________________
૪૮
“પ્રીત કિયે દુઃખ હૈય” મેં જે દૂત મોકલ્યો હતો, તે તો તેમને શિકાર ખેલતા જોઈને આવ્યો છે. મને તો લાગે છે કે, ટ્રેસિલિયને એ સમાચાર ઉપજાવી કાઢયા છે – તેમને તમારા વર્તમાન સુખને વિશુધ્ધ કરવાનાં કારણ છે, એ તમે મૅડમ બરાબર જાણો જ છો.”
માસ્ટર વા, તમે ટ્રેસિલિયનને અન્યાય કરો છો; તે કોઈ પણ કારણે જૂઠું બોલી શકે કે સામાને ઘેખે દેવા ઈચ્છે એવા માણસ નથી. મારા પિતા તેમને એ કારણે જ ચાહતા હતા. છતાં, તે મારા લગ્ન બાબત કશું જાણતા ન હોવાથી તથા કોની સાથે મેં લગ્ન કર્યું છે એની પણ તેમને જાણ ન હોવાથી, તે મને અહીંથી ખસેડવા ઇચ્છતા હોય, અને મારા પિતાની બીમારીના સમાચારની તેમણે થોડી ઘણી અતિશયોક્તિ પણ કરી હોય, એમ બનવાનો સંભવ છે. એટલે તમે મારા પિતા અંગે જે સમાચાર લાવ્યા છો, તે વધુ સાચા હોય એમ બને ખરું.”
મારા સમાચાર સાચા જ છે, મૅડમ, અને મારા માનવંત લૉર્ડ મને મિત્ર ગણીને મારું જે બહુમાન કરે છે તે જાણતો હોઈ, તમારા ઉપર ખોટું બિનજરૂરી જુઠ્ઠાણું ઠોકી બેસાડું કે જે જલદી પકડાઈ ગયા વિના રહે નહિ, અને જેને તમારાં સુખ-સ્વાથ્ય સાથે લેવાદેવા હોય, એવું કશું મારે હાથે બને જ નહિ.”
માસ્ટર વાને, હું બરાબર જાણું છું કે, મારા લૉડે જે તેફાની મહાસાગરોમાં પોતાનાં ઊંચા અને સાહસી સઢ ખુલ્લા મૂક્યા છે, ત્યાં તમે તેમના વફાદાર અને કુશળ સુકાની તરીકે કામ દઈ રહ્યા છો. એટલે ટ્રેસિલિનના સમર્થનમાં જે કંઈ મેં કહ્યું, તેમાં તમારા પ્રત્યે કશી કઠોરતા દાખવવાનો મારો ઈરાદો હતો એમ ન માની લેતા. તમે જાણો છો તેમ હું ગામડામાં ઊછરેલી છું, એટલે મને મારી વાત સીધી ગામઠી રીતે જ બોલવાની ટેવ છે; પરંતુ મારે હવે મારા નવા બદલાયેલા ક્ષેત્રની રાજદરબારી રીત અપનાવવી જોઈએ, એ ખરુને?”
“સાચી વાત છે, મૅડમ, જોકે તમે આ બધું મજાકમાં જ કહો છો; છતાં તમે સાચેસાચ જ એ રીત અપનાવો એ સલાહભર્યું છે જ; કારણકે, આપણાં રાણીજીના સિંહાસનની પાસે ઊભનારી સૌથી વધુ ખાનદાન અને અને સૌથી વધુ શીલવંતી રાજદરબારી બાનુ કદી પોતાના ઉમરાવ પતિના