________________
ર૩ર
પ્રીત કિયે દુઃખ હેય” બધા સેવકોમાંથી ગમે તેની મારફતે એ તેમને પહોંચાડાવશે – એક બાજુએ પોતાનામાં વિશ્વાસ મૂકી સોંપેલા કામને આમ વણસેલું રાખીને ભાગી જવું એ ઠીક નહિ – કાંઈ નહિ તો છેવટે એ બાનુનેય એ કાગળ ખોવાવાથી કિંઈ નુકસાન થાય તેમ હોય, તો તેમને ભાગી છૂટવાની તક તો મળવી જ જોઈએ.
આમ વિચારી, આડકતરે રસ્તે તે મેરવિન ટાવર તરફ પાછો આવ્યો, અને ઉપર ટ્રેસિલિયનના કમરામાં ઉતાવળે પહોંચવા બબ્બે પગથિયાં ઠેકવા જતું હતું, તેવામાં તેણે જોયું કે ઉઘાડા બારણામાંથી કોઈ માણસનો પડછાયો દાદરની સામેની ભીતે પડે છે, અર્થાત્ ત્યાં કોઈક ઊભું છે. એટલે વેલૅન્ડ તરત ત્યાંથી પાછો ફરી ગયો. પછી પાએક કલાક આમતેમ આંટા માર્યા બાદ તે પાછો ઉપર ચડવા ગયો કે તરત પેલા બારણામાંથી એક માણસ નીકળ્યો અને તેના ઉપર તૂટી પડ્યો અને તેની ધરપકડ કરી.
તે માણસ માઈકલ લેમ્બોર્ન હતો. અને એ કમરો કેદખાના તરીકે વપરાતા એ ટાવરના દારોના લૉરેન્સ સ્ટેપલ્સને હતે.
લેંમ્બૉર્ને તરત પૂછયું, “તું કોણ છે, અને અહીં શું કરવા આવ્યો છે?” આ ધરપકડની ધમાલ સાંભળી દારોગો લૉરેન્સ સ્ટેપલ્સ પણ કમરામાંથી બહાર દોડી આવ્યો.
વેલૅન્ડ ગભરાઈ ગયો. તેણે લેમ્બોર્નને ઓળખીને જવાબ આપ્યો, “હું તે નામદાર, પેલો જાદુગર છું, જેને આપે રસ્તામાં આ તરફ પેલી ખેલાડીઓની મંડળી સાથે આવતે જોયો હતો.”
પણ તારે અહીં આ ટાવરમાં તારા કયા ખેલ કરવાના હતા? તારી મંડળીને ઉતારો તે કિલન્ટન્સ-બિલ્ડિંગ*માં છે!”
“હું અહીં મારી બહેનને જોવા આવ્યો હતો, નામદાર, એ ઉપર માસ્ટર ટ્રેસિલિયનના કમરામાં છે.”
વાહ, વાહ! ત્યારે છેવટે સાચી વાત પકડાઈ ગઈ ખરી. માસ્ટર ટ્રેસિલિયન પણ ખરા છે – કહેવું પડે! આમ બીજાના ગઢમાં આવી, પોતાને મળેલા ઉતારામાં ભાંડ-ભવૈયાઓની બહેન-દીકરીઓ ઘાલવી, વાહ! એ વાત કેટલાકના જાણવામાં આવશે તો તેમને સોનાની થેલી જડી હોય એવી વહાલી
* કેનિલવર્થ-ગઢને જ બહાર તરફને જન ભાગ. - સંપા.