી ઊઠી. “મેડમ “આપણી જાત” શબ્દ ન વાપરશો; બીજી હલકટ સ્ત્રીઓ, આકાશની નાની જ્યોતિઓની જેમ, ઓછીવત્તી ટમક્યા કરે અને પોતાના માર્ગથી ચલિત પણ થાય; પણ સૂર્યને કે ઇલિઝાબેથને માર્ગથી ચલિત થવાનો કે અસ્થિરતાને દોષ કોણ આરોપી શકે??” આમ વાત બીજી હળવી બાબતો ઉપર વળી ગઈ; અને લિસેસ્ટરે પછીની વાતચીતમાં પોતાનો ભાગ એ છટાપૂર્વક અને વિનોદપૂર્વક ભજવ્યો કે, વાતવાતમાં મધરાતના ટકોરા પડ્યા; અને રાણીજી પોતાના સૂવાના કમરા તરફ પધાર્યા. Page #310 -------------------------------------------------------------------------- ________________ હરામખેર, સાબ થઈ જ! રહ લિસેસ્ટરે પોતાના કમરામાં જઈ, હજૂરિયાને તરત વાને બોલાવી લાવવા મોકલ્યો. થોડી વારે એ પાછો આવ્યો અને સમાચાર લાવ્યો કે, સર રિચાર્ડ વાને ત્રણ જણ સાથે પછીતને દરવાજે થઈને કલાક થયાં રવાના થઈ ગયા છે – જેમાંનું એક જણ ઘોડા ઉપરની ઢાંકેલી ડોળીમાં હતું. પણ દરવાજા બંધ થઈ ગયા પછી કોઈ માણસ બહાર શી રીતે જઈ શકે? અને હું એમ સમજતો હતો કે, વાને દિવસ ઊગ્યા પછી જ નીકળવાના છે?” તેમણે આપની મુદ્રા-વીંટી બતાવી એટલે દરવાને તેમને જવા દીધા હતા, એમ મને જાણવા મળ્યું છે.” ઠીક છે; પણ તેમણે નાહક ઉતાવળ કરી. તેમના નોકરમાંનું કોઈ હજુ જવાનું બાકી રહ્યું છે?” જ્યારે સર રિચાડ વાને વિદાય થયા ત્યારે તેમણે પોતાના સેવક માઇકેલ લેમ્બૉર્નની બહુ તપાસ કરી હતી, પણ તે મળ્યો નહિ, એટલે તે બહુ ગુસ્સે થઈ ગયા હતા, એમ જાણવા મળ્યું છે. એ માઈલ લેમ્બોર્નને હવે સર રિચાર્ડ વાર્નેની સાથે થઈ જવા ઘોડો સજાવી જલદી ઊપડવાની તૈયારીમાં હું હમણાં જ જોઈને આવ્યો છે.” તેને અબઘડી અહીં બોલાવી લાવ. મારે તેના માલિકને માટે એક તાકીદનો સંદેશો મોકલવાનો છે.” હજૂરિયો લેંમ્બૉર્નને બોલાવવા દોડી ગયો એટલે લિએસ્ટર કમરામાં આમતેમ આંટા મારવા લાગ્યો. તેને વિચાર આવ્યો, “વાર્ને વધારે પડતું કટ્ટર છે અને બહુ આગ્રહી છે. તે મને ચાહે છે, પણ તેને પોતાનો સ્વાર્થ પણ સાધવાનો હોય છે – અને પોતાના સ્વાર્થની બાબતમાં તે જરાય પાછું વળીને જોતા નથી. મારી બઢતીમાં જ તેની બઢતી સમાયેલી છે; એટલે હું રાજા બનું એની આડે આવતું આ વિદન દૂર કરવાની તેને બહુ ઉતાવળ છે. પણ મારે નાહક બદનામી વહોરવી નથી – એમીને સજા જરૂર કરવી છે, પણ તે બધું બહુ જાળવીને કરીશું. વધારે પડતી ઉતાવળ કરવા જતાં મારા અંતરમાં ખોટી બળતરા ઊભી થાય છે – અત્યારે જ હું એને દાહ વેઠી રહ્યો છું. – નહિ, એકસાથે એક જ શિકાર બસ છે – અને એ શિકાર સામેથી મારી રાહ જોઈને તૈયાર ઊભો છે.” Page #311 -------------------------------------------------------------------------- ________________ “પ્રીત કિયે દુખ હોય' તેણે તરત લેખનસામગ્રી હાથમાં લીધી અને ઉતાવળે નીચેની લીંટીઓ ઘસડી કાઢી – “સર રિચાર્ડ વાને, અમે તમને સોંપેલું કામ હાલ તુરત મુલતવી રાખવાનું નક્કી કર્યું છે, અને તમને તાકીદનો હુકમ કરીએ છીએ કે તમારે અમારી કાઉન્ટસની બાબતમાં આગળ કશું પગલું ભરવું નહિ. તેથી તમે એમને સહીસલામત સંપીને તરત કેનિકવર્થ પાછા ફરો. પણ તમારે એ અંગે થોડું વધુ રોકાવાની જરૂર પડે તેવું હોય તો અમારી મહોર-મુદ્રાની વીંટી તે ઉતાવળે કોઈ વિશ્વાસુ માણસ સાથે પાછી મોકલાવી દો; કારણકે, અમારે અત્યારે તેની જરૂર છે. પત્રમાં જણાવેલી બાબતેનું તાકીદે પાલન કરવાના હુકમ સાથે, તમારો વિશ્વાસુ મિત્ર અને માલિક, “ૉ૦ લિસેસ્ટર. “કેનિલવ કેંસલ, ૧૦મી જુલાઈ, ૧૫૭૫.” લિસેસ્ટર કાગળ પૂરો કરી બીડી રહેવા આવ્યો એટલામાં જ લૅમ્બૉર્ન ઉતાવળે પેલા હજૂરિયા સાથે ત્યાં આવી પહોંચ્યો. તું કયા કામ ઉપર છે?” અલેં પૂછ્યું. “આપ નામદારના ખાસદારને ખાસદાર છું.” “તું તારા માલિકને કેટલી વારમાં પકડી પાડી શકીશ?” “એક કલાકમાં, લૉર્ડ, જો માણસ અને ઘોડો બંને બરાબર કામગીરી બજાવે છે.” મેં તારે વિષે સાંભળ્યું છે કે, તું નોકરી બજાવવાની બાબતમાં બહુ પાવરધો છે; પણ જરા લબાડ અને વધારે પડતો વ્યસની છે, જેથી ખાસ અગત્યના કામ તને ઍપતાં વિચાર થાય.” લૉર્ડ, હું સજર પણ બન્યો છું, ખલાસી પણ બન્યો છું; મુસાફર પણ બન્યો છું અને માથું અને કાયદો વેગળાં મૂકીને ચાલનારો સાહસખોર પણ. આ બધા ધંધા એવા છે, જેમાં માણસ “આજનો લહાવો” લઈ લે છે, કારણકે “કાલ કોણે દીઠી છે?' પરંતુ મારો પોતાનો ફુરસદને સમય હું ગમે તેમ વાપરે, પણ મેં મારા માલિકની નોકરી બજાવવામાં કદી બેદરકારી દાખવી નથી.” Page #312 -------------------------------------------------------------------------- ________________ હરામખેર, સાબદે થઈ જા! ૨૯૫ “તે અત્યારની આ નોકરી પણ બરાબર બજાવજે, અને તેને ફાયદો જ થશે. આ કાગળ ઉતાવળે જઈને કાળજીપૂર્વક હાથોહાથ સર રિચાર્ડ વાર્નેના હાથમાં પહોંચાડી દે.” મારે એથી આગળ કશું કરવાનું નથી?” ના; પણ આટલું કામ તું ઉતાવળે અને કાળજીપૂર્વક પાર પાડે એ મારે મન બહુ અગત્યનું છે.” “હું કાળજી તથા ઘોડાના પગ વાપરવામાં કસર નહિ રાખું, નામદાર.” અને એમ કહી લેમ્બોર્ન તરત ઊપડી ગયો. લિસેસ્ટર જેવા માણસને આ કાગળ “કાળજીથી”, “ઉતાવળે' અને હાથોહાથ' પહોંચાડવાની શી “અગત્ય' છે, એ જોયા વિના લૅમ્બૉર્નને ચાલે તેમ નહોતું. કાગળ બરાબર બિડાયો ન હતો એટલે તેણે તરત ઉઘાડીને વાંચી જોયો. અને તરત હાથે તાળી પાડીને તે બોલી ઊઠયો, – “કાઉટેસ! - કાઉસ! – વાહ આવી ગુપ્ત વાત હાથમાં આવી, એથી કાં તે હું રાજ્ય ઊભું કરી શકું કે બરબાદી!– ચાલ ભાઈ ઘોડા! હવે મારી એડીઓ અને તારાં પડખાં!” લૅમ્બૉર્ન ઘોડા ઉપર બેસતાં બેસતાં બબડયો. લિસેસ્ટર હવે કપડાં બદલી, હાથમાં દીવો લઈ, એક ખાનગી માર્ગ દ્વારા પછીતના ગુમ દ્વારે પહોંચ્યો – જ્યાંથી આરામગાહ બહુ નજીક આવેલી હતી. તેના મનમાં એક જ ચિંતા હતી કે, એ ટ્રેસિલિયનને – બદમાશના બચ્ચાને – હમણાં પોતે હાથમાંથી જવા દીધો, એટલે તે પેલી વ્યભિચારિણીને બચાવવા તે નહિ દોડી ગયો હોય? કારણકે, વાને સાથે બહુમાં બહુ તો બે જ માણસે હોય એમ લાગે છે.” પણ એટલામાં એક આળો તેની સામે આવ્યો અને તે ટ્રેસિલિયન હતો. લિસેસ્ટરે તેને જોઈ નિરાંતને દમ ખેંચ્યો અને કહ્યું, “તમે મારી સાથે ખાનગીમાં મુલાકાત માગી હતી – હું આવ્યો છું, તમારે શું કહેવાનું છે?” લૉર્ડ, મારે જે કહેવાનું છે તે બહુ અગત્યનું છે, અને જરા શાંતિથી અને ધીરજથી સાંભળવાનું છે. મને આપ દુશ્મન તો ગણતા નથીને?” એમ ગણું તો તે માટે તમે પૂરતું કારણ નથી આપ્યું?” Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ " પ્રીત કિયે દુઃખ હોય' “મને આપ અન્યાય કરો છો, નામદાર; હું અર્લ ઑફ સસેકસને પક્ષકાર કે અનુયાયી નથી, માત્ર મિત્ર છું. દરબારીઓ તેમને આપના હરીફ કહે છે; પણ હું પાતે તે! દરબારથી કે દરબારના કાવા-દાવાથી કેટલાય વખતથી અળગા થઈ ગયેલેા છું; કારણકે, એ બધું મારી પ્રકૃતિને માફક આવે તેવું નથી.” “ખરી વાત છે; કારણકે પ્રેમ-પ્રકરણ અને તેના કાવાદાવા તમને ઘણા માફક આવે છે!” 66 નામદાર, જે કમનસીબ વ્યક્તિ વિષે હું વાત કરવા માગું છું, તેના પ્રત્યે શરૂઆતમાં મને કંઈક આસક્તિ હતી, તે બીના ઉપર આપ વધારે પડતા ભાર મૂકતા હો એમ લાગે છે; અને કદાચ એમ પણ માની લેશે કે હું ન્યાયની ભાવનાને બદલે હરીફાઈની અને અદેખાઈની ભાવનાથી પ્રેરાઈને જ એ વ્યક્તિના પક્ષ લઈ રહ્યો છું.” “હું શું માનું છું કે નહિ તેની પંચાત છોડી, તથા તમારે લગતી લાંબી પ્રસ્તાવના છોડી, મારે લગતું તમારે શું કહેવાનું છે તે વાત ઉપર આવી જા; એટલે પછી મારે તમને જે કહેવાનું છે તે હું કહી દઉં.” “ઠીક, નામદાર, હું આપ નામદારને લગતી બાબત ઉપર જ આવી જાઉં છું. મારે બિચારી ઍમી રોલ્સર્ટ અંગે આપ નામદારને કંઈક વિનંતી કરવાની છે. તેના ઇતિહાસ આપને સુવિદિત જ છે. અત્યાર આગમચ, એ બાનુને હાનિ પહોંચાડનાર બદમાશ અને મારી વચ્ચે ન્યાય તાળવા હું આપની પાસે સીધા ન આવી શકયો, એ બાબત મને ઘણા ખેદ થાય છે. નામદાર, એ બાનુ પેાતાની ગેરકાયદે અને જોખમભરેલી કેદમાંથી ભાગીને, પાતાના નાલાયક પતિને જાતે મળી તેને સમજાવી જોવા માટે અહીં આવી પહોંચી છે – અને તેણે મારી પાસેથી વચન લીધું હતું કે, મારે ચાવીસ કલાક એની બાબતમાં માથું ન મારવું, અને તેને પેાતાને જ પાતાના પિત પાસેથી પોતાના હક મેળવવા પ્રયત્ન કરવા દેવા.” એ જાણે છે ખરો?” “હેં? હું કોની સાથે વાત કરી રહ્યો છે, “હું એના નાલાયક પતિ વિષે વાત કરી રહ્યો છું, અને તેને માટે હું વધુ હળવી ભાષા વાપરી શકું તેમ નથી. એ દુખિયારી બાઈને મારી જાણ બહાર આ ગઢના કોઈ ગુપ્ત ભાગમાં ખસેડવામાં આવી છે – જેથી તેની ઉપર મનફાવતી જબરદસ્તી થઈ શકે. એ ખતરો તાકીદે સંભાળી લેવા Page #314 -------------------------------------------------------------------------- ________________ હરામખેર, સાબ થઈ જા! જોઈએ, મારા લૉર્ડ; હું તેના બાપના મુખત્યાર તરીકે બોલું છું. આ કમનસીબ લગ્ન રાણીજી સમક્ષ જાહેર થવું જોઈએ તથા કબૂલ રખાવું જોઈએ તથા એ બાનુને નિયંત્રણમાંથી છોડાવવી જોઈએ તથા પોતાની મરજી પ્રમાણે વર્તી શકે એમ મુક્ત કરવી