________________
પ્રીત કિયે દુખ હોય' આ એના જીવનનો ધન્ય દિવસ હતો – રાણીજી ખાસ કૃપા દર્શાવીને તેને ત્યાં પધાર્યા હતાં, અને ચોમેર વાતાવરણમાં જ એવી આગાહી વ્યાપી રહી હતી કે, અહીં તે પિતાનો હાથ લિએસ્ટરને સોંપવા જ આવ્યાં છે.
લિસેસ્ટરના ચહેરા ઉપર એ આગામી મહાભાગ્યની ઘડીનો ઉમંગ હતો તેમજ સાથે જ ઍમી રોબ્સર્ટની વાત રાણી કાઢશે ત્યારે શું થશે એની ચિંતા પણ. વાર્ને એ બધું સમજતા હતા અને તેથી અને દુર્ભાગ્યની જેમ આજે તેનાથી જરાય છૂટો પડ્યો ન હતો. તેણે અલબત્ત, અને કહી રાખ્યું હતું કે, કાઉન્ટસ અચાનક ખૂબ બીમાર પડી ગયાં હોવાથી કેનિલવર્થ હાજર રહી શકે તેવી સ્થિતિમાં જ નથી; છતાં લિસેસ્ટર કયારે પસ્તાવાનો માર્યો શું બોલી બેસે કે કરી બેસે તેને એને ભરોસ પડતો ન હતો.
ગૅલરી-ટાવર આગળ પેલા રાક્ષસી પહેરેગીરને રાણીજી સમક્ષ માસ્ટરહૉલિડે-રચિત કડીઓ ઉચિત ચેષ્ટાઓ સાથે બોલવાની હતી. ફિલબર્ટીગિબેટ ઉચિત સ્થળે સંતાઈને તેને એ કડીઓ બોલવા ગોદાવવાનો હતો.
શરૂઆતમાં આખા ટોળાને ગદા ઘુમાવી તે પડકાર આપવાનો હતો કે, આ શી ધમાલ અને ધાંધળ છે? હું કંઈ ઘાસને બનેલો માણસ નથી – ચૂપ થઈ જાઓ અને થોભી જાઓ, નહિ તે મારી ગદા છે, અને તમારા હાડકાં છે!
પણ પછી થોડું થોભી તેને બોલવાનું હતું – “પણ, આહા! આ શું અદ્ભુત દૃશ્ય મારી સમક્ષ ખડું થયું છે? આ શું સૌંદર્ય, આ શો વૈભવ, આ શું દૈવી તેજ! હું અંજાઈ જાઉં છું. મારો પરાજય સ્વીકારી લઉં છું, મારી ગદા નાખી દઉં છું, અને મારી ચાવીઓ સોંપી દઉં છું. હે દિવ્ય પ્રતાપ, તમારી સમક્ષ હું ઘૂંટણિયે પડું છું. તમે ભલે અહીંથી પસાર થાઓ અને મને આભારી કરો! આવા દિવ્ય તેજરાશિ સમક્ષ જે દરવાજો આપેઆપ ઊઘડી ન જાય, તેના ઉપર ધ્યાનત હો !
રાણીજીએ હસીને તેનો આ સત્કાર ઝીલ્યો. તરત જ ચોતરફ – ઊંચે નીચે અને આસપાસ ગોઠવેલા વાજિત્રવાળાઓએ રણ-સંગીત આરંભ્ય અને ચારણોએ જયધ્વનિ ઉચ્ચાર્યો.
રાણીજીનું સરઘસ હવે પેલા લાંબા પુલ ઉપર આવી પહોંચ્યું. ત્યાં આગળ વિવિધ જળચરો અને જળદેવીએ પાણીમાંથી નીકળી નીકળીને રાણીજીને વિવિધ રીતે સત્કાયાં. ત્યાં જ લેમ્બોર્ન વેલૅન્ડ સ્મિથના ઍરિનને