________________
મનારથનું મરાજ્ય
૨૪૭
વાને ઊભા થયા અને રાણીજી સમક્ષ ઘણું નીચું નમન કરી બાજુએ ખસી ગયા.
“એડીનાં બકલ ચડાવવાનો અને બાકીનો બધા વિધિ તા કાલે દેવળમાં પતવીશું. પણ અમારે સર રિચાર્ડ વાર્નેને એક સાથીદાર પણ આપવા જોઈએ, જેથી અમે પક્ષપાતી ન ગણાઈએ. માટે સસેકસ તમે તમારા અનુયાયીએમાંથી કોઈનું નામ દો, જેને પણ અમે નાઈટ બનાવીએ. ”
સસેકસ અત્યાર સુધી – આ ઉત્સવ-સમારંભ શરૂ થયા ત્યારથી જ – લિસેસ્ટરને મળતા આવેલા બહુમાનથી ખિન્ન થઈ ગયા હતા અને બાજુએ ઊભા હતા. તે હવે આગળ આવ્યા અને નીતિકુશળતા દાખવવાને બદલે સહજભાવે બાલ્યા, “ખાનદાન, શૌર્ય, વિદ્રત્તા અને બીજી ઘણી ઘણી લાયકાતાની દૃષ્ટિએ, તથા મારું જીવન બચાવ્યું હોવાને કારણે હું ટ્રેસિલિયનનું જ નામ નાઈટપદ માટે દઉં; પણ મને ડર છે કે, અત્યારે જે કંઈ બન્યું ત્યાર પછી ¬”
,,
રાણી વચ્ચે જ બાલી ઊઠી, “તમે એટલા વિચાર કરવા રહ્યા એ બહુ સારી વાત છે; કારણકે અત્યારે જે કંઈ બન્યું છે ત્યાર પછી એ અસ્થિર મગજના માણસને અમે નાઈટ બનાવીએ તે પ્રજાજનો અમારે વિષે પણ એવું જ કંઈ ધારી લે.”
“તા પછી, નામદાર, હું મારા ખાસદાર માસ્ટર નિકોલસ બ્લાઉન્ટનું નામ સાદર કરું છું; તેણે સ્કૉટલૅન્ડ તેમજ આયર્લૅન્ડમાં આપ નામદારની બહુ બહાદુરીપૂર્વક સેવા બજાવી છે, અને તેનાં નિશાન પેાતાના શરીર ઉપર તે હજુ પણ ધરાવે છે. ”
રાણીએ આ બીજું નામ સાંભળીને પણ ખભા મચકોડયા. તેમને એવી આશા હતી કે સસેકસ વૅલેનું જ નામ સૂચવશે. અને સસેસની જગાએ પણ બીજો બુદ્ધિશાળી માણસ હોત, તે રાણીજીની એ ઇચ્છા સમજીને જ વર્તત. પણ પાસે ઊભેલી ડચેસ ઑફ રલૅન્ડ રાણીજીના બ્લાઉન્ટના નામ સામેન અણગમેા તરત પારખી ગઈ. એટલે રાણીજીએ ના-મનથી બ્લાઉન્ટના નાઈટપદ બક્ષવા માટે સ્વીકાર કર્યા ત્યાર બાદ તે બાલી ઊઠી, “ નામદાર, બે મેાટા ઉમરાવાને દરેકને પાતાના અનુયાયીનું નામ નાઈટ-પદ માટે સૂચવવાનું બહુમાન બક્ષવામાં આવ્યું છે; તો પછી આજે આપની તહેનાત-બાનુઓને પણ પાતા થકી એક નામ સૂચવવાનું બહુમાન બક્ષવામાં આવે.
""