________________
પ્રીત કિયે દુઃખ હેય' “પણ હું મારા સ્વામી અને માલિકની પત્ની હોઉં, તે પછી મારે તેમના એ હલકટ હજૂરિયાથી ડરવાનું શાને હોય?”
“મેડમ, મારા બાપ જેવા બાપે પણ કહ્યું છે કે, તે કઈ ભૂખ્યા વરુનો સામનો કરવા તૈયાર થાય, પણ રિચાર્ડ વાર્નેના રસ્તામાં આડે ઊભવા કદી ન ઇચ્છે. અને તેથી તેમણે મને એનો સહેજ પણ સંપર્ક ન રાખવા ચેતવણી આપી છે.”
ભલે ભલે, મારે તારા બાપુ સામે કે વાને સામે કશો ગુસ્સો રાખવાનું શું કારણ? તે બંનેએ મને અણગમો થાય તેવું ઘણું કર્યું છે, પણ હવે પછી મારે મોંએ તેમના વિરુદ્ધ ફરિયાદનો એક શબ્દ પણ મારા સ્વામીને કદી પહોંચશે, તે તેનો દોષ તેમનો પોતાનો જ હશે, પણ તેમને હવે અહીં બોલાવી લાવ, જેનેટ.”
પેલા બંને આવ્યા અને તેને સલામ ભરીને ઊભા રહ્યા, એટલે ઍમીએ પિતાના આસન ઉપરથી ઊભી થઈ, બે ડગલાં સામે જઈ, પોતાનો હાથ લાંબે કરીને વાને કહ્યું, “માસ્ટર રિચાર્ડ વાર્ને, તમે આજે સવારે એવા સારા સમાચાર લઈને આવ્યા છે, એના આનંદમાં ને અચંબામાં હું મારા લૉર્ડ અને પતિએ તમારો સમુચિત આદર કરવાનું સૂચવ્યું હતું તે ભૂલી ગઈ. એટલે અમે અમારો સુલેહ-સમાધાનીનો હાથ તમારા તરફ લંબાવીએ છીએ.”
વાને તરત એક ઘૂંટણે પડીને બોલ્યો, “હું કોઈ રાજવીને તેને પ્રજાજન સ્પર્શે એ સિવાય બીજી કોઈ રીતે તેને સ્પર્શવાને લાયક નથી.”
તેણે એમીની વીંટીથી અને રત્નોથી લદાયેલી નાજુક સુંદર આંગળીએનાં ટેરવાંને હોઠ લગાડ્યો અને પછી તેને આદરપૂર્વક પેલા સિંહાસન તરફ દોરી જવા એ તત્પર થયો. પણ એ તરત બોલી ઊઠી, “ના, ભલા માસ્ટર રિચાર્ડ વાને, હું મારા લોર્ડ પોતે મને ત્યાં દોરી જાય તે પહેલાં ત્યાં બેસવાની નથી. હજુ સુધી હું છુપાવી રાખેલી કાઉન્ટસ છું એટલે
જ્યાં સુધી એ મોભે જેની દ્વારા મને પ્રાપ્ત થાય છે તે પોતે મને વિધિસર તે પદે પ્રસ્થાપિત ન કરે, ત્યાં સુધી હું અખત્યાર કરવા માગતી નથી.”
હવે ફેસ્ટર બોલી ઊઠ્યો, “હું આશા રાખું છું કે મારા લૉર્ડ – તમારા પતિ – ની આજ્ઞાનું પાલન કરવા જતાં તમારા ઉપર જે કંઈ નિયંત્રણો મારે મૂકવાં પડ્યાં હશે, તે બદલ તમારી નાખુશી મને હાંસલ નહિ જ થઈ હોય. પરંતુ, મારા લૉર્ડ ટૂંક સમયમાં જ પધારવાના હોઈ, માસ્ટર રિચાર્ડ