________________
માછલીને છતાતાર વાને ને તેમના તરફથી જે કંઈ તમને કહેવાનું હોય તે એ કહી શકે તે માટે હું અહીંથી ખસી જાઉં છું. ચાલ, જેનેટ હું પણ મારી સાથે ચાલ, જેથી બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે કે નહિ તે જોઈ લઈએ ”
નહિ, માસ્ટર ફેસ્ટર, તમારી પુત્રી અહીં આ કમરામાં જ રહે એવું અમે ઇચ્છીએ છીએ. તે ભલે થોડે દૂર બેસે, જેથી વાને મારા લૉર્ડનો કંઈ સંદેશ કહેવાનો હોય તો કહી શકે.”
ફોસ્ટર અણઘડપણે નમન જેવું કરીને ત્યાંથી ચાલતો થયો. જેનેટ પણ પોતાની ભરતકામની ફ્રેમ લઈને ઓરડાને છેડે જઈને બેઠી. એટલે રિચાર્ડ વાને નીચામાં નીચું સ્કૂલ ખેંચી લાવી આદરપૂર્વક એમીની સામે બેઠો.
છેવટે, વાનેને કંઈ બોલતો ન જોઈ, કાઉન્ટસે જ કહ્યું, “ તમારે મારા લૉર્ડ અને પતિ તરફને કંઈ સંદેશો કહેવાનો હતો એમ માસ્ટર ફેસ્ટરના કહ્યા ઉપરથી માનીને મેં જેનેટને દૂર બેસાડી છે. પણ મારી સમજવામાં ભૂલ થઈ હોય તો, હું હવે તેને પાસે બોલાવું; કારણ કે, તે જે ભરતકામ કરે છે, તેમાં મારી દેખરેખની જરૂર છે.”
લેડી, ફોસ્ટર મારો હેતુ કંઈ જુદો સમય લાગે છે. હું તમારા ઉમરાવ પતિ તરફથી નહિ પણ તેમને વિષે કંઈ કહેવા માગું છું.”
તેમને વિષે જે કંઈ કહેશો તે સાંભળવામાં મને આનંદ જ આવશે. પરંતુ તેમને આવવાનો વખત થયો છે, એટલે તમે જે કહેવાનું હોય તે ટૂંકમાં કહી દેશો.”
“ભલે, બાનુ; મારે જે કહેવાનું છે તે કહેવામાં આમેય મારે ટૂંકાણ તેમ જ હિંમત બંને દાખવવાં પડે તેમ છે. – તો આજે તમે ટ્રેસિલિયનને મળ્યાં હતાં, ખરું?”
“હા, પણ તેનું તમારે શું છે?” બાનુએ કંઈક તીખાશથી કહ્યું.
“મને તો કંઈ નથી, લેડી, પણ એ સમાચાર તમારા લૉર્ડ સ્વરથતાથી સાંભળી શકશે, એમ તમે માનો છો?”
તે શા માટે નહિ સાંભળી શકે વારુ? ટ્રેસિલિયનની મુલાકાતથી મને ન મૂંઝવણ તથા ચિંતા થાય; કારણ કે તે મારા ભલા પિતાની બીમારીના સમાચાર લાવ્યા હતા.”
“તમારા પિતાની બીમારીના સમાચાર, મૅડમ? તો તે એ બીમારી ખૂબ જ ઓચિંતી આવી પડી હોવી જોઈએ, કારણ કે મારા લૉર્ડના કહેવાથી.