જોઈએ. મને એમ કહેવા દો કે, મારી આ ન્યાયી માગણીઓને સ્વીકાર થાય એ વસ્તુ આપ નામદારની શાનને જેટલી લાગે વળગે છે, તેટલી બીજા કશાને લાગતી વળગતી નથી.” અર્લ તો આ માણસને, ઠંડે કલેજે પોતાની વ્યભિચારિણી પ્રેમિકાને કેસ, તેના પતિ આગળ, જાણે તે સ્ત્રી નિર્દોષ હોય – તેના ઉપર જબરદસ્તી થઈ રહી હોય – અને તે પોતે જાણે ત્રાહિત વકીલ હોય એ રીતે રજૂ કરતો જોઈ આભો જ થઈ ગયો. વળી જે લગ્નને એ બાઈએ બેવફા નીવડી કલંકિત કર્યું હતું, તે લગ્નથી મળતાં પદ અને પ્રતિષ્ઠા પછી પોતાના પ્રેમી સાથે ભેળવી શકાય એવી દાનતથી પ્રાપ્ત કરવા એ લગ્નને રાણીજી આગળ જાહેર કરી પ્રમાણિત કરાવવાની વકીલાત એ બદમાશ પ્રેમી જ કરતા આવે, - અને જેને દગો દેવામાં આવ્યો છે તે પતિ આગળ જ, એ વસ્તુ અર્ધથી સહન જ ન થઈ શકી. તેણે તરત ત્રાડ નાખીને કહ્યું, “બદમાશ, એકદમ તરવાર ખેંચ અને સાબદો થઈ જા!” અને એટલું કહેતાંની સાથે તેણે પિતાને જન્મે ફગાવી દઈને મ્યાન સાથેની તરવાર ટ્રેસિલિયનને ખભે પછાડીને તરત ખુલ્લી કરી. હવે ટ્રેસિલિયનને છેક જ દંગ થઈ જવાનો વારો આવ્યો. પણ અર્થે તરવાર ખેંચી હુમલો કરવાની તૈયારી કરેલી હોઈ, તે પણ તત્ક્ષણ તરવાર ખેંચી સાબદો થઈ ગયો. લિસેસ્ટર જેટલી આવડત તેની ન કહેવાય, છતાં તે ઠંડે કલેજે તથા લિસેસ્ટરને કશાક આવેશમાં કે કશાક ભ્રમમાં પડેલો માનીને, માત્ર સ્વરક્ષણ ખાતર જ પેલાના ગુસ્સાભર્યા ઘા ખાળવા લાગ્યો. પણ એટલામાં પાસેથી અવાજ આવ્યો, “પેલ બબૂચક છોકરો ખરું કહેતે હતા; એ લોકો અહીં જ લડી રહ્યા છે – પકડો બદમાશોને !” લિસેસ્ટર તરત જ ટ્રેસિલિયનને આરામગાહમાં ઊંડે ફુવારા પાછળ લઈ ગયો. તરત જ રાણીજીના છ સંરક્ષકો આરામગાહના વચલા રસ્તા ઉપરથી પસાર થયા. તેઓ બોલતા હતા, “આવા અંધારામાં, આ પૂતળાં, પાંજરાં અને બખેલો પાછળ આપણને એ લોકો કદી જડવાના નથી. માટે આપણે Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પ્રીત કિયે દુઃખ હોય' બહારને દરવાજે જ ઊભા રહીએ અને સવાર થતા સુધી એ લાકોને અંદર જ પૂરી રાખીએ.” “ખરી વાત છે; રાણીજીના મુકામની આટલી નજીકમાં – અરે એમના જ મકાનમાં આમ તરવારો ખેંચવી – એ તે કંઈ વાત છે? આપણે તેમને પકડવા જ જોઈએ. એ ગુનાની સજા શિરચ્છેદ જ છે—” “હા, હા, કાયદા એવા જ છે; એ તારે તે ખાસ યાદ રાખવા જેવું છે તું વાત વાતમાં તરવાર ખેંચવા તૈયાર થઈ જાય છે.” - “પણ ત્યારે આ કંઈ રાણીજીના મહેલ નથી; લૉર્ડ લિસેસ્ટરના છે, એ વાત પણ ખરીને !” “પણ તેથી સજા કંઈ ઓછી નહિ થાય; કારણકે આપણાં માલિકણ જેટલાં રાણીજી છે, તેટલા લૉર્ડ ઑફ લિસેસ્ટર રાજાજી જ છે.' “ચૂપ, ચૂપ, બબૂચક ! આસપાસ કોઈ સાંભળતું હશે !” પેલા દૂર નીકળી ગયા એટલે લિસેસ્ટર હવે ટ્રેસિલિયનને બીજે રસ્તે થઈને મેરિવન ટાવર તરફ કાઢી લાવ્યો. ટ્રેસિલિયનના ઉતારો પાછો ત્યાં જ થયા હતા. લિસેસ્ટરે ત્યાં આવી ટ્રેસિલિયનને કહ્યું, “આજે તા આ લોકો વચ્ચે આડા આવ્યા એટલે તું બચી ગયા; પણ તારામાં શરૂ કરેલું આ પૂરું કરવાની હિંમત હાય, તે દરબાર પૂરો થયે કાલે મને મળજે, એટલે હું તને યોગ્ય સમય અને સ્થળ જણાવીશ. "" તમે મને જે પડકાર “લૉર્ડ, બીજે કોઈ વખતે તો તમારી આ ગુસ્સાભરી વિચિત્ર વર્તણૂકના અર્થ પૂછવાને હું જરૂર પ્રયત્ન કરત, પણ હવે તે આપ્યા છે, તે લેાહી વડે જ ધાઈ શકાય એમ છે; એટલે તમે તમારી ઇચ્છાઓ વડે તમારી જાતને ગમે તેવા મેાટા માની બેઠા હા, પણ મારા ઉપર તમે ખામુખા કરેલા આ હુમલાને જવાબ મારે વાળવા જ પડશે. ” ४ પાછા ફરતાં લિરોસ્ટરને પેાતાના કમરા તરફ પહોંચવા માટે હન્સડનના ઉતારા આગળ થઈને જવાનું હતું. લૉર્ડ હન્સડન અર્ધાં કપડાં પહેરેલા ઉઘાડી તરવારે તેને સામા જ મળ્યા. “લૉર્ડ લિસેસ્ટર, તમે પણ જાગી પડયા છે કે શું? તમારા કિલ્લામાં રાતે પણ દિવસ જેટલી જ ધાંધળ મચી રહે છે, એ નવાઈની વાત છે. બે Page #316 -------------------------------------------------------------------------- ________________ હરામખેર, સાબ થઈ જા! ૨૯૯ કલાક થયાં હું પેલી ગાંડી લેડી વાર્નોની ચીસાચીસથી જાગી ઊઠયો છું. એને પતિ તેને ખૂબ ખરાબ રીતે ખેંચી જતો હતો. તમારી મહેર-મુદ્રાની વીંટી એ બદમાશ પાસે ન હોત, તથા રાણીજીની પોતાની પરવાનગી ન હોત, તો હું એ બદમાશનું માથું મારી તરવારથી ત્યાં ને ત્યાં જ ફાડી નાખત. એ ધાંધળ પત્યું ન પત્યું એટલામાં વળી આરામગાહ તરફ કંઈ ધમાલ થઈ લાગે છે.” લિસેસ્ટરના અંતરમાં લૉર્ડ હન્સડને પહેલા કહેલા સમાચાર છરીની પેઠે પેસી ગયા. તેણે બીજા સમાચારના જવાબમાં હસડનને જણાવ્યું, “હું પણ એ તરફ કંઈ તરવારબાજી મચેલી સાંભળી દોડી ગયો હતો; રાણીજીની હાજરીમાં જ આવાં ઢંકયુદ્ધો !” ૩૨ છછુંદરવેડાનું પરિણામ અાજે દિવસે કૉન્ટ્રીના લોકો જે ખેલ માટે મશહુર હતા તે – એટલે કે, અંગ્રેજો અને ડેન લોકો વચ્ચેના સંઘર્ષને ખેલ પડવાનો હતો. ડેન લોકોના હુમલા સામે (ઈ.સ. ૧૦૧૨) અંગ્રેજ સ્ત્રીઓએ ખાસ બહાદુરી બતાવી હતી અને તેથી કૉન્ટ્રીના લોકો આ ખેલ દર વર્ષે ઊજવતા. જોકે પછી કેટલાક પાદરીઓએ વાંધા નાખીને આ ખેલ બંધ કરાવ્યો હતો. આ વખતે કૉન્ટ્રી અને આસપાસના લોકોએ રાણીજીને આ ખેલ પાછો ચાલુ કરવા દેવા પરવાનગી માગી હતી, અને તેને પહેલો પ્રયોગ તે રાણીજી સમક્ષ જ કરી બતાવવાના હતા. રાણીને આ ખેલ જોઈ ખૂબ આનંદ થયો. અને તે પૂરો થયે અર્ધ ઑફ સસેકસને અને લૉર્ડ હન્સડનને તે અંગે વાતચીત કરવા પોતાની પાસે બોલાવ્યા. કેટલાક વખતથી રાણી લિસેસ્ટરને જ પોતાની પાસે રાખતી આવી હોવાથી, આ વખતે સસેકસને મનાવી લેવા ખાતર જ તેણે પોતાની પાસે ખાસ બોલાવ્યા હતા. લિસેસ્ટર સમજી જઈને દૂર જ રહ્યો. Page #317 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુ:ખ હોય' રાણીને એ લાકો સાથે બરાબર વાતોએ વળગેલી જોઈ, લિસેસ્ટર ટ્રેસિલિયનને નિશાની કરી પોતાની સાથે બહાર લઈ ગયા. એક વાડ પાછળ અર્થાના નાકર બે ઘેાડા તૈયાર રાખીને ઊભા હતા. ૩૦૦ બંને જણ ઘેાડા ઉપર સવાર થઈ ગયા. ગઢથી એક માઈલ દૂર આવેલી એકની ઝાડીમાં લિસેસ્ટરે સ્થાન વિચારી રાખ્યું હતું. ત્યાં પહોંચી ઘોડા ઉપરથી ઊતરી અલે ઘેાડાને એક ઝાડ સાથે બાંધી દીધા, અને “અહીં હવે આપણને કોઈ ડખલ કરવા આવી શકે તેમ નથી. એમ ટ્રેસિલિયનને કહી, તેણે તરવાર ખુલ્લી કરી. ટ્રેસિલિયને પણ તેનું જ અનુકરણ કરીને તરત તરવાર ખેંચી. પણ એટલું કહી દીધું, “લૉર્ડ, મને મેાતના ડર નથી, એ વાત ઘણાને જાણીતી છે; પણ મારે પૂછયા વિના ચાલતું નથી કે, તમે મારી સાથે છેક આ છેલ્લી કોટીના વ્યવહાર કેમ દાખવી રહ્યા છે? ' “ જો તારે હજુ એથી વધારે ખરાબ વ્યવહાર ન જોવા-સાંભળવા હોય, તે તરત તરવાર વાપરવા માંડ.” - “ભલે લૉર્ડ, ઈશ્વર આપણા ન્યાય તાળશે! અને તમારા જાન જશે, તો તેના દોષ તમારે માથે જ હશે – મેં તમને કશું કારણ આપ્યું નથી.” પણ તે એ વાકય પૂરું કરી રહે તે પહેલાં તે। લિસેસ્ટર તેના ઉપર તૂટી પડયો. લિસેસ્ટરને ગઈ રાતે ટ્રેસિલિયનની પટાબાજીની કુશળતાના પરિચય થઈ ગયા હતા, એટલે તે આજે જરા વધુ ખ્યાલ રાખીને લડતા હતા. ઘેાડી મિનિટો સુધી તે બંને જણ સરખા જ નીવડયા; પણ છેવટે એક દાવમાં લિસેસ્ટરે ટ્રેસિલિયનને માત કરી દીધા અને તેના હાથમાંની તરવાર ઉડાવી દઈ, તેને જમીન ઉપર ગબડાવી પાડયો. પછી કૂર હાસ્ય સાથે તેણે પેાતાની તરવારની અણી તેના ગળા આગળ તાકીને તેની છાતી ઉપર પગ મૂકયો, અને તેને પાતાની પ્રત્યે આચરેલા અપરાધા કબૂલ કરી મૃત્યુ માટે તૈયાર થઈ જવા ફરમાવ્યું. “મેં તારા પ્રત્યે કોઈ અન્યાય કે અપરાધ આચર્યો નથી જેની મારે કબૂલત કરવી પડે; અને તેથી તારા કરતાં હું મૃત્યુ માટે વધુ તૈયાર છું. તારે જેમ કરવું હાય તેમ કર ભગવાન તને માફ કરે ! મેં તને કશું કારણ આપ્યું નથી.” - Page #318 -------------------------------------------------------------------------- ________________ છછુંદરવેડાનું પરિણામ “કશું કારણ આપ્યું નથી, હરામખેર? પણ તારા જેવા હીન માણસ સાથે સવાલ-જવાબ વળી શા? તે જેવી ખરાબ રીતે તું જીવ્યો છું, તેવી ખરાબ રીતે મર, હરામખોર !” એમ કહી તેણે કારમો પ્રહાર કરવા પોતાની તરવાર જેવી ઉગામી, તેવો જ તેને હાથ પાછળથી કોઈએ પકડી લીધો. અ ગુસ્સે થઈ, આ અણધાર્યું વિદન દૂર કરવા પાછો વળ્યો, તો એક વિચિત્ર દેખાવને છોકરો તેના હાથને વળગી પડેલ તેની નજરે પડયો. તેની જકડમાંથી તે પોતાનો હાથ બળ કરવા છતાં છોડાવી શક્યો નહિ. દરમ્યાન ટ્રેસિલિયને તક ઝડપી ઊભા થઈ જઈ, પોતાની તરવાર ફરી હાથમાં લઈ લીધી. પણ પેલા છોકરાએ તીણે અવાજે બૂમો પાડી પાડીને કહેવા માંડયું, “મહેરબાની કરીને મારી વાત સાંભળી લીધા પહેલાં ફરી લડવા ન માંડશો.” “અલ્યા મારો હાથ છોડી દે, નહિ તો તને જ પહેલો ખતમ કરી નાખીશ. મારું વેર લેવામાં તું શા માટે આડો આવે છે?” ઘણું ઘણું કારણ છે– મારા છછુંદરવેડાને કારણે જ તમારા બે વચ્ચે આવી લડાઈ ઊભી થઈ છે અને કોણ જાણે, ઉપરાંતમાં બીજું પણ ઘણું ઘણું ભૂંડું નીપજ્યું હશે. તમારે જીવનભર ખોટું કર્યાને પસ્તાવો ન કરવો હોય અને નિરાંતે હળવે હૈયે સૂવું હોય, તો પહેલાં આ કાગળ વાંચી લો, અને પછી તમારે જે કરવું