________________
છછુંદરવેડાનું પરિણામ
૩૦૫ જેવા માણસને આપી દીધી. હું પોતે તે આ કાગળ ચોર્યો હોવાને કારણે તે બાન પાસે કે વેલૅન્ડ પાસે જઈ શકે તેમ ન હતું.
- “છેવટે મહોરાવાળાનો ખેલ થયો, ત્યારે અર્લને મેં કમરાને છેડે બધા ટોળામાં ઊભેલા પકડી પાડયા. તે વખતે હું પેલો કાગળ તેમને આપવા જાઉં તે પહેલાં તમે તેમને બોલાવી ગયા. પણ તે વખતે આરામગાહમાં ફરીથી મળવાની વાત તો બે વચ્ચે થઈ, તે મેં સાંભળી લીધી. એટલે મેં આરામગાહમાં પહોંચી જવાનો વિચાર કર્યો; કારણ, દરમ્યાનમાં એ બાનુ વિશે નોકરીમાં ચાલતી કંઈ વિચિત્ર વાતો મારા સાંભળવામાં આવી હતી, એટલે એમની સહીસલામતી બાબત મને બહુ ચિંતા થવા લાગી હતી.
પણ હું આરામગાહમાં જરા મોડો પડ્યો અને મેં તમને બેને દ્વયુદ્ધ લડતા જોયા. તમને લડતા અટકાવવા માટે મેં પહેરેગીરોને ખબર આપી દીધી – પરિણામે તમે બે દૂર ખસી ગયા, પણ તમે બંનેએ ગોઠવેલી બીજી મુલાકાતની વાત મેં છુપાઈને સાંભળી લીધી હતી. પછી કૉન્ટ્રીના માણસોના ખેલ વખતે અચાનક વેલૅન્ડને મેં જોયો. તે વેશ બદલીને આવ્યો હતો – પણ મારી નજરને તે છેતરી શક્યો નહિ. મેં તેને જરા દૂર બોલાવી કાગળની અને તમો બે વચ્ચેની લડાઈની બધી વાત કહી દીધી.
વેલૅન્ડે પણ મને કહ્યું કે, એ કમનસીબ બાઈની ચિંતાથી જ તે ગઢ તરફ પાછો ફર્યો હતો. તેને વાર્ને અને લૅમ્બૉર્નની જ બીક હતી; પણ તે બંને કેનિલવમાંથી ચાલ્યા ગયા છે એવી તેને દશ માઈલ દૂર આવેલા એક ગામમાં ખબર પડી એટલે તે કેનિલવ પાછો ચાલ્યો આવ્યો છે. અમે એ બધી વાત કરતા હતા, એટલામાં મેં તમને અને અ ઑફ લિસેસ્ટરને ટોળામાંથી છૂટા પડતા અને ઘોડા ઉપર બેસીને જતા જોયા; એટલે અમે બંને પગપાળા તમારી પાછળ દોડયા; હું જરા જલદી આગળ આવી પહોંચ્યો અને વેલૅન્ડ પછીથી આવ્યો.” | ડિકી પોતાની વાત પૂરી કરી રહ્યો તેવામાં તેઓ ગૅલરી-ટાવર આગળ આવી પહોંચ્યા હતા.
પ્રિ૦- ૨૦