________________
૨૪૮
પ્રીત કિયે દુઃખ હેય” “વાહ, હું તમે લોકોની એ માગણી નકારું, તો પછી હું સ્ત્રી શાની?” રાણી હસતાં હસતાં બોલ્યાં.
તે, અહીં હાજર રહેલી બધી નમણી બાજુએ વતી આપ નામદારને વૉલ્ટર લેને નાઈટ-પદ બક્ષવા વિનંતી કરું છું. તેમનું ખાનદાન, તેમની શૂરવીરતા તથા ખાસ તે સ્ત્રીઓ પ્રત્યેનું દાક્ષિણ્ય, એ જોઈ એમને એ બહુમાન મળે, એવી વિનંતી અમે એં કરીએ છીએ.”
શાબાશ, બાનુએ! તમે માગેલું વરદાન બક્ષવામાં આવે છે, અને જભા-વિનાના સ્કવાયર હવે જલ્મા-વિનાના નાઈટ બનશે. ચાલો, બંને જણ આગળ આવો.” રાણીએ ફરમાવ્યું.
બ્લાઉંટ હજુ ટ્રેસિલિયનને મૂકી આવીને પાછો ફર્યો ન હતો, એટલે રેલે એકલે જ આગળ આવ્યો અને રાણીજી સમક્ષ ઘૂંટણિયે પડી તેણે તેમને હાથે નાઈટ-પદનો ઊંડા આભારપૂર્વક સ્વીકાર કર્યો.
થોડી વાર બાદ બ્લાઉંટ પાછો આવ્યો એટલે સસેકસે દરબારહૉલના બારણા આગળ જ તેને નાઈટ-પદ બક્ષવાના રાણીજીના ઈરાદાની જાણ કરી, તથા તેને રાણીજી સમક્ષ તરત પહોંચી જવા સૂચવ્યું.
અને બ્લાઉટનું મગજ પોતાના ભપકાદાર પોશાક અને બૂટ ઉપરનાં પીળાં ગુલાબથી ચસકી તે ગયેલું જ હતું, અને તેમાં તેને નાઈટ-પદ મળવાનું થયું છે એવું તેની જાણમાં આવ્યું એટલે એ તો પોતાના મનથી કળાયેલા મેરની પેઠે ઢળકતી ચાલે રાણીજી પાસે જવા આખો દરબારહૉલ પાર કરવા લાગ્યો. તેની એ ચાલ જોઈ, દુશ્મન-પક્ષનાં એટલે કે લિસેસ્ટરનાં માણસો તુચ્છકારભર્યું હસવા લાગ્યાં; અને મિત્ર-પક્ષનાં એટલે કે સસેકસનાં માણસે કડવાશથી ખિન્ન થઈ ગયાં. સસેકસ તો ચિડાઈ જઈને પાસે ઊભેલા મિત્રના કાનમાં બોલી ઊઠ્યા, “તારું સત્તાનાશ જાય તારું, બ્લાઉટડા; પુરુષની પેઠે અને સૈનિકની પેઠે ચાલતાં તારા બાપનું શું જાય છે?”
રાણીજીએ કેવળ ના-મનથી અને પૂરેપૂરા અણગમાથી આ માણસના ખભા ઉપર વિધિ તરીકે તરવાર અડકાડવાને બદલે લગભગ પછાડી અને બ્લાઉટ ઊભો થઈને ચાલ્યો ગયો ત્યારે તેમણે ડચેસ ઑફ રિલૅન્ડને કાનમાં કહ્યું, “આ બધા ઘમંડી ઉમરાવો કરતાં વહાલી ર ન્ડ તારી પસંદગી જ બધી રીતે સર્વોત્તમ છે, અને તેને જ નાઈટ-પદ બક્ષતાં મને ખરેખર આનંદ થયો. બાકી આ વાર્નોનું શિયાળ જેવું મોં જોતાં તે બેવકૂફ અને બદમાશ જ