હોય તે કરજો.” આમ બોલતાં બોલતાં તેણે ઝટ માથાના વાળની લટે બાંધેલો કાગળનો એક બીડે કાઢીને ઊંચો ધર્યો. લિસેસ્ટરે તે ઝટ એના હાથમાંથી ખેંચી લીધો. તેના ઉપરનું સરનામું જોઈ તેના મને રંગ બદલાઈ ગયો; તેણે વાળની લટની ગાંઠ પૂજતા હાથે ખોલી અને કાગળ વાંચ્યો. તરત જ તેણે લથડિયું ખાધું. પાસેના ઝાડના થડને ટેકો તેને ન મળ્યો હોત, તો તે જમીન ઉપર જ ગબડી પડ્યો હોત. ટ્રેસિલિયને ધાર્યું હોત તો પોતાના ઉપર વિના કારણે આમ કાર હુમલો આદરનાર લિસેસ્ટર ઉપર વેર વાળી શકત. પણ તે ખુલ્લા દિલનો શુ હતો, એટલે તલવાર હાથમાં તૈયાર રાખી, લિસેસ્ટર આગળ શું કરે છે. એટલું જ જોઈ રહ્યો. પેલા નાના છોકરાને તે ટ્રેસિલિયન તરત જ ઓળખી ગયો : એ ડિકી સ્વજ હતે – વેલૅન્ડ સ્મિથને મળતિયો – જે તેના Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પ્રીત કિયે દુઃખ હોય’ ઘોડાની નાળ જડાવવા તેની પાસે લઈ ગયા હતા. પણ એ અહીં શી રીતે આવી પડયો, અને તે શા માટે આટલા જુસ્સાથી લિસેસ્ટરને લડતા રોકી રહ્યો છે તથા લિસેસ્ટરને તેણે શે કાગળ આપ્યા. જેની તેના ઉપ૨ આવી વિચિત્ર અસર થઈ છે, એ કશું તે સમજી શકયો નહિ. અમીએ પોતાના પતિને કેનિલવર્ણમાં આવીને લખેલા અને તેમને પહોંચાડવા વેલૉન્ડને સોંપેલા કાગળ જ એ હતેા. તેમાં તેણે કન્નર-પ્લેસમાંથી ભાગી આવવાનું તથા પાતે તેના આશરો શેાધતી કેનિલવર્થ કંમ આવી છે, તે બધું જણાવ્યું હતું. પેાતે અત્યારે અજાણમાં ટ્રેસિલિયનના કમરામાં શી રીતે આવી પડી છે એ પણ તેણે જણાવ્યું હતું તથા તેને તરત કોઈ અનુકૂળ આશ્રયસ્થાને ખસેડવા આગ્રહ કર્યો હતો. કાગળમાં અંતે પેાતાના અટળભાવ-પ્રેમની ખાતરી આપી હતી તથા પેાતાના પતિની આજ્ઞા બીજી બધી બાબામાં માનવા તત્પર હેાવા છતાં વાર્નેના સંરક્ષણમાં કે કેદમાં તે હરિંગજ નહિ રહે, એટલું નિશ્ચયપૂર્વક જણાવ્યું હતું. લિસેસ્ટર કાગળ વાંચી રહ્યો ત્યાર પછી તે કાગળ તેના હાથમાંથી સરકી પડયો હતા. તેણે હવે ટ્રેસિલિયનને કહ્યું, “ભાઈ, આ તરવાર લે, અને મેં હમણાં તારું હૃદય વીંધી નાખ્યું હાત, તેમ મારું હૃદય તું વીંધી 99 નાખ. “મારા લૉર્ડ,” ટ્રેસિલિયન બાલી ઊઠયો; “આપે મને ભારે અન્યાય કર્યો છે; પણ મારા અંતરમાં ખાતરી જ હતી કે, આપ અજાણમાં કોઈ ભ્રમ કે ભૂલમાં પડીને એ બધું કરી રહ્યા છે.” “ ભૂલ ! ભ્રમ !” લિસેસ્ટરે તેના હાથમાં પેલા કાગળ “મે... એક ઇન્જતદાર માણસને બદમાશ માન્યો છે, અને નિર્દોષમાં નિર્દોષ દેવીને વ્યભિચારિણી માની છે. – હરામખોર કાગળ મને અત્યારે કેમ મળ્યા, અને એને લાવનારે કેમ કર્યું? ” પેલા છેાકરો બચવા માટે દૂર ખસતો ખસતા બાલ્યા, મારી હિંમત નથી; પણ એ કાગળ લાવનાર પાતે જ આ તે જ ઘડીએ વેલૅન્ડ ત્યાં આવી પહોંચ્યા. લિસેસ્ટરે કેવી રીતે ભાગી છૂટી હતી એ બધી ઝેર આપવામાં આવ્યું હતું, અને તેથી વાત માંડીને કહી ડરીને તે કેવી આપતાં કહ્યું, પવિત્ર તથા છેકરા, આ આટલું મોડું 66 એ કહેવાની રહ્યો, એને પૂછે.” પૂછતાં તેણે એમી બતાવી – તેને કેવું ભાગી હતી, – રીતે Page #320 -------------------------------------------------------------------------- ________________ છછૂંદરવેડાનું પરિણામ તથા પોતાના પતિના જ સંરક્ષણમાં ઝટ પહોંચી જવાને તેના આગ્રહ, કેનિલવર્થ આવતાંવેંત તેણે, અર્લના કેટલાય સેવકો સાક્ષી પૂરશે તેમ, અર્લ ઑફ લિસેસ્ટરને મળવા – તેમને બાલાવી લાવવા કેટકેટલી વિનંતી અને આજીજી કરી હતી, તે બધું જ ઉતાવળે પણ મક્કમતાથી અને ક્રમવાર કહી બતાવ્યું. 6. • અરેરે! પણ એ બદમાશ વાર્નેના હાથમાં જ અત્યારે તેને પાછી મે આપી છે!” લિસેસ્ટરે આકળા થઈ ખેલી ઊઠયો. 66 “ પણ કંઈ બીજા ઘાતક હુકમેા સાથે આપ્યા નથીને, મારા લૉર્ડ ? ” ટ્રેસિલિયને ઝટ પૂછ્યું. જરૂર, ગાંડપણમાં મેં વાર્નેને એવું કંઈક કહી દીધું હતું ખરું, પણ તરત પછી પાછળ એક સંદેશવાહક દાડાવ્યા છે, અને અત્યારે તે સહીસલામત – જીવતી હશે ! ભલા ભગવાન, મને વળી છેવટની ઘડીએ એટલી સબુદ્ધિ સૂઝી !” 66 ૩૦૩ “ તે જરૂર સહીસલામત હશે, પણ તે સહીસલામત છે તેની ખાતરી થવી જોઈએ. મારી આપની સાથેની તકરાર પૂરી થાય છે, મારા લૉર્ડ; પરંતુ અમીરોબ્સર્ટને ફસાવનાર – અને અત્યાર સુધી બદમાશ વાર્નેના અંચળા હેઠળ છુપાઈ રહેનાર સાથેની શરૂ થાય છે.’ "" 66 6 ‘ઍમીને ફસાવનાર’ કેમ કહે છે, ભાઈ?” લિસેસ્ટર વીજળીના કંડાકાને અવાજે બાલી ઊઠયો; “હું તેના ભરમાવાયેલા, આંધળા, નાલાયક પતિ છું! · તે સાચેસાચી કાઉન્ટસ ઑફ લિસેસ્ટર છે, જેટલા હું પાતે અર્લ છું.” ટ્રેસિલિયન હવે બાલી ઊઠયો, “મારા લૉર્ડ, હું આપને ખાટું લગાડવા નથી માગતા, અને મારે આપની સાથે કશી તકરાર નથી કરવી. પણ સર હ્યૂ રોલ્સર્ટ પ્રત્યેની મારી ફરજ મને પ્રેરે છે કે, આ બાબત તરત રાણીજી સમક્ષ રજૂ થવી જોઈએ, જેથી કાઉન્ટસના હાદ્દો તેમની હજૂરમાં જ સ્વીકારાય – અત્યાર સુધી તેમને બદમાશ વાર્નેની પત્ની તરીકે જ રાણીજી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં છે; અને આપે ચૂપ રહીને કબૂલ રાખ્યાં છે.” “ તારે ભાઈ, વચ્ચે ડખલ કરવાની જરૂર નથી,” અર્લ જરા અભિમાન 66 પૂર્વક બાલી ઊઠયો; “હું જ મારે માંએ ઇલિઝાબેથને એ વાત કરીશ, અને પછી જીવન-મરણની પરવા છેાડી એકદમ કમ્નર-પ્લેસ તરફ ઊપડીશ.’ 25 Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩ ૦૪ પ્રીત કિયે દુઃખ હેય' એટલું કહી તેણે ઝાડને બાંધેલો પોતાનો ઘોડે છોડવો અને છલાંગ મારીને બેસી જઈ, ગઢ તરફ મારી મૂક્યો. ટ્રેસિલિયન પણ હવે પિતાના ઘોડા ઉપર બેસવા જતા હતા તેવામાં પેલો છોકરો બોલી ઊઠયો, “માસ્ટર ટ્રેસિલિયન, તમે મને તમારી આગળ બેસાડી લો; મારે કહેવાની વાત હજુ પૂરી થઈ નથી, અને મારે તમારું સંરક્ષણ જોઈશે.” ટ્રેસિલિયને તેને બેસાડી લીધો અને અર્લની પાછળ ઘોડો હંકારી મૂક્યો. રસ્તે ચાલતાં છોકરાએ બહુ ખેદ કરતાં જણાવ્યું કે, “વેલૅન્ડને મેં ઘણી ઘણી વાર એ બાનુ વિષે પૂછયું, તથા મેં તેને ઘણી ઘણી રીતે મદદ કરી હોવા છતાં, તેણે મને વિશ્વાસમાં ન લઈ કશો સીધો જવાબ ન આપ્યો; એટલે મેં એનું વેર લેવા ખાતર તેના ખીસામાંથી પેલો કાગળ કાઢી લીધો. “મારો વિચાર વેલૅન્ડને એ કાગળ સાંજે ઓરિયનને પાર્ટ ભજવવા તે આવે ત્યારે તેને પાછો આપી દેવાનો હતો. પરંતુ પછી મેં કાગળ ઉપરનું અર્ધ ઓફ લિસેસ્ટરનું સરનામું જોયું, ત્યારે એ કાગળ લીધા બદલ મને પસ્તાવો થવા લાગ્યો, પરંતુ અર્લ તે કેનિલવમાં તે સાંજના રાણીજી સાથે જ પાછા આવવાના હતા, એટલે અત્યારે કાગળ લેન્ડ પાસે હોત તો પણ તે સાંજે જ આપી શકત, એમ માની મેં સંતોષ માન્યો. પણ વેલેન્ડ સાંજે ખેલ ભજવવાની જગાએ આવ્યો નહિ– (પછીથી માલૂમ પડયું તેમ હૉમ્બૉને તેને ગઢ બહાર હાંકી કાઢયો હતો.) એટલે હું ગભરાયો. વાર્ને અને લૅમ્બૉર્નને જોઈ વેલૅન્ડે જે ગભરાટ દાખવ્યો હતો, તે ઉપરથી મને એટલું તે સમજાઈ ગયું હતું કે, આ કાગળ અર્લના હાથમાં જ સીધો પહોંચવો જોઈએ – મેં બેએક વખત અર્લ ઓફ લિસેસ્ટરને મળવા પ્રયત્ન કર્યો, પણ મારો દેખાવ અને આકાર જોઈને કોઈએ મને અલ પાસે જવા ન દીધો. દરમ્યાન, આરામગાહમાં ફરતી વેળા એક કાસ્કેટ ત્યાં પડેલી મને જડી. એ કાસ્કેટ મેં રસ્તામાં કાઉન્ટેસ પાસે (તે વખતે તે વેલૅન્ડે ઘણું પૂછવા છતાં મને માત્ર તેની બહેન તરીકે જ ઓળખાવી હતી) જોઈ લીધી હતી, એટલે તે કાસ્કેટ તે બાનુને અથવા તમને (કારણકે, તેમને તમારા કમરામાં ઉતારો મળ્યો હતો એ હું જોઈ ગયો હતો) પહોંચાડવા મેં અર્લના એક નોકર Page #322 -------------------------------------------------------------------------- ________________ છછુંદરવેડાનું પરિણામ ૩૦૫ જેવા માણસને આપી દીધી. હું પોતે તે આ કાગળ ચોર્યો હોવાને કારણે તે બાન પાસે કે વેલૅન્ડ પાસે જઈ શકે તેમ ન હતું. - “છેવટે મહોરાવાળાનો ખેલ થયો, ત્યારે અર્લને મેં કમરાને છેડે બધા ટોળામાં ઊભેલા પકડી પાડયા. તે વખતે હું પેલો કાગળ તેમને આપવા જાઉં તે પહેલાં તમે તેમને બોલાવી ગયા. પણ તે વખતે આરામગાહમાં ફરીથી મળવાની વાત તો બે વચ્ચે થઈ, તે મેં સાંભળી લીધી. એટલે મેં આરામગાહમાં પહોંચી જવાનો વિચાર કર્યો; કારણ, દરમ્યાનમાં એ બાનુ વિશે નોકરીમાં ચાલતી કંઈ વિચિત્ર વાતો મારા સાંભળવામાં આવી હતી, એટલે એમની સહીસલામતી બાબત મને બહુ ચિંતા થવા લાગી હતી. પણ હું આરામગાહમાં જરા મોડો પડ્યો અને મેં તમને બેને દ્વયુદ્ધ લડતા જોયા. તમને લડતા અટકાવવા માટે મેં પહેરેગીરોને ખબર આપી દીધી – પરિણામે તમે બે દૂર ખસી ગયા, પણ તમે બંનેએ ગોઠવેલી બીજી મુલાકાતની વાત મેં છુપાઈને સાંભળી લીધી હતી. પછી કૉન્ટ્રીના માણસોના ખેલ વખતે અચાનક વેલૅન્ડને મેં જોયો. તે વેશ બદલીને આવ્યો હતો – પણ મારી નજરને તે છેતરી શક્યો નહિ. મેં તેને જરા દૂર બોલાવી કાગળની અને તમો બે વચ્ચેની લડાઈની બધી વાત કહી દીધી. વેલૅન્ડે પણ મને કહ્યું કે, એ કમનસીબ બાઈની ચિંતાથી જ તે ગઢ તરફ પાછો ફર્યો હતો. તેને વાર્ને અને લૅમ્બૉર્નની જ બીક હતી; પણ તે બંને કેનિલવમાંથી ચાલ્યા ગયા છે એવી તેને દશ માઈલ દૂર આવેલા એક ગામમાં ખબર પડી એટલે તે કેનિલવ પાછો