________________
૩ ૦૪
પ્રીત કિયે દુઃખ હેય' એટલું કહી તેણે ઝાડને બાંધેલો પોતાનો ઘોડે છોડવો અને છલાંગ મારીને બેસી જઈ, ગઢ તરફ મારી મૂક્યો.
ટ્રેસિલિયન પણ હવે પિતાના ઘોડા ઉપર બેસવા જતા હતા તેવામાં પેલો છોકરો બોલી ઊઠયો, “માસ્ટર ટ્રેસિલિયન, તમે મને તમારી આગળ બેસાડી લો; મારે કહેવાની વાત હજુ પૂરી થઈ નથી, અને મારે તમારું સંરક્ષણ જોઈશે.”
ટ્રેસિલિયને તેને બેસાડી લીધો અને અર્લની પાછળ ઘોડો હંકારી મૂક્યો. રસ્તે ચાલતાં છોકરાએ બહુ ખેદ કરતાં જણાવ્યું કે, “વેલૅન્ડને મેં ઘણી ઘણી વાર એ બાનુ વિષે પૂછયું, તથા મેં તેને ઘણી ઘણી રીતે મદદ કરી હોવા છતાં, તેણે મને વિશ્વાસમાં ન લઈ કશો સીધો જવાબ ન આપ્યો; એટલે મેં એનું વેર લેવા ખાતર તેના ખીસામાંથી પેલો કાગળ કાઢી લીધો.
“મારો વિચાર વેલૅન્ડને એ કાગળ સાંજે ઓરિયનને પાર્ટ ભજવવા તે આવે ત્યારે તેને પાછો આપી દેવાનો હતો. પરંતુ પછી મેં કાગળ ઉપરનું અર્ધ ઓફ લિસેસ્ટરનું સરનામું જોયું, ત્યારે એ કાગળ લીધા બદલ મને પસ્તાવો થવા લાગ્યો, પરંતુ અર્લ તે કેનિલવમાં તે સાંજના રાણીજી સાથે જ પાછા આવવાના હતા, એટલે અત્યારે કાગળ લેન્ડ પાસે હોત તો પણ તે સાંજે જ આપી શકત, એમ માની મેં સંતોષ માન્યો.
પણ વેલેન્ડ સાંજે ખેલ ભજવવાની જગાએ આવ્યો નહિ– (પછીથી માલૂમ પડયું તેમ હૉમ્બૉને તેને ગઢ બહાર હાંકી કાઢયો હતો.) એટલે હું ગભરાયો. વાર્ને અને લૅમ્બૉર્નને જોઈ વેલૅન્ડે જે ગભરાટ દાખવ્યો હતો, તે ઉપરથી મને એટલું તે સમજાઈ ગયું હતું કે, આ કાગળ અર્લના હાથમાં જ સીધો પહોંચવો જોઈએ – મેં બેએક વખત અર્લ ઓફ લિસેસ્ટરને મળવા પ્રયત્ન કર્યો, પણ મારો દેખાવ અને આકાર જોઈને કોઈએ મને અલ પાસે જવા ન દીધો.
દરમ્યાન, આરામગાહમાં ફરતી વેળા એક કાસ્કેટ ત્યાં પડેલી મને જડી. એ કાસ્કેટ મેં રસ્તામાં કાઉન્ટેસ પાસે (તે વખતે તે વેલૅન્ડે ઘણું પૂછવા છતાં મને માત્ર તેની બહેન તરીકે જ ઓળખાવી હતી) જોઈ લીધી હતી, એટલે તે કાસ્કેટ તે બાનુને અથવા તમને (કારણકે, તેમને તમારા કમરામાં ઉતારો મળ્યો હતો એ હું જોઈ ગયો હતો) પહોંચાડવા મેં અર્લના એક નોકર