________________
એ હરીફા
૧૪૭
આપની આજ્ઞા । સર્વવ્યાપી અને સર્વશક્તિમાન છે, કૃપાવંત;
પરંતુ અહીં ઊભેલાં બીજાં બધાં સમક્ષ હું મારા લૉર્ડ અંગેની વાત બાલી
99
શકું નહિ.
(6
'
લૉર્ડો, તમે બધા થાડા બાજુએ હટી જાઓ, રાણીએ પેાતાની આસપાસ ઊભેલા દરબારીઓને સંબોધીને કહ્યું; અને પછી વાનેને જણાવ્યું, “બાલ, તારા માલિક અર્થને તારી આ ગુનાહિત કાવતરાખોરી સાથે શે
સંબંધ છે?”
""
નામદાર, કૃપાવંત, મારા લૉર્ડને હમણાં કોઈક પ્રબળ છતાં ગુપ્ત લાગણી એવી સતાવી રહી છે કે, હવે તે પોતાના રસાલા તરફ પહેલાં જેટલું કડક ધ્યાન આપી શકતા નથી. તેથી કરીને જ મને મારી મૂર્ખામી કરવાની તક તેમજ ફુરસદ મળી હતી.”
“તે। એ રીતે જ તે તારા દોષ સાથે સંકળાયેલા છે, બીજી કોઈ રીતે નહિ, ખરું?” રાણીએ પૂછ્યું.
“ના જી, બીજી કોઈ રીતે નહિ, કૃપાવંત. પણ હમણાંનું કંઈક એવું બની ગયું છે, જેથી મારા લૉર્ડ હવે પહેલાંના માણસ નથી રહ્યા. નહિ તો, જુઓને કૃપાવંત, અત્યારે જ કેવા ફીકા પડી જઈને તથા ધ્રૂજતા-કંપતા તે ઊભા છે? તેમને વળી હું આપને કંઈ નિવેદન કરું તેથી ગભરાવાની શી જરૂર હોય ? પણ જ્યારથી નામદાર, તેમને પેલું કારણું પૅકેટ મળ્યું છે, ત્યારથી —!”
“ કયું પૅકેટ ? અને કયાંથી મળ્યું છે?” રાણીએ આતુરતાથી પૂછ્યું.
**
“કયાંથી મળ્યું છે, તે તે હું કલ્પી શકતા નથી; પણ હું તેમની તહેનાતમાં
જ રાતદિવસ રહેતા હોવાથી, મને ખબર છે કે ત્યારથી માંડીને તેમણે પેાતાના હૃદયસ્થાન ઉપર જ રહે તેવી રીતે વાળની એક લટ, જેમાં નાના હૃદયાકાર સુવર્ણ-મણિ વીંટેલા છે, તે ગળામાં લટકાવી રાખી છે. તે એકલા હોય ત્યારે તેની સાથે વાતા કરે છે – તે ઊંઘમાં પણ તેને છાતીએથી અળગી કરતા નથી – કોઈ કાફર પેાતાની મૂર્તિને એટલી ભક્તિથી પૂજતા નહીં હોય.”
46
રાણી ઇલિઝાબેથના માં ઉપર લજ્જાના શેરડા પડી ગયા; પણ તે મેં ભારે રાખવા જરા કડકાઇથી બોલી, “તને તે તારા માલિક ઉપર ગુપ્ત જાસૂસી કરનારો ખરો બદમાશ કહેવા જોઈએ! તું જે વાળની લટ કહે છે, તેના રંગ કેવોક છે વારુ?”