ચાલ્યો આવ્યો છે. અમે એ બધી વાત કરતા હતા, એટલામાં મેં તમને અને અ ઑફ લિસેસ્ટરને ટોળામાંથી છૂટા પડતા અને ઘોડા ઉપર બેસીને જતા જોયા; એટલે અમે બંને પગપાળા તમારી પાછળ દોડયા; હું જરા જલદી આગળ આવી પહોંચ્યો અને વેલૅન્ડ પછીથી આવ્યો.” | ડિકી પોતાની વાત પૂરી કરી રહ્યો તેવામાં તેઓ ગૅલરી-ટાવર આગળ આવી પહોંચ્યા હતા. પ્રિ૦- ૨૦ Page #323 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી મજલ! સિલિયન ગઢમાં દાખલ થયો કે તરત તેને ઓળખીતે એવો પહેલો માણસ તેને ભટકાયો તે નવો નાઈટ થયેલો સર નિકોલસ બ્લાઉટ. તેણે તરત જ ટ્રેસિલિયનને કહ્યું, “અલ્યા તું તે દરબારી છે કે ગામડિયો ગમાર! તારે રાણીજીની હાજરીમાં રહેવાનું હોય, કે આમ બહાર ભટક્યા કરવાનું? તારી કેટકેટલી તપાસ થઈ રહી છે, અને રાહ જોવાઈ રહી છે – ત્યારે તું ઘોડા ઉપર બેસી, કોઈ છછુંદરને ગળે વળગાડી ધવરાવતે હોય એમ બહાર ક્યાંકથી ટહેલતે આવે છે!” “કેમ, કેમ, શી વાત છે?” ટ્રેસિલિયને ડિકીને નીચે ઉતારી પતે ઘોડા ઉપરથી નીચે ઊતરતાં પૂછ્યું. શી વાત છે તે તે કોઈ જાણતું નથી; તથા બીજા દરબારીઓની જેમ મને ગંધ ઉપરથી પણ કશું પારખી કાઢતાં આવડતું નથી. પણ લોર્ડ ઑફ લિસેસ્ટર અચાનક બહારથી મારતે ઘોડે આવ્યા અને રાણીજીની મુલાકાતની માગણી કરતા અંદર ગયા. રાણીજી, બë અને વૉલ્લિધામ સાથે એકાંત ઓરડામાં વાત ચલાવે છે, અને તેને બોલાવવાનું તાકીદનું ફરમાન થયું છે.” “ખરી વાત છે!” રેલે તરત જ ત્યાં આવીને કહેવા લાગ્યો; “સિલિયન, તમારે અબઘડી રાણીજીની સમક્ષ હાજર થઈ જવું જોઈએ.” બ્લાઉંટે પોતાના નવા જોડા પહેરીને ટ્રેસિલિયનને રાણીજી સમક્ષ હાજર થવાની હિતચિંતક સલાહ આપી; પણ ટ્રેસિલિયને તે આભારપૂર્વક નકારી અને કહ્યું, “આ છોકરો નાસી ન જાય એની કાળજી રાખજો – અલબત્ત એની ઘણી માયાળુતાથી સંભાળ રાખજો – તેના ઉપર ઘણી ઘણી વાતને આધાર છે.” એટલું બ્લાઉટને ભાળવી, ટ્રેસિલિયન તરત જ ચેલેની પાછળ પાછળ ચાલતો થયો. ૩૦૬ Page #324 -------------------------------------------------------------------------- ________________ છેલી મજલ! ૩૦૭ દરબાર હોલમાં આશ્ચર્યચકિત થયેલા દરબારીઓ જુદાં જુદાં ટેળાં વળીને ઊભા હતા અને કંઈક ચિંતાભરી ગુસપુસ કરતા હતા. તે બધાની નજર રાણીજી જે કમરામાં હતાં તે કમરાના બારણા તરફ હતી. રૅલેએ ટ્રેસિલિયનને ઝટ એ બારણામાં થઈ અંદર પહોંચી જવા જણાવ્યું. ટ્રેસિલિયન પોતે ધડકતા હૃદયે અંદર પેઠો, તે રાણી ખૂબ ગુસ્સામાં આમથી તેમ આંટા મારતાં હતાં. જે રાજ્યાસન ઉપરથી તે ગુસ્સામાં ઊભાં થઈ ગયાં હતાં તેની સામે લિએસ્ટર હજુ ઘૂંટણિયે પડીને નીચે એ પૂતળાની જેમ બેસી રહ્યો હતો. તેની પાસે ઇંગ્લેન્ડને અર્લ માર્શલ લૉર્ડ યૂઝબરી પોતાના દંડ સાથે ઊભો હતો. લિસેસ્ટરની તલવાર તેને કમરપટેથી છૂટી કરેલી હતી અને તેની સામે જમીન ઉપર પડેલી હતી. રાણીજીના બે કે ત્રણ અંગત સલાહકારો રાણીજીને ગુસ્સો જોઇ એકબીજા સામે ચિંતાભરી નજર નાખતા, અને રાણીજી કંઈક શાંત થાય તેની રાહ જોતા, કંઈક બોલવા માટે ચૂપ ઊભા હતા. ટ્રેસિલિયન અંદર આવતાં જ રાણી તેની નજીક આવીને તડૂકી ઊઠી, “તું આ બધું રૂપાળું જે ચાલતું હતું તે જાણતો હતો – તું અમારા પ્રત્યે આચરવામાં આવેલી ધોખાબાજીમાં સાગરીત જ હતો – તું જ અમારે હાથે અન્યાય થવાનું મુખ્ય કારણ છે!” ટ્રેસિલિયન રાણીજીના ગુસ્સાની ક્ષણે ચૂપ રહેવામાં ડહાપણ સમજી તેમની સમક્ષ માત્ર ઘૂંટણિયે પડયો. “કેમ તું મૂંગભૂગો છે કે શું? તું આ બધું જાણતો હતો કે નહિ?” “માનવંત નામદાર, આ બિચારી બાનુ કાઉન્ટસ ઑફ લિસેસ્ટર હતી, એ હું હરગિજ નહોતે જાણતે.” “અને હવે કોઈ જાણશે પણ નહિ – બહુ તો રાજદ્રોહી રૉબર્ટ ડલીની વિધવા ઍમી ડલી તરીકે જ તે ઓળખાશે.” રાણી ભયંકર ધમકી ઉચ્ચારી બેઠી. “મૅડમ,” લિસેસ્ટર હવે બોલી ઊઠ્યો; “આપને જે ગુજારવું હોય તે મારા ઉપર ગુજારજો – પણ આ બહાદુર જુવાનને કંઈ ન કહેતાં – તેને આ બધામાં કશો વાંક નથી.” “અને તું એનો બચાવ કરવા આવે છે,” એમ બોલતી રાણી ટ્રેસિલિયનને છેડી લિસેસ્ટર તરફ દોડી ગઈ; “તું કે જે બમણો જુઠો – બદમાશ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પ્રીત કિયે દુઃખ હેય છે! તારી બદમાશીથી તેં મને મારી આખી રૈયત સમક્ષ કેવી હાસ્યાસ્પદ બનાવી મૂકી છે – મારી આંખોના આવા અંધાપા બદલ મારે મારી આંખો જ ખેંચી કાઢવી જોઈએ!” બ હવે વચ્ચે પડયો – “મૅડમ, આપે યાદ રાખવું જોઈએ કે, આપ રાણી છો – ઇંગ્લેન્ડનાં રાણીમાતા - આવી રીતે ગુસ્સામાં ભાન ભૂલાં થવું આપને ન છાજે.” ઇલિઝાબેથ હવે તેના તરફ વળી; તે વખતે તેની અભિમાનભરી અને ગુસ્સાભરી આંખોમાં આંસુ ચમકવા લાગ્યાં હતાં. “બર્લે,” તેણે કહ્યું; “તું રાજકારણી માણસ છે; આ માણસે મારા ઉપર કેટલો તિરસ્કાર – કેટલો હૈયાબળાપો – લાવી મૂક્યાં છે, તે તું નહિ સમજી શકે!” બર્લે હવે જોઈતી ક્ષણ આવેલી જાણી, રાણીને એક બાજુએ બારી આગળ લઈ ગયો. ત્યાં જઈ તેણે કહ્યું, “મૅડમ, હું રાજકારણી છું, પણ માણસેય છું. હું આપની સેવામાં જ ઘરડો થયો છું, એટલે આપની કીર્તિ અને આપનું સુખ વધે એ જ મારી એકમાત્ર ઇચ્છા અને અભિલાષા છે. આપ જરા સાંસતાં થાઓ, એવી મારી વિનંતી છે.” પણ બર્લે, તું કશું જાણતો નથી – સમજતો નથી,” અને હવે તો રાણીની આંખમાંથી આંસુએ તેના ગાલ ઉપર થઈને વહેવા લાગ્યાં. હું જાણું છું, નામદાર; પણ હજુ જે વસ્તુ બીજાઓ નથી જાણતા તેમને કલ્પના કરવાનું કારણ કૃપા કરીને ન આપશો!” અચાનક એ નવી વિચારસરણી રાણીના મગજમાં ઊંડે ઊતરી ગઈ. તેણે ધીમેથી કહ્યું, “બર્લે, તું સાચું કહે છે – ખરી વાત છે – મારે છેતરાયાને, ઠગાયાને, અવજ્ઞા કરાયાને દેખાવ બહાર ન થવા દેવો જોઈએ.” “આપ જો સહેજ સાંસતાં થશો. નામદાર, તે કોઈ અંગ્રેજ બચ્ચે માનવની સામાન્ય નબળાઈને આપ વશ થયાં હતાં એવું માની લેવાનો અપરાધ નહિ કરે, પણ આમ હતાશ થયાને દેખાવ ધારણ કરશો, તે એને પરાણે પણ એમ માની લેવું પડશે.” કઈ નબળાઈ વળી?” રાણી તુમાખીભર્યા અવાજે બોલી ઊઠી; “તું પણ શું એમ માને છે કે, હું આ દગાબાજ ઉપર જે કંઈ કૃપાદૃષ્ટિ રાખી રહી હતી તે પ્રેમની –” પણ આટલે સુધી આવ્યા બાદ તે પોતાની તુમાખી કાયમ રાખી શકી નહિ; તે તરત ઢીલી પડી ગઈ અને બોલી, Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ છેલી મજલ! “પણ તારા જેવા ભલા અને ડાહ્યા સેવકને હું છેતરવા પ્રયત્ન નહિ કરું, બર્લે !” બ તરત જ નીચે નમે અને રાણીને હાથ લઈ તેણે તેના ઉપર ભાવપૂર્વક ચુંબન કર્યું; અને ખરે જ, તે વખતે રાણીની વેદના જોઈ તેની આંખમાંથી પણ આંસુ નીતરીને રાણીના હાથ ઉપર પડ્યું. રાણીજીને એ આંસુમાં પોતાનાં વફાદાર અને ભાવ-ભક્તિભર્યા પ્રજાજનોનો આદરભાવ મૂર્તિમંત થયેલો લાગ્યો; અને તરત જ તેણે પોતાની સ્વાભાવિક સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. પછી તેણે ગંભીરભાવે કમરામાં આંટા મારવા માંડ્યા. બર્લે એ વૉસિધામના કાનમાં કહી દીધું, “રાણીજી હવે પાછાં સ્વસ્થ થઈ ગયાં છે; હવે તે જે કંઈ કરે તેમાં આડે ન આવત.” - રાણી થોડી વારે યુઝબરી તરફ ગઈ અને શાંતિથી બોલી, “લૉર્ડ યૂઝબરી, અમે તમારા કેદીના પહેરામાંથી તમને મુક્ત કરીએ છીએ. અને લૉર્ડ લિસેસ્ટર, તમે પણ ઊભા થાઓ અને તમારી તરવાર પાછી પહેરી લો – અમારા માર્શલના નિયંત્રણમાં પાએક કલાક તમે જે બંદીવાસ ભોગવ્યો, તે મહિનાઓ સુધી અમારા ઉપર આચરેલા જુઠ્ઠાણા માટે વધારે પડતું પ્રાયશ્ચિત્ત નહિ ગણાય. હવે અમે આ ખટલો આગળ ચલાવીશું.” – એમ કહી તે પોતાના રાજયાસન ઉપર બેસી ગયાં અને બોલ્યાં, “ટ્રેસિલિયન, હવે આગળ આવ, અને તું જાણતા હોય તે બધું કહેવા માંડ.” ટ્રેસિલિયને બધી વાત ખેલદિલીથી કહી સંભળાવી – અર્થાત્ લિસેસ્ટરને નુકસાન થાય તેવું જે હોય તેને બની શકે તેટલું દબાવી રાખ્યું, અને પોતાને તેની સાથે બે વખત વંદ્વયુદ્ધ લડવું પડયું હતું તે વાત કરી જ નહિ. અને તે તેણે ઠીક જ કર્યું; કારણકે, રાણીને જો એ બહાનું મળી ગયું હોત, તો એના ઓઠા નીચે તેણે લિસેસ્ટર ઉપર પોતાને બધો ગુસ્સો ઠાલવ્યો હોત. ટ્રેસિલિયને પોતાનું વક્તવ્ય પૂરું કર્યું એટલે રાણીજી બોલી ઊઠ્યાં, એ વેલૅન્ડને અમે અમારી પોતાની નોકરીમાં લઈ લઈશું અને પેલા છોકરાને અમારા સચિવ-કાર્યાલયમાં એટલા માટે લઈ લઈશું, જેથી ભવિષ્યમાં તે કાગળો પ્રત્યે જરા વધુ વિવેકબુદ્ધિ દાખવતાં શીખે. તારી પોતાની વાત વિચારીએ, ટ્રેસિલિયન, તે તે બધી સાચી હકીકત પહેલેથી અમને ન જણાવી, Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ પ્રીત કિયે દુખ હૈય” તથા અમને ન જણાવવાનું વચન આપી દીધું એમાં તે ડહાપણ કે કર્તવ્યભાવના દાખવ્યાં ન કહેવાય. પણ એક વાર તેં એ બાનને વચન આપ્યું એટલે પછી તેને પાળવું એ જ મરદ માણસને તથા સગૃહસ્થને છાજે. એટલે સરવાળે જોતાં અમે તે આ બાબતમાં દાખવેલા વર્તાવ બદલ તારી કદર કરીએ છીએ. – તો લૉર્ડ ઑફ લિસેસ્ટર, હવે તમારો વારો બધું સાચેસાચ કહી દેવાને આવે છે – જોકે સાચું બોલવાનું ને સાચું વર્તવાનું છેવટના તમે ભૂલી જ ગયા , એમ લાગે છે !” પછી તેણે પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછીને અલ પાસેથી આખો ઇતિહાસ કઢાવ્યો – ઍમી રોન્સર્ટ સાથે પહેલવહેલો પરિચય કેવી રીતે થયો – તેની સાથે લગ્ન – તેના પ્રત્યે અદેખાઈ – તેનાં શાં કારણ હતાં, વગેરે બધું. લિસેસ્ટરે બધું સાચું જ કહ્યું હતું, માત્ર વાર્નેએ કાઉન્ટસને જાન લેવાની કરેલી પેરવીને પિતે મંજૂરી આપી છે, એ વાત ન કરી. કારણકે, તેને ખાતરી હતી કે, લેમ્બોર્નને પાછળ બીજો હુકમ આપી દોડાવ્યા છે, એટલે એ બધું પડતું મૂકવામાં જ આવ્યું હશે. ઉપરાંત, અત્યારે રાણીજી પાસેથી છૂટીને તરત જ કમ્નર-પ્લેસ તરફ જાતે દોડી જવાનો છે તેનો વિચાર હતો. પણ અર્લે એ છેવટની બાબતમાં ખોટાં લેખાં માંડયાં હતાં. રાણી તેને આ બધું પૂછી પૂછીને તેને વીંધવાને – સાર્યા કરવાનો આનંદ લઈને, પોતાને પ્રેમમાં નિષ્ફળતા બક્ષવાના અપરાધ બદલ તેના ઉપર વેર લીધા કરવા માંગતી હતી. છેવટે લિસેસ્ટરથી વધુ સહન ન થઈ શક્યું; અને તે છંછેડાઈને બોલી ઊઠ્યો – “મૅડમ, મને કહેવા દો કે, મારો ગુનો અક્ષમ્ય હોય તે પણ સામા પક્ષ તરફથી મને સહેજ પણ કારણ કે ઉત્તેજન મળ્યું નહોતું, એમ તો નથી જ. તથા સૌંદર્ય અને પ્રતાપ એ બે ભેગાં થઈ માનવપ્રાણીના નિર્બળ હૃદયને જો અભિભૂત કરી શકતાં હોય, તો હું એ બેને જ આખી વાત આપ નામદારથી છુપાવી રાખવાના કારણ તરીકે રજૂ કરવા માગું છું.” રાણી પણ હવે છંછેડાઈ ઊઠી અને તેણે બૂમ પાડીને સપાટો લગાવ્યો, “મહેરબાન, અહીં આવો ને આ સમાચાર સાંભળી લો – લૉર્ડ લિસેસ્ટરે છૂપી રીતે કરેલા લગ્ન મારો પતિ છીનવી લીધો છે અને ઇંગ્લૅન્ડ દેશને રાજા! નામદાર લૉર્ડની રસવૃત્તિ એકસાથે એક પત્નીથી સંતોષાય તેવી નથી, Page #328 -------------------------------------------------------------------------- ________________ છેલી મજલ! ૩૧૧ એટલે તેમણે અમને તેમની “ઉપ-પત્ની*નું બિરુદ બક્ષવા ધાર્યું હતું. પણ મેં રાજદરબારમાં તેમને માનીતા ગણ્યા, એટલા માટે મારા હાથ અને મારા તાજ ઉપર માલકીપણું દાખવવાનું એમને મન થઈ જાય, એ જેવી તેવી ધૃષ્ટતા છે?– પણ તમે સૌ તે માટે વિશે એવું હીણપતભર્યું નથી જ ધારતા, એની મને ખાતરી છે. પણ, ચાલો આપણે સૌ બહાર દીવાનખાનામાં જઈએ – લૉર્ડ ઑફ લિએસ્ટર, તમે ત્યાં મારી પાસે જ હાજર રહેજો.” બહાર બધા ઉત્સુક અને અધીર થઈ ગયા હતા. પણ જ્યારે રાણીએ બહાર આવીને જાહેરાત કરી કે, “કેનિલવર્ગને ઉત્સવ-સમારંભ હજુ પૂરો નથી થત; આપણે સૌએ આ ગઢના ખાનદાન માલિકનું લગ્ન વિધિપૂર્વક ઊજવવાનું છે!” બધા એ સમાચાર સાંભળી આભા થઈ ગયા. “હા, સાચી વાત છે,” રાણીએ આગળ ચલાવ્યું; “એમણે પોતાનું લગ્ન અમારાથી ગુપ્ત રાખ્યું હતું – એટલા માટે કે, આ સ્થળે, આ સમયે એ વાત જાહેર કરીને અમને આશ્ચર્યચકિત – હર્ષઘેલાં જ કહોને – કરી મૂકવાનો તેમનો ઇરાદો હતો. તમને સૌને એ ભાગ્યશાળી નવવધૂ કોણ છે તે જાણવાની ઇંતેજારી થતી હશે – તો એનું નામ છે એમી રોન્સર્ટ, પેલી જે ગઈ કાલના ખેલમાં એમના નોકર વાર્નેની પત્ની તરીકે ખેલ ભજવી ગઈ હતી તે!” - અલ શરદ થઈ રાણી સમક્ષ જઈને કરગરી પડ્યો, “ભગવાનને ખાતર, મેડમ, આપે ગુસ્સામાં આવી જઈ જેમ હુકમ આપ્યો હતો તેમ મારું માથું લઈ લો; પણ બળેલાને વધુ ને બાળશો; છુંદાઈ ગયેલા કીડાને વધુ ન છૂંદશો.” હં! કીડે, છુંદાઈ ગયેલો કીડ! સાપ કહો, તો બરાબર ઉપમા બેસશે – ઠરી ગયેલો સાપ, જે કોઈની છાતીની હૂંફ મેળવી – ” નામદાર, આપને પિતાને ખાતર, – મારે ખાતર, જ્યાં સુધી હજુ મારામાં સાનભાન રહ્યાં છે ત્યાં સુધી –” “મોટેથી બોલે, લૉર્ડ; તમે શું માગો છો?” ક મૂળ “લેફટ-ફંડ મૅરેજ ” (ડાબા હાથનું લગ્ન). અંગ્રેજીમાં તેને એવો અર્થ થાય કે, હલકી કક્ષાની સ્ત્રી સાથે પુરુષે કરેલું લગ્ન. તે પત્નીને કે તેનાં બાળકોને પતિની મિલકત ઉપર કશે વારસાહક હોતું નથી. જોકે એ લગ્નનાં સંતાન કાયદેસર ગણાય ખરાં. – સંપા Page #329 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રીત કિયે દુઃખ હોય' કન્નર-પ્લેસ તરફ દોડી જવાની પરવાનગી.” નવવધૂને ધામધૂમથી લઈ આવવા માટે ને? – એ તો બરાબર છે – કારણકે, ત્યાં એની બરાબર સંભાળ રખાતી નથી એવું અમે સાંભળ્યું છે. પણ લૉર્ડ, તમારે જાતે જવાની જરૂર નથી. અમે કેનિલવઈ ગઢમાં અમુક દિવસ ગાળવાનું જાહેર કરેલું છે; એટલે ગઢના માલિક અમને એકલાને અહીં મૂકીને જાય એ ઠીક ન કહેવાય – અમારાં પ્રજાજનેમાં એથી અમારી હાંસી જ થાય. ટ્રેસિલિયન તમારે બદલે કષ્નર-લેસ જશે; સાથે અમારી ચેમ્બરના કોઈ બીજો માણસ જશે, જેથી તમને તમારા જૂના હરીફની ફરીથી ઈર્ષા ન થાય. તે બોલ ટ્રેસિલિયન, તારી સાથે કનર-પ્લેસ કોણ આવે?” ટ્રેસિલિયને વિવેક-વિચાર વાપરીને રૅલેનું નામ સૂચવ્યું. બરાબર છે; તે સારી પસંદગી કરી; એ જુવાન નાઈટ છે, અને કોઈ લેડીને કેદખાનામાંથી છોડાવી વાવવી, એ તેને માટે ઉચિત પ્રથમ પરાક્રમ કહેવાય. કારણકે, સૌ જાણી રાખો કે, કમ્બર-પ્લેસને કેદખાના સિવાય ભાગ્યે વિશેષ સારું નામ આપી શકાય. ઉપરાંત, ત્યાં કેટલાક બીજા કેટલાક ધોખાબાજો પણ છે, જેમને અમારે કેદ પકડવા જોઈશે. માટે માસ્ટર સેક્રેટરી, તમે રિચાર્ડ વાને અને પરદેશી અલાસ્કોની જીવતા કે મૂએલા ધરપકડ કરવાનાં વૉરંટ પણ કાઢી આપે. અને ટ્રેસિલિયન, તમે બંને તે માટે પૂરતાં માણસો સાથે લઈ જજો – એ લેડીને તે બરાબર સંમાનપૂર્વક જ અહીં લઈ આવજો – જાઓ, ઉતાવળ કરો – ભગવાન તમારી મદદમાં રહો !” રાણી હવે અ ઑફ લિએસ્ટરને વીંધ્યા કરવા અને છોભીલો પાડવા જ કેનિલવર્થમાં વધુ રોકાઈ હતી. અને રાજકાજમાં જેમ તે નિપુણતા અને ડહાપણ દાખવતી, તેમ જ છંછેડાયેલી સ્ત્રીની મહેણાં-ટોણાંથી વીંધીને પુરુષને ધૂળભેગો કરી નાખવાની આવડત પણ તેણે સારી રીતે દાખવવા માંડી. બીજા દરબારીઓએ પણ એ પલીતો પકડી લીધો અને છેવટે લિએસ્ટર પિતાના જ ગઢમાં બધાથી હડધૂત થયેલા જેવો, તજાયેલા જેવો અટૂલો બની રહ્યો - ગઈ કાલના મિત્રો અજાણ્યા જેવા બની ગયા અને ગઈ કાલ સુધી દબાયેલા રહેલા દુશ્મનો વિજય મેળવ્યાના તોર સાથે સામે મોંએ છાતી કાઢીને ફરવા લાગ્યા. Page #330 -------------------------------------------------------------------------- ________________ છેલી મજલ! ૩૧૩ આજ સુધી રાજદરબારમાં આગળ આવવું એ વસ્તુને જ જેણે જીવનનું લક્ષ્ય બનાવી રાખી હતી, તેવા લિસેસ્ટરને એ બધું મોત કરતાં પણ વધારે અળખામણું થઈ પડ્યું. એટલે છેવટે રાતે તે પોતાના કમરામાં ગયો ત્યારે તેનામાં જાણે કશા પ્રાણ જ રહ્યા ન હતા કે વધુ જીવવાની ઇચ્છા પણ. પરંતુ એ કમરામાં આવતાં એમીએ કાગળ ઉપર બાંધેલી વાળની લટ તેની નજરે પડી, અને તે વસ્તુએ તિલસ્માતી તાવીજ જેવું કામ કર્યું–તેનામાં તરત નવજીવનની આશા અને આનંદ ઊભરાઈ આવ્યાં; અને તેણે તે લટને હજારો વખત ચુમ્યા કરી. તેને તરત જ થઈ આવ્યું કે, વહાલભરી ઍમીની સાથે તે ભવિષ્યનું જીવન એવા સુખમાં, સંતોષમાં અને ગૌરવમાં ગુજારી શકશે, કે રાણીનાં બધાં વેર-શસ્ત્રો હેઠાં પડશે, અને પોતે ખરેખર સુખી માણસ બની શકશે. એટલે બીજે દિવસે તેણે એવી ગૌરવભરી સ્વસ્થતા દાખવવા માંડી, તથા બધાં મહેમાનો પ્રત્યે એવા મુક્ત મનથી વર્તવા માંડયું કે, સૌને – રાણીને સુધ્ધાં – તેના પ્રત્યે છેક જ અવજ્ઞાભાવ દાખવવો અશક્ય થઈ ગયો. અને રાણીને તે બાબતમાં પોતાનું અનુકરણ કરનારાને કહેવું પડ્યું કે, આપણે કેનિકવર્થમાં છીએ ત્યાં સુધી આપણે ગઢના માલિક પ્રત્યે યથોચિત વિનયવિવેક દાખવવો જોઈએ. બીજા દીર્ઘદૃષ્ટિવાળા દરબારીઓ એમ પણ સમજી ગયા કે, ભવિષ્યમાં લિસેસ્ટર પાછો દરબારમાં પોતાનું યથોચિત સંમાનભર્યું સ્થાન પ્રાપ્ત કરશે જ – એટલે તેઓએ પોતાનું વર્તન એ પ્રમાણે સંભાળી લીધું. પણ આપણે હવે ટ્રેસિલિયન અને રેલેની કમ્મર-પ્લેસ તરફની દોટમાં સામેલ થઈ જઈએ. મંડળીમાં કુલ છ માણસ હતાં; વેલૅન્ડ ઉપરાંત તેમણે શાહી રસાલાને એક અક્સર તથા બે પહેલવાન જેવા સેવક લીધા હતા. બધા જ પૂરેપૂરા શસ્ત્રસજજ હતા; અને ઘોડા તેમને લઈ જઈ શકે તેટલા ઝડપભેર તેઓ આગળ વધી રહ્યા હતા. તેઓએ રસ્તે જતાં વાને અને એની મંડળી વિશેના સમાચારો મેળવવા પ્રયત્ન કર્યો, પણ તેઓ રાત દરમ્યાન જ આગળ નીકળી ગયેલા હોઈ, તેમને તેમનો કશો સગડ ન મળ્યો. