________________
ભારે ગફલત
૨૩૩ લાગશે. એ છોકરીને માસ્ટર ટ્રેસિલિયનના કમરામાંથી કાઢી જવાની નથી, સમજયો, અને તું તો અહીંથી ભાગ જ, બેટા ”
મહેરબાન, આવા કઠોર ન થશો, અમો ગરીબ લોકોને પણ જીવવું હોય છે; મને મારી બહેન સાથે થોડી વાત તો કરી લેવા દો.”
તારી બહેન અને ફહેન! એને સારો ઉપયોગ તે કરવા માંડયો છે! તારા જેવા ભડવાને તો અહીં રહેવા જ ન દેવો જોઈએ. માટે ભાઈ લૉરેન્સ, આ હરામજાદાને પકડી લે– એને આપણે છેક ગઢ બહાર જ કાઢી આવીએ એટલે પંચાત મટે.”
પણ મહેરબાન, મારે આજે સાંજે રાણીજી પધારે ત્યારે એરિનને પાર્ટ ભજવવાનો છે.”
અરે જા જા, એ પાર્ટ તો હું પોતે જ ભજવી લઈશ. પણ તું તે અહીંથી ટળ જ.”
બિચારા વેલૅન્ડે ઘણાં ઘણાં ફાંફાં માર્યો, પણ તેનું કાંઈ જ વળ્યું નહિ. થોડી વારમાં તેને પેલાએ કિલ્લા બહાર ધકેલી મૂક્યો.
બિચારા વેલૅન્ડે આકાશ તરફ હાથ ઊંચા કરીને, પેલી બાનુને માટે પોતે જે કાંઈ કોશિશ કરી હતી તેના સાક્ષી રહેવા જાણે ભગવાનને વિનંતી કરી લીધી, અને પછી કેનિકવર્થ તરફ હંમેશને માટે પૂંઠ ફેરવી.
ૉમ્બૉર્ને હવે અંદર આવી લૉરેન્સને તાકીદ આપી કે, ટ્રેસિલિયનના કમરાને મુદ્દામાલ કોઈ પણ કારણે તેના કમરામાંથી છટકી ન જાય એવી સાવચેતી રાખજે. અને ત્યાર પછી પોતે બનાવેલી આ મહાન કામગીરીને પરિણામે પોતાને જે ઈનામ મળશે તેની ઊજવણીમાં તેણે ખૂબ દારૂ ઢીંચવા માંડયો અને લૉરેન્સને પણ પાવા માંડયો.
* ગ્રીક ચારણ, ખલાસીઓ તેને દરિયામાં નાખી દઈ, તેને મળેલું ઈનામ હાથ કરવા ઇચ્છતા હતા. તેણે મરતા પહેલાં એક ગીત ગાવાની પરવાનગી માગી. એ ગીતથી ખુશ થયેલા જળચર દેવોએ તેને બચાવીને કિનારે લાવી મૂક્યો. – સપાટ