________________
૨૪ રાણીજીને પ્રવેશ
કાગળ લઈ આવવાનું બહાનું કાઢી ચાલતો થયો ત્યાર બાદ ટ્રેસિલિયન આગળ શું કરવું તેના વિચારમાં ત્યાં જ સ્થિર થઈને ઊભો રહ્યો. તેવામાં રેલ અને બ્લાઉંટ ત્યાં આવી પહોંચ્યા. ટ્રેસિલિયનને તેની અત્યારની અવસ્થામાં કોઈની સોબત ગમે તેમ નહોતું જ, પણ હાલ તુરત ચોવીસ કલાક પોતે કાંઈ ન કરવાનું વચન આપી બેઠો હોઈ, સમયનું ભાન ભૂલવા માટે જ તે એ લોકો સામે જાતે થઈને જ ગયો, અને પૂછવા લાગ્યો, “ક્યાંથી આવ્યા, દોસ્તો?”
“વૉરવિકથીસ્તો,” બ્લાઉન્ટ જવાબ આપ્યો; “હવે કંગાળ ખેલાડીઓને ન પાર્ટ ભજવવા નો પહેરવેશ બદલવો પડે, તેમ અમે પણ પોશાક બદલીને આવ્યા છીએ; તું પણ એમ જ કરી લે, ટ્રેસિલિયન.”
બ્લાઉન્ટ ખરું કહે છે,” રેલેએ કહ્યું; “રાણીને સારા અને ઉચિત પિશાકમાં રજૂ થઈએ તે જ ગમે છે અને એમ ન કરનાર પિતાની અવજ્ઞા કરે છે, એમ તે માને છે. પણ આ બ્લાઉન્ટ તરફ તે જો, ટ્રેસિલિયન, એના બદમાશ દરજાએ રંગ-બેરંગી કેવો પોશાક તેને તયાર કરી આપ્યો છે – ભૂરો, લીલો અને બદામી; ઉપરથી ફિતે બધી ગુલાબી છે, અને તેના જોડા ઉપર પીળાં ગુલાબ મૂક્યાં છે!”
“વાહ, એથી વધારે હવે વળી શું બાકી રહે છે? મેં એને તાકીદ આપી હતી કે, ખર્ચને સવાલ ગણવાને નથી અને સારામાં સારો પોશાક તૈયાર કરવાનું છે. મને તે આ પોશાક ખાસ ગમે છે; તને શું લાગે છે, ટ્રેસિલિયન?”
હા, હા, ટ્રેસિલિયન, અમારા બેમાંથી કોને પોશાક સારો લાગે છે, તેનો ન્યાય કર જોઉં,” વૉલ્ટર રેલે પણ બોલી ઊઠયો.
૨૩૪