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પ્રીત કિયે દુઃખ હૈય” કેનિલવર્ષથી બારેક માઈલ દૂર આવેલા એક ગામડા આગળ તેઓ તેમના ઘોડાઓને થાક ખાવા દેવા થોડું થોભ્યા હતા, ત્યારે પાસેની એક નાની ઝૂંપડીમાંથી એક ગરીબ પાદરી બહાર નીકળી આવ્યો, અને ઘાની પાટાપિંડી કરવાનું જાણનારું કોઈ આ મંડળીમાં હોય તો તેને અંદર આવી ઘાયલ થઈ મરવા પડેલા એક માણસને જોઈ જવા વિનંતી કરી. વેલૅન્ડ તરત જ અંદર ગયો. દરમ્યાન પાદરીએ તેને વિશેષ માહિતી આપતાં જણાવ્યું કે, ગામના મજૂરો તેમને કામે જવા સવારના પહેરમાં નીકળ્યા હતા, ત્યારે આ માણસ ગામથી એક માઈલ દૂર ધોરી રસ્તા ઉપર પડેલો તેમને મળ્યો હતો. તેઓ તેને અહીં ઉપાડી લાવ્યા હતા અને મેં દયાભાવથી પ્રેરાઈ તેને મારા ઝૂંપડામાં સુવાડી રાખ્યો છે. તેને બંદૂકની ગોળીને ઘા થયેલો છે પણ તેને તાવ ચડ્યો હોઈ તે લવરીએ ચડી ગયો છે, એટલે કશું સમજાય તેવું બોલી શકતા નથી. વેલેંડે અંદર જઈને જોયું તો તે માઇકેલ લૅમ્બૉર્ન જ હો. પાટો બાંધવા કશુંક લઈ આવવાને બહાને વેલૉન્ડ તરત બહાર આવ્યો અને સાથીઓને ખબર આપી ગયો કે, માઇકેલ લૅમ્બૉર્મ ગોળીથી ઘાયલ થઈને ઝૂંપડીમાં પડયો છે. ટ્રેસિલિયન અને રેલે કંઈક અજુગતું બન્યું હોવાની આગાહી સાથે અંદર દોડી આવ્યા. વેલેન્ડે ગમે તેટલી કુશળતા દાખવી, પણ તે માઇકેલને મરતે બચાવી શક્યો નહિ. કારણકે ગોળી કારી ઘા કરીને આરપાર નીકળી ગઈ હતી. જોકે તે થોડોઘણો ભાનમાં આવ્યો ત્યારે તેણે ટ્રેસિલિયનને ઓળખ્યો અને પોતાની પાસે બોલાવ્યો. પણ તે કશું સ્પષ્ટ બોલી શકે તેવી સ્થિતિમાં ન હતો. તેણે કરેલા ગણગણાટમાં વાર્ને અને લેડી લિસેસ્ટરનાં નામ સંભળાયાં, અને છેવટે એટલું વાકય સ્પષ્ટ સંભળાયું કે, “ઉતાવળ કરો, નહિ તે મોડા પડશો.' ટ્રેસિલિયને વધુ માહિતી કઢાવવા ઘણો પ્રયત્ન કર્યો, પણ પેલો હવે સનેપાતે ચડી ગયો હતો. તેણે એક વખત ફરીથી ટ્રેસિલિયનને નીચે નમી કિંઈક કહ્યું; “બ્લેક-બૅર વીશીવાળા મારા મામા જાઇલ્સ ગોસ્લિગને એટલું કહેજો કે, તમે માનતા હતા તેમ તમારો ભાણો છેવટે ફાંસીને માંચડે મર્યો નથી.” અને થોડી વારમાં એક આંચકા સાથે અને ડચકા સાથે તેના પ્રાણ નીકળી ગયા. Page #332 -------------------------------------------------------------------------- ________________ અતઃ સને કે વાતને ૩૧૫ મુસાફરો હવે કાઉન્ટસની સહીસલામતી બાબત ભારે ચિંતામાં પડી, વધુ ઉતાવળ કરતા તથા થાકેલા ઘોડાને બદલે રાણીજીના નામથી નવા ઘોડાઓ બદલતા કમ્મર તરફ ઊપડયા. ૩૪ અંત : સીન કે વાતનો વાત એમ બની હતી કે, વાર્નેએ લિસેસ્ટર પાસેથી ઍમીને ખસેડવાની અને ખતમ કરવાની સદર પરવાનગી મેળવી હતી; પણ તે પાછો વિચાર બદલે અને કાઉંટેસને ફરીથી મળવા જાય, તે પહેલાં જ એમીને ગઢમાંથી કાઢી જવાને તેણે બેત રચ્યો. તેણે તરત લૅમ્બૉર્નની શોધખોળ ચલાવી, પણ તે હરામખોર પાસેના ગામડામાં કંઈક ભટકવા ગયો હતો. એટલે વાએ હુકમ આપી રાખ્યો કે, એ આવે કે તરત પોતાને મળે; અને પોતે નીકળી ગયા પછી આવે, તો તરત પોતાની પાછળ ઉતાવળે કમ્મર તરફને રસ્તે દોડી આવે. | દરમ્યાન વાર્નેએ અર્લના ચૅબિન ટાઈડર નામના એક સેવકને બોલાવી લીધો. એની સાથે કમ્ફર-પ્લેસ તરફ તે વારંવાર આવ્યો હોઈ, તેને ત્યાંની વાતની થોડી જાણકારી હતી. તે પણ લૅમ્બૉર્ન જેવો જ માણસ હત; જોકે લેમ્બૉર્ન જેટલો ચાલાક નહીં હોય, તો તેના જેટલો દારૂડિયો પણ નહોતે. વાર્નેએ તેને એક ઘેડા-ડોળી સાથે ત્રણ ઘોડા તૈયાર કરી ગઢને પછીતને દરવાજે તૈયાર રહેવા જણાવ્યું. પછી વાનેં એન્થની ફેસ્ટરને શોધવા ચાલ્યો. એ માણસ આમેય મળતાવડો તો નહીં પણ છેક ખાટા સ્વભાવને હોઈ, તેમજ કાઉન્ટેસ નાઠાની ખબર આપવા વૉરવિકશાયર સુધી દોડી આવ્યો હોવાને લીધે થાકયો હોવાથી, બધાથી છૂટો પડી પોતાના કમરામાં જઈ ઊંઘી ગયો હતો. વાર્ને મુસાફરી માટે તૈયાર થઈ ત્યાં જઈ પહોંચ્યો ત્યારે તે ઊંઘમાં, પહેલાં તે પાપ-પંથી હતો ત્યારની, પ્રાર્થના રટતો હતો. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ પ્રીત કિયે દુઃખ હેય” “અલ્યા એય ભગતડા! હજુ તારે ઈશ્વરની પ્રાર્થના કરવાની વાર છે – હજુ સેતાને તેને પોતાની નોકરીમાંથી છૂટો કર્યો નથી – જાગ, ઊઠ, ઊભા થઈ જા!” વાર્નેએ કહ્યું, અને તેને હાથ વડે ખૂબ ઢંઢોળ્યો. પેલો તરત જ “ચોર ! ચોર! ધાજો !” એવી બૂમો પાડતો સફાળો બેઠો થયો અને પૂછવા લાગ્યો, “જેનેટ ક્યાં છે? જેનેટ સહીસલામત છેને?” “સહીસલામત જ છે, મૂરખ, શાને આમ મોટેથી ભૂકે છે? કોણ આવ્યું છે, અને તું કયાં છે એ તે જો!” ફોસ્ટર હવે જાગૃતિમાં આવી ગયો અને વાર્નેને આમ કસમયે આવેલો જોઈ બોલી ઊઠ્યો, “આ કંઈ સારા શુકન નથી થતા.” અરે તારી ભવિષ્યવાણી ખોટી પડવાની થઈ છે; તને તે કમ્બરપ્લેસનો કાયમી પટો મળવાનો થયો છે. એ વિશે હું શું કહેવા માગે છે?” ધળે દિવસે જે તમે એ વાત કહી હોત, તો તે હું જરૂર રાજી થયો હોત; પણ આમ મધરાતે આવીને અંધારામાં તમે કહો છો, એટલે કંઈ કાળું કામ કરાવવા માટે જ એમ કહેતા હશો, એમ માનવું પડે છે.” મૂરખ, તારા ભાગી છૂટેલા મુદ્દામાલને તારે પાછો કમ્નર-પ્લેસમાં લઈ જવાનો છે, બીજું કશું નથી કરવાનું !” “બસ એટલું જ? ખરેખર, બીજું કશું નથી કરવાનું?” “બીજું કશું પણ થોડુંઘા કરવાનું હશે ખરું; પણ ત્યારે આખા કમ્બર-લેસને કાયમી પટ્ટો તને મળશે; પછી ત્યાં હું ધર્મ-વ્યાખ્યાતા થઈશ;અને તારી જેનેટને તે બૅરનની દીકરીને મળે એટલો વારસો તું આપી શકીશ - વર્ષે સિત્તેરેક પાઉંડની આવક જેટલો તો ખરે જ. “એગણ્યાશી પાઉડ, પાંચ શિલિંગ અને સાડાપાંચ પેન્સ; ઉપરાંતમાં લાકડાંની જે કિંમત મળે તે જુદી. પણ મને તે બધાનો કાયમી પટ્ટો મળી જશે ખરો?” “હા, હા; અંદરની ખિસકોલીઓ સાથે પણ, તું કહીશ તો ! પણ ચાલ હવે તૈયાર થઈ જા, ઘેડા તૈયાર છે – માત્ર પેલો બદમાશ લેમ્બૉર્ન ક્યાંક ભટકવા ચાલ્યો ગયો છે.” Page #334 -------------------------------------------------------------------------- ________________ અ'તઃ સોના કે વાતને ૩૧૭ ‘જુઓ સર રિચાર્ડ, હું તમને પહેલેથી કહેતા આવ્યા છે કે, એ લફંગા માણસ તમને અણીને વખતે દા દેશે. તેને બદલે હું તમને એક નિર્વ્યસની જુવાન માણસ મેળવી આપત. . 66 66 તારો ધર્મ-મંડળીનો કોઈ ધીમું બાલનારો અને લાંબા શ્વાસ લેનારો ભગત ને ? પણ આપણે તેનેય રાખી લઈશું – આપણને ઘણાં માણસાની જરૂર પડશે – પણ પિસ્તાલ। ભૂલતા નહિ – ચાલ, હવે આપણે જલદી ઈ પહોંચવું જોઈએ. “કાં ?” "" – “આપણી લેડીના દીવાનખાનામાંસ્તે – પણ જો યાદ રાખજે – આપણે ગમે તેમ કરીને તેને આપણી સાથે બહાર કાઢી જવાની જ છે. તેની ચીસાથી ગભરાઈ તે નહિ જાયને?” “ના, ના, સ્રીની ચીસાથી હું ગભરાતા નથી – પરંતુ તેમને ચીસા પડાવવા જેવું કરવા માટે ધર્મશાસ્ત્ર અનુસારનું કોઈ કારણ હોવું જોઈએ – અર્થાત્ પતિના ગમે તેવી બળજબરી વાપરવાના હુકમ.” ,, “જો, તેમના પતિની પાતાની મહાર-મુદ્રાની વીંટી આ રહી. ધર્મપ્રેમી ફોસ્ટરને હવે શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંલ્લંઘન થવાના ડર ન રહ્યો, એટલે કમ્નર-પ્લેસના કાયમી પટ્ટો મેળવવાના લાભમાં તે વાર્નેની સાથે સાથે ઉત્સાહમાં ચાલ્યા. ર ઍમીને ભરઊંઘમાંથી ઊઠવાનું થયું તેથી અને વાર્નેને પેાતાની પથારી નજીક ઊભેલો જોઈ જે ભય-ત્રાસ થઈ આવ્યા, તેની તો કલ્પના જ કરવાની રહે છે. પણ સાથે ધર્મમૂર્તિ ફોસ્ટરને આવેલા જોઈ તેને તાત્કાલિક શા અત્યાચારના ડર ન રહ્યો. 66 વાર્નેએ તરત જ કહ્યું, “મૅડમ, મારા લૉર્ડ ઑફ લિસેસ્ટર, સંજોગાન વિચાર કરી, તમને અમારી સાથે કમ્નર-પ્લેસ તાબડતોબ પાછા ફરવાના હુકમ આપ્યો છે. આ તેમની મહાર-મુદ્રા જોઈ લેા. "" “એ તેા તું ચારી લાવ્યા હાઈશ; તું ગમે તે હીણું કામ કરી શકે તેવા છે; અથવા તે બનાવટી વીંટી હશે. "" “ના, ના, એ સાવી છે; અને તમે જે તાબડતાબ અમે કહીએ છીએ તેમ નહીં કરો તે અમારે જબરદરની વાપરવી પડશે. ” Page #335 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુઃખ હોય' “ જબરદસ્તી ? તું અર્લીના એક નાકર, #Å ઉપર જબરદસ્તી વાપરશે ? ” ૩૧૮ .6 જો તમે મને તેમ કરવાની ફરજ પાડશો, તો એ બાબતમાં હું બહુ કપરો હજૂરિયો પુરવાર થઈશ, મૅડમ.’ " તે સાંભળીને ઍમીએ જે ભયંકર ચીસા પાડી, તે સાંભળીને લૉર્ડ હન્સડન અને બીજાઓ ત્યાં દોડી ન આવ્યા તેનું એટલું જ કારણ હતું કે તે તેને ગાંડી થઈ ગયેલી જ જાણતા હતા. ફોસ્ટરને આજીજી કરવા માંડી અને કહ્યું, અને ઈજ્જત જો વહાલાં હોય, તે। મારી આવી જબરદસ્તી થતી જોઈ ન રહીશ. ” પોતાની ચીસો સાંભળી કોઈને મદદે આવતું ન જોઈ, ઍમીએ હવે “તને તારી પુત્રી જૅનેટની આબરૂ ઈજ્જત-આબરૂ ઉપર અત્યારે 66 પણ મૅડમ, પત્નીએ પેાતાના પતિની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જો તમે કપડાં પહેરી તૈયાર થઈ અમારી સાથે શાંતિથી ચાલ્યાં આવશેા, તો હું મારી આ પિસ્તોલના ઘેાડે ચડાવી રાખીને કહું છું કે, કોઈ તમને આંગળી સરખી લગાડવા જશે, તે હું તેના ઉપર તરત ગેાળી ચલાવીશ.” ફોસ્ટરના કહ્યાથી ઍમીને કંઈક ભરોંસે પડયો; અને પાતે કપડાં પહેરી શકે તે માટે પેલાને જરા બહાર જવા કહ્યું. વાર્નેએ બહાર જતાં જતાં કહ્યું, “મારી હાજરી તમને આટલી બધી ત્રાસજનક લાગે છે, તે હું તમારા મનની શાંતિ ખાતર દૂર જ રહીશ. તમારા પતિ આપણે કમ્નર-પ્લેસ પહોંચીશું તેના ચોવીસ કલાકમાં તે જાતે જ ત્યાં આવવાના છે – અત્યારે રાણીજી અહીં હાવાથી જ સાથે આવતા નથી, એટલી ખબર તમને આપતો જાઉં છું.” કમનસીબ ઍમીને પોતાના પિત ચાવીસ કલાકમાં જ પાછળ પાછળ આપવાના છે એ વાતનો ભરાંસા મળ્યા, એટલે પછી તેણે બીજી કશી આનાકાની ન કરી. ૩ નોકર ૉમ્બૉર્ન મુસાફરી દરમ્યાન વાને કાઉંટેસથી થોડો દૂર પાછળ જ રહ્યો, જેથી કાઉંટેસને કંઈક હૈયાધારણ રહે. ઉપરાંત, પોતાના લફંગો આવી પહોંચે એટલે તેને તેની સાથે એકલા વાત કારણકે, પોતાની યાજના પાર પાડવામાં તેને ફોસ્ટર ઉપયોગી થઈ પડે એમ લાગતું હતું. પણ દશ માઈલ પણ કરી લેવી હતી. કરતાં એ માણસ વધુ રસ્તો કપાઈ ગયો Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ અંતઃ સૌને કે વાતને ત્યાં સુધી લૅમ્બોન આવતું હોવાનાં કશાં ચિહ્ન જણાયાં નહિ. પરંતુ ત્યાર પછી અચાનક તેને પાછળથી મારતે ઘોડે આવતે હૉમ્બૉર્ન દેખાયો. તે પાસે આવી પહોંચ્યો એટલે વાર્નેએ તેને તરત ધમકાવવા માંડ્યો, “હરામજાદા, બદમાશ, તારું પ્રમાદીપણું અને તારી લફંગાઈ થોડા જ વખતમાં તને ફાંસીને ગાળિયે પહોંચાડશે; અને જેટલો જલદી પહોંચાડે તેટલું વધુ સારું.” પણ લેમ્બોર્ન હવે પહેલાંનો ઑમ્બૉર્ન નહોતો રહ્યો : અર્લ ઑફ લિસેસ્ટરે તેને પોતાનું તાકીદનું અને અગત્યનું કામ સોંપ્યું હતું, તથા તે સારી રીતે બજાવ્ય ઈનામ આપવાની ખાતરી આવી હતી. ઉપરાંત, તે અર્લના મુખ્ય ભેદભરમનો જાણકાર બની ગયો હતો – ઍમી અર્લ ઑફ લિસેસ્ટરની પત્ની – કાઉન્ટસ છે, એ વાત તે જાણી ગયો હતો. અને એ વાતના જાણકાર તરીકે પોતાની જાતને તે હવે વાનેં જેટલો જ અગત્યનો માણસ બની ગયેલો ગણતો હતો. તેણે તરત જ સંભળાવ્યું, “આવી ઉદ્ધત ભાષામાં મારી સાથે વાત ન કરવી – ભલેને તમે ગમે તેવી સોનેરી એડી પહેરનારા નાઈટ છે. લૉર્ડ લિસેસ્ટરે મને તાકીદના કામે રોકી રાખ્યો હતો, અને તમે પણ મારા જેટલા જ અલના નોકર છો.” વાને લેમ્બૉર્નની આ તુમાખી જોઈ નવાઈ પામ્યો; તેણે તેને દારૂ ચડ્યો હોવાનું પરિણામ જ માની લઈ મન ઉપર ન લીધું. પછી તેણે લેમ્બોર્નને પલાળવા માંડ્યો, અને અર્ક ઑફ લિસેસ્ટરના માર્ગમાંથી એક વિદન દૂર કરવામાં મદદ કરવાની તથા તેમ કર્યો સારી પેઠે ઈનામ આપવાની વાત આગળ કરી. માઇકેલ લૅમ્બૉનેં કહ્યું “કયું વિદન’ એમ પૂછતાં વાર્નેએ આગળ જતી ઘોડા ઉપરની ડોળી બતાવીને કહ્યું, “એ વિઘ્ન દૂર કરવાનું છે – નિર્મળ જ કરવાનું છે.” માઇકેલ હવે વાત સમજી ગયો. તે બોલ્યો, “જુઓ, સર રિચાર્ડ, હું લૉર્ડનો ઇરાદો શો છે તે બરાબર જાણું છું; કારણકે તેમણે એ બાબતમાં મને પૂરો વિશ્વાસમાં લીધા છે. તેમને આ લેખી હુકમ જુઓ; ઉપરાંત તેમણે મને છેવટના મોઢામોઢ કહ્યું છે – અને તરવાર-ધારી પરાક્રમી સૈનિક તરીકે સંબોધીને કહ્યું છે – નહિ કે “દારૂડિયા', “લફંગા” એવા શબ્દો વાપરીને, જે શબ્દો કેટલાક નવો દો પામેલાએ મગજમો પવન ભરાઈ જવાને કારણે વાપરે છે – હાં, તો તેમણે મને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ પ્રીત કિયે દુઃખ હેય “વાર્નેએ મારાં કાઉન્ટસ પ્રત્યે પૂરેપૂરી અદબથી વર્તવાનું છે, અને તે એમ વર્તે તે જોવાની તને હું પૂરી સત્તા આપું છું, તથા મારી મહોર-મુદ્રા વાનેં પાસેથી તરત પાછી લઈ આવશે એવો તારા ઉપર ભરોસે રાખું છું” “હૈ? તો તું બધું જાણી ગયો છે, એમ?” “હા, હા, બધું જ; એટલે હવે તક છે ત્યાં સુધી ડહાપણભેર તમે મને તમારો મિત્ર બનાવી લો તો તમારા હિતમાં છે!” “અને આ બધું લૉર્ડે કહ્યું ત્યારે બીજું કોઈ જ હાજર નહોતું?” “ના રે ના, આવી બાબતે કહે ત્યારે પરમ વિશ્વાસુ માણસ સિવાય બીજા કોઈના સાંભળતાં કહે ખરા?” ખરી વાત છે,” વાર્નેએ જવાબ આપ્યો. તેઓ અત્યારે આછી ચાંદનીમાં એક વિશાળ ખુલ્લા બીડમાં થઈને પસાર થતા હતા. ડોળી તે તેમનાથી આગળ એકાદ માઈલ દૂર નીકળી ગઈ હશે. આસપાસ કોઈ માણસ નજરે પડતું ન હતું. વાર્નેએ તરત જ પિસ્તોલ કાઢીને લૅમ્બૉર્નને ચાંપી દીધી. પેલો તક્ષણ એક ચીસ પણ પાડ્યા વિના ઘોડા ઉપરથી તૂટી પડ્યો. વાર્નેએ તરત ઘેડા ઉપરથી નીચે ઊતરી તેના ખીસામાંથી અર્લને ખરીતે કાઢી લીધો, અને તેના પૈસાની થેલી પણ. પછી બંને વાનાં પાસે થઈને વહેતી એક નદી આગળ જઈ તેમાં ફગાવી દીધાં. પછી પિતાની પિસ્તોલ ફરીથી ભરીને તે શાંતિથી ઘોડા ઉપર બેસી પેલી ડોળી પાછળ ચાલતો થયો. કેનિલવર્થ છોડ્યાની બીજી રાતે તેઓ કન્નર-પ્લેસ પાસે આવી પહોંચ્યાં. તે વખતે વાર્નેએ પાસે આવી ફોસ્ટરને પૂછ્યું, “પેલી શું કરે છે?” “તે ઊંધે છે; પણ તે બહુ થાકી ગઈ લાગે છે. આપણે જલદી ઘેર પહોંચી જઈએ તે સારું.” આરામ કરશે એટલે એ તે પાછી ઠીક થઈ જશે. થોડા વખતમાં જ તે ચિરનિદ્રામાં પોઢી જશે. પણ તેને સહીસલામતીથી ક્યાં રાખવી એને વિચાર કરી લેવો જોઈએ.” “તેના પિતાના જ કમરામાં વળી! મેં મારી જેનેટને તે તેની માસીને ત્યાં મોકલી દીધી છે ખૂબ ઠપકો આપીને, જેથી ફરી કંઈ બખેડો Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩ર૧ અંતઃ સોને કે વાતને ન ઊભું કરે. અને ઘરની જે બુઠ્ઠી નોકરડીઓ છે તેમના ઉપર તે સત્ય જેટલો જ વિશ્વાસ આપણે રાખી શકીએ – કારણકે તેઓ આ લેડીને ખૂબ ધિક્કારે છે.” “છતાં આપણે તેમનો વિશ્વાસ આ વખતે કરવો નથી. આપણે તે આને તું જ્યાં તારું સોનું રાખે છે, એ કમરામાં જ રાખવી છે.” “મારું સોનું? મારી પાસે વળી સોનું ક્યાં છે? મારી પાસે સોનુંબોનું કાંઈ નથી – ભગવાન કરે ને હોય તો સારી વાતઑ.” તને ગરદન મારે, મૂરખ જાનવર, તારી પાસે સોનું છે કે નહિ એની પંચાત કોણ કરે છે? મારે તો તારા સૂવાના કમરાની પંચાત છે, જેને તે ગઢ-કિલ્લા જેવો સુરક્ષિત બનાવી દીધો છે. અને હું નીચે ઍમી માટે તૈયાર કરાવેલા ચાર કમરામાં આવી જજે – અર્લ તારી પાસે એ કમરાઓનું કીમતી ફરનિચર પાછું નહિ માગે, સમજ્યો?” કીમતી ફરનિચરવાળા ચાર કમરા અકબંધ પોતાને મળવાના હોય તે પછી પોતાને સૂવાને કમર ખાલી કરી આપવામાં શું વાંધે? એમ વિચાર કરી, તરત કોસ્ટર બધું તૈયાર કરવા જરા આગળ ચાલ્યો ગયો. જ્યારે બધાં કન્નર-પ્લેસ આવી પહોંચ્યાં, ત્યારે કાઉન્ટેસે જેનેટ માટે આતુરતાથી તપાસ કરી; પણ ફેસ્ટરે જવાબ આપ્યો, “મારી દીકરી મને વહાલી છે, એટલે એને રાજદરબારી કાવાદાવા શીખવા અહીં રાખવી એ મને સલાહભર્યું ન લાગતાં મેં તેને અહીંથી દૂર રવાના કરી દીધી છે. જેટલું તે શીખી ગઈ છે, તે પણ તેને માટે હિતકર નથી.” કાઉન્ટસ એટલી થાકેલી હતી કે, વધુ સવાલજવમ્બ કર્યા વિના પોતાના સૂવાના કમરામાં પહોંચી જવા ઉતાવળ કરવા લાગી. ફેસ્ટરે જ જવાબ આપ્યો, “પેલી નાટકશાળામાં તમારે જવાનું નથી; તમને વધુ સહીસલામત જગાએ સૂવાની ગોઠવણ કરેલી છે.” “મને મારી કબરમાં સૂવાનું મળે તો જ વધુ સારું.” “એ તો કાલે વૉર્ડ અહીં પધારે ત્યારે તેમની સાથે ગોઠવી લેજો; અમારી સાથે એવી વાત કરવાની ન હોય.” “પણ ખરે જ એ કાલે અહીં આવશે, ભલા ફેસ્ટર?” પ્રિ - ૨૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ રઃ “પ્રીત કિયે દુઃખ હેય” વાહ, “ભલા” ફેસ્ટર! પણ કાલે લૉર્ડને જયારે મારે વિષે બધી ફરિયાદ કરશો ત્યારે હું કેવો “ભલો’ બની રહ્યો હોઈશ, એ કોણ જાણે? – જોકે મેં જે કંઈ કર્યું છે તે લૉર્ડના હુકમનું પાલન કરવા માટે જ કર્યું છે.” ફોસ્ટરે જવાબ આપ્યો. “પણ તમે જ મારા સંરક્ષક બની રહેજો. જેનેટ અહીં હોત તે કેવું સારું?” “તેનું તે નામ જ ભૂલી જાઓ; પણ તમે અત્યારે કંઈ ખાશો-પીળો ખરાં?” “ના, ના; મારે સૂઈ જ જવું છે; મારે માટે જે કોઈ કમરો નક્કી કર્યો હોય ત્યાં મને ઝટ લઈ જાઓ.” ફોસ્ટર હાથમાં દીવો લઈને એમીને મકાનના એવા ભાગ તરફ લઈ ગયો જ્યાં એમી પહેલાં કદી ગઈ ન હતી. ઊંચો દાદર ચડવાને આવ્યો. એ દાદરને છેડે લાકડાની સાંકડી ગૈલરી જેવું હતું. તેને સામે છેડે ઓકનું મજબૂત બારણું હતું. ગૅલરી ઉપર થઈને તે બારણામાં પેસતાં જ ફેસ્ટરના કમરામાં જવાનું હતું. ઍમીએ અંદર પેસી ફેસ્ટરના હાથમાંથી દીવો લઈ લીધો અને બારણું બંધ કરી આગળા ચડાવી દીધા. એ બારણાને અંદરથી બંધ કરવા આગળા-સાંકળ વગેરે ઘણી સગવડ હતી. વાને પાછળ પાછળ દાદર આગળ જ સંતાઈને ઊભો હતો. પણ બારણું બંધ થવાને અવાજ આવતાં ધીમેથી ઉપર આવ્યો. ફેસ્ટરે આંખ મિચકારીને વાર્નેને ભીંતમાં છુપાવેલી કળ બતાવી. તે ફેરવતાં પેલી ગૅલરીને અમુક ભાગ વચ્ચેથી ઝપ દઈને ભીંત તરફનો મિજાગરાં ઉપર ઢળી ગયો. એટલે દાદર ઉપર થઈને એ કમરામાં પેસવાનો રસ્તો કપાઈ ગયો. આ કળ જે દોરડા વડે ખેંચાતી હતી, તે દોરડું પહેલાં તે ફોસ્ટરના કમરામાં જ રહેતું, જેના વડે ફોસ્ટર રાતે અંદર પેસી આ ગેલરી ઢાળી દેતો. એટલે પછી બહારથી કોઈ એના કમરામાં પેસી ન શકે. પણ હવે તે કાઉન્ટસ અંદરથી બહાર નાસી ન જાય તેવી જ પેરવી કરવાની હોવાથી તેણે એ દોરડું બહાર લાવી દાદર આગળ જ બાંધી રાખ્યું હતું. વાને નવાઈ પામી એ આખી રચના તરફ જોઈ રહ્યો. એ ગૅલરી ખસી જતાં નીચે ભૂસકો મારીને પણ જીવતા નાસી છુટાય કે નહિ તે જ Page #340 -------------------------------------------------------------------------- ________________ અંતઃ સૌને કે વાતને ૩ર૩ અંદાજ તે લગાવવા લાગ્યો. જોકે નીચે અંધારું હતું એટલે તેનાથી કશું બરાબર દેખાયું નહિ. પણ ફેસ્ટરે તેને કાનમાં ધીમેથી કહી દીધું, નીચે તે ગઢને નીચામાં નીચે ફરસબંદીવાળા ભૈયરાને ચોક જ છે – જ્યાં આટલે ઊંચેથી પડતાં માણસના ફેંફેંદા ઊડી જાય. ત્યાર પછી ફેસ્ટર અને વાને બંને રહેણાકવાળા ભાગ તરફ ચાલ્યા આવ્યા. ત્યાં આવી વાર્નેએ ફેસ્ટરને વાળનું તથા સારામાં સારો દારૂ લાવવાનું કહ્યું, અને પોતે અલાસ્કોને મળવા ચાલ્યો ગયો; કારણકે, હવે તેની યોજનામાં અલાસ્કનો જ ખપ પડવાને હતે. પણ થોડી વારમાં તે વીલે મોંએ પાછો આવ્યો અને ફેસ્ટરને કહેવા લાગ્યો, “એ તો ગયો!” હું? ભાગી ગયો? મારા ચાલીસ પાઉડ લઈને? તેણે હારગણા કરી આપવા મારી પાસેથી તે લીધા હતા. હું હમણાં સરકારી થાણામાં જઈને ફરિયાદ નોંધાવું છું.” હવે તે હું સંતાનના થાણામાં જઈને તેના ઉપર ફરિયાદ મંડાવે ત્યારે! કારણકે તે તો ત્યાં પહોંચી ગયો છે.” “હું? શું મરી ગયો?” “સાચેસાચ મરી જ ગયો છે, વળી. તે કશાંક ભયંકર દ્રાવણ ઉકાળ હશે; પણ તે વખતે મેં ઉપર પહેરવાનું કાચનું મહોરું ગમે તે કારણે નીકળી ગયું લાગે છે, અને પેલાં દ્રાવણની ઝેરી વરાળ તેના મગજમાં પેસી ગઈ છે.” પણ તેના મનમાં સોનાનાં ગચિયાં બનેલાં તમે જોયાં કે નહિ? આ તેને છેલ્લો પ્રયોગ હતા, અને તેને સોનું બનવાની પૂરી ખાતરી હતી.” “હું તે તેનું ફૂલેલું મડદું જોઈને જ બહારથી ભાગી આવ્યો; મને જલદી દારૂ ભરી આપ; મારું તો દિલ બેસી જવા લાગ્યું છે.” “હું જાતે જઈને જોઈ આવીશ; તમે સાથે આવો છો કે નહિ?” ના રે ના; અંદરની ઝેરી ધૂણી જેટલી મારા પેટમાં ગઈ છે તેટલાથી જ હું અધમૂઓ થઈ ગયો છું; જોકે મેં કાચની બારી ભાગી નાખીને હવા ચોખી થવાને રસ્તે કરી દીધો છે. પણ હવે અલાસ્કો ગયો, એટલે એનું કામ આપણે કરી લેવું પડશે, જેની પેરવી જ પહેલી વિચારીએ.” Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ પ્રીત કિયે દુખ હાય” હું? ખરું કહો છો, સર રિચાર્ડ? એ કામ કરવાનું જ છે?” હા, હા; કરવાનું જ છે. નહિ તો તને આ આખી મિલકતનો કાયમી પટ્ટો કેમ કરીને મળવાનું છે?” મને પહેલેથી લાગતું જ હતું કે, છેવટે મારે એ કામ કરવાનું જ આવવાનું છે. પણ આખી દુનિયા મને આપી દો, તે પણ હું બાઈમાણસ ઉપર છરી નહિ ચલાવું.” “પણ બાઈમાણસ ઉપર તે હુંય છરી ન ચલાવું – તારી વાત તે પછી. અલાસ્કો અને એના ઝેરની ખરે વખતે ખોટ પડી; અને પેલા કૂતરા લેમ્બોર્નની પણ.” “પણ લૅમ્બોર્ન હજુ કેમ આવતું નથી? ક્યાં રોકાઈ રહ્યો છે?” કયાં રોકાયો છે, એ તે એક દિવસ તું નજરે જોવા પામશે. પણ આપણે આપણા મુખ્ય મુદ્દા ઉપર આવી જઈએ – પેલી તારી ઝૂકી પડતી ગેલરી છે, તેની નીચે ટેકા ન હોય તો પણ તે થોડો વખત સ્થિર રહે ખરી કે નહિ?” “બરાબર સ્થિર રહે વળી; માત્ર ઉપર થઈને ઊંદર પણ દોડવા જાય તે ઝૂકી જાય.” તે પછી, એ બાનુ નાસી છૂટવાને પ્રયત્ન કરવા જતાં મરી જાય, તે તું કે હું શું કરવાના હતા? બસ, હવે આપણે બીજું કંઈ જ કરવું નહિ પડે ભલા ટૉની, હવે આપણે નિરાંતે ઊંધી જઈએ; કાલે સવારે આગળ વાત.” બીજે દિવસે સાંજ પડવા આવી ત્યારે વાર્નેએ ફેસ્ટરને પોતાની પાસે બોલાવ્યો, ઘરનાં નોકરોને કોઈ ને કોઈ બહાને ઘર બહાર ગામ તરફ મોકલી દીધાં હોવાથી ફેસ્ટર પોતે જ કાઉન્ટસના કમરામાં કંઈ જોઈતું કરતું હોય એ પૂછવા ગયો. પેલી પતિ આવે એની રાહ જોઈ શાંત બેસી રહી હતી. ફેસ્ટરે પોતાના અંતરાત્માની શાંતિ ખાતર – પાપ ન લાગે તે માટે – તેને ચેતવી દીધી કે, “તમારા પતિ ન આવે, ત્યાં સુધી તમારા કમરાની બહાર ન નીકળતાં. જોકે, ભગવાન કરશે તો હવે થોડા જ વખતમાં તે આવી જ પહોંચવા જોઈએ.” ફોસ્ટરે પાછા ફરતી વખતે બહારથી બારણાને સાંકળ ન ચડાવી. પછી જરા નીચે આવી વાર્નેના દેખતાં જ તેણે ગૅલરી નીચેના ટેકા જાળવીને Page #342 -------------------------------------------------------------------------- ________________ અંતઃ સૌના કે વાતને ૩૨૫ ખસેડી લીધા. ગૅલરી જેમ હતી તેમ બંને છેડે સહેજ ચાટી રહી. પછી તે નીચે ઊતરી ગયા અને શું થાય છે તેની રાહ જોવા લાગ્યા. પણ કાઉન્ટેસ બહાર નીકળી જ નહિ. વાર્ને ફોસ્ટરને પૂછવા લાગ્યો, “તેં બારણું બહારથી વાસ્તું નથી એટલું તો અવાજ ઉપરથી તેણે જાણ્યું હશે; છતાં તે નાસી છૂટવા બહાર કેમ નથી નીકળતી ?” “કદાચ પેાતાના પતિ આવે ત્યાં સુધી રાહ જોવાનું તેણે નક્કી કર્યું હશે. ” ફોસ્ટરે જવાબ આપ્યો. “સાચી વાત છે — હું જ મૂરખ અત્યાર લગી નકામા અહીં બેસી રહ્યો.” એટલું કહી, ફાસ્ટરને ત્યાં જ થોડો વખત રાહ જોવાનું જણાવી, તે બહાર ચાલ્યા ગયા. ઘેાડી જ વારમાં બહાર આંગણામાં ઘેાડાના દાબડાના અવાજ સંભળાયા, અને અર્લ સામાન્ય રીતે આવીને વગાડતા એવી સીટી પણ સંભળાઈ. – તરત જ કાઉન્ટેસ કમરામાંથી બહાર નીકળી અને તે જ ક્ષણે ગૅલરી નીચી નમી ગઈ. તરત જ ઉપરથી કશું પડતું હોય એવા અવાજ સંભળાયા – એક આછી ચીસ – અને બધું ખતમ. "" તે જ ક્ષણે વાર્નેએ બહારની બારીએ આવીને પૂછ્યું, • કેમ, બધુ પતી ગયું ને? નીચે ભાંયરાની ફરસ ઉપર નજર તેા નાખી જો – હજુ જીવે છે કે પતી ગઈ?” “નીચે તા ધોળાં કપડાંના ઢગલા જ દેખાય છે— પણ અરે ભગવાન ! તેના હાથ હાલ્યા કંઈ.” “ તા જલદી જલદી કશું ભારે તેના ઉપર ગબડાવ - તારી તિજોરી જ ગબડાવ; એ બહુ ભારે છે.” “ના, ના, કશાની જરૂર નથી; હવે જરાય હાલતી લાગતી નથી.” વાર્ને હવે ફાસ્ટર પાસે અંદર આવ્યા અને બાલ્યા, “મેં અર્લની સીટી કેવું આબાદ અનુકરણ કર્યું, વારુ? મને જ નવાઈ લાગી કે આવી સરસ સીટી શી રીતે મારાથી વાગી !” હવે કાઉન્ટસ અચાનક પડીને મરી ગયાના સમાચાર ઘરમાંના નાકરાને શી રીતે જાહેર કરવા એના ઘાટ બંને ઘડવા લાગ્યા. Page #343 -------------------------------------------------------------------------- ________________ પ્રીત કિયે દુખ હયા” પણ તેમને બહુ ઘાટ ઘડવા ન પડયા; કારણકે તે જ ઘડીએ ટ્રેસિલિયન અને રેલેએ તેમને ઘેરી લીધા. તેઓએ ગામમાંથી જ ફેસ્ટરના કરને પકડયો હતો, અને તેની સાથે સાથે તેઓ કમ્ફર-પ્લેસ આવ્યા હતા. ફેસ્ટર એકલે છટકી ગયો; અને આ મકાનની બધી ગલી કૂંચીઓ જાણતો હોવાથી તે પછી હાથમાં ન આવ્યો. વાને ત્યાં જ પકડાઈ ગયો. પિતે જરાય દિલગીરી બતાવવાને બદલે તેણે પોતે જે કંઈ કર્યું હતું તેને ઘમંડપૂર્વક વર્ણવી બતાવ્યું અને કાઉન્ટર કયાં પડી હતી તે સ્થળ બતાવ્યું. કાઉન્ટેસનું શરીર હજુ ગરમ હતું. એક વખતની કેવી સુંદર તથા પ્રિય એવી એમીની આવી વલે થયેલી જોતાં ટ્રેસિલિયન હૃદયાફાટ કલ્પાંત કરવા લાગ્યો. રેલે બળજબરીથી તેને ત્યાંથી ઉપર ખેંચી લાવ્યો અને પછી ત્યાં જે કંઈ કરવાનું રહેતું હતું તે અંગેની સૂચનાઓ આપવા લાગ્યો. હવે આગળ કશું કહેવા જેવું ભાગ્યે રહેતું હોય. છતાં કથાનાં બીજાં પાત્રોની વાત તે સમેટવી જ રહી. - વાર્નેએ અલાસ્કો પાસેથી આવે કઈ વખતે કામ આવે તે માટે માગી રાખેલું અને પોતાની સાથે રાખેલું ઝેર રાત દરમ્યાન ખાઈને આપઘાત કરી લીધો. ફેસ્ટરને કેટલાય દિવસ સુધી – મહિનાઓ સુધી અને વર્ષો સુધી કશો પત્તો ન લાગ્યો. જેનેટ તેના બાપની મિલકતની કુલ વારસદાર બની; તેણે તે મિલકત અને પોતાને હાથ વેૉન્ડને સમર્પી. વેલેન્ડ હવે ઇલિઝાબેથના ઘર-કારભારના કામે સારી જગાએ લેવાયો હતો. તે બંને ગુજરી ગયે ઘણાંય વરસ વીતી ગયાં અને તેમને મોટો પુત્ર વારસદાર બન્યો, ત્યારે અચાનક લેડી ડલી છેવટના જે કમરામાં સૂતાં હતાં તે કમરામાં આવેલી પથારી પાછળ આવેલું એક ગુપ્ત દ્વારા તેની જાણમાં આવ્યું. તેમાં થઈને નીચે ઊતરતાં એક સાંકડા કમરામાં આવેલી એક તિજોરી ઉપર એક હાડપિંજર ખવાઈ ગયેલી હાલતમાં પડેલું મળી આવ્યું. એથની ફેસ્ટરની શી વલે થઈ હતી તેને ભેદ આમ આટલે વરસે ઊકલ્યો. તે પિતાની તિજોરી રાખવાની ગુપ્ત જગાએ આવીને ભરાઈ ગયો હતો – પણ એના સ્પીંગ-નાળાની ચાવી તેની પાસે ન હતી. એટલે બહારથી શોધનારાથી Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭, અંતઃ સૌને કે વાતને તે છટકી શક્યો, પણ અંદર આવેલા મોતથી તેનાથી છટકી શકાય તેમ રહ્યું ન હતું. – કાઉન્ટસના કરુણ અને ભયંકર મૃત્યુના સમાચાર મળતાં કેનિલવર્ણના ઉત્સવ-સમારંભ તરત જ બંધ કરી દેવામાં આવ્યા. લિસેસ્ટર રાજદરબારમાંથી નિવૃત્ત થઈ ગયો અને કેવળ શોકમાં ગરકાવ થઈ રહ્યો. પણ વાર્નેએ છેવટના આપેલા બયાનમાં તેણે પોતાના માલિકને બચાવી લીધો હતો – તેને કશી વાતના છાંટા ઊડે એવું થવા દીધું ન હતું. એટલે સૌ કોઈ તેના ઉપર ગુસ્સે થવાને બદલે કરુણા જ દાખવતું. છેવટે રાણીએ તેને ફરીથી રાજદરબારમાં બોલાવ્યો અને તે ફરી તેના માનીતા રાજકારણી તરીકે આગળ આવ્યો. પછીની તેની કારકિર્દી તે ઇતિહાસને પાને નોંધાયેલી વસ્તુ છે. સર શૂ રોબ્સર્ટ પોતાની પુત્રીના મૃત્યુ બાદ બહુ થોડા જ વખતમાં ફેસિલિયનને પિતાને વારસદાર બનાવીને ગુજરી ગયા. પણ ટ્રેસિલિયનના અંતરને શોક દૂર થયો જ નહિ– તે જયાં જતો ત્યાં એમીનું ઢગલો થઈ પડેલું શબ જ તેને દેખાયા કરતું. છેવટે બધી મિલકત સર શૂ રોબ્સર્ટના સેવકો અને આશ્રિતોને વહેંચી દઈ, તે તેના મિત્ર રૅલેની સાથે વજિનિયા તરફની મુસાફરીએ ઊપડી ગયા. અને ત્યાં પરદેશમાં ઉમરે જુવાન પણ શોકે ઘરડો થઈ જઈને ગુજરી ગયો. સમાપ્ત Page #345 -------------------------------------------------------------------------- ________________ આ જ લેખકની બીજી બે રસસભર નવલકથાઓ ૧. પ્રેમવિજય સંપા, ગેપાળદાસ પટેલ ૧૨.૦૦ [સ્કોટ કૃત વિખ્યાત નવલકથા “આઈવન હો ને સચિત્ર સંક્ષિપ્ત અનુવાદ] ૨. હિંમતે મરદા સંપા, ગોપાળદાસ પટેલ (પ્રેસમાં) સ્કિટ કૃત વિખ્યાત નવલકથા “કટિન ડરવાડ'નો સચિત્ર સંક્ષિપ્ત અનુવાદ] જ્ઞાનજયોતિ પ્રકાશન મંદિર કોચરબ આશ્રમ, અમદાવાદ ફિનઃ ૭૯૭૬૫] Page #346 -------------------------------------------------------------------------- ________________ [ પ્રીત કિયે દુખ હોય સંપાદકઃ ગોપાળદાસ પટેલ